________________
ન માનવાની બાબતમાં પૂર્ણ એકમત નહેતા. કેટલાક સંધ એવા પણ હતા કે જે નગ્નત્વ તથા પાણિપાત્રત્વને પક્ષ કરતા હોવા છતાં વ્યવહારમાં થેડી ઘણી ઉપધિને સ્વીકાર અવશ્ય કરતા હતા. તે એક પ્રકારે મૃદુ અથવા મધ્યમમાગી અચેલદળવાળા હતા કેઈ સંઘ અથવા કેટલાક સંધ એવા પણ હતા કે જે માત્ર નગ્નત્વને પક્ષ કરતા હતા અને વ્યવહારમાં પણ તેનું જ અનુસરણ કરતા હતા. તેઓ જ તીવ્ર અથવા ઉત્કટ અચેલ દળવાળા હતા. એવું જણાય છે કે, કેઈ પણ સંધ અથવા દળ છે, પરંતુ પાણિપાત્રત્વ એ બધાનું સમાન સ્વરૂપ હતું. તેથી જ તેઓ બધા દિગંબર જ ગણાતા હતા. આ મધ્યમ તથા ઉત્કટ ભાવનાવાળા જુદા જુદા સંધ અથવા ગચ્છના વિદ્વાને અથવા મુનિઓ દ્વારા રચાયેલા આચારગ્રંથમાં નગ્નત્વ અને વસ્ત્ર આદિનું વિરોધી નિરૂપણ આવી જાય, એ સ્વાભાવિક છે. તે ઉપરાંત યાપનીય જેવા કેટલાક એવા સંઘે પણ થયા કે જે છેક સચેલપક્ષના પણ ગણાતા નહિ, અને જે છેક અચેલપક્ષમાં પણ સ્થાન પામી શક્યા નહિ તેવા સંઘ જ્યારે લુપ્ત થઈ ગયા, ત્યારે તેમના આચાર્યોની કેટલીક કૃતિઓ કે જે પોતાના પક્ષને વિશેષ અનુકૂળ હતી, તે શ્વેતાંબરપક્ષ દ્વારા જ મુખ્યતયા સાચવી રખાઈ અને કેટલીક કૃતિઓ દિગંબર પક્ષમાં જ વિશેષપણે રહી ગઈ, અને કાલક્રમે દિગંબરીય જ મનાવા લાગી. આ પ્રમાણે પ્રાચીન અને મધ્યકાલીન તથા મધ્યમ અને ઉત્કટભાવનાવાળા અનેક દિગંબરીય સંઘના વિદ્વાનોની કૃતિઓમાં સમુચિતપણે ક્યાંક નગ્નત્વનું આત્યંતિક પ્રતિપાદન અને ક્યાંક મર્યાદિત ઉપધિનું પ્રતિપાદન દેખાઈ આવે, તે તેમાં અસંગતિ નથી. આજકાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org