________________
આવ્યું છે કે, વિહાર કરતાં કરતાં પટણામાં તસ્વાર્થ રચ્યું છે. આ ઉપરથી નીચેની કલ્પનાઓ ફુરે છે.
૧. ઉમાસ્વાતિના સમયમાં અને તેથી કાંઈ આગળ પાછળ મગધમાં જૈન ભિક્ષુકોને ખૂબ વિહાર થતો હોવો જોઈએ અને તે તરફ જૈનસંધનું બળ અને આકર્ષણ પણ હેવું જોઈએ.
૨. વિશિષ્ટ શાસ્ત્રના લેખક એવા જૈન ભિક્ષુકો પણ પિતાની અનિયત સ્થાનવાસની પરંપરાને બરાબર સાચવી રહ્યા હતા અને તેમ કરી તેઓએ પિતાના કુળને “જગમ વિદ્યાલય બનાવી દીધું હતું.
૩. વિહારસ્થાન પાટલીપુત્ર (પટણા) અને મગધદેશથી જન્મસ્થાન ન્યાધિકા સામાન્ય રીતે બહુ દૂર તે નહિ જ હેય.
૨. વ્યાખ્યાકારે તત્વાર્થના વ્યાખ્યાકાર શ્વેતાંબર, દિગંબર બંને સંપ્રદાયમાં થયેલા છે; પરંતુ એ બેમાં ફેર એ છે કે, મૂળ સૂત્ર ઉપર સીધી વ્યાખ્યા સૂત્રકાર ઉમાસ્વાતિ સિવાય બીજા કોઈ તાંબરીય વિદ્વાને લખી હોય તેમ જણાયું નથી; જ્યારે દિગંબરીય બધા લેખકોએ સૂત્રો ઉપર જ પિતપોતાની વ્યાખ્યાઓ લખી છે. શ્વેતાંબરીય અનેક વિદ્વાનોએ સૂત્રો ઉપરના ભાષ્યની વ્યાખ્યાઓ કરી છે, જ્યારે દિગંબરીય પ્રસિદ્ધ કઈ વિદ્વાને સૂત્રો ઉપરના પણ ભાષ્યની વ્યાખ્યા કરી હોય તેમ જાણ્યું નથી. બંને સંપ્રદાયના એ વ્યાખ્યાકારમાં કેટલાક એવા વિશિષ્ટ વિદ્વાને છે કે, જેમનું સ્થાન ભારતીય દાર્શનિકોમાં આવી શકે તેવું છે. તેથી તેવા કેટલાક વિશિષ્ટ વ્યાખ્યાકારેને અત્રે ટૂંક પરિચય આપવા ધાર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org