________________
૫૫૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો સમુન્નત જયકુંજર જેવાં સૂત્રોની લેવી પડે છે. એમાં એમને કઈ પણ પ્રકારની બાધા ઉપજે નહિ, એ પ્રયત્ન કરે, એ માત્ર શ્રમણોપાસકેનું જ કર્તવ્ય છે-એમ નહિ, પરંતુ સૌ કેઈનું એ કર્તવ્ય છે. કર્મશત્રુ સામેનું યુદ્ધ જેને ગમતું હેય, તે જે જે રીતિએ પિતાથી શક્ય હોય, તે તે રીતિએ મુનિઓ રૂપી યોદ્ધાઓને અનાબાધપણું પ્રાપ્ત થાય, તે માટે પ્રયત્ન કરવાને લલચાયા વિના રહે નહિ. એટલે ટીકાકાર મહર્ષિ આ પ્રયત્ન કરે, તેમાં નવાઈ જેવું કાંઈ છે જ નહિ. ટીકારચના અંગે અગત્યને ખૂલાસઃ
અહીં ટીકાકાર મહર્ષિ એક બહુ જ અગત્યને ખૂલાસે કરે છે. ટીકાકાર મહર્ષિ કેવા પ્રમાણિક છે, કૃતજ્ઞ છે, નિરભિમાની છે, તે વિગેરે આ ખૂલાસાથી જણાઈ આવે છે. તેઓશ્રી ફરમાવે છે કે “મારી પૂર્વે થઈ ગયેલા મુનિઓ રૂપી શિલ્પિઓએ રચેલી આ સૂત્રની વૃત્તિ અને શૂર્ણિ રૂપી નાડિકાઓ હાલ પણ વિદ્યમાન છે; એ વૃત્તિ અને શૂર્ણિ ઘણા શ્રેષ્ઠ ગુણવાળી પણ છે; પરંતુ તે પ્રમાણમાં નાની હોવાથી માત્ર મેટાઓને જ, એટલે કે-ઘણા મોટા બુદ્ધિશાળી આત્માએને જ વાંછિત વસ્તુના સાધનમાં સમર્થ બની શકે એવી છે. આથી હું એવી મેટી વૃત્તિને રચવાને આરંભ કરું છું, કે જે વૃત્તિ તેવા મેટા બુદ્ધિશાલી ન હોય, તેઓને માટે પણ ઉપકારક નિવડે. આ મોટી વૃત્તિની રચના પણ હું નિરાધારપણે કરવાનું નથી, પરંતુ હાલ આ સૂત્રની પ્રમાણમાં નાની એવી જે વૃત્તિ અને શૂર્ણિ છે તેનું તેમ જ બીજા શ્રી જીવાભિગમાદિ નામનાં સૂત્રે છે–તે સૂત્રોનાં વિવરણે રૂપ