________________
ક્રિયાઓનું અને તેમના ભેદપ્રભેદોનું વધારે વર્ણન હેય તે સ્વાભાવિક છે.
સરખામણી પૂરી કરીએ તે પહેલાં ચારિત્રમીમાંસાના અંતિમ સાધ્ય મોક્ષના સ્વરૂપ વિષે ઉક્ત દર્શનની કઈ અને કેવી કલ્પના છે તે પણ જાણી લેવી આવશ્યક છે. દુઃખના ત્યાગમાંથી જ મેક્ષની કલ્પના જન્મેલી હોવાથી, બધાં દર્શને દુઃખની આત્યંતિક નિવૃત્તિને જ મેક્ષ માને છે. ન્યાય, ૧ વૈશેષિક યોગ અને બૌદ્ધ એ ચારે એમ માને છે કે, દુઃખના નાશ ઉપરાંત મેક્ષમાં બીજી કાંઈ ભાવાત્મક વસ્તુ નથી; તેથી એમને મતે મેક્ષમાં જે સુખ હોય તે તે કાંઈ સ્વતંત્ર વસ્તુ નહિ, પણ તે દુઃખના અભાવ પૂરતું જ છે. જ્યારે જૈન દર્શન વેદાંતની પેઠે એમ માને છે કે, મેક્ષ અવસ્થા એ માત્ર દુઃખનિવૃત્તિ નથી, પણ એમાં વિષયનિરપેક્ષ સ્વાભાવિક સુખ જેવી સ્વતંત્ર વસ્તુ પણ છે. માત્ર સુખ જ નહિ પણ તે ઉપરાંત જ્ઞાન જેવા બીજા સ્વાભાવિક ગુણોનો આવિર્ભાવ જૈન દર્શન એ અવસ્થામાં સ્વીકારે છે, જ્યારે બીજા દર્શનની પ્રક્રિયા એમ સ્વીકારવાની ના પાડે છે. મેક્ષના સ્થાન વિષે જૈન દર્શનને મત સૌથી નિરાળો છે. બૌદ્ધ દર્શનમાં તે સ્વતંત્ર આત્મતત્વને સ્પષ્ટ સ્થાન ન હોવાથી, મેક્ષના સ્થાન વિષે તેમાંથી કોઈ પણ વિચાર મેળવવાની આશા અસ્થાને છે. પ્રાચીન બધાં વૈદિક દર્શને આત્મવિભુત્વવાદી હોવાથી, તેમને મતે મોક્ષનું સ્થાન કેઈ અલાયદું હોય એવી કલ્પના જ થઈ શકતી
૧. ૧, ૧, ૨૨ ૨. ૫, ૨, ૧૮,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org