SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ જે દિગંબર ફિરકાઓમાં નગ્નત્વને આત્યંતિક આગ્રહ રાખનારી તેરાપંથીય ભાવના પ્રધાન દેખાય છે, તે પાલ્લાં ૨૦૦-૩૦૦ વર્ષોનું પરિણામ છે. આજકાલની જ એ ભાવનાના આધારથી પુરાણકાળના દિગંબરીય ગણાતા બધા સાહિત્યનો ખુલાસો થો કદી સંભવિત નથી, દેશવૈકાલિક આદિ ગ્રંથ શ્વેતાંબરપર પરામાં એટલી બધી પ્રતિષ્ઠા પામ્યા છે, તેમને ત્યાગ દિગંબર પરંપરામાં સ્વાભાવિક રીતે જ સિદ્ધ થઈ ગયો. સંભવ છે કે, જે મૂલાચાર વગેરે ગ્રંથને પણ શ્વેતાંબર પરંપરા પૂરેપૂરા અપનાવી લેત, તે દિગંબરપરંપરામાં તે ગ્રંથો ભાગ્યે જ પોતાનું આવું સ્થાન કાયમ રાખી શક્ત. પ્રશસ્તિમાં ઉમાસ્વાતિની જાતિ વિષે કાંઈ કથન નથી, છતાં માતાનું નેત્રસૂચક “વાસી” નામ એમાં છે અને કભીષણ” એ પણ ગોત્રસૂચક વિશેષણ જાતિ અને છે. આ ગોત્રનો નિર્દેશ ઉમાસ્વાતિ ગન્મસ્થાન બ્રાહ્મણ જાતિના હોવાનું સૂચન કરે છે એમ કહેવું, એ ગેત્રપરંપરાને ચીવટથી વળગી રહેનાર બ્રાહ્મણ જાતિના વંશાનુક્રમના અભ્યાસીને ભાગ્યે જ ખોટું દેખાશે. વાચક ઉમાસ્વાતિના જન્મસ્થાન તરીકે પ્રશસ્તિ “ન્યાધિકા” ગામને નિર્દેશ છે; આ ન્યાધિકા સ્થાન કયાં આવ્યું, તેનો ઇતિહાસ શું છે, અને અત્યારે તેની શી સ્થિતિ છે, એ બધું અંધારામાં છે; એની શેધ કરવી એ એક રસને વિષય છે. તત્ત્વાર્થસૂત્રની રચનાના સ્થાન તરીકે પ્રશસ્તિમાં “કુસુમપુર ને નિર્દેશ છે. કુસુમપુર એ જ અત્યારનું બિહારમાં આવેલું પટણા. પ્રશસ્તિમાં કહેવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy