SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Despite this, it can be accepted for a while for the sake of argument that it is not; it can also be stated without controversy that the Bhashya is the first commentary on the Tattvarthasutra written by a neutral scholar who is neither a traditional commentator nor someone biased, which means that the Bhashya is not sectarian like the Sarvarthasiddhi. To understand this issue, three aspects are considered here: 1. Stylistic differences, 2. Development of meaning, and 3. Sectarianism. 1. Stylistic differences: A scholar comparing the Bhashya on any single sutra with the Sarvarthasiddhi would never remain unaware that the style of the Bhashya is more ancient than that of the Sarvarthasiddhi, and that the Bhashya is reflected in every step and stride of the Sarvarthasiddhi. Until evidence is found of a third commentary on the Tattvarthasutra that is both different and older than these two, a comparison of the Bhashya and the Sarvarthasiddhi would never fail to acknowledge that the Sarvarthasiddhi was composed with the Bhashya in mind. The style of the Bhashya is cheerful and serious, yet in terms of philosophy, the style of the Sarvarthasiddhi appears to be more developed and refined than that of the Bhashya. It is clear that after the development in Sanskrit writing and philosophical style in Jain literature, the Sarvarthasiddhi was written; this development is not apparent in the Bhashya, however, the mirroring quality in language clearly suggests that both are scarcely ancient.
Page Text
________________ હોવા છતાં થોડીવાર દલીલ ખાતર એમ માની લેવામાં આવે કે એ પણ નથી; તે પણ એટલું નિર્વિવાદ કહી શકાય તેમ છે કે, ભાષ્ય એ સર્વાર્થસિદ્ધિ કરતાં પ્રાચીન અને કોઈ રૂઢ વેતાંબરીય નહિ એવા તટસ્થ વિદ્વાન દ્વારા લખાયેલી તત્ત્વાર્થસૂત્ર ઉપરની પ્રથમ જ ટીકા છે; એટલે કે ભાષ્ય સર્વાર્થસિદ્ધિ જેવું સંપ્રદાયિક નથી. આ મુદ્દો સમજવા માટે અહીં ત્રણ બાબતોની પર્યાચના કરવામાં આવે છે: ૧. શૈલીભેદ, ૨. અર્થવિકાસ, અને ૩. સાંપ્રદાયિકતા. ૧. શૈલીભેદ : કોઈ પણ એક જ સૂત્ર ઉપરનું ભાષ્ય અને તેની સર્વાર્થસિદ્ધિ સામે રાખી સરખામણીની દષ્ટિએ જોનાર અભ્યાસીને એમ જણાયા વિના કદી જ નહિ રહે કે, સર્વાર્થસિદ્ધિ કરતાં ભાષ્યની શૈલી પ્રાચીન છે અને ડગલે અને પગલે સર્વાર્થસિદ્ધિમાં ભાષ્યનું પ્રતિબિંબ છે. એ બંને ટીકાઓથી જુદી અને બંનેથી પ્રાચીન એવી ત્રીજી કઈ ટીકા તત્વાર્થસૂત્ર ઉપર હોવાનું પ્રમાણ ન મળે, ત્યાં સુધી ભાષ્ય અને સર્વાર્થસિદ્ધિની સરખામણી કરનાર એમ કહ્યા વિના કદી જ નહિ રહે કે, ભાષ્યને સામે રાખી સર્વાર્થસિદ્ધિની રચના કરવામાં આવી છે. ભાષ્યની શૈલી પ્રસન્ન અને ગંભીર, હોવા છતાં, દાર્શનિકત્વની દૃષ્ટિએ સર્વાર્થસિદ્ધિની શૈલી, ભાષ્યની શૈલી કરતાં વધારે વિકસિત અને વધારે ખેડાયેલી. છે એમ ચોખ્ખું લાગે છે. સંસ્કૃત ભાષામાં લેખન અને દાર્શનિક શૈલીને જૈનસાહિત્યમાં જે વિકાસ થયા પછી, સર્વાર્થસિદ્ધિ લખાઈ છે, તે વિકાસ ભાષ્યમાં દેખાતો નથી; તેમ છતાં એ બંનેને ભાષામાં જે બિંબપ્રતિબિંબભાવ છે તે સ્પષ્ટ સૂચવે છે કે, બંનેમાં ભાગ્યે જ પ્રાચીન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy