________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાતા
૫૧૪
દઇને ચાલ્યા ગયા.
'
આ શું બન્યું ? ’–એવા વિચારમાં જ્યાં સાધુ મહાત્મા પાછળ જૂએ છે, ત્યાં તે વેશ્યા તેમની સામે આવીને ઉભી રહી. વેશ્યા એક તા રૂપવતી હતી અને તેમાં સાળે શણુગારને સજીને કામદેવના સામ્રાજ્યના સામર્થ્યને સ્થાપિત કરવાના કેાડવાળી બનેલી હતી. વેશ્યાએ તા એનાં નખરાં આદર્યાં.
સાધુ મહાત્માએ ચામેર ષ્ટિ ફેરવી લીધી. પોતાના સંયેાગોને પિછાની લીધા. ષડ્થત્રના ભેદને એ પામી ગયા. આવા વખતે કેમ વર્તવું, એનેા એમણે તત્કાળ નિર્ણય કરી લીધા. પછી વેશ્યા ઉપર એમણે એવી વેધક દૃષ્ટિ નાખી, કે જે દૃષ્ટિને વેશ્યા ખમી શકી નહિ. એ એકદમ પાછી હઠી ગઈ. એને થયું કે—આ સાધુ હમણાં જ મને પોતાની દૃષ્ટિથી આળીને ભસ્મિભૂત કરી દેશે.
સાધુ મહાત્માએ પાતાની તીક્ષ્ણ દૃષ્ટિને કાયમ રાખીને વેશ્યાને કહ્યું કે– તારે જે કરવું હોય તે કરજે, પણ મારાથી ત્રણ હાથ આવી રહીને કરજે. જો તું મારી પાસે ત્રણ હાથથી વધુ નજદિક આવી, તા તને જ ભારે પડી જશે.
વેશ્યા તા ડઘાઈ જ ગઈ હતી. એના બધા મનેરથા કકડભૂસ થઈ ગયા હતા. રાજાની આજ્ઞા હતી એટલે તેણીને રાત ત્યાં રહ્યા સિવાય ઉપાય નહાતા તેમ ભાગી છૂટવાને પણ કાઈ માર્ગ નહાતા; બાકી તા, એ વેશ્યા ત્યાં એક ક્ષણને માટે ય ઉભી રહે નહિ, એવી તે ગભરાઈ ગઈ હતી. આથી તે એક ખૂણામાં લપાઈ ગઈ.
વિચાર કરો કે—એ સાધુ મહાત્માએ વેશ્યાને કેવી દૃષ્ટિથી જોઈ હશે ? અવસરે બ્રહ્મચર્યનું રક્ષણ આમ થાય.