________________
વગેવણી નજરે પડે છે; જૈન સાહિત્ય અને જેના અનુગામી વર્ગમાં બૌદ્ધોના સુખશીલ વર્તન અને ધ્યાનનો તેમજ પરિવ્રાજકના પ્રાણાયામ અને શૌચને પરિહાસ દેખાય છે. આમ હેવાથી તે તે દર્શનની ચારિત્રમીમાંસાના ગ્રંથમાં વ્યાવહારિક જીવનને લગતું વર્ણન વિશેષ જુદું દેખાય તે સ્વાભાવિક છે; એથી જ તત્ત્વાર્થની ચારિત્રમીમાંસામાં આપણે પ્રાણાયામ કે શૌચ ઉપર એક સૂત્ર નથી જોતા, તેમજ ધ્યાનનું પુષ્કળ વર્ણન તેમાં હોવા છતાં તેને સિદ્ધ કરવાના બૌદ્ધ કે વેગ દર્શનમાં વર્ણવવામાં આવ્યા છે તેવા વ્યાવહારિક ઉપાય આપણે નથી જોતા. એ જ રીતે તત્ત્વાર્થમાં જે પરીષહ અને તપનું વિસ્તૃત તેમજ વ્યાપક વર્ણન છે, તેવું આપણે એગ કે બૌદ્ધની ચારિત્રમીમાંસામાં નથી જોતા.
આ સિવાય ચારિત્રમીમાંસાને અંગે એક વાત ખાસ લક્ષ્યમાં રાખવા જેવી છે અને તે એ કે ઉક્ત ત્રણે દર્શનમાં જ્ઞાન અને ચારિત્ર (ક્રિયા) બંનેને સ્થાન હોવા છતાં જૈન દર્શનમાં ચારિત્રને જ મોક્ષના સાક્ષાત કારણ તરીકે સ્વીકારી, જ્ઞાનને તેના અંગ તરીકે સ્વીકારવામાં આવ્યું છે; જ્યારે બૌદ્ધ અને
ગ દર્શનમાં જ્ઞાનને જ મોક્ષનું સાક્ષાત્ કારણ માની, જ્ઞાનના અંગ તરીકે ચારિત્રને સ્થાન આપવામાં આવ્યું છે. આ વસ્તુ ઉક્ત ત્રણે દર્શનના સાહિત્યને અને તેમના અનુયાયી વર્ગના જીવનને બારીકીથી અભ્યાસ કરનારને જણાયા વિના નહિ રહે; આમ હોવાથી તત્ત્વાર્થની ચારિત્રમીમાંસામાં ચારિત્રલક્ષી
૧. “સૂત્રકૃતાંગ અધ્યયન ત્રણ, ઉદ્દેશ ૪. ગા. ૬ ની ટીકા તથા અધ્ય૦ ૭, ગા. ૧૪ થી આગળ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org