SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
There was not complete agreement on the matter of non-possessiveness. There were some sects that, while advocating for nudity and possession of water vessels, nonetheless accepted many subordinate rules in practice. In a way, they were classified as having gentle or moderate tendencies. There were also some sects that strictly adhered to nudity and followed it in practice. These were considered to have intense or extreme tendencies. It appears that there were some sects or groups that considered nudity as a common form; therefore, they were all classified as Digambaras. It is natural that the texts authored by scholars or ascetics belonging to these various moderate and intense feeling sects or traditions would present oppositional depictions of nudity and clothing. Additionally, some groups, like the Yapaniya, did not even qualify as a strict sect and could not find a place in the non-possessive faction. When these sects disappeared, several writings of their teachers, which were particularly favorable to their own stance, were primarily preserved by the Svetambara faction, while some writings remained specifically within the Digambara faction, eventually leading to the establishment of a Digambara tradition over time. In this way, it is not inconsistent that in the collective works of various scholars from ancient, medieval, moderate, and extreme Digambara sects, one might find extreme representations of nudity in some places and limited subordinate representations in others.
Page Text
________________ ન માનવાની બાબતમાં પૂર્ણ એકમત નહેતા. કેટલાક સંધ એવા પણ હતા કે જે નગ્નત્વ તથા પાણિપાત્રત્વને પક્ષ કરતા હોવા છતાં વ્યવહારમાં થેડી ઘણી ઉપધિને સ્વીકાર અવશ્ય કરતા હતા. તે એક પ્રકારે મૃદુ અથવા મધ્યમમાગી અચેલદળવાળા હતા કેઈ સંઘ અથવા કેટલાક સંધ એવા પણ હતા કે જે માત્ર નગ્નત્વને પક્ષ કરતા હતા અને વ્યવહારમાં પણ તેનું જ અનુસરણ કરતા હતા. તેઓ જ તીવ્ર અથવા ઉત્કટ અચેલ દળવાળા હતા. એવું જણાય છે કે, કેઈ પણ સંધ અથવા દળ છે, પરંતુ પાણિપાત્રત્વ એ બધાનું સમાન સ્વરૂપ હતું. તેથી જ તેઓ બધા દિગંબર જ ગણાતા હતા. આ મધ્યમ તથા ઉત્કટ ભાવનાવાળા જુદા જુદા સંધ અથવા ગચ્છના વિદ્વાને અથવા મુનિઓ દ્વારા રચાયેલા આચારગ્રંથમાં નગ્નત્વ અને વસ્ત્ર આદિનું વિરોધી નિરૂપણ આવી જાય, એ સ્વાભાવિક છે. તે ઉપરાંત યાપનીય જેવા કેટલાક એવા સંઘે પણ થયા કે જે છેક સચેલપક્ષના પણ ગણાતા નહિ, અને જે છેક અચેલપક્ષમાં પણ સ્થાન પામી શક્યા નહિ તેવા સંઘ જ્યારે લુપ્ત થઈ ગયા, ત્યારે તેમના આચાર્યોની કેટલીક કૃતિઓ કે જે પોતાના પક્ષને વિશેષ અનુકૂળ હતી, તે શ્વેતાંબરપક્ષ દ્વારા જ મુખ્યતયા સાચવી રખાઈ અને કેટલીક કૃતિઓ દિગંબર પક્ષમાં જ વિશેષપણે રહી ગઈ, અને કાલક્રમે દિગંબરીય જ મનાવા લાગી. આ પ્રમાણે પ્રાચીન અને મધ્યકાલીન તથા મધ્યમ અને ઉત્કટભાવનાવાળા અનેક દિગંબરીય સંઘના વિદ્વાનોની કૃતિઓમાં સમુચિતપણે ક્યાંક નગ્નત્વનું આત્યંતિક પ્રતિપાદન અને ક્યાંક મર્યાદિત ઉપધિનું પ્રતિપાદન દેખાઈ આવે, તે તેમાં અસંગતિ નથી. આજકાલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy