________________
જન્મ જ ન થાત. તેથી ઉક્ત ત્રણે હેતુઓ સાથે પ્રેરક સામગ્રીમાં તેમની પ્રતિભાને સ્થાન આપ્યા વિના ન જ ચાલે.
કઈ પણ ભારતીય શાસ્ત્રકાર જ્યારે પિતાના વિષયનું શાસ્ત્ર રચે છે, ત્યારે તે પોતાના વિષયના નિરૂપણના અંતિમ
ઉદ્દેશ તરીકે મોક્ષને જ મૂકે છે, પછી ભલે રચના ઉદ્દેશ તે વિષય અર્થ, કામ, તિષ કે વૈદ્યક
જે આધિભૌતિક દેખાતે હોય, કે તત્ત્વજ્ઞાન અને યોગ જે આધ્યાત્મિક દેખાતો હોય. બધાં જ મુખ્ય મુખ્ય વિષયનાં શાસ્ત્રના પ્રારંભમાં તે તે વિદ્યાના અંતિમ ફળ તરીકે મોક્ષનો જ નિર્દેશ હોવાને,
અને તે તે શાસ્ત્રના ઉપસંહારમાં પણ છેવટે તે વિદ્યાર્થી મિક્ષ સિદ્ધ થયાનું કથન આવવાનું.
વૈશેષિક દર્શનના પ્રણેતા “કણાદ' પિતાની પ્રમેયની ચર્ચા કરતાં પહેલાં તે વિદ્યાના નિરૂપણને મોક્ષના સાધન તરીકે જણાવીને જ તેમાં પ્રવર્તે છે.૧ ન્યાય દર્શનના સૂત્રધાર ગૌતમ પ્રમાણપદ્ધતિના જ્ઞાનને મોક્ષનું દ્વાર માનીને જ તેના નિરૂપણમાં ઊતરે છે. સાંખ્ય દર્શનનું નિરૂપણ કરનાર પણ મેક્ષના ઉપાયભૂત જ્ઞાનની પુરવણી ખાતર જ પોતાની વિશ્વોત્પત્તિ વિદ્યાનું વર્ણન કરે છે. બ્રહ્મમીમાંસાનું બ્રહ્મ અને જગત વિષેનું નિરૂપણ પણ મોક્ષના સાધનની પૂર્તિ માટે જ છે. યોગ દર્શનમાં યોગક્રિયા અને બીજી પ્રાસંગિક આવતી બધી બાબતોનું
૧. ૧, ૧, ૪, કણદસૂત્ર. ૨. ૧, ૧, ૧, ન્યાયસૂત્ર. ૩. જુઓ ઈશ્વરકૃષ્ણકૃત “સખ્ય કારિ', કાત્ર ૨. ત. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org