________________
શારદા સિદ્ધિ ધર્મલાભ” સાંભળતા શ્રેતાઓમાં થયેલ સંદેહ – શેઠ તે હર્ષભેર ઉપાશ્રયમાં આવ્યા. ગુરૂદેવ વ્યાખ્યાન ફરમાવી રહ્યા છે. માનવ-મેદનીથી વ્યાખ્યાન હિલ ચિક્કાર ભરાઈ ગયા હતા. સૌ વ્યાખ્યાન સાંભળવામાં તલ્લીન બન્યા હતા. આ ધરમચંદ શેઠ ગુરૂને વંદન કરીને પાછળ બેસી ગયા. આ સમયે મહારાજની દૃષ્ટિ શેઠ ઉપર પડી. સંત શેઠને ઓળખી ગયા એટલે ચાલું વ્યાખ્યાને અંતે મોટેથી શેઠને કહ્યું “ધર્મલાભ” ત્યારે શ્રાવકના મનમાં થયું કે ગુરૂદેવ ગૌચરી કરવા પધારે ત્યારે ધર્મ લાભ આપે છે. આ રીતે વ્યાખ્યાનમાં કયારે પણ કોઈને ધર્મલાભ કહેતા નથી. આજે કેને ધર્મલાભ કહ્યો? શું કોઈ મોટા રાજા પધાર્યા છે ! સૌએ પાછળ નજર કરી તે એક હાડપિંજર જેવું શરીર છે. ફાટ્યા-તૂટયાને મેલાઘેલા વ પહેર્યા છે, દાઢી વધી ગઈ છે એવા ગરીબ શ્રાવકને જે. શ્રોતાજનેના મનમાં થયું કે ગુરૂદેવે આવા ગરીબને વ્યાખ્યાન વચ્ચે “ધર્મલાભ” કેમ કહ્યો હશે ! સૌના મનમાં આશ્ચર્ય થયું. ત્યાં તે ફરીને મહારાજે શેઠને કહ્યું આગળ આવો. શેઠે કહ્યું ગુરૂદેવ ! મારે માટે અહીં જ ઠીક છે, પણ મહારાજે કહ્યું–ના, શેઠ આગળ આવો, એટલે શેઠ ઊભા થઈને છેડા આગળ આવીને બેઠાં. ત્યાં તે ફરીને આચાર્ય મહારાજે કહ્યું શેઠ! ત્યાં નહિ, એકદમ આગળ આવે. લોકોના મનમાં તે ખૂબ આશ્ચર્ય થયું કે ગુરૂદેવ કોઈને નહિ કે આ ગરીબને આગળ બેસાડવા આટલે બધો આગ્રહ કેમ કરતા હશે?
દેવાનુપ્રિયે! તમે આટલા બધા બેઠા છે. એમાંથી હું કંઈ ગરીબને આગ્રહ કરીને આગળ લાવું તે તમને પણ આશ્ચર્ય લાગેને ? આજે તે શ્રીમંતને સૌ માન આપે છે. પાછળથી આવે તે પણ એને બોલાવીને આગળ બેસાડે છે, પણ ગરીબ બિચારો વહેલો આવ્યો હોય તેને પાછળ બેસાડે છે. બધા શ્રાવક શેઠને ધારીધારીને જોવા લાગ્યા કે આ ગરીબ માણસ કેણ હશે ને ગુરૂદેવે એને આગળ શા માટે બોલાવ્યો? શ્રેતાજનેના મનેભાવ જાણીને ગુરૂદેવે સ્પષ્ટીકરણ કરતાં કહ્યું કે હે ભવ્ય જીવો! આ ગરીબ શ્રાવક તે માણસ નહિ પણ દેવ છે દેવ. આ તે મહાન શ્રાવક છે. સાચે શ્રમણોપાસક છે, દેવગુરૂને સાચો ભક્ત છે. દુઃખીઓના બેલી છે આ તે ચીંથરે બાંધેલું રત્ન છે રત્ન, પણ અત્યારે પાપકર્મના ઉદયથી એ રાખ નીચે દટાઈ ગયું છે. માટે હું એમની આટલી બધી પ્રશંસા કરું છું. એમ કહીને મહારાજે પુનઃ પ્રવચન શરૂ કર્યું. વ્યાખ્યાન સાંભળીને સૌ ગુરૂને વંદન કરીને ચાલ્યા ગયા. આ શેઠે પણ ગુરૂદેવને વંદન કરીને કહ્યું-ગુરૂદેવ! આ ગરીબની ઝૂંપડી પાવન કરજે. લાભ આપજે. આ શેઠને ઘેર લૂખો બાજરાને રોટલો ને ચોળા બનાવ્યા હતા પણ એની ભાવના લૂખી ન હતી. ભાવના ઉત્કૃષ્ટ હતી. શેઠ ભાવના ભાવીને ઉપાશ્રયની બહાર નીકળે છે. ત્યાં કાને શબ્દ સંભળાય. માંગ... માંગ. આસપાસ દષ્ટિ કરી તે કઈ દેખાયું નહિ. બીજી વખત અવાજ આવ્યો પણ કોઈ ન દેખાયું. એ તે ચાલવા