Page #1
--------------------------------------------------------------------------
________________
SOCT
*
****
*
*
માન
VOLP
વ
(
(((
શ્રી. મJILLIMI રામui ધ્યાપul વ્યાખ્યાતાઃ પૂ.આ. શ્રી. પંજયલબ્ધિસૂરીવ૨જી મહારાજ
Page #2
--------------------------------------------------------------------------
________________
પૂ. જૈનરત્ન, વ્યાખ્યાનવાચસ્પતિ, કવિકુલકિરીટ આચાર્યદેવ શ્રીમદ્
વિજયલબ્ધિસૂરીશ્વરજી
મહારાજાએ બનાવેલાં
સ્તના
સજ્ઝાયા
સ્તુતિ ચૈત્યવન્દના
વિગેરેના એક જ ગ્રંથમાં સગ્રહ
નૂતનસ્તવનાવલી
*
આ પુસ્તક જેવડી જ સાઈઝ, ૬૦૦ ઉપરાન્ત પાનાં,
મજબૂત પૂંઠું ને સુંદર જેકેટ
⭑ મૂલ્ય : ચાર રૂપિયા
લખાઃ—
(૧) શાહ ચંદુલાલ જમનાદાસ, સં. શ્રી લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રંથમાળા, છાણી (જી. વાદરા
(૨) સેામચંદ ડી. શાહ, પાલીતાણા.
Page #3
--------------------------------------------------------------------------
________________
-
૪ જ આ નમ: શ્રી લબ્ધિસૂરીશ્વરજી જૈન ગ્રન્થમાલા-ગ્રન્થાક ૩૫
-
-
-----
-
-
--
-
-
ને
-
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
'
-
--
-
-
-
-
વ્યાખ્યાનકારઃ પૂ. પાંચાલદેશોદ્ધારક, ન્યાયામ્બેનિધિ, સ્વર્ગસ્થ આચાર્યદેવ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજાના અદ્વિતીય પટ્ટાલંકાર પૂ. સદ્ધર્મસંરક્ષક, પ્રૌઢપ્રતાપી, સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર–પૂ. જૈનરત્ન, વ્યાખ્યાન-વાચસ્પતિ,
કવિકુલકિરીટ આચાર્યદેવ શ્રીમદ્
-
-
-
વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ
- -
અવતરણુકારઃ વ્યાખ્યાનકાર પૂ. આચાર્ય દેવશ્રીના વિદ્વાન વિનેય પૂ. મુનિરાજ શ્રી વિક્રમવિજયજી મહારાજ
સયાજકને સંપાદક શાહ ચીમનલાલ નાથાલાલ (શ્રીકાન્ત)
-
-
-
-
-
Page #4
--------------------------------------------------------------------------
________________
: પ્રકાશક : શાહ ચંદુલાલ જમનાલાસ સં. શ્રી લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રન્થમાલા,
છાણી (જી. વડોદરા)
આ ગ્રન્થ મળવાનાં સ્થલો ૧. પ્રકાશક પાસેથી ૨. શ્રી જૈન પ્રવચન કાર્યાલય ઠે. શેઠ મનસુખભાઈની પોળ સામે,
કાલુપુર રોડ, અમદાવાદ ૩. શ્રી સરસ્વતી પુસ્તક ભંડાર .
હાથીખાના, રતનપોળ, અમદાવાદ ૪. સેમચંદ ડી. શાહ
કલ્યાણ પ્રકાશન મંદિર, પાલીતાણા ૫. શ્રાવક ભીમશી માણેક
૨૨૦, કીકા સ્ટ્રીટ, શ્રી ગેડીજીની ચાલ સામે, પહેલે મજલે, મુંબાઈ-૨
શ્રી વીર સં. ૨૪૭૮ વિક્રમ સં. ૨૦૦૯
ઈ. સને ૧૯૫૩ પ્રથમવૃત્તિ, પ્રત ૨૦૦૦ મૂલ્ય – ત્રણ રૂપીઆ
શાહ મણિલાલ છગનલાલ ધી નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રેડ-અમદાવાદ
Page #5
--------------------------------------------------------------------------
Page #6
--------------------------------------------------------------------------
________________
આ ગ્રન્થના પ્રકાશનમાં
આર્થિક સહાયક : ખંભાતનિવાસી વર્ગસ્થ શેઠ શ્રી
અમરચંદ પ્રેમચંદના સુપુત્ર સ્વ. શેઠ શ્રી ઉજમશીભાઇ ઠાકરશીભાઈના
સુ પુત્રો
Page #7
--------------------------------------------------------------------------
________________
ખંભાતનિવાસી સ્વ૦ શેઠ શ્રી ઉજમશીભાઈ ઠાકરશીભાઇનાં ધર્મપત્ની
ગં. સ્વ. સુશ્રાવિકા ભૂરીબેન
Page #8
--------------------------------------------------------------------------
Page #9
--------------------------------------------------------------------------
________________
પ્રકાશન અંગે આભારદર્શન
આભાર-દર્શનની વિચારણામાં, વ્યાખ્યાનકાર પુણ્ય પુરૂષ સૌથી પહેલા યાદ આવે તે સ્વાભાવિક છે. તેમાં ય, એ મહાપુરૂષના જ શુભ નામથી આ ગ્રન્થમાલા અંકિત થઈને અભિવૃદ્ધિને પામ્યા કરે છે.
આ પછી, એ જ આચાર્યભગવાનના વિદ્વાન વિનેયરત્ન પૂ. મુનિરાજ શ્રી વિક્રમવિજયજી મહારાજ યાદ આવે છે, કે જેમણે પૂ. આચાર્યદેવશ્રીનાં શ્રી ભગવતીજી સૂત્રને અવલંબીને અપાએલાં વ્યાખ્યાનેનું અવતરણ કરવાનું કષ્ટસાધ્ય કાય નિયમિતપણે કર્યું છે, તેમ જ, જેઓશ્રી, પિતાના અન્ય ગુરૂબધુઓની જેમ, આ ગ્રન્થમાળાના અભ્યદય પ્રત્યે સદા લક્ષ્ય આપતા આવ્યા છે.
આ પછી, એ અવતરણેને અભ્યાસ કરીને, આ ગ્રન્થમાં અપાએલાં વ્યાખ્યાનનું સાર રૂપે સાજન તથા સંપાદન કરનાર શ્રીયુત ચીમનલાલ નાથાલાલ શાહ (શ્રીકાન્ત) યાદ આવે છે, કે જેમણે પૂ. આચાર્યદેવશ્રીની પ્રત્યેના ગુરૂભક્તિના ભાવને જ પ્રધાન બનાવીને, પહેલા ભાગની જેમ આ બીજા ભાગના પણ સંજન અને સંપાદનનું કાર્ય કર્યું છે.
Page #10
--------------------------------------------------------------------------
________________
આ પછી, શેઠ શ્રી શાન્તિલાલભાઈ યાદ આવે છે, કે જેમણે મુંબઈમાં પૂ. આચાર્યદેવશ્રીનાં આ વ્યાખ્યાનનું શ્રવણ કરતી વેળાએ જ, વ્યાખ્યાને ચિરંજીવ સાહિત્યના સ્વરૂપને પામે–એવી ઈચ્છાને વ્યક્ત કરવા સાથે, પ્રકાશનમાં દ્રવ્યસહાય આપવાની ભાવના પણ દર્શાવી હતી અને આ પ્રકાશન એ ભાવનાના અમલને આભારી છે. શેઠ શ્રી શાંતિલાલભાઈ ખંભાતના શેઠ શ્રી અમરચંદ મેમચંદના કુટુંબના છે, કે જે કુટુંબ શાસનરાગ, ધર્મારાધન અને ઔદાર્ય માટે સુપ્રસિદ્ધ છે.
આ સ્થલે, શ્રી જન પ્રવચન કાર્યાલયને પણ યાદ કર્યા વિના ચાલે નહિ. આ ગ્રન્થના મુદ્રણ આદિનું તમામ કાર્ય શ્રી જૈન પ્રવચન કાર્યાલય હસ્તક કરાવાયું છે. ઓછામાં ઓછા ખર્ચે પણ પુસ્તકને સુશોભિત બનાવવાની પૂરેપૂરી કાળજી રાખવા બદલ તેમ જ અમેએ આ ગ્રન્થ શ્રી જૈન પ્રવચન સાપ્તાહિકના સને ૧૯૫૪ના ગ્રાહકેને ભેટ આપવાને નિણર્ય કરતાં તેમણે તે નિર્ણયને સહર્ષ વધાવી લીધે એ બદલ, અમે શ્રી જૈન પ્રવચન કાર્યાલયના મહાનુભાવ કાર્યકરેને અત્રે યાદ કર્યા છે.
ઉપયુક્ત સર્વને સાદર આભાર માનવા સાથે, આ ગ્રન્થમાળા પ્રત્યે સૌની મમતાને ઈચ્છીએ છીએ.
– પ્રકાશક,
Page #11
--------------------------------------------------------------------------
________________
સુનિશ્રી અભયચંદ્રવિજયજી-૩ ન
સમ્પાદકીય નિવેદન -
વર્તમાન શાસનના નાયક ભગવાન શ્રી મહાવીર પરમાત્માના પાંચમા ગણધરભગવાન શ્રી સુધર્માસ્વામીજીએ રચેલા અને નવાંગી ટીકાકાર તરીકે સુવિખ્યાત થયેલા આચાર્યભગવાન શ્રીમદ્દ અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ સટીક બનાવેલા–આ પંચમાંગસૂત્ર શ્રી ભગવતીજી સૂત્રને અવલંબીને, પૂ. જેનરત્ન, વ્યાખ્યાન–વાચસ્પતિ, કવિકુલકિરીટ, આચાર્યદેવ શ્રીમદ્ વિજયલધિસૂરીશ્વરજી મહારાજાએ વિ. સં. ૧૮૧માં સુરતમાં, ૧૯૮૨માં બુહારીમાં, ૧૯૮૮માં ખંભાતમાં, ૧૯૯૦માં પાલીતાણુમાં, ૧૯૯૧માં, સીરાહીમાં, ૧૯૩માં ખંભાતમાં, ૧૯૯૪માં ઈડરમાં, ૧૯૯૬માં ફેલાધીમાં, ૧૯૯૭માં બીકનેરમાં, ૧૯માં વડાલીમાં, ૨૦૦૦માં ખંભાતમાં, ૨૦૦૧ તથા ૨૦૦૨માં મુંબાઇમાં, ૨૦૦૩માં વાપીમાં અને ૨૦૦૫માં કરાડમાં વ્યાખ્યાને આપ્યાં હતાં. તે પિકી વિ. સં. ૨૦૦૧, ૨૦૦૨ અને ૨૦૦૩નાં વ્યાખ્યાનનું અવતરણ, પૂ. આચાર્ય દેવશ્રીના વિદ્વાન વિનચ-પૂ. મુનિરાજ શ્રી વિમવિજયજી મહારાજે કરી રાખેલું. એનું સંયેજન અને સંપાદન કરવાનું સદભાગ્ય આ સેવકને સાંપડે એવી સદગુરૂની સપા થઈ. એના જ ફલસ્વરૂપે, વિ. સં. ૨૦૦૯ માં આ બીજો ભાગ તૈયાર થવા પામ્યો છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
સજનપૂર્વક સંપાદન કરવામાં, ભાષા અને ભાવ બનેની જાળવણી કરવાની ભાવના હતી, પરંતુ મારાથી તેમ બની શક્યું નહિ, એટલે આ ગ્રન્થના પહેલા ભાગની જેમ આ બીજા ભાગનાં વ્યાખ્યાનેને પણ, પૂ. ગુરૂદેવશ્રીના ભાવને ગ્રહણ કરીને તેને મેં મારી ભાષાપદ્ધતિએ રજૂ કરવાને પ્રયત્ન કર્યો છે. આમ કરવામાં, જે કાંઈ પણ ક્ષતિ રહી જવા પામી હેય, તે મારી ઉણપોને આભારી છે અને આમાં જે કાંઈ પણ સારું છે, તે પૂ. ગુરૂદેવશ્રીને તેમ જ પૂ. મુનિરાજ શ્રી વિક્રમવિજયજી મહારાજને આભારી છે.
આ કાર્યમાં પૂ. ઉપાધ્યાયજી શ્રી જયન્તવિજયજી ગણિવર, પૂ. મુનિરાજ શ્રી ભાસ્કરવિજયજી મહારાજ અને પૂ. મુનિરાજ શ્રી નેમવિજયજી મહારાજ આદિએ પણ મને સહાયક બનવાની જે મમતા દર્શાવી છે, તેની પવિત્ર યાદને અહીં શબ્દદેહ આપવામાં હું ગૌરવ અનુભવું છું.
સાજન કરીને સંપાદન કરતાં, ભગવાન શ્રી જિનેધરદેવેની આજ્ઞાથી વિરૂદ્ધ જે કઈ પણ વચન આમાં અનુપયેગાદિથી આવી જવા પામ્યું હોય અગર તે મુદ્રણમાં દષ્ટિદેષાદિથી કે ટાઈપ તૂટી જવા વિગેરેથી જે કઈ ભૂલો રહી કે થઈ જવા પામી હોય, તો તે બદલ મિચ્છા મિ દુક્કડં જાહેર કરવા સાથે, વિવેકી વિદ્વાનોને તે સુધારી લેવાની અને મને સૂચવીને ઉપકૃત કરવાની વિનંતિ
Page #13
--------------------------------------------------------------------------
________________
થોડુંક શુદ્ધિ-સૂચન
એ
જ
છે
)
આ પુસ્તકના છપાએલા ફરમાઓ ઉપલક દૃષ્ટિએ જોતાં, કોઈ કોઈ સ્થલે અશુદ્ધિઓ રહી જવા પામી છે કે થઈ જવા પામી છે એમ જણાયું. નજરે ચઢેલી અશુદ્ધિઓમાંથી જે ખાસ મહત્ત્વની લાગી, તેની શુદ્ધિનું સૂચન અને કરાય છે. પં. અશુદ્ધ
શુદ્ધ : सिञ्जितस्य संशितस्य ...તચ, નાની... तस्य, सुवर्णमंडितो.
શી , નાના,.. ...તિક પર્યાય... રિત-પાયા दवक
दवरक कुलोत्पनै એવા નામથી એવા નામથી એવા નામથી
ઠેકાળે ૯૦ ત્રીજો
ત્રીજા કાને
કાવ્યોને सिज्ज्ञितस्य
संक्षितस्य કas. ८७ समर्थयो
समर्थयो कुलोत्पनै
कुलोत्पन्न
)
”).
फुलोत्पन्न
૨૧
ઠેકાણે
८७
.: ܗܳܢܳܐ ܝ - * ܝ ܐ ܀ ܝ .
૯૯ ૧૦૦
શ્રી
સેવવું
૧૦૫
થી. સેવાવું સં યય સૌભાત દરૂણ स्वरुपस्य જયકુંવરના स्वरुपस्य
સંયમ સુભાતુ દરૂણ
૧૯૫ ૨૦૫ ૨૦૭
૨૧૧
જયકુંજરના स्वरूपस्य
૨૧૨ ૧૬–૧૭-૧૮ ૨૧૩ ૪-૫
Page #14
--------------------------------------------------------------------------
________________
9.
૧૦.
શુદ્ધ શકનાર શાહુકારા
૧૦
૧૦.
દુ..
શકનારા શાહુકાર વા, ધીરવિ જયતિ, વહુ... જ્ઞાનદાન અથવા
૨૭૫
૧૭
જ્ઞાનજ્ઞાન અથવ.
૨૭૭
૩૧૦
I ! . ૩૪૪ ૩૪૮
લાવજે. શિખર
दम्बडिओ
૩૮૫ ૩૮૫
૩૯ ૪૦૫
શી આવજે. શિખરે दवहिपाए पजट्टियाए શકતા નથી. વ્યવહાઅન્ય આજ્ઞાભંગાદિ ઉપકારી કામાતુરેય
.
- ૨૪ - ૨૪ - - - - - - ૨૪ ૦૪
૪૦૮ ૪૩૪ ૪૪૩ ૪૫૧
મારાં
૪૫ર ૪૬૩ ૪૭૩
पजवट्ठीओ શકતા. व्यवहारઅન્યમાં અજ્ઞાભંગાદિ ઉપકરી કામ,રેય માર તે એ ખબર પણ જવાને લકાંતિક धम्मो અણહીલના સહિત હોય; स्याद्वाद મિધ્યત્વની
૪૮૨ ૪૮૮
એને ખબર પણ એણે કરવાને અનુત્તરવાસી धम्मो અવહેલના સહિત પણ હોય; स्याद्वाद મિથ્યાત્વની
૫૦૦ ૫૧૮
૫૨૪ ૫૪૨
Page #15
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાના બીજા ભાગની અનુક્રમણિકા
૧-માઁગલાચરણ અને અભિધેયઃ
મંગલ એ શાસ્ત્રથી કથ‘ચિત્ ભિન્ન પણ છે અને કથ ંચિત્ અભિન્ન
પણ છે :
મગલ શાસ્ત્રથી ભિન્ન કેમ ? મોંગલ શાસ્ત્રથી અભિન્ન છે ? એકેય વચન મિથ્યા નથી : ભાવમંગલની આચરાને રસ : નવની જ રચના કેમ કરી? મંગલ સાથે અભિધેયનું કથન : હિતશિક્ષા
ઉપકારી વ્યક્તિએ તે વસ્તુઓ કૃતજ્ઞતા અને નમ્રતા ઃ
...
આજના સાંસારિક વ્યવહારોમાં આવી જવા પામેલી કલુષિતતા વ્યવહારો કલુષિત અનવાર્થી ક્લેશમય બની ગયા છે : દેવસ્થાનામાં અને ધમસ્થાનામાં આવેલી ઉણપોનુ તથા ભક્તિની ખામીનુ મૂળ પણ શુ છે? દેવ-ગુરૂ ધર્મની વાતમાં આવેલી તેડાઈ સહેલાઈથી ધમને પામી શકે ...
...
...
સહેલાઈથી ધમને આરાધી શકે :
સુદેવના સ્વરૂપમાં નિશ્રિત બનવાની પહેલી જરૂર : એવા તા થાડા, પણ તમે શામાં? તત્ત્વત્રયીના સ્વરૂપને જાણવાની જરૂર : સુનિશ્રિત બનવું એટલે ?
⠀⠀⠀
::
⠀⠀⠀⠀⠀ ⠀
L
૯
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૬
૧૭
૨૦
* * *
2 2 2 8 8
૨૭
२८
૨૯
૩૦
૩૧
Page #16
--------------------------------------------------------------------------
________________
१०
રાગ-દ્વેષથી તે ધણું યાદ રાખા છો : જે રીતિએ હેતુ સરે તેમ હોય તે રીતિએ કહે : સામાન્ય-વિશેષને સબંધ : વિશેષ દ્વારા સામાન્યની સમજણ દૃઢ અને ઃ
...
...
કરવા ધારેલા કાર્યોના વધુમાં વધુ સમ્બન્ધ ચોવીસમા ભગવાન સાથે હોવાથી તેઓના નામનું ઉચ્ચારણ : શ્રી મહાવીર નામ વધુ વ્યવહારપ્રચલિત છેઃ શ્રી વર્ધમાન નામની સ્થાપના
...
શ્રી મહાવીર નામની સ્થાપના : દૃષ્ટિબિન્દુને ફરક શાથી ?
ભગવાનના ધીરપણાની અને વીરપણાની ઈન્દ્રે કરેલી પ્રશ'સા : એક દેવથી એ પ્રશંસા સહાઈ નહિ :
ઇર્ષ્યાળુએ ક્લિષ્ટ પરિણામોમાં રમતા હોય છેઃ ઈર્ષ્યાળુ અનેક દોષાને પાત્ર બને છે દૈવ ક્ષેાભ પમાડવાને માટે જાતે આવ્યા : દેવ હાર્યો :
...
યેાગ્યતા પહેલી જોઈ એ :
ટીકાકાર મહિષના હૈયાના વમાનભાવ:
446
નહિ
ચારિત્રપ્રેમ સાથે જ્ઞાનપ્રેમના સબધઃ
446
...
શકુન કરતાં શબ્દ આગળા : ચાર અતિશય :
સર્વોત્તમ કાટિના ચારિત્ર વિના સર્વોત્તમ કાટિનું જ્ઞાન પ્રગટે જ
શ્રી માતુષ મુનિવર : માટી ઉમ્મરે દીક્ષિત :
આ સાંભળીને હૈયે ચીરાડા પડ્યો?
જ્ઞાન જાણવાને માટે જ નથી પણ આચરવાને માટે છે ઃ
...
...
...
છુ ૨ ૪ ૪
૩૬
તે જે તે જે તે
૪૯
૪૯
૫૦
૫૧
પૂર
૫૪
૫૪
૫૫
૫૭
૬૦
૬૧
1
૬૨
૬૨
૬૩
Page #17
--------------------------------------------------------------------------
________________
યોગહનઃ જ્ઞાનાવરણીય કર્મને જોરદાર ઉદય : મુનિ અને તપઃ કેવાં પદે ગેખવાને આપ્યાં ? ... માતુષ નામ પડયું : ... આદર્શ : અનન્તજ્ઞાની બન્યા : ગૃહસ્થષમાં છતાં ગૃહસ્થભાવમાં નહિ : ... પ્રયત્ન જારી રાખે તે બેય યારી આપે : જ્ઞાન–જ્ઞાની-જ્ઞાનનાં સાધનની આશાતના : .. કર્મનું પરવશપણું ડંખે છે? .. ચાર અતિશયો સાથે પ્રગટે છે : નમસ્કાર એ ચમત્કાર છે: ... શ્રી બાહુબલિજીએ નમવામાં નાનમ માની ત્યાં સુધી કેવલજ્ઞાન
થયું નહિ . .. . પૂને નમવામાં જ મોટપ : થી સુધર્માસ્વામીજીને નમસ્કાર .... આમાં આશાતના નથી : ... શ્રી સુધર્માસ્વામીજીની લક્ષ્મી : ... ગણધરભગવાનને ય ઉપકાર .... પૂર્વકાલીન સર્વ મહાપુરૂષોને નમસ્કાર : આત્મામાં આ દૃષ્ટિ પેદા થવી જોઈએ : ... વાણુનો ઉપકાર : સર્વસવાણી સર્વ નથી સંપૂર્ણ : આરાધે તે તરે ને વિરાધે તે ડૂબેઃ સર્વ કલ્યાણનું મૂળ સર્વજ્ઞવાણું : બીજા લેકનો ત્રીજા ગ્લૅક સાથેનો સંબંધ
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૨
ત્રીજા શ્લોક સાથેના સંબંધથી શુ સૂચિત કરાયું છે? આધાર લઈને ખેલવાની શાસનની પદ્ધતિ : નિરાધારપણે ખેલવાને નાલાયક : ચોગ્ય આધાર લેવામાં ગૌરવની હાનિ નથી : ચારી કરીને લેખક તે કવિ તરીકે પંકાવા મથનારા ય છેઃ
શાસ્ત્રપ્રસ્તાવના—વિભાગ
પ્રસ્તાવના કાને કહેવાય
૨-સમુન્નત કુંજર જેવું શ્રી ભગવતીજી :
શાસ્ત્રપ્રસ્તાવના :
444
શ્રી ભગવતીજીને જયકુંજરની ઉપમા : જયકુ જરથી જેની પાસે જયકુંજર તે જીતે સેચનક નામના જ્યકુંજર : કઢિયારા મુનિની અવજ્ઞા : કૈવી અવળી ગંગા વહી રહી છે? મેક્ષને માટે જ સાધુપણાને ઉપદેશ ઃ એવાને અમે દીક્ષા આપીએ નહિ : નિન્દા કરવાની કુટેવ કઠિયારા મુનિથી અવજ્ઞા સહાઈ નહિ : એક દિવસ વિદ્વારને રોકવાની વિનંતિ : જેવા પ્રસંગ હાય તેવા ઉપાય અજમાવાય :
***
***
066
.46
446
...
પણ જય અપાવવાની જબરી શક્તિ આ ક્ષેત્રમાં છે :
...
066
લાકની સાન ઠેકાણે આવી : શ્રી અભયકુમારની મનેાવૃત્તિ ઃ
શ્રાવકને સર્વ ભાવનાઓમાં પ્રધાન ભાવના સાધુજીવનને પામવાની હાવી જોઇએ :
...
८०
૯૧
૯૩
૪
૯
૯૭
૯૮
૯૯
૧૦૦
૧૦૧
૧૦૨
૧૦૩
૧૦૪
૧૦૫
૧૨૬
૧૦૬
૧૦૮
૧૦૯
11
૧૧૧
૧૧૩
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૩
૧૧૪
-
૧૧૭
૧૨૧
છે. આ પ્રસંગ લેવાને હેતુ : ... “રાજ્ય લેવું કે નહિ?”—એને ભગવાનને પૂછીને નિર્ણય
કરવાનો વિચાર : ... દીક્ષા લેવાને માટેની આજ્ઞાની માગણું ? ...
૧૧૫ મેહના જેર સામે ધર્મરાગનું જોર ફાવ્યું : ...
૧૧૭ પુત્રની ને માતાની દીક્ષા : ••• •••
૧૧૮ પરીક્ષા કરીને ગાદી ઍપાતી : ...
૧૧૮ જેના સારા માટે તે જ દુશ્મન બને : ...
૧૧૯ પિતાને કેદખાને નાખીને રાજ્ય પડાવી લીધું :
૧૨૦ સંસારમાં શું સંભવિત નથી ?... ... કણિકનો વૈરભાવ પૂર્વભવથી જ હતો : ...
૧૨૨ વૈરભાવ સામે સાવધ રહેવાની જરૂર : ...
૧૨૩ ચેલ્લાદેવીની પતિભક્તિ • • •
૧૨૪ કુણિકને પુત્રમોહ :
૧૨૪ પુત્રપ્રેમની અતિરેકતામાં ગૌરવ અનુભવ :
૧૨૫ કેટલાના પુત્ર બન્યા ને કેટલાને પુત્ર બનાવ્યા ?
૧૨૬ કુણિક એ જીવ હતું કે એને ભગવાનેય ફળે નહિ? ... ૧૨૭ એલણદેવીને મળેલી તક : ... ...
૧૩૦ ચેલ્લણદેવીએ શ્રી શ્રેણિકના પુત્રપ્રેમની રજૂ કરેલી હકીક્ત : ૧૩૦ પ્રતિભક્તિ વિના આવું બેલાય નહિ : ...
૧૩૨ કુણિકતું હૃદયપરિવર્તન અને શ્રી શ્રેણિકનો પ્રાણત્યાગ : ... ૧૩૩ કલ્પનાઓ કેવી ઠગારી પણ નિવડે છે? ... ... ૧૩૪ શોકથી બચવા સ્થાન છેડ્યું :
૧૩૫ શ્રી હલ–વિહલની પાસેથી હાથી વિગેરે લઈ લેવાને રાણી પદ્માવતીને કૂણિકને આગ્રહ : ...
૧૩૫ કામરાગને નાચ :
૧૩૭ કણિકની માગણી : ... ... ... ૧૩૮
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૪
મમત્વ મન્દ બને ને મરે એવું કરે .. ... ૧૩૯ શ્રી ભરતજીના ૯૮ ભાઈઓના પ્રસંગની યાદ : ... ૧૪૦ શ્રી હલ–વિહલ વૈશાલી પહોંચી ગયા : ... ... ૧૪૧ કુણિકની વિચિત્ર મનોદશા : ... ...
૧૪૧ શ્રી જિનવચનને રસ તારે ને સ્વવચનને રસ ડૂબાવે ? .. ૧૪૨ કામ ખરાબ કરે અને લોકનું સન્માન સારૂં મેળવે એવું પણ
પાપાનુબંધી પુણ્યના ઉદયે બને : ... ... ૧૪૩ કૃણિકના દૂતને શ્રી ચેટક રાજાએ આપેલે જવાબ : ... ૧૪૫ શ્રી ચેટક રાજાની પરાક્રમશીલતા અને ગુણસમ્પન્નતા : ... ૧૪૬ કૃણિકનું યુદ્ધને માટે પ્રયાણ ...
૧૪૭ કૂણિકના દશેય ભાઈઓ ભરાયા :
૧૪૮ દૈવી સહાય મેળવવાનો પ્રયત્ન :
૧૪૯ શ્રી ચેટકને ભાગવું પડયું : ...
૧૫૦ જયકુંજર દ્વારા જીત મેળવવાને શ્રી હલ–વિહલનો પ્રયાસ :
૧૫૦ કુણિકે હાથીને મારવાનો કરેલ ઉપાય : ...
૧૫૧ સેચનક હાથી જાણી ગયે ને થંભી ગય : ...
૧૫૨ હાથીને તિરસ્કાર :
૧૫૨ પશુ છતાં પણ કૃતજ્ઞ : ••• સેચનક મૃત્યુને ભેટો : ...
૧૫૪ શ્રી હલ્લ–વિહલ્લનો પશ્ચાત્તાપ :
૧૫૫ જયકુંજર અને શ્રી ભગવતીજી જય અપાવે, પણ બન્નેના યોગે મળતા જેમાં મેટે ફરક છે : ...
૧૫૫ સમુન્નત વિશેષણથી કયા વિશેષનું સૂચન છે? .. સમુન્નતનો ઉત્તમ અર્થ સ્થાને નથી : ...
૧૫૭ સમુન્નત વિશેષણથી ભરયુવાવસ્થાનું સૂચન :
૧૫૮ અંબાડી વિગેરેથી મંડિત પણ : ... શોભે, શોભા આપે ને જય અપાવે ? .
• ૧૬૦
૧૫૩
૧૫૬
Page #21
--------------------------------------------------------------------------
________________
૩-પદ્મપદ્ધતિનુ લાલિત્ય :
લલિત પદપદ્ધતિથી પ્રમુદ્જનના મનનું રંજન કરનાર ઃ ચાલ સૌથી પહેલી સારી જોઈએ :
લાલિત્ય પદમાં નહિ પણ પદપદ્ધતિમાં : પદપદ્ધતિ લલિત હાવા છતાં પણ તે પ્રમુદ્ધ જતાના મનનુ
રજન કરી શકે છે :
...
યશા બ્રાહ્મણીનું રૂદન : કર્મીના ઉદયને સમભાવે વેદો :
૧૬૩
હિતકારી પણ સમજાય તેવુ કહેવાય :
૧૬૫
ભેંસ આગળ ભાગવત :
૧૬૫
...
પ્રબુદ્ધ જન એટલે વિદ્વાન અને અધિકારસંપન્ન એવા મુનિજન : ૧૬૬ જોડકણાંની પદ્ધતિમાં લાલિત્ય :
૧૬૮
લલિત પદપદ્ધતિના વિષયમાં શ્રી કપિલ કેવલજ્ઞાનીનું ઉદાહરણ : ૧૬૮
૧૬૯
૧૭૦
૧૭૧
૧૭૨
૧૦૩
૧૭૪
૧૭૫
૧૭૭
૧૭૮
૧૦૯
૭૯
૧૮૦
૧૮૧
4.0
કના બન્ધનને તેાડવાનો પુરૂષાર્થ કરવા જોઈએ :
માતાનો ખૂલાસા :
...
સ ંપત્તિનું કારણ ગુણુ કે પુણ્ય ? એ જ્ઞાનપ્રેમ નથી :
દાસીના દુઃખે દુ:ખી કપિલ આને ધ્યા ન કહેવાય : કપિલ પકડાયા :
સ્ત્રીજનના સંસર્ગથી દૂર રહેવુ :
દાસીની ગરીખી :
૧૫
કપિલે ઈન્દ્રદત્ત પાસે જઈને અભ્યાસ શરૂ કર્યો : કપિલનો દાસી સાથે સબંધ :
...
...
...
...
લોકા પ્રાયઃ મૂઢની જેમ પ્રવતી રહ્યા છે, સદુપદેશ જોઇએ તેવા ફળતા નથી : આવે આપત્તિ તે મળે સંપત્તિ—અમેય અને
...
....
...
...
...
0.0
...
...
...
...
...
...
૧૬૧
૧૪૧
૧૬૨
માટે સદ્ધર્મના
૧૮૨
૧૮૩
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૬
કપિલ ઉપર રાજાના માભાવ :
કપિલની વિચારણામાં કૈાનુ પ્રતિબિમ્બ?
મળવાની સંભાવના લાગી નહાતી માટે ઈચ્છા નહાતી : એ માસા સાનાને બદલે સા સાનૈયાની ઈચ્છા : હજાર સાનૈયાની ઈચ્છા :
લાખ સાનૈયાની ઈચ્છા :
કરાડ–સા કરાડ–હજાર કરોડ સાયાની ઈચ્છા :
:
લાભને વશ પડેલાઓની થતી દુર્દશા કપિલની વિચારણામાં આવેલા પલટો : દાંક્ષા અને કેવલજ્ઞાન :
આ વૃત્તાન્તરે વાંચતાં તે સાંભળતાં શું થાય ? દારૂણ્યુ અટવીમાં પાંચસા ચારાને પ્રતિધવાને ગયા : સસાર રૂપ દારૂણ અટવીમાં સાવધગીરીથી રહ્યા છો ? ચારાએ નચાવ્યા ‘મુનિવર નોંધ્યા : પાંચ સા ચારાને દીક્ષા દીધી :
*
::
મનનું રંજન કયારે કહેવાય ?
સૂત્રેાની રચના શ્રુતજ્ઞાનિએ જ કરે પણ વલજ્ઞાતિએ કદી પણ સૂત્રેાની રચના કરે મહિ :
સાચા પ્રમુદ્દો સંસારને તજનારા : પદ્મપદ્ધતિ આકર્ષક પણ નિવડે અને અર્થરોધક પણુ નિવડે : વચનના પ્રિયત માટે લલિત પદ્મપદ્ધતિ આવશ્યક છેઃ આ વિશેષણ સૂત્ર પ્રત્યે આકર્ષણ કરનાર છે
૪–અવ્યય સ્વરૂ૫ :
ઉપસના નિપાતના સમયે ય અવ્યય સ્વરૂપવાળુ` : ક્યું સ્વરૂપ અવ્યય છે ?
અહી સ્વરૂપને અવ્યય શ કહ્યું? જય અપાવનારે ય ખરા તે અજેય પણ ખરું :
...
:::
૧૮૪
૧૮૫
' ૧૮૫
૧૮૬
૧૮૬
૧૮૭
૧૮૦
૧૮૮
૧૮૯
૧૯૦
૧૯૨
૧૯૩
૧૯૪
૧૯૫
૧૯૬
૧૯૭
૧૯૮
૨૦૦
૨૦૧
૨૦૨
૨૦૪
૨૦૫ ૨૦૫
૨૦૬ ૨૦૭
Page #23
--------------------------------------------------------------------------
________________
૨૦૮
સેચનકની અજેયતા : જ્યકુંજરની જેમ શ્રી ભગવતીજી સૂત્રનુંય અવ્યય સ્વરૂપઃ ૨૧૦ માત્ર “અવ્યવહિપચ” એમ કેમ નહિ કહ્યું? ૨૧૧ ગમે તેવા ઉપસર્ગો આવી પડે તે ય અવ્યય : ... ૨૧૨ અજેય રહે અને આધાર લેનારને આ લેકમાં પણ અને
પરલોકમાં પણ જય અપાવે : ... ... ૨૧૩ . બીજા વિશેષણને બીજી દષ્ટિએ વિચાર અને ઉપસર્ગો, નિપાતો તથા અવ્યય સંબંધી કાંઈક ખૂલાસ :
૨૧૫ બીજી રીતિએ વિચારવાનું કારણ: ...
૨૧૭ આ અર્થ જયકુંજર પક્ષે પણ ઘટી શકે : • ૨૧૭
પ-શબ્દમાં રહેલી ઘનેદારતા : ત્રીજા વિશેષણમાં શબ્દ સંબંધી વર્ણનઃ ....
૨૧૯ સંગીતના સ્વરમાં કયા સ્વરની કેનામાં વિશેષતા ? ૨૨૦ શ્રી કલ્પસૂત્રમાં હાથીના શબ્દનું વર્ણન .. પ્રત્યેક શબ્દમાં ગાંભીર્ય અને મહાય : ..
૨૨૧ તુચ્છ અને કર્ણકટુ વાણી નહિ બલવી : ... ગંભીર ને કર્ણપ્રિય વાણી હિતકારી જ જોઈએ: ૨૨૩ શિષ્ટ જોને અભિપ્રાય જ કિંમતી ગણાય :
દુ-લિંગ અને વિભુક્તિ ઃ લિંગ અને વિભક્તિથી યુક્ત પદની વ્યાખ્યા : બીજા પ્રકારે અર્થ: ....
૭મ્નસિદ્ધિઃ સદા અથવા શ્રેષ્ઠ છે પ્રસિદ્ધિ જેની : ... સદાખ્યાતને બીજા પ્રકારે અર્થ: ... ઔદયિક ભાવમાં સર્વોત્કૃષ્ટ ભાવ શ્રી તીર્થંકર નામકર્મના ઉદયને
. . ૨૩૧
૨૨૨
ભાવ :
Page #24
--------------------------------------------------------------------------
________________
ઔદયિક ભાવની સામગ્રીની સફળતા પ્રશસ્ત ક્ષાયોપથમિક
ભાવથી ને ક્ષાયિક ભાવથી : ... ... ૨૩૨ સર્વ ક્ષણે શ્રી જિનપૂજાઃ ... દયિક ભાવને ગૌણ બનાવીને પ્રશસ્ત ક્ષાપશમિક ભાવને વળગતા જવું જોઈએ . . . ૨૩૪
૮-સલક્ષણઃ
૨૪૦,
જયકુંજરની જેમ આ સૂત્ર પણ સારાં લક્ષણોવાળું છેઃ ૨૩૬ સારાં લક્ષણવાળાંઓનું પગલું સારા માટે: વાણીઓ શ્રી શ્રેણિકને વળગી પડ્યો તો વિવેકી શ્રી ભગવતીજી. સૂત્રને વળગી પડે નહિ એ બને કેમ ?
... ૨૩૯ ૯-દેવતાધિષ્ઠિતઃ દેવતાધિષ્ઠિતપણાનું વર્ણન:
૧સુવર્ણમંડિત ઉદ્દેશકઃ જયકુંજર પક્ષે વિચારણુ •
૨૪૩ શોભનિક પણ ચીજને વિષયરાગથી ન જેવી:
૨૪૪ શ્રી ભગવતીજી સૂત્ર પક્ષે વિચારણું : ...
૨૪૬ બીજા અર્થમાં જ્યકુંજર પક્ષે વિચારણું :..
૨૪૭ બીજા અર્થમાં શ્રી ભગવતીજી સૂત્ર પક્ષે વિચારણાઃ ... ૨૪૮ પ્રશંસામાં પણ તારવાની તાકાત:
•.. ૨૪૯ મહારાજાને દિલમાંથી કાઢીને દાઢમાં ઘાલવાનું સામર્થ્ય આ - જ્ઞાનથી આવે છે... ... .
. ૨૫૧ મેહરાજાનો માર ખાનારા આત્માઓ અને મેહરાજાના મારથી બચી જનારા આત્માઓ :
૨૫૩ સૂત્રજ્ઞાનથી મુનિને લાભ કે ?
૨૫૪.
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૯
૧૧હાથીનુ તે સૂત્રનું આચરણ :
જયકુંજરની જેમ શ્રી ભગવતીજી સૂત્રનું નાનાવિધ, અદ્ભુત તે
પ્રવર આચરણ છે
જયકુંજર પક્ષે આ વિશેષણથી મુંઝવણ : શ્રી ભગવતીજી સૂત્ર પક્ષેય આ વિશેષણથી • ય તે આશ્રિત જયકુજરનાં અનેકવિધ પણ ખરાં અને પ્રવર પણ ખરાં :
અદ્ભુતતા :
પ્રવરતા :
જયકુંજર અંગે દુન્યવી દૃષ્ટિએ જ વિચારણા થાય : આધ્યાત્મિક દૃષ્ટિએ જયની વિચારણા : ચાલ રૂપ આચરણમાં પણ– અદ્ભુતપણું અને પ્રવરપણું રહેલુ છે : હાથી ચાલ્યેા જાય ને કુતરાં ભસ્યાં કરે :
...
...
...
..
100
મુઝવણુ : આચરા—અદ્ભુત
...
માન-પાન સબંધી અને બીજા પણ અનેક આચરણા અદ્ભુત તથા પ્રવર હાય છે :
આચરણ જડતુ પણ હાઈ શકે :
...
...
.
કુપાત્રે પડેલી વિદ્યા નાશક નિવડે છે’–એવી કહેવતને ચરિતાર્થ કરનારી વિકારી દૃષ્ટિ :
64.
...
...
:
...
૨૫૬
૨૫૭
૨૫૮
૨૫૮
૨૬૦
૨૬૧
૨૬૨
૨૬૩
૨૬૫
૨૬૭
૨૬૮
૨૭૧
૨૦૩
શ્રી ભગવતીજી સૂત્રનું જ્ઞાનદાન રૂપ આચરણ : કેવા પ્રકારનું જ્ઞાન આપવાથી જ્ઞાનદાન અધમ કાટિનું ગણાય ? ૨૫ જ્ઞાની જો જીવહિંસાના પ્રેમી હાય તા એ સાચે નાની નથી પણ મિથ્યાજ્ઞાની છે :
શ્રી જિનશાસન સર્વોપકારી છેઃ
બધાં જ્ઞાનદાન પ્રશંસનીય નહિ :
શ્રી ભગવતીજી સૂત્રનું જ્ઞાનદાન રૂપે આચરણ નાનાવિધેય છે, અદ્ભુતૈય છે તે પ્રવરેય છે:
શ્રી ભગવતીજી સૂત્રમાંની ચરિત–કથાઓ :
૨૭૮
૨૭૯
૨૮૧
૨૨
૨૮૩
૨૮૫
Page #26
--------------------------------------------------------------------------
________________
-
૨૦
•••
૨૮૯
ર૯૦ ૨૯૧ ૨૯૪
:
:
૨૯૪
:
૨૯૬
:
:
૨૯૮
૨૯૯
३०० ૩૦૨
૩૦૩
મુનિવેષની મહત્તા : શ્રી પ્રસન્નચન્ટે કાચા વૈરાગ્યે દીક્ષા નહોતી લીધી : ... શ્રી પ્રરાજચન્દ્રનાં માતા-પિતા :
• પિતાના સંસ્કારે : માતાના સંસ્કાર : .. શ્રી પ્રસન્નચન્ટે શાથી દીક્ષા લીધી ? દીક્ષા બાદ ઉગ્ર તપ આદર : “શીમા ધર્મસાધના’નું રહસ્ય: દેના શરીરને નહિ વખાણતાં માનના શરીરને વખા
સુવાનું કારણ માત્ર ઉપાદાન કારણને માનનારાઓને હિતશિક્ષા : એક ઘોડેસ્વાર ઉપર સારી અસર : બીજા ઘેડેસ્વાર ઉપર ઊલટી અસર : અન્ય કારણની પણ અસર : કેની નિન્દા-પ્રશંસાની કિંમત અંકાય ? પ્રશંસાની કે નિન્દાની અસર નહિ : મનમાં યુદ્ધનો આરંભ : તરંગેની શ્રેણિ: પુનઃ વિવેકમાં : મમતા દેવી નહિ પણ ડાકણ : કેવલજ્ઞાન : मन एव मनुष्याणां कारणं बंधमोक्षयोः। કુપાત્ર સારાને ખરાબ અને સુપાત્ર ખરાબને સારૂં બનાવેઃ ...
૧૨-સૂત્રદેહ ઃ સૂત્ર રૂપ દેહનું પ્રમાણ: ...
... ૧૩-ચાર અનુયેગે ઃ ચાર અનુગો રૂપ ચાર ચરણ :
૩૦૪ ૩૦૪
૩૦૫ ૩૦૬ ३०७ ૩૦૮
૩૦૮ ૩૧૦ ૩૧૦ ૩૧૨
૩૧૩
•••
૩૧૫
Page #27
--------------------------------------------------------------------------
________________
૩૧૬
૩૧૯
૩૨૨
૩૨૫
૦. ૦.
આ સૂત્ર પ્રદિપાદનાત્મક શલિવાનું નથી પણ પ્રશ્નોત્તરાત્મક
શિલિવાળું છે તેથી ચારેય અનુગોથી યુક્ત છેઃ ... અનુગો ચાર જ કેમ ? ...
૩૧૭ અનુયેન કેને કહેવાય? ..
૩૧૮ ચરણ તરીકે અનુયેગની ઘટના બંધબેસતી છેઃ .... પિતપોતાના વિષયે બલવાનઃ
૩૨૦ ચાર અનુગોમાં દ્રવ્યાનુયેગને સર્વપ્રધાન કહેવામાં રહેલી દૃષ્ટિ : ૩૨૦ બલવત્તાની દષ્ટિએ ચરણ-કરણુંનગની બીજા અનુયોગથી
શ્રેષ્ઠતા : ••• • •• બાકીના ત્રણ અનુગો ચરણ-કરણનુયેગના હેતુ રૂપ છે : ... ૩૨૩ ચરણમાં વ્યવસ્થિત થયેલે જ બાકીના ત્રણ અનુયોગોના
ગ્રહણ માટે સમર્થ બને છે : ચઢીયાતાપણું દ્રવ્યાનુયેન્ગનું પણ ચરણ—કરણાનુગ વિના
બાકીના ત્રણમાં પ્રવૃત્તિ નહિ : ચરણ-કરણને આધાર : •••
૩૩૦ કથાપ્રસંગો ય કેમ ભૂલાય છે? ...
૩૩૧ -નુપૂર–પંડિતાના પ્રસંગ સાથે સંબંધ :
૩૩૨ ચિત્તની ચંચળતાથી શીલભ્રષ્ટતા : પરપુરૂષ સાથે:
૩૩૪ સાસરાએ જોઈ જવું :
૩૩૪ દુલાએ અજમાવેલે દાવ: ...
૩૩૫ દુઝિલાના દાવની સફળતા : .
૩૩૬ દુર્ગિલાનું સન્માન ખ્યાતિને પ્રયત્ન નહિ કરતાં, સારું કરવાનો અને સારા
બનવાનો પ્રયત્ન કરે : ••• ડિસાએ ઉંધ ગુમાવી : ...
૩૩૮ રાજાની એક કુલટા રાણીનું ચરિતઃ ... મુમુક્ષુભાવને ઉત્તેજિત બનાવે ?
૩૩૩
૩૩૭
૩૩૭
૩૩૯
૩૪૦
Page #28
--------------------------------------------------------------------------
________________
૩૪૩
૩૪૪
૩૪૫ ૩૪૬
૩૫૦
૩૫
મહાવતે રાણીને મારવા માંડી :
૩૪૬: સહનશીલતા કે વિષયલાલસા ?
૩૪૨ ધિ શમે ને કામે પુનઃ કાબૂ મેળવ્ય : ...
૩૪૩. ડિસે નિરાંતે ઊંઘી ગયે : ...
સાએ રાજાને બનેલી હકીકત કહી : ... રાજાની પરીક્ષા અને ખાત્રી : સારે રાજા કે હેાય ? ... હાથીને પર્વતના શિખરે ચઢાવીને પડતું મૂકાવવાની રાજાની આજ્ઞા :
૩૪૮ એક પગે ઉભા રહેવાની આવડતના યોગે મળેલું અભયદાન :
... ••• • કથા-પ્રસંગને ઉપનય : ...
૩૫૧ સારું લક્ષ્ય હોય તે ચરણ-કરણનુગ પરમ ઉપકારક ... મુનિ બનવાની ભાવના છે ?...
૩૫૩ કર્મોદય અન્તરાય કરનારે હોઈ શકે છતાં ય મુનિપણની ભાવનાને વેગ આપ્યા કરે :
૧૪-જ્ઞાન-ચરણ: જ્ઞાન–ચરણ રૂપ નયનયુગલ :
૩૫૬. દેખાડનાર અને દેરનારઃ ...
૩૫૭. જ્ઞાન અને ચરણનું દાન કરે છે:
૩૫૮. જેને જ્ઞાન–ચરણરૂપ નયનયુગલની પ્રાપ્તિ થાય છે, તે આન્તરિક અને
બાહા દુઃખોથી બચીને આન્તરિક અને બાહ્ય સુખને પામે છેઃ ૩૫૯ જ્ઞાન–ચરણને કાર્ય-કારણને સંબંધ : .. ... ૩૬૧ ભણતર, ગણતર અને રળતરએ ત્રણેયની જરૂર : ... ૩૬૩ તમાસ જાણવામાં ધૂળ પડી : ...
••• ... ૩૬૪ જાણકાર લૂંટાય તો તેને વધારે દુઃખ થાય ? જ્ઞાન અને ચરણ પરસ્પરની નિશ્રાએ જ મુક્તિસાધક બને? ...
૩૫૪
o
Page #29
--------------------------------------------------------------------------
________________
ર૩
૩૭૦
૩૭૩.
૩૭૪
૩૭૮
૩૭૯
૩૮૦
•••
૩૮૧
જ્ઞાન અપ્રતિપાતી ગુણઃ ...
૩૬૯વૈયાવચ્ચ ગુણ: ... જ્ઞાનની મહત્તા : ...
૩૭૧. ક્રિયા જ ન હોય તે જ્ઞાનને સફલ કેણ બનાવે ?
૩૭૧ જ્ઞાન–ચરણ ઉભયમાં રહેવું : ... જ્ઞાની સન્ક્રિયાને પક્ષપાતી હેય : બેયની પ્રધાનતા લાગે :
૩૭૫ જે જ્ઞાની ક્રિયાશીલ બને તે તરે :
૩૧૭૬ જ્ઞાન અને ક્રિયાની અપેક્ષા : .. સદાચરણ ધર્મ તરફ આકર્ષે : સમજ સાચી જોઈએ અને ક્રિયા સારી જોઈએ : સાચું કલ્યાણ ભાવનેત્રથી જ થાય : ... ભાવનેત્રયજ્ઞ: ...
૩૮૩. ૧૫-દ્રવ્ય-પર્યાય : બે દન્તકુશલે ...
३८४ સ્યાદ્વાદની મહત્તા : કેઈ નય વસ્તુતઃ બેટ નથી :
૩૮૬ શ્રી જૈન દર્શનનાં બધાં ય વાક્યો સાચાં અને અન્ય દર્શનનાં બધાં ય વાકળ્યો ખોટાં કેમ ?
૩૮૭ દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક કોને કહેવાય? ... ગુણ સહભાવી અને પર્યાય ક્રમભાવી : અજ્ઞાનને રસ ઉપજે ક્યાંથી ? ...
૩૯૧ તમને રસ નથી તેનું કારણ શું ?
૩૯૨ શ્રાવકની ફરજ: ....
૩૯૩ નયવાક્યો મિથાવાક્યો જ છે–એમ ન કહેવાય ?
૩૯૪ એ નમાં દ્વાદશાંગીને સાર: ...
૩૯૬ આ નયોને દત્તમુની ઉપમા શા માટે ? ...
૩૮૫
•••
૩૮૮
૩૯૦.
૩૯૭
Page #30
--------------------------------------------------------------------------
________________
૩૯૮
૪૦૧
४०८
૧૬-નિશ્ચય-વ્યવહાર : બે ગણ્ડસ્થલ : ...
.... . ૩૯૮ નિશ્ચય નય ને વ્યવહાર નયઃ .. -બે નયથી શું સિદ્ધ થાય છે? ...
૩૯૯ બને ય નનું શરણ સ્વીકારવું જોઈએ..
૪૦. દેરીના બેય છેડા હાથમાં રાખીને એક તરફ ઢીલ મૂકીને
બીજી તરફ ખચાય : ... ••• વ્યવહારથી વંચિત રહેનારે વંચના પામે ? .. શુદ્ધ વ્યવહાર આન્તરિક શુદ્ધિ માટે જોઈએ:
૪૦૩ વ્યવહાર શિવબીજ પણ બને ને ભવબીજ પણ બને? ... ૪૦પ ઉપેક્ષા રાખનારે ડૂબે ને અપેક્ષા રાખનારે તરે :
४०६ ૧૭-ગ અને ક્ષેમ? ગ અને ક્ષેમ રૂપ બે કાનઃ .. છાપેલી પ્રતિની ભૂલ ? ..
૪૦૮ નાથ તે કે જે ગ–મને કરે :
૪૦૯ નાથની ગણનામાં સંથી પહેલા ભગવાનઃ ...
૪૦૯ મોક્ષનું દાન ઉપદેશથી જ થાય અને તેમાં સામા જીવની પણ
લાયકાત વિગેરે જોઈએ : ... રત્નત્રયીને પામે અને પાળે–એવા ઉપકારની સર્વોત્તમતાઃ .. ૪૧૩ કાનની ઘટના યોગ્ય જ છે... ... ...
૪૧૪ સગુરૂઓ પણ ભવ્ય જીને સનાથ બનાવે છે:
૪૧૪ નાથ તરીકેની તમારી ફરજ બજાવ છો ? ...
••• ૪૧૬ ૧૮-પ્રસ્તાવનાથી અનુમાન પ્રસ્તાવના રૂપ પ્રચ૭ ઢઃ .. ...
૧૯-નિગમનની મહત્તા ઃ અતુચ્છ પુચ્છ રૂપ નિગમન : ...
,
છે
-
૪૧૧
૪૧૭
• •
૪૧૯
Page #31
--------------------------------------------------------------------------
________________
નિગમનથી લાભ : મધુબિન્દુનું દૃષ્ટાન્ત ઃ મધુબિન્દુ હૃષ્ટાન્તનો ઉપનય : દૃષ્ટાન્તનું ‘નિગમન :
:::
પ
આ નિગમન હૈયે વસે તે : સદ્ગુરૂના આલમ્બનને ગ્રહણ કરાતું નથી : ભવ ખટકથા વિના ભ્રમણ અટકે નહિ : સ'સારમાં રહેવું તે મથી ખચવું એ શકય નથી : મારવાથી અચે તા મરવાથી ખચાય :
૨૦આર્ડ જ્ઞાનાવ્યાર :
કાલાદિ આઠ પ્રકારનો ચારૂ પરિકર : કામ લેવું હાય તા બધન સ્વીકારવું જોઈએ :
...
*લિક સૂત્રેા અને ઉત્કાલિક સૂત્રેા : ચાર કાલવેલાઐ સ્વાધ્યાયનો આદર : ભણવા છતાં નિષિદ્ધ કાલે ભણે તે વિરાધના : અન્તર દેવા ો છે:
...
વિનયના દૃશ પ્રકાર : વિનય એ ધર્મનું મૂળ છે : વિનય ઉપર ઉદાહરણ : શ્રી અભયકુમારે કહેલી કથા : ચારને શોંધી કાઢ્યો ને પકડવો :
પ્લાન સાધુની સેવામાં મારી સેવા રહેલી છે—એ ક્માનને ભણવાના રસમાં ભૂલાય નહિ : અમુક આનાની લતે ચઢી બીજી આજ્ઞાઓને લેાપાય નહિ : શાસનદેવતાએ ઉપયોગ દીધા :
...
...
...
...
શ્વસનનેા રાગ હોય તે ચતુર્વિધ શ્રીસ ંધ ઉપર પશુ રાગ હોય અને ભક્તિભાવ હાય :
⠀⠀⠀⠀⠀⠀
...
: : : :
૪૧૯
૪૨૦
४२४
૪૨૪
૪૨૫
૪૨૬
૪૨૭
૪૨૮
૪૨૯
૪૩૧
૪૩૧
૪૩૨
૪૩૪
૪૩૫
૪૩૬
૪૩૬
૪૩૮
૪૩૯
૪૪૦
૪૪૧
૪૩
*૪૪
૪૪૯ ૪૬
Page #32
--------------------------------------------------------------------------
________________
: : : : : :
૪૬૮
૪૭૦
૪૭૧
વિનય વિના વિદ્યા નહિ ? ...
૪૫૭ વિનય પિતાના જ ભલાને માટે :
૪૫૯ જ્ઞાનને વિનય : ... જ્ઞાનેપકરણને વિનય : .
૪૬૧ બહુમાન નામને ત્રીજો જ્ઞાનાચાર :
૪૬૨ બહુમાનનાં પાંચ લક્ષણ : ... બહુમાનમાં બહુ મોટે વાંધો પડી ગયા છે :
४६७ વિનય–બહુમાનની ચતુર્ભગી ... બહુમાનથી એકાન્ત કલ્યાણ: ... ...
૪૬૯ શાના વિનય–બહુમાનની વાત? અપાતા ઉદાહરણનો હેતુ : ... વિદ્યાગુરૂના બહુમાન અંગે ઉદાહરણ:
૪૭૧ અણસમજથી અવિનય જેવો વિનય કરનાર પણ બહુમાનથી ફાવે છે :
૪૭૯ હૈયામાં બહુમાનને ધરનારા ક્યારે વિનયાચાર ન આચરે? ૪૮૧ શ્રી ઉપધાન તપ :
૪૮૨ અનિહ્રવણ નામને જ્ઞાનાચાર :
४८४ મહા પાપનું કારણ ? જ્ઞાન ફળ્યું કે કુછ્યું ?
४८६ વ્યંજન નામને જ્ઞાનાચાર : •••
४८७ એક અક્ષરની પણ ઘાલમેલ થાય નહિઃ ..
૪૮૮ એમાં મિથ્યાભિમાન અને મૂર્ખતા છે ? ... રાણીએ જરા સરખો પણ કે ફેરફાર કર્યો ? કાગળને વાંચ્યા વિના રવાના કર નહિ
૪૯૨ કૃણાલે પિતૃભક્તિવશ કરેલું સાહસ :
૪૯૩ વ્યાકરણને ભણવાની જરૂર ?
૪૯૫ અક્ષર ફર્યો અર્થ ફરે : ...
૪૯૭ સાતમે જ્ઞાનાચાર :
૪૮૫
૪૮૯
૪૮૦
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૭
આઠમો જ્ઞાનાચાર :
... ૪૯૮ - આ આઠેય આચારે શોભાવે પણ છે અને શ્રેયેભાગી પણ બનાવે છે : '
••• ૪૯૦ ૨૧-ઉત્સગ ને અપવાદને સંબંધ : શ્રી ભગવતીજી સૂત્ર રૂ૫ જયકુંજરથી શમ અને સિદ્ધિ સુલભ બને છેઃ ૫૦૧ ઉસમાં અને અપવાદ રૂપ ઘટ્ટાયુગલનો શેષ ••• ૫૦૩ ઉત્સર્ગનું ને અપવાદનું સ્થાન નક્કી કરવામાં કુશલતા જોઈએ : ૫૦૪ વ્યાખ્યાતા ઉત્સર્ગ–અપવાદનો જ્ઞાતા જોઈએ :
૫૦૫ ઉત્સર્ગમાર્ગ ને અપવાદમાર્ગ કેને કેને કહેવાય ? .. પ૦૫ અપવાદમાર્ગ ઉત્સર્ગમાર્ગને જ આભારી છે :
૫૦૬ ઉત્સર્ગમાર્ગની જેમ અપવાદમાર્ગને અનુસરવામાં પણ આરાધના કેમ, તેને જણાવતું ઉદાહરણ :
૫૦૭ અપવાદમાર્ગની ક્રિયા પ્રત્યે અણગમો હેય :
૫૧૯ અપવાદ બચવાને માટે છે :
૫૧ ઉત્સર્ગને જ વળગવાથી અશક્ત નષ્ટ–ભ્રષ્ટ થાય ?
૫૨૦ સમર્થ પણ અસમર્થોને અપવાદ સેવડાવે : ...
પર૧ વેર–ચશ:પ્રસાર : યશ રૂપ પટહ :
૫૨૩ ર૩-અંકુશ તરીકે સ્યાદ્વાદ : સ્યાદ્વાદ રૂ૫ અંકુશ :
૫૨૪ સ્યાદ્વાદનો પ્રતાપ :
૫૨૪ સ્યાદ્વાદની સમજ :
પર૫ સ્યાદ્વાદની અમોધ શક્તિ : ...
૫૨૭ અંકુશની ઉપમા એગ્ય જ છે :
૫૨૮ નિત્યાનિયત્વ ઃ ...
પર ર૪-હેતુઓ રૂપી શ : હેતુઓ રૂ૫ શસ્ત્રોથી સહિત :
••• ૫૩૦
•..
Page #34
--------------------------------------------------------------------------
________________
૫૩૬
૫૪૦.
હેતુઓને શસ્ત્રોની ઉપમા વ્યાજબી છે : ...
૫૩. હેતુઓ આપીને ક્રમશઃ ચઢીયાત ઉપકાર સાધી શકાય ? ... પ૩૩ હેતુગમ્યમાં હેતુ ન અપાય તે પાપ પલ્લે પડે : ... ૫૩૪:
૨૫-શત્રુસૈન્યના નાશ માટે નિયુકત : શત્રુન્યના નાશને માટે નિયુક્તિ :
••• ••• ૫૩૬ ભગવાનને નિયુક્ત કરનાર કેમ કહ્યા ? ... શ્રીમાન મહાવીર મહારાજાએ આ નિયુક્તિ જગતના છે મિથ્યાત્વાદિ રૂપ શત્રુઓને નાશ સાધી શકે એ માટે કરી છેઃ ૫૩૭ મિથ્યાત્વનું શત્રુપણું : ... ગમે તેટલું ભણેલો માણસ પણ મિથ્યાત્વના ઉદયવાળો હોય તે તે અજ્ઞાન જ છે :
૫૪૨ સમ્યગ્દર્શન ગુણ કેમ પ્રગટે? ...
૫૪૩. સમ્યફ શ્રુતના ઉપાર્જનની આવશ્યક્તા : ...
૫૪૪ અવિરમણ રૂપ શત્રુ :
૫૪૫ શ્રી ભગવતીસૂત્રનું સામર્થ કોને ઉપયોગી ? ...
૫૪૬ ર૬ શ્રી ગણધરદેવની મતિથી રચાએલું : શ્રી ગણધરદેવની રચના : ..
ર૭–ટીકારચના અંગે સ્પષ્ટીકરણ : ટીકાની રચનાને હેતુ ? ... મુનિ રૂપી યોદ્ધાઓ :
૫૪૯ ટીકારચના અંગે અગત્યને ખૂલાસો
૫૫૦ સ્વતન્ત્રપણે આચરવાનો હક્ક છને છે, પણ સ્વતપણે માર્ગ પ્રરૂપણ તે ભગવાન સિવાય કોઈ કરી શકે જ નહિ? ૫૫૧ શાસનદેવીની પ્રેરણાવાળા પ્રસંગને અંગે : ... .. “ યુ વકનાર–એવા પ્રયોગનું રહસ્ય : ... ૫૫૪ ટીકારચના રૂપ શિકાકા : ...
૫૫૫
૫૪૭.
૫૪૮
૫૫૩
Page #35
--------------------------------------------------------------------------
________________
ॐ ह्रीं श्रीं अर्ह नमः |
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાના
બીજે ભાગ–શાસ્રપ્રસ્તાવના
સૂત્રકાર : ગણુધરભગવાન શ્રી સુધર્માંસ્વામીજી મહારાજ ટીકાકાર : પૂ. આ શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજી મહારાજ
• વ્યાખ્યાનકાર :
પૂ. જૈનરત્ન, વ્યાખ્યાનવાચસ્પતિ, કવિકુલકિરી, માચાય ભગવાન શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ
Page #36
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ ને અભિધેય–કથન
सर्वशमीश्वरमनन्तमसङ्गमग्र्यं,
सार्वीयमस्मरमनीशमनीहमिद्धम् ।
सिद्धं शिवं शिवकरं करणव्यपेतं,
श्रीमज्जिनं जितरिपुं प्रयतः प्रणौमि ॥ १ ॥
[ શ્રી જિનસ્તુતિ રૂપ આ એક શ્લાકને અંગેનું વિવેચન આ પુસ્તકના પહેલા ભાગમાં પ્રસિદ્ધ થઈ ચૂકેલું છે. ]
[' शास्त्रप्रस्तावना' नाभे जीन लाग ३५ या पुस्तभा, શરૂઆતમાં, નીચે આપવામાં આવતા બે ક્ષેાકાને અંગેનું વિવેચન છે અને તે પછીથી, ટીકાકાર મહર્ષિ એ રચેલી જયકુંજરની ઘટનાવાળી શાસ્રપ્રસ્તાવનાને અંગેનું વિવેચન છે. ]
नवा श्रीवर्धमानाय, श्रीमते च सुधर्मणे । सर्वांनुयोगवृद्धेभ्यो, वाण्यै सर्वविदस्तथा ॥ २ ॥ एतट्टीकाचूर्णी जीवाभिगमादिवृत्तिलेशांश्च । संयोज्य पञ्चमाङ्ग, विवृणोमि विशेषतः किञ्चित् ॥ ३ ॥
॥ युग्मम् ॥
Page #37
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્રપ્રસ્તાવના :
" व्याख्यातं समवायाख्यं चतुर्थमङ्गम् । अथावसरायातस्य-' विआहपण्णत्ति' तिसिज्झितस्य-पंचमांगस्य-समुन्नतजयकुञ्जरस्येव ललितपदपद्धतिप्रबुद्धजनमनोरंजकस्य, उपसगनिपाताऽव्ययस्वरूपस्य, घनोदारशब्दस्य, लिङ्गविभक्तियुक्तस्य, सदाख्यातस्य, सल्लक्षणस्य, देवताऽधिष्ठितस्य, नानाविधाद्भुतप्रवरचरितस्य, षट्त्रिंशत्प्रश्नसहस्रप्रमाणसूत्रदेहस्य, चतुरनुयोगचरणस्य, ज्ञान-चरणनयनयुगलस्य, द्रव्यास्तिक पर्यायास्तिकनयद्वितयदन्तमुशलस्य, निश्चय-व्यवहारनयसमुन्नतकुम्भद्वयस्य, योग-क्षेमकर्णयुगलस्य. प्रस्तावनावचनरचनाप्रकाण्डशुण्डाऽदण्डस्य, निग मनवचनाऽतुच्छपुच्छस्य, कालाद्यष्टप्रकारप्रवचनोपचारचारुपरिकरस्य, उत्सर्गाऽप वादवादसमुच्छलदतुच्छघण्टायुगलघोषस्य, यशःपटहपटुप्रतिरवाऽऽपूर्णादिकचक्र वालस्य, स्याद्वादविशदांकुशवशीकृतस्य, विविधहेतुहेतिसमूहसमन्वितस्य, मिथ्यात्वाऽज्ञानाऽविरमणलक्षणरिपुबलदलनाय श्रीमन्हावीरमहाराजेन नियुक्तस्य, बल. नियुक्तककल्पगणनायकमतिप्रकल्पितस्य, मुनियोधैरनाबाधमधिगमाय पूर्वमुनिशिल्पिकल्पितयोबहुप्रवरगुणत्वेऽपि ह्रस्वतया महतामेव वाञ्छितवस्तुसाधनसमर्थयोवृत्तिचूर्णिनाडिकयोः तदन्येषां च जीवाभिगमादिविविधविवरणदवकलेशानां संघट्टेन बृहत्तरा अत एवाऽमहतामप्युपकारिणी, हस्तिनायकादेशादिव गुरुजनवचनात् पूर्वमुनिशिल्पिकुलोत्पनरस्माभिर्नाडिकवेयं वृत्तिरारभ्यते।" इति शास्त्रप्रस्तावना ।
Page #38
--------------------------------------------------------------------------
________________
-
-
-
- -
- -
સંયોજન અંગે સૂચન
આ પછીના, એટલે પાંચમા પાનાથી શરૂ થતા વિવેચનને જે ક્રમાંકે આપવામાં આવ્યા છે, તે કેવળ વાંચકેની જ સગવડને લક્ષ્યમાં રાખીને આપવામાં આવ્યા છે, પણ વ્યાખ્યાનના ક્રમાંક તરીકે એ ક્રમાંકે આપવામાં આવ્યા નથી. વ્યાખ્યાનેનું સંયોજન અને સંપાદન કરતાં, વ્યાખ્યાનના કમકને કાયમ નહિ રાખતાં, ભિન્ન ભિન્ન વિષયનું પ્રાયઃ ક્રમશઃ વાંચન વાંચકેને મળ્યા કરે, એવી પદ્ધતિ સ્વીકારવામાં આવી છે.
Page #39
--------------------------------------------------------------------------
________________
૧–મંગલાચરણ અને અભિધેય :
नत्वा श्रीवर्धमानाय, श्रीमते व सुधर्मणे । सर्वानुयोगवृद्धेभ्यो, वाण्यै सर्वविदस्तथा ॥ २ ॥ एतट्टीकाचूर्णी जीवाभिगमादिवृत्तिलेशांश्च । संयोज्य पञ्चमाङ्ग, विवृणोमि विशेषतः किञ्चित् ॥ ३ ॥ ॥ મન ॥ મંગલ એ શાસ્ત્રથી સ્થંચિત્ ભિન્ન પણ છે. અને ચિત્ અભિન્ન પણ છે :
નવાંગી ટીકાકાર આચાર્યભગવાન શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજી મહારાજા, ‘ વિઆહુ—પન્નત્તિ ' નામનું પાંચમું અંગસૂત્ર, કે જે અંગસૂત્ર ‘ શ્રી ભગવતીજી સૂત્ર ’ એવા પૂજ્યવાચક નામથી જૈન સમાજમાં સુપ્રસિદ્ધ છે, તે અંગસૂત્રની વિવૃત્તિની રચના કરવાને માટે ઉત્સાહિત બન્યા છે; ઉત્સાહિત અન્યા છે—એટલું જ નહિ, પણ તેમાં પ્રવૃત્ત થયા છે—એમ કહીએ તે પણ ચાલે : કારણ કે—તેઓશ્રીએ મંગલની આચરણા કરતાં, સઘળા ય ભગવાન શ્રી જિનેશ્વરદેવાની સ્તુતિ કર્યો પછીથી, તેઓશ્રીએ શું કહ્યું છે તે આપણે જોઈ રહ્યા છીએ; અને મંગલ જેમ શાસ્ત્રથી કથંચિદ્ ભિન્ન ગણાય છે, તેમ મંગલને શાસ્ત્રથી કર્થચિહ્ન અભિન્ન પણ માનવામાં આવેલ છે. આથી, આ મંગલની પ્રવૃત્તિને આપણે જો આ વિવૃત્તિની
Page #40
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
રચના રૂપ પ્રવૃત્તિના અંશ તરીકે ગણીએ અને માનીએ, તે તે પણ સાચું છે; અને એ દષ્ટિએ આપણે મંગલાચરણના આ તબક્કે પણ એમ કહી શકીએ કે-આચાર્યભગવાન શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજી મહારાજા પંચમાંગ સૂત્ર શ્રી ભગવતીજી સૂત્રની નિવૃત્તિની રચના કરવા રૂપ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થયા છે.”
આ વાતને જરાક વિશદ બનાવીએ. આ વાત આપણે એ અપેક્ષાએ કરી રહ્યા છીએ કે-હમણાં અહીં જે બે ગાથાઓ બોલવામાં આવી, તે બે ગાથાઓની રચના જે સમયે આચાર્યભગવાન શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ કરી, તે સમયે જે આપણે તેઓશ્રીની આ પ્રવૃત્તિને વિષે બોલવાનું હોય, તે આપણે તેઓશ્રીની આ પ્રવૃત્તિના સંબંધમાં શું બેલી શકીએ? “આચાર્યભગવાન શ્રીમદ અભયદેવસૂરીશ્વરજી મહારાજા પંચમાંગ સૂત્ર શ્રી ભગવતીજી સૂત્રની વિવૃત્તિની રચના કરવાને માટે ઉત્સાહિત બન્યા છે”—એમ બાલી શકીએ? કે “આચાર્યભગવાન શ્રીમદ અભયદેવસૂરીશ્વરજી મહારાજા પંચમાંગ સૂત્ર શ્રી ભગવતીજી સૂત્રની વિવૃત્તિની રચના કરવામાં પ્રવૃત્ત થયા છે”—એમ બેલી શકીએ? કે પછી, એ બને ય કથને કરી શકાય એવાં છે? કઈ કહેશે કે “ઉત્સાહિત બન્યા છે” એમ તે જરૂર કહેવાય, પણ
પ્રવૃત્ત થયા છે”—એમ કેમ કહેવાય?” આ પ્રશ્ન કરનાર, પિતાના પ્રશ્નકથનના સમર્થનમાં, એમ પણ કહી શકે કે
પ્રવૃત્ત થયા છે” એમ તો ત્યારે જ કહી શકાય, કે જ્યારે સૂત્રની વ્યાખ્યાને લખવાની શરૂઆત કરી હોય; આ તો હજુ મંગલાચરણ માત્ર છે.”
આવી વાતોને પણ, શાસ્ત્રોમાં વિચાર કરવામાં આવ્યો
Page #41
--------------------------------------------------------------------------
________________
બીજે ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના છે અને જ્ઞાની મહાપુરૂષોએ આવી બાબતેના પણ ઘણા સુન્દર અને બુદ્ધિગ્રાહ્ય ખૂલાસાએ આપેલા છે. મંગલ કહેવાય કેને ?, મંગલ આવશ્યક ખરું કે નહિ ?, જે કઈ મંગલનું આચરણ કરે તેને તેણે જે હેતુથી મંગલનું આચરણ કર્યું હોય તે હેતુ સિદ્ધ થાય જ—એમ ખરું કે નહિ? જે મંગલાચરણ કરવા છતાં પણ મંગલાચરણ કરનારાએ જે હેતુથી મંગલાચરણ કર્યું હોય, તે હેતુ સિદ્ધ ન થાય તો તેમાં કારણ શું? અને દ્રવ્ય મંગલ શું?, ભાવમંગલ શું ?, તથા ઉત્કૃષ્ટ મંગલ ક્યારે બને?–આવી તે અનેક વાતનું નિરૂપણ, મહાપુરૂષોએ, મંગલનું નિરૂપણ કરતાં કર્યું છે. એમાં, આ પણ એક વાત છે કે–મંગલને ગ્રન્થથી અગર શાસ્ત્રથી ભિન્ન ગણાય કે અભિન્ન ગણાય ? મંગલને શાસ્ત્રથી ભિન્ન શાથી ગણાય અને મંગલને શાસ્ત્રથી અભિન્ન શાથી ગણાય?–એ અને ય બાજુઓની બાબતોની યથાગ્ય વિચારણા કરીને, મહાપુરૂ
એ ઠરાવ્યું છે કે “મંગલ, એ શાસ્સાથી કથંચિદ ભિન્ન પણ છે અને મંગલ, એ શાસ્ત્રથી કથંચિત્ અભિન્ન પણ છે. મંગલ શાસથી ભિન્ન કેમ?
જે કેવળ શાસ્ત્રમાંની જ વાતને લક્ષ્યમાં રાખીને કહેવાય, તે તે મંગલને શાસ્ત્રથી ભિન્ન જ કહેવું પડેઃ કારણ કે-મંગલ શા માટે છે ? જે શાસ્ત્રની રચના કરવાની અભિલાષા છે, તે શાસ્ત્રની રચનાને નિર્વિતપણે સમાપ્ત કરી શકાય, એ માટે મંગલનું આચરણ છે! વળી શિષ્ટ પુરૂષોએ આચરેલો જે શુભાચાર, તેના અનુગામી બનાય, એટલે કે–શિષ્ટ પુરૂષને અનુસરવા રૂપ શુભાચારને આચરવાને માટે મંગલ છે ! એમ
Page #42
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન શિષ્ટ પુરૂષને અનુસરવાને જેમ પિતાને લાભ મળે, તેમ શિષ્યજનેમાં પણ શિષ્ટજનેને અનુસરવાની બુદ્ધિ પેદા થાય, એ માટે મંગલ છે! આમ મંગલના અનેક હેતુઓ છે. એટલે શાસ્ત્રની રચના કરવી છે માટે મંગલ છે, એમ તો નક્કી થયું ને ? માટે શાસ્ત્ર જૂઠું અને મંગલ -એમ કહી શકાય. આ અપેક્ષાએ જ્યારે બોલવું હોય, ત્યારે અહીં આપણે એમ કહેવું પડે કે- આચાર્યભગવાન શ્રીમદ્દ અભયદેવસૂરીશ્વરજી મહારાજા પંચમ અંગસૂત્ર શ્રી ભગવતીજી સૂત્રની વિવૃત્તિની રચના કરવાને માટે ઉત્સાહિત બન્યા છે.” મગલ શાસથી અભિન્ન છે? છે પરંતુ, અહીં બીજી અપેક્ષા પણ વિચારણીય છે. મંગલને આચરનારના આશયને વિચાર કરે. શાસ્ત્રની રચના કરવાને માટે મંગલનું આચરણ કરનારના હૈયે, એ વખતે કયે ભાવ હોય છે ? એને એમ જ લાગે છે કે-“હું અમુક શાસ્ત્રની રચના કરવાને માટે બેઠો છું.” અગર તો “મેં અમુક શાસ્ત્રની રચના શરૂ કરી. વળી, કઈ પણ શાસ્ત્રને વાંચવાનું તમે શરૂ કરે. એ વખતે તમને કઈ પૂછે કે-“શું વાંચો છે ?” તે એ વખતે તમે કહેશે કે-“હું અમુક શાસ્ત્ર વાંચું છું.” પછી ભલે ને તમે એ વખતે એ શાસ્ત્રના મંગલને જ વાંચતા હે !જેમ. અહીંને જ દાખલો . અહીં અત્યારે આપણે શ્રી ભગવતીજી સૂત્રની વિવૃત્તિના મંગલને જ વાંચી રહ્યા છીએ. આમ છતાં પણ, તમને જે કંઈ પૂછે કે-“વ્યાખ્યાનમાં હાલ શું વંચાય છે ?” તો તમે પ્રાયઃ એમ જ કહે કે-વ્યાખ્યાનમાં હાલ શ્રી ભગવતીજી સૂત્ર વંચાય છે. પણ તમે એમ
Page #43
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ—શાસ્ત્રપ્રસ્તાવના
નહિ કહા કે વ્યાખ્યાનમાં શ્રી ભગવતીજી સૂત્ર વાંચવાનું હોવાથી, હાલ મંગલની વાત ચાલે છે.’ કોઇ પૂછશે કે શ્રી ભગવતીજી સૂત્રને વાંચવાની શરૂઆત અહીં કયારે થઈ ?” તો તમે તે જ દિવસ બતાવશેા, કે જે દિવસે શ્રી ભગવતીજી સૂત્રના મંગલને વાંચવાની શરૂઆત થઈ હાય. શ્રી ભગવતીજી સૂત્રને અંગે અને સાંભળનારને અંગે જે કાંઈ વિધિ કરાય છે; દ્વીપક ને ધૂપ મૂકાય છે, સાથીયા કરાય છે અને ફળ તથા નાણું મૂકાય છે; એ બધું પણ કરવાનું કયારથી શરૂ થાય છે ? જ્યારથી શ્રી ભગવતીજી સૂત્રની વિવૃત્તિના મંગલને વાંચવાના શુભ આરંભ કરાય છે, ત્યારથી જ ને ? એટલે મંગલને તમે શાસ્ત્રથી અભિન્ન પણ માન્યું જ ને ? આવી રીતિએ તમે વિચાર કરો, તે તમને લાગશે કે–મંગલ, એ પંણ શાસ્ત્રના એક વિભાગ રૂપ જ બની જાય છે. આ મંગલ કૈવલ મંગલને માટે જ નથી, પરન્તુ અમુક શાસ્રની રચના કરવામાં અગર અમુક શાસ્રની વાચનામાં હું પ્રવૃત્ત થાઉં છું એવા આશયની આમાં પ્રધાનતા રહેલી છે. આ અપેક્ષાને લક્ષ્યમાં રાખીને જ્યારે આપણે ખેલતા હેાઇએ, ત્યારે આપણે એમ પણ એલી શકીએ કે આચાર્યભગવાન શ્રીમદ્ અભય-. દેવસૂરીશ્વરજી મહારાજા, પાંચમા અંગસૂત્ર શ્રી ભગવતીજી સૂત્રની વિવૃત્તિની રચના કરવામાં પ્રવૃત્ત થયા છે.' એકેય વચન મિથ્યા નથી :
આથી તમે સમજી શકયા હશે! કે–ભિન્ન ભિન્ન અપેક્ષાએ ‘ ઉત્સાહિત બન્યા છે’-એવું કહેવું એ જેમ ખરાખર છે, તેમ ‘ પ્રવૃત્ત થયા છે? એવું કહેવું એ પણ ખરાખર જ છે.
Page #44
--------------------------------------------------------------------------
________________
૧.૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
આટલી વાતમાં પણ અપેક્ષાવાદ આવ્યું ને? આવે જ, કારણ કે–વગર અપેક્ષાનું વચન, એ સત્ય વચન હોઈ શકતું જ નથી. આપણે, એ વાત પહેલાં જ વિચાર આવ્યા છીએ કે–આ શાસન ભગવાન શ્રી જિનેશ્વરદેવનું છે અને ભગવાન શ્રી જિનેશ્વરદેવે સ્યાદ્વાદી જ હોય છે. એ તારકનું અને એ તારકેને અનુસરનારાઓનું કઈ પણ વચન લે. એ વચન ચાર પદથી લાંછિત હો વા પદથી લાંછિત ન હે; પરતુ એ વચનમાં સ્થાન પદ રહેલું જ છે, નિવિવાદપણે રહેલું છે, એમ જ સમજવું જોઈએ. આ કારણે જ, ભગવાન શ્રી જિનેશ્વરદેવનું અગર તે એ તારકેને ઉપયેગપૂર્વક અનુસરીને બેલનારાઓનું વચન “મિચ્યા” કે “મિથ્યાત્વવાળું” હેઈ શકતું નથી. શ્રી જૈન શાસનનાં શાસ્ત્રોના કેઈ પણ એક વચનને ય “મિચ્યા” કે “મિથ્યાત્વવાળું” કહેવાનું ઘોર પાપ તો તેઓ જ કરી શકે છે, કે જેઓ મિથ્યાત્વના સપાટામાં સપડાઈ જવા પામ્યા હોય અને એથી જેઓની મતિ મિથ્યાત્વ નામના આત્માના મહાશત્રુથી મેહિત થઈ જવા પામી હેય. સ્યાદ્વાદીના વાક્યમાં સાક્ષાત્ સ્થાન પર ન હોય તો પણ, એ વાક્યને ઉચ્ચારતી વેળાએ એમના હૈયે. ચાર પદ હતું જ હતું–એમ માનીને અને સમજીને જ, એ વાક્યને અર્થ કરવો જોઈએ. ભાવમંગલની આચરણાને રસ :
આપણે જોઈ રહ્યા છીએ કે–આચાર્યભગવાન શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજી મહારાજા શ્રી ભગવતીજી સૂત્રની વિવૃત્તિની એટલે કે ટીકાની રચના કરવાને માટે ઉઘુક્ત બન્યા છે અને
Page #45
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
૧૧
એ માટે ભાવમંગલની આચરણા કરી રહ્યા છે. આ પાંચમા અંગસૂત્રની ટીકાની રચના કરવા પૂર્વે, આ મહર્ષિએ, શ્રી ઠાણાંગ સૂત્ર નામના ત્રીજા અંગસૂત્રની તેમ જ શ્રી સમવાયાંગ સૂત્ર નામના ચેાથા અંગસૂત્રની–એમ એ સૂત્રેાની એ ટીકાઓની રચના કરેલી છે. એ બન્ને ય ટીકાઓની આદિમાં પણ, આ મહર્ષિએ ભાવમંગલની આચરણા કરેલી જ છે. એ અન્ને ય ટીકાઓની આદિમાં ભાવમંગલની આચરણા કરેલી હાવા છતાં પણ, આ મહર્ષિ અહીં ત્રીજી ટીકાની આદિમાં પણ મંગલની આચરણા કરે છે. શાથી ? ખાર અંગસૂત્રા પૈકીના ત્રીજા અંગસૂત્રથી તે અગીઆરમા અંગસૂત્ર સુધીનાં સૂત્રાની–એમ કુલ નવ અંગસૂત્રેાની નવ ટીકાઓની રચના કરવાને માટે તેઓશ્રી પ્રવૃત્ત થયા છે, તેા એકલા ત્રીજા જ અંગસૂત્રની ટીકાની આદિમાં ભાવમંગલની આચરણા કરીને, પછી કેઈ અંગસૂત્રની ટીકાની આદિમાં ભાવમંગલની આચરણા કરી ન હેાત તે ન ચાલત ? જેને ચલાવ્યે જ રાખવું હાય, તે તેા ગમે તેમ ચલાવ્યે રાખે, પણ આ તે મહિષ છે. સમજે છે કે અંગસૂત્ર તે અદલાયું ને ? વળી, એ મહાપુરૂષને ભાવમંગલની આચરણાના કેટલા બધા રસ હતા, તે પશુ આ ઉપરથી આપણે કલ્પી શકીએ છીએ.
નવની જ રચના કેમ કરી ?
આ મહાપુરૂષે નવ અંગસૂત્રાની જ ટીકાઓની રચના શા માટે કરી, તે તે આપણે વિચારી આવ્યા છીએ. આ મહાપુરૂષે જે વખતે આ નવ અંગસૂત્રેાની ટીકાઓની રચના કરી, તે વખતે શ્રી આચારાંગ સૂત્ર નામના પ્રથમ અંગસૂત્ર
Page #46
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને ની અને શ્રી સૂયગડાંગ સૂત્રનામના બીજા અંગસૂત્રની ટીકા, કે જેની રચના આચાર્યભગવાન શ્રીમત્ શીલાંકસૂરીશ્વરજી મહારાજાએ કરેલી હતી, તે વિદ્યમાન હતી; પરન્તુ બાકીનાં અંગસૂત્રની તેઓશ્રીએ રચેલી ટીકાઓ અપ્રાપ્ય બની જવા પામી હતી. આ કારણે જ, શાસનદેવીની પ્રેરણાને સાદર ઝીલી લઈને, આચાર્યભગવાન શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ, ત્રીજા અંગસૂત્રથી માંડીને અગીઆરમાં અંગસૂત્ર સુધીની ટીકાઓની રચના કરવાના શુભ કાર્યને આરંભ કર્યો હતો. તે સમયે બારમું અંગસૂત્ર તો પોતે જ વિચ્છેદને પામી ગયેલું હતું, એટલે “આચાર્યભગવાન શ્રીમદ્દ અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ બારમા અંગસૂત્રની ટીકાની રચના કેમ કરી નહિ?”—એ પ્રશ્નને તે અવકાશ જ પ્રાપ્ત થતું નથી. સંગલ સાથે અભિધેયનું કથન - પિતે રચવા ધારેલી નવ અંગસૂત્ર-ટીકાઓ પૈકીની ત્રીજી સૂત્રટીકા, કે જે આ શ્રી ભગવતીજી સૂત્ર નામના પાંચમા અંગસૂત્રની ટીકા છે, તેની રચના કરવાને માટે ઉઘુક્ત થયેલા આચાર્યભગવાન શ્રીમદ્દ અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ ભાવમંગલની આચરણ કરતાં, શરૂઆતમાં શ્રી જિનસ્તુતિ કરી છે. એક ગ્લૅક દ્વારા, સામાન્ય પ્રકારે શ્રી જિનસ્તુતિ કરવા દ્વારા, એ મહષિએ સઘળા ય ભગવાન શ્રી જિનેશ્વરદેવેની
સ્તુતિ કરતાં, પરમ તારક ભગવાન શ્રી જિનેશ્વરદેવેની પંદર વિશેષણેથી સ્તુતિ કરી. અત્યાર સુધીમાં આપણે એ પંદર વિશેષણેને અંગે કેટલીક વિચારણા કરી આવ્યા છીએ. આ રીતિએ, સઘળા ય ભગવાન શ્રી જિનેશ્વરદેવની સ્તુતિ કર્યો
Page #47
--------------------------------------------------------------------------
________________
આજે ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૩ આદ પણ, એ મહર્ષિ બે શ્લોકે દ્વારા ફરમાવે છે કે “શ્રી વર્ધમાનસ્વામીજીને શ્રીમત્ સુધર્માસ્વામીજીને, સર્વ અનુગવૃદ્ધોને અને શ્રી સર્વજ્ઞ ભગવાનની વાણુને નમસ્કાર કરીને, આ શ્રી ભગવતીજી સૂત્રની જે ટીકા તથા ચૂર્ણ છે તેને અને શ્રી જીવાભિગમાદિ અંગસૂત્રોની જે વૃત્તિઓ છે–તેના અંશને, સંજીને હું આ પાંચમા અંગસૂત્રની કાંઈક વિશેષ પ્રકારે વિવૃત્તિને કરું છું.” આ કથનમાં સ્પષ્ટ રૂપમાં મંગલ પણ છે અને અભિધેય પણ છે. મંગલ તે પહેલા શ્લોક રૂપ શ્રી જિનસ્તુતિ દ્વારા થઈ જ ગયું હતું ને? છતાં પણ, અહીં એક એ વિશેષતા છે કે-ત્રીજા શ્લોક દ્વારા અભિધેયને કહેવાને માટે, બીજા લેકમાં પણ મંગલ કર્યું અને તે અન્નેને કે સંબંધ છે–એ પણ સૂચિત કરી દીધું. હિતશિક્ષા
આમને નમસ્કાર કરીને આમ કરું છું”—એમ કહેવા પાછળ તો, મોટી હિતશિક્ષા રહેલી છે. એ શીખવે છે કેતમારે જે વાત કહેવાની હેય, તે વાતને કહેવાનું સૂચન પણ તમારે આ રીતિએ નમસ્કાર કરીને તે પછી જ કરવું જોઈએ. નમસ્કારમાં પણ કેટલાકને યાદ કર્યા ? ઉપકારી એવા કેઈને અગર ઉપકારી એવી કઈ પણ વસ્તુને ય એ મહાપુરૂષે પિતાના નમસ્કારમાંથી બાતલ રાખેલ નથી, એમ કેઈને પણ, જે તે વિવેકી અને સમજુ હોય તે, કહેવું પડે. સારું કામ કરતાં પહેલાં, નમસ્કાર કરવાને માટે સઘળા ય ઉપકારિઓને યાદ કરે છે અને સઘળી ઉપકારક વસ્તુઓને પણ યાદ કરે છે. આ વાત તમારા ખ્યાલમાં તો આવે છે ને?
Page #48
--------------------------------------------------------------------------
________________
-
૧૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
ઉપકારી વ્યક્તિઓ ને વસ્તુઓ ઃ
પહેલાં સઘળા ય ભગવાન શ્રી જિનેશ્વરદેવને નમસ્કાર, પછી ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીને જૂદ નમસ્કાર, પછી ગણધરભગવાન શ્રી સુધર્માસ્વામીજીને નમસ્કાર અને તે પછીથી સઘળા ય અનુયાગવૃદ્ધ મહાપુરૂષને પણ નમસ્કાર ! હવે કઈ ઉપકારી વ્યક્તિ બાકી રહી જાય છે ખરી? નહિ જ. કેઈ ઉપકારી વ્યક્તિ તે બાકી રહી જતી નથી, પણ ઉપકારી વસ્તુઓ તો બાકી રહી જાય છે. જે કે–ભગવાન શ્રી જિનેશ્વરદેવોને કરેલ નમસ્કારમાં પણ સમાવેશ કરવા ધારીએ તે સઘળી ય ઉપકારી વ્યક્તિઓને અને સઘળી ય ઉપકારી વસ્તુઓનો સમાવેશ કરી શકાય તેમ છે. કારણ કે-કેઈ પણ સારી વ્યક્તિનું અને કેઈ પણ સારી વસ્તુનું મૂળ તે ભગવાન શ્રી જિનેશ્વરદેવે જ છે. ભગવાન શ્રી જિનેશ્વરદે, વેના પ્રતાપે જ, એટલે કે-એ પરમ તારકેએ ફરમાવેલી આજ્ઞાઓને સારી રીતિએન્યથાયોગ્યપણે અનુસરવાના પ્રતાપે જ, કોઈ પણ વ્યક્તિ પરમ રીતિએ ઉપકારી બની શકે છે. એ પરમ તારકેની આજ્ઞાને યથાયોગ્ય રીતિએ અનુસર્યા વિના, કેઈ પણ વ્યક્તિ પરમ રીતિએ ઉપકારી બની શકે –એ શક્ય જ નથી. એ જ રીતિએ, સારી પણ વસ્તુને સારી વસ્તુ તરીકે સ્વતપણે ઓળખાવનાર જે કઈ પણ હોય, તે તે જેમ ભગવાન શ્રી જિનેશ્વરદેવે જ છે, તેમ સારી પણ વસ્તુઓને જી પિતાને માટે સારી વસ્તુઓ તરીકે પરિણમાવી શકે–એ માટે વાસ્તવિક માર્ગ સ્વતન્ત્રપણે બતાવનાર કેઈ હોય, તે તે ભગવાન શ્રી જિનેશ્વરદેવે જ છે. આમ
Page #49
--------------------------------------------------------------------------
________________
૧૫,
બીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
અને
હેાવાથી, ‘ભગવાન શ્રી જિનેશ્વરદેવને નમસ્કાર કરવામાં ઉપકારી એવી સઘળી ય વ્યક્તિઓને તેમ જ ઉપકારી એવી સઘળી ય વસ્તુઓને પણ નમસ્કાર થઈ જાય છે’–એમ જો કહીએ, તે તે પણ વ્યાજબી જ ગણાય; પરન્તુ સઘળા ય જીવા આવા તાત્પર્યાર્થ શેાધી શકે નહિ. આથી, આ મહાપુરૂષ તે એવા માર્ગ લીધા કે—કયા કયા ઉપકારને નમસ્કાર કરવા એ ચેાગ્ય છે, તેને સામાન્ય સમજવાળા જીવા પણ સમજી શકે. એ માટે જ, આ મહાપુરૂષે માત્ર ભગવાન શ્રી જિનેશ્વરદેવાને નમસ્કાર કરીને નહિ અટકતાં ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીને પણ નમસ્કાર કરીને નહિ અટકતાં, ગણધરભગવાન શ્રી સુધર્માંસ્વામીજીને પણ નમસ્કાર કર્યાં અને તે પછીથી સઘળા ય અનુયાગવૃદ્ધોને પણ નમસ્કાર કર્યાં. આમ, સઘળી ય ઉપકારી વ્યક્તિઓને નમસ્કાર કર્યાં. બાદ, ઉપકારી એવી સઘળી ય વસ્તુઓને નમસ્કાર કરવાને માટે, આ મહાપુરૂષે શ્રી સર્વજ્ઞ ભગવાનની વાણીને નમસ્કાર કર્યાં. શ્રી સર્વજ્ઞ ભગવાનની વાણીમાં, કોઈ પણ સારી વસ્તુનું પ્રતિપાદન ન હોય, એ મને ? નહિ જ. શ્રી સર્વજ્ઞ ભગવાનની વાણી બતાવે બધી વસ્તુઓને, પણ ગ્રાહ્ય તરીકેનું પ્રતિપાદન તા સારી–ઉપકારક વસ્તુઓનું જ કરે ને ? હિંસાદિકને પણ બતાવે અને અહિંસાદિકને પણ મતાવે, પરન્તુ સાથે સાથે જ એ વાત હાય કે–હિંસાદિક તજવા યાગ્ય છે અને અહિંસાદિક આચરવા ચેાગ્ય છે. આમ, શ્રી સર્વજ્ઞ ભગવાનની વાણીમાં સઘળી ય ઉપકારક વસ્તુઓના સમાવેશ થઈ જાય છે અને એથી એમ કહી શકાય કે—શ્રી સર્વજ્ઞ ભગવાનની વાણીને નમસ્કાર કર્યાં, એટલે જગતભરમાં જે કાંઈ પણ સારી
Page #50
--------------------------------------------------------------------------
________________
૧૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો વસ્તુઓ છે, હતી કે હશે, તે સર્વને નમસ્કાર કર્યો. એક પણ ઉપકારી વસ્તુ એમાંથી બાતલ નહિ. કૃતજ્ઞતા અને નમ્રતા :
ટીકાકાર આચાર્યભગવાનમાં આ કે ઉમદા પ્રકારને 'કૃતજ્ઞતા ગુણ છે ? નમસ્કાર કરવાને માટે નમ્ર બનવું પડે છે અને સાચે નમ્રતા ગુણ, કૃતજ્ઞતા ગુણ વિના આવી શકતું નથી. ટીકાકાર આચાર્યભગવાનમાં જે સુન્દર પ્રકારને વિવેક ન હતી અને એ સાથે કૃતજ્ઞતા ગુણ જે તેઓશ્રીમાં ન હેત, તે પ્રસંગ તો એ હતો કે–એ અહંકારના મદથી પીડાતા હોત. જ્ઞાન તે હતું જ અને તેમાં મળી શાસનદેવીની સહાયક પ્રેરણા એના યોગે આવું અંગસૂત્રની ટીકા રચવા જેવું મહા કઠિન કાર્ય પણ કરવાને માટે તેઓશ્રી સમર્થ બની શક્યા. આટલી શક્તિ અને સામગ્રીને વેગ મળે, પછી “હુંકારને આવતાં વાર કેટલી ? આવા વખતે મનમાં ખુમારી આવે કે મન નમ્રતાભાવને ભજનારું બને ? દુન્યવી તુચ્છ સામગ્રી પણ જે બીજાઓના કરતાં જરા સારા પ્રમાણમાં તમને મળી ગઈ હોય, તે તેના યોગે તમને કેવા પ્રકારને અનુભવ થાય છે ? બજારમાં ચાર જણા તમારી સલાહ લેવાને માટે આવતા હોય અને બજારમાં તમારી સામાન્ય પ્રકારે પણ જે એવી નામના થાય કે-આ શેઠની સલાહ એવી વ્યાજબી હોય છે કે–એ મુજબ જે વર્તીએ તે - જરૂર ફાવીએ” તે એ વખતે તમારા હૈયામાં “હુંપણને કેક ભાવ જાગે છે? એના ગે, બીજાઓની સાથે તોછડાઈથી બોલવાની અને તેછડાઈથી વર્તવાની કેવી ટેવ
Page #51
--------------------------------------------------------------------------
________________
બીજે ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૭. પડી જાય છે ? તમે લોકે જે તમારી સ્થિતિને પણ બરાબર. વિચાર કરે, તે ય તમને આ અને આવા મહાપુરૂષોમાં જે મહત્તાને સુગ હતો, તેનો સુન્દર ખ્યાલ આવે. તમને તમારા ઉપકારિએ યાદ આવે છે ખરા ? તમારી સમજ : મુજબ તમે જે જે કાર્યમાં ઉપકાર માનતા હો, તેવા પ્રકારને. ઉપકાર જેના જેના દ્વારા તમારા ઉપર થવા પામ્યો હેય,. તે બધા ઉપકારેને કદી પણ સદ્ભાવપૂર્વક યાદ કરવાનું તમને મન થાય છે ખરું? કઈ પણ સારા કામને આરંભ કરતાં પહેલાં, પોતાના ઉપકારિઓને યાદ કરવા અને ઉપકારિએને યાદ કરીને તેમને નમસ્કાર કરવ–આવી રીતિએ તમે. વર્તતા તો નથી, પણ આવી રીતિએ વર્તવાને પ્રયત્ન કરવાને વિચાર પણ તમને કદી આવેલ છે ખરે? જે આ વિચાર, તમને વારંવાર આવતા હતા, જે આવા પ્રકારને વિચાર આવે. એવા પ્રકારે તમારું હૈયું કેળવાએલું હોત, તો “ટીકાકાર, આચાર્યભગવાને ભગવાન શ્રી જિનેશ્વરદેવને, શ્રી વર્ધમાનસ્વામીજીને, ગણધરભગવાન શ્રી સુધર્માસ્વામીજીને, સઘળા ય અનુગવૃદ્ધોને અને શ્રી સર્વજ્ઞભગવાનની વાણુને નમસ્કાર કર્યો”—એ વાતને સાંભળતાંની સાથે જ, તમને એમ થઈ ગયું હેત કે-આ મહાપુરૂષમાં કે કૃતજ્ઞતાને અને નમ્રતાને. ઉમદા ગુણ છે?” આજના સાંસારિક વ્યવહારમાં આવી જવા પામેલી
કલુષિતતા : કૃતજ્ઞતા ગુણ અને નમ્રતા ગુણ, એ બન્ને ય ગુણે માણસ માત્રને માટે આવશ્યક છે. આ ગુણ એવા છે કે
Page #52
--------------------------------------------------------------------------
________________
૧૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને સાધુઓમાં પણ જોઈએ, શ્રાવકેમાં પણ જોઈએ અને ધર્મને પામવાને લાયક સજજનેમાં પણ જોઈએ. જેણે જેણે પ્રગતિને સાધવી હોય, તે દરેકે આ બન્ને ય ગુણોને પોતાના બનાવી લેવા જોઈએ. વૈયક્તિક, કૌટુમ્બિક, સામાજિક અથવા તો કઈ પણ સાંસારિક વ્યવહારમાં સુન્દરતાને લાવવાને માટે આ ગુણ જરૂરી છે. આજે તમારા સાંસારિક વ્યવહારમાં જે લેશમયતા અને કલુષિતતા આવી જવા પામી છે, તેમાં અનેક કારણો છે; પરન્તુ કૃતજ્ઞતા અને નમ્રતા-આ બે ગુણે જે સારી રીતિએ સજીવ રહેવા પામ્યા હતા, તે તમારે સાંસારિક વ્યવહાર આજના જેટલો લેશમય અને કલુષિત બની જવા પામ્યો હત નહિ, એ નિર્વિવાદ વાત છે. આજે તમારે સાંસારિક વ્યવહાર કેટલે બધે હલકી કેટિન બની જવા પામ્યો છે? આજે માતા-પિતા પ્રત્યે સંતાને કેવી રીતિએ વર્તે છે? વડિલો પ્રત્યે નાનાઓ કેવી રીતે વર્તે છે ? પતિ પ્રત્યે પત્ની કેવી રીતે વર્તે છે? સાસુ પ્રત્યે વહુ કેવી રીતિએ વર્તે છે? માતા-પિતાને ઉપકાર, એ વાત આ આર્ય દેશમાં અને તે પણ જૈન સમાજમાં અમારે કહેવી પડે? “તમારા ઉપર તમારાં માતા-પિતાને ઉપકાર છે”—એ વાતને તમે સમજે છે કે એ વાત પણ અમારે તમને સમજાવવી પડે તેમ છે ? તમારાં માતા-પિતાએ તમને કેવી રીતે ઉછેર્યા છે-એ તમે ભૂલી ગયા છે, તે તમે તમારાં સંતાનને કેવી રીતિએ ઉછેરે છે, એ તરફ નજર કરે અને વિચાર કરો કે “અમે જેમ અમારાં સંતાનોને માટે સહન કરીએ છીએ, તેમ અમારાં માતા-પિતાએ પણ અમારા માટે આમ સહન કર્યું હશે. આજે માતા-પિતા પ્રત્યે હૈયે બહુમાનના ભાવને
Page #53
--------------------------------------------------------------------------
________________
૧૯
બીજો ભાગ-શાસ્ત્રપ્રસ્તાવના ધરનાર અને વ્યવહારમાં વિનયને આચરનારાં સંતાનોને જેવાં હોય, તે તમને જોવાથી સંતોષ થાય તેવું છે ખરું? નથી, તે એમાં તમને કૃતજ્ઞતા અને નમ્રતા ગુણની ખામી લાગે છે? એવી જ રીતિઓ, કુટુમ્બના વડિલો અને તમારા મોટા ભાઈ તથા મોટા ભાઈની વહુ આદિ સાથેને તમારે વ્યવહાર પણ વિનયયુક્ત નથી રહ્યો. વૈયક્તિક અને કૌટુમ્બિક વ્યવહારમાં નમ્રતાનું સ્થાન ઉદ્ધતાઈએ લીધું, એટલે સામાજિક વ્યવહારમાં પણ નમ્રતા રહી નહિ અને ઉદ્ધતાઈ આવી જવા પામી. માતા-પિતાદિનું વાત વાતમાં અપમાન કરનારાઓ, તેમની સાથે તોછડાઈભર્યો વર્તાવ કરવામાં પોતાની મેટાઈ માનનારાઓ તથા હૈયામાં પણ એમને મૂર્ખ અને કમઅક્કલ આદિ તરીકે કલ્પીને તેમના પ્રત્યે દુર્ભાવને ધારણ કરનારાઓ, સામાજિક દૃષ્ટિએ વડિલ ગણાય એવા માણસોનું માન જાળવે, એ બનવાજોગ છે ? નાત ભેગી થઈ હોય અગર સભા મળી હોય, તો જરા તક મળતાં ઘરડાએની પાઘડીને ઉડાડનારાઓ, આજના જુવાનીયાઓની દુનિયામાં, હુંશીયાર અને બહાદૂર મનાય છે. થોડાંક વર્ષો પહેલાં, સગા નહિ એવા પણ વડિલો, બીડી પીતાં જોઈ જાય નહિ-એની કાળજી રહેતી હતી અને આજે ખૂદ માતાપિતા પણ જોઈ જાય તો ય વધે નહિ–એવું થઈ ગયું છે. ઉમ્મરે વૃદ્ધને માન આપવું, પતે ખસીને પણ આસન આપવું, તેમની સાથે નમ્રતાથી વાત કરવી અને તેમની સમક્ષ અન્ય કેઈની પણ સાથે ઉદ્ધતાઈથી વર્તવું નહિ-આવ વ્યવહાર, બે ત્રણ દશકાઓ પહેલાં તે સારી રીતિએ પ્રવર્તતે હતે. આજે એવા વૃદ્ધોની પ્રાયઃ અવગણના જ કરાય છે. માતા-પિતાદિને
Page #54
--------------------------------------------------------------------------
________________
૨૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
અને વડિલેાને નમસ્કાર કરવાના વ્યવહાર તા ગયા, પણ તેની સાથે વાતચીત કરવાની રીતિ પણ બદલાઈ ગઈ છે અને તેમાં ઉદ્ધતાઈ આવી જવા પામી છે. વિદ્યાદાતા શિક્ષકો સાથેના વ્યવહાર પણ એટલે જ અથવા તેા એથી પણ વધારે બદલાઈ ગયા છે અને બગડી ગયા છે. વિદ્યાદાતા શિક્ષકા વિનયથી પ્રસન્ન થઈને વિદ્યાનું દાન કરે; એની જગ્યાએ આજે વિદ્યાદાતા શિક્ષકોને વિદ્યાર્થીઓથી પણ ડરતા જેવા રહેવું પડે છે. જો તમારામાં કૃતજ્ઞતા અને નમ્રતા–આ એ ગુણ્ણા હાત, તેા તમારા સાંસારિક વ્યવહારો આવા કલુષિત અની જવા પામત નહિ.
