________________
શારદા સિદ્ધિ જ નહિ પરંતુ અમેરિકા આદિ દેશની પ્રજા તે એ સાધના વિપુલ ગંજ વચ્ચે પણ મનની શાંતિ માટે વલખાં મારી રહી છે કારણકે વિજ્ઞાને શેઠેલા સાધને એ સુખના સાધને નથી પણ દુઃખના સાધને છે. જીવને અધિક પરવશ બનાવનારા છે. જેટલાં સાધને અને સગવડતાઓ વધી તેટલાં બંધને અને અગવડતાઓ પણ વધી છે. ગેસ, કુકર વિગેરે વૈજ્ઞાનિક સાધને કયારેક તમને કેવી મુશ્કેલીમાં મૂકી દે છે એને તમને પ્રત્યક્ષ અનુભવ છે. છતાં એમાં પાગલ શા માટે બને છે? એ સાધને તમને બે ઘડી સુખ આપનારા છે. એ બે ઘડીની મેજને સાચું સુખ માનવાની ભૂલ કરશે તો તેની આકરી સજા તમારે જોગવવી પડશે. ઈન્દ્રિય ખપ્પર ધારિણી જોગણી જેવી છે. એમાં જેટલું હશે તેટલું તે સ્વાહ કરી જશે અને તમને સુખને બદલે દુખ મળશે. સાચા સુખની ગેરસમજના કારણે આજના માનવ વધુ દુઃખી બનતા જાય છે. તમે સૌ શાશ્વત સુખને ઈચ્છો છો કે નાશવંત? (તામાંથી અવાજ – અમને તે શાશ્વત સુખ જોઈએ છે) એ સુખ મેળવવા માટે સાધન કયા છે તે જાણો છો? તે સાધનામાં મન, વચન અને કાયા મુખ્ય ગણાય. કેવી રીતે? મનને સદુપયોગ સારાસારને વિવેક કરે, વચનને ઉપગ હિત, મિત અને પચ્ચ એવી સત્યવાણી બાલવી, કાયાને સદુપયોગ સંયમની સાધનામાં કરે. આ રીતે કરવાથી માનવીના જીવનમાં સાચા સુખના આનંદની અનુભૂતિ થાય છે. મન, વચન અને કાયાને દુરૂપયોગ કરવાથી માનવી દુઃખી થાય છે, નિરાશ બને છે. તેના વિચારની ધારા ‘ક્ષીણ બની જાય છે. મનુષ્ય નકકી કરવું જોઈએ કે મારે ઘડીકમાં હસાવી જાય અને ઘડીકમાં રડાવી જાય એવું દુઃખમિશ્રિત સુખ ન જોઈએ. બીજાની શાંતીને ભંગ કરે, એવું સુખ મારે ન જોઈએ. મેહરાજાની સેનાને પરાજિત કરી શાશ્વત સુખનું ધામ મોક્ષને મેળવ્યા પહેલા હું જંપીશ નહિ. શાશ્વત સુખની ભાવના એક માનવ માત્ર પૂર્ણ કરી શકે છે. એ ભાવનાની પૂર્તિ માટે બીજાને સુખ આપે, સગવડ આપે, એના દુઃખને દૂર કરવામાં તમારી પાસે જે શક્તિ હોય તેને સદુપયેગ કરે. જેના હૈયામાં સાચા સુખની ભાવનાને ભાનુ ઝળહળતું હોય છે તે માનવી કેઈનું પણ દુઃખ જોઈને રાજી થતો નથી, પણ સર્વ જીવોને મિત્ર બની પોતાની શક્તિ દ્વારા બીજાના દુઃખ દૂર કરી માનવજીવનને સાર્થક બનાવે છે. આત્મા સર્વ કર્મોને ક્ષય એક માત્ર માનવદેહના ગે જ કરી શકે છે.
દેવનુપ્રિયે! જૈન ધર્મના તત્વને સમજેલો સાચે શ્રાવક પાંચ ઈન્દ્રિયના વિષયથી મળતા સુખમાં અને સુખની સામગ્રી પૂરી પાડનાર ધનમાં એ કદી મોહ પામતે નથી. એ આત્મિકજ્ઞાન દ્વારા સમજે છે કે આ વૈભવ અને વિલાસ બધા વિનશ્વર છે. આ જગતમાં જીવ અને અજીવ એ બે મુખ્ય તત્ત્વ છે. આ બે તત્ત્વોમાં આખું જગત સમાઈ જાય છે. અનંત શક્તિને સ્વામી સચ્ચિદાનંદ, સહજાનંદ, શુદ્ધ