________________
ચિંતનથી હું ચોક્કસ એ નિર્ણય ઉપર આવ્યો છું કે, ક્યાંક ભાષ્ય, ક્યાંક મહાભાષ્ય, ક્યાંક તત્ત્વાર્થભાષ્ય, ક્યાંક ગંધહસ્તીભાષ્ય એવા અલગ અલગ વેરાયેલા અનેક ઉલ્લેખ દિગંબરીય સાહિત્યમાં મળી આવે છે, અને ક્યાંક સ્વામી સમંતભદ્રના નામનો તત્ત્વાર્થ–મહાભાષ્યની સાથે નિર્દેશ પણ છે. આ બધું જોઈને પાછલા અર્વાચીન લેખકે એ શ્રાંતિમૂલક વિશ્વાસ થઈ ગયો કે, સ્વામી સમંતભદ્ર ઉમાસ્વાતિના તત્વાર્થ ઉપર ગંધહસ્તી નામનું મહાભાષ્ય રચ્યું હતું. તે વિશ્વાસ ઉપરથી તેઓ એવું લખવાને પ્રેરાયા. વસ્તુતઃ તેમની સામે ન તે કોઈ પ્રાચીન એવો આધાર હતો, કે ન કોઈ એવી કૃતિ હતી કે જે તત્વાર્થસૂત્ર ઉપર ગંધહસ્તી-ભાષ્ય નામની વ્યાખ્યાને સમંતભદ્રકર્તક સિદ્ધ કરે. ભાષ્ય, મહાભાષ્ય ગંધહસ્તી વગેરે જેવા મેટા મેટા શબ્દો તે હતા જ; તેથી એ વિચાર આવો સ્વાભાવિક છે કે, સમંતભદ્ર જેવા મહાન આચાર્ય સિવાય એવી કૃતિ કોણ રચે ? અકલંક આદિ પાછળના આચાર્યો દ્વારા રચાયેલી કઈ કૃતિ ગંધહસ્તી-ભાષ્ય નામથી નિશ્ચિત કરી ન શકાતી હોય, તેવી હાલતમાં તે તે તદ્દન સ્વાભાવિક છે. ઉમાસ્વાતિના અતિપ્રચલિત તત્ત્વાર્થ ઉપર સ્વામી સમંતભદ્ર જેવાની નાની-મોટી કઈ કૃતિ હોય, તે તેને ઉલ્લેખ કે કેઈ અવતરણ “સર્વાર્થસિદ્ધિ', “રાજવાર્તિક, વગેરે જેવી અતિશાસ્ત્રીય ટીકાઓમાં સર્વથા ન મળવા કદી સંભવિત નથી. એવું પણ સંભવિત નથી કે, તેવી કે કૃતિ “સર્વાર્થસિદ્ધિ” આદિના સમય સુધીમાં લુપ્ત જ થઈ ગઈ હોય; કારણ કે ત્યારે પણ સમંતભદ્રના અન્ય મહત્વપૂર્ણ ગ્રંથ મેજૂદ જ હતા. ગમે તેમ, તેય એ વાતમાં મને હવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org