વ્યવહારો કલુષિત બનવાથી ક્લેશમય બની ગયા છેઃ
સાંસારિક વ્યવહારો કલુષિત અની જવાથી, સાંસારિક વ્યવહારામાં ક્લેશમયતા પણ ખૂબ જ વધી જવા પામી છે. જો ઉપકારિઓના ઉપકાર પ્રત્યે લક્ષ્ય હાય અને સ્વાભાવિક રીતિએ નમ્રતાના ગુણુ હય, તા ફ્લેશ ઉપજાવે એવા પ્રસંગા પણ, ફ્લેશને ઉપજાવવામાં સફળ નિવડે નહિ. કેમ ? ઉપકારીની અગર વિડેલની ભૂલ પણ લાગે, હૈયામાં એમની ભૂલ પ્રત્યે કદાચ અણુગમા પણુ ઉપજે, તે છતાં પણ ઉપકારના ખ્યાલ અને નમ્રતાનેા ગુણ હોય, એટલે ખમી ખાવાનું મન થાય. મનમાં જરા ગુસ્સા આવી ગયા હાય, તે ય તે શમી જવા પામે અને પાછળથી એમ પણ થાય કે− મને આટલી વાતમાં ગુસ્સા આવી ગયા તે ઠીક થયું નહિ. આમ ફ્લેશ ઉપજાવે એવા પ્રસંગ પણ ફ્લેશને ઉપજાવી શકે નહિ. એની જગ્યાએ આજે કૃતજ્ઞતાને અને નમ્રતાના ગુણ
Page #55
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૨૧ નહિ હેવાથી, બને છે એવું કે-જે પ્રસંગ સામાન્ય રીતિએ કલેશને ઉપજાવે તે ન હોય, તે પણ પ્રસંગ કેટલીક વાર કેટલાંક કુટુમ્બમાં મેટા પણ કલેશનું કારણ બની જાય છે. મેહ, વિષયસુખને લેભ,એ વિગેરે દેશે તે જીવમાં બેઠેલા છે, પણ જીવમાં જે કૃતજ્ઞતા અને નમ્રતા હોય છે, તે એ દેશે ધાર્યું જેર કરી શકતા નથી, એ દોષે થોડે ઘણે અંશે પણ દબાતા રહે છે, અને જ્યારે કૃતજ્ઞતા અને નમ્રતા જેવા ગુણે નથી હતા, ત્યારે તે એ દેને જેર કરવાની ઘણી અનુકૂળતા પ્રાપ્ત થઈ જાય છે. એથી, વ્યવહારમાં કલુષિતતા અને ક્લેશમયતા આવી જાય છે. મેહ અને વિષયસુખને લોભ તે કહે કે-“તારા સુખની આડે જે આવે, તે ગમે તે ઉપકારી હોય કે મેટે હય, તે પણ તારે એની પરવા કરવી નહિ. એ વખતે જે કૃતજ્ઞતા ગુણ અને નમ્રતા ગુણ હોય, તે વિચાર આવે કે-“મારા ઉપકારી અથવા મારાથી મેટા મારા સુખની આડે આવે નહિ; એ મારા ભલાને માટે જ આમ વર્તતા હશે, છતાં મને તે મારા સુખની આડે આવે છે–એવું મારી બુદ્ધિની ખામીને લીધે લાગ્યું હશે, અથવા તે–એ મારા સુખની આડે આવતા હોય, તો ય શું થઈ ગયું? મારે સહન કરી લેવું, એ જ મારી ફરજ છે. હવે જો એ વખતે કૃતજ્ઞતા ગુણ અને નમ્રતા ગુણ ન હોય, તે શું થાય? ઉપકારિઓને માટે તથા વડિલોને માટે ગમે તેવા, ઘણી નીચી કેટિના પણ ખરાબ વિચારે આવે, તેમની સામે થવાનું મન થાય, તેમનું અપમાન કરવાને માટે સજજ બનાય અને કદાચ તેમનું ભંડું કરવાને માટે પણ પ્રવૃત્ત થવાય. આજે માતા-પિતા અને સંતાને વચ્ચે, પતિ અને પત્ની
Page #56
--------------------------------------------------------------------------
________________
૨૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન વચ્ચે પણ, સાસુ અને વહુ વચ્ચે, ભાઈ-ભાઈ વચ્ચે, શેઠનેકર વચ્ચે, રાજા-પ્રજા વચ્ચે અને મોટા–નાના વચ્ચે કેટલી બધી તંગદીલી વધતી જાય છે? પરસ્પરથી પરસ્પરને હંફને અનુભવ થવાને બદલે, પરસ્પરને પરસ્પર તરફના ભયને અનુભવ થાય છે. આવા વખતમાં પણ શાણા માણસે જાળવી જાળવીને વર્તે છે, હૈયા ભાવ કળાઈ ન જાય તેની કાળજી રાખે છે, પરન્તુ અન્તઃકરણમાં એક-બીજા પ્રત્યે જે ભાવે હોવા જોઈએ, તેમાં તે મેટી ખામી જ આવી જવા પામી છે; અને આ તે તમારા પિતાના પણ અનુભવની જ વાત છે ને?
દેવસ્થામાં અને ધર્મસ્થાનમાં આવેલી ઉણપનું તથા - ભક્તિની ખામીનું મૂળ પણ શું છે?
કૃતજ્ઞતા ગુણની અને નમ્રતા ગુણની ખામીને લીધે, ધાર્મિક વ્યવહારમાં પણ ઘણે બીગાડે થઈ જવા પામ્યું છે અને દિવસે દિવસે એ બીગાડે પણ વધતો જ જાય છે. શ્રાવક તરીકેના તમારા જે જે ધાર્મિક વ્યવહાર ગણાય છે તેમાં અને સાધુ તરીકેના અમારા જે જે ધાર્મિક વ્યવહાર ગણાય છે તેમાં–એ બધાયમાં આજે કૃતજ્ઞતા ગુણ સંબંધી અને નમ્રતા ગુણ સંબંધી ખામીને લીધે, ઘણાં અનિચ્છનીય અશુભ તો આવી જવા પામ્યાં છે અને શુભ ત ધીમે ધીમે ઘટતાં જાય છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવને અને ગુર્નાદિકને આપણું ઉપર કે કે અને કેટલે કેટલે ઉપકાર છે, એ વિષે તમારામાં અને અમારાઓમાં, વારંવાર વિચાર કરનારાઓ કેટલા ? દેવ-ગુરૂના ઉપકારને
Page #57
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ-શાસ્ત્રપ્રસ્તાવના
૨૩
યાદ કરીને, એ ઉપકારીઓની વિશેષ વિશેષ પ્રકારે ભક્તિ કરવાના મનોરથ કરનારા કેટલા? તમે બધા જે તમારી શક્તિ-સામગ્રી મુજબ દેવની અને ગુરૂની ભક્તિ કરવાની વૃત્તિવાળા છે, તે દેવસ્થાને અને અન્ય ધર્મસ્થાને જે રીતિએ આજે ઉણપો ભેગવી રહ્યાં છે, તે રીતિએ તે સ્થાને ઉણપને ભેગવવી પડે ખરી? દેવસ્થામાં અને અન્ય ધર્મસ્થાનેમાં તમારા દ્રવ્યને વ્યય કરવાને તમને ઉલ્લાસ કેટલે? ભગવાન શ્રી જિનેશ્વરદેવેની હું ત્રિકાલપૂજા કરું, એ તારકેની પૂજા કરવાને માટે મારી શક્તિ મુજબનાં પણ ઉત્તમેત્તમ દ્રવ્યોને હું એકઠાં કરીને પૂજામાં વાપરું આ શરીર તથા કટુમ્માદિકને માટે તે હું ઘણું ય ખર્ચ કરું , પણ દેવ-ગુરૂની ભક્તિમાં હું મારા દ્રવ્યને જેટલો વ્યય કરું, તેટલે જ લેખે છે, જે ધર્મસ્થાનમાં હું ધર્મક્રિયાઓને કરી શકું છું તથા ધર્મશ્રવણાદિ કરું છું, તે ધર્મસ્થાને માટે મારે દરરેજ-દર
જ નહિ તો દર મહિને–દર મહિને નહિ તે દર વર્ષે પણ મારે મારી શક્તિ મુજબ અમુક રકમ તો આપવી જ જોઈએ.” –આવા આવા વિચારે તમને આવે છે ખરા? જે જે બાબતોમાં તમે અણસમજુ છે તે તે બાબતેની વાત ન કરીએ, તે પણ જે બાબતો તમારી સમજમાં છે તેવી બાબતમાં પણ તમે દેવસ્થાનમાં અને અન્ય ધર્મસ્થાનમાં તમારી મુડીને ખર્ચવાને વિચાર કરતા નથી, એમાં તમારી કૃતજ્ઞતાની પણ ખામી છે–એમ તમને લાગે છે ખરું?
પ્રશ્ન- કૃપણુતા નડે છે.
કૃણતા પણ નડે, પરંતુ કૃતજ્ઞતા ગુણ હોય તો તે કુપણુતાને ધક્કો માર્યા કરે. કૃતજ્ઞ માણસ કૃપણુતાથી જે
Page #58
--------------------------------------------------------------------------
________________
૨૪ ,
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને સ્થાને વ્યય ન કરી શકતો હોય, તે એને પોતાની કૃપણુતા ઉપર રેષ ઉપજે. બાકી, તમે લોકે ખરેખર કૃપણ છે ? મોટે ભાગે તો તમે લોકે ઉડાઉ છે, એમ આજની તમારી રીતભાત ઉપરથી જણાય છે. તમે આજે. ખાવા-પીવા, પહેરવા-ઓઢવા,ફરવા-હરવા અને દોરદમામ દેખાડવા પાછળ કેટકેટલા ઉડાઉ ખર્ચાઓ કરે છે, તે તો જુઓ ! વળી તમે દેવસ્થાનાદિમાં નથી જ ખર્ચતા–એવું પણ કહી શકાય નહિ; પણ તમે મોટે ભાગે કેવા પ્રકારે ખર્ચો છે, એને જરા વિચાર કરે. દેવસ્થાને અગર તો અન્ય ધર્મસ્થાનમાં તમે
જ્યારે કઈ કઈ વાર ચડસમાં આવી જાય છે અથવા તો શરમમાં લેવાઈ જાય છે અથવા તે નામનાના લોભમાં તણાઈ જાય છે, એવા એવા વખતે તે તમે મેટી રકમે પણ ખચી નાખે છે; પણ રેજ દેવ-ગુરૂના ઉપકાને યાદ કરીને, તેઓની ભક્તિમાં પોતાની લક્ષમીને સવ્યય કરવાને ઉમંગ તમે અનુભવે છે? રેજ વિચાર આવે છે ખરે કે- આજે આ શરીરની સેવામાં અને કુટુંબના પિષણાદિમાં મેં કેટલો ખર્ચો કર્યો અને દેવ-ગુરૂની ભક્તિમાં મેં કેટલેક ખર્ચો કર્યો?” જે એ વિચાર આવે, તે તમને જ થાય કે-“હું કેટલું બધું છું? આ શરીર નાશવન્ત છે, હું આ શરીરને ગમે તેટલું સાચવું, તો ય મારું માનેલું આ શરીર મારું રહેવાનું નથી અને આ કુટુંબિએ પણ કર્મના સંબંધે મળી આવેલાં છે અને કર્મને સંબંધ પૂરે થતાં વિખુટાં પડી જવાનાં છે; આમ છતાં ચ, આ શરીર અને આ કુટુંમ્બિઓને માટે આટલો બધો ખર્ચ અને જે દેવ-ગુરૂ અને મોક્ષમાર્ગની મારી આરાધનામાં પ્રેરક અને
Page #59
--------------------------------------------------------------------------
________________
જો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
૧૫
સહાયક છે, તેમની ભક્તિ માટે કાં તા કશે। ખર્ચ નહિ અથવા તે નહિ જેવા ખર્ચ ?’પણ કૃતજ્ઞતા ગુણુ હાય અને એથી દેવગુરૂના ઉપકારને તમને તમારી સમજ મુજબ પણ વિચાર આવ્યા કરતા હાય, તે તમને આવા વિચાર આવે ને ? દેવ-ગુરૂ-ધર્મની વાતમાં આવેલી તેાછડાઈ :
કૃતજ્ઞતા ગુણની ખામીને લીધે જેમ ભક્તિનાં કાર્યોંમાં માટી ખામી આવી જવા પામી છે, તેમ નમ્રતા ગુણની ખામીને લીધે દેવ-ગુરૂની આશાતના થાય એવી પ્રવૃત્તિઓ પણ વધતી જાય છે. તમારે જ્યારે કાઈ પણ મેાટા માણસને મળવાને માટે જવાનું હાય છે, ત્યારે તમને સ્વાભાવિક રીતિએ જ વિચાર આવે છે કે ત્યાં મારે કેવા વેષ આદિને ધારણ કરીને જવું જોઈએ તથા ત્યાં મારે કેવી રીતિએ પ્રવેશ કરવા જોઈએ, કેવી રીતિએ. નમન કરવું જોઈ એ, કેવી રીતિએ બેલવું જોઇએ અને કેવી રીતિએ જેમને હું મળવા જાઉં છું તેમના વચનને ઝીલવું જોઇએ.’ તેમાં ય જો રાજા-મહારાજા, વાઇસરાય કે ગવર્નર વિગેરેને તમારે મળવાને માટે જવાનું થાય, તે તમને કેટકેટલા વિચારા આવે ? આવી કેાઈ વિચારણાના અનુભવ, દેવ-ગુરૂની પાસે જવાની વાત વેળાએ, તમને થયા છે ખરો ? આજે દેવસ્થાના અને અન્ય ધર્મસ્થાનામાં આવનારા લેાકામાં, માટે ભાગે ઠસ્સા, ખુમારી અને બેદરકારી આદિ જોવાને મળે છે. ભગવાનની સમક્ષ વાત કરતાં પણ, ઠસ્સા અને સ્થાનના ગૌરવ પ્રત્યેની એકાળજી દેખાઈ આવે છે. અમુક આચારા રૂઢ થઈ ગયેલા છે, એટલે ખમાસમણાં દેવાં એ વિગેરે તેા થાય છે, પણ
Page #60
--------------------------------------------------------------------------
________________
૨૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાતા
એમાં જે નમ્રતાના ભાવ ભળવા જોઇએ, તેમાં મેટી ખામી પડતી જાય છે. ગુરૂએની સાથે વાતચીત કરતાં અને ગુરૂએના શ્રીમુખે ધર્મોપદેશનું શ્રવણ કરતી વેળાએ પણ, નમ્રતા ગુણના કેટલા બધા અભાવ છે—તે ઘણી વાર જણાઈ આવે છે. સામે ગુરૂ મહારાજ મળ્યા હોય ને જે નમ્રતાના ભાવ હૈયામાં પેદા થવા જોઇએ, તે ભાગ્યે જ પેદા થાય છે. ગેાચરી વહેારવાને માટે સાધુ-સાધ્વી તમારે ઘેર આવે, તે વખતે તમારામાં નમ્રતાના ભાવ કેટલાક હાય છે, એ તમે જ જરા. તપાસી જોજો. તમે અંદર અંદર વાત કરતા હૈ। અને ગુરૂમહારાજની વાત નીકળે, ત્યારે તમે ગુરૂમહારાજ માટે જે રીતિએ એલા, તે ઉપરથી પણ તમારા નમ્રતા ગુણની કલ્પના થઈ શકે. આજે તા સારા જેવા ગણાતા માણસા પણ ગુરૂમહારાજની ઘસાતી વાત ગમે ત્યાં એટલી નાખે છે અને ગુરૂમહારાજની નિન્દાને સાંભળતાં વેંત જ જે આંચકા આવવા જોઇએ, તે આંચકા નથી આવતા, પણ ઘણી વાર તે રસપૂર્વક એમાં ભાગ લેવાઈ જાય છે. ધર્મના સિદ્ધાન્તાની વાતમાં પણ આવી તાડાઈ આવવા માંડી છે. વાતમાં કાંઈ સમજતા ન હેાય. અને પેાતાનું ડહાપણું ડેબ્યા વિના રહે નહિ. એમાં સિદ્ધાન્ત વિરૂદ્ધ ખેલાઈ જાય, તેના ય વિચાર નહિ. આવું પણ ઘણું અને છે અને તેમાં નમ્રતા ગુણની ખામી ઘણા ભાગ ભજવે છે. સહેલાઈથી ધર્મને પામી શકેઃ
કૃતજ્ઞતા ગુણ અને નમ્રતા ગુણ-એ એ ગુણે તે એવા છે કે જે આત્મામાં એ ગુણા હોય, તે આત્મા ધર્મને પામેલા ન હોય તે પણ, જો તેને ધર્મની પ્રાપ્તિની સામગ્રી મળી
Page #61
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ-શાસ્ત્રપ્રસ્તાવના જાય છે, તે તે ઘણી સહેલાઈથી ધર્મને પામી શકે છે. કૃતઘ્ન અને ઉદ્ધત માણસો, આ જગતમાં પણ આબાદીને સાધી શકતા નથી પણ બરબાદીને સાધે છે, તો પછી એવાએને ગમે તેટલી ઉત્તમમાં ઉત્તમ પ્રકારની ધર્મસામગ્રી મળી હોય, તો પણ એવા ધર્મને પામે જ શી રીતિએ ? જે આત્મા કૃતજ્ઞતા ગુણવાળ હોય છે, તે આત્મામાં “સામામાં શું સારું છે–એ જોવાનો ગુણ આવી જાય છે. એને બીજાને પિતાના ઉપર નાનો પણ ઉપકાર મેટો લાગ્યા કરે છે; એટલું જ નહિ, પણ કેઈએ એનું ભલું ઇચ્છવું છે એટલી વાતની પણ જે એને ખબર પડે, તો ય એ વાત એના અંતરમાં વસી જાય છે અને એને પણ એ પિતાના ઉપરને ઉપકાર માને છે. આ કૃતજ્ઞતા ગુણની સાથે, જે નમ્રતા ગુણ હોય, તો એને સદ્ગુરૂને યોગ બહુ સારી રીતિએ ફળે? કારણ કે-એ સદ્ગુરૂનું બહુમાન કર્યા વિના રહે નહિ અને સદ્દગુરૂએ કહેલી કેઈ પણ વાત જે પિતાને ન સમજાય, તો ય તે સામે થાય નહિં પણ અવસરચિત રીતિએ પૂછીને પિતાની શકાનું સમાધાન કરવાને મથે. સહેલાઈથી ધર્મને આરાધી શકે?
કૃતજ્ઞ અને નમ્ર માણસ, ધર્મને જેમ સહેલાઈથી પામી શકે છે, તેમ ધર્મની આરાધના પણ સહેલાઈથી કરી શકે છે. ધર્મી જનોને ધર્મની આરાધના કરવામાં તેમની કૃતજ્ઞતા અને નમ્રતા બહુ સહાયક બને છે. માણસ ધર્મને પામે, એટલે તે એનામાં વિવેક આવે. ઉપકાર કેને કહેવાય અને વિનય કેને કેવો થાય—એને એ સમજે. એટલે પછી તે, એ કૃતજ્ઞતાનાં મામે કે ન બનીને ધર્મને હાનિ પહોંચે
Page #62
--------------------------------------------------------------------------
________________
૨૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને એવું કરે જ નહિ. ઉપરાન્ત, ભગવાન શ્રી જિનેશ્વરદેવે અને એ તારકેને અનુસરનારા મહાપુરૂષ આદિ પ્રત્યે તે, એને ભક્તિભાવ ખૂબ જ વધી જાયકારણ કે-જ્યારે જીવને ભગવાન શ્રી જિનેશ્વરદેવના અને એ તારકેના માર્ગને અનુસરનારા મહાપુરૂષોના ઉપકારનો સાચો ખ્યાલ આવે છે, ત્યારે તો એને એમ થઈ જાય છે કે-“મારા અનન્તાનન્ત કાલમાં, મારા ઉપર અન્ય કેઈએ, કદી પણ આવા પ્રકારને ઉપકાર કર્યો જ નથી. આથી, એ જીવ કેઈ પણ સારું કામ કરતાં પહેલાં, પિતાના પરમ ઉપકારીઓને અને પરમ ઉપકારક વસ્તુઓને યાદ કર્યા વિના તથા તેમને નમન કર્યા વિના રહી શકતો જ નથી. એ મુજબ જ, ટીકાકાર આચાર્યભગવાન શ્રીમદ અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ અહીં પહેલા શ્લોકમાં સઘળા ય ભગવાન શ્રી જિનેશ્વરદેવેની સામુદાયિક રીતિએ પંદર પંદર વિશેષણથી સ્તવના કર્યા પછીથી પણ, બીજા શ્લોકમાં ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીને, ગણધરભગવાન શ્રી સુધર્માસ્વામીજીને, સઘળા ય અનુગવૃદ્ધોને અને સાથે સાથે શ્રી સર્વજ્ઞ ભગવાનની વાણીને પણ યાદ કરીને નમસ્કાર કર્યો છે અને તે પછીથી જ પોતાના અભિધેયનું સ્પષ્ટીકરણ કર્યું છે. સુદેવના સ્વરૂપમાં નિશ્ચિત બનવાની પહેલી જરૂર - આ પંચમાંગ સૂત્ર શ્રી ભગવતીજી સૂત્રની ટીકાની રચના કરવાને માટે ઉદ્યત બનેલા, પરમ ઉપકારી, આચાર્યભગવાન શ્રીમદ્દ અભયદેવસૂરીશ્વરજી મહારાજા, સૂત્રની ટીકાને શુભારંભ કરવાને માટે, સૂત્રની ટીકાને સંપૂર્ણ કરતાં સુધીમાં
Page #63
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના વિદો આવે નહિ અને વિદના આવે તો ય તે વિઘ્ન કરી શકે નહિ તેમ જ શિષ્ટાચારનું પાલન થાય-એ વિગેરે આશ
ને અવલમ્બીને મંગલની આચરણને કરતા એ મહાપુરૂષે, સઘળા ય ભગવાન શ્રી જિનેશ્વરદેવની, પંદર વિશેષણ દ્વારા, પહેલા શ્લોકમાં સ્તુતિ કરી. એ પંદર વિશેષણો વિષે તો આપણે કાંઈક વિસ્તારથી વિચારણા કરી આવ્યા છીએ. તમને બધું તો યાદ નહિ હોય, પણ એ પંદર વિશેષણે ક્યાં ક્યાં છે અને દરેક વિશેષણની શી શી વિશિષ્ટતા છે, એટલું તે ચાદ હશે ને? તવત્રયીમાં પહેલું તત્ત્વ દેવતત્ત્વ અને એ તત્ત્વના સ્વરૂપને જેટલો સાચે ખ્યાલ આવે, તેટલે સુગુરૂના સ્વરૂપનો અને સુધર્મના સ્વરૂપને પણ સહેલાઈથી
ખ્યાલ આવે. સુદેવના સ્વરૂપના વિષયમાં સુનિશ્ચિત નહિ બનનારાઓ, કદી પણ સુગુરૂના સ્વરૂપના વિષયમાં અને સુધર્મના સ્વરૂપના વિષયમાં સુનિશ્ચિત બની શકતા નથી. પહેલા શ્લોકમાંનાં પંદર વિશેષણે એવાં હતાં કે–એ વિશે‘ષણોને અને એ વિશેષણના પરમાર્થને જે ખ્યાલ આવે,
તો બુદ્ધિશાળી આત્મા, સુદેવના સ્વરૂપના વિષયમાં સુનિશ્ચિત બની જાય અને એના પરિણામે એ આત્મા સુગુરૂના સ્વરૂપના વિષયમાં તેમ જ સુધર્મના સ્વરૂપના વિષયમાં પણ સુનિશ્ચિત બની જાય. એવા તે થાડા, પણ તમે શામાં?
આથી, આવી મહત્ત્વની વાતને તમે વિસરી જવા દીધી નહિ હોય અને યથાશક્તિ યાદ કર્યા કરી હશે, એવી કલ્પના કરવાનું મને મન તો થાય ને? આ પણ, પ્રેરણા કરવાની
Page #64
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાત
એક પદ્ધતિ છે. તમને આ રીતિએ કહ્યું હોય, તેા તમને વાતને યાદ રાખવાનું મન થાય અને પહેલાં કહેવાએલી વાતા કદાચ વિસરાઈ જવા પામી હોય, તે તે વાતેાને જાણી લઈને તેની વિચારણાદિ કરવાનું મન થાય. ખાકી તે, મને લાગે છે કે મને એ પદરે પંદર વિશેષણા ક્રમ વાર યાદ હાય અને એ વિશેષણાના પરમાર્થના ખ્યાલ હોય, એવા શ્રોતાઓની સંખ્યા તેા બહુ જ નાની હશે. એક પણ શ્રોતા એવા નહિ હાય—એમ તા નહિ કહેવાય, પણ જે વાત ઘણાએને ઘણી જ સારી રીતિએ યાદ રહેવી જોઈએ એ જરૂરી છે, તે વાત કાઈ કાઇને અને તે પણ પ્રાયઃ સ્થૂલ રૂપે યાદ હશે એમ કહેવું એ વધારે ઠીક લાગે છે. તમારા નંબર એવા પ્રકારના અલ્પસંખ્યામાં પણ આવી શકે એવા છે કે પછી બાકીના અધિકસંખ્યામાં તમારા નખર ગણાઈ જાય. એવા છે—એના નિર્ણય કરવાનું કાર્ય તમને પેાતાને જ સાંપુ છું. તમે સમજી ગયા ને ?
૩૦
તત્ત્વવચીના સ્વરૂપને જાણવાની જરૂર :
આત્માના કલ્યાણુંને માટે દેવતત્ત્વના, ગુરૂતત્ત્વના અને ધર્મતત્ત્વના સ્વરૂપના વિષયમાં સુનિશ્ચિત બની જવાની તે એટલી બધી જરૂર છે કે એ વિના, આત્મા પ્રગતિના પંથે ચઢયા—એવું તાત્ત્વિક દૃષ્ટિએ કહી શકાતું નથી. આમ છતાં પણુ, જગતના જીવા જે કાઈ પણ વિષયમાં વધુમાં વધુ બેદરકાર હોય, તે તે દેવ-ગુરૂ-ધર્મ રૂપ તત્ત્વત્રીના સ્વરૂપના વિષયમાં જ વધુમાં વધુ બેદરકાર છે. એટલે જગતમાં દુ:ખી જીવાની સંખ્યા ઘણી જ મેાટી હોય અને સુખી જીવાની સંખ્યા
Page #65
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
હા હાય
ની છે અને તેના કદી પણ
અતિ અલ્પ હેય-એ કેઈ નવાઈ પમાડે એવી વસ્તુ જ નથી. પ્રગતિની વાતો કરનારાઓ ઘણા હોય, પણ એમાં પ્રગતિના પંથે ચઢેલાઓ વિરલા હોય અને પ્રગતિના નામે પણ પીછેહઠ કરી રહેલાઓ ઘણા હેય, એ ય સ્વાભાવિક છે. તમારે જે સાચી પ્રગતિ સાધવી હેય, આત્માને પ્રગતિના પંથે ચઢાવ હોય અને એમ કરતે કરતે પ્રગતિની એ અન્તિમ અવસ્થાએ પહોંચવું હોય, કે જ્યાંથી અંશ માત્રેય અવગતિની કદી પણ સંભાવના સરખી ય ન હોય, પીછેહઠનું કેઈ કારણ જ ન હેય, તો તમારે આ જીવનમાં સૌથી પહેલો અને સૌથી વિશેષ પ્રયત્ન દેવતત્વના, ગુરૂતત્વના અને ધર્મતત્ત્વના સ્વરૂપને જાણવાના વિષયમાં કર જોઈએ અને એમ કરીને દેવતત્વના, ગુરૂતત્વના અને ધર્મતત્વના સ્વરૂપના વિષયમાં સુનિશ્ચિત બની જવું જોઈએ. સુનિશ્ચિત બનવું એટલે?
દેવ-ગુરૂ-ધર્મ રૂપ તત્ત્વત્રયીના સ્વરૂપના વિષયમાં સુનિશ્ચિત. બનવું, એટલે શું? પૃથક્કરણ કરવા જોગી સમજ મેળવવી અને એ સમજને સદુપયેગ કરો. સુદેવ કેને કહેવાય તથા કુદેવ કોને કહેવાય, સુગુરૂ કેને કહેવાય તથા કુગુરૂ કેને કહેવાય અને સુધર્મ કેને કહેવાય તથા કુધર્મ કેને કહેવાય-એવું પૃથકરણ કરી શકાય,એવી દેવગુરૂ-ધર્મ રૂપ તત્ત્વત્રયીના સ્વરૂપના વિષયમાં સમજ મેળવવી જોઈએ તેમ જ એ સમજને સદુપયોગ કર્યો ત્યારે જ કહેવાય, કે જ્યારે કુદેવને ત્યાગ કરવાપૂર્વક સુદેવને સ્વીકાર કરવામાં આવે, કુગુરૂને ત્યાગ કરવાપૂર્વક સુગુરૂને સ્વીકાર કરવામાં આવે અને કુધર્મને ત્યાગ કરવા.
Page #66
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને પૂર્વક સુધર્મને સ્વીકાર કરવામાં આવે. જે આત્માઓ આટલું કરી શકે, તેઓને દેવ-ગુરૂ-ધર્મના સ્વરૂપના વિષયમાં સુનિશ્ચિત બનેલા કહી શકાય. આવા દેવ-ગુરૂ-ધર્મના સંબંધમાં સુનિશ્ચિત બનેલા આત્માઓ, સુદેવ-સુગુરૂ–સુધર્મની ઉપાસના, સેવા અને આચરણ જેટલા વધુ પ્રમાણમાં પોતાનાથી શક્ય હેય, તેટલા વધુ પ્રમાણમાં ઉપાસના, સેવા અને આચરણ કરવાને માટે ઉત્સાહિત બન્યા કરે છે. કારણ કે–તેઓને એમ લાગે છે કે- આ સંસારમાં ઉપાસના, સેવા અને આચરણ તે એક માત્ર સુદેવ–સુગુરૂ-સુધર્મની જ કરવા લાયક છે, કેમ કે-સંસારના જીવ માત્રને માટે પરમ કલ્યાણનું પરમ કારણ તો આ જ એક છે.” રાગ-દ્વેષથી તે ઘણું યાદ રાખે છેઃ
આ ભાવ, તમારા હૈયામાં પેદા થવા પામ્યું છે કે નહિ? આ ભાવ તમારા હૈયામાં પેદા થવા પામ્યું હોય, તે તે સુવિશુદ્ધ બને, દઢ બને અને ઉત્તેજના પેદા કરનારે બને–એ માટે તેમ જ જે આ ભાવ તમારા હૈયામાં હજુ સુધી પણ પેદા થવા પામ્યો ન હોય, તે આ ભાવ તમારા હૈયામાં પિદા થવા પામે–એ માટે આ વાત છે. તમે કાંઈ બરાબર યાદ રાખતા નથી–એમ કહીને તમને તરછોડવાને માટે આ વાત નથી, પણ તમને આને યાદ રાખવાની કેટલી બધી જરૂર છે એને કાંઈ પણ ખ્યાલ આવે, એ માટે આ વાત છે. સંસારમાં તમે ઓછું યાદ રાખે છે ? રાગને વશ બનીને ય તમે ઘણું યાદ રાખે છે અને દ્વેષને વશ બનીને પણ તમે ઘણું યાદ રાખે છે. એ યાદ તમને મુંઝવનારી
Page #67
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
(
૩૩
અને મારનારી છે, ભવાન્તરમાં ભમાવનારી છે, જ્યારે અહીં જે યાદની ભલામણ કરાય છે, તે યાદ છે તમને તારનારી, છે. તે માટે વિવેકી બનવું આવશ્યક છે. તમને જે પહેલા જ શ્લેકમાંનાં પંદર વિશેષણ યાદ હોય અને એ પંદરે ય વિશેષણને પરમાર્થ જે તમારા ખ્યાલમાં હોય, તો તમે એ. વિષે વારંવાર વિચાર કરી શકે અને એથી ભગવાન શ્રી જિનેશ્વરદે પ્રત્યેની તથા શુદ્ધ મોક્ષમાર્ગ પ્રત્યેની તમારી શ્રદ્ધા. ખૂબ જ નિર્મલ અને દઢ બની જવા પામે. જે રીતિએ હેતુ સરે તેમ હોય તે રીતિએ કહેઃ
ટીકાકાર મહર્ષિએ, પહેલા શ્લોકમાં સઘળા ય ભગવાન શ્રી જિનેશ્વરદેવની સ્તવના કર્યા પછીથી, અમુક અમુકને નમસ્કાર કરીને–એમ બીજા લેક દ્વારા જણાવીને, ત્રીજા સ્લેક દ્વારા પિતાના અભિધેયને સ્પષ્ટ કર્યું છે. બીજા લેકમાં જેમને જેમને નમસ્કાર કરવામાં આવ્યો છે, તેમાં સૌથી પહેલા ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજી છે. સઘળા ય શ્રી જિનેશ્વરદેવની સર્વસામાન્યપણે જે સ્તુતિ કરવામાં આવી, તેમાં ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીની સ્તુતિ પણ થઈ જ ગઈ છતાં પણ ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજી એવું નામેચ્ચારણ કરવા પૂર્વક નમસ્કાર કરીને એમ કહેવાયું છે, માટે એ વાત વિચારવા જેવી છે ને? ગ્રન્થને યેન કેન વિસ્તૃત બનાવે, એવી મહાપુરૂષેની. ભાવના હતી જ નથી. જરૂરી લાગે એટલું કહેવું, એ જ એ મહાપુરૂષોની ભાવના હતી. હેતુ ટૂંકમાં કહેવાથી સરે તેમ હેય, તે ટૂંકમાં કહેવું અને વિસ્તારથી કહેવામાં હેતુ સરે તેમ હોય, તો વિસ્તારથી કહેવું—એ જ મહાપુરૂષનું લક્ષ્ય હોય
Page #68
--------------------------------------------------------------------------
________________
૩૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન છે. એટલે સર્વસામાન્ય જિનસ્તુતિ કર્યા પછીથી પણ, ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીના નામેચ્ચારણ પૂર્વક જે નમસ્કાર કરાયે છે, તે સૂચવે છે કે–એમ કરવા પાછળ પણ એ મહાપુરૂષને કેઈ ગંભીર આશય રહેલો છે, માટે એ મહાપુરૂષને આશય શું હશે, એ વાતને પણ તમને કાંઈક ખ્યાલ આવે–એવી રીતિએ વિચાર કરવો એ જરૂરી છે. સામાન્ય-વિશેષને સંબંધઃ
તમે જાણતા તે હશે કે–સામાન્ય કરતાં વિશેષ એ વધુ વ્યવહારપ્રવૃત્ત હેવાથી લોકગ્રાહ્ય બને છે. જેમ કે-કેઇને પણ એમ કહેવામાં આવે કે “વનસ્પતિ લાવ.” તે એ વિચારમાં પડી જશે કે-“મારે કયી વનસ્પતિ લાવવી?” અવસરને અને આશયને જાણ આદમી તો કદાચ સમજી જાય કે
આ અવસરે મને એમણે વનસ્પતિ લાવવાનું જે કહ્યું છે, તે અમુક વનસ્પતિને લક્ષ્યમાં રાખીને જ કહ્યું છે અને એથી એ બુદ્ધિશાલી આદમી, વનસ્પતિ લાવ” એમ કહેનારને એ જ વનસ્પતિ લાવી આપે, કે જે વનસ્પતિને લાવવાનું એને સૂચન કરાયું હોય, પરંતુ સઘળા ય કાંઈ એવા બુદ્ધિશાલી, એટલે કે એવા અવસરના અને આશયના જાણ હોય, એ સંભવિત છે? નહિ જ. એવા બુદ્ધિશાલી તે થોડાક જ હેય, એટલે સામાન્યપણે તો એમ જ કહેવું પડે કે “લીંબડાનાં પાંદડાં લાવ” અગર તો “આંબાનાં પાંદડાં લાવ.” આમ કહ્યું હેય, તે સામાન્ય માણસ પણ જરૂરી વનસ્પતિને લઈ આવી શકે. તાત્પર્ય એ છે કે–વ્યવહાર વિશેષ નામથી ચાલે છે. -વ્યવહાર વિશેષ નામથી ચાલતો હોવા છતાં પણ, સામાન્ય
Page #69
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૩૫
વગર વિશેષ હોય જ નહિ. સામાન્ય વગર જેમ વિશેષ હોય નહિ, તેમ વિશેષ વગર સામાન્ય પણ હેય નહિ. સામાન્ય હેય તે વિશેષ હેય અને વિશેષ હોય તો સામાન્ય હોય. સામાન્ય વનસ્પતિ જ જે હયાતિમાં ન હોય, તો લીંબડે, આ આદિ વનસ્પતિમાં ગણાતાં વૃક્ષ વિશેષ હાય નહિ અને લીંબડે, આંબા આદિ કઈ પણ વૃક્ષાદિ વિશેષ જ જે ન હોય, તો વનસ્પતિ પણ હેય નહિ. જે માણસ જાત જ હયાતિમાં ન હોય, તો બ્રાહ્મણ વિશેષ, ક્ષત્રિય વિશેષ આદિ ક્યાંથી હોય? અને બ્રાહ્મણ વિશેષ, ક્ષત્રિય વિશેષ આદિ હયાતિમાં હોય, તે સામાન્ય માણસજાત પણ હયાતિમાં છે -એમ માનવું જ પડે. સમજવાનું એ છે કે–સામાન્ય પણ આદરણીય છે અને વિશેષ પણ આદરણીય છે. એમ શ્રી જિનને સામાન્યથી ય સ્તવાય અને વિશેષથી ય સ્તવાય. વિષ દ્વારા સામાન્યની સમજણુ દઢ બને
બીજી વાત એ છે કે–વિશેષ દ્વારા સામાન્યની સમજણ સારી રીતિએ આપી શકાય છે અથવા તો સામાન્યની સમજણને સુસ્થિર બનાવવાને માટે વિશેષનું વર્ણન કરવું ઘણું લાભદાયી નિવડે છે. ટીકાકાર મહર્ષિએ, પહેલા શ્લોક દ્વારા સર્વસામાન્ય શ્રી જિનસ્તુતિ કરતાં, પંદર વિશેષણે વાપર્યો અને એ પંદર વિશેષણોને વાપરીને સઘળા ય શ્રી જિનેશ્વરદેવ કેવી કેવી વિશિષ્ટતાવાળા હોય છે એને ખ્યાલ આપે; પણ એ પંદરેય વિશેષણને સર્વ પ્રકારે યોગ્ય એવી વ્યક્તિનું નામ દીધું હોય, તો એથી ભગવાન શ્રી જિનેશ્વરદેવના સ્વરૂપે વિષેની સમજ સુદઢ બને ને? એ માટે પણ, ટીકાકાર મહ
Page #70
--------------------------------------------------------------------------
________________
૩૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને ર્ષિએ ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીનું નામ દઈને જે નમસ્કાર કર્યો છે તે વ્યાજબી ઠરે છે. કેઈ પૂછે કે-આ પહેલા સ્લેકમાં જે પંદર વિશેષણ કહ્યાં, તે પંદર વિશેષણોવાળા આત્માઓ. કેવા હોય તો એમ કહી શકાય કે ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીના ચરિત્રને જોઈ લે. ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીના ચરિત્રને જોતાં, તમને લાગશે કે-એ પંદર વિશેષણથી કથનીય સઘળું ય એ તારકમાં યથાસ્થિતપણે હતું.” કરવા ધારેલા કાર્યને વધુમાં વધુ સમ્બન્ધ જેવીસમા ભગવાન
સાથે હોવાથી તેઓના નામનું ઉચ્ચારણ
અત્ર, એ વાત પણ ધ્યાન બહાર જવી જોઈએ નહિ કે “અત્યાર સુધીમાં, એક માત્ર ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજી જ એવા થઈ ગયા છે, કે જે ટીકાકાર મહર્ષિએ પહેલા.
કમાં વાપરેલાં પંદરેય વિશેષણોને સુયોગ્ય હતા અને અન્ય કેઈપણ આત્મા એ થયો જ નથી એવું છે જ નહિ.” ટીકાકાર મહર્ષિએ પહેલા શ્લોકમાં વાપરેલાં પંદરે પંદર વિશેષણ જેઓશ્રીને માટે યથાસ્થિતપણે, તદ્દન વ્યાજબીપણે જ વાપરી શકાય એવા આત્માઓ તે, અત્યાર સુધીમાં અનન્તા થઈ ગયા છે. એવા આત્માઓ ભવિષ્યમાં પણ અનન્તા થવાના છે. એવા આત્માઓ વર્તમાનમાં શ્રી મહાવિદેહ ક્ષેત્રમાં વિહરમાન પણ છે. આમ છતાં પણ, બીજા કેઈ પણ ભગવાનના નામનું ઉચ્ચારણ નહિ કરતાં, ટીકાકાર મહષિએ અત્ર માત્ર ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીના જ નામનું ઉચ્ચારણ કર્યું, તો તેનું કારણ શું? આપણને એ વાત કબૂલ છે કે–એવા આત્માઓ અનન્તા થઈ ગયા છે, પણ એ અન
Page #71
--------------------------------------------------------------------------
________________
૩૭
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
ન્તાનાં નામઠામ આદિને ખ્યાલ ટીકાકાર મહષિને પણ ન હેય. અનન્તાનાં નામઠામ આદિનું જ્ઞાન કેનામાં સંભવી શકે? અનન્તજ્ઞાનીમાં જ ! જે અનન્તજ્ઞાની બનેલ ન હોય, તેને કદી પણ અનન્તાનાં વ્યક્તિશઃ નામ-ઠામ આદિનું જ્ઞાન હાય જ નહિ. આપણે જાણીએ છીએ કે–ટીકાકાર મહર્ષિ અનન્તજ્ઞાની બનેલા તો નહતા જ. ટીકાકાર મહર્ષિ અનન્તજ્ઞાની બનેલા નહેતા, માટે પહેલા શ્લોકમાં વપરાએલાં પંદરે પંદર વિશેષણે જેઓને વ્યાજબીપણે લાગુ પડે એવા આત્માઓ અનન્તા થઈ ગયેલા હોવા છતાં પણ, તે દરેકે દરેકનાં નામાદિની ખબર, ટીકાકાર મહર્ષિને પણ ન હોય એ સ્વાભાવિક છે, પરંતુ અમુક અમુક શ્રી જિનેશ્વરદેવનાં પવિત્ર નામેની તો તેમને ખબર હોય. અન્ય ક્ષેત્રમાં થઈ ગયેલા અગર તે હાલ વિહરમાન એવા ભગવાન શ્રી જિનેશ્વરદેવનાં નામેની વાતને બાજુએ રાખીએ, તે પણ આ શ્રી ભરતક્ષેત્રને વિષે ગત ઉત્સર્પિણી કાલમાં થઈ ચૂકેલા શ્રી જિનેશ્વરદેવનાં નામાદિની તેમ જ આગામી ઉત્સપિણું કાલમાં થનારા શ્રી જિનેશ્વરદેવનાં નામાદિની તો આજે પણ કેટલાકને ખબર છે. ગત ઉત્સર્પિણી કાલમાં થઈ ચૂકેલા ચોવીસ ભગવન્તનાં નામેને સાંભળવાં છે? સાંભળે –
પહેલા શ્રી કેવલનાણુ નામના ભગવાન બીજા શ્રી નિર્વાણ નામના ભગવાન; ત્રીજા શ્રી સાગર નામના ભગવાન; ચોથા શ્રી મહાજશ નામના ભગવાન; પાંચમા શ્રી વિમલ નામના ભગવાન; છ શ્રી સર્વાનુભૂતિ નામના ભગવાન
Page #72
--------------------------------------------------------------------------
________________
હિ૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
સાતમા શ્રી શ્રીધર નામના ભગવાન; આઠમાં શ્રી શ્રીદત્ત નામના ભગવાન નવમા શ્રી દામૈદર નામના ભગવાન; દશમા શ્રી સૂતેજ નામના ભગવાન; અગિઆરમાં શ્રી સ્વામી નામના ભગવાન બારમા શ્રી મુનિસુવ્રત નામના ભગવાન; તેરમા શ્રી સુમતિ નામના ભગવાન; ચૌદમાં શ્રી શિવગતિ નામના ભગવાન પિંદરમા શ્રી અસ્તાંગ નામના ભગવાન; સલમા શ્રી નમિ નામના ભગવાન; સત્તરમા શ્રી અનિલ નામના ભગવાન; અઢારમા શ્રી યશોધર નામના ભગવાન; ઓગણીસમા શ્રી કૃતાર્થ નામના ભગવાન વીસમા શ્રી જિનેશ્વર નામના ભગવાન; એકવીસમા શ્રી શુદ્ધમતિ નામના ભગવાન; બાવીસમા શ્રી શિવંકર નામને ભગવાન; તેવીસમા શ્રી ચન્દન નામના ભગવાન અને–
વીસમા શ્રી સંપ્રતિ નામના ભગવાન.
ભેગાભેગી, આ શ્રી ભરતક્ષેત્રને વિષે આગામી ઉત્સપિણી કાલમાં જે ચોવીસ ભગવન્તો થવાના છે, તે તારકેનાં પવિત્ર નામને પણ સાંભળી લો.
પહેલા શ્રી મહાપા નામના ભગવાન બીજા શ્રી સુરદેવ નામના ભગવાન, ત્રીજા શ્રી સુપાર્વ નામના ભગવાન; ચોથા શ્રી સ્વયંમસ નામના ભગવાન,
Page #73
--------------------------------------------------------------------------
________________
૩
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
પાંચમાં શ્રી સર્વાનુભૂતિ નામના ભગવાન; છÉ શ્રી દેવસુત નામના ભગવાન; સાતમા શ્રી ઉદય નામના ભગવાન; આઠમા શ્રી પેઢાલપુત્ર નામના ભગવાન નવમા શ્રી પિટ્ટિલ નામના ભગવાન; દશમા શ્રી સરવકતિ નામના ભગવાન; અગીઆરમા શ્રી મુનિસુત નામના ભગવાન; બારમાં શ્રી અમમ નામના ભગવાન; તેરમાં શ્રી નિષ્કષાય નામના ભગવાન;
ચૌદમા શ્રી નિપુલાક નામના ભગવાન - પંદરમાં શ્રી નિર્મમ નામના ભગવાન; * આ સેલમાં શ્રી ચિત્રગુપ્ત નામના ભગવાન - સત્તરમા શ્રી સમાધિ નામના ભગવાન; ' અઢારમા શ્રી સંવર નામના ભગવાન;
એગણુસમાં શ્રી અનિવૃત્તિ નામના ભગવાન; વીસમા શ્રી વિજય નામના ભગવાન એકવીસમા શ્રી વિમલ નામના ભગવાન; બાવીસમા શ્રી દેવેપાત નામના ભગવાન; તેવીસમા શ્રી અનન્ત નામના ભગવાન; અને– ચાવીસમાં શ્રી વિજય નામના ભગવાન.
ટીકાકાર મહર્ષિએ, આમાંના કેઈ પણ ભગવાનના નામનું ઉચ્ચારણ કરેલ નથી. માની લઈએ કે–આ. શ્રી ભરતક્ષેત્રને વિષે જ ગત ઉત્સર્પિણ કાલમાં થઈ ગયેલા અને આગામી ઉત્સર્પિણી કાલમાં થનારા ભગવતેનું નામેચ્ચારણ કરીને, એ તારકેને નમસ્કાર કરવા જેટલે દૂર ટીકાકાર મહર્ષિ
Page #74
--------------------------------------------------------------------------
________________
૪૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને ન જાય, પરંતુ વર્તમાન અવસર્પિણી કાલમાં થઈ ગયેલા પણ
વીસ ભગવતેમાંથી, ટીકાકાર મહર્ષિએ શ્રી વર્ધમાનસ્વામીજીના જ નામનું ઉચ્ચારણ કર્યું, તો તેનું કારણ શું? વર્તમાન અવસર્પિણી કાલમાં જે ચોવીસ તીર્થકર ભગવાને થઈ ગયા છે, તે તારકેનાં પવિત્ર નામને તે તમે બધા જ જાણતા હશે ને ? ભૂત ચોવીસીનાં નામને અને ભાવિ વીસીનાં નામને ખ્યાલ તે આજે ઘણાને નથી; પરન્તુ જેન કુળમાં જન્મવા છતાં પણ, વર્તમાન અવસર્પિણી કાલમાં થઈ ગયેલા. ચાવીસેય ભગવાનનાં નામે જેમને બરાબર ખ્યાલ ન હોય, એવા પણ માણસે છે. થડા વખત પહેલાં તે, પાઠશાળાઓમાં ભગવાનનાં અને ભગવાનનાં માતા-પિતા આદિનાં નામે, ભગવાનનાં લાંછને વિગેરે ગોખાવતા હતા, પણ હવે એમાં ય કેટલેક અંશે ફેરફાર થઈ જવા પામ્યું છે. ખરેખર, ભગવાન પ્રત્યેના બહુમાનભાવની ખામી, બીજી ઘણી ખામીએને પેદા કરી દે છે. ખેર, આપણે તે એ વાત ચાલી રહે છે કે–આ અવસમર્પિણી કાલમાં પણ
પહેલા શ્રી ગષભદેવ ભગવાન, બીજા શ્રી અજિતનાથ ભગવાન, ત્રીજા શ્રી સંભવનાથ ભગવાન, ચેથા શ્રી અભિનન્દન સ્વામી ભગવાન, પાંચમાં શ્રી સુમતિનાથ ભગવાન, છઠ્ઠા શ્રી પાભિવામી ભગવાન, સાતમા શ્રી સુપાર્શ્વનાથ ભગવાન, આઠમા શ્રી ચન્દ્રપ્રભામી ભગવાન, નવમા શ્રી સુવિધિનાથ ભગવાન,
Page #75
--------------------------------------------------------------------------
________________
આજે ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧
દશમા શ્રી શીતલનાથ ભગવાન, અગીઆરમા શ્રી શ્રેયાંસનાથ ભગવાન, બારમા શ્રી વાસુપૂજ્યસ્વામી ભગવાન, તેરમા શ્રી વિમલનાથ ભગવાન, ચૌદમા શ્રી અનન્તનાથ ભગવાન, . પિંદરમા શ્રી ધર્મનાથ ભગવાન, સેલમા શ્રી શાન્તિનાથ ભગવાન, સત્તરમા શ્રી કુંથુનાથ ભગવાન, અઢારમા શ્રી અરનાથ ભગવાન, ઓગણીસમા શ્રી મહિલનાથ ભગવાન, વીસમા શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન, . એકવીસમા શ્રી નમિનાથ ભગવાન, બાવીસમા શ્રી નેમિનાથ ભગવાન અને તેવીસમા શ્રી પાર્શ્વનાથ ભગવાન,
-એમ તેવીસ તીર્થપતિ ભગવન્તના થઈ ગયા બાદ, વીસમા તીર્થપતિ તરીકે ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજી થયા છે; આમ છતાં પણ, પ્રથમ તીર્થપતિ શ્રી ઋષભદેવ ભગવાન આદિ કેઈના પણ નામનું ઉચ્ચારણ નહિ કરતાં, વીસમા તીર્થપતિ ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીના નામનું જ ઉચ્ચારણ ટીકાકાર મહર્ષિએ કર્યું છે, તે તેનું વિશિષ્ટ કારણ કયું છે ? | મM૦ શ્રી વર્ધમાનસ્વામી ભગવાન ચોવીસમા તીર્થપતિ છે, પરન્તુ નિકટના ઉપકારી ભગવાન તે એ જ છે, એટલે એમના નામનું ઉચ્ચારણ ટીકાકાર મહાત્માએ કર્યું છે, એવું તે માની શકાય ને?
તમે જે વાત કહી તે બરાબર છે, પણ એ વાતેય કેટલું
Page #76
--------------------------------------------------------------------------
________________
જર
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન સ્પષ્ટીકરણ માગે છે. શ્રી તીર્થકર ભગવાને માં, ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજી નિકટના ઉપકારી તીર્થકર ભગવાન છે, પરંતુ મંગલની આચરણ કરતાં, ઘણા મહષિઓએ, પહેલા તીર્થંકર ભગવાન શ્રી કષભદેવસ્વામીજી આદિની પણ પ્રથમ સ્તુતિ કરેલી છે. એટલે અહીં મુખ્ય વાત તો એ છે કે-ટીકાકાર મહર્ષિ જે કાર્યને ઉદ્દેશીને મંગલની આચરણા કરી રહ્યા છે, તે કાર્યને જે કોઈ પણ તીર્થકર ભગવાનની સાથે વધુમાં વધુ સમ્બન્ધ હેય, તે તે ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીની સાથે છે.
પ્રા. એ કેવી રીતિએ?
તમે જાણે છે કે-આ શ્રી ભગવતીજી સૂત્ર, એ પાંચમું અંગસૂત્ર છે. આ અંગસૂત્રયુક્ત દ્વાદશાંગીની રચના પાંચમા ગણધરભગવાને કરેલી છે, પણ આ દ્વાદશાંગી અર્થથી તેણે કહેલી છે? કહેવું જ પડશે કે–આ દ્વાદશાંગી પણ અન્ય ગણધરભગવાનની દ્વાદશાંગીઓની જેમ જ અર્થથી તે ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીએ જ કહેલી છે, એટલે આમાંના પાંચમા અંગસૂત્રની ટીકાની રચના કરવાનું જે કાર્ય, તે કાર્યને જે કઈ પણ તીર્થકર ભગવાનની સાથે વધુમાં વધુ સમ્બન્ધ હોય, તે તે ભગવાન શ્રી વર્ધમાન સ્વામિજીની સાથે જ છે; અને એ કારણે પણ, ટીકાકાર મહર્ષિ, ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીને તેમના નામેચ્ચારણપૂર્વક નમસ્કાર કરે છે, તે સ્થાને જ ગણાય. શ્રી મહાવીર નામ વધુ વ્યવહારપ્રચલિત છે.
