________________
જો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
૧૫
સહાયક છે, તેમની ભક્તિ માટે કાં તા કશે। ખર્ચ નહિ અથવા તે નહિ જેવા ખર્ચ ?’પણ કૃતજ્ઞતા ગુણુ હાય અને એથી દેવગુરૂના ઉપકારને તમને તમારી સમજ મુજબ પણ વિચાર આવ્યા કરતા હાય, તે તમને આવા વિચાર આવે ને ? દેવ-ગુરૂ-ધર્મની વાતમાં આવેલી તેાછડાઈ :
કૃતજ્ઞતા ગુણની ખામીને લીધે જેમ ભક્તિનાં કાર્યોંમાં માટી ખામી આવી જવા પામી છે, તેમ નમ્રતા ગુણની ખામીને લીધે દેવ-ગુરૂની આશાતના થાય એવી પ્રવૃત્તિઓ પણ વધતી જાય છે. તમારે જ્યારે કાઈ પણ મેાટા માણસને મળવાને માટે જવાનું હાય છે, ત્યારે તમને સ્વાભાવિક રીતિએ જ વિચાર આવે છે કે ત્યાં મારે કેવા વેષ આદિને ધારણ કરીને જવું જોઈએ તથા ત્યાં મારે કેવી રીતિએ પ્રવેશ કરવા જોઈએ, કેવી રીતિએ. નમન કરવું જોઈ એ, કેવી રીતિએ બેલવું જોઇએ અને કેવી રીતિએ જેમને હું મળવા જાઉં છું તેમના વચનને ઝીલવું જોઇએ.’ તેમાં ય જો રાજા-મહારાજા, વાઇસરાય કે ગવર્નર વિગેરેને તમારે મળવાને માટે જવાનું થાય, તે તમને કેટકેટલા વિચારા આવે ? આવી કેાઈ વિચારણાના અનુભવ, દેવ-ગુરૂની પાસે જવાની વાત વેળાએ, તમને થયા છે ખરો ? આજે દેવસ્થાના અને અન્ય ધર્મસ્થાનામાં આવનારા લેાકામાં, માટે ભાગે ઠસ્સા, ખુમારી અને બેદરકારી આદિ જોવાને મળે છે. ભગવાનની સમક્ષ વાત કરતાં પણ, ઠસ્સા અને સ્થાનના ગૌરવ પ્રત્યેની એકાળજી દેખાઈ આવે છે. અમુક આચારા રૂઢ થઈ ગયેલા છે, એટલે ખમાસમણાં દેવાં એ વિગેરે તેા થાય છે, પણ