________________
જે દિગંબર ફિરકાઓમાં નગ્નત્વને આત્યંતિક આગ્રહ રાખનારી તેરાપંથીય ભાવના પ્રધાન દેખાય છે, તે પાલ્લાં ૨૦૦-૩૦૦ વર્ષોનું પરિણામ છે. આજકાલની જ એ ભાવનાના આધારથી પુરાણકાળના દિગંબરીય ગણાતા બધા સાહિત્યનો ખુલાસો થો કદી સંભવિત નથી, દેશવૈકાલિક આદિ ગ્રંથ શ્વેતાંબરપર પરામાં એટલી બધી પ્રતિષ્ઠા પામ્યા છે, તેમને ત્યાગ દિગંબર પરંપરામાં સ્વાભાવિક રીતે જ સિદ્ધ થઈ ગયો. સંભવ છે કે, જે મૂલાચાર વગેરે ગ્રંથને પણ શ્વેતાંબર પરંપરા પૂરેપૂરા અપનાવી લેત, તે દિગંબરપરંપરામાં તે ગ્રંથો ભાગ્યે જ પોતાનું આવું સ્થાન કાયમ રાખી શક્ત.
પ્રશસ્તિમાં ઉમાસ્વાતિની જાતિ વિષે કાંઈ કથન નથી, છતાં માતાનું નેત્રસૂચક “વાસી” નામ એમાં છે અને
કભીષણ” એ પણ ગોત્રસૂચક વિશેષણ જાતિ અને છે. આ ગોત્રનો નિર્દેશ ઉમાસ્વાતિ ગન્મસ્થાન બ્રાહ્મણ જાતિના હોવાનું સૂચન કરે છે
એમ કહેવું, એ ગેત્રપરંપરાને ચીવટથી વળગી રહેનાર બ્રાહ્મણ જાતિના વંશાનુક્રમના અભ્યાસીને ભાગ્યે જ ખોટું દેખાશે. વાચક ઉમાસ્વાતિના જન્મસ્થાન તરીકે પ્રશસ્તિ “ન્યાધિકા” ગામને નિર્દેશ છે; આ ન્યાધિકા સ્થાન કયાં આવ્યું, તેનો ઇતિહાસ શું છે, અને અત્યારે તેની શી સ્થિતિ છે, એ બધું અંધારામાં છે; એની શેધ કરવી એ એક રસને વિષય છે. તત્ત્વાર્થસૂત્રની રચનાના સ્થાન તરીકે પ્રશસ્તિમાં “કુસુમપુર ને નિર્દેશ છે. કુસુમપુર એ જ અત્યારનું બિહારમાં આવેલું પટણા. પ્રશસ્તિમાં કહેવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org