તમે જાણતા તો હશે જ કે–આ અવસર્પિણી કાલમાં આ શ્રી ભરતક્ષેત્રને વિષે થયેલા ચોવીસમા તીર્થપતિ ભગવાનને અનેક નામથી ઓળખાવાય છે અને સ્તવાય
is
a
,
*
,
Page #77
--------------------------------------------------------------------------
________________
૪૩
શ્રીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
છે. જેમ પહેલા તીર્થપતિ શ્રી ઋષભદેવસ્વામી ભગવાનને, શ્રી આદિનાથ આદિ તરીકે પણ ઓળખાય છે અને વધુ પ્રચલિત પણ એ જ નામ છે, તેમ ચાવીસમા તીર્થપતિ શ્રી વર્ધમાનસ્વામીજીને શ્રી મહાવીર આદિ તરીકે પણ ઓળ ખાય છે અને વધુ પ્રચલિત પણ એ જ નામ છે. જો કે શાસ્ત્રામાં અનેક ઠેકાણે ચાવીસમા તીર્થપતિ ભગવાનને શ્રી વર્ધમાનસ્વામીજી એવા નામથી સ્તવાયા છે; જેમ કે લાગસમાં પણ વમાળલ્લ પદ્મ આવે છે અને नमोऽस्तु ચર્ચમાનાય ' આદિ પણ આવે છે; તે પણ સૂત્રાદિકમાં અનેક સ્થલાએ શ્રી મહાવીર એવા નામના જ વ્યવહાર કરાઅલે છે. શ્રી કલ્પસૂત્ર જેવામાં પણ · સમળે મગ મઠ્ઠાવીને ઈત્યાદિ પ્રયાગેા જોવાને મળે છે. આમ, વર્તમાન કાલની ચાવીસીના ચાવીસમા તીર્થપતિનું શ્રી · મહાવીર' એવું નામ અતિશય પ્રસિદ્ધ અને વ્યવહારપ્રચલિત હાવા છતાં પણુ, ટીકાકાર મહુષિએ, એ તારકના નામનું ઉચ્ચારણ કરવામાં, શ્રી વર્ધમાન એવા નામને પસંદ કર્યુ છે, તેમાં પણ કાઈ ઉમદા આશય રહેલા હાય, એ સુસંભવિત છે.
શ્રી વર્ધમાન નામની સ્થાપના :
આ અવસર્પિણીના ચાવીસમા તીર્થપતિ ભગવાનનું, શ્રી વર્ધમાન એવું નામ, તેઓશ્રીના પિતા શ્રી સિદ્ધાર્થ રાજાએ સ્થાપિત કર્યું હતું; જ્યારે તેઓશ્રીનું શ્રી મહાવીર એવું નામ, ઈન્દ્ર સ્થાપિત કર્યું હતું. આ અન્ને ય નામેાની સ્થાપનાની પાછળ ભિન્ન ભિન્ન દૃષ્ટિબિન્દુઓ હતાં.
ભગવાનનું, શ્રી વર્ધમાન એવું નામ પાડવાના વિકલ્પ
Page #78
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
તે, એ તારકને આત્મા જ્યારે શ્રીમતી ત્રિશલા માતાના ઉદરમાં ગર્ભપણે રહેલો હતું, ત્યારે જ ઉત્પન્ન થવા પામ્યું હતું.
ભગવાનને આત્મા, પહેલાં તે, આષાઢ સુદી છઠના દિને કષભદત્ત નામના બ્રાહ્મણની દેવાનંદા નામની ભાર્યાને ઉદરમાં અવતર્યો હતો અને ત્યાં જ, ગર્ભમાં આવ્યાને વ્યાશી દિવસો સુધીને ભગવાનને આયુષ્કાળ પસાર થયો હતો. ચાશીમા દિવસે, એટલે મારવાડી ગણત્રીના મહિનાઓના હિસાબે આ વદી તેરસના દિવસે અને ગૂજરાતી ગણત્રીના મહિનાઓની અપેક્ષાએ ભાદરવા વદી તેરસના દિવસે, અર્ધરાત્રિના સમયે, સૌધર્મેન્દ્રની આજ્ઞાથી, હરિણામેષી નામના દેવે, શ્રી ત્રિશલા માતાના ઉદરમાં રહેલા ગર્ભને દેવાનંદાની કુક્ષિમાં અને દેવાનંદાની કુક્ષિમાં રહેલા ગર્ભને શ્રી ત્રિશલા માતાની કુક્ષિમાં સિંકમાવ્યું હતું. - જે દિવસે, ભગવાનને આત્મા દેવાનંદાની કુક્ષિમાં અવતર્યો હતે, તે દિવસે પણ હસ્તેત્તર ઉત્તરાફાલ્યુની નક્ષત્ર હતું અને જે દિવસે ભગવાનના આત્માનું શ્રી ત્રિશલા માતાના ઉદરમાં સંક્રમણ કરાયું, તે દિવસે પણ હસ્તોત્તર નક્ષત્ર હતું. આમ જે દિવસથી ભગવાન શ્રી ત્રિશલા માતાના ઉદરમાં આવ્યા, તે દિવસથી ઈન્દ્રની આજ્ઞાને અનુસરીને તિર્થંભક દેવતાઓ, વારંવાર, વિવિધ મહાનિધાનેને શ્રી સિદ્ધાર્થ રાજાના ભવનમાં ભરવા લાગ્યા. આથી, તે આખું જ્ઞાતકુળ પણ ધન, ધાન્ય, રાજ્ય, રાષ્ટ્ર, બળ, વાહન, કેષ્ઠાગાર, પ્રીતિ-સત્કાર વિગેરેથી અત્યન્ત વૃદ્ધિ પામવા લાગ્યું. આ ઉપરાન્ત, એવા રાજાઓ, કે જેઓ પૂર્વે શ્રી સિદ્ધાર્થ રાજાને પણ નમ્યા નહતા, જેઓ પોતાના બાહુ
Page #79
--------------------------------------------------------------------------
________________
.
બીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
૪૫
બળને અંગે ભારે ગર્વને ધારણ કરતા હતા, જેઓ વિષમ સ્થાનમાં ભરાઈ રહ્યા હતા અને જેઓ દૂર વસતા હતા, એવા પણ રાજાઓ આવીને શ્રી સિદ્ધાર્થ રાજાને નમ્યા અને તેમણે શ્રી સિદ્ધાર્થ રાજાની તાબેદારીને સ્વીકાર કર્યો. - શ્રી સિદ્ધાર્થ રાજાને અને શ્રીમતી ત્રિશલા માતાને લાગ્યું કે-આ સઘળે ય પ્રભાવ, ગર્ભસ્થ આત્માના પુણ્યપ્રકર્ષને છે. આથી, તેઓને એક વાર એ વિકલ્પ ઉત્પન્ન થવા પામ્યો કે-“જ્યારથી આ ગર્ભ ઉત્પન્ન થયો છે, ત્યારથી આપણે ધન, ધાન્ય અને કનકાદિક વૈભવથી વૃદ્ધિ પામ્યા છીએ, માટે જ્યારે આ પુત્રને જન્મ થશે, ત્યારે આપણે આ પુત્રનું વર્ધમાન એવું ગુણનિષ્પન્ન નામ પાડીશું.”
જે વધ્યા જ કરે, તેને વર્ધમાન કહેવાય. અત્યારે દેખીતી રીતિએ તે વર્ધમાન ભગવાનનાં માતા-પિતા હતાં, કારણ કે વિવિધ વિભાથી તેઓ જ વૃદ્ધિને પામી રહ્યાં હતાં; પરન્તુ તેઓ પિતાની એ વૃદ્ધિને પોતાની વૃદ્ધિ નહિ સમજતાં હતાં, પરતુ એમ સમજતાં હતાં કે આ સઘળી ય વૃદ્ધિ ગર્ભસ્થ આત્માના પુણ્યોને જ આભારી છે અને એથી આ સઘળી ચ વૃદ્ધિ વસ્તુતઃ એ ગર્ભસ્થ આત્માની પિતાની છે. તેમની આવી માન્યતા હતી, માટે જ તેમણે એ ગર્ભસ્થ પુત્ર જ્યારે જન્મે ત્યારે તેનું વર્ધમાન એવું ગુણનિષ્પન્ન નામ સ્થાપિત કરવાને નિર્ણય કર્યો.
જેવું નામ હોય તેવા ગુણ હોય અથવા તે જેવા ગુણ હોય તેવું નામ હોય, એવા નામને ગુણનિષ્પન્ન નામ કહેવાય છે.
ભગવાનને આત્મા દેવલોકમાંથી ચ્યવીને આષાઢ સુદી
Page #80
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
છઠના દિવસે દેવાનંદાના ઉદરમાં અવતર્યો હતો. એ દિવસથી માંડીને, બરાબર નવ માસ અને સાડા સાત દિવસે ગયે છતે, એટલે ચિત્ર મહિનાની સુદી તેરસના દિવસે પણ મધ્યરાત્રિના સમયે, એ આત્મા શ્રીમતી ત્રિશલા માતાના ઉદરમાંથી બહાર આવ્યું, એટલે કે-જન્મને પામ્યો. એ પછી, બારમા દિવસે, એટલે મારવાડી ગણત્રી અનુસાર વૈશાખ વદી અને ગૂજરાતી ગણત્રી અનુસાર ચિત્ર વદી દશમના દિને ભગવાનને નામકરણ મહોત્સવ કરવામાં આવ્યો.
એ દિવસે, પિતાના કૌટુમ્બિક જનને તથા ક્ષત્રિયકુંડ નગરના પ્રધાન સ્નેહી જનેને પણ શ્રી સિદ્ધાર્થ રાજાએ આમંચ્યા હતા. તેમને શ્રી સિદ્ધાર્થ રાજાએ પરમ આદરપૂર્વક ભજન કરાવ્યું હતું અને ભેજન કરાવ્યા બાદ તેમને સત્કાર કરીને તેમને બેસાડ્યા હતા.
એ વખતે શ્રી સિદ્ધાર્થ રાજાએ એ લેકની સમક્ષ જાહેર કર્યું હતું કે-“હે પ્રધાન અને ! જે દિવસથી આ કુમાર દેવીના ગર્ભમાં અવતર્યો, તે દિવસથી હું હાથી, ઘોડા, ભંડાર, કેષ્ઠાગાર તથા રાજ્ય અને સુખી સ્વજન–પરિજન વડે અત્યન્ત વૃદ્ધિ પામતે આવ્યો છું; આથી, પૂર્વે પણ મને એ સંકલ્પ ઉત્પન્ન થયું હતું કે આ કુમાર જ્યારે જન્મે ત્યારે આનું વર્ધમાન એવું નામ પાડીશું! એટલે અત્યારે પણ તમારી સમક્ષ આ કુમારનું વર્ધમાન એ જ નામ હે !?
એ વખતે હાજર રહેલા શ્રી સિદ્ધાર્થ રાજાના કૌટુમ્બિક જને અને પ્રધાન નેહી જનોએ પણ, શ્રી સિદ્ધાર્થ રાજાના કુમારનું વર્ધમાન એવું નામ રાખવાના પ્રસ્તાવને, ખૂબ આનન્દથી વધાવી લીધો હતો.
Page #81
--------------------------------------------------------------------------
________________
૭
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના શ્રી મહાવીર નામની સ્થાપનાઃ
આ પ્રકારે ભગવાનનાં માતા-પિતાએ ભગવાનનું વર્ધમાન એવું નામ સ્થાપિત કર્યું, જ્યારે ઈન્દ્ર ભગવાનનું
મહાવીર” એવું નામ સ્થાપિત કર્યું. ઈન્દ્ર પણ ભગવાનનું મહાવીર એવું નામ જે સ્થાપિત કર્યું, તે ભગવાનના ગુણેને અનુલક્ષીને જ સ્થાપિત કર્યું. ઇન્દ્ર તો અવધિજ્ઞાની હોય છે. ઈન્દ્ર જોયું કે આ ભગવાન ઉપર ભારેમાં ભારે ઉપસર્ગો આવવાના છે, પરન્તુ ગમે તેવા ભયજનક ભારે ઉપસર્ગોથી પણ આ ભગવાન કંપાયમાન થવાના નથી અને ક્ષમાવત જ રહેવાના છે, માટે આ ભગવાનનું “મહાવીર” એવું નામ રાખવું, એ જ યંગ્ય છે. એમ સમજીને, ઇન્દ્ર ભગવાનનું શ્રી મહાવીર એવું નામ સ્થાપિત કર્યું. દષ્ટિબિન્દુને ફરક શાથી?
ભગવાનનાં માતા-પિતાની દૃષ્ટિમાં અને અવધિજ્ઞાની. એવા ઈન્દ્રની દષ્ટિમાં, કેટલો બધો ફરક છે–એને તમને ખ્યાલ આવે છે? ઈન્દ્ર વિવેકી છે, માટે ઈન્દ્રની આભ્યન્તર દૃષ્ટિ છે અને ભગવાનનાં માતા-પિતા અવિવેકી છે માટે તેમની બાહ્ય દૃષ્ટિ છે, એવું નથી. ઈન્દ્ર વિવેકી છે, તે ભગવાનનાં માતા-પિતા કાંઈ અવિવેકી નથી. બને ય વિવેકગુણથી સંપન્ન હોવા છતાં પણ, એકની દૃષ્ટિ ગુણ તરફ છે અને બીજાની દષ્ટિ પુણ્યપ્રકર્ષ તરફ છે, તેનું કારણ શું ? મુખ્ય કારણ તે એ જ છે કે-ઈન્દ્રને ભગવાનના ગુણોના સંબંધમાં જેવું જ્ઞાન છે, તેવું જ્ઞાન ભગવાનનાં માતા-પિતાને નથી. ઈન્દ્ર અવધિજ્ઞાની છે, એટલે ભગવાન પોતાના જીવન દરમ્યાન ભારેમાં
Page #82
--------------------------------------------------------------------------
________________
૪૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને ભારે ઉપસર્ગોના સમયે પણ કેવા અચલ અને ક્ષમાવન્ત રહેવાના છે, એ જોઈ-જાણી શકે છે જ્યારે ભગવાનનાં માતાપિતાને તેવું જ્ઞાન નથી. વળી ભગવાનનાં માતા-પિતાના હૈયામાં મુખ્યત્વે સ્નેહરાગનું જોર છે, જ્યારે ઈન્દ્રની સેવા તે ગુણ-રાગને અંગે છે. આથી, ભગવાનનાં માતા-પિતા ભગવાનનું
વર્ધનાન” એવું નામ સ્થાપિત કરે, એ પણ સ્વાભાવિક છે અને ઈન્દ્ર ભગવાનનું “મહાવીર” એવું નામ સ્થાપિત કરે, એ પણ સ્વાભાવિક છે. ભગવાનના ધીરપણાની અને વીરપણાની ઇન્ટે કરેલી પ્રશંસા:
પ્રશ્નબાલક્રીડાના પ્રસંગને લઈને ભગવાનનું વીર નામ પડ્યાનું સંભળાય છે ને ?
એ ઉલ્લેખ પણ આવે છે. ભગવાન જે સમયે આઠ વર્ષની પૂરી ઉમ્મરના નહેતા થયા, તે સમયે સમાન વયના મંત્રિપુત્ર, સામંતપુત્ર, શ્રેષ્ઠિપુત્ર, સેનાપતિપુત્ર આદિ બાળકે, કે જેઓ રમવામાં વિચક્ષણ હતા, તેમની સાથે બાલભાવને સુલભ એવી કીડા કરતા હતા. તેમાં, એક પ્રકારની વૃક્ષક્રીડા પણ તેઓ કરતા હતા. વૃક્ષકડાની રમત રમવાને માટે, એવી શરત નક્કી કરી હતી કે જે બાળક વૃક્ષ પર પહેલે ચઢી જાય અને પહેલો ઉતરી જાય, તે બાળક બીજા બાળકની પીઠ ઉપર સ્વારી કરીને તેમને ચલાવે.” આવી શરતવાળી રમત રમાતી હતી, તે દરમ્યાનમાં બન્યું એવું કે–સૌધર્મ દેવતાએની સમક્ષ ભગવાનના ધીરપણાની અને વિરપણાની પ્રશંસા કરી. ભગવાનના ધીરપણાની અને વીરપણાની પ્રશંસા કરતાં, 'ઈન્દ્ર ત્યાં સુધી કહી દીધું કે–દેવ, દાનવ કે ઈન્દ્ર પિતે પણ,
Page #83
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
ખલવયસ્ક એવા ય ભગવાનને ડરાવી શકે તેમ નથી.” એક દેવથી એ પ્રશંસા સહાઈ નહિ ઃ
આ વાત તદ્દન સાચી હતી. જેવી હકીકત હતી, તેવી જ હકીકત ઇન્દ્રે કહી હતી. પણ ભગવાનની એવી પ્રશંસા ઈન્દ્રે કરી, એ એક સામાન્ય દેવથી સહન થઈ શકી નહિ.
૪૯
ભગવાનની એવી પ્રશંસા કરનાર ઈન્દ્રનું કથન અવિચારી છે, સ્વચ્છન્દી છે અને ઉદ્ધતાઈની એક ચેષ્ટા સમાન છે—એમ એ દેવને લાગે છે, પણ એ વખતે તે એ દેવ ઈન્દ્ર પોતાના સ્વામી છે' એમ સમજીને ચૂપ રહે છે. એ દેવ પોતાના સ્વામીની સામે નથી ખેાલતા, તે વિનયને કારણે નથી ખેલતા એમ નહિ; પણ એને ખખર છે કે- ઈન્દ્ર જો કાખ્યા, તા આપણું તે આવી જ બનશે.' જો એ દેવમાં વિનય હાત, તા તા અને વિચારેય આવત કે—‘ ઇન્દ્ર જેવા બલવાન પણ જ્યારે માલવયસ્ક એવા ય ભગવાનની ધીરતાની અને વીરતાની પ્રશંસા કરે છે, ત્યારે એમાં કાંઈક તત્ત્વ જરૂર હશે! દર્ષ્યાળુઓ ક્લિષ્ઠ પરિણામેામાં રમતા હોય છે ઃ
પણ અહીં સ્વભાવદોષે જ અગત્યના ભાગ ભજળ્યેા છે. એ દેવ પોતે અત્યન્ત ક્લિષ્ટ પરિણામવાળા અને અતુલ મિથ્યાત્વને લીધે વિવેકહીન હતા. જેઓના પરિણામે। અત્યન્ત ક્લિષ્ટ હાય છે, તેઓ કેાઈની પણ સારી વાતને સહી શકતા નથી. કાઈની પણ પ્રશંસાને સાંભળતાં, હૈયામાં આનન્દ પ્રગટવા અને ઇર્ષ્યાના ભાવ પેદા નહિ થવા, એ પણ એક ગુણ છે. વિવેકને લઇને, પ્રશંસા વ્યાજબી છે કે નહિ અગર એ સ્થાને છે કે નહિ—એવા પ્રકારના વિચાર આવવા, એ જૂદી વસ્તુ છે અને
Page #84
--------------------------------------------------------------------------
________________
૫૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
કેઈની પણ પ્રશંસાને સાંભળતાં હૈયામાં ઈર્ષાને ભાવ પેદા થ, એ જુદી વસ્તુ છે. ઈર્ષ્યા, એ અત્યન્ત ક્લિષ્ટ પરિ ણામની સૂચક વસ્તુ છે. માણસે એટલી લાયકાત તે જરૂર કેળવવી જોઈએ કે-કઈ ગમે તેવાની પણ પ્રશંસાને સાંભળતાં, હૈયામાં કદી પણ ઈર્ષ્યાભાવ પ્રગટે નહિ. કેઈનું પણ સારું, તમારા હૈયામાં ઈર્ષ્યાભાવને તે પેદા કરે જ નહિ–એવી તમારી સ્થિતિ છે ? કોઈનું પણ સારું થતું હોય, ભલું થતું હોય, તે એમાં તમે નારાજ તો નહિ જ ને ? ચતુવિધ શ્રીસંઘમાં ગણાતી કેટલીક વ્યક્તિઓમાં પણ આજે ઈર્ષ્યાને દેષ વધી જવા પામ્યું છે, એમ તમને લાગે છે ? સમાજમાં, બીજાએને સારા બનાવવાની પેરવી વધારે ચાલી રહી છે કે જેનું સારું થતું હોય તેનું ભૂંડું કરવાની પેરવી વધારે ચાલી રહી છે ? ઈર્ષ્યાને આધીન થયેલ અસત્ય પણ બેલે, આળો પણ ચઢાવે, છતી વસ્તુઓને અછતી કરવાને અને અછતી વસ્તુઓને છતી કરવાને પણ મળે અને જ્યાં તક મળે ત્યાં કાનભંભેરણું પણ કરે. આવું કરનારાઓ, કેટકેટલા લિષ્ટ પરિણામમાં રમતા હોય ? આવા ઈષ્યભાવને આધીન બની ચૂકેલાઓ, બીજાઓનું તે બગાડી શકે કે નહિ–એ અનિશ્ચિત છે, પરંતુ પિતાનું તે અવશ્ય બગાડે છે. બીજાઓનું બગાડી શકવામાં તે, બીજાઓને તેમનું બગડે-તે પાપદય સહાયક બનાવે જોઈએ, જ્યારે ઈર્ષ્યાળુનું બગડવામાં તે એને પાપદય સહાયક બની જ ચૂકેલે છે. એ ઈર્ષ્યાળુ બન્ય, એ જ એને પાપોદય છે. ઇર્ષાળુ અનેક દેને પાત્ર બને છેઃ
ઈર્ષ્યાળુ બનેલા દેવને જેમ તેના સ્વામી ઇન્દ્રને માટે
Page #85
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ-શસ્ત્રપ્રસ્તાવના
૫૧
એવું લાગ્યું કે સ્વામીનું આ કથન અવિચારી છે, સ્વછન્દી છે અને ઉદ્ધતાઈની ચેષ્ટા સમાન છે, તેમ અહીં પણ ઈર્ષ્યાળુ બનેલાઓને પિતાના વડિલો અને ગુરૂઓ આદિના સંબંધમાં અગ્ર વિચારે આવવા, એ કઈ અસંભવિત વસ્તુ છે? ઈર્ષ્યાળુ, ગુણમાં પણ દોષ જૂએ. જેના પ્રત્યે ઈર્ષાનો ભાવ હાય, તેના જ ગુણને એ દોષ રૂપે જુએ–એમ નહિ, પરંતુ જેના પ્રત્યે ઈર્ષાનો ભાવ હોય, તેની પ્રશંસા કરનારના પણ ગુણને એ દોષ રૂપે જૂએ. ઈર્ષ્યાળુ દોષદષ્ટિવાળે બનીને, અવિનીત આચરણને આચરનારે અને ક્રૂર સ્વભાવવાળે પણ બને. એ એવો વિચાર પણ નહિ કરે કે–“મારી ઈર્ષ્યાના પાપે હું બીજાઓના કેટકેટલા ભૂંડામાં નિમિત્ત બની રહ્યો છું !” પણ પિતાના ભૂંડાનું જેને ભાન નથી, તેને બીજાને વિચાર આવે જ શી રીતિએ? જે ઈર્ષાળુ બને છે, તેનામાં પરનિન્દાને અને સ્વપ્રશંસાને દેષ પણ આવ્યા વિના રહેતે નથી. સજજન બનવાને ઈચ્છતા અને સર્જન બન્યા રહેવાને ઈચ્છતા માણસે, પરનિન્દા અને સ્વપ્રશંસા–એ બને ય દેથી સદાને માટે દૂર રહેવાનો પ્રયત્ન કરે જોઈએ. સારા માણસના મઢે જેમ પરેનિન્દા શેભે નહિ, તેમ સ્વપ્રશંસા પણ શેભે નહિ. પૂર્વકાળનાં કથાનકેમાં કેટલેક સ્થળે એવા પ્રસંગે પણ આવે છે કે–ઉત્તમ આત્માઓ પોતાના મુખે પિતે કયા કુળના છે અને ક્યા સ્થાનના છે, એ વિગેરેને પરિચય આપવાનું પણ પસંદ કરતા નહિ. દેવ ભ પમાડવાને માટે જાતે આવ્યો? - પિલ દેવ વિચાર કરે છે કે-અચિન્ય માહામ્યવાળા
Page #86
--------------------------------------------------------------------------
________________
પર
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને ઈન્દો પણ, એક માનવી બાળકને ય ક્ષેભ પમાડી શકે નહિ, એ શું સંભવિત છે?” અર્થાત્ –એને એ અસંભવિત લાગતું હતું. એટલે એ દેવે નિર્ણય કર્યો કે હું પોતે જ ત્યાં જાઉં અને તે બાળકના પૈર્યની પરીક્ષા કરૂં!” ( આ પ્રમાણેને નિશ્ચય કરીને, તે દેવ ત્યાં આવ્યું, કે
જ્યાં શ્રી વર્ધમાનકુમાર સમવયસ્કેની સાથે વૃક્ષકીડા કરતા હતા. ત્યાં આવીને તે દેવે, દેખાવ માત્રથી પણ અતિ ભયને ઉપજાવે એવા સર્પના રૂપને ધારણ કર્યું અને જે વૃક્ષ ઉપર ચઢવા-ઉતરવાની રમત રમાવાની હતી, તે વૃક્ષની નીચેના ભાગમાં તે રહ્યો. વિકરાળ અને ભયંકર એવા સર્પને જોતાંની સાથે જ, બીજા બાળકે તે ત્યાંથી નાસવા જ લાગ્યા, પરન્તુ શ્રી વર્ધમાનકુમાર તે જરા ય ક્ષોભ પામ્યા નહિ. તેમણે તે, પોતાના હાથથી પેલા સર્ષને એક દેરડીની જેમ પકડીને, દૂર ફેંકી દીધો. સવ હાર્યોઃ
એ બનાવને જોઈને, પિલા બાળકે પાછા આવ્યા અને રમત શરૂ કરવા માંડી. પેલે દેવ જ્યારે સર્પ બનવા દ્વારા પણ શ્રી વર્ધમાનકુમારને ક્ષોભ પમાડી શક્યો નહિ, ત્યારે તેણે એક નાના રાજકુમારનું રૂપ ધારણ કર્યું અને તે પણ પેલા બાળકની જેમ શ્રી વર્ધમાનકુમારની સાથે રમવાને માટે આવ્યા.
રમતના ક્રમ અનુસાર સઘળા બાળકેએ વૃક્ષ ઉપર ચઢવા માંડ્યું. તેમાં, શ્રી વર્ધમાનકુમાર જ, સૌથી પહેલા વૃક્ષની ટેચે પહોંચી ગયા અને વૃક્ષની ટેચે પહોંચીને વૃક્ષની ઉપરથી નીચે
Page #87
--------------------------------------------------------------------------
________________
પર
બીજો ભાગ-શાસ્ત્રપ્રસ્તાવના ઉતર્યા પણ સૌથી પહેલા.
આથી, એક પછી એક–એમ બધા બાળકેએ, જીતેલા એવા શ્રી વર્ધમાનકુમારને, પિતાની પીઠ ઉપર આરૂઢ કર્યા અને પછી એક ઘોડાની જેમ બે હાથના અને બે પગેના મળીને ચાર પગના દેખાવથી પિતે ચાલ્યા. અનુક્રમે, પેલે બનાવટી રાજકુમાર, કે જે દેવ છે, તેને વારે આવ્યા. તેણે પણ, પહેલાં તે, શ્રી વર્ધમાનકુમારને પોતાની પીઠ ઉપર આરૂઢ કર્યો, પણ શ્રી વર્ધમાનકુમારને પિતાની પીઠ ઉપર આરૂઢ કરીને, તે દેવે, તેમને ક્ષોભ પમાડવાનો પ્રયત્ન આરંભ્ય. - તત્કાલ, એ દુષ્ટ બુદ્ધિવાળે દેવ, વિકરાળ રૂપ કરીને મોટા મેટા પર્વતને પણ નીચા કરે તેમ વધવા લાગે તેના પાતાલ જેવા મુખમાં રહેલી જીભ, તક્ષક જાતિના નાગ જેવી દેખાવા લાગી; ઉંચા પર્વત જેવા તેના માથા ઉપર રહેલા કેશે, દાવાનળની વાલાઓ જેવા દેખાવા લાગ્યા, તેની ભયંકર દાઢે, કરવત જેવી જણાવા લાગી, તેની આંખે, અંગારાથી ભરેલી સઘડીઓના જેવી દેખાવા લાગી; તેનાં નસકેરાં, ગિરિગુફાઓની જેમ ઘોર દેખાવા લાગ્યાં અને તેની બે ભ્રમરે, જાણે બે મોટી સર્પિણીઓ જ હોય એવી દેખાવા લાગી.
આ પ્રમાણે પેલે દેવ પિતાના વિકરાળ રૂપને વધારી રહ્યો હતો, એથી શ્રી વર્ધમાનકુમાર જરા ય ક્ષેભ પામ્યા નહિ. એ તે ત્રણ નિમલ જ્ઞાનેએ સહિત હતા. તરત જ એમણે ઉપયોગ મૂળે કે-આ કેણ છે?” અને શ્રી વર્ધમાનકુમારે જાયું કે–આ દેવ તે મારી પરીક્ષા કરવાને માટે આવેલ છે” એટલે શ્રી વર્ધમાનકુમારે, તે દેવની પીઠ ઉપર એક એવી મુકતી મારી, કે જેથી તે દેવ વામન બની ગયે.
Page #88
--------------------------------------------------------------------------
________________
૫૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને કેટલું જબ્બર પરાક્રમ ? આ પ્રમાણે શ્રી વર્ધમાનકુમારની વીરતાને અને ધીરતાને અનુભવ થવાથી, તે દેવ ભગવાનને નમી પડ્યો અને પ્રભુને ખમાવીને તે પોતાના સ્થાનકે ચાલ્યો ગયો. આ પ્રસંગને અનુલક્ષીને પણ ઈન્દ્ર શ્રી વર્ધમાનકુમારનું વીર એવું નામ સ્થાપિત કર્યાનું કહેવાય છે. યોગ્યતા પહેલા જોઈએ? - અયોગ્ય આત્માઓની પાસે, ઉત્તમ પણ આત્માઓની પ્રશંસા કરવામાં ય, કેટલું બધું જોખમ રહેલું છે? એકને પ્રશંસા કરવાનું મન થાય અને એકને પાડવાનું મન થાય, એવું નાટક તે, આ સંસારમાં ઠામ ઠામ ચાલી રહ્યું છે. આ પ્રસંગ ઉપરથી બેધ લેવા જેવું છે. કો? બનવાને ! લાયકાત કેળવવાને ! કારણ કે–દરેકે દરેક સારી વસ્તુ લાયકાતની અપેક્ષા રાખે છે. અરે, હાજરીમાં અયોગ્યતા હોય છે તે દૂધ પણ પચી શકતું નથી, તે પછી આ તે ગુણેની વાત છે. ગુણેની વાતમાં ગ્યતા તે પહેલી જોઈએ. ટીકાકાર મહર્ષિના હૈયાને વર્ધમાનભાવ:
ટીકાકાર મહર્ષિ આચાર્યભગવાન શ્રીમદ્દ અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ પંદર વિશેષણ દ્વારા સર્વસામાન્ય શ્રી જિનસ્તુતિ કર્યા બાદ, બીજા લેકની શરૂઆતમાં, આ અવસર્પિણી કાલમાં આ શ્રી ભરતક્ષેત્રને વિષે થઈ ગયેલા ચોવીસ તીર્થકર ભગવાને પૈકીના ચાવીસમા તીર્થકર ભગવાનને, તેમના નામનું ઉચ્ચારણ કરવા પૂર્વક નમસ્કાર કર્યો છે. એને અંગે આપણે અત્યાર સુધીમાં કેટલીક વાતો કરી આવ્યા. તેમાં વાત એ હતી કે–શ્રી મહાવીર એ નામ વિશેષ લેકપ્રચલિત
Page #89
--------------------------------------------------------------------------
________________
૫૫
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના અને ઈન્દ્રસ્થાપિત હોવા છતાં પણ, ટીકાકાર મહર્ષિએ શ્રી વર્ધમાન એવા નામનું ઉચ્ચારણ કેમ કર્યું? એ માટે આપણે જેઈ આવ્યા કે–શ્રી વર્ધમાન એવું નામ કયા સંગમ સ્થાપિત કરવામાં આવ્યું હતું. અહીં પણ એમ લાગે છે કેટીકાકાર મહર્ષિના હૈયામાં વર્ધમાનભાવ રહેલું છે અને એથી જ એ મહાપુરૂષે “ નયા છીમારી ” એમ નહિ લખતાં, “બપિ ઝીયાવાય ” એમ લખ્યું હોય. ટીકાકાર મહષિને હજુ તે આગળ વધવું છે ને ? નવ અંગસૂત્રની ટીકાની રચના કરવી છે, તેમાં હજુ તે તેમણે ત્રીજા અંગસૂત્ર અને ચોથા અંગસૂત્ર—એ બે અંગસૂત્રની ટીકાઓની રચના કરી છે. આ પંચમાંગ સૂત્રની ટકાની રચના, એ તે તેમની ત્રીજી ટીકારચના છે. આ ત્રીજી ટીકારચનાને પૂર્ણ કરીને, છ ટીકારચનાને કરવાની તેમની ભાવના છે. એમાં ય, આ પાંચમા અંગસૂત્રની ટીકાની રચના કરવી, એ કઈ સાધારણ કાર્ચ નથી, પણ અસાધારણ કાર્ય છે, એમ કહીએ તો પણ ચાલે. એટલે તેમના હૈયામાં વર્ધમાનભાવ રહેલે જ છે અને એ વર્ધમાનભાવને અંગે, અહીં મંગલાચરણમાં વર્તમાન શાસનના નાયકને, શ્રી વર્ધમાન નામથી નમસ્કાર કરે તે ચગ્ય જ છે. શકુન કરતાં શબ્દ આગળા : - અહીં કેઈ કહેશે કે–‘વર્તમાન શાસનના નાયક ભગવાનને શ્રી મહાવીર એવા નામથી સ્મરીને અને એ નામના ઉચ્ચારણુપૂર્વક નમસ્કાર કરીને, ટીકાકાર મહર્ષિએ પિતાના કાર્યને આગળ ધપાવ્યું હતું, તે શું એથી તેમને હેતુ બર આવત નહિ ?” એવું કહેનારને કહેવાય કે શ્રી મહાવીર એના
Page #90
--------------------------------------------------------------------------
________________
૫૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને નામના ઉચ્ચારણપૂર્વક નમસ્કાર કરવાથી પણ હેતુ સરે, જરૂર સરે, પણ સામાન્ય નિયમ એ છે કે- હૈયામાં જેવા પ્રકરને ભાવ હોય અથવા તે જેવું બનવાનું હોય, તેવા જ શબ્દ પ્રાયઃ મુખમાંથી નીકળે છે.
જ્યારે સતી દ્રૌપદીને છોડાવી લાવવાને માટે શ્રી કૃષ્ણની સાથે પાંડ પક્વોત્તર નામના રાજાના દેશમાં ગયા, ત્યારે પક્વોત્તર રાજા તેમની સાથે યુદ્ધ કરવાને માટે આવી પહોંચતાં, શ્રી કૃષ્ણ પાંડેને કહ્યું કે-આની સાથે તમે યુદ્ધ કરે; અથવા તે, હું યુદ્ધ કર્યું અને તમે જૂઓ.'
એ વખતે પાંડેએ શ્રી કૃષ્ણને કહ્યું કે-“આવા કાયરની સાથે આપના જેવાને તે લડવાનું હોય ? આપની આજ્ઞાથી અમે જ તેની સાથે લડીશું, પછી જોઈએ તે તે છતે અને જોઈએ તે અમે જીતીએ.
પાંડવેના આવા શબ્દો માત્રથી, શ્રી કૃષ્ણ, એ યુદ્ધનું પરિણામ કેવું આવશે, તે સમજી ગયા; પણ પછી પોતે યુદ્ધ કરીને બાજીને સુધારી લેશે–એમ ધારીને કાંઈ બોલ્યા નહિ.
હવે પવોત્તર રાજાની સાથે યુદ્ધમાં ઉતરેલા પાંડે, પિતાનું ધાર્યું નહિ નિપજી શકવાથી, શ્રી કૃષ્ણને શરણે આવ્યા. એ વખતે, શ્રી કૃષ્ણ હસતાં હસતાં કહ્યું કે–“તમે યુદ્ધમાં જતી વખતે જે “એ જીતશે કે અમે જીતીશું”—એમ બેલેલા, તે ઉપરથી જ હું તે સમજી ગયું હતું કે તમે હારીને પાછા આવવાના છે.”
દુનિયામાં પણ કહેવાય છે કે “ શકુન કરતાં શબ્દ આગળ.” સારામાં સારા ગણાય તેવા શુકન થયા હોય, પણ નીકળતાં કે પેસતાં કાને જે ખરાબ શબ્દ પડે, તે સાસ
Page #91
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૫૭
શુકનનું ફળ રહી જાય અને ખરાબ શબ્દનું ફળ આવી મળે. તમે કઈક કામે જતા છે અને એ વખતે અચાનક જે તમારા કાને એવા ભાવાર્થના શબ્દો પડે કે-“તારું કામ સિદ્ધ થશે” અથવા તે “તું ફાવીશ” તો એવા પ્રકારના શબ્દ એવા ભાવિના સૂચક ગણાય કે–તમે જે કામે જઈ રહ્યા છે, તે કામમાં તમે જરૂર સફળ નિવડવાના ! કઈ પણ કાર્યાર્થે જવાની વાત થાય અને તમે કહે કે- એ કાર્ય મારાથી નહિ થાય તે?” તે વસ્તુ તમારી ભાવિ નિષ્કલતાની સૂચક ગણાય. આમ શબ્દનું પણ ઘણું મહત્ત્વ છે. -
આ દષ્ટિએ વિચારીએ, તો આપણને એવી કલ્પના કરવાનું મન થઈ જાય કે-ટીકાકાર મહર્ષિના હૈયામાં જે વર્ધમાનભાવ રહેશે, તે સફલ થવાને હેવાથી, તેવા જ નામથી તેમને ભગવાનને નમસ્કાર કરવાનું મન થયું. - ચાર અતિશય : ' 'હવે “ના જીવયંનાના” એમાં વર્ધમાન પૂર્વે જે શ્રી શબ્દ વાપરવામાં આવેલ છે, તે શું સૂચવે છે? એ શ્રી શબ્દ એવું સૂચન કરે છે કે-ભગવાન શ્રીયુક્ત છે. એટલે કેભગવાન શ્રી વર્ધમાનસ્વામીજી, કે જેઓ શ્રીએ કરીને યુક્ત છે, તેમને નમસ્કાર કરીને–એ પ્રમાણે ટીકાકાર મહર્ષિનું કહેવું છે. ભગવાનની શ્રી એટલે લક્ષ્મી કયી? પ્રધાન લક્ષ્મી તે કેવલજ્ઞાન જ ને ? આ રીતિએ, ટીકાકાર મહષિએ અહીં ભગવાનના સાનાતિશયને સ્પષ્ટ રૂપે જણાવ્ય; અને જ્ઞાનાતિશયને જણાવવા દ્વારા, ટીકાકાર મહર્ષિએ ભગવાનના જે ચાર મુખ્ય અતિશય ગણાય છે, તેને પણ જણાવ્યા–એમ કહી શકાય.
Page #92
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાના
જ્ઞાનાતિશય ત્યારે જ પ્રગટે છે, કે જ્યારે અપાયાપગમાતિશય પ્રગટ્યો હોય. અપાયાપગમાતિશય પ્રગટથા વિના, જ્ઞાનાતિશય પ્રગટતા જ નથી. એનું કારણ એ છે કે કેવલજ્ઞાની તે વીતરાગ જ અની શકે છે. જે વીતરાગ અનેલ નથી, તે કેવલજ્ઞાની બની શકે, એ શકય જ નથી. જેણે જેણે પોતાના કેવલજ્ઞાન રૂપ આત્માના ગુણને પ્રગટ કરવા હાય, તેણે તેણે પહેલાં પોતાના રાગને સર્વથા ક્ષય કરી જ નાખવા જોઇએ અને પેાતાના રાગના સર્વથા ક્ષય કરવા દ્વારા વીતરાગ અનવું જ જોઇએ. ભગવાન તેા રાગદ્વેષની જડને જ ઉખેડનારા છે. રાગ-દ્વેષની જડ જેનામાં હાય, તે કષ્ટ પામે છે. પ્રભુ રાગ-દ્વેષની જડને જ ઉખેડનારા હેાવાથી, તે બાહ્ય કષ્ટોને પણ દૂર કરનારા છે. એ અતિશયને અપાયાપગમાતિશય કહેવામાં આવે છે. ભગવંત જ્યાં જ્યાં વિચરે, ત્યાં ત્યાં ઇતિ આદિ ઉપદ્રવા થતા નથી. આ વિશિષ્ટતા, શ્રી તીર્થંકર નામકર્મના ઉદયને આભારી છે. એટલે જ, જે કોઈ વીતરાગ અને, તે બધા અપાયાપગમાતિશયથી સમ્પન્ન અને એવા નિયમ નથી; પરન્તુ ભગવાન શ્રી અરિહન્તદેવાના આત્માઓ જ જ્યારે વીતરાગ અને છે, ત્યારે અપાયાપગમાતિશયથી અન્વિત અને છે. વીતરાગ બન્યા પહેલાં, એ અતિશય કેમ નહિ ? ખૂદ પાતે જ અપાયની જડ રાગ-દ્વેષથી અન્વિત છે, ત્યાં અન્યાના અપાયાના અપગમ થવારૂપ અતિશય, સંભવિત અને જ શી રીતિએ ? વીતરાગ અન્યા પછીથી જ, પણ વીતરાગ બન્યા પછીથી તરતમાં જ આત્મા કેવલજ્ઞાની અને છે, એટલે અપાયાપગમાતિશયના અને જ્ઞાનાતિશયના પ્રગટીકરણ વચ્ચે સમયના લાંબે તફાવત રહેતા નથી.
૫૮
Page #93
--------------------------------------------------------------------------
________________
=
=
=
=
=
=
==
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૫૯ એ જ રીતિએ, કેવલજ્ઞાન પ્રગટ થતાંની સાથે જ પૂજાતિશય અને વચનપતિશય પ્રગટે છે, કેમ કે-કે પણ ભગવાનને કેવલજ્ઞાન થતાંની સાથે જ, દેવતાઓ આવીને સમવસરણની રચના કરે છે તેમ જ ત્યારથી આઠ પ્રાતિહાર્યો ભગવાનના જીવનભરના સાથીદારે બની જાય છે. કેવલજ્ઞાની ભગવાન જ્યાં સુધી સદેહે વિચરે છે, ત્યાં સુધી એ તારકની સેવામાં ઓછામાં ઓછા એક કરેડ દેવતાઓ તે, સદાને માટે, સાથે રહે છે. આ બધે પૂજાતિશય છે. આમ તે, ભગવાન જ્યારથી રવે અગર ઉદ્વર્તન પામે અને માતાના ગર્ભમાં આવે, ત્યારથી જ દેવેન્દ્રાદિથી પૂજાવા માંડે છે, પરતુ ભગવાન પૂજાયા જ કરે એવા પ્રકારને જે પૂજાતિશય, તે તે કેવલજ્ઞાન થતાંની સાથે તરતમાં જ પ્રગટે છે.
જેમ પૂજાતિશય કેવલજ્ઞાન થતાં તરતમાં જ પ્રગટે છે, તેમ ભગવાનને વચનાતિશય પણ કેવલજ્ઞાન થતાં તરતમાં જ પ્રગટે છે. એ તારક બેલે એક ભાષામાં ને સાંભળનાર સૌને ભગવાન પિતાપિતાની ભાષામાં બોલતા હોય એવું લાગે. દે ને માનવે જ સમજી શકે–એમ નહિ, પણ પશુપંખીઓ પણ સમજી શકે. ભગવાન કેઈ વાત કહે અને એ વાત નહિ સમજાવાથી મનમાં જ્યાં સંશય પેિદા થાય, ત્યાં તે એને એને સંશય ભેદાઈ જાય એવું સાંભળવાને મળે. એને થાય કે-ભગવાન મારા મનમાં હમણાં જ ઉત્પન્ન થવા પામેલા સંશયને સમજી ગયા અને તેને ખૂલાસે આપી દીધા. ભગવાનની દેશના ચાલે, તે જાણે મધુર સંગીત ચાલી રહ્યું એવું લાગે. ગમે તેવો મિથ્યાદષ્ટિ જીવ પણ, ભગવાનના વચનને વિરોધ કરી શકે નહિ. આ બધે ભગવાનના વચના
Page #94
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને તિશય પ્રભાવ છે. આપણે મુદ્દો તે એ છે કે-એક માત્ર જ્ઞાનાતિશયને કહેવા માત્રથી પણ, ભગવાનના ચારેય અતિશયે કહેવાઈ જાય છે. સર્વોત્તમ કટિના ચારિત્ર વિના સર્વોત્તમ કોટિનું જ્ઞાન
પ્રગટે જ નહિ : ભગવાન અનન્તજ્ઞાની છે, માટે તેમને કરવામાં આવેલ નમસ્કાર, આપણા જ્ઞાનાવરણને કમ કરે છે, દૂર કરે છે. જ્ઞાનીને નમતાં, જ્ઞાનીને વિનય કરતાં, જ્ઞાનીની ઉપાસના કરતાં, જ્ઞાનીને અનુસરતાં જ્ઞાન આવે, તેમ તેમની આશાતેના કરતાં, તેમના કહેલાથી વિપરીત પણે વર્તતાં, તેમની નિન્દા કરતાં, તેમનું યથાશક્તિ એગ્ય બહુમાન નહિ કરતાં, આપણા જ્ઞાનની હાનિ થાય છે-આપણું જે જ્ઞાનાવરણ કર્મ છે, તે જોરદાર બને છે. એ જ રીતિએ, ચારિત્રવાનને નમતાં ચારિત્ર મળે છે. ચારિત્રને અને જ્ઞાનને જે તે સંબંધ નથી. માત્ર જ્ઞાનથી પણ મુક્તિ મળે નહિ અને માત્ર ચારિત્રની ક્રિયાઓથી પણ મુક્તિ મળે નહિ. મુક્તિ માટે તેનું જ્ઞાન પણ જોઈએ અને ચારિત્ર પણ જોઈએ. આમ તે, ચારિત્ર એ જ્ઞાનનું ફળ છે જ્ઞાન જે જ્ઞાન રૂપ હય, એટલે કે-જ્ઞાન જે સમ્યજ્ઞાન હોય, તે એનું ખરેખરું ફલ ચારિત્ર જ છે, પરંતુ એ વાતને કદી પણ નહિ ભૂલવી જોઈએ કે-સર્વોત્તમ કેટિનું ચારિત્ર આવ્યા વિના, કદી પણ, સર્વોત્તમ કેટિના જ્ઞાની બની શકાતું નથી. કેવલજ્ઞાની કેણ બની શકે ? જે યથાખ્યાત નામના સર્વોત્તમ કેટિના ચારિત્રને સ્વામી બને તે ! સામાયિકાદિ પાંચ પ્રકારનાં ચારિત્રે છે. તેમાં પાંચમું યથાખ્યાત
શકાયા વિના નહિ ભૂલવીએ,
Page #95
--------------------------------------------------------------------------
________________
શ્રીજો ભાગ—શાસ્ત્રપ્રસ્તાવના
૬૧
નામનું ચારિત્ર છે. યથાખ્યાત ચારિત્ર એટલે ભગવાને જેવું એકાન્તે નિર્મલ ચારિત્ર કહ્યું છે, તેવું નિર્મલ ચારિત્ર; કાઈ પણ પ્રકારના અતિચારની સંભાવનાથી પણ રહિત એવું તદ્દન સુવિશુદ્ધ ચારિત્ર. એ ચારિત્રને પામેલા આત્મા જ વીતરાગ અન્યા થકા કેવલજ્ઞાનને ઉપાર્જે છે. ચારિત્રપ્રેમ સાથે જ્ઞાનપ્રેમના સંબંધ:
એટલે, જ્ઞાનની અધિકતાના અને જ્ઞાનની નિર્મલતાના અર્થિએ, કદી પણ ચારિત્રની ઉપેક્ષા નહિ જ કરવી જોઇએ. બીજ જેમ સુંદર અને સડા વગરનું હોય છે, તેમ તેનું ફળ પણ તેવું જ હોય છે, જેને ચારિત્રના પ્રેમ નથી, તેના જ્ઞાનના પ્રેમ, એ સાચા જ્ઞાનપ્રેમ જ નથી. જ્ઞાનના પ્રેમી, ચારિત્રના પ્રેમી ન હોય, એ અને જ નહિ. સાચા જ્ઞાની તે છે, જ્ઞાનના સાચા અર્થી પણ તે છે, કે જે પેાતાના રાગ-દ્વેષને ક્ષીણ કરી નાખવાને ઈચ્છે છે; અને રાગ-દ્વેષને ક્ષીણ કરી નાખવાનું અમેઘ સાધન ચારિત્ર છે. આથી, જેઓ આજે જ્ઞાનના નામે ચારિત્રાચારોની અવગણના કરવામાં હિત જૂએ છે અગર તા પેાતાના જ્ઞાનના રસના નામે પેાતાની ચારિત્રશીલતાની ખામીને બચાવ કરે છે, તે વસ્તુત: જ્ઞાનના ઉપાસક છે કે નહિ, તે તેમણે પોતે જ વિચારવાની જરૂર છે. શ્રી ભાષરુષ મુનિવર :
તમને ‘ માષતુષ ’ એવા નામથી એવા નામથી ઓળખાતા મુનિવરના પ્રસંગની ખખર છે ? એમને જ્ઞાનાવરણીય કર્મના ઉદય એવા તા જોરદાર થઈ ગયેલા, કે જેથી એ મહામુનિ, લાખ પ્રયત્ને પણ ‘મા ’અને ‘મા સુષ’
Page #96
--------------------------------------------------------------------------
________________
-----------------
-------
-------------------------------
--
१२
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને એટલાને પણ, પિતે બરાબર ગેખી શકે એ માટે ય યાદ રાખી શકવાને સમર્થ નિવડતા નહતા. જ્ઞાનાવરણીય કર્મના એવા જોરદાર ઉદયવાળા પણ એ મહામુનિએ, પિતાના પુરૂષાર્થના બળે, માત્ર જ્ઞાનાવરણીય કર્મને જ જડમૂળમાંથી ભેદી નાખ્યુંએમ નહિ, પરંતુ પિતાનાં ચારેય ઘાતિકને મૂળમાંથી ભેદી નાખ્યાં અને કેવલજ્ઞાનને ઉપા. મોટી ઉમ્મરે દીક્ષિતઃ
જ્ઞાનાવરણીય કર્મને તેવા પ્રકારને જોરદાર ઉદય, એ. મહામુનિને જન્મથી જ હતું, એવું નહિ હતું. તેઓ મૂળ એક ભડવાડના પુત્ર હતા. મેટી ઉમ્મરે તેમને સદગુરૂને સુગ મળી ગયે. જીવ લાયક અને ભવિતવ્યતા સુન્દર, એટલે એમને એ સદ્દગુરૂને સુગ સુન્દર પ્રકારે ફળે. સદ્દગુરૂના સુયોગને પામીને, એમને આત્મા વૈરાગ્યવાસિત બને. અને એમનામાં વિવેકગુણ પ્રગટ્યો. વિવેકગુણ પ્રગટતાં, એમના. ચારિત્રમેહ કર્મને પણ એ ક્ષયપશમ થવા પામ્યું કેએ મેટી ઉમ્મરે પણ દીક્ષિત બન્યા. આ સાંભળીને હૈયે ચીરા પડ્યો?
