________________
મહત્વ પણ હશે જ કારણ કે તેમ ન હોત તો તેઓ તાંબરીય પરંપરા પ્રમાણે બે રચત જ નહિ; તેમ છતાં તેમણે દિગંબરીય સૂત્રપાઠ લીધે તેનું કારણ એવું હોવું જોઈએ કે, જે સૂત્રપાઠને આધારે દિગંબરીય બધા વિદ્વાન હજાર વર્ષ થયાં દિગંબર પરંપરા પ્રમાણે જ વેતાંબર આગમોથી વિરુદ્ધ અર્થ કરતા આવ્યાં છે, તે જ સૂત્રપાઠમાંથી શ્વેતાંબર પરંપરાને બરાબર બંધ બેસે એવો અર્થ કાઢો અને કર તદ્દન શક્ય અને સંગત છે, એવી છાપ દિગબરીય પક્ષ ઉપર પાડવી અને સાથે જ શ્વેતાંબરીય અભ્યાસીઓને જણાવવું કે, દિગંબરીય સૂત્રપાઠ કે તાંબરીય સૂત્રપાઠ ગમે તે લે એ બનેમાં પાઠભેદ હોવા છતાં અર્થ તે એક જ પ્રકારને નીકળે છે, અને તે શ્વેતાંબર પરંપરાને બંધ બેસે તે જ. તેથી દિગંબરીય સૂત્રપાઠથી ભડકવાની કે તેને વિરોધી પક્ષને સૂત્રપાઠ માની ફેંકી દેવાની કશી એ જરૂર નથી. તમે ઇચ્છો તે ભાષ્યમાન્ય સૂત્રપાઠ શીખો અગર સર્વાર્થસિદ્ધિમાન્ય સૂત્રપાઠ યાદ કરો. તત્ત્વ બન્નેમાં એક જ છે. આ રીતે એક બાજુ દિગંબરીય વિદ્વાનોને તેમના સૂત્રપાઠમાંથી સીધી રીતે સાચો અર્થ શું નીકળી શકે છે તે જણાવવાના, અને બીજી બાજુ શ્વેતાંબરીય અભ્યાસીઓ પક્ષભેદને કારણે દિગંબરીય સૂત્રપાઠથી ન ભડકે તેમ સમજાવવાના ઉદ્દેશથી જ, એ યશોવિજયજીએ તાંબરીય સૂત્રપાઠ છોડી દિગંબરીય સૂત્રપાઠ ઉપર ટ ર હેય તેમ લાગે છે.
પૂજ્યપાદનું અસલી નામ દેવનંદી છે, એ વિક્રમના પાંચમાં છઠ્ઠા સૈકામાં થયેલા છે. એમણે વ્યાકરણ આદિ અનેક વિષયો ૧, જુઓ, “સર્વાર્થસિદ્ધિ ૨, ૩, ૯,૧૧; તથા ૧૦,૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org