________________
આખું કર્મશાસ્ત્ર વાચક ઉમાસ્વાતિએ ટૂંકાણમાં પણ દાખલ કર્યું છે. તેવી જ રીતે તાત્વિક દષ્ટિએ ચારિત્રની મીમાંસા જૈન, બૌદ્ધ અને યોગ ત્રણે દર્શનમાં સમાન હોવા છતાં, કેટલાક કારણેથી વ્યવહારમાં ફેર પડી ગયેલો નજરે પડે છે અને એ ફેર જ તે તે દર્શનના અનુગામીઓની વિશેષતારૂપ થઈ પડ્યો છે. ફ્લેશ અને કષાયનો ત્યાગ એ જ બધાને મતે ચારિત્ર છે; તેને સિદ્ધ કરવાના અનેક ઉપાયોમાંથી કોઈ એ એક ઉપર તો બીજાએ બીજા ઉપર વધારે ભાર આપે છે. જૈન આચારના બંધારણમાં દેહદમનનીય પ્રધાનતા દેખાય છે, બૌદ્ધ આચારના બંધારણમાં દેહદમનની જગ્યાએ ધ્યાન પર ભાર મુકાય છે, અને યોગદર્શનાનુસારી પરિવ્રાજકના આચારના બંધારણમાં પ્રાણાયામ, શૌચ આદિ ઉપર વધારે ભાર અપાયો છે. જે મુખ્ય ચારિત્રની સિદ્ધિમાં જ દેહદમન, ધ્યાન અગર પ્રાણાયામ આદિને બરાબર ઉપયોગ થાય, તો તે એ દરેકનું સરખું જ મહત્વ છે; પણ જ્યારે એ બાહ્ય અંગે માત્ર વ્યવહારના ચીલા જેવાં બની જાય છે, અને તેમાંથી મુખ્ય ચારિત્રની સિદ્ધિને આત્મા ઊડી જાય છે, ત્યારે જ એમાં વિરોધની દુર્ગધ આવે છે, અને એક સંપ્રદાયને અનુગામી બીજા સંપ્રદાયના આચારનું નિરર્થકપણું બતાવે છે. બૌદ્ધ સાહિત્યમાં અને શૈદ્ધ અનુગામી વર્ગમાં જૈનોના દેહદમનની પ્રધાનતાવાળા તપની
૧. ‘તવાર્થ' ૬, ૧૧-૨૦ અને ૮, ૪–૨૬.
૨. “તત્વાર્થ૯, ૯. “દુર મહું” દશવૈકાલિક અધ્યચન ૮, ઉ૦ ૨.
૩. “મજિઝમનિકાય' સૂ૦ ૧૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org