SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
For example, in the commentary on the first sutra of the first chapter, it is written about the word "samyak" that "samyak is a derivation or is derived from the root 'gā' with the prefix 'sama'." In this same context, Sarvarthasiddhikara writes that "the word 'samyak' is unproduced, meaning it's undifferentiated without derivation, or produced means it is derived from both the root and suffix combining to be established purposefully." When the root "ma" is combined with the suffix "kiva," the word "samyak" is formed. The explanation regarding the word "samyak" in the commentary is clearly articulated in two styles. Similarly, in the commentary, it merely states that the derivation of the word "darshan" is that "darshan" is the form of the root 'dashi'; whereas, in Siddhi, the derivation of the word "darshan" is shown in three ways. The derivation of the words "jnana" and "charitra" is not clearly explained in the commentary; however, in Siddhi, the derivation of both these words is clarified in three ways, and then supported from a Jain perspective. Likewise, there is no discussion in the commentary regarding which comes first in the compound of the words "darshan" and "jnana," whereas it is made clear in Siddhi. Similarly, in the commentary on the second sutra of the first chapter, only two meanings of the word "tattva" are suggested, while in Siddhi both meanings are elaborated, and it also describes how to interpret the root "dashi," which is not addressed in the commentary.
Page Text
________________ દાખલા તરીકે, પહેલા અધ્યાયના પહેલા સૂત્રના ભાષ્યમાં “સમ્યફ શબ્દ વિષે લખ્યું છે કે, “સમ્યકુ એ નિપાત છે અથવા “સમ ઉપસર્ગ પૂર્વક “ગd' ધાતુનું રૂપ છે. આ જ બાબતમાં સર્વાર્થસિદ્ધિકાર લખે છે કે, “સમ્યફ શબ્દ અવ્યુત્પન્ન એટલે વ્યુત્પત્તિ વિનાનો અખંડ છે, અથવા વ્યુત્પન્ન એટલે ધાતુ અને પ્રત્યય બંને મળી વ્યુત્પત્તિપૂર્વક સિદ્ધ થયેલ છે. “મા” ધાતુને કિવપ” પ્રત્યય લગાડવામાં આવે ત્યારે “સમુર્તિ એ રીતે “સમ્યફ શબ્દ બને છે. “સમ્ય' શબ્દવિષયક નિરૂપણની ઉક્ત બે શૈલીમાં ભાષ્ય કરતાં સિદ્ધિની સ્પષ્ટતા વિશેષ છે. એ જ રીતે ભાષ્યમાં દર્શન’ શબ્દની વ્યુત્પત્તિ વિષે ફક્ત એટલું જ લખ્યું છે કે, 'દર્શન” એ “દશિ' ધાતુનું રૂ૫ છે; જ્યારે સિદ્ધિમાં દર્શન’ શબ્દની ત્રણ રીતે વ્યુત્પત્તિ સ્પષ્ટ બતાવવામાં આવી છે. ભાષ્યમાં જ્ઞાન અને ચારિત્ર શબ્દની વ્યુત્પત્તિ સ્પષ્ટ જણાવી નથી; જ્યારે સિદ્ધિમાં એ બંને શબ્દોની વ્યુત્પત્તિ ત્રણ રીતે સ્પષ્ટ જણાવી છે અને પછી તેનું જૈન દષ્ટિએ સમર્થન કરવામાં આવ્યું છે. એ જ રીતે દર્શન અને જ્ઞાન શબ્દમાંથી પહેલો સમાસમાં કોણ આવે અને પછી કેણ આવે એ સામાસિક ચર્ચા ભાષ્યમાં નથી; જ્યારે સિદ્ધિમાં તે સ્પષ્ટ છે. એ જ રીતે પહેલા અધ્યાયના બીજા સૂત્રના ભાષ્યમાં “તત્વ' શબ્દના ફક્ત બે અર્થ સૂચવવામાં આવ્યા છે, જ્યારે સિદ્ધિમાં એ બંને અર્થોની ઉપપત્તિ કરવામાં આવી છે, અને “દશિ” ધાતુનો શ્રદ્ધા અર્થ કેમ લે એ બાબત પણ દર્શાવવામાં આવી છે, જે ભાષ્યમાં નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy