________________
માત્ર જીવતત્ત્વની ચર્ચા બીજાથી ચોથા સુધીના ત્રણ અધ્યાયમાં છે. બીજા અધ્યાયમાં જીવતત્ત્વના સામાન્ય સ્વરૂપ ઉપરાંત સંસારી જીવનના અનેક ભેદપ્રભેદોનું અને તેને લગતી અનેક બાબતોનું વર્ણન છે. ત્રીજા અધ્યાયમાં અલેકમાં વસતા નારકે અને મધ્યમ લેકમાં વસતા મનુષ્ય તથા પશુ-પક્ષી આદિનું વર્ણન હોવાથી, તેને લગતી અનેક બાબતો સાથે પાતાળ અને મનુષ્યલકની આખી ભૂગોળ આવે છે. ચોથા અધ્યાયમાં દેવસૃષ્ટિનું વર્ણન હેઈ, તેમાં ખગળ ઉપરાંત અનેક જાતનાં દિવ્ય ધામનું અને તેમની સમૃદ્ધિનું વર્ણન છે. પાંચમા અધ્યાયમાં દરેક દ્રવ્યના ગુણધર્મનું વર્ણન કરી, તેનું સામાન્ય સ્વરૂપ જણાવી, સાધર્મ-વિધર્મી દ્વારા દ્રવ્યમાત્રની વિસ્તૃત ચર્ચા કરી છે.
યમીમાંસામાં મુખ્ય ૧૬ બાબતો આવે છે, જે નીચે પ્રમાણે છે:
અધ્યાય ૨ : ૧. જીવતત્ત્વનું સ્વરૂપ, ૨. સંસારી જીવના પ્રકારે, ૩. ઈદ્રિયના ભેદ-પ્રભેદો, તેમનાં નામો, તેમના વિષયો અને જીવરાશિમાં ઇન્દ્રિયોની વહેંચણી પ. મૃત્યુ અને જન્મ વચ્ચેની સ્થિતિ. ૫. જન્મના અને તેના સ્થાનના પ્રકાર તથા તેમની જાતિવાર વહેંચણી, ૬. શરીરનાં પ્રકારે, તેમનું તારતમ્ય, તેમના સ્વામીઓ અને એક સાથે તેમનો સંભવ, ૭. જાતિઓનો લિંગ વિભાગ અને ન તૂટી શકે એવા આયુષ્યને ભેગવનારાઓનો નિર્દેશ.
અધ્યાય ૩ જે અને ૪ : ૮. અધોલકના વિભાગ, તેમાં વસતા નારક છે અને તેમની દશા તથા જીવનમર્યાદા વગેરે ૯. દ્વીપ, સમુદ્ર, પર્વત, ક્ષેત્ર આદિ ઠાર મધ્યમ લેકનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org