________________
શારદા સિદ્ધિ
આનંદપૂર્વક એમના દિવસે વ્યતીત થતા હતા.
“ક ભજવેલું નાટક”:- સમય સમય બળવાન છે. કર્મની કળા નિરાળી છે. જેમ પૂર્ણિમાને નિર્મળ ચંદ્ર થાળી જે પ્રકાશતો હોય છે પણ એની વચમાં કાળા ડાઘ છે તેમ આ શેઠના પુણ્યને ચંદ્રમાં સોળે કળાએ ખીલી ઉઠે હતે. એમાં પાપકર્મને કાળો ડાઘ લાગી ગયો. કમલેગે શેઠને ત્યાંથી લક્ષ્મી દેવીએ વિદાય લીધી. પેઢીઓ, દુકાને બધું વેચાઈ ગયું. પત્ની અને પુત્રવધૂઓના દાગીના, મૂલ્યવાન સાડીઓ બધું વેચાઈ ગયું. માત્ર એક ઘરનું બેખું રહ્યું. રેજ અવનવા મિષ્ટાન્ન ખાનાર કુટુંબને લૂખો રેટ ને છાશના પણ સાંસા પડવા લાગ્યા. આવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ. કાલના કરોડપતિ ધરમચંદ શેઠ કંગાળ બની ગયા. લાખો દુઃખીઓના દુઃખ દૂર કરી એમની દુવા લેનારા આજે દુઃખી દુઃખી બની ગયા. લાખો નિરાધારને આધાર આપનાર આજે નિરાધાર બનીને નોકરી માટે યાચના કરે છે પણ કોઈ આશ્રય આપતું નથી. કહ્યું છે ને કે
આજે સ્વામી કાલે સેવક, ૨ક પણ રાય બને બેશક, ભાગ્યનું ચક્ર ચાલે અણથક, પરમ સુભાગી થવા આ તક
પણ ક્યાં લગી બધું આ (ર)ના પુણ્ય કોઈના છે અમર... સૂર્યને ઉદય થાય છે ને અસ્ત થાય છે. સમુદ્રમાં ભરતી આવે ત્યારે પાણીના મોજા ઉંચા ઉછળે છે પણ ઓટ આવે ત્યારે પથ્થર જ દેખાય છે, તેમ જ્યાં સુધી પુણ્યને પુરવઠો છે ત્યાં સુધી સંસારની વાડી રળિયામણી લાગે છે પણ પુષ્યને પુરવઠો ખૂટી જતાં રળીયામણ વાડી વેરાન બની જાય છે. આ શેઠની પણ આવી દશા થઈ. કર્મોદયથી ગરીબાઈ આવી પણ શેઠની ધર્મ શ્રદ્ધાની જપેત ઝાંખી પડતી નથી. શેઠ શુભાશુભ કર્મના ફળને સમજતા હતા. તે વિચાર કરવા લાગ્યા કે દુ:ખના સમયે ધર્મને ધકકો ન મારવો જોઈએ, પણ પાપને ધકકો મારે જોઈએ. આ નગરમાં કે શેઠને હાથ પકડતું નથી. ખાવાના સાંસા પડ્યા એટલે વિચાર કર્યો કે હવે આ નગરમાં રહેવું
ગ્ય નથી. બીજા ગામડામાં જઈને મહેનત મજુરી કરીએ. એમ નિર્ણય કરીને પિતાના પુત્રને કહે છે બેટા ! હવે આ નગર છોડીને બીજે જઈએ, ત્યારે છોકરાઓ કહે છે બાપુજી! તમે ગમે તેટલું દાન કર્યું પણ અમે કદી આપને રોકયા નથી. ધર્મ કરતા અટકાવ્યા નથી, તો આ બધી ધર્મકરણી અને દાનનું પુણ્ય કયાં પલાયન થઈ ગયું કે આ ગામ અને ઘરબાર છોડવાને વખત આવ્યે? પિતાજી કહે દીકરાઓ એવું ન બોલે, ધર્મને રૂડા પ્રતાપ છે. ધર્મ આપણને દુઃખી નથી કર્યા. આપણે આપણા પાપ કર્મના ઉદયથી દુઃખી થયા છીએ. આ પાપ કર્મને ખપાવીને સુખી થવું હોય તે ધર્મારાધના, સામાયિક કરો નવકાર મંત્ર જાપ કરો. છેકરાઓ કહે બહુ ધર્મ કર્યો. હવે કંઈ કરવું નથી.