વિચાર કરે કે-કેવા લાયક જીવ છે? વય ઘણું વધી જવા પામી છે અને બાળપણથી ધર્મના સંસ્કાર નથી, છતાં પણ સદ્ગુરૂને સુયોગ એમને કેટલે બધે ફળે છે? તમને સદ્ગુરૂને સુગ ક્યારથી મળે છે? મોટા ભાગે તે, તમને નાનપણથી જ સદગુરૂએને સુગ મળતો ગયે છે. “નાનપણથી સદ્દગુરૂઓના સુયોગને પામવા છતાં પણ, આપણે કેમ હજી આવા ને આવા રહ્યા છીએ?”—આ વિચાર, તમને
Page #97
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
કદી પણ આવે છે ખરા ? તમારા પુણ્ય તમને જે ધર્મસામગ્રી મેળવી આપી છે, તે ધર્મસામગ્રીની કિંમત તમે તમારા હૈયામાં આંકી છે? સંસારસુખની સામગ્રીની કિંમત તમારા મનમાં કેટલી વસેલી છે-એ કાંઈ અજાણ્યું નથી, પણ ધર્મસામગ્રીની–મોક્ષસુખની સાધક બને એવી સામગ્રીની કિંમત તમારા મનમાં કેટલી વસેલી છે–એ તો બહુ નિરાશા ઉપજાવે એવી બાબત છે ને ? સરૂને સુગ ફળે ક્યારે ? એ સુગની કિંમત સમજાય ત્યારે ને? સદ્દગુરૂના સુયોગની કિંમત ક્યારે સમજાય? તમે આત્માના સ્વરૂપાદિને વિચાર કરે ત્યારે ને ? તમને આ વાતને સાંભળતાં, હૈયે એ ય ચીરાડે પડ્યો ખરે કે-એક ભરવાડને ત્યાં જન્મેલે મોટી ઉમ્મરને માણસ પણ જે માત્ર એક વારના સદ્ગુરૂના સુગમાં આટલું બધું પામી ગયે,તે મને લગભગ રેજને અને તે ય પ્રાયઃ બાલપણથી સદ્દગુરૂને સુગ થયેલ હોવા છતાં પણ, મારામાં એવી તે શી ખામી છે, કે જેને લઈને મને એ ભરવાડપુત્ર એટલે પણ આ સશુરૂને સુગ ફળ નથી? જ્ઞાન જાણવાને માટે જ નથી પણ આચરવાને માટે છે:
આવાં દૃષ્ટાંતે તે આત્માને જગવનારાં નિવડે, પણ તમે વિચાર કરે તે ને? કથા કાંઈ કથારસથી સાંભળવાની નથી, પણ એમને સારા પિતાના આચરણમાં ઉતારવાને માટે કથાને સાંભળવાની છે. તમને ખબર તે છે ને કે-જ્ઞાન, એ. માત્ર જાણવાને માટે જ નથી, પણ આચરવાને માટે છે? ખરે જ્ઞાની ક ? જે ખરાને ખરું અને બેટાને ખોટું સમજે, તે જ ખરે જ્ઞાની-એમ નહિ; ખરે જ્ઞાની તે તે, કે
Page #98
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને જે જેટલું જાણે તે યથાર્થ સ્વરૂપે જાણે અને એ જાણપણાને ઉપયોગ કરીને છેટાને છોડવાને માટે અને ખરાને સ્વીકારવાને માટે ઉદ્યમશીલ બને. “આ તજવા જેવું છે અને આ આચરવા જેવું છે–એવી ખાલી વાતો કરે, પણ જે તજવા જેવું છે તેને હું કેમ તજી શકું અને જે આચરવા જેવું છે તેને હું કેમ આચરી શકું –એ વિચાર કરીને, એ વિચારને અમલમાં મૂકવાનો પ્રયત્ન કરે નહિ, એ માણસ ગમે તેટલું ભણેલો હોય, ગમે તે જાણકાર હોય, તે પણ વસ્તુતઃ જ્ઞાની નથી. સમ્યજ્ઞાન, સમ્યગાચારમાં વર્તતા બનવાની ભાવનાને પેદા કર્યા વિના રહે જ નહિ. એટલે જ્ઞાન માત્ર જાણવાને માટે નથી, પણ આચરવાને માટે છે. આ દષ્ટિએ જે તમે સાંભળતા હે, તો પેલા ભરવાડને સદ્ગુરૂને સુગ ફ–એ વાતને સાંભળતાંની સાથે જ, તમને તમારે વિચાર આવે. તમને એમ થાય કે–એમને સદ્ગુરૂને સુગ જે મળે તે ફળે અને મને હજુ પણ સશુરૂને સુગ જે ફળ જોઈએ, તે કેમ ફ નથી?” અને આમ લાગે, એટલે અત્યાર સુધીમાં સદગુરૂને સુયોગ જેટલે અંશે ન ફળ્યો હોય, એટલે અંશે સદ્ગુરૂને સુયોગ નહિ ફળવા બદલ, તમારા હૈયામાં દુઃખ પેદા થાય તેમ જ એ દુઃખ તમારા હૈયામાં “સગુરૂને સુગ હવે કેમ ફળે?—એ માટે પ્રયત્ન કરવાના વિચારને જન્માવે. ગદ્વહન
જે પુણ્યવાનને પ્રસંગ ચાલી રહ્યો છે, તે દીક્ષિત બન્યા અને સદગુરૂની આજ્ઞા મુજબ સંયમનું પાલન કરવા લાગ્યા.
Page #99
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૬૫. સશુરૂએ પણ, એ મહામુનિમાં યોગ્યતા જોઈને, યોગદ્વહન કરાવવાપૂર્વક એ મહામુનિને શ્રી આવશ્યકસૂત્રની અનુજ્ઞા. આપી. શ્રી આવશ્યક સૂત્ર આદિની અનુજ્ઞા આપ્યા બાદ, એ સદગુરૂએ, એ મહામુનિને શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના પેગ કરાવવા માંડ્યા. સદગુરૂઓ, સુગ્ય શિષ્યને, ચારિત્રસંપદા અને જ્ઞાનસંપદામાં વધાર્યા કરે, એ તદ્દન સ્વાભાવિક જ છે. જ્ઞાનાવરણીય કર્મને જોરદાર ઉદય ઃ
હવે બન્યું એવું કે જે વખતે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ગ ચાલુ હતા અને શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની વાચના ચાલુ હતી, તે સમય દરમીઆનમાં, એ મહામુનિને, ભવિતવ્યતાને વશ, પૂર્વસંચિત એવા જ્ઞાનાવરણીય કર્મને ઉદય થયે. જ્ઞાનાવરણીય કર્મના એ જોરદાર ઉદયના પ્રતાપે, એ મહામુનિ, કાંઈ પણ યાદ રાખવાને માટે અશક્ત બની ગયા. એમને એક શબ્દ પણ પૂરે યાદ રહે નહિ, એવી કારમી સ્થિતિ પેદા થઈ જવા પામી. એમના ગુરૂમહારાજને પણ એમ થઈ ગયું કે હવે કરવું શું? આ મહામુનિએ તે, જ્યાં સુધી યાદ રહે નહિ ત્યાં સુધી આગળ વાચના લેવી જ નહિ-- એ નિર્ણય કર્યો અને યોગને તપ જારી રાખે. મુનિ અને તપઃ
એમના હૈયામાં એ ભાવ હતું જ નહિ કે-ક્યારે તપથી છૂટાય ! યોગોહનના તપને, એ મહામુનિ, બન્ધન રૂપ માનતા નહોતા. એ મહામુનિ તે માનતા હતા કે–ભગવાને સૂત્રદાન દ્વહનપૂર્વક દેવાનું ફરમાવ્યું છે, માટે યોગદ્વહન પણ જ્ઞાનાવરણીય કર્મની નિર્જરાનું કારણ છે. વળી,
Page #100
--------------------------------------------------------------------------
________________
-----
-
------------
--
-
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને તપ એ કાંઈ દ્વહનના કાળમાં જ કરવાની વસ્તુ છે, એવું પણ નથી. એક માત્ર મેક્ષની સાધનાને માટે જ સંસારને તજી દઈને સંયમને સ્વીકારનારા મુનિઓ, તપના ઘણા અથી હોય છે કારણ કે–નિર્જરાના પરમ કારણ તરીકે ભગવાને તપને જ જણાવેલ છે. મુનિજીવનમાં તપનું સ્થાન નિત્યનું છે, પણ નૈમિત્તિક નથી. એ જ કારણસર, મુનિઓ આહારને વાપરવા છતાં પણ ઉપવાસી ગણાય છે. આહારને લીધા વિના તપ કરવાની સ્થિતિ રહે તેમ નથી–એવું લાગે, ત્યારે મુનિએ નિર્દોષ આહારને ગ્રહણ કરે. એમ આહાર લેતા મુનિઓ,
જ્યાં તપ કરવા જોગી સ્થિતિ લાગે, ત્યાં તપ કર્યા વિના રહે નહિ. વળી, બાર પ્રકારના તપની અપેક્ષાએ વિચાર કરીએ, તે મુનિઓનું જીવન તપથી રહિત હોય, એવું બને જ -નહિ. મુનિ હોવા છતાં પણ જે તપથી કંટાળે, તપથી ભાગે, તેનાથી મુક્તિ પણ ભાગે. કદાચ એનું મુનિજીવન રમણીય બન્યું રહેવાને બદલે, રૌદ્રસ્વરૂપને ધરનારું બની જાય. એટલે મુનિએનું લક્ષ્ય સદા તપ તરફ પણ હોય જ. કેવાં પદ ગેખવાને આપ્યાં?
એ મહામુનિના જ્ઞાનાવરણીય કર્મના જોરદાર પ્રતાપવાળા ઉદયના પ્રતાપને જોઈએ, એ મહામુનિને આરાધનામાં જ રાખવાને માટે તથા તેમનું જ્ઞાનાવરણીય કર્મ કેમે કરીને ક્ષીણતાને પામે એ હેતુથી, એ મહામુનિના ગુરૂ મહારાજાએ, તેમને એટલું જ માત્ર ગેખ્યા કરવા રૂપ પ્રયત્ન કરવાનું જણાવ્યું કે “ા ૨૫, ના તુષા” પિતાના ગુરૂ મહારાજાની આજ્ઞા મુજબ, એ મહામુનિ, “મા, મા તુ”એટલાં જ
Page #101
--------------------------------------------------------------------------
________________
અને ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
"
માત્ર પદ્માને ગેાખવાના પ્રયત્નમાં લાગી ગયા. એટલે કાઈના ય પ્રત્યે રાષ કરવા નહિ અને ‘મા તુષ એટલે કેાઈના ય પ્રત્યે રાગ કરવા નહિ. ન તા રોષ કરવા ને ન તા રાગ કરવા ! ઉપકારી ગુરૂ મહારાજાએ, એ મહામુનિને ગેાખવાને માટે પણ કેવાં સુન્દર પદો શેાધી આપ્યાં ? આટલાં જ પદ્માના ભાવને જે હૈયે ઉતારી દે, તેના ખેડા પાર થઈ જાય ને ?
6
૬૭
मा रुष
"
માતુષ નામ પડયું :
અને, ખરેખર, એ મહામુનિએ એ પદ્માના ભાવને તા આબાદ હૈયે ઉતારી દીધા. ગુરૂ મહારાજાએ આપેલાં એ પદ્માને, એ મહામુનિ નિરંતર મોટા અવાજે ગેાખવા લાગ્યા; પણ જ્ઞાનાવરણીય કર્મના ઉદયનું જોર એટલું બધું હતું કે– એ પદો પણ એ મહામુનિને અખંડપણે યાદ રહેતાં નહેાતાં. ‘મા હ્રષ, મા સુષ ’ એટલું ગેાખવા માંડતાં વિસ્મૃતિ થઈ જતી અને ‘ માષતુષ' થઈ જતું. આથી, તેએ નાનાં છેકરાંઓના પણ હાસ્યપાત્ર થઈ પડયા. છેકરાંઓએ એ મહામુનિને ‘ માષતુષ' મુનિના નામથી ઓળખવા અને ઓળખાવવા માંડયા. ઘણા લેાકેા તેમની મશ્કરી અને નિન્દા કરવા લાગ્યા. આમ છતાં પણુ, એ મહામુનિ તા, પેાતાના તેવા પ્રકારના કર્મોદયને જ યાદ કરતા અને સંવેગ રસમાં ઝીલતા. એટલું જ નહિ, પણ જ્યારે જ્યારે તેમને કોઈ મશ્કરીમાં પણ ‘ માપતુષ નહિ, પણ આ ષ, મા તુષ ’– એમ યાદ આપતું, ત્યારે ત્યારે તેમને એમ લાગતું કે આણે મારા ઉપર ઉપકાર કર્યો.
Page #102
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
આદર્શ
આ કટી, એ જેવી–તેવી કસોટી નથી. આવું બેચાર દહાડા, બે-ચાર મહિના કે બે-ચાર વર્ષો સુધી ચાલ્યું નથી, પરંતુ આવું બાર બાર વર્ષો સુધી ચાલ્યું છે. બાર બાર વર્ષો સુધી એકધારે ગોખવાનો પ્રયત્ન ચાલુ રાખો. અને લોકે ગમે તેટલી હાંસી અગર નિન્દા કરે, તે પણ મગજ ઉપરનો કાબૂ ગુમાવવો નહિ તેમ જ સમતારસમાં લીન બન્યા રહેવું, એ ગજબની અસાધારણ બાબત છે. મુનિઓને માટે અને ગૃહસ્થને માટે પણ, આ એક સદાને માટે હૃદયમાં સ્થાપી રાખવા લાયક ઉદાહરણ છે. છઘસ્થ દશામાં આ એકધારે ઉપશમભાવ કેઈક જ ઠેકાળે મળે. એની સાથે જ્ઞાન માટે એ મહામુનિને જે પ્રયત્ન, તે પણ એ છે કે–એને જે ભાગ્યે જ મળે. આવડે તો ભણેએવા તે હજુ મળે, પરન્તુ ગમે તેટલી વાર ગેખવા છતાં ય આવડે નહિ અને તેમ છતાં પણ જ્ઞાને પાર્જનના પ્રયત્નને છેડે નહિ–એવા તો વિરલ જ સમજવા. થોડીક મહેનત કરી અને આવડવું નહિ એટલે કંટાળે અને ભણવાનું મૂકી દે-એ વર્ગ જ માટે હેય. એ રીતિએ પણ જ્ઞાનેપાજૈનના પ્રયત્નથી દૂર ભાગી જનારાઓને માટે, આ એક સુન્દર, ગજબની પ્રેરણા આપે એ આદર્શ છે. અનન્તજ્ઞાની બન્યા?
એ મહામુનિએ, આ રીતિએ બાર બાર વર્ષો સુધી પ્રયત્ન કર્યો. એ પ્રયત્નના પ્રતાપે, એ મહામુનિ ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થયા. ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થઈને, એ મહા
Page #103
--------------------------------------------------------------------------
________________
ખીજો ભાગ-શાસ્ત્રપ્રસ્તાવના
૬૯
'
,,
મુનિએ અન્તર્મુહૂર્ત માત્ર જેટલા સમયમાં જ, ચારે ધાતિકર્માને ક્ષીણ કરી નાખ્યાં અને એમ એ મહામુનિ પહેલાં શ્રી વીતરાગ બન્યા અને તરત જ અનન્તજ્ઞાની પણ અન્યા. ‘આ ષ, મા તુષ ” એટલાં પદાનું જ્ઞાન તેા શું, પરન્તુ એ મહામુનિને જગતમાં જેટલા જીવ-અજીવાદિ પદાર્થો છે તેનું અને તેના સર્વે પર્યાયાનું પણ સર્વકાલીન જ્ઞાન થયું. આવા મહામુનિઓને તેા, આપણે ક્રોડ ક્રોડ વાર નમીએ. સભ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર–ઉભયની પ્રેરણા, આ મહામુનિના જીવનમાંથી મળી રહે છે.
ગૃહસ્થવેષમાં છતાં ગૃહસ્થભાવમાં નહિ ઃ
આપણે તે, એ વાત વિચારી રહ્યા હતા કે જ્ઞાનને અને ચારિત્રને એવા સંબંધ છે કે જ્ઞાનના નામે પણ ચારિત્રની અવગણના કરી શકાય નહિ. ચારિત્રની પ્રાપ્તિમાં જેમ જ્ઞાન સહાયક અને છે, તેમ જ્ઞાનની પ્રાપ્તિમાં ચારિત્ર પણ સહાયક અને છે; અને સર્વોત્તમ કેટિનું જ્ઞાન તે, સર્વોત્તમ કેટિના ચારિત્ર વિના પ્રાપ્ત થતું જ નથી. અત્ર કેાઈ એવા પ્રશ્ન કરે એ સંભવિત છે કે–જો સર્વોત્તમ કોટિના ચારિત્ર વિના સર્વોત્તમ કોટિનું જ્ઞાન પ્રગટતું જ નથી, તેા પછી જેએ ગૃહસ્થપણે કેવલજ્ઞાની અન્યા, તે શી રીતિએ કેવલજ્ઞાની અન્યા ?? આવા પ્રશ્ન પૂછનારે સમજવું જોઇએ કે—આ માત્ર બાહ્ય ચારિત્રની જ વાત નથી. માત્ર બાહ્ય ચારિત્ર તે, વધુમાં વધુ, નવમા ત્રૈવેયક સુધીની સ્થિતિને જ પમાડી શકે છે; પરન્તુ જ્યારે બાહ્ય ચારિત્રની સાથે અન્તઃભાવના સુયેાગ સષાય છે, ત્યારે જ એ ચારિત્ર મેાક્ષદાયક નિવડે છે. વળી,
Page #104
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને જે જે પુણ્યાત્માઓ ગૃહસ્થવેષમાં રહ્યા થકા કેવલજ્ઞાનને પામ્યા છે, તે તે પુણ્યાત્માઓ તે વખતે બાહ્ય દષ્ટિએ ભલે ગૃહસ્થવેષમાં હતા, પરંતુ આભ્યન્તર દષ્ટિએ તો તેઓ ગૃહસ્થભાવમાં વર્તતા નહતા. એ પુણ્યવાનેએ પણ ક્ષપકશ્રેણિ માંડેલી જ. એ પુણ્યવાને પણ સર્વોત્તમ કેટિના ચારિત્રના પરિણામેના સ્વામી બનેલા જ અને તે પછીથી જ તેઓ કેવલજ્ઞાનને પ્રગટાવવાને માટે સમર્થ બન્યા હતા. એવા પુણ્યાત્માઓ, ક્ષપકશ્રેણિ માંડતાં પહેલાં પણ, ચારિત્રની ભાવનાવાળા તો ખરા જ. એ તો એમને એમનું ચારિત્રહ કર્મ નડતર રૂપ હતું, માટે તેઓ સંસારમાં રહેલા હતા. સંસારમાં રહેવા છતાં પણ, એમનું હૈયું સંસારમાં રહેવાને માટે રાજી નહતું જ. પ્રયત્ન જારી રાખે તે ધેય યારી આપેઃ
અહીં, ખરી વાત તો એ વિચારવા લાયક છે કેકમને ઉદય ગમે તેટલું જોરદાર હય, તેમ છતાં પણ જે આત્મા ધીરજથી પિતાના પુરૂષાર્થને ચાલુ રાખે છે, તે આત્મા કેવી સફળતાને પ્રાપ્ત કરી શકે છે !” જ્ઞાનાવરણીય કર્મના ઉદયનું જેર કેવું? “મા હક, મા તુષ” એટલું પણ યાદ રહી શકે નહિ એવું! અને બાર વર્ષે પરિણામ કેવું આવ્યું અનન્તજ્ઞાનનું સંપાદન ! કર્મના જોરદાર ઉદયની સામે પણ આગળ ધયે જવાનો પ્રયત્ન જારી રાખનારાઓ જરૂર ફાવી જાય છે. કર્મના ઉદયને જાણીને નિઃસત્ત્વ બનવું નહિ. કર્મના ઉદયને જાણીને વિચાર કરે કેઆ જેમ જેર કરે, તેમ મારે આને તોડવાને પ્રયત્ન કરવો. એમ કરતાં પડી ય જવાય, પાછા ય પડાય, પણ એને એ પ્રયત્ન જારી રાખવે.”
Page #105
--------------------------------------------------------------------------
________________
બીજે ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
એ મહામુનિ ભૂલી જતા, છતાં ગભરાતા નહિ. “મોષતુષ' તે “માતુ” પણ એનું રટણ તે એ કર્યા જ કરતા હતા ને? અને જ્યાં કઈ યાદ આપે, ત્યાં શુદ્ધ પદને ગેખવાને પ્રયત્ન પણ કરતા હતા ને? એટલે ભૂલ થઈ જાય, મહેનત કરવા છતાં ય તત્કાલ સફળતા ન મળે–એ બધું સંભવિત છે, પરંતુ પ્રયત્ન જે બરાબર જારી રાખ્યો હોય, તે ચેય યારી આપ્યા વિના રહે જ નહિ. જ્ઞાન-જ્ઞાની-જ્ઞાનનાં સાધનેની આશાતના :
એ મહામુનિ તે, જ્ઞાને પાર્જનને એટલે બધે પ્રયત્ન કરતા હતા, પણ એમની જેમણે હાંસી અને નિન્દા કરી હશે, તેમણે કેવું કર્મ ઉપાર્યું હશે ? જ્ઞાનને માટે અવિરત પ્રયત્ન કર્યા કરનારા મહામુનિની હાંસી અને નિન્દા કરવાથી, કેવું ઘેર જ્ઞાનાવરણીય કર્મ બંધાય ? તેમાં ય, આ તે પાછા ચારિત્રશીલ મહાપુરૂષ હતા ! આજે પણ આવી ગંભીર ભૂલ ઘણાઓ કરે છે. કેઈ બાલવામાં જરાક ભૂલ કરે, એટલે મશ્કરી કરે. કર્મના ઉદયવાળાઓની મશ્કરી કરવી, એ પોતે, એના કરતાં પણ વધારે ભારે કર્મના બેજથી ભારે બનવા જેવું છે. એ મહામુનિએ જ્યારે તેવા પ્રકારનું જ્ઞાનાવરણય કર્મ ઉપાર્યું હશે, ત્યારે કાંઈક ગંભીર પ્રકારની જ્ઞાનની અગર જ્ઞાનીની અગર જ્ઞાનનાં સાધનોની આશાતના તે કરી હશે ને ? એ વગર કાંઈ આવું ભયંકર કેટિનું જ્ઞાનાવરણીય કર્મ બંધાય ખરું? ત્યારે વિચાર એ કરવો જોઈએ કે-આપણે જાણતા અજાણતાં પણ કઈ જ્ઞાનીની કે જ્ઞાનના સાધનની અથવા તો જ્ઞાનની આશાતના થાય, એવું તો
Page #106
--------------------------------------------------------------------------
________________
કરે
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને. કાંઈ કરતા નથી ને?” કઈ તતડા બબડાને દેખીને પણ તેની હાંસી કરવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે, એ સમજે છે? એ મહામુનિને એમના જ્ઞાનાવરણીય કર્મને ઉદય કેવા અવસરે નડ્યો, એની ખબર છે ને ? એ તે, એમની ભવિતવ્યતા સારી કે-એ એટલા બધા પ્રયત્નશીલ બની શક્યા; બાકી, એ વખતે જે એમને કંટાળો આવ્યો હતો અને જ્ઞાન પ્રત્યે જ જે દુર્ભાવ જાગ્યે હોત, તો તેઓ કદાચ એથી પણ ઘેર પ્રકારના જ્ઞાનાવરણીય કર્મને ઉપાર્જનારા બનત ને ? કર્મનું પરવશપણું ડંખે છે?
જેમ આપણે શ્રી નદિષેણના પ્રસંગમાં જોયું હતું કે– એ મહાપુરૂષે પોતાના ભેગફલ કર્મને નિષ્ફલ બનાવવાને માટે, તેઓએ વેશ્યાના વચનને સ્વીકાર્યું તે પહેલાં, ભગીરથ પુરૂષાર્થ કર્યો હતો ! અને વેશ્યાને ત્યાં રહે રહે પણ, બાર વર્ષોમાં એમણે પોતાના ચારિત્રમેહ કર્મને નિર્બલ બનાવી દેવાને માટે, રોજ દશ દશને પ્રતિબંધીને ત્યાગી બનાવવાને કમ જાળવી રાખ્યો હતો ને? એટલે, જેમને પોતાનું કર્મ જોરદાર છે–એમ લાગતું હોય, તેમણે પણ, એ કર્મને નબળું પાડી દેવાના પ્રયત્નો કર્યા જ કરવા જોઈએ. પરંતુ આજે પિતાનું કર્મ જોરદાર છે–એવી વાતો કરનારાઓમાં કેટલાએ કેટલા સાચા છે, એને વિચાર કરવો પડે તેમ છે. પુરૂષાર્થ કાંઈ કરે નહિ અને મારું કર્મ જોરદાર છે–એમ માત્ર મેંઢથી બલવું, એને અર્થ જ કાંઈ નથી. જે કર્મ જોરદાર હોય, તે કર્મ પ્રત્યેનો શેષ વધે કે ઘટે? જેને ચારિત્રને સેવવાની
Page #107
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૭૩ ભાવના હોય, તે જે કર્મના પરવશપણાથી ચારિત્રને સેવી શકતો ન હોય, તો એને કર્મનું પરવશપણું વધારે ખટકવું જોઈએ ને? તમને કર્મનું પરવશપણું ખટકે છે ખરું? વારંવાર તમને એમ થાય છે કે-ક્યારે મારું કર્મ નબળું પડે અને
ક્યારે હું ભગવાને કહેલા માર્ગને મન-વચન-કાયાથી આરધક બનું? ક્યારે હું સંસારને તજીને સંયમને સેવનારે બનું, એમ થાય છે? એવું કાંઈ થતું ન હોય અને કર્મના જેરની વાત કરવી, એ તે બહાનું માત્ર છે. ચાર અતિશય સાથે પ્રગટે છેઃ - ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીના નામની પૂર્વે ટીકાકાર મહર્ષિએ વાપરેલા શ્રી શબ્દ ઉપરથી આ બધી વાતો થઈ. ભગવાનના નામની સાથે “શ્રીની યોજના, એ એમ સૂચવે છે કે–ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજી જ્ઞાનાતિશયથી સમ્પન્ન હતા. ભગવાન જ્ઞાનાતિશયથી સંપન્ન હતા–એમ કહેવાથી, ભગવાન અપાયાપગમાતિશયથી, પૂજાતિશયથી અને વચનાતિશયથી પણ સમ્પન્ન હતા, એમ સમજાઈ જાય એવું છે કારણ કે-જ્ઞાનાતિશયનું પ્રગટીકરણ, ભગવાન વીતરાગ બને તે પછીથી જ થાય છે અને ભગવાન વીતરાગ બનતાંની સાથે જ, અપાયાપગમાતિશય પ્રગટ થાય છે. અપાયાપગમાતિશયના અને જ્ઞાનાતિશયના પ્રગટીકરણ વચ્ચે જેમ સમયનું કાંઈ ખાસ છેટું હોતું નથી, તેમ જ્ઞાનાતિશયના પ્રગટીકરણ પછી તરતમાં જ પૂજાતિશય અને વચનાતિશય-એ બે અતિશય પ્રગટ થઈ જ જાય છે; એટલે ભગવાનના ચારેય અતિશય સાથે પ્રગટે છે, એમ પણ સ્કૂલ રીતિએ કહેવું હોય તો કહી
Page #108
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાતા
શકાય. આથી, એમ પણ કહી શકાય કે ઘાતિકર્મીના ક્ષયથી કેવલજ્ઞાન થતાં આ ચાર અતિશયા પ્રગટે છે. અહીં તેા વાત એટલી જ છે કે ટીકાકાર મહર્ષિએ અપાયાપગમાતિશય, જ્ઞાનાતિશય, પૂજાતિય અને વચનાતિશય–એ ચારે ય અતિશયેાથી સમ્પન્ન એવા ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીને નમસ્કાર કર્યો છે.
૧૪
નમસ્કાર એ ચમત્કાર છે:
નવાંગી ટીકાકાર આચાર્યભગવાન શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજી મહારાજા, આ પંચમાંગસૂત્ર શ્રી ભગવતીજી સૂત્રની ટીકાને રચવાને માટે મંગલની આચરણા કરી રહ્યા છે. તેમાં, સર્વસામાન્યશ્રી જિનસ્તુતિ કર્યાં બાદ અને ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીને નમસ્કાર કર્યાં બાદ, ટીકાકાર મહર્ષિ, શ્રીમાન્ સુધર્માંસ્વામીજીને નમસ્કાર કરે છે. જેમ જેમ નમકરણીયાને વધારેને વધારે નમસ્કાર થાય, તેમ તેમ નમસ્કાર કરનારના આત્મા પણ વધારે નિર્મલ થાય. નમણીય પૂજ્યેાને નમસ્કાર કરનારાએ, સંસારને તરનારા છે; જયારે નમસ્કરણીય પૂજ્ગ્યાને નમસ્કાર કરતાં અચકાનારાએ સંસારમાં લટકનારા તથા લટકનારા છે, વારંવાર મરનારા છે. નમસ્કરણીય પૂજ્યેાને કરાતા નમસ્કાર, એ તે એક ચમત્કાર છે, જાદુ છે, અજબ ઈલ્મ છે, અપૂર્વ વિજ્ઞાન છે, કમાલ કરનારા મંત્ર છે, કે જે હજારા અપમંગલાને હરીને પણ મંગલ કરે છે; પણ એ નમસ્કાર હૈયાના સદ્ભાવપૂર્વકના હાવા જોઇએ અને એમાં આશયની મલિનતા નહિ હોવી જોઈ એ. આશયની મલિનતા નમસ્કારના ફૂલને મલિન બનાવી દેનારી નિવડે છે.
Page #109
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
પ
શ્રી બાહુબલિએ નમવામાં નાનમ માની ત્યાં સુધી
કેવલજ્ઞાન થયું નહિ નમસ્કરણીય પૂજેને નમસ્કાર કરવામાં જ્યાં સુધી નાનમ માની, ત્યાં સુધી શ્રી બાહુબલિજી જેવા ઘોર તપને તપનારા મહાપુરૂષ પણ, કેવલજ્ઞાનને પામી શક્યા નહિ. એ પ્રકારે નાનમ માનવાને એક જ ભાવ, એમને એમની મોટપ મળવામાં અંતરાય કરી રહ્યો હતે. માટે તે એમનાં સંસારી૫ણુનાં બેન બ્રાહ્મી સાધ્વીજીને
વીરા! ગજ થકી હેઠા ઊતરે !” –એ પ્રકારે ઉપદેશ આપ પડ્યો.
શ્રી બાહુબલિજીને શામાં નાનમ લાગી હતી? પોતાના નાના ભાઈઓ, કે જે પિતાની પૂર્વે દીક્ષિત બન્યા હતા અને કેવલજ્ઞાન પામ્યા હતા, તેમને વન્દન કરવામાં! એમાં નાનમ લાગવા જેવું શું હતું? ભલે એ નાના ભાઈઓ હતા, પણ સન્માન તે કેવલી બનેલા માટે જ કરવાનું હતું! ત્યાં કાંઈનાના ભાઈ ગણને વન્દન કરવાનું નહતું, પણ કેવલજ્ઞાનને અનુલક્ષીને વન્દન કરવાનું હતું! નાને પણ પહેલાં દીક્ષિત થયે ને કેવલજ્ઞાન પામ્યું, એટલે ગુણાધિક વન્દનીય ગણાય.
આ વાતને શ્રી બાહુબલિજી સમજતા જ નહતા ? શ્રી બાહુબલિજી પણ મહા વિવેકી હતા. શ્રી બાહુબલિજી જે મહા વિવેકી ન હત, તે એમણે જે સંગમાં પિતાની મુષ્ટિથી પિતાના મસ્તકના વાળને ઉખેડી નાખીને સંસારને ત્યાગ કરી દીધે, એ સંગમાં એમને એ લેચ કરવાને અને સંસારને તજીને ભાગવતી દીક્ષાને ગ્રહણ કરવાનું વિચાર
Page #110
--------------------------------------------------------------------------
________________
૭૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને જ આવત નહિ. એમણે તો જે વિચાર આવ્યું, તે જ તેને નિર્ણય કરીને, તેનો અમલ પણ કરી દીધું.
એમાં ય, એક વાત તો હતી જ કે-“સંસારને તજી દઉં તે હા, પરન્તુ ભરતની તાબેદારીને તે સ્વીકારું જ નહિ.” જે કે–ચ કર્યો ત્યારે સ્થિતિ જુદી હતી. મહારાજા શ્રી ભરતને મારવાને માટે જ તેમણે મુષ્ટિ ઉપાડી હતી, પણ મુષ્ટિ ઉપાડી અને વિચાર આવ્યો કે-“આનું પરિણામ શું? મહા અનર્થ! મેટા ભાઈનું મૃત્યુ ! મારા જ હાથે ? બસ, એ જ વખતે વૈરાગ્ય જોરદાર બન્યો ને શ્રી ભરત મહારાજાને મારવાને માટે ઉપાડેલી મુર્ડિંથી જ, પોતે પોતાના મસ્તક ઉપરના કેશેને લોન્ચ કર્યો. પણ એ, શ્રી ભરત મહારાજાને મારવાને માટે મુષ્ઠિ ઉપાડવાને પ્રસંગ, શાથી ઉભો થયો? શ્રી ભરત મહારાજાની તાબેદારીને સ્વીકાર કરવો નહોતે માટે!
એ નિમિત્ત, શ્રી બાહુબલિજી વૈરાગ્યના સ્વામી બનીને સંયમી તે બન્યા, પણ માનકષાય ત્યાં ય પોતાનું જોર અજમાવે છે. શ્રી બાહુબલિજીને વિચાર આવે છે કે અત્યારે જે હું પિતાજીની પાસે જઈશ, તે મારે મારા પૂર્વદીક્ષિત કેવલજ્ઞાની એવા નાના ભાઈઓને વન્દન કરવું પડશે, આથી પહેલાં હું કઠેર સંયમને સાધીને કેવલજ્ઞાની બનું અને તે પછીથી જ પિતાજી એટલે ભગવાન શ્રી રાષભદેવસ્વામીજીની સેવામાં જાઉં, કે જેથી મારે મારા એ નાના ભાઈઓને વન્દન કરવું પડે નહિ.” | શ્રી બાહુબલિજી જાણતા હતા કે-કેવલજ્ઞાની કેવલજ્ઞાનીને વાંદે એવે વ્યવહાર નથી. કેવલજ્ઞાની મુનિઓ ખૂદ ભગવાનને પણ વન્દન કરે નહિ. કેવલજ્ઞાનીઓમાં એમ જેવાનું
Page #111
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ-શાસ્ત્રપ્રસ્તાવના
નહિ કે-આ પહેલાં કેવલજ્ઞાની થયેલા છે, માટે પછીથી જે કેવલજ્ઞાની થયા હોય તે એમને વન્દન કરે. આથી, શ્રી બાહુબલિજીએ નિર્ણય કર્યો કે-પહેલાં હું કેવલજ્ઞાનને ઉપાછું અને તે પછીથી ભગવાનની પાસે જાઉં !” એટલે કેવલી બનેલા પૂર્વદીક્ષિત નાના ભાઈઓને વન્દન કરવામાં એમને નાનમ લાગી ને ? ' પણ એમ જે નાનમ લાગી, તે નડી કેટલી? કેવલજ્ઞાનને પ્રગટવા જ દે નહિ, એવી નડી ! જ્યારે બ્રાહ્મીના શબ્દોથી એ પ્રતિબંધને પામ્યા અને જ્યાં પિતાના નાના ભાઈઓને પણ વન્દન કરવાના વિચારથી પગ ઉપાડ્યો, ત્યાં જ તેમને કેવલજ્ઞાન થયું. એટલે કેવલજ્ઞાન અટકેલું કેટલા પૂરતું? નાનમ લાગ્યાના ભાવે જ કેવલજ્ઞાનને અટકાવેલું ને? પૂને નમવામાં જ મેટપઃ
નમસ્કરણીય પૂજ્યને નમસ્કાર કરવામાં નાનમ માનવાની હોય જ નહિ. એ જે નાનમ હોય, તે પણ એમાં મેટપને આપવાની મહાન શક્તિ રહેલી છે, જ્યારે એ કહેવાતી નાનમથી જેઓ નાસતા–ભાગતા ફરે છે, તેઓ તે વધારે ને વધારે નાના બનતા જાય છે અને ખરેખરી મોટપ જ તેમનાથી ભાગતી ફરે છે. એટલે વિવેકી આત્માઓએ તો, સદાને માટે, નમસ્કરણીય પૂજને શુદ્ધ આશયથી શુદ્ધ ભાવે નમવામાં જ, મોટપ માનવી જોઈએ. શ્રી સુધર્માસ્વામીજીને નમસ્કારઃ
ટીકાકાર આચાર્યભગવાને જેમ ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીને નમસ્કાર કર્યો છે, તેમ તે પછીથી તરત જ પાંચમા
Page #112
--------------------------------------------------------------------------
________________
૭૮
શ્રી ભગવતી સૂત્રનાં વ્યાખ્યાને ગણધરભગવાન શ્રી સુધર્માસ્વામીજીને પણ નમસ્કાર કર્યો છે. પહેલા ગણધરભગવાન તે શ્રી ગૌતમસ્વામીજી મહારાજા થયા છે; છતાં પણ અહીં શ્રી સુધર્માસ્વામીજીનું નામ દઈને જે નમસ્કાર કરવામાં આવ્યો છે, તેમાં વિશિષ્ટ હેતુ રહેલે છે. જે અંગસૂત્રની ટીકાની રચના કરવાને માટે ટીકાકાર મહર્ષિ ઉઘત બન્યા છે, તે અંગસૂત્રના ગ્રથયિતા ગણધરભગવાન શ્રી સુધર્માસ્વામીજી છે.
ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીએ તો અર્થથી દ્વાદશાંગી કહી, પરંતુ એ અર્થને સૂત્રાકારે ગુખ્ય કેણે? ગણધરભગવાનેએ. આપણે શરૂઆતમાં એ વાત વિચારી આવ્યા છીએ કે–ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીના શાસનમાં કુલ અગીઆર દ્વાંદશાંગીએ રચાઈ હતી ? કારણ કે–ભગવાને અગીઆર ગણધરની સ્થાપના કરી હતી અને એ દરેક ગણધરભગવાએ પોતપોતાની દ્વાદશાંગીની રચના કરી હતી. એ અગીઆર દ્વાદશાંગીઓમાં, એક માત્ર પાંચમા ગણધરભગવાન શ્રી સુધર્માસ્વામીજીએ રચેલી દ્વાદશાંગી જ, શ્રી વીર પ્રભુના. શાસનમાં પરંપરાએ પ્રવર્તમાન રહી.
ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ ગણધરોની સ્થાપના. કરતાં, સૌથી પહેલાં શ્રી ગૌતમસ્વામીજીના મસ્તક ઉપર, વાસક્ષેપ કર્યો હતે; પરન્તુ તે પછીથી તરત જ પાંચમા ગણધરભગવાન શ્રી સુધર્માસ્વામીજીને આગળ રાખીને ગણની અનુજ્ઞા આપી હતી, કારણ કે–અગીઆરેય ગણધરેમાં ચિરંજીવ ગણધર એ જ હતા.
બીજા બધા ય ગણધરેએ અન્તમાં પોતપોતાને ગણ શ્રી સુધર્માસ્વામીજીને જ સુપ્રત કર્યો હતો. આથી, ભગવાન શ્રી
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૯:
ખીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
મહાવીર પરમાત્માના શાસનમાં જે કઈ શ્રમણા થાય, તે અધા ય શ્રી સુધર્માસ્વામીજીના સંતાન રૂપ ગણાય છે.
શ્રી સુધર્માંસ્વામીજીના જન્મ, કુલ્લાગ નામના સન્નિવેશમાં બ્રાહ્મણ કુળમાં થયા હતા. તેમના પિતાનું નામ ધમ્મિલ હતું અને તેમની માતાનું નામ જિદ્દલા હતું. તેએ ચૌદ વિદ્યાના પારગામી બન્યા હતા અને જેમ શ્રી ઈન્દ્રભૂતિજી પેાતાને સર્વજ્ઞ માનતા હતા, તેમ આ સુધર્માંસ્વામીજી પણ પેાતાને સર્વજ્ઞ માનતા હતા. શ્રી ઇન્દ્રભૂતિજી આદિના દીક્ષાપ્રસંગની હકીકતને તેા તમે જાણતા જ હશે. શ્રી સુધર્માંસ્વામીજી પેાતાની પચાસ વર્ષની ઉમ્મરે ભગવાન શ્રી મહાવીર પરમાત્માની પાસે દીક્ષિત થયા હતા. તેમના દીક્ષિત થયા. ખાનૢ, ભગવાન શ્રી મહાવીર પરમાત્મા, ત્રીસ વર્ષોં જેટલા. સમય સુધી વિહરમાન રહ્યા, પણ તેટલા સમયમાં તેમને કેવલજ્ઞાન થયું નહિ. ભગવાન નિર્વાણને પામ્યા બાદ આર વષઁના સમય જતાં, શ્રી સુધર્માંસ્વામીજીને કેવલજ્ઞાન થયું. એટલે પેાતાની ઉંમરનાં ખાણું વર્ષો વ્યતીત થયે છતે,. પાંચમા ગણધરભગવાન શ્રી સુધર્માંસ્વામીજી કેવલજ્ઞાનને પામ્યા. કેવલજ્ઞાનને પામ્યા બાદ, એ પુણ્યપુરૂષ આઠ વર્ષ પર્યન્ત જીવ્યા . અને સે। વર્ષના આયુષ્યકર્મને ભાગવીને તેઓ મેક્ષે ગયા.
અગીઆર ગણુધરામાં, સૌથી છેલ્લે શ્રી સુધર્માંસ્વામીજી મેક્ષે ગયા અને એમની જ પાટપરંપરા આજે ચાલુ છે.. આથી, પહેલાં, દ્વાદશાંગીને અર્થથી પ્રરૂપનારા ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીને નમસ્કાર કર્યા બાદ, ટીકાકાર મહિષએ,
આ શ્રી ભગવતીજી સૂત્ર રૂપ પાંચમા અંગસૂત્રને ગ્રંથનારા પાંચમા ગણધરભગવાન શ્રી સુધર્માસ્વામીજીને નમસ્કાર કર્યાં છે..
Page #114
--------------------------------------------------------------------------
________________
*૨૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાના
આમાં આશાતના નથી:
આ રીતિએ નમસ્કાર કરવામાં, શ્રી ગૌતમસ્વામીજી આદિની આશાતના થાય છે—એવું કાંઈ છે જ નહિ. જેમ ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીને નમસ્કાર કર્યા—એથી ભગવાન શ્રી ઋષભદેવસ્વામીજી આદિ ભગવાનેાની આશાતના થઈ–એમ કહેવાય નહિ, તેમ શ્રી સુધર્માસ્વામીજીને નમસ્કાર ક–એથી શ્રી ગૌતમસ્વામીજી આદિની આશાતના થઈ એમ કહેવાય નહિ; કારણ કે–ભગવાન શ્રી ઋષભદેવસ્વામીજી આદિને નમસ્કાર નહિ કરવા અગર તે ગણધરભગવાન શ્રી ગૌતમસ્વામીજી આદિને નમસ્કાર નહિ કરવા–એવું પણ, ટીકાકાર મહિષના હૈયામાં હતું નહિ અને ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીને નમસ્કાર કરવા દ્વારા તેમના કરતાં ભગવાન શ્રી ઋષભદેવસ્વામીજી આદિને અગર તે ગણધરભગવાન શ્રી સુધર્માસ્વામીજીને નમસ્કાર કરવા દ્વારા ગણુધરભગવાન શ્રી ગૌતમસ્વામીજી આદિને હીન બતાવવા, એવું પણ ટીકાકાર મહિષના હૈયામાં હતું નહિ. જે ગુણેાથી સર્વે સમાનપણે સમ્પન્ન હાય, તે જ ગુણ્ણાને આગળ ધરીને, ‘અમુક વિશેષ જ હતા’ અથવા ‘અમુક જ વિશેષ હતા ’–એમ કહેવાય, તા તા ત્યાં કહેવું પડે કે—આશાતના છે. એમાં ભલે એકની પ્રશંસા રહી, પણ એમાં એકની પ્રશંસાના નામે અન્યની આશાતના છે, એમ કહેવું પડે; પણ આમાં તે એવું કાંઈ છે જ નહિ.
આ તા જે કાર્ય પ્રસ્તુત છે, તે કાર્યના જેમની જેમની સાથે વધુમાં વધુ સમ્બન્ધ છે, એ સમ્બન્ધને લક્ષ્યમાં લઇને, તેમને તેમને યથાસ્થાને નમસ્કાર કરાયા છે.
Page #115
--------------------------------------------------------------------------
________________
--
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના શ્રી સુધર્માસ્વામીજીની લક્ષ્મી :
ટીકાકાર મહષિએ અહીં પણ નમસ્કાર કરતાં શ્રી જ દુધર્મ” એમ કહીને, પાંચમા ગણધરભગવાન શ્રી સુધર્માસ્વામીજીને પણ “શ્રીવાળા તરીકે વર્ણવ્યા છે. એમની શ્રી કયી ? આવા મહાપુરૂષેની શ્રી, તે બાહ્ય લક્ષ્મી નહિ જાણવી,. પણ આભ્યન્તર લક્ષમી જાણવી. પ્રભુના શાસનમાં આત્મલક્ષ્મીની જ ખરી કિંમત છે. એની જ મહત્તા છે. કેરી આહા લક્ષ્મીની કાંઈ કિંમત જ નથી. બાહ્ય લક્ષ્મીની સાચી. સફળતા પણ, આત્મિક લક્ષ્મીના યોગે જ સાધી શકાય છે. આ મહાપુરૂષે બાહ્ય લક્ષમીને તે તજી દીધી હતી. બાહ્ય. લક્ષમીમાં જોડાવાથી કેઈ મહાપુરૂષ થયા નથી. શ્રી સુધર્માસ્વામીજી જ્યારે દીક્ષિત બન્યા અને શ્રી ગણધરપદને પામ્યા, ત્યારે એ કેવલજ્ઞાની નહિ હતા. કેવલજ્ઞાની નહિ હેવા છતાં પણ, એમણે એ વખતે ચૌદ પૂર્વની પણ રચના કરી હતી, એટલે એ શ્રુતકેવલી તો ખરા જ. બધા જ ગણધરભગવાને શ્રુતકેવલી તો હોય જ. એ પણ, એ મહાપુરૂષેની મેટી લક્ષ્મી ગણાય. આથી જ, તેમના નામનું ઉચ્ચારણ કરતાં, તેમના નામની પૂર્વે શ્રીમત્ શબ્દને પ્રવેશ કરવામાં આવ્યું છે.. ગણધરભગવાનને ય ઉપકાર :
અત્ર કેઈ કહેશે કે “ભગવતે કહ્યું ત્યારે ગણધરેએ ગુંચ્યું ને? ભગવતે કહ્યું જ ન હોત, તો ગણધરે ગુંથત શી રીતિએ? માટે ઉપકાર તે ભગવાનને !” તે એ વાત બરાબર નથી. કહેનારને ઉપકાર તે છે જ, પરંતુ ગુંથનારન ચ ઉપકાર છે. ગણધરેએ દ્વારશાંગીને ગુંથી, તે તેની
Page #116
--------------------------------------------------------------------------
________________
૧૮૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
શિષ્યોને વાચના આપી શકાઈ. શ્રી સુધર્માસ્વામીજી રેજ પાંચ સે પાંચ સે શિષ્યોને વાચના આપતા હતા. જે કાળે પ્રભુ વિદ્યમાન હતા, તે કાળે પણ સાધુઓને દ્વાદશાંગી મળી તો ગણધરભગવાનેથી જ! વળી ભગવાને તે માત્ર ત્રિપદી જ કહી હતી ને ? ભગવાનના શ્રીમુખેથી ત્રિપદી માત્રનું શ્રવણ કરવાના સુયોગે, દ્વાદશાંગીની રચના કરવા જેગું સામર્થ્ય ત, ગણધરભગવાનેનું જ ગણાય ને? એ જ ત્રિપદીને અન્ય કઈ ખૂદ ભગવાનના શ્રીમુખેથી સાંભળે, તો પણ એના શ્રવણ
ગે, ગણધરભગવાનના આત્માઓને જે બંધ થાય છે તે બધ, કેઈને થાય નહિ અને બીજે કઈ એટલું સાંભળી લઈને દ્વાદશાંગીની રચના પણ કરી જ શકે નહિ. એવા પ્રકારની શક્તિ તે, ગણધરભગવાનના આત્માને માટે જ અનામત રહી છે અને રહેશે. પૂર્વકાલીન સર્વ મહાપુરૂષને નમસ્કાર :
ટીકાકાર મહર્ષિ, ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીને અને ગણધરભગવાન શ્રી સુધર્માસ્વામીજીને નમસ્કાર કરીને મંગલાચરણમાં અટકી ગયા છે, એવું પણ નથી. ટીકાકાર મહર્ષિએ તે,
gયોવૃથા '—એમ જણાવીને, પિતાની પહેલાં થયેલા સર્વ મહાપુરૂષોને પણ નમસ્કાર કર્યો છે. કારણ? અંગસૂત્રે આદિ પિતા સુધી પહોંચ્યાં, એમાં એ સર્વ મહાપુરૂષોને હિસે પણ છે અને તે પણ જે-તે ઉપકાર નથી. ભગવાને દ્વાદશાંગીને અર્થથી કહી અને ગણધરદેવેએ દ્વાદશાંગીને સૂત્ર રૂપે ગુંથી, પણ એને યથાશક્ય જાળવીને, સાચવીસંભાળીને, મહાપુરૂષોએ જેટલા પ્રમાણમાં બની શકે તેટલા
Page #117
--------------------------------------------------------------------------
________________
બીજે ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૮૩
પ્રમાણમાં એને અસ્તિત્વમાં રાખી ન હોત, તો આપણને એમાંનું કાંઈ પણ મળી શકત શી રીતિએ ? એટલે, એ મહાપુરૂષોને પણ ઉપકાર તો ખરે જ. આ રીતિએ નમસ્કાર કરવામાં, ગુણવન્તોનું ગૌરવ તો છે જ, પરંતુ એ મહાપુરૂષએ કરેલો ઉપકાર લક્ષ્ય બહાર નથી, એમ પણ એ દ્વારા જણાવી શકાય છે અને એમ કરીને કૃતજ્ઞતા ગુણનું મહત્વ પણ સમજાવી શકાય છે. અહીં સુધી દ્વાદશાંગીનું જે શ્રત આવ્યું, તે આવ્યું કોના દ્વારા ? કહેવું જ પડશે કે–આચાર્યોની પરંપરા દ્વારા. ગણધરભગવાન શ્રી સુધર્માસ્વામીજી તે, ભગવાન શ્રી મહાવીર પરમાત્મા નિર્વાણને પામ્યા પછીથી, વીસે વર્ષે જ મેક્ષે ગયા; એટલે તેમની પછીની વચલી બધી આચાર્યપરંપરા આ વાણીને ધારણ કરનારી બની. એ આચાર્યોએ, આચાર્યોની પરંપરાએ શિષ્યને
ગદ્વહન કરાવી કરાવીને સૂત્રો જણાવ્યાં અને એના પરમાજૈને જણાવ્યું. એ રીતિએ, સૂત્રો સચવાતાં સચવાતાં આવ્યાં. ગણધરભગવાન શ્રી સુધર્માસ્વામીજીએ, અન્તિમ કેવલી શ્રી જબૂસ્વામીજીને ગણ સુપ્રત કર્યો અને તે પછીથી તે, આ ટીકાકાર મહર્ષિ આચાર્યભગવાન શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજી મહારાજા થયા ત્યાં સુધીમાં તેનું સંખ્યાબંધ આચાર્યો, શ્રતધરે થઈ ગયા. ટીકાકાર મહર્ષિ સમજે છે કે-એ બધા મહાપુરૂષોના પ્રતાપે જ, આટલું પણ મૃત અમને પ્રાપ્ત થવા પામ્યું છે. આથી, ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીને અને પાંચમા ગણધરભગવાન શ્રી સુધર્માસ્વામીજીને નમસ્કાર કર્યા પછીથી, ટીકાકાર મહર્ષિએ “સર્વાનુયોઃ '—એમ કહીને, ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીના શાસનમાં, શ્રી સુધર્માસ્વા
Page #118
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાતા
મીજીની પાટપરંપરાએ થઈ ગએલા, સર્વેય મહાપુરૂષોને નમસ્કાર કર્યો છે.
૨૪
આત્મામાં આ દૃષ્ટિ પેટ્ઠા થવી જોઈએઃ
આ રીતિએ એવા પુણ્યપુરૂષાને નમસ્કાર કરવાનું મન. કચારે થાય ? એ પુણ્યપુરૂષોએ જે ઉપકાર કર્યો છે, તે ઉપકાર પરમ ઉપકાર તરીકે આપણા હૈયામાં વસે ત્યારે ને ? ભગવાન શ્રી જિનેશ્વરદેવના, ગણધરભગવાનના અને તે પછીની આચાર્યપરંપરાના ઉપકાર તા અનુપમ છે, જેની જોડી ન મળી શકે એવા છે, જે ઉપકાર વિના આપણા કદી પણ. ઉદ્ધાર ન થાય એવા છે અને જે ઉપકારને આપણે ઝીલી શકીએ તે આપણા પરમાદ્ધાર પણ થયા વિના રહે નહિ એવા એ ઉપકાર છે; પરન્તુ એ દૃષ્ટિ, આપણા આત્મામાં પેઢા થવી જોઇએ ને ? આપણા આત્મામાં એ દૃષ્ટિ પેદા થયા. વિના, આપણે, ભગવાન શ્રી જિનેશ્વરદેવા આદિને સાચા, હૈયાના વિશુદ્ધ અને ઉલ્લાસ પામતા ભાવપૂર્વકના નમસ્કાર કરી શકીએ જ નહિ. આપણને જ્યારે એમ થઈ જાય કે
આ ભગવન્ત આદિએ મેાક્ષમાર્ગને સ્થાપીને અને એને વહેતા રાખીને, અનાદિકાળથી સંસારમાં ભટકતા એવા આપણને, સંસારથી એટલે કે સઘળાં ય દુ:ખાથી છૂટવાની જે આપણી ભાવના, તે ભાવના ફળે એવા માર્ગ દર્શાવવાના આપણા ઉપર ઉપકાર કર્યો છે.? ત્યારે આપણે ભગવાન શ્રી જિનેશ્વરદેવા વિગેરેને જે નમસ્કાર કરીએ, એ નમસ્કાર એવા હોય કે–માત્ર માથું જ નમતું ન હોય, પણ એ તારકાના ચરણે જાણે હૈયું ઢળી પડતું હોય.
