________________
९९
પ્રતિષ્ઠાની અસર પાછલા અનેક ગ્રંથકાર ઉપર થયેલી આપણે તેમની કૃતિના ભાષ્ય નામથી જાણી શકીએ છીએ. એ જ અસરે વાચક ઉમાસ્વાતિને ભાષ્ય નામકરણ કરવા પ્રેર્યા હાય એમ સંભવે છે. બૌદ્ધ સાહિત્યમાં એક ગ્રંથનું નામ ‘સર્વાસિદ્ધિ' હાવાનું સ્મરણ છે. તેનેા અને પ્રસ્તુત સર્વાસિદ્ધિના નામના પૌર્વાપસંબંધ અજ્ઞાત છે; પણ વાત્તિકાની બાબતમાં એટલુ નક્કી છે કે, એક વાર ભારતીય વાડ્મયમાં વાર્ત્તિ કયુગ આવ્યા અને ભિન્ન ભિન્ન સંપ્રદાયમાં ભિન્ન ભિન્ન વિષય ઉપર વાર્ત્તિક નામના અનેક ગ્રંથા લખાયા. તેની અસર તત્ત્વા ઉપરનાં પ્રસ્તુત વાત્તિકાનાં નામકરણુ ઉપર છે. અકલ કે પોતાની ટીકાનું ‘રાજવાર્તિક' નામ રાખ્યુ છે. તે નામના ખીજો કોઈ ગ્રંથ પૂર્વકાલીન અન્ય વિદ્વાનાના હજી મારી જાણમાં નથી આવ્યો; પરંતુ વિદ્યાન ંદનું ક્ષેાકવાત્તિક એ નામ કુમારિલના શ્લોકવાત્તિક નામની અસરને આભારી છે. એમાં કશી જ શંકા નથી.
તત્ત્વાર્થસૂત્ર ઉપર અકલ કે જે ‘રાજવાન્તિક' લખ્યું છે અને વિદ્યાન દે જે શ્લોકવાર્તિક લખ્યું છે, તે બંનેના મૂળ આધાર સર્વાસિદ્ધિ' જ છે. જો સર્વાં સિદ્ધિ' અકલ કને મળી ન હોત, તો ‘રાજવાન્તિ'ક’નું વર્તમાન સ્વરૂપ આવુ વિશિષ્ટ ન જ હાત અને જો રાજવાર્તિકના આશ્રય ન હેાત, તે વિદ્યાનંદના શ્લોકવાત્તિ'માં જે વિશિષ્ટતા દેખાય છે, તે પણ ન જાત, એ નક્કી છે. ‘રાજવાર્ત્તિક' અને શ્લોકવાત્તિ’ એ બંને સાક્ષાત્ અને પરંપરાથી ‘સર્વાસિદ્ધિ’નાં ઋણી હોવા છતાં એ બંનેમાં, ‘સર્વા સિદ્ધિ' કરતાં વિશેષ વિકાસ થયેલા છે. ઉદ્યોતકરના ‘ન્યાયવાર્તિક'ની જેમ ‘રાજવાર્ત્તિક'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org