________________
આ મોટી વૃત્તિ અને તેમાં કરવામાં આવેલ આગમનું સમર્થન જોઈ તેમના કેઈ શિખ્યું કે ભા અનુગામીએ તેમની હયાતીમાં અગર તેમની પછી તેમને માટે “ગંધહસ્તી” વિશેષણ વાપરેલુ હોય એમ લાગે છે. તેમના સમય વિષે ચક્કસપણે કહેવું અત્યારે શક્ય નથી. તેમ છતાં તેઓ સાતમા સૈકા અને નવમા સૈકાની વચ્ચે થયા હોવા જોઈએ, એ ચોખું છે. કારણકે તેઓ પોતાની ભાષ્યવૃત્તિમાં વસુબંધુ ૧ આદિ અનેક બૌદ્ધ વિદ્વાનો ઉલ્લેખ કરે છે. તેમાં એક સાતમા સૈકાના ધર્મકીર્તિર પણ આવે છે. એટલે સાતમા સૈકા પહેલાં તેઓ નથી થયા એટલું તો નક્કી થાય છે. બીજી બાજુ નવમા સૈકાના વિદ્વાન શીલાકે ગંધહસતી નામથી તેમને ઉલ્લેખ કર્યો છે. એટલે તેઓ નવમા સૈકા પહેલાં ક્યારેક થયેલા હોવા જોઈએ.
સિદ્ધસેન નયચક્રની વૃત્તિના રચયિતા સિંહસૂરિ ગણિક્ષમા. શ્રમણના પ્રશિષ્ય હતા. સિંહસૂરિ વિક્રમની સાતમી શતીના મધ્યમાં વિદ્યમાન હતા એટલે સિદ્ધસેનને સમય વિ. સાતમી
૧. પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાન વસુબંધુને “ભાષ' કહી તેઓ નિદેશે છે – તરગાનઃપતનું વયુવવોરામિષચ વૃદ્ધાડ ચારિખઃ ” “જ્ઞાતિન્યા વસુવવુબેન “તત્વાર્થભાષ્યવૃત્તિ', પૃ૦ ૬૮,૫. ૧ તથા ૨૯ નાગાર્જુનરચિત “ધર્મસંગ્રહ’ પૃ૦ ૧૩ માં આવતાં આનંતર્ય પાંચ પાપે, જેમનું વર્ણન શીલાંક સૂત્ર તાંગની (પૃ. ૨૧૫) ટીકામાં પણ આપે છે, તેમને ઉલ્લેખ પણ સિદ્ધસેન કરે છે; “ભાષ્યવૃત્તિ પૃ૦ ૬૭.
२. भिक्षुवरधर्मकीर्ति नाऽपि विरोध उक्तः प्रमाणविनिश्चयादौ" તવાર્થભાષ્યવૃત્તિ પૃ૦ ૩૯૭, પં. ૪.
૩. જુઓ આ “પરિચયમાં પા. ૫૧, નેધ ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org