SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
The description provided is comparable to certain aspects of the second, third, and fourth chapters, as it also describes the post-death state, ascension, different species, various people, and their forms. The characteristics of the soul mentioned in the second chapter are not different from the knowledge or consciousness characteristics accepted by all the self-explanatory philosophies. Although the sensory description in the second chapter appears different from the descriptions in the Vaiseshika and Nyaya philosophies, in terms of sensory relations, their names, and the subjects corresponding to each, they are almost identical in wording to Nyaya and Vaiseshika philosophy. The description of physical, aquatic, luminous, and aerial bodies in Vaiseshika philosophy, as well as the description of subtle forms and skeletal bodies in Samkhya philosophy, although seemingly different from the body descriptions in Tattvartha, truly indicate different aspects of the same experience. In Tattvartha, there is a description of life that can break and cannot break, and the derivation of this is illustrated.
Page Text
________________ ૭૬ જે વર્ણન આપ્યું છે, તે ઉક્ત બીજા, ત્રીજા અને ચોથા અધ્યાયની કેટલીક બાબતો સાથે સરખાવવા જેવું છે, કેમકે એમાં પણ મરણ પછીની સ્થિતિ, ઉત્ક્રાંતિ, જુદી જુદી જાતિના છે, જુદા જુદા લોકો અને તેમનાં સ્વરૂપનું વર્ણન છે. ઉક્ત બીજા અધ્યાયમાં જીવનું જે ઉપયોગ લક્ષણ કહેવામાં આવ્યું છે, તે આત્મવાદી બધાં દર્શનેએ સ્વીકારેલા તેના જ્ઞાન કે ચૈતન્ય લક્ષણથી જુદું નથી. વૈશેષિક અને ન્યાયદર્શનના ઈદ્રિયવર્ણન કરતાં ઉક્ત બીજા અધ્યાયનું ઇદ્રિયવર્ણન જુદુ દેખાવા છતાં તેના ઈદ્રિયસંબંધી પ્રકારે, તેમનાં નામે અને તે દરેકને વિષય ન્યાય અને વૈશેષિક દર્શન સાથે લગભગ શબ્દશ: સમાન છે. વૈશેષિક દર્શનમાં જે પાર્થિય, જલીય, તેજસ અને વાયવીય શરીરનું વર્ણન છે. તથા સાંખ્ય દર્શનમાં જે સૂક્ષ્મ લિંગ અને સ્કૂલ શરીરનું વર્ણન છે, તે તત્ત્વાર્થના શરીરવર્ણનથી જુદું દેખાવા છતાં ખરી રીતે એક જ અનુભવની ભિન્ન બાજુઓનું સૂચક છે. તત્ત્વાર્થમાં જે વચ્ચેથી તૂટી શકે અને ન તૂટી શકે એવા આયુષનું વર્ણન છે અને તેની જે ઉપપત્તિ દર્શાવવામાં આવી ૧. ‘તત્ત્વાર્થ” ૨, ૮. ૨. “તવાર્થ', ૨, ૧૫-૨૦ ૩. ‘ન્યાયસૂત્ર' ૧, ૧, ૧૨, અને ૧૪. ૪. જુઓ “તર્કસંગ્રહ, પૃથ્વીથી વાયુ સુધીનું નિરૂપણ. ૫. ઈશ્વરકૃષ્ણકૃત “સાંખ્યકારિકા” કાવ, ૪૦ થી ૪૨. ૬. “તત્ત્વાર્થ.” ૨, ૩૭–૪૯. ૭. ‘તસ્વાથ ૨, પર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy