________________
ર
(૪, ૧૯), કાળનું સ્વતંત્ર અસ્તિત્વનાસ્તિત્વ માનવા વિષેના સિદ્ધાંતનું બીજું (૫, ૩૮); અને ત્રીજું સ્થળ પુણ્યપ્રકૃતિઓમાં હાસ્ય આદિ ચાર પ્રકૃતિઓ હવા-ન હેવાનું (૮, ૨૬). એ છે.
૩. પાઠાંતરવિષયક ફેર : બંને સૂત્રપાઠના પારસ્પરિક ફેર ઉપરાંત પાછો એ પ્રત્યેક સૂત્રપાઠમાં પણ ફેર આવે છે. સર્વાર્થસિદ્ધિમાન્ય સૂત્રપાઠમાં એ ફેર ખાસ નથી. એકાદ સ્થળે સર્વાર્થસિદ્ધિના કર્તાએ જે પાઠાંતર નોંધ્યું છે, તેને બાદ કરીએ તો સામાન્ય રીતે એમ જ કહી શકાય કે બધા જ દિગંબરીય ટીકાકારે સર્વાર્થસિદ્ધિમાન્ય સૂત્રપાઠમાં કશી જ પાહભેદ સૂચવતા નથી. તેથી એમ કહેવું જોઈએ કે, પૂજ્યપાદે સર્વાર્થસિદ્ધિ રચતી વખતે જે સૂત્રપાઠ પ્રાપ્ત કર્યો, અને સુધાર્યો-વધાર્યો, તેને જ નિર્વિવાદપણે પાછળના બધા દિગંબરીય ટીકાકારોએ માન્ય રાખે, જ્યારે ભાષ્યમાન સૂત્રપાઠની બાબતમાં એમ નથી; એ સૂત્રપાઠ શ્વેતાંબરીય તરીકે એક જ હોવા છતાં, તેમ કેટલેક સ્થળે ભાષ્યનાં વાક્યો સૂત્રરૂપે દાખલ થઈ ગયાનું, કેટલાક સ્થળે સૂત્રરૂપ મનાતા વાક્યો ભાષ્યરૂપે પણ ગણાયાનું, કેટલેક સ્થળે અસલનું એક જ સૂત્ર બે ભાગમાં વહેંચાઈ ગયાનું, ક્યાંક અસલનાં બે સૂત્રો મળી અત્યારે એક જ સૂત્ર થઈ ગયાનું સૂચન ભાષ્યની લભ્ય બને ટીકાઓમાં સૂત્રના પાઠાંતરપર ચર્ચા ઉપરથી સ્પષ્ટ થાય છે.૨
૧. ૨, ૫૩. ૨. ૨, ૧૯; ૨, ૩૭; ૩, ૧૧; ૫, ૨-૩; ૭, ૩, અને ૫ વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org