________________
૨. આજ સુધીમાં તત્ત્વાર્થસૂત્ર ઉપર ગુજરાતીમાં બે લખનાર પ્રસ્તુત યશોવિજય ગણું જ પહેલા આવે છે; કારણ કે તેમના સિવાય તત્ત્વાર્થસૂત્ર ઉપર કોઈનું ગુજરાતીમાં કાંઈ લખેલ અદ્યાપિ જાણવામાં આવ્યું નથી.
ગણી યશોવિજયજી શ્વેતાંબર છે એ વાત તે નકકી છે, કારણકે ટબાના અંતમાં એ ઉલ્લેખ છે અને બીજું સબલ પ્રમાણ તે તેમનો ટબ જ છે. સૂત્રનો પાઠભેદ અને સૂત્રોની સંખ્યા દિગંબરીય સ્વીકાર્યા હતાં તેનો અર્થ કોઈ પણ જગ્યાએ તેમણે દિગંબર પરંપરાને અનુકૂળ કર્યો નથી. અલબત્ત અહીં એક સવાલ થાય છે અને તે એ કે, યશોવિજયજી શ્વેતાંબર હોવા છતાં તેમણે દિગંબરીય સૂત્રપાઠ કેમ લીધે હશે? શું તેઓ વેતાંબરીય સૂત્રપાઠથી પરિચિત નહિ જ હોય? કે પરિચિત હોવા છતાં તેમને દિગંબરીય સૂત્રપાઠમાં જ તાંબરીય સૂત્રપાઠ કરતાં વધારે મહત્ત્વ દેખાયું હશે ? આને ઉત્તર એ જ વ્યાજબી લાગે છે કે, તેઓ તાંબર સૂત્રપાઠથી પરિ. ચિત તો અવશ્ય હશે જ અને તેમની દષ્ટિમાં તે જ પાઠનું
१. “इति श्वेतांबराचार्यश्रीउमास्वामिगण(णि)कृतत त्वार्थसूत्रं તર વીણાવવો: શ્રીયશોવિનયત: સમ” પ્રર્વતક શ્રીકાંતિવિજયજીના શાસ્ત્રસંગ્રહમાંની લિખિત ટબાની પોથી.
૨. આ સ્વીકારમાં અપવાદ પણ છે જે બહુ જ શેડે છે. દાખલા તરીકે અ૦ ૪નું ૧૯ મું સૂત્ર એમણે દિગંબરીય સૂત્રપાઠમાંથી નથી લીધું. દિગંબરે સેળ સ્વર્ગ માનતા હેવાથી તેમનો પાઠ લેવામાં તાંબરીયતા રહી શકે નહિ, એટલે એમણે એ સ્થળે શ્વેતાંબરીય સૂત્રપાઠમાંથી જ બાર સ્વર્ગોનાં નામવાળું સૂત્ર લીધું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org