Page #119
--------------------------------------------------------------------------
________________
અને ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
વાણીમાં ઉપકાર :
આ ટીકાકાર મહિષને એ દૃષ્ટિ પ્રાપ્ત થએલી હતી. આવા પ્રકારની દૃષ્ટિ, એ મહાપુરૂષના આત્મામાં, ઘણી નિર્મળ હતી. આથી જ, તેઓએ સર્વસાધારણ શ્રી જિનસ્તુતિ કરીને, વર્તમાન શાસનના સ્થાપક ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીને, વર્તમાન દ્વાદશાંગીના પ્રણેતા શ્રી સુધર્માસ્વામીજીને અને અનુયાગ દ્વારા શ્રુતનું સંરક્ષણાદિ કરનારા મહાપુરૂષોને નમસ્કાર કર્યા બાદ, ‘વાગ્યે વિસ્તથા ’–એ પ્રમાણે કહીને, શ્રી સર્વજ્ઞ ભગવંતની વાણીને નમસ્કાર કર્યા છે. ટીકાકાર મહુષિએ પૂર્વે જે બધાને નમસ્કાર કર્યો; તે બધામાં મુખ્ય કારણ રૂપે તે વાણી જ છે ને ? કેમ કે એ બધાએ જે ઉપકાર કર્યા છે, તે વાણી દ્વારાએ કર્યાં છે. જો પ્રાણીને આ વાણી જ ન મળે, તો તે દેવ-ગુરૂ-ધર્મ તથા પરંપરાને શા રીતિએ પિછાની શકે ? સારી રીતિએ ગુણની ખાણી રૂપ વાણીને હૃદયમાં ઉતારી હોય, તા બધા યાદ આવે. આપણે ભગવાનને પણ નમસ્કાર મુખ્યત્વે વાણીના કારણે કરીએ છીએ. પ્રભુએ વાણીને વિકાસ કરીને શાસનની સ્થાપના કરીને ઉપકાર કર્યાં છે. પ્રભુની સાથેના આપણા સંબંધ, પ્રભુએ વાણી દ્વારા શાસન સ્થાપ્યું તે છે. ભગવાનની વાણીના મર્મને પામીને જે ભગવાનને પૂજતા હોય, તે સંસારથી ધ્રુજતા હોય. આવા આત્મા, સાચી રીતિએ અને સારી રીતિએ ભગવાનની પૂજા કરનારા અને છે. સમ્યગ્દષ્ટિ પુણ્યાત્માની ભાવના, શ્રી જિનને પૂજતાં જિન થવાની હોય, વીતરાગ બનવાની હાય. ભગવાનની પૂજા વિધિપૂર્વક અને કેવળ આત્માના ઉદ્ધારને માટે
૮૫
Page #120
--------------------------------------------------------------------------
________________
e;
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો
થાય, તેા તે ક્રિયા તહેતુ-ક્રિયા તથા અમૃતક્રિયા અને છે. દ્રવ્યપૂજાને ભાવપૂજાની પ્રાપક બનાવવાની છે. શ્રી જિનાજ્ઞાનું પાલન, એ માટી ભાવપૂજા છે. શ્રી જિનાજ્ઞાના પાલન રૂપ ભાવપૂજાને કરનારા પુણ્યાત્માઓ, અવશ્ય વીતરાગ અને સર્વજ્ઞ અને છે.
સર્વજ્ઞવાણી સર્વ નયાથી સંપૂર્ણ :
શ્રી સર્વજ્ઞ ભગવાનની વાણીના પ્રભાવ જ એ છે કે તે હૃદસ્થ અને તે તરી શકાય છે. મહા હિંસકાને—માર, માર’ કરતા આવ્યા હોય તેમને, ઠારવામાં–ક્રૂરતાને ચૂર ચૂર કરવામાં, શૂરતા આપનારી વાણી છે. મીઠી વાણી ભલભલાને મુખ્ય અનાવે છે. કટુ વાણી શાન્તને પણ ક્રૂદ્ધ બનાવે છે. શ્રી સર્વજ્ઞ ભગવાનની વાણી સર્વ નચે પૂરી છે. વાચકશેખર શ્રીમદ્ યશેવિજયજી ગણિવર મહારાજાની વાણીની પ્રશંસા કરતાં, શ્રી દેવચંદ્રજી કહે છે કે
‘ વાણી વાચક જશ તણી રે, કોઈ નયે ન અધુરી રે!' આ પદ્ય વાકચમાં બીજી વાત પણ કહી દીધી. વાચકેમાં યશવાળા ભગવાન છે અને ભગવાનની વાણી કાઈ પણ નચે અધુરી નથી, પરન્તુ સર્વે નચેાથી સંપૂર્ણ છે. આરાધે તે તરે તે વિરાધે તે ડૂબે ઃ
એ વાણી, જ્યાં સુધી જેના કાનમાં નથી પડી, ત્યાં સુધી તે ભવરાનમાં છે; ત્યાં સુધી જીવ ચેારાશીના સ્થાનમાં છે. આ વાણી એવી છે કે—જીવમાં જો લાયકાત હોય, તે જીવને ભાનમાં લાવે. જીવ ભાનમાં આવે, તેા તેને માટે વાણી સફળ; બાકી તા, ભલે ને કાઉસ્સગ્ગ કરતા હોય, પ્રતિક્રમણ
Page #121
--------------------------------------------------------------------------
________________
વાણી છે.
તે પણ વાઈજ
ને? જ
સર્વરની
આજે ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના કરતો હોય, સ્તુતિ વિગેરે કરતો હોય, પણ એ બધું ય કાનમાં ! આ વાણી જે પાત્રે પડે, તે જીવ ભાનમાં આવ્યા વિના રહે નહિ. જેનું તમામ કલ્યાણ કરનારી વાણી છે. હિંસકેને, ભયંકર પાપિઓને વાણી ઠારે છે. કેઈને સુધારે હોય, તો પણ વાણું કામ કરે છે. વિષય, કષાય, સમતાભાવ, ખેંચતાણ પણ વાણીથી જ છે ને? જગતમાં ક્લેશ પણ વાણી કરાવે છે. ફ્લેશકર, દુઃખદાયક વાણી સર્વજ્ઞની નથી. કલેશને હરનારી વાણી શ્રી વીતરાગની છે. શ્રી વતરાગની વાણીને અનુકૂળ રહેનારે તરે અને શ્રી વીતરાગની વાણને પ્રતિકૂળ રહેનારે મરે. દ્વાદશાંગીના વેગને પામીને, આરાધીને, અનન્તા તર્યા તથા વિરાધીને અનન્તા મર્યા. દ્વાદશાંગી સ્વતંત્રપણે નથી તે કેઈને તારતી કે નથી તે કેઈને ડૂબાવતી, પરંતુ એની આરાધના કરનારા પિતાની આરાધનાના બળે તરે છે અને એની વિરાધના કરનારા પિતાની વિરાધનાના કારણે ડૂબે છે. પ્રભુની વાણી તે એવી પ્રભાવક છે કે-સિંહ જેવા હિંસક પ્રાણિએ પણ એક વાર સાંભળી, તે એને તરત ખ્યાલ આવ્યું અને એણે હિંસાને તજી દીધી. પ્રભુની વાણીને પ્રભાવ જ એવો છે, પણ નાલાયકે તે સઘળા ય સારાના પ્રભાવને હઈયાં કરી જનારા હોય છે. સર્વ કલ્યાણનું મૂળ સર્વસવાણીઃ
દુનિયાને ફાની કરનારી વાણીને વદનારા તે ઘણા છે, પણ દુનિયાને શાણું બનાવનારી વાણુને વદનારા વિરલ છે. એવા પણવિરલને પેદા કરનારી શ્રી સર્વજ્ઞ ભગવાનની વાણી છે. આ સંસારમાં જે કાંઈ પણું સારું છે, તે શ્રી સર્વજ્ઞ ભગવાનની
Page #122
--------------------------------------------------------------------------
________________
૮૮
શ્રી ભગવતી સૂત્રનાં વ્યાખ્યાને વાણીમાં છે. આ સંસારમાં જે કાંઈ પણ સારું છે, તે શ્રી સર્વજ્ઞ ભગવાનની વાણના પ્રતાપે જ છે. સારાની સારા તરીકેની. પિછાન પણ, શ્રી સર્વજ્ઞ ભગવાનની વાણીના પ્રતાપે જ થાય છે. જીવે, પિતાના અને પરના કલ્યાણને માટે, શું તજવા જેવું છે અને શું સેવવા જેવું છે, જે તજવા યોગ્ય છે તે શાથી. તજવા યોગ્ય છે અને જે સેવવા યોગ્ય છે તે શાથી સેવવા
ગ્ય છે, એને જણાવનાર શ્રી સર્વજ્ઞ ભગવાનની જ વાણી છે. બીજા જે કઈ મહાપુરૂષોએ એ વાત કહી, તે શ્રી સર્વ ભગવાનની વાણીના આધારે કહી. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન. અને સમ્યફચારિત્ર-એ ત્રણેયનું મૂળ શ્રી સર્વજ્ઞ ભગવાનની વાણું છે. એટલે કલ્યાણ માત્રનું મૂળ શ્રી સર્વજ્ઞ ભગવાનની વાણું છે. આથી જ, ટીકાકાર મહર્ષિ ઉપકારિઓને યાદ કરી કરીને નમસ્કાર કરતાં, શ્રી સર્વજ્ઞ ભગવાનની વાણુને નમસ્કાર કરવાને પણ ચૂક્યા નથી. શ્રી સર્વજ્ઞ ભગવાનની વાણીને પણ નમસ્કાર કર્યા પછીથી જ, તેઓએ, પોતે કયા કાર્યને ક્યી. રીતિએ આરંભ કરે છે, તે જણાવ્યું છે. બીજા ક્ષેકનો ત્રીજા શ્લોક સાથેનો સંબંધ
ટીકાકાર મહર્ષિએ, ત્રીજા સ્લેકમાં પિતાના અભિધેયનું સ્પષ્ટીકરણ કર્યું છે. બીજા શ્લોકમાં ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજી આદિને નમસ્કાર કરતાં, “નમામિ એટલે કે હું નમસ્કાર કરું છું.” અથવા તે “નમ એટલે કે નમસ્કાર હે ! ”—એ પ્રમાણે નહિ કહેતાં, “ના એટલે કે નમસ્કાર કરીને ”—એ પ્રમાણે કહ્યું છે. નમામિ અગર તે –એ પ્રમાણેનું પદ હોત, તે તે બીજા સ્લેકની વાત બીજા શ્લોકમાં
Page #123
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૮૯ જ પૂર્ણ થઈ જાત; પરન્તુ તવ એવા પદને પ્રયોગ કરીને, ટીકાકાર મહર્ષિએ, બીજા લેકમાં કહેલી વસ્તુની સાથે, ત્રીજા 'લેકમાં કહેવાતી વસ્તુને સંબંધ છે એમ જણાવ્યું છે. બીજો
લેક, એ એક અપૂર્ણ વાક્ય છે; જ્યારે બીજો લેક અને ત્રીજો શ્લોક-એ બન્ને ય મળીને, એક પૂર્ણ વાક્ય બને છે. કઈ માણસ જે “હું ગામ જઈને અથવા તો “હું અમુક કામ કરીને” એટલું બેલે, તો એને સાંભળનાર ઝટ સમજી જાય છે કે–આને આગળ બોલવાનું બાકી છે. એમ અહીં પણ, ટીકાકાર મહર્ષિએ બીજા શ્લોક દ્વારા, એમ ફરમાવ્યું છે કે
શ્રી વર્ધમાનસ્વામીજીને, શ્રીમાન સુધર્માસ્વામીજીને, સર્વ અનુગવૃદ્ધોને અને સર્વગ્નની વાણીને નમસ્કાર કરીને એટલે એમ સમજાઈ જાય છે કે–ટીકાકાર મહર્ષિને આગળ કાંઈક કહેવાનું અવશ્ય બાકી છે અને જે કહેવાનું છે, તે પહેલાં કહેલાની સાથે સંબંધ ધરાવે છે. ત્રીજા કલેકમાં ટીકાકારમહષિએ ફરમાવ્યું છે કે- આ પાંચમા અંગસૂત્રની જે ટીકા તથા ચૂર્ણ છે તેને અને શ્રી જીવાભિગમ વિગેરે સૂત્રો છે, તેની જે જે વૃત્તિઓ છે-તેના અંશેને સમ્યક્ પ્રકારે જીને, આ પાંચમા અંગસૂત્રનું હું કાંઈક વિશેષપણે વિવરણ કરું . એટલે કેપાંચમા અંગસૂત્રનું કાંઈક વિશેષપણે વિવરણ કરવું, એ ટીકાકાર મહર્ષિએ પોતે કરવા ધારેલું કાર્ય છે. એ કાર્યને કરવાની પિતાની વિચારણાને ખ્યાલ આપતાં, તેઓશ્રીએ કહ્યું છે કેહું એ કાર્યને, આ સૂત્રની જે ટીકા અને ચૂર્ણ છે તેને તેમ જ શ્રી જીવાભિગમ સૂત્ર આદિ સૂત્રોની વૃત્તિઓના અંશોને સમ્યક્ પ્રકારે જીને, કરવાનું છે. ત્રીજા સ્લેકમાં કહેલી આ વાત તે, બીજા લેક સાથે સંબંધ રાખ્યા વિના પણ,
Page #124
--------------------------------------------------------------------------
________________
૯૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો
કહેવાય એવી છે ને? કાઈ જો બીજા àાકને આલ્યા વિના જ આ ત્રીજા ક્ષેાકને ખેલે, તેા આ ત્રીજા ક્ષેાકમાં કહેવાએલી વસ્તુને બીજા શ્લેાકમાં કહેવાએલી વસ્તુની સાથે સંબંધ છે—એવી કલ્પના આવી શકે નહિ; પરન્તુ કેાઈ જો બીજા શ્લાકને ખાલે, તેા ઝટ કલ્પના આવે કે–આ શ્ર્લાકમાં કહેવાએલી વાતને આગળ જે વાત કહેવાવાની છે, તેની સાથે સંબંધ છે, કારણ કે બીજા શ્લેાકમાં તત્વા એવા પદ્મના પ્રયાગ કરાએલા છે.
ત્રીજા Àાક સાથેના સંબંધથી શું સૂચિત કરાયું છે ?
આમ, બીજા શ્લેાકના, ત્રીજો શ્લાકની સાથે સંબંધ રાખવાનું કારણ શું? ખરેખર, આ સંબંધને રાખીને, ટીકાકાર મહિષએ ઘણું ઘણું મૂક સૂચન કરી દીધું છે. જે કાર્યને કરવાને માટે હું પ્રવર્તમાન થાઉં છું, તે કાર્યને ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીની સાથે પણ સંબંધ છે, ગણધરભગવાન શ્રી સુધર્માંસ્વામીજીની સાથે પણ સંબધ છે, અનુયાગવૃદ્ધ એવા સર્વની સાથે પણ સંબંધ છે અને શ્રી સર્વજ્ઞ ભગવાનની વાણીની સાથે પણ સંબંધ છે એમ, ટીકાકાર મહિષએ બીજા શ્લાકના ત્રીજા ક્ષેાકની સાથે સંબંધ રાખીને, સૂચિત કરી દીધું છે. એ સંબંધ કેવા પ્રકારના છે, એ વિષે તે આપણે અગાઉ વાત થઈ ગઇ છે, એટલે તેના પુનરૂચ્ચારણની અહીં આવશ્યકતા છે નહિ. આ ઉપરાન્ત, બીજા ક્ષેાકના ત્રીજા શ્લાકની સાથે સંબંધ રાખીને, ટીકાકાર મહર્ષિએ ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજી આદિ પ્રત્યેના પેાતાના સમર્પિતભાવને, સેવકભાવને અથવા તેા એ સર્વ પ્રતિની પાતાની વફાદારીના
*→
Page #125
--------------------------------------------------------------------------
________________
જો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
ભાવને પણ સૂચિત કર્યા છે. ‘ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજી આદિને નમસ્કાર કરીને હું આ કાર્યને કરૂં છું’–એમ કહેવાનું તાત્પર્ય એ છે કે હું એવું જ કહીશ, કે જે આ બધાને નમસ્કાર કરનારને કહેવું શાલે અથવા તે આમાંના કોઈ ને પણ કિંચિહ્ન માત્રેય દૂષણ લાગે એવું હું કહીશ નહિ !? આધાર લઈને એલવાની શાસનની પદ્ધતિ:
૯૧
ત્રીજા શ્લોકમાં પણ, ટીકાકાર મહર્ષિએ, એ વાત સ્પષ્ટ કરી દીધી છે કે આ ટીકા હું સ્વતન્ત્રપણે રચવાના નથી. સ્વતન્ત્રપણે એટલે નિરાધારપણે હું આ ટીકાને રચવાના નથી. ટીકાકાર મહર્ષિ કહે છે કે‘હું આધાર લેવાના છું” અને પેાતે કાના કાને આધાર લેવાના છે, તેના નિર્દેશ પણ તેમણે કર્યો છે. શ્રી જૈન શાસનની આ પદ્ધતિ છે. આધાર લીધા વિના કોઇ એલે જ નહિ. ભગવાન શ્રી જિનેશ્વરદેવા તે, કેવલજ્ઞાન થયા પછીથી જ ધર્મતીર્થની સ્થાપના કરે છે, એટલે એ તારકાને તે બીજા કોઈના ય આધારની અપેક્ષા રહેતી નથી; પરન્તુ, એ સિવાયના જે કાઈ હાય, તેમણે જો ઉત્સૂત્રકથનાદિથી ખેંચીને સત્યવાદી જ બન્યા રહેવું હાય, તે યાગ્યને આધાર લેવા જ જોઈ એ. દ્વાદશાંગીની રચના કરવા જોગા સામર્થ્યને ધરનારા ગણધરભગવન્તાએ પણ, પહેલાં ભગવાનનાં વચનાને આધાર લીધેા અને એથી જે કાંઈ કહ્યું, તે ભગવાનના નામે જ કહ્યું. સર્વજ્ઞ—વચનના કેટલા બધેા મહિમા છે? એના આધારને ગ્રહણ કરીને જે કઈ ચાલે, તે સ્વયં તરે અને બીજાઓના પણ તરવાના આધાર રૂપ અને, શ્રી સુધર્માસ્વામીજીની પાટે થયેલા શ્રી જમ્મુસ્વામીજીએ પણ આધાર
Page #126
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો
લીધેલ. એ પછીના મહાપુરૂષોએ પણ આધાર લીધેલો. નિરાધારપણે બેલવાને નાલાયક
* શ્રી જૈન શાસનની આ જ પદ્ધતિ છે. શ્રી જૈન શાસનમાં નિરાધારપણે બોલવાને તો છવસ્થ એવા કેઈને ય વસ્તુતઃ અધિકાર નથી, કારણ કે–છઘ નિરાધારપણે બલવાને માટે નાલાયક છે. જ્યાં સુધી પૂર્ણ જ્ઞાનને અભાવ, ત્યાં સુધી નિરાધારપણે બેલવાને માટેની નાલાયકાત. પોતાની આવા પ્રકારની નાલાયકાતને સમજવી અને સ્વીકારવી, એ પણ 'બધાઓથી બનતું નથી. પિતાની નાલાયકાતને સમજવી અને સ્વીકારવી, એ પણ તથા પ્રકારની લાયકાતવાળા આત્માએથી જ બને છે. ઉશ્રૃંખલ આત્માઓ તે, “હુંકારને જ ભેંકાર કરતા હોય છે. પીઠ પાછળનું કે પડદા પાછળનું જાણવાની પણ જેઓમાં શક્તિ નથી, એવાઓ ય કેટલીક વાર પોતે મહા જ્ઞાની હેવાને દાવો કરતા જોવાય છે. જ્યારે પીઠ પાછળનું કે પડદા પાછળનું જાણી શકે એવા પણ જ્ઞાનિઓ કહે છે કે
જ્યાં સુધી અમે સર્વ પદાર્થોના સર્વકાલીન સર્વ પર્યાને જાણી શકીએ નહિ, ત્યાં સુધી અમારે શ્રી સર્વજ્ઞ ભગવાનના વચનને ' આધાર લે જ જોઈએ. માણસ માત્ર વિચાર કરવું જોઈએ કે-જ્યાં સુધી મારાથી ભૂલ થવાનો સંભવ છે, ત્યાં સુધી મારે શ્રી સર્વજ્ઞ ભગવાનના વચનને આધાર લે જ જોઈએ. આ પ્રકારની મનવૃત્તિ, શ્રી જૈન શાસનમાં થઈ ગયેલા મહાપુરૂ
માં હતી, માટે જ એ મહાપુરૂષનાં વચનને પણ શ્રી સર્વ ભગવાનનાં વચનની માફક માન્ય કરવામાં આવ્યાં છે અને માન્ય કરવામાં આવે છે.
Page #127
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
યોગ્ય આધાર લેવામાં ગૌરવની હાનિ નથીઃ
શ્રી સર્વજ્ઞ ભગવાનનાં વચનોને આધાર લે–એમાં એ પિતાના ગૌરવની હાનિ સમજે છે, તેઓ વસ્તુતઃ ગૌરવ શામાં અને ગૌરવની હાનિ શામાં, એ વાતને જ સમજતા નથી. અલ્પજ્ઞ અથવા તો અસર્વજ્ઞ માણસ, શ્રી સર્વજ્ઞ ભગવાનનાં વચનેને આધાર લઈને બેલે, એમાં વાસ્તવિક રીતિએ તે, એનું પિતાનું પણ ગૌરવ જ છે. શ્રી સર્વજ્ઞ ભગવાનનાં વચનને આધાર લઈને જે બોલે છે, તે જે કાંઈ બોલવા માગે છે, તે સાચું અને એકાન્ત સ્વ–પર–હિતકારી બેલવા માગે છે, એમ સાબીત થઈ જાય છે. મિથ્યા વચન કે કેઈનું પણ કઈ પણ પ્રકારે અહિત કરનારું વચન એને બાલવું નથી, એ વાત એના એવા વર્તનથી જ સિદ્ધ થઈ જાય છે. એ સાચે સત્યાગ્રહી છે, એમ જણાઈ આવે છે. સાચે સત્યાગ્રહી તે જ છે, કે જે શ્રી સર્વજ્ઞ ભગવાનનાં વચનને આધાર લઈને જ બલવાનું પસંદ કરે છે. એવા માણસ ઉપર કેઈપણ માણસ નિઃશંકપણે વિશ્વાસ મૂકી શકે છે. જે માણસ સૌને આ પ્રકારેવિશ્વસનીય લાગે, તેનું ગૌરવ વધ્યું કહેવાય કે તેના ગૌરવની હાનિ થઈ કહેવાય? કેઈકહેશે કે બીજાનું કહ્યું કહેવામાં કિંમત શી? પણ બીજાનું કહ્યું કહેવામાં કિંમત તે ત્યારે નહિ, કે જ્યારે જેનું કહ્યું કહેવામાં આવે છે, તે અસર્વજ્ઞ અને મિથ્યાભાષી હેય! જે શ્રી સર્વજ્ઞ ભગવાનનું કહેવું છે અને જે શ્રી સર્વજ્ઞ ભગવાનનાં વચનને અનુસરીને કહેવાએલું છે, એને કહેવામાં તો કિંમત જ છે. એનાથી સાબીત થાય છે કે-આમને પોતાના જ્ઞાનની ઓછપનું ભાન છેઃ જ્ઞાનની ઓછપ હોવા છતાં પણ કેટલાકે
Page #128
--------------------------------------------------------------------------
________________
૯૪
શ્રી ભગવતી સૂત્રનાં વ્યાખ્યાને જે જ્ઞાનીપણાને મિથ્યાડંબર કરે છે, તે મિથ્યાડંબર આ કરતા નથી તેમ જ પિતામાં જ્ઞાનની ઓછપ હેવાથી અજાણતાં પણ મિથ્યા વચન, ઉસૂત્રવચન બેલવા દ્વારા પોતાનું કે પરનું હિત હણાઈ જવા પામે નહિ–તેની પણ આમણે તકેદારી રાખી છે. આવા ઉત્તમ ગુણસમ્પન્ન જીવને માટે, એમ કેમ કહેવાય કે-એ બીજાનું કહ્યું કહે છે, માટે એમના કથનની કિંમત શી? એવા ઉત્તમ ગુણસમ્પન્ન જીવને માટે, એવું તે તેઓ જ બેલે, કે જેઓ બહુ નાલાયક હોય. ચારી કરીને લેખક ને કવિ તરીકે પંકાવા મથનારા ય છેઃ
અહીં, ટીકાકાર મહર્ષિ, શ્રી ભગવતીજી સૂત્રનું વિવરણું કાંઈક વિશેષપણે કરવાને ઈરછે છે, પણ એ વિવરણમાં ટીકાકાર મહર્ષિ એ જ કહેવાને ઈચ્છે છે, કે જે શ્રી સર્વજ્ઞ ભગવાને અને શ્રી સર્વજ્ઞ ભગવાનનાં વચનને અનુસરીને મહાપુરૂષોએ કહેલું છે. આથી જ, તેઓએ એ વાત સ્પષ્ટપણે જણાવી છે કેઆ શ્રી ભગવતીજી સૂત્રની જે ટીકા અને જે ચૂર્ણ હાલ વિદ્યમાન છે, તેનું તેમ જ શ્રી જીવાભિગમ વિગેરે સૂત્રોની જે જે ટીકાઓ છે–તેના અંશેનું આ ટકામાં સમ્ય પ્રકારે જન કરીશ. ટીકાકાર મહર્ષિ કેટલા બધા પ્રમાણિક છે–એ વાત, પણ, તેમના આ કથન ઉપરથી ફલિત થાય છે. જેના આધારે પોતે ચાલવાની છે, ટીકાની રચનાનું કાર્ય કરવાના છે, તેને પ્રમાણિકપણે પહેલેથી જ જાહેર કરી દે છે. આજના કહેવાતા સાહિત્યકારોમાંના કેટલેકમાં આ પ્રમાણિકતા પણ જેવાને મળતી નથી. આજના રચનારાઓમાં કેટલાક એવા છે કેતેઓ અન્યના ગ્રન્થમાંથી ફકરાઓના ફકરાઓ અને કડીઓની
Page #129
--------------------------------------------------------------------------
________________
ખીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
૯૫
કડીએ ઉઠાવી લે અને એ બધાની રચના પેાતાના નામે . ચઢાવી દે ! એમ ચારી કરીને, લેખક તરીકેની અને વિ તરીકેની નામનાને મેળવવાના લાલચુએ, આજના જગતમાં સહેલાઇથી જડી આવે છે. એમ લેખક તરીકે પકાવું કે કવિ તરીકે પંકાવું, એના કરતાં તે મૂંગા મરવું એ સારૂં છે, એવું પ્રમાણિક માણસાનું મન્તવ્ય હોય છે. પ્રમાણિક માણસા, ખીજાનાં લેખનાના કે કાવ્યેાના આધાર લે નહિએવું છે જ નહિ; પરન્તુ પ્રમાણિક માણસા, પાતે જેટલેા જેટલા બીજાના લેખનનેા કે કાવ્યને આધાર લીધા હોય, તેને યથાયેગ્ય રીતિએ જાહેર કર્યા વિના પણ રહે નહિ.
Page #130
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્રપ્રસ્તાવના–વિભાગ
બર–સમુન્નત જ્યકુંજર જેવું શ્રી ભગવતીજી:
પ્રસ્તાવના કેને કહેવાય?
આ પ્રમાણે મંગલને આચર્યા પછીથી અને પિતાના અભિધેયનું સ્પષ્ટીકરણ કર્યા પછીથી, નવાંગી ટીકાકાર તરીકે - સુવિખ્યાત થયેલા, પરમ ઉપકારી આચાર્યભગવાન શ્રીમદ અભયદેવસૂરીશ્વરજી મહારાજા, પોતે રચવા ધારેલા આ શ્રી ભગવતીજી સૂત્રની ટીકા રૂપ શાસ્ત્રની પ્રસ્તાવના કરે છે. ટીકાકાર મહષિએ શાસ્ત્રપ્રસ્તાવના પણ ઘણી જ સુન્દર અને ઘણી જ અર્થગંભીર કરી છે. પ્રસ્તાવના તે કહેવાય, કે જે પ્રસ્તાવના જે ગ્રન્થને ઉદ્દેશીને કરવામાં આવી હોય, તે ગ્રન્થ કે મહત્ત્વનું છે અને તે ગ્રન્થમાં કેવી કેવી વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે, તેને પ્રસ્તાવનાના વાંચકને ખ્યાલ આવી જાય. પ્રસ્તાવના વાંચનારના દિલ ઉપર એવી અસર થવા પામે કે-“મારે આ ગ્રન્થ સાંગોપાંગ વાંચો અને વિચાર જોઈએ. જે પ્રસ્તાવના, ગ્રન્થના મહત્વને સમજાવતી ન હોય અને ગ્રન્થમાં વર્ણવાએલા વિષયેનો ખ્યાલ આપતી ન હેય, એ પ્રસ્તાવના વાસ્તવિક રીતિએ પ્રસ્તાવના જ નથી. પ્રસ્તાવના વાંચનારને, પ્રસ્તાવના વાંચે ને એમ થાય કે-હે,
Page #131
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના આટલો બધો સુન્દર અને મહત્તવનો આ ગ્રન્થ છે? આ ગ્રન્થમાં કહેવાની પદ્ધતિ પણ આટલી બધી સુન્દર છે? અને આ ગ્રન્થમાં આટલા બધા વિષયેનું વર્ણન છે? આનું નામ પ્રસ્તાવના કહેવાય. ટીકાકાર મહર્ષિ તે મહા વિદ્વાન છે, એટલે એ મહાપુરૂષે અહીં જે પ્રસ્તાવના લખી છે, તે આવી જ છે. શાસ્ત્રપ્રસ્તાવના :
મંગલનું આચરણ ને અભિધેયનું કથન કર્યા પછીથી, આ શાસ્ત્રની પ્રસ્તાવના કરતાં, ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે
व्याख्यातं समवायाख्यं चतुर्थमङ्गम् । अथावसरायातस्य -' विआहपण्णत्ति' त्तिसिज्झितस्य-पंचमांगस्य समुन्नतजय. कुञ्जरस्येव ललितपदपद्धतिप्रबुद्धजनमनोरंजकस्य, उपसर्गनिपाताऽव्ययस्वरूपस्य, घनोदारशब्दस्य, लिङ्गविभक्तियुक्तस्य, सदाख्यातस्य, सल्लक्षणस्य. देवताधिष्ठितस्य सुवर्णमंडितोद्देशकस्य, नानाविधाद्भुतप्रवरचरितस्य, षट्त्रिंशत्प्रश्नसहस्रप्रमाणसू
देहस्य, चतुरनुयोगचरणस्य, ज्ञान-चरणनयनयुगलस्य, द्रव्यास्तिक-पर्यायास्तिकनयद्वितयदन्तमुशलस्य,निश्चय-व्यवहारनयसमुन्नतकुम्भद्वयस्य,योग-क्षेमकर्णयुगलस्य, प्रस्तावनावचनरच. नाप्रकाण्डशुण्डाऽदण्डस्य, निगमनवचनाऽतुच्छपुच्छस्य, कालाद्यष्टप्रकारप्रवचनोप्रचारचारुपरिकरस्य, उत्सर्गाऽपवादवादसमुच्छलदतुच्छघण्टायुगलघोषस्य, यशःपटहपटुप्रतिरवाऽऽपूर्णदि कचक्रवालस्य, स्याद्वादविशदांकुशवशीकृतस्य, विविधहेतुहेतिसमूहसमन्वितस्य, मिथ्यात्वाऽज्ञानाऽविरमणलक्षणरिपुबलदलनाय श्रीमन्महावीरमहाराजेन नियुक्तस्य, बलनियुक्तककल्पगणनायकमतिप्रकल्पितस्य, मुनियोधैरनाबाधमधिगमाय पूर्वमुनिशिल्पिकल्पितयोबहुप्रवरगुणत्वेऽपि हृस्वतया महतामेव वाञ्छितवस्तुसाधनसमर्थयोवृत्ति-चूर्णिनाडिकयोः तदन्येषां च जीवा
Page #132
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાના
भिगमादिविविधिविवरणदव - कलेशानां संघट्टेन बृहत्तरा अत एवाऽमहतामप्युपकारिणी, हस्तिनायकादेशादिव गुरुजनवच्चनात् पूर्वमुनिशिल्पिकुलोत्पनैरस्माभिर्नाडिके वेयं वृत्तिरारभ्यते । " इति शास्त्रप्रस्तावना |
૯૮
:
શ્રી ભગવતીને જયકુંજરની ઉપમા :
શાસ્ત્રપ્રસ્તાવનામાં, ટીકાકાર પરમર્ષિ, સૌથી પહેલી વાત તા એ કમાવે છે કે—સમવાય નામનું જે ચેાથું અંગસૂત્ર છે, જે તેની ટીકાની રચનાને મેં સંપૂર્ણ કરી.' પછી ક્રમાવે છે કે હવે અવસરપ્રાપ્ત પાંચમું અંગસૂત્ર છે.’ અવસરાયાત અથવા અવસરપ્રાપ્ત એટલે જેને માટે અવસર આવી લાગ્યા છે તે. ચેાથા પછી અવસર પાંચમાના જ ગણાય ને ? એટલે પાંચમું અંગસૂત્ર, એ હવે અવસરપ્રાપ્ત છે. અવસરપ્રાપ્ત એવા આ પાંચમા અંગસૂત્રનું નામ છે—વિબાદપત્તિ ' અહીં માત્ર વિજ્ઞાટપત્તિ' એવા નામનો નિર્દેશ કરીને જ, ટીકાકાર મહર્ષિએ, · આની ટીકા શરૂ કરાય છે’–એમ કહી દીધું નથી. આની ટીકા શરૂ કરાય છે’–એમ જણાવતાં પૂર્વે તે, ટીકાકાર મહર્ષિએ આ શ્રી પંચમાંગ સૂત્રને સમુન્નત જયકુંજરની ઉપમા આપી છે. આ ઉપમા એકદેશીય નથી, પણ પ્રાયઃ સર્વદેશીય છે. અલંકાર શાસ્ત્રામાં પણ નિપુણ એવા આચાર્યભગવાન શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ, આ સૂત્રને જયકુંજરની પ્રાયઃ પૂર્ણ ગણાય તેવી ઉપમા આપી છે. જયકુંજરની ઘટના કરીને, એમણે, આ સૂત્રની પિછાન કરાવેલ છે. આ ઉપમા એ
ચંદ્રવન્ મુખ”ના જેવી એકદેશીય નથી, પરંતુ અનેકવિધ સમાનતાવાળી ઉપમા આપી છે. કોઇ કહેશે કે— આ દવા
C
Page #133
--------------------------------------------------------------------------
________________
-બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
તે કડવી ઝેર જેવી છે. તે એમાં ઝેરની ઉપમા આવી, પરતુ એ ઉપમાની સાથે સંબંધ કેટલો? કડવાશ પૂરતો ! દવા પણ કડવી અને ઝેર પણ કડવું, માટે જ એ ઉપમા ! બાકી ગુણદોષમાં તે મેટ ફરક! દવા માંદાને સાજો કરે અને ઝેર સાજાને પણ માંદે કરીને મારે ! અહીં હાથીની ઉપમા આવા પ્રકારની નથી, પણ આ સૂત્ર એક હાથી સમાન છે, સમુન્નત એવા જયકુંજર સમાન છે, એ પ્રમાણે કહેવાલ છે. એટલે હેજે પ્રશ્ન થાય કે–સમુન્નત જયકુંજરનાં અમુક અમુક અંગો છે, અમુક અમુક ઉપાંગે છે, તો એ બધું શું આ સૂત્રમાં છે? ટીકાકાર મહર્ષિ કહે છે કે-હા, એ બધું ય છે. એટલા માટે તે “સમુન્નતનયા –એમ જણાવીને, જયકુંજરમાં જે જે મહત્ત્વનું હોય છે, તે બધું આ પાંચમા અંગસૂત્રમાં કેવી કેવી રીતિએ ઘટે છે, એ દર્શાવ્યું છે. એ દર્શાવ્યા બાદ, ટીકાકાર મહર્ષિએ, કેવા પ્રકારે નાડિકા રૂપ ટીકા શરૂ કરાય છે, તે પણ કહ્યું છે. જયકુંજરથી પણ જ્ય અપાવવાની જખી શક્તિ આ
સૂત્રમાં છેઃ અહીં આપણે પહેલે વિચાર તો એ કરવાને છે કે-આ પંચમાંગ થી ભગવતીજી સૂત્રને સમુન્નત જયકુંજરની સાથે ઘટાવવાનું કારણ શું છે? આ સૂત્રની રચના જય પમાડનારી છે, શીધ્ર જ્ય પમાડનારી છે માટે! જેણે જય મેળવ હેય, તેણે આ સૂત્રને આત્મસાત્ બનાવી લેવું જોઈએ. આ સંસારમાં જય કેને નથી જોઈત? સંસારમાં સૌ જયના અથ છે, પણ જયનું સાધન હાથ લાગવું અને જયના સાધ
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૦૦
શ્રી ભગવતીજી પત્રનાં વ્યાખ્યાને નને સેવાવું, એ તે તેમનાથી જ બની શકે છે, કે જેઓનું તેવું નસિબ હેય. સાચે જય તે, આત્મા પિતાના આન્તર શત્રુઓને હંફાવે, રીબાવે અને મારે, એમાં જ રહે છે. આન્તર શત્રુઓ ઉપરને જય, એ જ પાર જય છે. જેના આન્તર શત્રુઓ મરે, તે અવ્યાબાધ સુખનો ક્તા બને. એવા જયને પામવાને માટે, આ શ્રી ભગવતીજી સૂત્રનું શ્રવણ, એ પણ અમેઘ કારણ છે. આ શ્રી ભગવતી સૂત્રનું શ્રવણ જે વિધિપૂર્વક, ભાવપૂર્વક, બહુમાનપૂર્વક કરવામાં આવે, તે આ સૂત્રનું શ્રવણ કરનારે આત્મા, ત્રણ ભાગમાં જ આન્તર શત્રુઓને પૂરે વિજેતા બનીને, અપૂર્વ અને અનુપમ જયને પામનારે બને છે. આન્તર શત્રુઓના જયમાં જેમ આ શ્રી ભગવતીજી સૂત્ર અમેઘ સાધન છે, તેમ બાહ્ય શત્રુઓના જયમાં જયકુંજર એ અમેઘ સાધન છે. યુદ્ધમાં વાહન તો જોઈએ ને ? બાહ્ય યુદ્ધને માટે રાજાએ વાહન તરીકે હાથીને જ પસંદ કરતા. યુદ્ધ કરવાને જતા રાજાઓ હાથી ઉપર બેસીને યુદ્ધમાં જતા અને હાથી તેમને યુદ્ધ કરવામાં ઘણી મદદ રૂપ નિવડ. એમાં ય, જયકુંજરની વાત જ શી કરવી? તેમ આન્તરિક યુદ્ધને માટે જેઓ શ્રી ભગવતીજી સૂત્રમાં અપાએલાવિષયને વાહન રૂપ બનાવે, તેઓને આન્તરિક યુદ્ધમાં શ્રી ભગવતીજી સૂત્રમાં અપાએલો વિષય, અદભુત મદદ કરે છે. જેની પાસે જયકુંજર તે જીતે
જયકુંજરમાં જય અપાવવાની કેવી અદ્ભુત શક્તિ હોય. છે, એને આજે તે તમને અનુભવ થાય તેમ નથી. આજે
Page #135
--------------------------------------------------------------------------
________________
-
-
--
૧૦૧
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના એવાં હસ્તિરને દુર્લભ જ બની ગયાં છે અને યુદ્ધની પદ્ધતિ પણ ફરી ગઈ છે. આગળનું યુદ્ધ, યુદ્ધ કરનારના પિતાના સત્ત્વનું ઘાતક બનતું હતું. આગળના યુદ્ધમાં યુદ્ધ કરનારાઓને હાનિ આદિ થાય—એ જુદી વાત છે, પણ સામાન્ય પ્રજાને આજે થાય છે તે મારે તેમાં થતું નહિ. આજે તે, યુદ્ધને વ્યુહ ગોઠવનાર એવી સલામત જગ્યાએ એશ-આરામમાં બેઠે હોય છે કે-એને પ્રાયઃ ઉની આંચ પણ આવે નહિ; અને યુદ્ધમાં ઉતરેલાઓ ક્યાં ય હોય અને મરે હજારે નિર્દોષને થત હોય, એવું ય બને છે. બેઓ ફેંકાય ત્યારે કાંઈ માત્ર યુદ્ધમાં ઉતરેલાએ જ મરે? પહેલાંના યુદ્ધમાં તે, નીતિનિયમ પણ ઘણું જળવાતા હતા. એ પ્રકારનું યુદ્ધ હોય કે વર્તમાન પ્રકારનું યુદ્ધ હોય, બન્ને ય પાપનાં જ કારણે છે. વિષયની અને કષાયની આધીનતાનાં એ પણ નાટકે છે. સાચું યુદ્ધ તે, આન્સર રિપુઓની સાથે ખેલવા જેવું છે. પણ જયારે અહીં આ સૂત્રને જયકુંજરની ઉપમા જ આપવામાં આવી છે, તે જ્યકુંજર કે જય અપાવનારે હોય છે, તેને પણ તમને ખ્યાલ આપવો જોઈએ ને? એ માટે આ વાત છે. જયકુંજર ઉપર બેસીને યુદ્ધમાં જનારાએ, જ્યાં સુધી જયકુંજર જીવતો હોય ત્યાં સુધી, કદી પણ હારીને આવતા નહિ અને જયકુંજરને ગમે તેનાથી મારી શકાતો પણ નહિ. સેચનક નામને જ્યકુંજરઃ
હલ્લ–વિહલની પાસે જયકુંજર હતો અને જ્યાં સુધી જયકુંજર તેમની પાસે રહ્યો, ત્યાં સુધી મહા પ્રતાપી કૃણિક જે રાજા પણ, તેમને હરાવી શક્યો નહિ કે કબજે કરી
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૦૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
શકયો નહિ. તમને આ વાતની ખબર છે ? ભગવાન શ્રી મહાવીર પરમાત્મા જે સમયે સદેહે વિચરીને આ પૃથ્વીતલને પાવન કરી રહ્યા હતા, તે સમયની આ વાત છે. એ હાથીનું નામ સેચનક હતું. એ હાથીનું નામ સેચનક કેમ પડ્યું હતું, એ હાથીના જીવને શ્રી નદિષેણુના જીવની સાથે પૂર્વભવના કેવા સંબંધ હતા અને એ હાથી શ્રી શ્રેણિક મહારાજાની પાસે કેવા સંચાગામાં આબ્યા હતા એ વિગેરે વાત તા, આપણે અગાઉ ભગવાનના ‘અસ્મર’ એવા વિશેષણની વિચારણા વખતે વિચારી આવ્યા છીએ. શ્રી નર્દિષણ સાથેના પૂર્વભવના સ્નેહસંબંધને લઇને વિચારણા કરતાં, એ સેચનક હાથીને જાતિસ્મરણુ જ્ઞાન ઉત્પન્ન થયું અને એથી એ શ્રી નંષિણને વશ થયા; બાકી તે મહારાજા શ્રી શ્રેણિકે એને કાબૂમાં લેવાને માટે ઘણા ઘણા પ્રયત્ના કર્યા હતા, પણ એ કાબૂમાં આવ્યા નહાતા. એ જ હાથી, હુલ્લ–વિહલ્લની પાસે કેવી રીતિએ આભ્યા અને એ હાથીની સહાયથી હલ્લ-વિહલ્લે રાજા કૃણિકના સત્યને કેવી રીતિએ ત્રાસ પમાડયો, એ વિગેરે વૃત્તાન્ત પણ આપણને અહીં અવસર પ્રાપ્ત થયા છે, તે આપણે જોઈ લઇએ. સેચનક હાથીના પહેલાંના પ્રસંગ જોયે છે, તેા હવે એનેા પછીના પ્રસંગ પણ જોઈ લેા ! કિયારા મુનિની અવજ્ઞા :
મહારાજા શ્રી શ્રેણિકને ઘણા પુત્રા હતા, પરન્તુ તેમાં શ્રી અભયકુમાર તેા પરમ બુદ્ધિનિધાન હતા. બુદ્ધિનિધાન એવા શ્રી અભયકુમારે, પેાતાના પિતાની અને રાજ્યની જેમ અનેકવિધ સેવાઓ કરી હતી, તેમ તેમણે શાસનની પણ
Page #137
--------------------------------------------------------------------------
________________
બીજે ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૦૩ અનેકવિધ સેવાઓ કરી હતી. આ શ્રી ભગવતીજી સૂત્રના પ્રણેતા ગણધરભગવાન શ્રી સુધર્માસ્વામીજીએ દીક્ષિત કરેલા કઠિયારા મુનિના અપમાનનું નિવારણ કરીને, તેમના પ્રત્યે પણ લોકનાં હૈયામાં સન્માનને સુન્દર ભાવ શ્રી અભયકુમારે જ પિદા કર્યો હતો. બનાવ એવો બનેલો કે–ગણધરભગવાન શ્રી સુધર્માસ્વામીજીની પાસે, રાજગૃહી નામની મહારાજા શ્રી શ્રેણિકની રાજધાનીની નગરીમાં, એક કઠિયારાએ ભાગવતી દીક્ષા ગ્રહણ કરી. દીક્ષાને ગ્રહણ કરેલ એ મુનિ, ગૌચરી વિગેરેના કારણે જ્યારે જ્યારે નગરીમાં ફરતા હતા, ત્યારે ત્યારે એ નગરીના જે લોકે તેમની પૂર્વાવસ્થાને જાણતા હતા, તે લેકે તે મુનિને સ્થાને સ્થાને તિરસ્કાર કરવા લાગ્યા. રસ્તે ચાલતા તેમની એ લેકે મશ્કરી અને નિન્દા કરવા લાગ્યા. કેવી અવળી ગંગા વહી રહી છે?
એ કાળમાં અને એવા સ્થાનમાં પણ એવા ચ લોકે હતા. ગરીબ માણસને ત્યાગને અધિકાર જ નહિ ? આજે કેટલાક કહે છે કે-ખાવા-પીવાનું અને પહેરવા-ઓઢવાનું સારું મળે અને સુખે મળે, એ માટે સાધુ થાય છે ! અલ્યા, ખાવા-પીવાનું અને પહેરવા-ઓઢવાનું સારું મળે અને સુખે મળે, એ માટે ભયંકર કુકર્મોને કરનારા, હિંસાદિને આચરનારા, ગમે તેને વિશ્વાસઘાત કરનારા, ઉઠાઉગીરી કરનારા, અનીતિ–પ્રપંચાદિ કરનારા અને વિષયવિલાસનાં અથવા તે વ્યભિચારનાં ધામે ચલાવનારાઓ, આ દુનિયામાં કેટલાક છે? સામાન્ય રીતિના સુખી ગણાય એવા પણ માણસે, આજે, ભવિષ્યમાં સુખે સારું ખવાય-પીવાય અને પહેરાય
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાતા
આઢાય, એ માટે કેટકેટલી બદમાશીઓના આશ્રય લે છે? એ બધા સારા માણસા, જેમની નિન્દા કે મશ્કરી ન કરી શકાય એવા માણસા, જેમને તિરસ્કાર કરી શકાય નહિ એવા માણસા અને ખાવા-પીવાનું તથા પહેરવા—આઢવાનું સારૂં મળે–એ માટે જો કાઈ સાધુ થાય તા તે ખરાબ માણસ, જેની નિન્દા ને મશ્કરી કરવી પડે એવા માણસ, જેના તિરસ્કાર કરી શકાય એવા માણસ, એવું એ લેાકે માનતા હશે ? ખાવાપીવાનું અને પહેરવા ઓઢવાનું સારૂં મળે અને સુખે મળે—એ માટે જ કેાઈ સાધુ થયા એમ માનેા, પણ એણે જગતની દૃષ્ટિએ કરી કરીને પણ ખરાબ શું કરી નાખ્યું ? ચારી વિગેરેના માર્ગે નહિ જતાં, એ સાધુ થયા–એ જ એને મહાન અપરાધ ? ભાગ્યશાલિ! જરા વિચાર તા કરો કે
આ સંસારના સુખમાં લુબ્ધ બનેલાઓમાં અને ત્યાગમાર્ગ પ્રત્યે રાષ ધરનારાઓમાં, કેવી અવળી ગંગા વહી રહી છે ? મેાક્ષને માટે જ સાધુપણાના ઉપદેશ ઃ
બાકી, ખાવા–પીવાનું અને પહેરવા–આઢવાનું સુખે મળે અને સારૂં મળે, એ માટે સાધુ થવાનું છે જ નહિ. સાધુ તે મેાક્ષની જ સાધનાને માટે થવાનું છે. સંસારના સુખને સાધવાને માટે સાધુપણું ઉપદેશાચું ય નથી અને ઉપદેશાતું પણ નથી. સાધુ થવાને ઈંચ્છનારે, માત્ર સંસારના સુખનાં સાધનાને જ છેડવાનાં છે—એમ નથી, પરન્તુ સંસારના સુખની આશાને–સંસારના સુખની અભિલાષાને પણ છેડવાની છે. આ લેાકના પૌદ્ગલિક સુખની ઈચ્છાથી કરાતી કોઈ પણ ધર્મક્રિયાને વિષાનુષ્ઠાન ‘અને પલેાકના પૌદ્ગલિક સુખની ઈચ્છાથી
Page #139
--------------------------------------------------------------------------
________________
· શ્રીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
૧૫
કરાતી કોઈ પણ ધર્મક્રિયાને ગરાનુષ્ઠાન કહીને, એમ વિષ રૂપ અને અગર ગરલ રૂપ અને એવા પ્રકારે ધર્માનુષ્ઠાનને આચરવાના તા, આ શાસનમાં નિષેધ કરાએલા છે. શ્રાવકાને પુણ્યની જે અભિલાષા થાય, તે પણ પરંપરાએ મેાક્ષની ઈચ્છાવાળી જોઈ એ. સાધુએ તેા, પુણ્યની પણ ઈચ્છા કરવાની નહિ. એનું લક્ષ્ય તેા એક માત્ર નિર્જરા તરફ હાય. એટલે સાધુ થનારમાં ભવિવરાગના ભાવ તેજ જોઈ એ. એવાને અમે દીક્ષા આપીએ નહિઃ
અમારી પાસે કોઈ માણસ આવે અને એ જો એમ કહે કે ‘ ખાવા-પીવાનું તથા પહેરવા—આઢવાનું મને સારૂં મળે અને સુખે મળે, એ માટે મને દીક્ષા આપે!! ' તે અમે એને દીક્ષા આપીએ નહિ. અમે એને સમજાવવાને પ્રયત્ન કરીએ કે આટલા માટે સાધુ થવાનું હોય નહિ; સંયમનું કષ્ટ તું આટલા સુખ ખાતર વેઠવાને તૈયાર થયા છે, એને બદલે મેાક્ષના સુખને માટેજ સંયમને સેવવાને તૈયાર થા ને? મેાક્ષના સુખને ધ્યેય રૂપ બનાવીશ, તે। તને કાર પશુ સંચય કષ્ટ રૂપ નહિ લાગે અને ખાવા-પીવાનું તથા પહેરવા–આઢવાનું સુખે અને સારૂં મળે—એ માટે જો તું સાધુ થઈશ, તે તું કચારે ભાગી જઈશ અથવા તેા સાધુના વેષમાં રહીને પણ તું કયારે ભામટા બની જઈશ, તે કહી શકાય નહિ. વળી, સાધુને સદા ખાવા-પીવાનું અને પહેરવા–આઢવાનું સારૂં જ મળે ને સુખે જ મળે, એ તારા ભ્રમ છે. સાધુએ હૈયાથી સાધુપણામાં જ રહેવું હોય, તે એણે ઘણા ઘણા વિપરીત સંયેાગામાંથી પણ પસાર થવું પડે.’ આવું સમજા
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૦૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને વવાથી પણ એ જે સમજે અને મેક્ષની ઈચ્છાથી સાધુપણાની ઈચ્છાવાળ બને તે ઠીક; બાકી તો, એવાને અમે સાધુપણું આપીએ નહિ. એવાને ય કઈ અતિશયજ્ઞાની ભવિષ્યના તેના હિતને જોઈને દીક્ષા આપે તો તે જુદી વાત છે, પરન્તુ વિધિમાર્ગ તે એ જ છે કે–એવાને દિક્ષા અપાય નહિ. નિદા કરવાની ટેવ
હકીક્ત આ પ્રકારની હોવા છતાં પણ, તમને વાતને મુદ્દો સમજાઈ જાય-એ પૂરતી આ વાત કરી કે કદાચ ખાવા –પીવાનું અને પહેરવા-ઓઢવાનું સારું મળે અને સુખે મળે -એવા જ આશયથી કેઈએ દીક્ષા લઈ લીધી, તે પણ એણે જગતની દષ્ટિએ કર્યો મેટ ગૂન્હ કરી નાખે? એવા આશયથી પણ દીક્ષા લેવાને માટે તૈયાર થાય એવા કેટલા છે, એ તે કહે ! એવા જ આશયથી દીક્ષા લેનારા નીકળે, તે એથી પવિત્ર અને ત્યાગી એવી સાધુસંસ્થાના ગૌરવને હાનિ પહોચે–એ વિગેરે વાત જુદી છે, પણ સાધુસંસ્થાના ગૌરવની ચિન્તા જેટલી તમને છે, તેટલી પણ સાધુઓને નથી, એમ માની બેઠા છે ? આજે તે, માટે ભાગે તન ખોટા આરે ઉભા કરીને, સાધુઓની અને દીક્ષાના માર્ગની લનિન્દા કરવાની, કેટલાકને કુટેવ પડી ગઈ છે. એવામાં જે અસદુ આગ્રહથી બદ્ધ ન હોય, તે નિરર્થક પાપમાં ડૂબતા બચી શકે એ પૂરતી જ આ વાત પ્રસંગે પાત જણાવી દીધી. ઠિયારા મુનિથી અવજ્ઞા સહાઈ નહિ?
પેલા કઠિયારા મુનિને, તેમની પૂર્વાવસ્થાને જાણનારા લેઓએ, સ્થાને સ્થાને તિરસ્કાર કરવા માંડે અને તેમની
Page #141
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્રપ્રસ્તાવના
૧૦૭
મશ્કરી તથા નિન્દા કરવા માંડી, એની એ કઠિયારા મુનિના હૈયા ઉપર ભારે અસર થઈ. પેાતાની આવી અવજ્ઞા તેમનાથી સહન થઈ શકી નહિ.
બધા ય શ્રી માષષ મુનિવરના જેવા સહનશીલ મનીને સમતારસમાં ઝીલ્યા કરે, એવા કયાંથી હાય ? એવી અવજ્ઞાને સહન કરી લેનારા મુનિવરના ગુણ ગવાય, તેમને દૃષ્ટાન્તભૂત અનાવાય, પણ મુનિને એવી અવજ્ઞાને સહન કરી લેવાની ફરજ પાડી શકાય નહિ.
