________________
વળી કેટલાંક દર્શનમાં ચારિત્રની મીમાંસા મુખ્ય છે. જેમકે
ગ અને બૌદ્ધ દર્શનમાં જીવનની શુદ્ધિ એટલે શું ? તે કેમ સાધવી ? તેમાં શું શું બાધક છે? વગેરે જીવનને લગતા પ્રશ્નોને નિકાલ યોગદર્શન હેય-દુઃખ, હે હેતુ–દુખનું કારણ, હાન–મોક્ષ, અને હા પાય-મોક્ષનું કારણ એ ચતુર્વ્યૂહનું નિરૂપણ કરીને, અને બૌદ્ધ દર્શને ચાર આર્યસત્યનું નિરૂપણ કરીને કર્યો છે; એટલે કે પ્રથમ દર્શનવિભાગને વિષય યતત્વ છે અને બીજા દર્શનવિભાગને વિષય ચારિત્ર છે.
ભગવાન મહાવીરે પોતાની મીમાંસામાં ગેયતત્ત્વ અને ચારિત્રને સરખું જ સ્થાન આપ્યું છે, તેથી જ તેમની તવમીમાંસા એક બાજુ જીવ–અજીવના નિરૂપણ દ્વારા જગતનું
સ્વરૂપે વર્ણવે છે, અને બીજી બાજુ આસ્ત્રવ, સંવર આદિ તને વર્ણવી ચારિત્રનું સ્વરૂપ દર્શાવે છે. એમની તત્ત્વમીમાંસા એટલે ય અને ચારિત્રને સમાનપણે વિચાર. એ મીમાંસામાં ભગવાને નવ તો મૂકી, એ તો ઉપરની અડગ શ્રદ્ધાને જૈનત્વની પ્રાથમિક શરત તરીકે કહી છે. ત્યાગી કે ગૃહસ્થ કેઈ ને પણ મહાવીરના માર્ગને અનુગામી તે જ માની શકાય, કે જે તેણે એ નવ તત્ત્વનું જ્ઞાન ભલે ન મેળવ્યું હોય તે પણ ઓછામાં ઓછું એના ઉપર શ્રદ્ધા તે કેળવી જ હોય; અર્થાત “જિનકથિત એ તો જ સત્ય છે' એવી ખાતરી બરાબર કરી હોય. આ કારણથી જૈન દર્શનમાં નવ તત્ત્વના જેટલું બીજા કશાનું મહત્ત્વ નથી. આવી વસ્તુસ્થિતિને લીધે જ વાચક ઉમાસ્વાતિએ પિતાના પ્રસ્તુત શાસ્ત્રના વિષય તરીકે એ નવ તર પસંદ કર્યા, અને તેમનું જ વર્ણન સૂત્રોમાં કરી તે સૂત્રોને વિષયાનુરૂપ “તત્ત્વાર્થાધિગમ એવું નામ આપ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org