________________
કાંઈ જ સંદેહ નથી કે, તત્ત્વાર્થ ઉપર સમંતભદ્રકૃત ગંધહસ્તી નામનું કઈ ભાષ્ય જ નહોતું.
શ્રીયુત પં૦ જુગલકિશોરજીએ “અનેકાંત' (વર્ષ ૧, પૃ૦ ૨૧૬)માં લખ્યું છે કે, “ધવલા માં ગંધહસ્તી ભાષ્યને ઉલ્લેખ આવે છે; પરંતુ મને “ધવલા'ની મૂળ નકલની તપાસ કરનારા ૫૦ હીરાલાલજી ન્યાયતીર્થ દ્વારા વિશ્વસ્તરૂપે માલૂમ પડ્યું છે કે, “ધવલા માં ગંધહસ્તી-ભાષ્ય શબ્દનો કેઈ ઉલ્લેખ નથી.
વૃદ્ધવાદિશિષ્ય સિદ્ધસેન દિવાકર ગંધહસ્તી છે એવી વેતાંબરીય માન્યતા સત્તરમાં અઢારમા સૈકાના પ્રસિદ્ધ વિદ્વાન ઉપાધ્યાય યશવિજયજીના એક ઉલ્લેખ ઉપરથી બંધાયેલી છે. ઉ૦ યશોવિજયજીએ પિતાના મહાવીરસ્તવમાં ગંધહસ્તીના કથનરૂપે સિદ્ધસેન દિવાકરના સન્મતિની એક ગાથા ટાંકી છે તે ઉપરથી અત્યારે એમ મનાતું આવે છે કે, સિદ્ધસેન દિવાકર જ ગંધહસ્તી છે. પણ ઉ૦ યશોવિજયજીને એ ઉલ્લેખ શ્રાંતિજનિત છે. આ મુદ્દો સાબિત કરનાર બે પુરાવાઓ અત્યારે સ્પષ્ટ છે. એક તો એ કે, ઉ યશોવિજયજી પહેલાંના કોઈ પણ પ્રાચીન કે અર્વાચીન ગ્રંથકારેએ સિદ્ધસેન દિવાકર સાથે કે તેમની નિશ્ચિત મનાતી કૃતિઓ સાથે અગર તે એ કૃતિઓમાંથી ઉકત કરેલાં અવતરણો સાથે એક પણ સ્થળે ગંધહસ્તી વિશેષણ વાપર્યું નથી. સિદ્ધસેન દિવાકરની કૃતિના અવતરણ સાથે ગંધહસ્તી વિશેષણ વાપરનાર માત્ર ઉક્ત યશોવિજયજી જ છે. એટલે એમનું એ કથન કોઈ પણ પ્રાચીન
૧. “નૈવામિળ ધક્તી સન્મતૌ–” -ન્યાયખંડખાવ, પ્લે ૧૬ પૃ૦ ૧૬ દ્વિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org