________________
થશેભદ્રની વૃત્તિ છે. આ વાત તે યશોભદ્રસૂરીના શિષ્યનાં વચનોથી જ સ્પષ્ટ છે. ૧
શ્વેતાંબર પરંપરામાં યશોભદ્ર નામના અનેક આચાર્ય તથા ગ્રંથકાર થયા છે. તેમાંથી પ્રસ્તુત યશોભદ્ર કેણ છે, તે અજ્ઞાત છે. પ્રસ્તુત યશોભદ્ર ભાષ્યની અધૂરી વૃત્તિના રચયિતા હરિભદ્રના શિષ્ય હતા, તેવું નિર્ણાયક પ્રમાણ નથી. તેની વિરુદ્ધ એટલું તે કહી શકાય છે કે, જે પ્રસ્તુત થશેભદ્ર તે હરિભદ્રના શિષ્ય હત, તે યશભદ્રને શિષ્ય કે જેણે વૃત્તિની સમાપ્તિ કરી છે, તથા જેણે હરિભદ્રની અધૂરી વૃત્તિને પિતાના ગુરુ યશોભદ્ર પૂરી કરી એવું લખ્યું છે, તે પિતાના ગુરુના નામની સાથે હરિભદ્રશિષ્ય” વગેરે કેઈ વિશેષણ લગાવ્યા વિના ભાગ્યે જ રહેત. અસ્તુ ગમે તે હે; પરંતુ એટલું તે હજી વિચારવાનું રહે છે કે, તે યશોભદ્ર ક્યારે થયા, તથા તેમની બીજી કૃતિઓ છે કે નહિ? વળી તે યશભટ્ટે આખરી એક માત્ર સૂત્રની વૃત્તિ કેમ રચી ન શક્યા ? તથા તે તેમના શિષ્યને કેમ રચવી પડી ?
તુલના કરવાથી જણાય છે કે, યશોભદ્ર તથા તેમના શિષ્યની ભાષ્યવૃતિ ગંધહસ્તીની વૃત્તિના આધારે લખવામાં આવી છે.
હરિભદ્રના ષોડશક પ્રકરણ ઉપર વૃત્તિ લખનારા એક યશોભદ્રસૂરિ થયા છે, તે જ પ્રસ્તુત યશોભદ્ર છે કે બીજા, એ પણ એક વિચારણી પ્રશ્ન છે. મળી આવતાં વિસ્તૃત
૧. જુઓ આ પરિચય, પા. ૫૨..
૨. જુઓ “નૈન સાહિત્યને સંક્ષિપ્ત તિહાર' પરિશિષ્ટમાં ચશભદ્ર.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org