________________
નહિ પણ આખા જૈન સંપ્રદાયમાં છેલ્લામાં વાવ વિનય છેલ્લા થયેલા સર્વોત્તમ પ્રામાણિક વિદ્વાન
' તરીકે જાણીતા છે. એમની સંખ્યાબંધ કૃતિઓ ઉપલબ્ધ છે. સત્તરમા અઢારમા સૈકા સુધીમાં થયેલ ન્યાયશાસ્ત્રના વિકાસને અપનાવી એમણે જૈન શ્રુતને તર્કબદ્ધ કર્યું છે, અને ભિન્ન ભિન્ન વિષયો ઉપર અનેક પ્રકરણે લખી, જૈન તત્ત્વજ્ઞાનના સૂક્ષ્મ અભ્યાસનો માર્ગ તૈયાર કર્યો છે.
ગણી યશોવિજ્ય ઉપરના વાચક યશોવિજયજીથી જુદા છે. એ ક્યારે થયા તે માલુમ નથી, એમના વિષે બીજી પણ
ઐતિહાસિક માહિતી અત્યારે કાંઈ નથી. ગળી યશોવિનય એમની કૃતિ તરીકે અત્યારે ફક્ત તત્ત્વાર્થ
સૂત્ર ઉપરને ગુજરાતી ટબ પ્રાપ્ત છે; આ ઉપરાંત એમણે બીજું કાંઈ રચ્યું હશે કે નહિ તે જ્ઞાત નથી. ટબાની ભાષા અને શૈલી જોતાં તેઓ ૧૭–૧૮ મા સૈકામાં થયા હોય એમ લાગે છે. એમની નેંધવા જેવી વિશેષતા બે છેઃ
૧. જેમ વાચક યશવિજયજી વગેરે શ્વેતાંબર વિદ્વાનોએ “અષ્ટસહસ્ત્રી જેવા દિગંબરીય ગ્રંથ ઉપર ટીકાઓ રચી છે, તેમ એ ગણું યશોવિજયજીએ પણ તત્વાર્થના દિગંબરીય સર્વાર્થસિદ્ધિમાન્ય સૂત્રપાઠને લઈ તેના ઉપર માત્ર સૂત્રના અર્થ પૂરત બે લખે છે અને બે લખતાં તેમણે જ્યાં જ્યાં શ્વેતાંબર અને દિગંબરને મતભેદ કે મતવિરોધ આવે છે, ત્યાં સર્વત્ર શ્વેતાંબર પરંપરાને અનુસરીને જ સૂત્રને અર્થ કર્યો છે. આમ સૂત્રપાઠ દિગંબરીય છતાં અર્થ શ્વેતાંબરીય છે.
૧. જુઓ જન તકભાષા), પ્રસ્તાવના–સીધી સીરીઝ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org