________________
છે, તે યોગસૂત્ર અને તેના ભાષ્ય સાથે શબ્દશઃ સામ્ય ધરાવે છે. ઉક્ત ત્રીજા અને ચોથા અધ્યાયમાં દર્શાવેલી ભૂગોળવિદ્યા કઈ પણ દર્શનાન્તરના સૂત્રકારે સ્પર્શ નથી; તેમ છતાં યોગસૂત્ર ૩,૨૬ ના ભાષ્યમાં નરકભૂમિઓનું, તેમનાં આધારભૂત ઘન, સલિલ, વાત, આકાશ આદિ તત્વનું, તેમાં રહેતા નારકોનું મધ્યમ લેકનું; મેરુનું નિષધ, નીલ આદિ પર્વનું, ભરત, ઇલાવૃત્ત આદિ ક્ષેત્રોનું જ બુદ્વીપ, લવણસમુદ્ર આદિ દીપ-સમુદ્રોનું તથા ઊર્ધ્વ લેકને અંગે વિવિધ સ્વર્ગોનું, તેમાં રહેતી દેવ જાતિઓનું, તેમના આયુષનું, તેમના સ્ત્રી, પરિવાર આદિ ભોગોનું અને તેમની રહેણીકરણીનું જે લાંબું વર્ણન છે, તે તત્વાર્થને ત્રીજા, ચોથા અધ્યાયની ઐલોકળપ્રાપ્તિ કરતાં ઓછું લાગે છે. એ જ રીતે બૌદ્ધ ગ્રંથોમાં આવતું દ્વીપ, સમુદ્રો, પાતાળ, શીત-ઉષ્ણ, નારકે, અને વિવિધ દેવેનું વર્ણન પણ તત્ત્વાર્થની શૈલેજ્યપ્રજ્ઞપ્તિ કરતાં ટૂંકું જ છે. તેમ છતાં એ વર્ણનેનું શબ્દસામ્ય અને વિચારસરણીની સમાનતા જોઈ આર્યદર્શનની જુદી જુદી શાખાઓનું એક મૂળ શોધવાની પ્રેરણા થઈ આવે છે.
પાંચમે અધ્યાય વસ્તુ, શૈલી અને પરિભાષામાં બીજા કોઈ પણ દર્શન કરતાં વૈશેષિક અને સાંખ્ય દર્શન સાથે વધારે સામ્ય ધરાવે છે. એને પદ્રવ્યવાદ વૈશેષિક દર્શનના
૧. યોગસૂત્ર ૩, ૨૨. વિસ્તાર માટે જુઓ આ “પરિચય', પૃ. ૧૫-૧૬.
૨. ધર્મસંગ્રહ” પૃ૦ ૨૯-૩૧ તથા “અભિધમ્મFસંગહો' પરિચ્છેદ ૫, પેરેગ્રાફ ૩ થી આગળ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org