________________
૪૫
તેમાં એક દિગંબરાચાર્ય અને બીજા "હ્રસ્તી શ્વેતાંબરાચાર્ય મનાય છે. ગંધહસ્તી એ
વિશેષણ છે. દિગંબર પરંપરામાં થયેલા પ્રસિદ્ધ વિદ્વાન સમંતભદ્રનું એ વિશેષણ મનાય છે અને તેથી ફિલિત એમ થાય છે કે, આપ્તમીમાંસાના રચનાર ગંધહસ્તીપદધારી સ્વામી સમંતભદ્ર વાચક ઉમાસ્વાતિના તત્ત્વાર્થસૂત્ર ઉપર વ્યાખ્યા રચી હતી. શ્વેતાંબર પરંપરામાં ગંધહસ્તી એ વિશેષણ વૃદ્ધવાદિશિષ્ય સિદ્ધસેન દિવાકરનું છે એવી માન્યતા અત્યારે ચાલે છે. તે માન્યતા પ્રમાણે ફલિત એમ થાય છે કે, સન્મતિના રચનાર અને વૃદ્ધવાદિશિષ્ય સિદ્ધસેન દિવાકરે વાચક ઉમાસ્વાતિનાં તત્વાર્થસૂત્રો ઉપર વ્યાખ્યા રચી હતી. આ બને માન્યતા અને તે ઉપરથી ફલિત થતું ઉક્ત મંતવ્ય પ્રમાણ વિનાનું હોઈ ગ્રાહ્ય નથી. દિગંબરાચાર્ય સમંતભદ્રની કૃતિ માટે ગંધહસ્તી વિશેષણ વપરાયેલું મળે છે. તે લધુસમંતભદ્રકૃત અષ્ટસહસ્ત્રીને ટિપ્પણમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. લઘુમંતભદ્ર ૧૪મી૧૫મી શતાબ્દીની આસપાસ ક્યારેક થઈ ગયા એમ મનાય છે. તેમના પ્રસ્તુત ઉલ્લેખનું સમર્થન કરનારું એક પણ સુનિશ્ચિત પ્રમાણુ હજુ સુધી ઉપલબ્ધ નથી. અત્યાર સુધીનાં વાચનતેત્રમાં “પુરિસંવરજલ્લીકહીને શ્રીતીથકરને ગંધહસ્તી એવું વિશેષણ આપેલું છે. તથા શકના દશમા અને અગિયારમાં સૈકાના દિગંબરીય શિલાલેખોમાં એક દ્ધાને ગધહસ્તીનું ઉપનામ આપેલું છે અને એક જૈનમંદિરનું નામ પણ ‘સવતિ ગધવારણ જિનાલય” છે. જુઓ છે. હીરાલાલ સંપાદિત “જેનશિલાલેખ સંગ્રહ” પૃ૦ ૧૨૩ તથા ૧૨૯, “ચંદ્રગિરિ પર્વત પર કે શિલાલેખ.”
૧. જુઓ પંડિત જુગલકિશોરજી લિખિત “સ્વામી સમંતભદ્ર પૃ૦ ૨૧૪-૨૨૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org