________________
९१
સ્વપજ્ઞ જ છે. સાંપ્રદાયિક વિરોધ જામ્યા પછી કઈ પણ શ્વેતાંબર આચાર્યો માત્ર મૂળ સૂત્રે ઉપર લખેલી બીજી તેવી મહત્ત્વની વ્યાખ્યા હજી જાણવામાં આવી નથી. તેથી એ ચાર વ્યાખ્યાઓ વિષે જ પ્રથમ અત્રે કાંઈ ચર્ચા કરવી યોગ્ય ધારી છે.
આ બંને ટીકાઓ વિષે કાંઈક વિચાર કરીએ તે પહેલાં તે બંનેના સૂત્રપાઠ વિષે વિચારવું પ્રાપ્ત થાય છે. અસલમાં
એક જ છતાં પાછળથી સાંપ્રદાયિક ભેદને ભાષ્ય અને કારણે સૂત્રપાઠે બે થઈ ગયા છે. જેમાં સર્વાર્થસિદ્ધિ એક તાંબરીય અને બીજે દિગંબરીય
તરીકે જાણીતું છે. શ્વેતાંબરીય મનાતા સૂત્રપાઠનું સ્વરૂપ ભાષ્ય સાથે બંધબેસતું હેઈ, તેને ભાષ્યમાન્ય કહી શકાય; અને દિગંબરીય મનાતા સૂત્રપાઠનું સ્વરૂપ “સર્વાર્થ સિદ્ધિ સાથે બંધબેસતું હોઈ, તેને સર્વાર્થસિદ્ધિમાન્ય કહી શકાય, બધા જ વેતાંબરીય આચાર્યો ભાષ્યમાન્ય સૂત્રપાઠને જ અનુસરે છે; અને બધા જ દિગંબરીય આચાર્યો સર્વાર્થસિદ્ધિમાન્ય સૂત્રપાઠને અનુસરે છે. સૂત્રપાઠપરત્વે નીચેની ચાર બાબતો અત્રે જાણવી જરૂરી છે.
૧. સંખ્યા : ભાષ્યમાન્ય સૂત્રપાઠની સંખ્યા ૩૪૪ અને સર્વાર્થસિદ્ધિમાન્ય સૂત્રપાઠની સંખ્યા ૩૫૭ ની છે.
૨. અર્થફેર સૂત્રની સંખ્યા અને ક્યાંક ક્યાંક શાબ્દિક રચનામાં ફેર હોવા છતાં માત્ર મૂળ સૂત્રો ઉપરથી જ અર્થમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર દેખાય એવાં ત્રણ સ્થળો છે; બાકી બધે મૂળ સૂત્ર ઉપરથી ખાસ અર્થમાં ફેર નથી પડત. એ ત્રણ સ્થળોમાં સ્વર્ગની બાર અને સોળ સંખ્યા વિષેનું પહેલું
Jain Education International
For Private & Personal Use Only.
www.jainelibrary.org