________________
५१
રચેલ તત્વાર્થવ્યાખ્યા જોઈ લેવાની સૂચના કરી છે, તે ગંધહસ્તી બીજા કોઈ નહિ પણ ઉપલબ્ધ ભાષ્યવૃત્તિના રચનાર ઉક્ત સિદ્ધસેન જ છે. એટલે સન્મતિટીકામાં અભયદેવે તત્ત્વાર્થ ઉપરની જે ગંધહસ્તીકૃત વ્યાખ્યા જોઈ લેવાની ભલામણ કરી છે, તે વ્યાખ્યા માટે હવે નષ્ટ કે અનુપલબ્ધ સાહિત્ય તરફ નજર દોડાવવાની જરૂર નથી. આ જ અનુસંધાનમાં એ પણ માનવું પ્રાપ્ત થાય છે કે, નવમા દસમાં સૈકાના ગ્રંથકાર શીલાંકે પિતાની આચારાંગસૂત્ર ઉપરની ટીકામાં જે “ગંધહસ્તિકૃત વિવરણનો ઉલ્લેખ કર્યો છે, તે વિવરણ પણ તત્વાર્થભાષ્યની વૃત્તિના રચયિતા સિદ્ધસેનનું જ હોવું જોઈએ. કારણ કે, બહુ જ થોડું અંતર ધરાવતા શીલાંક અને અભયદેવ એ બન્ને ભિન્ન ભિન્ન આચાર્યો માટે ગંધહસ્તીપદ વાપરે એ સંભવિત નથી, અને અભયદેવ જેવા બહુશ્રુત વિદ્વાને જૈન આગમાં પ્રથમ પદ ધરાવતા આચારાંગસૂત્રની પોતાની નજીકમાં જ પૂર્વે થઈ ગયેલા શીલાંકરિની રચેલી ટીકા જેઈ ન હોય એ પણ કલ્પવું કઠણ છે. વળી શીલાંકે પિતે જ પિતાની ટીકાઓમાં જ્યાં જ્યાં સિદ્ધસેન દિવાકરકૃત સન્મતિની ગાથાઓ ઉદ્ધત કરી છે, ત્યાં કોઈ પણ
૧. જુઓ આ૦ શ્રીજિનવિજયજસંપાદિત “જતકલ્પ' ની પ્રસ્તાવના પૃ૦ ૧૯, તથા પરિશિષ્ટ, શીલાંકાચાર્ય વિષે વધારે વિગત.”
૨. “શસ્ત્રપરિજ્ઞાવિવરાતિવા જ જસ્તિકૃતનતથા शस्त्रपरिज्ञपाविवरणमतिबहुगहनमितीव किल वृतं पूज्यैः। श्रीगन्धहस्तिमित्रैर्विवृणोमि ततोऽहमवशिष्टम् " ॥
-- “આચારાંગટીકા, પૃ૦ ૧ તથા ૮૨ની શરૂઆત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org