________________
શિષ્ય ભાસ્વામીના શિષ્ય હતા, એ વાત એમની ભાષ્યવૃત્તિને અંતે આપેલી પ્રશસ્તિ ઉપરથી સિદ્ધ છે. ગંધહસ્તીની વિચારણું પ્રસંગે ઉપર આપેલી દલીલોથી આપણે એ પણ જાણ્ય કે, ગંધહસ્તી એ પ્રસ્તુત સિદ્ધસેન જ છે. એટલે બીજું કઈ ખાસ પ્રમાણ ન મળે ત્યાં સુધી, તેમની બે કૃતિઓ માનવા વિષે શંકા રહેતી નથી. એક તે આચારાંગવિવરણ જે અનુપલબ્ધ છે, અને બીજી તત્ત્વાર્થભાષ્યની ઉપલબ્ધ મોટી વૃત્તિ. એમનું ગંધહસ્તી' નામ કોણે અને કેમ પાડયું, તે વિષે ફક્ત કલ્પના જ કરી શકાય. એમણે પોતે તે પિતાની પ્રશસ્તિમાં 'ગંધહસ્તીપદ કેજર્યું નથી. તેથી એમ લાગે છે કે, જેમ સામાન્ય રીતે બધા માટે બને છે તેમ, તેમના માટે પણ બન્યું હોવું જોઈએ. એટલે કે, તેમના કોઈ શિષ્ય કે ભક્ત અનુગામીએ તેમને ગંધહસ્તી તરીકે પ્રસિદ્ધ કર્યા હોય. એમ કરવાનું કારણ એ લાગે છે કે, પ્રસ્તુત સિદ્ધસેન સૈદ્ધાંતિક હતા અને આગનું વિશાળ જ્ઞાન ધરાવવા ઉપરાંત આગમવિરુદ્ધ તેમને જણાતી ગમે તેવી તર્કસિદ્ધ બાબતનું પણ બહુ જ આવેશપૂર્વક ખંડન કરતા, અને સિદ્ધાંત પક્ષનું સ્થાપન કરતા. આ વાત તેમની તર્કિક વિરુદ્ધની કટુક ચર્ચા જોવાથી વધારે સંભવિત લાગે છે. વળી તેમણે તત્વાર્થભાષ્ય ઉપર જે વૃત્તિ લખી છે, તે અઢાર હજાર શ્લોકપ્રમાણ હોઈ ત્યાર સુધીમાં રચાયેલી તસ્વાર્થભાષ્ય ઉપરની બધી જ વ્યાખ્યાઓમાં કદાચ મોટી હશે. અને જે રાજવાર્તિક તથા શ્લેકવાર્તિકના પહેલાં જ એમની વૃત્તિ રચાઈ હશે, તે એમ પણ કહેવું જોઈએ કે, તત્વાર્થસૂત્ર ઉપરની ત્યાર સુધીમાં હયાત બધી જ વેતાંબરીય દિગંબરીય વ્યાખ્યાઓમાં એ સિદ્ધસેનની જ વૃત્તિ મોટી હશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org