________________
બહુ જ થવા પરિવર્તન સાથે અને કયેક ભાવસામ્ય સાથે સિંહસૂરના પ્રશિષ્ય અને ભાસ્વામીના શિષ્ય સિદ્ધસેનની તસ્વાર્થભાષ્ય ઉપરની વૃત્તિમાં મળે છે. આ ઉપરથી એટલું નિર્વિવાદપણે સિદ્ધ થાય છે કે, ગંધહસ્તી ચાલુ માન્યતા પ્રમાણે સિદ્ધસેન દિવાકાર નહિ પણ ઉપલબ્ધ તત્ત્વાર્થભાષ્યની વૃત્તિના રચયિતા ભાસ્વામીના શિષ્ય સિદ્ધસેન જ છે. નામની સમાનતાથી અને પ્રકાંડવાદી તરીકે અને કુશળ ગ્રન્થકાર તરીકે પ્રસિદ્ધિ પામેલ સિદ્ધસેન દિવાકર જ ગંધહસ્તી સંભવી શકે એવી સંભાવનામાંથી ઉ૦ યશેવિયની દિવાકર માટે ગંધહસ્તી વિશેષણ વાપરવાની ભ્રાંતિ જન્મી હોય, એ સંભવ છે.
ઉપરની દલીલે ઉપરથી આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે, શ્વેતાંબર પરંપરામાં પ્રસિદ્ધ ગંધહસ્તી એ તત્વાર્થસૂત્રના ભાષ્યની ઉપલબ્ધ વિસ્તીર્ણ વૃત્તિના રચનાર સિદ્ધસેન જ છે. આ ઉપરથી આપણને નિશ્ચિત રૂપે એમ માનવાને કારણ મળે છે કે, સન્મતિના ટીકાકાર દશમા સૈકાના અભયદેવે પિોતાની ટીકામાં બે સ્થળે ગંધહસ્તીપદ વાપરી તેમની
૧. સન્મતિના બીજા કાંડની પ્રથમગાથાની વ્યાખ્યાની સમાતમાં ટીકાકાર અભયદેવે તવાર્થના પ્રથમ અધ્યાયનાં ૯, ૧૦, ૧૧ અને ૧૨ એમ ચાર સૂત્રો ટાંકેલાં છે અને ત્યાં એ સૂત્રોની વ્યાખ્યા વિષે ગંધહસ્તીની ભલામણ કરતાં તેઓ જણાવે છે કે "अस्य च सूत्रसमूहस्य व्याख्या गन्धहस्तिप्रभृतिभिर्विहितेति न प्रदर्श्यते" ---ઍ પલ્પ, પં. ૨૪. એ જ પ્રમાણે તૃતીયાકાંડની ૪૪મી ગાથામાં આવેલા “હેતુવાદ” પદની વ્યાખ્યા આપતાં તેમણે સ નજ્ઞાનરિત્રાળ મોક્ષમા” આ સૂત્ર મૂકી તે માટે પણ લખ્યું છે કે, "तथा गन्धहस्तिप्रभृतिभिर्विक्रान्तमिति नेह प्रदर्श्यते विस्तरभयात्"પૃ૦ ૬૫૧, ૫૦ ૨૦.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org