________________
८९
નથી. પરંતુ જૈન દર્શન સ્વતંત્ર આત્મતત્ત્વવાદી છે અને છતાં આત્મવિભુત્વવાદી નથી; તેથી તેને મેાક્ષનું સ્થાન ક્રાં છે એનેા વિચાર કરવાનું પ્રાપ્ત થાય છે અને એ વિચાર એણે દર્શાવ્યો પણ છે. તત્ત્વાના અંતમાં વાચક ઉમાસ્વાતિ કહે છે કે, ‘મુક્ત થયેલ જીવ દરેક પ્રકારના શરીરથી છૂટી, ઊર્ધ્વગામી થઈ, છેવટે લોકના અંતમાં સ્થિર થાય છે અને ત્યાં જ હુંમેશને માટે રહે છે.’
૪. વ્યાખ્યા
પેાતાના ઉપર રચાયેલી સાંપ્રદાયિક વ્યાખ્યાની બાબતમાં તત્ત્વાર્થાધિગમસૂત્રની સરખામણી બ્રહ્મસૂત્ર સાથે થઈ શકે. જેમ ધણી બાબતેમાં પરસ્પર તદ્દન જુદો મત ધરાવનાર અનેક આચાર્યાએ બ્રહ્મસૂત્ર પર વ્યાખ્યાઓ લખી છે, અને તેમાંથી જ પોતાના વક્તવ્યને ઉપનિષદોને આધારે સાબિત કરવાના પ્રયત્ન કર્યો છે, તેમ શ્વેતાંબર–દિગબર એ ખતે સંપ્રદાયના વિદ્વાનાએ તત્ત્વા ઉપર વ્યાખ્યા લખી છે, અને એમાંથી જ પોતાનાં પરસ્પર વિધી મંતવ્યોને પણ આગમને આધારે ફલિત કરવાના પ્રયત્ન કર્યાં છે. આટલા ઉપરથી સામાન્ય બાબત એટલી જ સિદ્ધ થાય છે કે, જેમ બ્રહ્મસૂત્રની વેદાંત સાહિત્યમાં પ્રતિષ્ઠા હોવાને લીધે ભિન્ન ભિન્ન મત ધરાવનાર પ્રતિભાશાળી આચાર્યને તે બ્રહ્મસૂત્રના આશ્રય લઈ ને તે દ્વારા જ પોતાનાં વિશિષ્ટ વક્તવ્યો દર્શાવવાની જરૂર જણાઈ, તેમ જૈન વાડ્મયમાં જામેલી તત્ત્વાર્થાધિગમની પ્રતિષ્ઠાને લીધે જ તેને આશ્રય લઈ અને સંપ્રદાયના વિદ્વાનેાને ૧. શકર, નિંબાર્ક, મઘ્ન, રામાનુજ, વલ્લભ આદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org