ગણધરભગવાન શ્રી સુધર્માસ્વામીજી જેવાએ પણ એવી અવજ્ઞાને સહન કરી લેવાની ફરજ પાડી નથી. પેાતાની અવજ્ઞાને નહિ સહી શકાવાથી, એ કઠિયારા મુનિએ, ગણધરભગવાન શ્રી સુધર્માંસ્વામીજીને, રાજગૃહીથી અન્યત્ર વિહાર કરી જવાની જ્યારે વિનંતિ કરી, ત્યારે તેમણે એ મુનિને એમ નથી કહ્યું કે–સાધુ થઈને આટલું પણ સહન ન થાય, તે કાંઈ ચાલે ? તમે સાધુ છે, માટે સહન કરી !’
ગણધરભગવાન શ્રી સુધર્માસ્વામીજીએ તેા, ત્યાંથી વિહાર કરી જવાના વિચાર કરીને, પેાતાના એ વિચાર શ્રી અભયકુમારને જણાવ્યેા છે.
આમ તે સાધુએ વિહાર કરે, એમાં નવાઈ જેવું કાંઈ છે જ નહિ; પરન્તુ જ્યારે અચાનક વિહારના વિચાર થાય, ત્યારે એની પાછળ કેાઈ કારણ વિશેષ તા હોય ને ? શ્રી અભયકુમાર તે મહા બુદ્ધિશાલી હતા. શ્રી સુધર્માંસ્વામીજીએ જેવા વિહારના વિચાર જણાવ્યો, કે તરત જ એ સમજી ગયા કે કોઈ ખાસ કારણ છે.
આથી, શ્રી અભયકુમારે શ્રી સુધર્માંસ્વામીજીને વિદ્યા
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૦૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાના
રનું કારણ પૂછ્યું અને તેઓશ્રીએ પણ વિહાર કરવાના વિચારનું જે કારણ હતું, તે જ કારણ શ્રી અભયકુમારને કહી સંભળાવ્યું. એક દિવસ વિદ્વારને રડવાની વિનંતિ :
આવું કારણ જાણ્યા પછી, શ્રી અભયકુમાર જેવા ધર્મોસક્ત આત્માને ચેન પડે? પેાતાના નગરમાં જ મુનિજનની આવી અવજ્ઞા થાય, તે કાઈ પણ ધર્મી જનથી ખમાય ખરી? ધર્મશીલ આત્માને મુનિજનની અવજ્ઞાનું નિવારણ કરવાનું મન થયા વિના રહે જ નહિ. મુનિજનની અવજ્ઞામાં, શાસનની અવજ્ઞા પણ રહેલી છે. લેાકા જો આ રીતિએ મુનિજનેાની અવજ્ઞા કરે, તે આ ક્ષેત્રમાં મુનિજનાને વિહાર દુર્લભ ખની જાય ને ? અનેક આત્માએ શાસનને પામતાં અને આરાધતાં અટકી જાય ને ? લેાકનિન્દાની પરવા કર્યા વિના, ધર્મની આરાધના કરવામાં ચેાજાવું અને ધર્મની આરાધના કરવામાં મક્કમ રહેવું, એ કાંઈ બધા આત્માઓને માટે શકય છે? એટલે ખીજાઓને માટે, ધર્મની આરાધનાને તા, જેમ અને તેમ નિવિઘ્ન બનાવવાનો, ધર્માં જનાએ પ્રયત્ન કરવા જોઇએ.
શ્રી અભયકુમારના હૈયે આ વાત હતી જ, પણ એ એવા હતા કે કહેવા કરતાં કરી દેવું સારૂં. આથી, તેમણે તે વખતે શ્રી સુધર્માંસ્વામીજીને કાંઈ જ નહિ કહેતાં, તેમની પાસે ત માત્ર એક જ દિવસની માગણી કરી. શ્રી અભયકુમારે કહ્યું કે ‘આપ હવે માત્ર એક દિવસ રોકાઇ જવાની કૃપા કરો અને પછીથી આપને વિહાર કરવા હાય તેા કરજો.
2
શ્રી સુધર્માસ્વામીજીએ પણ શ્રી અભયકુમારની એ વિનંતિના સ્વીકાર કર્યો અને શ્રી અભયકુમારે કહ્યા મુજબ તે
Page #143
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૦૯
રાજગૃહી નગરીમાં કઠિયારા મુનિની સાથે જ રેકાઈ ગયા. જે પ્રસંગ હોય તે ઉપાય અજમાવાય :
શ્રી અભયકુમાર રાજદંડના બળે જ મુનિનિન્દાનું નિવાકરણ કરવાને ઈચ્છતા નહતા. લોકના હૃદયમાં મુનિ પણ પ્રત્યે સદ્ભાવને પેદા કરીને, મુનિજનની નિન્દાનું નિવારણ કરવાને તેઓ ઈરછતા હતા. એમાં, શાસનની સેવાને હેતુ પણ સરે અને લેકને ઉન્માર્ગથી વાળીને સન્માર્ગમાં સ્થાપિત કરવાને હેતુ પણ સરે. એમને બે ય કર્તવ્ય અદા કરવાં હતાં. મુનિજનની નિન્દાના નિવારણનું અને લોકને કલ્યાણમાર્ગે વાળવાનું. આથી, શ્રી અભયકુમારે એવા જ પરિણામને લાવે–એ ઉપાય અજમાવ્યો. શ્રી અભયકુમારે જે ઉપાય અજમા, તે ઉપાયથી જે મુનિજનની નિન્દાનું નિવારણ થવા પામ્યું ન હતું, તે એ રાજદંડને ઉપગ નહિ જ કરત એમ નહિ. એમ તે શ્રી વસ્તુપાલે વિરધવલ રાજાના મામાની આંગળી કપાવી મંગાવી હતી ને? રાજા વીરધવલના મામાએ જે આંગળી ચીંધીને મુનિવરનું અપમાન કર્યું હતું, તે જ આંગળીને શ્રી વસ્તુપાલે કપાવી મંગાવી હતી અને એ દ્વારા એવી ધાક બેસાડી દીધી હતી કે-એ નગરમાં, એ રાજ્યમાં 'કઈ પણ માણસ, નાના કે મેટા કેઈ પણ મુનિનું અપમાન કરી શકે નહિ. એ માટે તે, શ્રી વસ્તુપાલ ખૂદ રાજાની સાથે પણ યુદ્ધમાં ઉતરવાને તૈયાર થઈ ગયા હતા. એટલે જે પ્રસંગ હોય તે ઉપાય અજમાવાય, પણ ધમ જને જ્યાં સુધી પિતાનાથી શક્ય હેય, ત્યાં સુધી મુનિજનેની નિન્દાનું નિવારણ કર્યા વિના રહે જ નહિ. છતી શક્તિએ જે દેવ
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૧૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન ગુરૂ-ધર્મની નિન્દાને ઉપેક્ષાભાવે સહે, તેને ધર્મી કહેવાય નહિ. લેકની સાન ઠેકાણે આવી?
શ્રી અભયકુમારે બીજે દિવસે રાજ્યના ભંડારમાંથી ત્રણ કરોડ જેટલાં રત્નને કઢાવીને, એ રત્નોને જાહેર માર્ગ ઉપર, ઢગલે કરાવ્યું. પછી પડહ વગડાવીને શ્રી અભયકુમારે આખી ય નગરીમાં એવી ઉદ્ઘાષણ કરાવી કે-“અભયકુમાર ત્રણ કરેડ રત્નો આપી દેવાને ઈચછે છે, તો જેમને એ રને જોઈતાં હોય તે આવે !”
આવી ઉદ્દષણને સાંભળીને, ઘણું મેટી સંખ્યામાં લેકે ત્યાં એકત્રિત થઈ ગયા. એ એકત્રિત થયેલા સર્વ લોકોને ઉદ્દેશીને, શ્રી અભયકુમારે કહ્યું કે-“જે કઈ પુરૂષ સચિત્ત. જળ, અગ્નિ અને સ્ત્રી–એ ત્રણને સર્વથા ત્યાગ કરે, તેને આ રત્નને ઢગલો હું અર્પણ કરું છું.”
એટલે લોકેએ કહ્યું કે–આવું લોકેત્તર કાર્ય કરવાને કેણ સમર્થ છે?”
તે વખતે શ્રી અભયકુમારે કહ્યું કે-“તમારામને કઈ જે સચિત્ત જળ, અગ્નિ અને સ્ત્રી-એ ત્રણને સર્વથા ત્યાગ કરવાને માટે સમર્થ ન હોય, તે પછી આ રત્નરાશિ તે કઠિયારા મુનિને હે, કે જેમણે સચિત્ત જળ, અગ્નિ અને સ્ત્રીએ ત્રણેયને સર્વથા ત્યાગ જીવન પર્યન્તને માટે કર્યો છે !'
એ વખતે, જે લોકે કઠિયારા મુનિની મશ્કરી અને નિન્દા કરતા હતા, તે લકે બેલી ઉચા કે-“અરે, એ શું આવા ત્યાગી અને દાનપાત્ર સાધુ બન્યા છે ? અમે નાહક તેમને ઉપહાસ કર્યો !”
Page #145
--------------------------------------------------------------------------
________________
બીજે ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૧૧
આમ, શ્રી અભયકુમારના સુપ્રયત્નથી લોકોની સાન ઠેકાણે આવી. આ રીતિએ લકેના હદયમાં એ કઠિયારા મુનિ પ્રત્યે પણ સદ્ભાવને પેદા કર્યા બાદ, શ્રી અભયકુમારે સમગ્ર લોકોને એવી આજ્ઞા પણ કરી કે-“હવે પછીથી કેઈએ પણ એ મુનિને તિરસ્કાર કે ઉપહાસ કરે નહિ!”
આ ઉપરથી તમને લાગે છે ને કે-લોકે જો સમજ્યા ન હેત, તે શ્રી અભયકુમાર કડક ઉપાય અજમાવીને પણ મુનિનિન્દાનું નિવારણ તો કરત જ ?
પ્ર. લેકે સમજી ગયા, પછી એવી આજ્ઞા કરવાનું કાંઈ પ્રયજન ખરું? - શ્રી અભયકુમાર લકસ્વભાવના પણ જાણકાર હતા. અત્યારે સમજી ગયા ને કાલે પાછા નિન્દા કરે છે? વળી જે લોકે ત્યાં હાજર ન હોય, તે લકે પણ એ મુનિજનને તિરસ્કાર કે ઉપહાસ કરે નહિ, એ માટે ય એવી આજ્ઞા કરવીએ આવશ્યક ગણાય. શ્રી અભયકુમારની મનોવૃત્તિઃ
આ વાતને કહેવાને આશય તે એ છે કે-શ્રી અભયકુમાર કેવા ધર્મપ્રેમી હતા, તેને તમને ખ્યાલ આવે. શ્રી અભયકુમાર પિતે ધર્માસક્ત રહ્યા છતા જ, તેમના પિતા શ્રી શ્રેણિક મહારાજાનું રાજ્ય ચલાવતા હતા. તેમના હૈયે સંસારના સુખની, રાજ્યની પૃહા નહિ હતી, પણ મેક્ષની સ્પૃહા હતી અને એ માટે ધર્મની સ્પૃહા હતી.
આથી જ, એક વાર જ્યારે શ્રી શ્રેણિક મહારાજાએ. શ્રી અભયકુમારને કહ્યું કે-“વત્સ ! હવે તે તું જ આ
આ વાતને કારણે તમને તેમના પિતા
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૧૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન રાજ્યને સ્વીકાર કર, કે જેથી હું ભગવાન શ્રી મહાવીર પરમાત્માની સેવાના સુખને રેજ આશ્રય કરી શકું!” ત્યારે શ્રી અભયકુમારે કહ્યું કે-આપ જે આજ્ઞા કરે છે તે ઘટિત છે, પરંતુ તેને માટે થોડીક રાહ જુઓ !”
શ્રી અભયકુમારે આવું એટલા માટે નથી કહ્યું કે–તક જોઈને રાજગાદીએ બેસવું! શ્રી અભયકુમાર પિતાની આજ્ઞાના ભંગથી પણ ડરનારા હતા અને સંસારથી પણ ડરનારા હતા. પિતાની આજ્ઞાનો ભંગ કરે પડે નહિ અને પોતાના સંસારને છેદવાની પિતાની ભાવના સફળ નિવડે, એવી શ્રી અભયકુમારની ઈચ્છા હતી. આટલા માટે જ, તેમણે પિતાના પિતાને થોડીક રાહ જોવાની વિનંતિ કરી હતી. પોતાના સંસારને છેદવાની પિતાની જે ભાવના, તેને જે રાજ્યને સ્વીકાર કરવાથી બાધ પહોંચે તેમ હોય, એટલે કે-આ જીવનમાં તેમને સાધુપણને સ્વીકારીને મોક્ષમાર્ગની એકાન્ત આરાધના કરવાની જે ભાવના હતી, તે ભાવના જે રાજા બનવાના કારણે સફળ નિવડે તેમ ન હોય, તો તેમને રાજા થવું જ નહોતું! પિતાની આજ્ઞા ખાતય રાજા થઈને તેમને પોતાની સાધુજીવનને જીવવાની ભાવનાને જતી કરવી નહતી! જે પિતાની આજ્ઞા પણ પળાય અને સાધુજીવનને જીવવાની પિતાની ભાવના પણ ફળે, એ બન્ને શક્ય હોય તે પિતાની આજ્ઞાના પાલન ખાતર તેમને રાજા બનવામાં વાંધો નહિ હતું, પણ પિતાની આજ્ઞાને પાળતાં જે પિતાની સાધુજીવનને જીવવાની ભાવના નિષ્ફળ નિવડે તેમ હેય, તે એ માટે શ્રી અભયકુમાર હરગીજ તૈયાર નહિ હતા. શ્રી અભયકુમારે શ્રી શ્રેણિકને જે રાહ જોવાનું કહ્યું, તે એ કારણથી જ કહ્યું.
Page #147
--------------------------------------------------------------------------
________________
-
1
: :
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૧૩ શ્રાવકને સર્વ ભાવનાઓમાં પ્રધાન ભાવના સાધુજીવનને
પામવાની હેવી જોઈએ : શ્રી અભયકુમારની આ મનોવૃત્તિ સમજાય છે? સુશ્રાવકેની મને વૃત્તિ કેવા પ્રકારની હોય, તેનું શ્રી અભયકુમારના આ પ્રસંગમાં સુન્દર દર્શન છે. શ્રાવકની સૌથી પ્રબળ જે કોઈ પણ ભાવના હોય, તો તે સાધુજીવનને જીવવાની હોય! શ્રાવક માતા-પિતાની આજ્ઞાને અવગણના ન હોય; શ્રાવક જયાં સુધી શક્ય હોય ત્યાં સુધી માતા-પિતાની આજ્ઞાને અમલ કરવાની જ વૃત્તિવાળો હોય; પિતાના પૌદ્ગલિક સુખને અનાદર કરીને પણ શ્રાવક માતા-પિતાની આજ્ઞાને આદર કરે. આવે પણ શ્રાવક, જ્યારે માતા-પિતાની અમુક આજ્ઞાને અમલ કરવાના કારણે, પિતાની સાધુજીવનને જીવવાની ભાવનાને બાધ પહોંચે તેમ છે એમ સમજી જાય, ત્યારે એ કરે શું? માતા-પિતાની આજ્ઞાનું પાલનને ગૌણ બનાવે કે સાધુજીવનને જીવવાની પોતાની ભાવનાને ગૌણ બનાવે ? એવા સમયે તે, જે શ્રાવક, માતા-પિતાની આજ્ઞાના પાલનને ગૌણ પદ આપીને પણ સાધુજીવનને જીવવાની પિતાની ભાવનાને પ્રધાન પદ આપે, તે જ શાણો શ્રાવક કહેવાય. પણ આજે તે, સાધુજીવનને જીવવાની ભાવનાનાં જ ફાંફાં છે ને ? આજે જેટલા શ્રાવકે ગણાય છે, આગેવાન શ્રાવકે ગણાય છે અથવા તે. ધર્મી તરીકેની જેઓની ખ્યાતિ છે, તેમાં પણ સાધુજીવનને પામવાની ભાવના અન્ય સર્વ ભાવનાઓ કરતાં પ્રબળ હોય, એ એમ ને એમ માની લેવાય એવું છે ખરું? અન્ય સર્વ ભાવનાઓથી પ્રબળ ભાવના સાધુજીવનને પામવાની હોય, એવા
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૧૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને સુશ્રાવકે પણ નથી જ-એમ નહિ; એવા ભાગ્યશાલિઓ ચ છે; પરન્તુ શ્રાવકસમાજના મોટા ભાગમાં જે અન્ય સર્વ ભાવનાઓથી પ્રબળ ભાવના સાધુજીવનને પામવાની હોત, તે આજે પણ ભગવાનનું શાસન કેઈ અજબ પ્રકારના પ્રભાવને પ્રસાર કરનારું બનેલું હોત. ઘણે ભાગ જે એ હેત, તો ચતુવિધ શ્રીસંઘની જાહેજલાલી કઈ જૂદી જ જોવાને મળત. આ પ્રસંગ લેવાને હેતુઃ
શ્રી અભયકુમારના આ પ્રસંગને આપણે એટલા માટે પહેલાં લીધું છે કે–શ્રી અભયકુમારે દીક્ષા લીધા બાદ જે પરિસ્થિતિ ઉપસ્થિત થવા પામી, તે પરિસ્થિતિમાંથી શ્રી હલ -વિહલને સેચનક હાથી મળવાને પ્રસંગ બન્યો છે. સેચનક હાથીને મહારાજા શ્રી શ્રેણિકે પોતાને પટ્ટહસ્તિ જ બનાવ્યું હતું, પણ સંગ એવા ઉભા થયા કે એમણે તે હાથી હલ્લ–વિહલને આપી દીધો. એ વાત ઉપર આવવાને માટે જ આ વાત છે. રાજ્ય લેવું કે નહિ ?”—એને ભગવાનને પૂછીને નિર્ણય
કરવાનો વિચાર : હવે શ્રી અભયકુમારે કર્યું શું ? તે સમયે ભગવાન શ્રી મહાવીર પરમાત્મા વિચરતા હતા, એટલે શ્રી અભયકુમારે ભગવાનને પૂછીને જ, “પિતાની આજ્ઞા ખાતર પણ રાજ્ય લેવું કે નહિ ?”—એને નિર્ણય કરવાને વિચાર રાખે.
આથી એમ સમજતા નહિ કે-ભગવાન કહે તે રાજ્ય લેવું, એ શ્રી અભયકુમારને વિચાર હતો !
ભગવાન તે વળી રાજ્યને ગ્રહણ કરવાનું કહેતા હશે ?
Page #149
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૧૫
ભગવાન રાજ્યને લેવાનું કહે કે રાજ્યને પણ છોડવાનું કહે ? મહારાજા શ્રી ભરત જેવા પણ સમજે કે-“ મતોથGY” એટલે કે રાજ્ય સંસાર રૂપી વૃક્ષનું બીજ છે અને ભગવાન એવા રાજ્યને લેવાનું કહે, એ બને? ભગવાનની વાત તો દૂર રહી, પણ સાધુ ય રાજ્યને ગ્રહણ કરવાનું કહે નહિ. સંસારની કોઈ પણ ક્રિયામાં સાધુની અનુમતિ હોય જ નહિ. સંસારની કિયામાં જે કઈ પણ સાધુ ભૂલથી પણ અનુમતિ આપી દે, તે તે સાધુ પાપથી લેપાય.
તે પછી, શ્રી અભયકુમાર જેવા સમજુ અને શ્રદ્ધાળુએ, ભગવાનને પૂછીને જ “પિતાની આજ્ઞા ખાતર પણ રાજ્ય લેવું કે નહિ?—એને નિર્ણય કરવાને વિચાર રાખે, તેનું કારણ શું?
એ કારણને જાણવાને માટે, શ્રી અભયકુમારે ભગવાનને શું પૂછયું છે, એ જ ખાસ જાણવા જેવું છે. પ્રશ્ન ડહાપણભર્યો કહેવાય, ભગવાન ઉત્તર દીધા વિના રહે અને શ્રી અભયકુમારને પિતાને હેતુ પણ સરે, એવી રીતિએ શ્રી અભયકુમારે ભગવાનને પૂછયું છે.
શ્રી અભયકુમારે ભગવાનને એ જ માત્ર પૂછ્યું છે કે–બહે ભગવદ્ ! આપના શાસનમાં અતિમ રાજર્ષિ કેણ થશે ?”
એના જવાબમાં ભગવાને ફરમાવ્યું કે રાજા ઉદાયન.”
શ્રી અભયકુમારે એ પણ જાણી લીધું કે–અત્યારે રાજા ઉદાયન દીક્ષિત થઈ ચૂકેલા છે. પિતાને નિર્ણય કરવાને માટે, શ્રી અભયકુમારને પણ આટલું જ જાણવું હતું. દીક્ષા લેવાને માટેની આજ્ઞાની માગણી
ભગવાન શ્રી મહાવીર પરમાત્માની પાસેથી આવીને,
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૧૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને પિતાના પિતા શ્રી શ્રેણિક મહારાજાને શ્રી અભયકુમારે કહ્યું કે-“હે પિતાજી! આપ ફરમાવે છે તેમ જે હું રાજા થઈશ, તે પછી મારાથી મુનિ થવાશે નહિ? કારણ કે–શ્રી ઉદાયન રાજા એ અતિમ રાજષિ છે એમ ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ કહ્યું છે. આપ વિચાર કરે કે હું જે શ્રી મહાવીર પરમાત્મા જેવા સ્વામીને પામીને અને આપના જેવાના પુત્રપણાને પામીને પણ, મારા ભાવ રૂ૫ દુઃખને છેદ કરી શકું નહિ, તો પછી મારા જેવો અધમ બીજે કયે પુરૂષ ગણાય?”
વળી શ્રી અભયકુમારે કહ્યું કે-“પિતાજી! હું નામથી તે અભય છું, પરંતુ ભાવ રૂપ ભયથી તો હું સભય જ છું; માટે આપ જે આજ્ઞા આપે, તો હું ત્રણેય ભુવનના જીવને અભયનું દાન કરનારા એવા ભગવાન શ્રી વીર પ્રભુને આશ્રય કરું ! રાજ્ય તે અભિમાન રૂપ સુખના હેતુભૂત છે. મારે એવું રાજ્ય જોઈતું નથી, કારણ કે–સંતોષ એ જ શ્રેષ્ઠ સુખ છે, એમ મહષિઓનું કહેવું છે.'
શ્રી અભયકુમારના અન્તઃકરણમાં સાધુજીવનને જીવવાની ભાવના કેટલી બધી પ્રબળ હતી, એને ખ્યાલ આવ્યો ને? એટલે એમણે પિતાની ઈચ્છા કેવી સુન્દર રીતિએ વ્યક્ત કરી ? પિતાની આજ્ઞાને અનાદર કરવા જેવું પણ થાય નહિ અને પિતાની ભાવના પણ બર આવે, એવા પ્રકારે વાત મૂકી છે ને? એ રાજ્યને અભિમાન રૂપ સુખના હેતુભૂત માનતા હતા, એટલે કે–વિષય અને કષાય રૂપ સુખના હેતુભૂત માનતા હતા તેમ જ એવા સુખને ત્યાગ કરવામાં જ સાચું સુખ છે, એમ માનતા હતા. રાજ્યના સુખ સંબધી તેમની આ માન્યતા, તમને ગમી તે ખરી ?
Page #151
--------------------------------------------------------------------------
________________
ખીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
માહુના જોર સામે ધર્મરાગનું જોર ફાવ્યું :
મહારાજા શ્રી શ્રેણિકે જ્યારે જોયું કે–શ્રી અભયકુમાર રાજ્યને સ્વીકારવાને માટે કાઈ પણ રીતિએ રાજી થાય તેમ નથી, ત્યારે તેમણે પણ પાતાની ઈચ્છાને ગૌણ બનાવી દઇને, શ્રી અભયકુમારની સાધુજીવનને જીવવાની ઇચ્છાને પ્રધાન અનાવી દીધી. મહારાજા શ્રી શ્રેણિકે, શ્રી અભયકુમારને દીક્ષા ગ્રહણ કરવાની રજા આનન્દપૂર્વક આપી. મહારાજા શ્રી શ્રેણિકને શ્રી અભયકુમાર પ્રત્યે જેવા તેવા રાગ નહિ હતા. શ્રી અભયકુમારે મહારાજા શ્રી શ્રેણિકનાં અંગત તેમ જ રાજ્ય સમધી કેટલાંક કાર્યો તેા એવાં કરી આપ્યાં હતાં કે—બીજો કાઇ જ એમનાં એ કાર્યોને કરી આપી શકે નહિ; અને જો એ કાર્યો થાય નહિ, તેા એથી મહારાજા શ્રી શ્રેણિકના મનાદુઃખાદિના પાર પણ રહે નહિ, એવાં એ કાર્યાં હતાં. શ્રી અભયકુમાર જેમ અજબ પિતૃભક્ત હતા, તેમ બુદ્ધિશાલિએમાં પણ અજોડ હતા. આવા પુત્રને દીક્ષા લેવાની આજ્ઞા આનન્દ પૂર્વક આપવી, એ શું રમત વાત છે? મેાહના જોર સામે ધર્મરાગનું જોર જ્યારે ફાવે, ત્યારે જ આ બને ને ? મહારાજા શ્રી શ્રેણિકે પોતાનું પિતા તરીકેનું કર્તવ્ય પાળવામાં કચાશ નથી રાખી. શ્રી અભયકુમારના ઉભય લાકના હિતની ચિન્તા તેમણે કરી છે. જો તે સંસારમાં રહે, તે તેમને રાજ્ય આપવાની ઈચ્છા હતી અને જો તેમને સંસારમાં ન જ રહેવું હોય તે, તેમને દીક્ષા પણ હર્ષથી જ અપાવવી હતી. પિતા અનેલાએએ, આ વાત ધ્યાનમાં લેવા જેવી છે ને ? તમારામાંના ઘણા પિતા તેા છે જ, પણ પિતા તરીકેના પેાતાના કર્તવ્યને
८
૧૧૭
Page #152
--------------------------------------------------------------------------
________________
----------
૧૧૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને વિચાર કરનારા કેટલા છે? તમારાં સંતાને જે ભાવભયથી ભયભીત બનીને સંસારને તજવાને તૈયાર થાય, તે તમે બધા એમાં રાજી તો ખરા ને? પુત્રની ને માતાની દીક્ષા:
મહારાજા શ્રી શ્રેણિકની આજ્ઞા મળતાં, શ્રી અભયકુમારે, ભગવાનની પાસે ભાગવતી દીક્ષાને ગ્રહણ કરી. શ્રી અભયકુમારની પાછળ, શ્રી અભયકુમારની માતા શ્રીમતી નન્દાએ પણ ભાગવતી દીક્ષા ગ્રહણ કરી. શ્રી અભયકુમારે અને શ્રીમતી નન્દાએ, ભાગવતી દીક્ષાને ગ્રહણ કરતી વેળાએ, શ્રી હલને અને શ્રી વિહલને બે દિવ્ય કુંડલે અને બે દિવ્ય વસ્ત્રો આપ્યાં, કે જે તેમને અગાઉ મહારાજા શ્રી શ્રેણિકે આપેલાં હતાં. આગળના પ્રસંગમાં, આ દિવ્ય કુંડલજોડીને અને દિવ્ય વસ્ત્રયુગ્મને સંબંધ આવવાનો છે. ઈર્ષ્યાના રૌદ્ર પરિણામનું ત્યાં દર્શન થવાનું છે. પરીક્ષા કરીને ગાદી ઍપાતી: - શ્રી અભયકુમારે દીક્ષા લીધી, એટલે મહારાજા શ્રી શ્રેણિકને વિચાર થઈ પડ્યો કે હવે આ રાજ્ય કોને સેંપવું? શ્રી અભયકુમાર જ્યાં સુધી હતા, ત્યાં સુધી તે આ વિચારને અવકાશ જ હતો નહિ, કારણ કે-રાજા થવાને એ સર્વ રીતિએ એગ્ય હતા; પણ હવે પિતાના પુત્રોમાંથી કયા પુત્રને રાજ્ય આપવું, એની ચિન્તા શ્રી શ્રેણિક મહારાજાને થઈ. અગાઉના રાજાઓ, પિતાના પુત્રમાં પણ જે જણાય, તેને જ રાજગાદી સુપ્રત કરતા હતા. મહારાજા શ્રી શ્રેણિકના પિતાએ પણ અનેકવિધ પરીક્ષાઓ કરીને, શ્રી શ્રેણિકને રાજ્ય આપવું
Page #153
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
૧૧૯
–એવા નિર્ણય કર્યો હતા. રાજ્ય કોને આપવું ?–એની ચિન્તા રાજાએ એટલા માટે કરતા હતા કે–એમના હૈયે પેાતાના કુળનું હિત પણ વસેલું હતું અને પ્રજાનું હિત પણ વસેલું હતું. બન્નેનું હિત જેનાથી સૌથી સારૂં સધાશે–એમ લાગે, તેને રાજાઓ રાજગાદી સોંપતા. પ્રાયઃ એમાં તે મેહને ફાવવા દેતા નહિ. આવા ક્રમ, પ્રભુના શાસનમાં પણ છે. આચાર્યો પોતાના પદે યાગ્ય આત્માઆને જોઇને સ્થાપે. આચાર્ય શ્રીમત પ્રભવસ્વામીજીએ શ્રી શŻભવસૂરિજીને જોઇને જ મેળવ્યા હતા અને શ્રી આર્યરક્ષિતસૂરિજી દ્વારા શ્રી ફલ્ગુરક્ષિતજીને જે આચાર્યપદ અપાયું હતું, તે પણ તેમની ચેાગ્યતાને જોઈને જ અપાયું હતું. એવા તે આ શાસનમાં ઘણા પ્રસંગેા બનવા પામેલા છે અને બને છે,
જેના સા માટે તે જ દુશ્મન અન્યા ઃ
મહારાજા શ્રી શ્રેણિકે નિર્ણય કર્યો કે હવે આ રાજ્ય ણિકને સોંપવું.’ કૃણિકને રાજગાદીએ સ્થાપિત કરી દીધા પછીથી, પાતે સ્વતન્ત્રપણે કોઇને ય કાંઈ આપી શકે નહિ, એ માટે શ્રી શ્રેણિકે, કણિકને રાજગાદી આપતાં પહેલાં જ શ્રી હુલ્લ—વિહલ્લને અઢાર ચક્રના હાર તેમજ સેચનક હાથી –એ અને ચ વસ્તુઓ આપી દીધી. મહારાજા શ્રી શ્રેણિક આમાં દૂરંદેશી વાપરી હતી, પરન્તુ પરિણામ વિપરીત આવ્યું. કૃણિકના જાણવામાં આવ્યું કે—હાર અને હાથી હલ્લ–વિહલ્લને અપાઈ ગયા; પણુ તેના જાણવામાં એ આવ્યું નહિ કે પોતાને રાજ્ય આપવાને અંગેની પિતા તરફની આ પૂર્વતૈયારી છે. કૂણિકના હૈયામાં એવા એક દૃઢ ભ્રમ પેદા થઈ ગયેલા હતા
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૨૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન કે–પિતાજી સારી સારી ચીજે મારા ભાઈઓ હલને અને વિહલને આપે છે, જ્યારે મને તે સામાન્ય ચીજો જ આપે છે.” આ દઢ બ્રમહૈયામાં જામેલો જ હતું અને એમાં જાણવામાં આવ્યું કે-“હાથી અને હાર હલ્લ–વિહલ્લને અપાઈ ગયા” એટલે એના અન્તરમાં ક્રોધને મહાગ્નિ ભભૂકી ઉઠ્યો. તેને લેભ પણ જેર કરવા માંડ્યો. એથી, પિતાજી કેઈને પણ રાજય આપી દે, તે પહેલાં તેણે પિતાજીની પાસેથી બલાત્કારે રાજ્યને પડાવી લેવાનો નિર્ણય કર્યો. પિતાને કેદખાને નાખીને રાજ્ય પડાવી લીધું
કૃણિકે પિતાના નિર્ણયને અમલ કરવાને માટે, પિતાના કાળ વિગેરે નામના દશ ભાઈઓને ભેગા કર્યા. તેમને કૃણિકે સમજાવ્યા કે આપણા પિતાજી વૃદ્ધ થયા છે, તે પણ હજુ રાજ્યથી તૃપ્તિને પામતા નથી. રાજ્યનું રક્ષણ કરવાને માટે પુત્ર જ્યારે શક્તિમાન થાય છે, ત્યારે રાજાએ પોતાના પુત્રને રાજ્યગાદી સેંપી દે છે અને પિતે વ્રતને સ્વીકાર કરે છે. ધન્ય છે આપણું મેટા ભાઈ અભયકુમારને, કે જેમણે પિતે યુવાન હોવા છતાં પણ રાજ્યલક્ષ્મીને તજી દીધી પરંતુ આપણું પિતા તો એવા વિષયાન્હ છે કે–આટલી મોટી ઉંમરના થવા છતાં પણ, રાજ્યને ભેગવટ કરતાં કાંઈ વિચાર જ કરતા નથી. આથી, મારે વિચાર એ છે કે આપણે બધા મળીને પિતાને બન્ધનમાં નાખી દઈએ અને આપણે અત્યારે રાજ્યને ભેગવવાને સમય છે, માટે આપણે રાજ્યને ગ્રહણ કરીએ. આપણે આવું કરીએ, તે તેમાં આપણને અપવાદ લાગવા જેવું કાંઈ છે જ નહિ, કારણ કેપિતા વિવેકવિકળ
Page #155
--------------------------------------------------------------------------
________________
ખીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
૧૨૧
આ પ્રમાણે પહેલાં તે
થયેલા છે. આપણે રાજ્યને ગ્રહણ કરી લઈ એ અને તે પછીથી આપણે આ રાજ્યને અગીયાર ભાગે વહેંચી લઇને ભાગવીશું. આપણે રાજ્યને ગ્રહણ કરી લીધા બાદ, આપણા પિતા મઁદ્ઘિખાને પડ્યા પડ્યા ભલે ને સેંકડો વર્ષ જીવે. આપણને તેમાં કશી જ હરકત જેવું નથી.’ કૃણિકે આ વાત કહી અને તેના ભાઈએ તેમાં સંમત થઈ ગયા. એ બધાએ મળીને, એકાએક મહારાજા શ્રી શ્રેણિક ઉપર હુમલા કર્યો, તેમને આંધી લીધા અને અંદિખાને નાખી દીધા. એટલું જ નહિ, પણ કૃણિક તા મહારાજા શ્રી શ્રેણિકના એવા વૈરી બની ગયા હતા કે તેમને કાંઈ ખાનપાન તા આપતા જ નહિ અને રાજ સવાર–સાંજ સા સા ચાબુકો મારતા. સંસારમાં શું સંભવિત નથી ?
ક્રોધ અને લેાભનું જોર, માણસને કેટલા બધા વિવેકભ્રષ્ટ કરી મૂકે છે ? એના હૈયાને એ કેટલું બધું ક્રૂર ખનાવી દે છે? પાતે પુત્ર છે અને આ પિતા છે એ વાતને પણ એ ભૂલી જાય છે. સંસારમાં શું સંભવિત નથી ? માણસના અશુભાદૃય જ્યારે જોરદાર બને છે, ત્યારે સગી પત્ની, સગા પુત્ર, સગે ભાઈ કે સગા પિતા પણ ભયંકરમાં ભયંકર કાટિના દુશ્મનની ગરજ સારનાર અને, એમાં આશ્ચર્ય પામવા જેવું કાંઈ છે જ નહિ. આ સંસારમાં આ અને આથી પણ વધારે ભયંકર ઘટનાઓ સંભવિત છે, પરન્તુ પુણ્યાદયના ચેાગે મળેલી અનુકૂળતાઓમાં મુંઝાઈ ગયેલાઓ, મધુબિન્દુ જેવાં સંસારનાં સુખાના સ્વરૂપને પિછાની શકતા નથી અને એથી જ તે એ સુખાની પાછળ ઘેલા થઈને કરે છે.
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૨૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને કૃણિકને વેરભાવ પૂર્વભવથી જ હતું ?
પ્રશ્ન- કૃણિકને પિતાના પિતા પ્રત્યે આટલે બધે. વેરભાવ થઈ જવાનું કારણ શું ?
એક તો પૂર્વભવનું વૈર હતું અને આ ભવમાં પણ ગેરસમજે થવા પામી હતી. કૃણિક જ્યારે ગર્ભમાં હતા, ત્યારે તેની માતા ચલ્લણદેવીને, પિતાના પતિના માંસને ખાવાને દેહદ ઉત્પન્ન થયું હતું. એ ઉપરથી, એ સમજી ગઈ હતી કે ગર્ભસ્થ. જીવ, તેના પિતાને વૈરી પાકવાને છે. કૃણિકના જીવને શ્રી શ્રેણિકના જીવ પ્રત્યે વૈરભાવ હતું, પરંતુ શ્રી શ્રેણિકના જીવને કૃણિકના જીવ પ્રત્યે વૈરભાવ નહિ હતું. જે તેઓને પરસ્પર વૈરભાવ હોત, તો શ્રી અભયકુમારની બુદ્ધિનો ઉપયોગ કરીને પણ શ્રી શ્રેણિકે ચેલ્લણદેવીના દેહદને પૂર્ણ કર્યો, તે કદાચ પૂર્ણ કર્યો ન હોત અને દેહદ પૂર્ણ કર્યો હોત, તો પણ શ્રી શ્રેણિકે જે રીતિએ કૃણિકના જીવનનું રક્ષણ કર્યું, તે રીતિએ કદાચ તેનું રક્ષણ કર્યું ન હેત. પિતાના વૈરભાવના કારણે, કૃણિકને જે કાંઈ પણ પ્રતિકૂળ લાગતું, તે પ્રતિકૂળ તેના પિતા શ્રી શ્રેણિક જ કરાવે છે એમ લાગતું હતું. જેમ કેચેલુણાદેવીના મનને ખાત્રી જ હતી કે-મારે આ પુત્ર એના પિતાને વૈરી જ પાક્યો છે, એટલે જ તે શ્રી હલ્લવિહલ્લને જ્યારે ખાંડના લાડુ એકલતી હતી, ત્યારે કૂણિકને તે ગેળના લાડુ મેકલતી હતી. શ્રી શ્રેણિકને આની કાંઈ જ ખબર નહતી, પરંતુ પૂર્વભવના વૈરભાવના સંસ્કારને લીધે, કૂણિક તો એમ જ માનતો હતો કે આ ભેદભાવ મારા પિતા જ કરાવે છે. વિરભાવના કારણે, ભલા માટેની ચીજ પણ ભુંડા માટેની લાગે, એ સ્વાભાવિક છે..
Page #157
--------------------------------------------------------------------------
________________
E
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૨૩
વેરભાવ સામે સાવધ રહેવાની જરૂર
આ ઉપરથી, એ વાત પણ ધ્યાનમાં લેવા જેવી છે કેકેઈની ય સાથે વેરભાવ થઈ જવા પામે અથવા તે કેઈને યા આપણા પ્રત્યે વૈરભાવ થઈ જવા પામે, એવા સંગોથી સદાને માટે બચતા રહેવાને પ્રયત્ન કરે. વિષયસુખમાં પડેલાઓને અને કષાયથી ધમધમતા આત્માઓને, એવા પ્રસંગો ઘણા આવવાનો સંભવ છે, બાકી તે, કઈ કઈ વાર ભવિતવ્યતા ય એવી હોય છે કે આપણે આશય તદ્દન સારે હેય, તે છતાં પણ બની જાય એવું કે સામાને એમ લાગે કે આ મને હેરાન જ કરવાને મળે છે અને એથી એના અન્તરમાં આપણા પ્રત્યે વૈરભાવ પ્રગટે. આમ છતાં પણ, આપણને જે ખબર પડી જાય કે-આપણું કેઈ પણ પ્રકારની ભૂલ કરવાની બુદ્ધિ નહિ હોવા છતાં પણ, ગેરસમજ માત્રથી કે ભવિતવ્યતાવશ પણ આપણા પ્રત્યે અમુકને વૈરભાવ જાગ્યો છે, તે આપણે તેને ખમાવ્યા વિના રહેવું જ નહિ. એના હૈયામાંથી આપણું પ્રત્યેને વેરભાવને કાઢી નાખવાને શક્ય એટલે પ્રયત્ન અવશ્ય કરો. એટલે, આપણે તે કઈ પણ જીવ પ્રત્યે વૈરભાવ પ્રગટે નહિ અને કદાચ વેરભાવ આવી જાય તે પણ તે ટકી શકે નહિ, એની પૂરેપૂરી કાળજી રાખવી જોઈએ. આપણે વૈરભાવ આપણને તે ખૂબ જ હાનિ કરે. જેના પ્રત્યે વેરભાવ હોય, તેને હાનિ તે તેને પાપોદય સહાયક બને ત્યારે પહોંચાડી શકાય, પરંતુ આપણે વૈરભાવ આપણને તે મહા પાપથી ભારે અવશ્ય બનાવી દે, કારણ કે-એ વિરભાવના વેગે આપણું અન્તઃકરણ, આપણને જેના
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૨૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન
પ્રત્યે વૈરભાવ હાય તેનું ભૂંડું કેમ કરવું–એવા પ્રકારની ભાવનાઓમાં જ રમતું હાય છે. ચેલણાદેવીની પતિભક્તિ :
મહારાજા શ્રી શ્રેણિકના અશુભેાદય પણ એવા છે કેકૃણિકને કાઈ કાંઈ કહી શકતું નથી. એ તા ચેલ્લણાદેવી પરમ પતિભક્તા હતી અને કૃણિક માતા પ્રત્યે એટલે દાક્ષિણ્યવાળા હતા કે શ્રી શ્રેણિકની પાસે બીજા કાઈને પણ નહિ જવા દેનાર કૃણિક ચલ્લણાદેવીને શ્રી શ્રેણિકની પાસે જવા દેતા હતા, એટલે ચેલણાદેવી માયાથી કાંઈક ખાન-પાન આપી આવીને, શ્રી શ્રેણિકના જીવનને ટકાવતી હતી; ખાકી, ખાવા-પીવાનું કાંઈ મળે નહિ અને રાજ સવાર-સાંજ સેા સે ચાલુકાના માર પડે, એવા સંયાગામાં ગમે તેવા માણસ પણ કેટલાક વખતને માટે જીવી શકે ?
ણિકતા પુત્રમાહ :
આ પ્રમાણે દિવસે વહી જતા હતા, તેમાં એક વાર એવા પ્રસંગ બની જવા પામ્યા, કે જેને લઈને કૃકિના ભ્રમ તા ભાંગી ગયા, પણ શ્રી શ્રણિક પ્રત્યેના તેના વૈરભાવ પણ નષ્ટ થઈ જવા પામ્યા. એ પ્રસંગ એવા પ્રકારના હતા કે–
કૂણિકને પોતાની પદ્માવતી નામની રાણીથી એક પુત્ર થયા. કૃણિક, એ પુત્ર જ્યારથી જન્મ્યા ત્યારથી જ એને ખૂબ ખૂબ ચાહવા લાગ્યા. પુત્રપ્રસવ થયાની વધામણી આવી, એટલે વધામણી લાવનાર દાસ-દાસીઓને તેણે પુષ્કળ દાન દીધું અને પોતે અન્તઃપુરમાં જઇને પુત્રને હાથમાં લીધે અને એ દ્વારા પરમ આનન્દને તેણે અનુભવ્યેા. એ પુત્ર જરા
Page #159
--------------------------------------------------------------------------
________________
જો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૨૫
માટા થયા, એટલે અને પેાતાની કમ્મરે બેસાડીને રાજા કૃણિક ક્રવા લાગ્યા. એ ખાળ પુત્રની સાથે કૃણિક કાણું કાલું એલીને બાળક જેવી ચેષ્ટા કરવા લાગ્યા. એ પુત્રને તે ખાતાં–પીતાં અને સુતાં-બેસતાં પણ નીચે મૂકતા નહિ.
પુત્રમેાહનું આ નાટક કેટલું બધું વિચિત્ર છે ? પુત્ર પિતાને માટે કેવા ભયંકર અને દુઃખદાયક પણ બની શકે છે, એનું ઉદાહરણ કાંઈ કૃણિકને શેાધવાને જવું પડે તેમ હતું? ખૂદ પાતે જ એના ઉદાહરણ રૂપ હતા ને? આમ છતાં પણ, એ પોતાના પુત્ર ઉપર કેમ આટલા બધા માહિત થતા હશે? એને કદાચ એમ હશે કે–મારા પિતાએ મને મેાહથી મુગ્ધ બનાવ્યા નહિ, માટે મેં આવું કર્યું; એટલે મારા પુત્ર મારા પ્રત્યે એવું આચરનારા અને નહિ, એ માટે હું મારા પુત્રને માહથી મુગ્ધ બનાવી દઉં ! પણ ખરી વાત એ છે કે–મેાહને પરવશ બનેલાઓ, નથી તેા પોતાના વર્તન ઉપરથી શિખામણ લઈ શકતા કે નથી તેા પારકા વર્તન ઉપરથી શિખામણ લઇ શકતા. એ બીચારા તા સંયાગાનુસાર રાજી ને રાષી થયા કરે છે.
પુત્રપ્રેમની અતિરેકતામાં ગૌરવના અનુભવઃ
પુત્રમેાહમાં ગરકાવ બની ગયેલા રાજા કૃણિક, ધીરે ધીરે એમ માનતા થઈ ગયા કે મારા પુત્રપ્રેમ અજોડ છે. પિતા તા ઘણા છે, પરન્તુ પુત્ર ઉપર મારા જેવા પ્રેમ રાખના પિતા મળવા મુશ્કેલ છે.’ એના હૈયામાં રહેલી આ માન્યતાએ, એક વાર શબ્દદેહને પણ ધારણ કરી લીધા. એક વાર પોતાના પુત્રને ખેાળામાં લઇને ભાજન કરવાને માટે બેઠેલા રાજા
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૨૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને કૃણિકે અડધું ભેજન કર્યું હશે, ત્યાં તે છેક મૂતર્યો અને એના મૂત્રની ધારા કૃણિકના ભેજનથાળમાં પડી. તેમ છતાં પણ, પુત્રના પેશાબની ધારા અધવચ્ચે અટકી પડે નહિ એ માટે, કૃણિકે પિતાની સાથળને પણ હાલવા દીધી નહિ. પુત્ર પેશાબ કરી રહ્યો, એટલે કૃણિકે જેટલું અન્ન પેશાબવાળું થયું હતું, તેને પિતાના હાથે બાજુમાં કરી દીધું અને એ જ થાળમાંથી તે પુનઃ ખાવા લાગ્યો. એમ ભેજન કરતાં, એ પિતાના પુત્રપ્રેમની મનમાં ને મનમાં અનમેદના કરવા લાગ્યું. એને થયું કે હું મારા પુત્ર ઉપર કેટલે બધે અસીમ પ્રેમ ધરાવું છું ? એ આવા વિચાર કરતો હતો, ત્યાં એની નજર પિતાની પાસે જ બેઠેલી, પિતાની માતા ચેલ્લાદેવી ઉપર પડી. એટલે, પુત્રપ્રેમના હર્ષાવેશમાં તણાઈ રહેલા તેણે, પિતાની માતાને પૂછ્યું કે “માતા! ભૂતકાળમાં કેઈને ય પિતાને પુત્ર આટલો બધે પ્રિય હશે ખરે? અથવા તે વર્તમાનમાં પણ કઈ એ હશે ખરે, કે જેને પિતાને પુત્ર મારા જેટલે. પ્રિય હોય ? કેટલાના પુત્ર બન્યા ને કેટલાને પુત્ર બનાવ્યા?
વિચાર કરે કે—કે વિચિત્ર આ પ્રશ્ન છે ? આમાં મેહની ઉન્મત્તતા સિવાય કાંઈ પણ દેખાય છે ખરું? કૃણિક તે એમ જ માની બેઠેલો કે–એના જે પુત્રપ્રેમ ભૂતકાળમાં કેઈને હતે પણ નહિ અને વર્તમાનમાં કઈને હશે પણ નહિ!” જે કે–તેની આ માન્યતા તદ્દન ખોટી છે, પણ ધારે કે–એની એ માન્યતા તદ્દન સાચી હોય, તે પણ એમાં રાચવા જેવું શું છે? જેને પુત્રમેહ જેટલું જોરદાર, તે તેટલો
Page #161
--------------------------------------------------------------------------
________________
ખીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૨૭
સારે, એમ ? આ સંસારમાં જીવ કેટલાના પુત્રપણાને પામ્યા હશે અને કેટલાને પુત્રપણે જન્માવ્યા હશે ? જે પુત્રને જીવાહવા સ્વાધીન નહિ, સાજો રાખવા સ્વાધીન નહિ, સારા રાખવા સ્વાધીન નહિ અને જેના વિયાગ નિશ્ચિત જ; તેમ જ જે પુત્ર મેાટા થઇને સુખી બનાવનારા નિવડશે કે દુઃખી અનાવનારા નિવડશે—એના પણ નિર્ણય નહિ, એવા પુત્ર ઉપર. માહ કરવા અને એ માહમાં પાછે ગૌરવના અનુભવ કરવા, તે મિથ્યાત્વના પણ ગાઢપણાને સૂચવે છે. કૃણિક નરકગામી જીવ છે, એટલે એના હૈયામાં આવા આવા ભાવા પ્રગટે,. એમાં નવાઈ પામવા જેવું કાંઈ જ નથી.
કૃણિક એવા જીવ હતા કે એને ભગવાનેય ફળે નહિ :
આવા ગાઢ મિથ્યાદૃષ્ટિને તે ખૂદ ભગવાનના ચાગ . મળે, તે પણ તે ફળે નહિ. જેનું મિથ્યાત્વ મંદતાને પામ્યું હાય અથવા તેા જેનું મિથ્યાત્વ મંદતાને પામે અને જેની ભવિતવ્યતા સારી હોય, તેને જ ભગવાન જેવાના યાગ પણ. ફળી શકે છે. ધેાર મિથ્યાદષ્ટિએ તા, ભગવાનના ચાગ દ્વારા પણુ, મહા પાપને ઉપાર્જનારા મને છે. રાજા કૂણિકને પાછલા કાળમાં ભગવાન શ્રી મહાવીર પરમાત્માના ચેાગ મળ્યા હતા. તેની વસાવેલી ચંપા નામની નગરીએ ખૂઃ ભગવાન પધાર્યા . હતા અને ભગવાનના સમવસરણમાં રાજા કૂણિક ગયા પણ હતા. એ વખતે ભગવાનની સાથે એને જે પ્રશ્નોત્તરા થયા હતા, તે જોઇએ તે લાગે કે- તે જીવ ઘણી જ નાલાયક અવસ્થામાં છે.’
ભગવાનને તેણે પૂછ્યું કે જેઓ જીવનભરને માટે
Page #162
--------------------------------------------------------------------------
________________
'૧૨૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને ભેગેને પરિત્યાગ કરતા નથી, એવા ચક્રવર્તિઓ મરીને કયી ગતિમાં જાય છે?”
ભગવાને કહ્યું કે-“એવા ચક્રવર્તિઓ મરીને સાતમી નરકે જાય છે.”
એટલે કૃણિકે ફરીથી ભગવાનને પૂછયું કે-“તે મારી ગતિ કયી થશે ?”
એના ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું કે અહીંથી મરીને તું છçી નારકીએ જઈશ.”
આવા ઉત્તરને સાંભળીને, જરા પણ ક્ષેભને પામ્યા વિના જ, કૃણિક ભગવાનને પૂછે છે કે “સાતમી નરકે કેમ નહિ જાઉં ?”
એટલે ભગવાન એને કહે છે કે “તું ચક્રવર્તી નથી માટે! જે ચકવતી હોય, તેની પાસે તે ચક્રવર્તીને એગ્ય સામગ્રી હેય. જેમ જ્યાં ધર્મી હોય, ત્યાં ધર્મ અવશ્ય હોય તેમ!”
અહીં તમારે એ વાત ધ્યાનમાં રાખવાની છે કેભેગાદિને મૃત્યુ પર્યન્ત પરિત્યાગ નહિ કરનારા ચક્રવર્તીએ સાતમી નરકે જાય છે અને એ સિવાયના બીજા કેઈ સાતમી નરકે જતા જ નથી, એવું કાંઈ છે જ નહિ. બીજા પણ સાતમીનરકે જનારા હોઈ શકે છે. મનુષ્યગતિમાંથી અને તિર્યંચગતિમાંથી પણ ઘણા જી, સાતમી નરકને યોગ્ય આયુબકર્મને ઉપાર્જને, સાતમી નરકે પણ જાય છે. એટલે અહીં ભગવાને જે એમ સૂચવ્યું કે- તું ચક્રવર્તી નથી, માટે તું સાતમી નરકે નહિ જાય”—તે, એ માટે જ સૂચવ્યું છે કે-કૂણિકને પિતાને એ ગર્વ હતું કે હું ચક્રવર્તી જ છું. એણે જ્યારે પૂછ્યું, ત્યારે પિતે ચક્રવર્તી છે એવી જ એની તદન ખોટી
Page #163
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૨૯
માન્યતા હતી, તેને મનમાં રાખીને જ પૂછ્યું હતું અને એથી તેની એ માન્યતાને ઉદ્દેશીને જ ભગવાને એ પ્રમાણેના જવાબ દીધા છે.
ભગવાને જ્યારે એમ કહ્યું કે- તે ચક્રવર્તી નથી ’ એટલે પાછું કૃણિકે ભગવાનને પૂછ્યું કે- હું કેમ ચક્રવર્તી નથી ? મારી પાસે પણ ચક્રવર્તીના જેવી ચતુરંગી સેના છે.’
