________________
જે સામગ્રીએ કર્તાને તત્ત્વાર્થ લખવા પ્રેર્યા, તે ઘર સામગ્રી મુખ્યપણે ચાર ભાગમાં વહેંચાઈ જાય છે.
૧. આગમ જ્ઞાનને વારસોઃ વૈદિક દર્શનેમાં વેદની જેમ જૈન દર્શનમાં આગમ ગ્રંથે જ મુખ્ય પ્રમાણ મનાય છે; બીજા ગ્રંથનું પ્રામાણ્ય આગમને અનુસરવામાં છે. એ આગમ જ્ઞાનનો પરાપૂર્વથી ચાલ્યો આવતે વારસો વાચક ઉમાસ્વાતિને બરાબર મળ્યો હતો, તેથી આગમિક બધા વિષયોનું તેમનું જ્ઞાન સ્પષ્ટ તથા વ્યવસ્થિત હતું.
૨. સંસ્કૃતભાષાઃ કાશી, મગધ, બિહાર આદિ પ્રદેશમાં રહેવા અને વિચારવાને લીધે અને કદાચિત બ્રાહ્મણત્વ જાતિને લીધે પિતાના સમયમાં પ્રધાનતા ભોગવતી સંસ્કૃત ભાષાને ઊડે અભ્યાસ વાચક ઉમાસ્વાતિએ કર્યો હતો. જ્ઞાન મેળવવાનું પ્રાકૃતભાષા ઉપરાંત સંસ્કૃત ભાષાનું દ્વાર બરાબર ઊઘડવાથી સંસ્કૃત ભાષામાં રચાયેલ વૈદિક દર્શન સાહિત્ય અને બૌદ્ધ દર્શન સાહિત્ય જાણવાની તેમને તક મળી, અને એ તકનો યથાર્થ ઉપયોગ કરી તેમણે પોતાના જ્ઞાનભંડળને ખૂબ સમૃદ્ધ કર્યું.
૩. દર્શનાન્તરનો પ્રભાવ: સંસ્કૃત ભાષા દ્વારા તેમણે જે વૈદિક અને બૌદ્ધ સાહિત્યમાં પ્રવેશ કર્યો, તથા તેને લીધે જે નવનવી તત્કાલીન રચનાઓ જોઈને તેમાંથી વસ્તુઓ અને વિચારસરણીઓ જાણું, તે બધાનો તેમના ઉપર ઊંડે પ્રભાવ પડ્યો. અને એ જ પ્રભાવે તેમને જૈન સાહિત્યમાં પહેલાં
સ્થાન નહિ પામેલી એવી ટૂંકી દાર્શનિક સૂત્રશૈલીમાં અને સંસ્કૃત ભાષામાં ગ્રંથ લખવા પ્રેર્યા.
૪. પ્રતિભાઃ ઉક્ત ત્રણે હેતુઓ હોવા છતાંય જો તેમનામાં પ્રતિભા ન હતા, તે તત્વાર્થને આ સ્વરૂપમાં કદી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org