________________
६७
પહેલેથી જ જૈન આગમોની રચનાશૈલી ઔદ્ધ પિટકો જેવી લાંબા વર્ણનાત્મક સૂત્રરૂપે ચાલી આવતી, અને તે પ્રાકૃત ભાષામાં હતી, બીજી બાજુ બ્રાહ્મણ વિદ્વાનેरचनाशैली એ સંસ્કૃતભાષામાં શરૂ કરેલી ટૂંકાં ટૂં...કાં સૂત્રેા રચવાની શૈલી ધીરે ધીરે બહુ જ પ્રતિષ્ઠિત થઈ ગઈ હતી; એ શૈલીએ વાચક ઉમાસ્વાતિને આકર્ષ્યા અને તેમાં જ લખવા પ્રેર્યા. આપણે જાણીએ છીએ ત્યાં સુધી જૈન સંપ્રદાયમાં સંસ્કૃત ભાષામાં ફૂં કાં ટૂંકાં સૂત્રેા રચનાર તરીકે સૌથી પહેલા ઉમાસ્વાતિ જ છે. તેમના પછી જ એવી સૂત્રશૈલી જૈન પર પરામાં બહુ જ પ્રતિતિ થઈ અને વ્યાકરણ, અલ’કાર, આચાર, નીતિ, ન્યાય આદિ અનેક વિષયો ઉપર શ્વેતાંબર, દિગબર અને સોંપ્રદાયના વિદ્યાનેાએ તે શૈલીમાં સંસ્કૃતભાષાબહ ગ્રંથો લખ્યા.
ઉમાસ્વાતિનાં તત્ત્વાર્થસૂત્રો કણાદનાં વૈશેષિક સૂત્રોની પેઠે દશ અધ્યાયમાં વહેચાયેલાં છે. એમની સંખ્યા ફક્ત ૩૪૪ જેટલી છે, જ્યારે કણાદનાં સૂત્રોની સંખ્યા ૩૩૩ જેટલી જ છે. એ અધ્યાયામાં વૈશેષિક આદિ સૂત્રોની પેઠે આહ્રિક-વિભાગ અગર તે બ્રહ્મસૂત્ર આદિની માફક પાદ-વિભાગ નથી. જૈન સાહિત્યમાં અધ્યયન’તે સ્થાને ‘અધ્યાય’તે આરંભ કરનાર પણ ઉમાસ્વાતિ જ છે, તેમણે શરૂ નહિ કરેલા આહ્નિક અને પાદ વિભાગ પણ આગળ જતાં તેમના અનુગામી અકલંક આદિએ પોતપોતાના ગ્રંથમાં શરૂ કરી લીધા છે. બાહ્ય રચનામાં કણાદ અને યોગસૂત્ર સાથે તત્ત્વાર્થસૂત્રનું વિશેષ સામ્ય હોવા છતાં તેમાં એક ખાસ જાણવા જેવા ફેર છે, જે જૈન દનના પર પરાગત માનસ પર પ્રકાશ પાડે છે. કણાદ પેાતાનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org