________________
વાચક ઉમાસ્વાતિએ નવ તત્ત્વની મીમાંસામાં રેયપ્રધાન અને ચારિત્રપ્રધાન બંને દર્શનેને સમન્વય જે છતાં તેમને તેમાં પિતાના સમયમાં વિશેષ ચર્ચાતી પ્રમાણમીમાંસાના નિરૂપણની ઊણપ જણાઈ એથી એમણે પિતાના ગ્રંથને પોતાના ધ્યાનમાં આવેલ બધી મીમાંસાઓથી પરિપૂર્ણ કરવા નવ તત્ત્વ ઉપરાંત જ્ઞાનમીમાંસાને પણ વિષય તરીકે સ્વીકારી અને ન્યાયદર્શનની પ્રમાણમીમાંસાના સ્થાને જૈન જ્ઞાનમીમાંસા કેવી છે તે જણાવવાની પિતાના જ સૂત્રોમાં ગોઠવણ કરી. એટલે એકંદર એમ કહેવું જોઈએ કે, વાચક ઉમાસ્વાતિએ પિતાના સૂત્રનાં વિષય તરીકે જ્ઞાન, ય અને ચારિત્ર એ ત્રણે મીમાંસાઓને જૈન દષ્ટિ અનુસાર લીધેલી છે.
વિષયને વિભાગ : પસંદ કરેલ વિષયને વાચક ઉમાસ્વાતિએ પિતાની દશાધ્યાયીમાં આ પ્રમાણે વહેંચી નાખે છે. તેમણે પહેલા અધ્યાયમાં જ્ઞાનની, બીજાથી પાંચમા સુધીના ચાર અધ્યાયોમાં યની, અને છઠ્ઠાથી દસમા સુધીના પાંચ અધ્યાયોમાં ચારિત્રની મીમાંસા કરી છે. ઉક્ત ત્રણે મીમાંસાના અનુક્રમે મુખ્ય મુદ્દાઓ આપી, તે દરેકની બીજા દર્શને સાથે ટૂંકમાં સરખામણી અહીં કરવામાં આવે છે.
જ્ઞાનમીમાંસાની સારભૂત બાબતો: પહેલા અધ્યાયમાં જ્ઞાન સાથે સંબંધ રાખનારી મુખ્ય બાબત આઠ છેઃ ૧. નન્ય અને પ્રમાણરૂપે જ્ઞાનનો વિભાગ, ૨. મતિ આદિ આગમપ્રસિદ્ધ પાંચ જ્ઞાન અને તેમની પ્રત્યક્ષ-પરોક્ષ બે પ્રમાણમાં વહેંચણી, ૩. મતિજ્ઞાનની ઉત્પત્તિનાં સાધનો, તેમને ભેદપ્રભેદ અને તેમની ઉત્પત્તિનો ક્રમ સૂચવતા પ્રકારે, ૪. જૈનપરંપરામાં પ્રમાણ મનતા આગમશાસ્ત્રનું શ્રુતજ્ઞાનરૂપે વર્ણન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org