________________
પોતપોતાના મંતવ્યો દર્શાવનારી જરૂર જણાઈ. આટલું સ્કૂલ સામ્ય છતાં બ્રહ્મસૂત્રની અને તત્ત્વાર્થની સાંપ્રદાયિક વ્યાખ્યાએમાં એક ખાસ મહત્ત્વનો ભેદ છે અને તે એ કે, જગત,
વ, ઈશ્વર આદિ જેવા તત્ત્વજ્ઞાનના મૌલિક વિષયોમાં બ્રહ્મ સૂત્રના પ્રસિદ્ધ વ્યાખ્યાકારે એક બીજાથી બહુ જ જુદી પડે છે અને ઘણીવાર તો તેમના વિચારોમાં પૂર્વ-પશ્ચિમ જેટલું અંતર દેખાય છે, ત્યારે શ્વેતાંબર-દિગંબર સંપ્રદાયને અનુસરનારા તત્ત્વાર્થના વ્યાખ્યાકારોમાં તેમ નથી. તેઓ વચ્ચે તત્ત્વજ્ઞાનના મૌલિક વિષયો પર કશે જ ભેદ નથી; જે કાંઈ થડે ઘણો ભેદ છે તે તદ્દન સાધારણ જેવી બાબતોમાં છે અને તે પણ એ નથી કે જેમાં સમન્વયને અવકાશ જ ન હોય અગર તો પૂર્વ-પશ્ચિમ જેટલું અંતર હોય. ખરી રીતે તે જૈન તત્ત્વજ્ઞાનના મૂળ સિદ્ધાંત પરત્વે શ્વેતાંબર-દિગંબર સંપ્રદાયમાં ખાસ મતભેદ જ નથી પડ્યો; એટલે તેમની તત્ત્વાર્થની વ્યાખ્યાઓમાં દેખાતે મતભેદ એ બહુ ગંભીર ન ગણાય.
તત્વાધિગમસૂત્રની જ ઉપર લખાયેલી પ્રાચીન, અર્વાચીન, નાની, મોટી સંસ્કૃત અગર લૌકિક ભાષામય અનેક વ્યાખ્યાઓ છે; પણ તેમાંથી જેનું ઐતિહાસિક મહત્વ હોય, જેણે જૈન તત્ત્વજ્ઞાનને વ્યવસ્થિત કરવામાં અને વિકસાવવામાં ફાળો આપ્યો હોય, અને જેનું દાર્શનિક મહત્ત્વ હોય એવી ચાર જ વ્યાખ્યાઓ અત્યારે મેજૂદ છે. તેમાંની ત્રણ તે દિગંબર સંપ્રદાયની છે, જે માત્ર સાંપ્રદાયિક ભેદની જ નહિ પણ વિરોધની તીવ્રતા થયા પછી પ્રસિદ્ધ દિગંબર વિદ્વાને દ્વારા લખાયેલી છે; અને એક તો સૂત્રકાર વાચક ઉમાસ્વાતિની
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org