________________
બીજો ભાગ—શાસ્ત્રપ્રસ્તાવના
પર૯
શ્રુતના કહેનારનેા નથી, પણ તેને મિથ્યા રૂપે ગ્રહણ કરનારના મિથ્યાત્વના દોષ છે. એટલા માટે તા, આગળના વિશેષણમાં એ વાત પણ આવવાની છે કે—આ શ્રી ભગવતીજી સૂત્ર મિથ્યાત્વાદિ રિપુઓના દલનને માટે નિયુક્ત કરાએલું છે. જો આ સૂત્ર જ મિથ્યાત્વી વાકચોથી ભરેલું હાય, તેા એ મિથ્યાત્વનું દલન કરે કે મિથ્યાત્વને વધારી મૂકે ? તાત્પર્યાર્થ એ છે કે સ્યાદ્વાદ રૂપ અંકુશ વિનાનાં વાકયો મિથ્યાત્વી છે, પણ સ્યાદ્વાદ રૂપ અંકુશવાળાં વાકયો મિથ્યાત્વી નથી. નિત્યાનિત્યત્વ :
આ વિશેષણ એમ પણ સૂચવે છે કે—સ્યાદ્વાદની દૃષ્ટિને લક્ષ્યમાં રાખીને જ શ્રી ભગવતીજી સૂત્રને ભણવું, ભણાવવું, વાંચવું, વંચાવવું, સાંભળવું ને સંભળાવવું. અનેકાન્ત દૃષ્ટિથી જ વસ્તુનું યથાર્થ જ્ઞાન થાય છે. આ શ્રી ભગવતીજી સૂત્રને પણ જો એકાન્ત દૃષ્ટિથી જ વાંચવામાં આવે, તા સદુપયાગથી સિદ્ધિગતિને પમાડે એવું પણ આ સૂત્ર, દુરૂપયાગથી દુર્ગતિમાં ઘસડી જાય. આથી જ, શાસ્ત્રકારો કહે છે કે–શ્રી દ્વાદશાંગીની આરાધના કરીને અનન્તા તર્યાં અને વિરાધના કરીને અનન્તા મર્યા. જો સ્યાદ્વાદ આવડતા હાય, સ્યાદ્વાદના અંકુશના ખ્યાલ રહે, તા તા આ શ્રી ભગવતીજી રૂપી હસ્તિ મુક્તિમાં વસતિ કરી આપે છે. આત્માના નિત્યત્વ ધર્મનું જ્યારે વર્ણન ચાલે, ત્યારે તેને અનુકૂળ વાતા આવે અને આત્માના અનિત્યત્વ ધર્મનું જ્યારે વર્ણન ચાલે, ત્યારે તેને અનુકૂળ વાતા આવે. એ અન્ને પ્રકારની વાર્તાને સ્યાદ્વાદથી જ સંગત કરી શકાય અને સાચી ઠરાવી શકાય. આત્મા દ્રવ્ય સ્વરૂપે નિત્ય પણ