________________
૧૭
શારદા સિદ્ધિ
નગર છેડી વગડાની વાટે જતા શેઠ” – પુત્રના શબ્દ સાંભળીને શેઠના દિલમાં ખૂબ દુઃખ થયું પણ મૌન રહ્યા. પિતાને પરિવારને લઈ ઘર બંધ કરીને શેઠ બીજા ગામમાં આવ્યા. પુણ્યનો પાવર ખલાસ થઈ ગયો છે, એટલે ત્યાં પણ કઈ સહારે દેતું નથી. શેઠને દરરોજ સામાયિક કરવાનો નિયમ છે પણ સામાયિક કરે કયાં? બેસવા માટે એટલે તે જોઈએને ? ત્રણ દિવસ ગામમાં ફર્યા ત્યારે એક દયાળુ બહેને બેસવા માટે એટલે આપ્યો. શેઠે એક સાથે ત્રણ સામાયિક કરી લીધી. છેવટે ગામના પાદરમાં એક ઝૂંપડું બાંધીને રહેવા લાગ્યા. મહેનત મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. બંધુઓ ! અનાદિકાળથી સંસારનું ચક્ર આ રીતે ચાલી રહ્યું છે. સુખ પછી દુઃખ, ઉદય પછી અસ્ત, ચડતી પછી પડતી, અને ભરતી પછી ઓટ આવ્યા કરે છે. એમ સમજીને શેઠ કષ્ટના કપરા દિવસોમાં પણ ધર્મારાધના કરતા સમભાવથી દિવસો પસાર કરે છે. એ તો એક જ વિચાર કરે છે કે આ તે મારી કસોટીને સમય છે. જીવડા ! તું સજાગ રહેજે.
શેઠ પ્રત્યે પુત્રને પ્રપ”:- આમ કરતા દિવસો પસાર થયા. એક વખત ધરમચંદ શેઠને ખબર પડી કે ગામમાં કોઈ જ્ઞાની સંત પધાર્યા છે. સંત પધાર્યાની વાત સાંભળીને શેઠના રોમે રોમ ખીલી ઉઠયા. હૈયામાં હર્ષ સમાતું નથી. સ્નાનાદિ ક્રિયા કરીને શેઠ ગુરૂના દર્શને જવા તૈયાર થયા એટલે દીકરાઓ પૂછે છે બાપુજી! કયાં જ ચાલ્યા? ત્યારે શેઠ કહે છે મારા ગુરૂદેવના દર્શન કરવા અને વ્યાખ્યાન સાંભળવા.
ત્યાં તો ચારેય છોકરાઓ ગુસ્સે થઈને એકી અવાજે બોલી ઉઠયા પિતાજી! બહુ ધર્મ કર્યો. ધર્મ ધર્મ કરીને તમે સુખમાંથી દુઃખના દિવસે દેખાડયા. ધમને ત્યાં ધાડ પડી. ધર્મ પામે દુઃખડા ને સુખ સઘળા શયતાનને શું કહેવું ભગવાનને ધમી જીવો દુઃખ પામે છે ને શયતાને બધા સુખી છે. આટલી બધી લક્ષ્મી તમે દાનમાં વાપરી, ધર્મને માટે તમે જીવન કુરબાન કર્યું, છતાં આપણે કંગાળ તે બની ગયા, માટે હવે ભલા થઈને ઘરમાં બેસો. કંઈ ધર્મ કરે નથી ને વ્યાખ્યાન સાંભળવા નથી. પુત્રના મુખેથી આવા શબ્દો સાંભળીને શેઠના હૃદયમાં કોઈ ગોળી મારે એ ઘા વાગ્યો. એમણે પુત્રને સમજાવતા કહ્યું કે હે દીકરાઓ! દુ:ખ કે ગરીબાઈ એ તે આપણા પૂર્વકૃત કર્મોનું પરિણામ છે. એમાં ધર્મને શો દે ષ? ધર્મ તે જન્મોજન્મમાં સુખ સાહ્યબી અને સમૃદ્ધિ આપે છે. આ ભવમાં કરેલા દાન, સામાયિક તપ આદિ ધર્મક્રિયાઓ ભવિષ્યમાં મહાન ફળ આપનાર છે. વર્તમાનમાં આપણા જે કર્મોને ઉદય થયો છે એ તે આપણા પૂર્વકૃત કર્મોનું ફળ છે. માટે હે પુત્ર ! તમે આવા વચન બેલી ધર્મની નિંદા ન કરે. ક્ષય રોગથી શરીર જેમ ક્ષીણ થાય છે તેમ પાપકર્મના ઉદયથી દુઃખ, દરિદ્રતા આદિ કડવા ફળ ભોગવવા પડે છે અને ધર્મ કરવાથી તે કર્મો ક્ષીણ થતા જાય છે. માટે જે તમારે આ દુઃખને અંત લાવવો હોય તે ગુરૂદેવના દશને ચાલો. છોકરાઓ કહે છે. “અમારે નથી આવવું. તમે જાઓ.” શી, ૩