________________
૭૬ જે વર્ણન આપ્યું છે, તે ઉક્ત બીજા, ત્રીજા અને ચોથા અધ્યાયની કેટલીક બાબતો સાથે સરખાવવા જેવું છે, કેમકે એમાં પણ મરણ પછીની સ્થિતિ, ઉત્ક્રાંતિ, જુદી જુદી જાતિના છે, જુદા જુદા લોકો અને તેમનાં સ્વરૂપનું વર્ણન છે.
ઉક્ત બીજા અધ્યાયમાં જીવનું જે ઉપયોગ લક્ષણ કહેવામાં આવ્યું છે, તે આત્મવાદી બધાં દર્શનેએ સ્વીકારેલા તેના જ્ઞાન કે ચૈતન્ય લક્ષણથી જુદું નથી. વૈશેષિક અને ન્યાયદર્શનના ઈદ્રિયવર્ણન કરતાં ઉક્ત બીજા અધ્યાયનું ઇદ્રિયવર્ણન જુદુ દેખાવા છતાં તેના ઈદ્રિયસંબંધી પ્રકારે, તેમનાં નામે અને તે દરેકને વિષય ન્યાય અને વૈશેષિક દર્શન સાથે લગભગ શબ્દશ: સમાન છે. વૈશેષિક દર્શનમાં જે પાર્થિય, જલીય, તેજસ અને વાયવીય શરીરનું વર્ણન છે. તથા સાંખ્ય દર્શનમાં જે સૂક્ષ્મ લિંગ અને સ્કૂલ શરીરનું વર્ણન છે, તે તત્ત્વાર્થના શરીરવર્ણનથી જુદું દેખાવા છતાં ખરી રીતે એક જ અનુભવની ભિન્ન બાજુઓનું સૂચક છે. તત્ત્વાર્થમાં જે વચ્ચેથી તૂટી શકે અને ન તૂટી શકે એવા આયુષનું વર્ણન છે અને તેની જે ઉપપત્તિ દર્શાવવામાં આવી
૧. ‘તત્ત્વાર્થ” ૨, ૮. ૨. “તવાર્થ', ૨, ૧૫-૨૦ ૩. ‘ન્યાયસૂત્ર' ૧, ૧, ૧૨, અને ૧૪. ૪. જુઓ “તર્કસંગ્રહ, પૃથ્વીથી વાયુ સુધીનું નિરૂપણ. ૫. ઈશ્વરકૃષ્ણકૃત “સાંખ્યકારિકા” કાવ, ૪૦ થી ૪૨. ૬. “તત્ત્વાર્થ.” ૨, ૩૭–૪૯. ૭. ‘તસ્વાથ ૨, પર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org