એ વખતે ભગવાને ખૂલાસા આપ્યા કે ચક્રવર્તીની પાસે તે ચાદિ ચૌદ રત્ના હોય છે. તારી પાસે તે નથી.. ચૌદ રત્નામાંથી એક પણ રત્ન જેની પાસે આછું હોય, તેને ચક્રવર્તી કહી શકાય નહિ.'
ભગવાન પાસેથી આ પ્રમાણે સાંભળીને પણ એણે કર્યું શું ? ચક્રવર્તી બનવાના ઉધમાત મચાવ્યેા અને એમાં જ એણે જીવ ખાયા. ચક્રવર્તીને ચૌદ રત્નોમાં સાત રત્ના એકેન્દ્રિય હોય છે અને સાત રત્ના પંચેન્દ્રિય હોય છે. કૂણિકે લેાઢા વિગેરેનાં સાત એકેન્દ્રિય રત્ના અનાવી લીધાં, પોતાની સ્ત્રી પદ્માવતીને સ્ત્રીરત્ન તરીકે કલ્પી લીધી અને અમુક હાથીને હસ્તિરત્ન, અમુક ઘેાડાને અશ્વરત્ન-એ પ્રમાણે કલ્પીને, પેતાની પાસે ચક્રવર્તીને છાજતાં ચૌદેય રત્ના છે, એમ માની લીધું. આ પ્રમાણે રત્નાની કલ્પના કરીને તે બેસી રહ્યો નહિ, પણ ચક્રવર્તીની જેમ તે છ ખંડને સાધવાને માટે પણ નીકળ્યે એમાં એ વૈતાઢ્યગિરિની તમિસ્રા ગુફાની પાસે ગયા અને તે ગુફાના પ્રહત દ્વારની વાલાથી ભસ્મ થતાં તેનું મૃત્યું થયું. ત્યાં મૃત્યુને પામીને તે છઠ્ઠી નરકે ગયા.
આવા જીવને ભગવાનના યાગ ફળે શી રીતિએ ? ભગવાન મળ્યા ત્યારે એને પેાતાના આત્મ વિષે કાંઈ
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૩૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને પૂછવાનું સૂઝયું નહિ અને આવું પૂછવાનું સૂઝયું ! પિતાને ચકવર્તી કહેવડાવવાને માટે એ સાતમી નરકે જવાને માટે પણ તૈયાર થઈ ગયે. કૂણિકને જીવ આ ગાઢ મિથ્યાદષ્ટિ હતો, એટલે પુત્રરાગમાં એ આંધળો બને અને પુત્ર પ્રત્યેની રાગાન્ધતામાં એ ગૌરવને આનંદ અનુભવે, એ સ્થાને જ છે એ વાત તમારી સમજમાં આવી ગઈ ને? આ વાત એટલા જ માટે કહી કે-કણિકના પુત્ર પ્રેમની વાતને સાંભળીને, કેઈ પિતાના પુત્ર પ્રેમને વિકસિત કરવાને માટે, કૃણિક જેવાને આદર્શ બનાવી લેવાની ભૂલ કરે નહિ. ચેલેણાદેવીને મળેલી તક:
આપણે પાછા મૂળ વાત ઉપર આવે. કૃણિકે પિતાની માતા ચેલણદેવીને પ્રશ્ન કર્યો કે-“મારા જે પુત્રપ્રેમી પહેલાં કઈ થયે હશે ખરે? અથવા તો અત્યારે કેઈ મારા જે પુત્રપ્રેમી હશે ખરે ?” કૃણિકે આવું પૂછયું, એટલે ચેલણદેવીને ઘણા વખતથી હૈયામાં સંઘરી રાખેલી વાતને બેલવાની અને રેષને વ્યક્ત કરવાની તેમ જ પોતાના પુત્રના મગજને ઠેકાણે લાવવાને યથાવસર પ્રયત્ન કરવાની તક મળી ગઈ. એ તકને ચેલ્લેણાદેવીએ પૂરેપૂરો લાભ ઉઠાવ્યા પણ ખરે, કારણ કે-એ પરમ પતિભક્તા હતી અને પ્રસંગને પિછાની લેવામાં પ્રવીણ પણ હતી. ચલ્લણાદેવીએ શ્રી શ્રેણિકના પુત્રપ્રેમની રજા કરેલી હકીકતઃ
ચલ્લણાદેવીએ કણિકને જવાબ આપતાં કહ્યું કે અરે પાપી! તું જાણતો જ નથી કે–તારા પિતાને તું આ બાળકની જેમ અત્યન્ત વહાલે હતે. તને ખબર નથી કે હું જ્યારે
Page #165
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૩૧
મારા પેટમાં આવ્યું, ત્યારે મને બહુ જ ખરાબ દેહદ ઉત્પન્ન થયે હતો અને એથી હું ત્યારથી જ જાણી ગઈ હતી કે–તૂ તારા પિતાને વૈરી છે, કારણ કે-જે ગર્ભ હેય, તેવા જ પ્રકારને દેહદ સગર્ભા સ્ત્રીઓને ઉત્પન્ન થાય છે. ગર્ભમાં રહેલા પણ તને, તારા પિતાને વરી જાણીને, તારા પિતાના કલ્યાણની કાંક્ષિણી એવી મેં ગર્ભપાતના પ્રયત્નો પણ કર્યા હતા; પરંતુ તારું નશિબ એવું જબરું હતું કે–ગર્ભપાતને માટે જે જે ઔષધે લીધાં, તે તે સર્વ ઔષધો તને હાનિકારક નિવડવાને બદલે, તારા માટે પુષ્ટિકારક પૂરવાર થયાં. વળી, તારા પિતાએ તો “ક્યારે હું પુત્રના મુખને જોઈશ”—એવી આશાએ, તેમના અકલ્યાણના જ સૂચક એવા પણ મારા દેહદને પૂર્ણ કર્યો હતો. તારા પિતાના મનમાં તે તારે માટે કશે જ ખરાબ ભાવ નહિ હતો, પરંતુ મારા મનમાં તે એ વાત બરાબર અંકિત થઈ ગઈ હતી કે–તું તારા પિતાને વૈરી જ છે, એટલે જે જો કે તરત જ મેં તને ઉકરડે તજી દીધો હતો, પરંતુ ત્યાંથી પણ તારા પિતા જ તને પિતાના જીવની જેમ જાળવીને લઈ આવ્યા. એ પછી પણ, તારા પિતાએ તારા પ્રત્યે ગજબનું વાત્સલ્ય કર્યું હતું. તને મેં જે ઠેકાણે તજી દીધા હતા, ત્યાં કુકડીને પિંછાથી તારી એક આંગળી વીંધાઈ જવા પામી હતી અને પછી તે પાકી હતી. અંદર કૃમિઓથી ખદબદીને દુર્ગન્ધ મારતી બનેલી એ આંગળી, તને ભારે પીડા ઉપજાવતી હતી. તારી એવી દુર્ગન્ધ મારતી આંગળીને પણ, તારા પિતા પિતાના મોંઢામાં રાખી મૂકતા હતા અને જેટલો વખત તેઓ તારી આંગળીને મેંઢામાં રાખતા હતા, તેટલી વખત જ તને સુખને અનુભવ થતો હતો. તારા
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૩૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને પિતાએ એ રીતિએ તને વેદનાથી બચાવીને તારી આંગળીના ઘાને રૂઝવ્યું હતું. જે પિતાએ તેને આવી રીતિએ મહામુશ્કેલી એ લાલન-પાલન કરી શકાય એવા લાલન-પાલનથી ઉછેર્યો, તે પિતાના મેટા ઉપકારના બદલામાં તે તારા પિતાને કારાગૃહમાં પૂર્યા છે!”
કૃણિક તો પિતાના પિતાના પિતા ઉપરના ઉપકારની. વાતને સાંભળીને, વ્યગ્ર બની ગયો. તે પિતાના દુષ્કૃત્યથી કંપી ઉડ્યો, પણ પોતાના મનમાં રહી ગયેલી એક ગેરસમજને દૂર કરવાને માટે, તેણે ચેલણાદેવીને પૂછયું કે-“તો પછી પિતાજી હલ્લ–વિહલ્લને ખાંડના લાડવા એકલતા અને મને ગળના લાડવા એકલતા, તેનું કારણ શું?”
ચેલ્લાદેવી, એ વાતનો પણ ખૂલાસો કરતાં કહે છે કેગળના લાડવા તો હું જ તને મેકલતી હતી, કારણ કે–તું તારા પિતાને દ્વેષી છે–એમ મેં માનેલું હોવાથી તું મને અણગમતો જ હતો.” પતિભક્તિ વિના આવું બોલાય નહિ?
ચલ્લણદેવીએ સર્વ હકીક્ત કેવી સુન્દર, સ્પષ્ટ અને સીધી ગળે ઉતરે જાય એવી રીતિએ રજૂ કરી ? ચેલુણાદેવીના કથનમાં જેમ પ્રવીણતા છે, તેમ પતિભક્તિ પણ ભારેભાર ભરેલી છે. જે કાંઈ દોષ રૂપ તને લાગ્યું છે તે મારું કરેલું છે અને તારા પિતાએ તે તારું સઘળું ય સારું જ કરેલું છે, એમ ચેલણદેવીએ કહ્યું ને? તારું ખરાબ કરવાને માટે હું બધું કરી ચૂકી છું અને તારા પિતાએ તો તારું એકાન્ત ભલું જ કર્યું છે, એવી વાત કરીને? હૈયાની પતિભક્તિ વિના,
Page #167
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્રપ્રસ્તાવના
૧૩૩
આવી વાત, સાચી હાવા છતાં પણ, આ રીતિએ અને આ સંચાગામાં ખેલાય ખરી ? એને એમ ન થાય કે—કદાચ આ, મારા પતિની જેમ મને પણ મંદિખાને નાખી દેશે તે ? પણ એની ચેલ્લણા દેવીને ફીકર જ નહિં હતી. આપણે તે, એ વિચારવું છે કે—પતિ મંદિખાને છે, તેનું ચેલ્લણાદેવીને કેટલું બધું દુઃખ છે ? આ ઉપરથી, એ પણ સમજી શકાય છે કે જો એનું ચાલે એવું હાત, તેા એ એક ક્ષણને માટે પણ શ્રી શ્રેણિકને કારાગારમાં રહેવા દેત નહિ; પરન્તુ તે સમયે કૂણિકનો પ્રભાવ એટલા મધા વિસ્તરેલા હશે, કે જેથી કેાઈ પણ માણસ શ્રી શ્રેણિકની મુક્તિને માટે કાંઈ જ કરી શકે નહિ. કણિકનું હૃદયપરિવર્તન અને શ્રી શ્રેણિકના પ્રાણત્યાગ :
ચેલ્લણાદેવીનાં વચનેાની કૂણિકના હૈયા ઉપર અસાધારણ અસર થઈ. એના પિતા પ્રત્યેના એના દ્વેષ ગળી ગયા. પિતાના ઉપકારને જાણીને, અને પોતાની જાત ઉપર ધિક્કારના ભાવ આવ્યેા. પેાતાની જાતને નિન્દતા તેણે, તત્કાલ, પિતા પાસેથી પડાવી લીધેલું રાજ્ય પિતાને સુપ્રત કરી દેવાને નિર્ણય કર્યો. માતાને પણ એણે એ વાત જણાવી. પછી પૂરૂં ખાધા વિના જ, તે ખાતે ખાતે ઉભેા થઈ ગયા અને પિતાનાં ચરણામાં નાખેલી એડીને ભાંગી નાખવાને માટે, લાહુદંડને લઈને તે એકદમ કારાગૃહ તરફ દોડ્યો. પરન્તુ તેના આવા હૃદયપરિવર્તનની શ્રી શ્રેણિકને ખબર નથી. કૃણિકને એમ લેાહુદંડને લઈને આવતા જાણીને, શ્રી શ્રેણિકને એવા એવા વિચારો આવ્યા, કે જેથી તેમણે કૃણિક ત્યાં આવી પહેાંચે તે પહેલાં તેા, પહેલેથી પેાતાની પાસે રાખી મૂકેલા તાલપુટ
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૩૪.
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
નામના વિષને પિતાની જીભ ઉપર મૂકયું અને એથી તત્કાળ એમના પ્રાણ ચાલ્યા ગયા. કલ્પનાઓ કેવી ઠગારી પણ નિવડે છે?
જૂઓ કે-કે વિચિત્ર સંગ છે? કલ્પનાઓ કેટલીક વાર કેટલી બધી ઠગારી નિવડે છે, તેને આ પણ એક નમુનો છે ને ? આપણી પાસે દેખીતો પૂરાવો હોય અને એના જ આધારે આપણે કલ્પના કરી હોય, તે છતાં પણ તે તદ્દન મિથ્યા કલ્પના હય, એવું ય બને ને? કૃણિકને ગેળના લાડુનો દેખીતે પૂરા મળ્યો હતો, છતાં તેની કલ્પના ખેટી હતી ને? કૃણિક લોહદંડ લઈને દેડ્યો આવે છે–એ દેખીતે પૂરા હતા, છતાં શ્રી શ્રેણિકની કલ્પના બેટી હતી ને ? એટલે દેખીતા પૂરાવાઓના આધારે પણ કલ્પનાઓમાં દેડી જવા જેવું નહિ ને? એવી કલ્પનાઓના બળે કેઈન ઉપર દોષારોપણ કરવામાં, કેટલીક વાર, મહા ભયંકર પણ પરિણામ આવી જાય છે. પૂરાવાઓ ગેરસમજ ઉપજાવે તેવા પણ હોઈ શકે છે અને એના દ્વારા કરેલી કલ્પનાઓ આપણને ઠગનારી નિવડે, એ સ્વાભાવિક જ છે. એટલે, શકનો લાભ પણ આપીને અપાય, એ સ્થાને છે. આપણે ત્યાં પણ જ્યાં પરસ્પર વિરધભાવ લાગે એવી વાત આવે અને જ્યાં સુધી યથાયેગ્ય નિર્ણય કરી શકવા જેવી શક્તિ ન હોય, ત્યાં સુધી “તરત્યે તું લેવસ્ટિાચ–એ પ્રમાણે કહીને, બને ય વાતોને ઊભી રખાય છે ને? એવા વખતે, આત્માને હેજે થાય કે-જે હું પૂર્ણજ્ઞાની હેલું, તે કેવું સારું ? હું અધુરો જ્ઞાની છું, માટે જ આને યથાયોગ્ય નિર્ણય કરી
Page #169
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાપ્રસ્તાવના
૧૩૫ શકતે નથી ને?” જે આ વિચાર આવે, તે પિતાના કેવલજ્ઞાન રૂ૫ ગુણને પ્રગટાવવાની ભાવના પણ સતેજ બને. શેકથી બચવા સ્થાન છોડવું
કૃણિકે ત્યાં આવીને જોયું, તે તેણે પિતાને મૃત્યુ પામેલા જોયા. એથી, એના દુઃખની અવધિ રહી નહિ. તેના હૈયામાં એટલે બધે કલેશ થયો કે–એના નિવારણ માટે મંત્રિઓએ પિંડદાનને બનાવટી ઉપાય શેધી કાઢયો. એથી એને કાંઈક શાંતિ મળી, તો પણ જ્યારે જ્યારે તે પિતાની શય્યા, પિતાનું આસન, એ વિગેરેને જેતે, ત્યારે ત્યારે એના હૈયામાં શેક ઉત્પન્ન થયા વિના રહેતે નહિ. એ કારણે, તેને માટે રાજગૃહી નગરીમાં રહેવું, એ પણ અસહ્ય થઈ પડ્યું. આથી, તેણે ચંપા નામની એક નવી નગરી વસાવી અને તે નગરીમાં જ કૃણિક સપરિવાર રહેવા લાગ્યો. શ્રી હલ્લવિહલની પાસેથી હાથી વિગેરે લઈ લેવાનો
રાણી પદ્માવતીને કૂણિકને આગ્રહ : - હવે શ્રી હલ–વિહલને પ્રસંગ આવે છે. આ પ્રસંગ સ્ત્રીસ્વભાવસુલભ ઈર્ષામાંથી અને વિષયાધીનસુલભ સ્ત્રીમુખપણામાંથી જન્મેલે છે. તમને ખ્યાલમાં તે હશે જ કે–શ્રી અભયકુમારે અને શ્રીમતી નન્દાએ દીક્ષા લેતી વખતે, શ્રી હલ્લ–વિહલને દિવ્ય કુંડલડીનું તથા દિવ્ય વસ્ત્રયુગ્મનું અર્પણ કર્યું હતું, અને ત્યાર બાદ કૃણિકને રાજ્ય આપવાની ઈચ્છાથી શ્રી શ્રેણિકે શ્રી હલ–વિહલ્લને સેચનક હાથી તથા અઢાર ચક્રને હાર અર્પણ કર્યા હતા.
હવે, એક વખતે શ્રી હલ્લ અને શ્રી વિહલ્લ–એ બનેય
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૩૬
શ્રી ભગવતીજી સત્રનાં વ્યાખ્યાને
ભાઈએ સેચનક હાથી ઉપર બેસીને ફરવાને નીકળેલા. તે વખતે તેમણે દિવ્ય કુંડલાને, દિવ્ય વસ્રાને તથા દિવ્ય હારને પણ ધારણ કરેલ. એથી, એ બન્ને ય જાણે પૃથ્વી ઉપર દેવા જ કુમાર રૂપ ધરીને ઉતરી આવ્યા હાય, એવા શાભતા હતા.
એ રીતિએ સેચનક હાથી ઉપર આરૂઢ થઇને ક્રૂરતા તે અન્ને દેવોને કૃણિકની રાણી પદ્માવતીએ જોયા. દેવરાને સુખે ફરતા જોઇને આનન્દ પામવાને બદલે, રાણી પદ્માવતીને જૂદા જ વિચાર આવ્યેા. એના હૈયામાં ઈર્ષ્યાભાવ પ્રગટ્યો.
એને એમ થઈ ગયું કે—આવા હાથીને, આવાં કુંડલાને, આવાં વસ્ત્રાને અને આવા હારને ચેાગ્ય તા મારા પતિ છે. મારા પતિ રાજ્યના સ્વામી ભલે રહ્યા, પણ આ હાથી વિગેરે વિનાનું મારા પતિનું રાજ્ય, એ તા નેત્રા વિનાના માંઢા જેવું છે.’ આવા વિચાર આવ્યા તે આવ્યા, પણ પાછા એને રાણી પદ્માવતીએ દાબી દીધા નહિ અને રાણી પદ્માવતીના એ વિચારે જોર પકડયું.
રાણી પદ્માવતીએ, શ્રી હુલ્લ—વિઠ્ઠલ્લની પાસેથી એ હાથી, હાર, કુંડલ અને વસ્ત્ર લઈ લેવાનું, પેાતાના પતિને કહ્યું. માત્ર કહ્યું એમ જ નહિ, પણ એ માટે આગ્રહ પણ કર્યાં.
એ વખતે, રાજા કૂણિકે તેણીને કહ્યું પણ ખરૂં કે—હુલ્લ -વિહલ્લને પિતાએ જે આપ્યું છે, તે મારે પાછું લઈ લેવું એ ચેાગ્ય નથી; વળી, પિતા સ્વર્ગમાં ગયા પછીથી તા, આ અન્ને ય ભાઇએ મારે માટે વિશેષ પ્રસાદ કરવાને ચેાગ્ય છે.’
કૃણિકના અન્તઃકરણમાં, અત્યારે તા પિતા પ્રત્યે સદભાવ પ્રગટેલા હતા ને? જો પહેલાંની વાત હેાત, તે તે કદાચ કૃણિક કાંઈક જૂદો જ વિચાર કરત, પણ અત્યારે તેના હૈયામાં
Page #171
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૩૭ પિતાના મૃત પિતા પ્રત્યે ઘણે આદરભાવ છે. એટલે તે પિતાના નામે પણ પદ્માવતીની વાતને નિષેધ કરે છે.
એ પ્રમાણે નિષેધ કરવા છતાં પણ, રાણી પદ્માવતી માનતી જ નથી. એ તે, પિતાને આગ્રહ ચાલુ ને ચાલુ જ રાખે છે. કૃણિકને જેમ શ્રી હલવિહલની પાસેથી એ હાથી વિગેરે લઈ લેવું એ ગમતું નથી, તેમ રાણી પદ્માવતી નારાજ રહ્યા કરે-એ પણ એને ગમતું નથી. આ બે ય અણગમતાં છે, પણ એમાંનું એક અણગમતું એવું જોરદાર બની જાય છે કે-બી અણગમતું પણ કરવાને માટે રાજા કૃણિક તૈયાર થઈ જાય છે. આખર, રાજા કૃણિક, રાણી પદ્માવતીના આગ્રહને આધીન બની જાય છે અને શ્રી હલ–વિહલની પાસેથી સેચનક હાથી વિગેરેને માગી લેવાનું કબૂલ કરે છે. કામરાગને નાચઃ
આમાં, તમને કાંઈ આશ્ચર્ય પામવા જેવું લાગે છે ખરું? જ્યાં કામરાગ જોર કરે છે, ત્યાં દઢ પણ નેહરાગ નબળો પડી જાય છે અને અન્ત કદાચ નાશ પણ પામી જાય છે. એવી હકીકતને જણાવતાં ઉદાહરણો શાસ્ત્રોમાં તો ઘણાં આવે છે, પરંતુ તમને ય આને શેડો-ઘણે અનુભવ તે હશે ને ? ગમતી બાયડી ખાતર મહા ઉપકારી એવાં પણ માતા-પિતાની અવગણના કરનારાઓને, તમે જોયા–જાણ્યા છે? સ્ત્રી પ્રત્યેના રાગથી નેહી બધુજનો આદિને પણ તિરસ્કાર કરનારાઓ છે, એવું તમે સાંભળ્યું છે? અરે, અન્ય કેઈ સ્ત્રી ઉપર રાગ થઈ જવાથી, જેને પોતે પરણીને લાવ્યું હોય, જેની જોડે સંસારનું સુખ ભોગવ્યું હોય, જેને
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૩૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન
જીવનભર પિતાની પાસે અને પિતાના હૈયામાં રાખવાનું વચન વારંવાર આપ્યું હોય તેમ જ જેના ઉપરના રાગને વશ બનીને માતા-પિતાદિને અને સ્નેહી-સંબંધીઓને ત્યાગ કર્યો હોય, એવી પણ પિતાની સ્ત્રીને દગો દેનારા આ સંસારમાં હોય છે, એવું તમારા ખ્યાલમાં આવ્યું છે ખરું? તમે બધા તો એમાંનું કાંઈ કરનારા કે એમાંનું કાંઈ કર્યું હોય તેવા નથી ને ? જરા વિચાર તે કરી જેજે ! કામરાગ જ્યારે નચાવતું હોય છે અને એને આધીન બનીને માણસ જ્યારે નાચતે હોય છે, ત્યારે તે વિવેકવિલ તે બનેલો જ હોય છે, પરંતુ સામાન્ય પ્રકારના સવ્યવહારથી પણ તે વિકલ બની જાય છે. એ માણસ, કદાચ ભણેલા-ગણેલા અને બુદ્ધિશાલી હોય, તે પણ એવા વખતે એને માટે ય, મૂર્ખ અને દુર્જનને શોભતા એણે વિચાર કરવા અથવા તો એણે એવું બોલવું અથવા તે એણે એવું આચરવું, એ વિગેરે પણ તદ્દન સુશક્ય બની જાય છે. કૃણિકની માગણી
કૂણિક જ્યારે રાણી પદ્માવતીના આગ્રહને નિવારી શક્ય નહિ, ત્યારે તેણે શ્રી હલ્લ–વિહલ્લની પાસેથી હાથી વિગેરેને માગવાનું કબૂલ કરી લીધું અને તે અનુસાર, તેણે પિતાના સૌભાતૃપણાના ભાવને દબાવી દઈને પણ, શ્રી હલ્લ– વિહલ્લની પાસે એ સેચનક હાથીની, દિવ્ય કુંડલોની, દિવ્ય વસ્ત્રોની અને દિવ્ય હારની માગણી કરી. કૃણિકે આવી માગણી કરવા છતાં પણ, શ્રી હલ્લ–વિહલ્લ બીજું કાંઈજ બેલ્યા નહિ. તેમણે તે માત્ર એટલું જ કહ્યું કે- જેવી આપની
Page #173
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૩૯ આજ્ઞા.” આ પ્રમાણે કૃણિકને કહીને, તે બન્ને પિતાના નિવાસે ગયા અને પિતાના નિવાસે જઈને તેઓ “હવે શું કરવું?”
તેને વિચાર કરવા લાગ્યા. શ્રી હલ-વિહલને પહેલાં એ વિચાર આવ્યો તે ખરે કે-“કૂણિકને આ અભિપ્રાય સારે નથી” પણ તરત જ તેમણે વિચાર કર્યો કે “આપણે આ વિચાર કરવાનું પ્રયોજન જ શું છે?” મમત્વ મન્દ બને ને મરે એવું કરો:
શ્રી હલ-વિહલ ઉત્તમ આત્માઓ છે, માટે જ તેમને આવો વિચાર આવે છે. “કૃણિકને અભિપ્રાય સારે નથી” એ વિચાર કરવાનું પણ તેમને ગમતું નથી. એ ઉપરથી તમને સમજાય છે ને કે-કૃણિકે હાથી વિગેરેને આપી દેવાનું કહ્યું, તે છતાં પણ તેમને કૂણિક પ્રત્યે ક્રોધને ભાવ નહિ આવ્યો હેય? જેમ જેની મમતા જોરદાર હોય છે, તેમ તેના ઉપરની વ્યાપ વધારે કોઇ ઉપજાવે છે. શ્રી હલ્લ-વિહલના હૈયે સેચનક હાથી આદિની મમતા સર્વથા નહેતી –એમ તે નહિ જ, પરંતુ એ મમતા એવી નહોતી કે એ બધાની માગણી મેટા ભાઈ કરે, એથી મોટા ભાઈ પ્રત્યે એમને ગુસ્સો આવે. આ વાત પણ તમારે માટે ઘણું ઉપયેગી છે. તમને ધનાદિક પ્રત્યે મમત્વ તે છે, પણ એ મમત્વ તમને તમારા વડિલે, બધુજને અથવા તો પુત્રાદિ પરિવાર પ્રત્યે અને આગળ વધીને કહીએ તો અન્ય કોઈ પ્રત્યે પણ દુર્ભાવને પેદા કરનારૂં બને નહિ, એની તો તમારે ખાસ કાળજી રાખવી જોઈએ. એવી કાળજી રહ્યા કરે અને અવસરે પણ એમાં ખામી આવવા પામે નહિ, એ માટે “ધનાદિકનું મમત્વ
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૪૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન મારક છે, હેય છે”—એવી વિચારણા રેજ કરવી જોઈએ અને એવા એવા વિચારેથી મમત્વ મન્દ બને અને છેવટે મરે પણ ખરું—એવું તમારે કરવું જોઈએ. શ્રી ભરતજીના ૯૮ ભાઈઓના પ્રસંગની યાદ
તમે કદાચ જાણતા હશે કે–અહીં જે પ્રસંગ ઉપસ્થિત થવા પામ્યો છે, તેવા પ્રકારને પ્રસંગ મહારાજા શ્રી ભરતના સમયે પણ ઉપસ્થિત થવા પામ્યો હતો. શ્રી ઋષભદેવ ભગવાન પિતાના સેએ પુત્રને રાજ્ય વહેંચી આપીને પ્રત્રજિત થયા હતા. તે પછી, શ્રી ભરત ચક્રવર્તી બનનારા હતા માટે ચકરત્ન પ્રગટ થયું અને તેમણે એ ખંડને સાધ્યા. છએ ખંડને સાધીને આવવા છતાં પણ, ચકરત્ન આયુધશાળામાં પેસતું નથી, કારણ કે-શ્રી ભરત મહારાજાના નવ્વાણું ભાઈઓએ શ્રી ભરત મહારાજાની આજ્ઞાને સ્વીકારી નહોતી. આથી, શ્રી ભરતે જ્યારે પિતાના ભાઈઓને પિતાની આજ્ઞાને સ્વીકાર કરવાનું કહેવડાવ્યું, ત્યારે તે કેઈને ગમ્યું નહિ. એ નહિ ગમવા છતાં પણ, એક શ્રી બાહુબલિજી સિવાયના અણુએ ભાઈઓએ ભગવાનની પાસે જ જઈને “શું કરવું? –એને નિર્ણય કરવાને વિચાર રાખ્યો. એ અદૃણું ભાઈએ પિતપોતાના રાજ્યને તજીને ભગવાનની પાસે ગયા. એમને હૈયે એ વાત જરૂર હતી કે રાજ્ય પિતાજીએ આપ્યું છે, પછી ભરતજીની આજ્ઞા માનવાની હેય શાની?” પણ એમણે કેવો રસ્તો લીધે, તેની આ વાત છે. આ પ્રસંગમાં, શ્રી હલ્લ–વિહë પણ લગભગ એવો જ રસ્તે લીધે છે. તેઓ કૃણુકની સાથે લડી લેવાને તૈયાર થયા નથી.
Page #175
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૪૧
શ્રી હલ્લ-વિહલ વૈશાલી પહોંચી ગયા
શ્રી હલ્લ–વિહલે વિચાર કર્યો કે–આપણે આ હાથી વિગેરે આમ આપી દઈએ એ યોગ્ય નથી અને અહીં રહીએ તે પરિણામ સારું આવે નહિ. કૃણિક સાથે લડવું, એ પણ
ગ્ય નથી અને પિતાએ, માતાએ તથા વડિલ ભાઈએ આપણને ચાહીને આપેલ જે વસ્તુઓ, તે કણિકને તેના માગવાથી આપી દેવી, એ ય ગ્ય નથી. આથી, તેમણે ચંપાનગરીને છેડીને અન્યત્ર ચાલ્યા જવાનો વિચાર કર્યો. પિતાના હક્કની વસ્તુઓ ખાતર પણ ભાઈ સાથે લડવું પડે, એ તેમને ગમતું નહતું અને જો તેઓ ત્યાં રહે, તે ભાઈની સાથે લડવાને પ્રસંગ આવ્યા વિના રહે જ નહિ એવું હતું. આથી, તેમણે નિર્ણય કર્યો કે-“આપણે ક્યાંક અન્યત્ર ચાલ્યા જઈએ.” આ નિર્ણય કરીને, તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા અને વૈશાલી નગરી તરફ ગયા. તે સમયે વૈશાલી નગરીમાં શ્રી ચેટક નામે મહા પરાક્રમી રાજા હતા અને તે આ શ્રી હલ્લ– વિહલ્લના માતામહ થતા હતા. શ્રી હલ્લ-વિહલ્લ વૈશાલી નગરીએ પહોંચતાં, શ્રી ચેટક રાજાએ તેમને સત્કાર કર્યો અને તેમને પોતાને ત્યાં જ પોતાના યુવરાજોની જેમ રાખ્યા. કણિકની વિચિત્ર મનોદશા:
શ્રી હલ્લ-વિહલ્લ ચંપાનગરીને રાતો રાત તજી ગયા હતા, એટલે સવારે જ કૃણિકને એવા સમાચાર મળ્યા કેહલ્લ-વિહલ્લ તે ધૂર્તની જેમ છેતરીને વૈશાલી નગરીએ ચાલ્યા ગયા છે.” એવા સમાચાર મળ્યા, એટલે કૃણિકને સૌથી પહેલાં તે એ જ વિચાર આવ્યો કે “સાચે જ,
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૪ર
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
સ્ત્રીની સલાહ મુજખ ચાલવાથી, હું ઉભયભ્રષ્ટ થયેા : કારણ કેહાથી વગેરે રત્ના પણ મને મળ્યાં નહિ અને મેં મારા ભાઇઓને પણ ગુમાવ્યા.’
પરન્તુ, કૃણિક એ જબરો કષાયશીલ હતા, એટલે એણે એવા વિચાર કરીને, ન તા મનને મનાવી લીધું કે ન તે એણે પોતાની થઈ ગયેલી ભૂલને સુધારી લેવાનો વિચાર કર્યાં.
એણે તેા એવા વિચાર કર્યો કે ભલે જે થવું હતું તે થઈ ગયું, પણ હવે તે મારે આવી પડેલા આ કષ્ટને નિવારવું જ જોઇએ; એટલે કે—હવે તે મારે કોઇ પણ ભાગે મારા તે અન્ને ય ભાઇઓને પાછા લાવવા જ જોઈએ. જો હું મારા તે અન્ને ભાઈ એને પાછા લાવું નહિ અને મારા આ પરાભવને સહન કરી લઉં, તા મારામાં અને વાણીયામાં ફેર શે ??
કૂણિકની આ કેવી વિચિત્ર મનેાદશા છે ? પાતે હસ્તિ આદિની માગણી કરવામાં ભૂલ કરી–એ વાતને એ પ્રધાનતા આપતા નથી અને પેાતાના ભાઈ એ એ જ કારણે તેને અંધારામાં રાખીને ચાલ્યા ગયા એ વાતને એ પેાતાના મેટા પરાભવ તરીકેનું મહત્ત્વ આપીને, આ વાતને જો પાતે જતી કરે તે તેમાં પેાતાનું ગૌરવ જ હણાઈ જાય–એ રીતિએ વિચારણા કરે છે. કણિકને પોતાની ભૂલ સમજાઈ છે; પેાતાની ભૂલનો તેને ખ્યાલ આબ્યા ન હોય એવું નથી; આમ છતાં પણ, તે હવે તેા પેાતાના ગૌરવની રક્ષાને ખાતર શું કરવું જોઈ એએનો વિચાર કરે છે.
શ્રો જિનવચનના રસ તારે તે સ્વવચનનો રસ ડૂમાવેઃ આપણે ત્યાં પાંચ પ્રકારનાં જે મિથ્યાત્વે વર્ણવાએલાં
Page #177
--------------------------------------------------------------------------
________________
બીજે ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૪૩ છે, તેમાં મિથ્યાત્વનો અભિનિવેશ નામનો પણ એક પ્રકાર વર્ણવાએલો છે. પહેલાં શ્રી જિનવચનનો જ રસ હોય, પરન્તુ સંગવશાત્ જે એવું બને કે-શ્રી જિનવચનના રસમાં મન્દતા આવે અને પોતાના વચનનો રસ પ્રધાન બની જાય, તો સમ્યગ્દષ્ટિ જીવ સમ્યગ્દર્શન ગુણને વમીને, અભિનિવેશ નામના મિથ્યાત્વનો સ્વામી બની જાય. જેણે અભિનિવેશ નામના મિથ્યાત્વથી બચવું હોય, તેણે સ્વવચનના રસ ઉપર ખૂબ ખૂબ કાબૂ મેળવો જોઈએ અને શ્રી જિનવચનના રસને હૈયામાં સારી રીતિએ પ્રવાહિત રાખ્યા કરવો જોઈએ. શ્રી જિનવચનનો રસ, ઓછું ભણેલા પણ આત્માઓને આબાદ તારી દે છે, જ્યારે સ્વવચનનો રસ, ઘણું ભણેલા અને વિશિષ્ટ કેટિની ગણાય તેવી તર્કશક્તિને ધરનારા આત્માઓને પણ, બહુ જ ભયંકર રીતિએ સંસારસાગરમાં રૂલાવી નાખે છે. સ્વવચનનો રસ, એ તો એક એવી વસ્તુ છે કે-ઘણુ ઉત્કટ કેટિના ગણાય તેવા ચારિત્રાચારેને નિરતિચારપણે સેવવાના પ્રયત્નવાળા અને શાસ્ત્રોના મહા જ્ઞાતા એવા પણ મહાત્માઓને, જે તેઓ બીનસાવધ બની જાય અને શ્રી જિનવચનનો તેમનો રસ જે મન્દપણાને પામી જાય, તે તેમને તેમનો સ્વવચનનો રસ મિથ્યાષ્ટિ અને ઉસૂત્રપ્રરૂપક બનાવીને, કદાચ અનન્ત કાલને માટે પણ સંસારમાં ફેલાવનારે બની જાય. કામ ખરાબ કરે અને લોનું સન્માન સારૂં મેળવે-એવું
પણ પાપાનુબંધી પુણ્યના ઉદયે બને?
આ રીતિએ સ્વવચનને રસ જે મહાત્માઓને પણ મુંઝવી. શકે છે, તે પછી બીચારા કૃણિકનું તે શું ગજું? એ તે,
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૪૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન ક્રોધાદિ કષાની જેમ માનષાયને પણ પરવશ બની ગયેલ છે. એના કષાયે જોરદાર છે અને એ કષાયોને આઘાત પહોંચાડે–એવી સામગ્રી પ્રાપ્ત થવાને બદલે, એને એના કષાયોને પુષ્ટ કર્યા કરે–એવી સામગ્રી મળેલી છે. એ માની બેઠેલો છે કે–બધું મારું ધાર્યું થવું જ જોઈએ અને મેટે ભાગે એનું ધાર્યું થાય છે પણ ખરું. આવા પ્રસંગમાં એના કષાયે પ્રતિદિન પુષ્ટ બનતા જાય, એમાં નવાઈ પામવા જેવું કાંઈ છે જ નહિ. આજે સ્પષ્ટપણે સમજાઈ જાય એવી પણ બાબતેમાં ઉસૂત્રપ્રરૂપણાઓ કરનારાઓ અને સસૂત્રપ્રરૂપણા કરનારા મહાત્માઓને ભાંડનારાઓની યી હાલત છે ? એવાઓને દેખીતી રીતિએ શેડી–ઘણું ફાવટ આવી જાય છે, એટલે એવાઓ વધારે ને વધારે ઉન્મત્ત બનતા જાય છે. આ સંસારમાં, ખરાબમાં ખરાબ કામે કરવા છતાં પણ, તેવાં કામ કરવામાં ફાવટ આવ્યા કરે, એ બનવાજોગ છે. પૂર્વનું પુણ્ય જોરદાર હોય અને તે ઉદયમાં વર્તતું હોય, તે કામ ખરાબ કરે ને લેકનું સન્માન સારું મેળવે, પિતે દુર્જન છતાં અજ્ઞાન લકમાં સજજન ગણાય અને સજજનને સંતાપવામાં સફળ નિવડે, એ બધું શક્ય છે; પરન્તુ એવાઓનું એ પ્રકારનું પુણ્ય પાપાનુબંધી જ હોય છે અને એથી એવાઓનું ભાવિ ઘણું ભયંકર હોય છે. એવા પુણ્યને જે વખાણે, તે પણ પાપને ભાગીદાર બને. પુણ્યની ઈચ્છા કરનારાએ પણ કદી પાપાનુબંધી પુણ્યની ઈચ્છા નહિ કરવી જોઈએ. પાપાનુબંધી પુણ્ય કરતાં તો પુણ્યાનુબંધી પાપ સારું,-એમ માણસે પોતે પિતાને માટે વિચારી લેવું જોઈએ અને તે પણ ધર્મસામગ્રી મળે–એવા પ્રકારની અપેક્ષાપૂર્વક !
Page #179
--------------------------------------------------------------------------
________________
બીજે ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૪૫
કણિકના દૂતને શ્રી ચટક રાજાએ આપેલા જવાબ:
કૃણિકે નિર્ણય કરી લીધું કે-“હવે તો કઈ પણ ભોગે હાથી વિગેરે રત્ન સહિત પિતાના ભાઈઓને તેણે પાછા પકડી લાવવા જોઈએ અને તેમ નહિ, તો છેવટ હલ્લ-વિહલ્લ જે ચાર રત્નોને લઈ ગયા છે, તે રનોને તે અવશ્ય પાછાં મેળવવાં જોઈએ.”
આ નિર્ણય કરીને, રાજા કૃણિકે પિતાના દૂતને સમજાવીને તૈયાર કર્યો અને વૈશાલી નગરીએ ચેટક રાજાની પાસે મેક. એ દૂત વૈશાલી નગરીએ પહોંચીને, શ્રી ચેટક રાજાની સભામાં ગયે. સભામાં જઈને તે દૂત શ્રી ચેટક રાજાને પ્રણામ કરીને ગ્ય આસને બેઠે અને તે પછી તેણે સભ્યતાથી શ્રી ચટક રાજાને કહ્યું કે-“હલ્લ અને વિહલ્લ નામના રાજકુમારે હાથી વિગેરે રત્નોને લઈને અહીં ભાગી આવ્યા છે, તે આપ તે બન્ને કુમારને એ રત્ન સહિત રાજા કૃણિકને સોંપી દે ! જે આપ એ બને કુમારને રત્ન સહિત રાજા કૃણિકને નહિ ફેંપી દે, તે આપને રાજ્યભ્રષ્ટ કરી દેવામાં આવશે, પરંતુ એક ખીલીને માટે આખા દેવકુલને વંશ થવા દે, એ આપને માટે એગ્ય નથી.”
કૃણિકના દૂતે કહેલી વાતને સાંભળીને, શ્રી ચેટક રાજાએ તેને જવાબ આપતાં કહ્યું કે-“શરણે આવેલાને આપી દે નહિ, એ તે સામાન્ય નિયમ છે; જ્યારે આ બને તો, મારી પુત્રીના દીકરાઓ છે, એથી આ બને મને પુત્રના જેવા પ્રિય છે; તેમ જ આ પાછા મારા ઉપરના વિશ્વાસે અહીં આવેલા છે, એટલે આમને હું સોંપી દઉં, એ મારાથી
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૪૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
બને જ નહિ.”
શ્રી ચેટક રાજાએ આ મધુર જવાબ આપે, એટલે કણિકના દૂતે ફરીથી કહ્યું કે- આ બને આપને શરણે આવેલા છે–એ કારણે જ આપ આ બન્નેને આપી શકતા ન હે, તો તેમની પાસેથી તમે હસ્તિ વિગેરે રત્નોને લઈ લો અને તે રત્નો મારા સ્વામી રાજા કૃણિકને અર્પણ કરી દે !”
આના જવાબમાં, શ્રી ચેટક રાજાએ કહ્યું કે-“કેઈન દ્રવ્યને આપવાને માટે કઈ સમર્થ બની શકે નહિ, આ ન્યાય તે રાજા અને રંક બનેને માટે સરખે છે. આ કારણે, ન તે આમના ઉપર બલાત્કાર કરીને હું આમની પાસેથી કાંઈ લઈ લઈશ અગર ન તો આમને સમજાવીને પણ હું આમની પાસેથી કાંઈ લઈ લઈશ. આમની પાસેથી મારે લેવાની વાત તો દૂર રહી, પણ આ બન્ને તો મારા ભાણેજે હેઈને, મારે વિશેષે કરીને દાન દેવાને ગ્ય છેઃ કારણ કે-ભાણેજ ધર્મપાત્ર ગણાય છે.” શ્રી ચેટક રાજાની પરાક્રમશીલતા અને ગુણસમ્પન્નતાઃ
શ્રી ચેટક રાજાએ આ પ્રમાણેના જવાબ આપવાથી, વિશેષ કાંઈ પણ બોલ્યા વિના, કૃણિકને દૂત ત્યાંથી પાછા ચાલ્યા ગ. કૃણિકને દ્દત વધારે બેલે પણ શું? શ્રી ચેટક રાજાએ પૂરા ઉપશાન્તભાવને ધારણ કરીને જવાબ દીધા છે. જવાબ પણ એવા દીધા છે, કે જે જવાબે પૂરેપૂરા યુક્તિસંગત ગણાય. એમણે સીધે સીધું એમ નથી કહી દીધું કેહલ તથા વિહલને નહિ એંપાય; પણ ન્યાયની રીતિને સમજાવીને, એવી રીતિએ કહ્યું છે કે–એમની જગ્યાએ કઈ
Page #181
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૪૭, પણ ન્યાયી રાજા હેય, તે તે પણ હલ્લને તથા વિહલ્લને સેંપી શકે નહિ. આ ઉપરાંત, કણિકના દૂતે તે ત્યાં સુધી કહી દીધું કે–“તમે જે આ બને કુમારેને રત્નો સહિત નહિ સપી દો, તે તમારે રાજ્યભ્રષ્ટ થવું પડશે. તે છતાં પણ, શ્રી ચેટક રાજાએ એ વાતને ઉત્તર સરખે ય આ નથી અને પિતે જરા સરખા ય તપ્યા પણ નથી. પિતાની વાતમાં પોતે બરાબર મક્કમ રહ્યા છે, પણ એમણે ખાલી ઘૂંક ઉડાડવા જેવી વાત કરી જ નથી. શ્રી ચેટકે આપેલા જવાબને વિચાર કરવામાં આવે, તે લાગે કે-શ્રી ચેટક રાજા જરૂર પરાક્રમશીલ પણ હવા જોઈએ અને અનેક ગુણોથી સમ્પન્ન પણ હેવા જોઈએ. હકીકતમાં છે પણ એમ જ. એ એવા બાણાવળી હતા કેએમનું બાણ ખાલી જતું નહિ. જેના ઉપર એમનું બાણ છૂટે, તે જીવથી જાય-એવું જ બનતું હતું. વળી, તેઓ મહા સમ્યગ્દષ્ટિ સુશ્રાવક હતા. શ્રી ચેટક રાજા સંસારમાં રહ્યા હતા ખરા, પણ તે ઉદાસીન ભાવે જ રહ્યા હતા. એટલે સંસારમાં તે રહેવાને માટે રહ્યા નહતા, પરંતુ રહેવું પડ્યું હતું માટે રહ્યા હતા. બીજા કેઈન પણ લગ્ન કરવાં નહિ-એ તે એમને નિયમ હત; તેમ જ યુદ્ધમાં એક દિવસમાં એક બાણથી અધિક બાણને છેડવું નહિ, એ ય તેમને નિયમ હતે. આવા ગુણસમ્પન્ન અને આવા પરાક્રમી આત્માઓ એલ-ફેલ બેલે જ નહિ. કૃણિકનું યુદ્ધને માટે પ્રયાણ
શ્રી ચેટક રાજાએ જે જવાબો આપ્યા હતા, તે તો એવા હતા કે-જે કૃણિકે જરા શાન્તિથી અને ધીરજથી એ
રહેવું પડ્યું હતું કે એમને નિયમ ઉતારે છાવું નહિ
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૪૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને જવાબોને વિષે વિચાર કર્યો હેત, તે એને કષાય પણ ઉપશાન્તભાવને પામત; પરન્તુ કઈ પણ બાબતને શાન્તિથી અને ધીરજથી વિચાર કરવા જેગી ગ્યતા જ કૃણિકમાં હતી નહિ. આથી, દૂતે પાછા આવીને જ્યારે શ્રી ચેટક રાજાએ આપેલા ઉત્તરને કહી સંભળાવ્યું, ત્યારે તે તે વ્યાજબી પણ ઉત્તર, કૃણિકના ક્રોધ રૂપી અગ્નિને માટે વંટોળીયા જે થઈ પડ્યો. અગ્નિનો ને વંટોળીયાનો વેગ થાય, એટલે અગ્નિ જેમ એકદમ ભભૂકી ઉઠે અને એનો વિસ્તાર વધતો જ જાય, તેમ કૂણિક પણ શ્રી ચેટક રાજાએ આપેલો ઉત્તર કાને પડતાં, પિતાના મગજને કાબૂમાં રાખી શક્યો નહિ. એણે તે, તત્કાળ, શ્રી ચેટક રાજાની ઉપર ચઢાઈ કરવાને માટે જયભંભા વગાડી. ભંભાનાદને સાંભળીને, કૂણિક રાજાના સનિકે સર્વ પ્રકારે સજ્જ થઈ ગયા. કૃણિકના કાળ વિગેરે નામના જે દશ ભાઈઓ હતા, તે પણ સર્વ રીતિએ સજ્જ થઈને સૈન્યની આગળ ચાલવા લાગ્યા. દરેક કુમાર એક એક સિન્યન સેનાધિપતિ હતે.
વિચાર કરે કે–વાત કેટલી સામાન્ય હતી અને એમાંથી પરિણામ કેવું ભયંકર આવી પહોંચ્યું? જે કૃણિક રાજા પદ્માવતી રાણુના આગ્રહને વશ બન્યો ન હોત, તો આ અકારણ યુદ્ધને પ્રસંગ જ ઉપસ્થિત થવા પામત નહિ. કૃણિકના દશેય ભાઈઓ મરાયાઃ
કૃણિક યુદ્ધ કરવાને માટે આવી રહ્યો છે, એવા સમાન ચાર આવી પહોંચતાં શ્રી ચટક રાજાએ પણ યુદ્ધની કૃણિકના જેવી જ ભારે તૈયારી કરી. યુદ્ધની તૈયારી કરી લઈને, શ્રી ચેટક રાજા પિતાના તાબાના દેશની સીમાએ પહોંચી ગયા,
Page #183
--------------------------------------------------------------------------
________________
ખીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૪૯
એ યુદ્ધમાં એક-બીજાના સૈનિકો કેટલા હતા, દરેકની સાથે કેટકેટલા હાથી-ઘેાડા રથ વિગેરે હતું, તેમ જ એકબીજાએ કેવી કેવી વ્યૂહરચનાઓ કરી હતી–એ વિગેરે બાબતમાં અહીં આપણે ઉતરવું નથી.
યુદ્ધના પહેલા દિવસે, કૂણિકે પેાતાના પહેલા ભાઈ કાળને સેનાપતિ બનાવીને યુદ્ધ કરવાને માટે મેકલ્યા, તા એ શ્રી ચેટક રાજાના ખાણથી મરાયા. બીજા દિવસે ખીજા ભાઇને કૃણિકે સેનાપતિ અનાવીને યુદ્ધ કરવાને માટે મેાકલ્યા, તા તે પણ ખીજે દિવસે શ્રી ચેટક રાજાના ખાણથી મરાયા. એમ દશ દિવસના યુદ્ધમાં, કૃણિકના દશેય ભાઇઓ શ્રી ચેટક રાજાના માણના ભાગ બની ગયા.
દૈવી સહાય મેળવવાના પ્રયત્ન ઃ
આથી કૃણિક હતાશ થઈ ગયા; શ્રી ચેટકની સાથે યુદ્ધ કરવાને માટે આવવામાં પાતે ભૂલ કરી, એમ પણ કૃણિકને લાગ્યું; પરન્તુ દશ દશ ભાઇઓને મૃત્યુના મુખમાં હોમી દીધા પછીથી, પાછા કેમ વળાય ?–એ વિચારે કૃણિકને મુંઝબ્યા. એથી એણે દેવતાનું આરાધન કરવાંના નિર્ણય કર્યો. દૈવી સહાય મેળવીને, શ્રી ચેઠક રાજાને જીતી લેવાની એની ઇચ્છા હતી.
એણે તપ આદર્યું અને કાઈ દેવનું ધ્યાન ધરતા તે સ્થિર થયા. કૃણિકે પૂર્વજન્મમાં તપ ઘણા કરેલા અને એમાં આ જન્મના તપ મળ્યા, એથી દૈવી સહાયને મેળવવાની તેની ઇચ્છા પૂર્ણ થઈ. તેને એવી દૈવી સહાય મળી ગઈ, કે જેથી તે ઘાર સંગ્રામ ખેલી શકે અને શ્રી ચેટક રાજાના આણુથી હણાય નહિ.
૧.
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૫૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને શ્રી ચેટકને ભાગવું પડવું
પછી તે યુદ્ધમાં ઉતર્યો. શ્રી ચેટક રાજાએ તેના ઉપર બાણ મૂક્યું, પણ દૈવી સહાયને લઈને, દિવ્ય અને અમેઘ એવું પણ શ્રી ચેટક રાજાનું બાણ નિષ્ફળ નિવડ્યું. શ્રી ચેટક રાજાએ બીજું બાણ છોડ્યું નહિ. પહેલું બાણ નિષ્ફળ નિવડ્યું, એટલે શ્રી ચેટક રાજા પોતાની પ્રતિજ્ઞાને અનુસરીને યુદ્ધમાંથી પાછા ફર્યા. બીજે દિવસે પણ એમ જ બન્યું.
આની, શ્રી ચેટક રાજાના સાથીદારે અને સુભટ ઉપર પણ ખરાબ અસર થઈ. તેમને લાગ્યું કે–આપણા સ્વામીનું પુણ્ય ક્ષીણ પ્રાયઃ થઈ ગયું છે. એથી પણ ધીરે ધીરે યુદ્ધની સ્થિતિ પલટાતી ગઈ.
શ્રી ચેટક રાજાના ગણરાજાઓ ભાગીને પિતપોતાના નગરમાં જતા રહ્યા અને એથી શ્રી ચેટક રાજાને પણ રણભૂમિને તજી દઈને, પિતાની વૈશાલી નગરીમાં ભરાઈ જવું પડ્યું.
પછી કૃણિકે પણ ત્યાં આવીને એ વૈશાલી નગરીને ઘેરી લીધી, પરંતુ વૈશાલી નગરી એવી સુરક્ષિત હતી કેકૃણિક તે નગરીમાં કેમેય પ્રવેશ કરી શક્યો નહિ. જ્યકુંજર દ્વારા જીત મેળવવાનો શ્રી હલ્લ-વિહલને પ્રયાસ
હવે જયકુંજર જેવા સેચનક નામના હાથીની જય અપાવવાની શક્તિને પ્રસંગ આવે છે. રાજા કૃણિકે આખી ય વિશાલા નગરીને એવી સખ્ત રીતિએ ઘેરી લીધી હતી કેએક પણ માણસ એનગરીમાંથી બહાર આવી શકતો નહોતો. આમ છતાં પણ, રોજ રાત્રિના સમયે સેચનક હાથી ઉપર બેસીને શ્રી હલ અને શ્રી વિહલ્લ આવતા હતા અને કૂણિ
Page #185
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૫૧ કના ઘણા સિન્યને સંહાર કરીને સહીસલામત પાછા ચાલ્યા જતા હતા. ખૂબી એ હતી કે–સ્વપ્નમાં દેખાએલા હાથીને જેમ પકડી કે મારી શકાય નહિ, તેમ આ સેચનક હાથીને પણ કઈ પકડી કે મારી શકતું નહોતું અને એથી જ શ્રી હલ્લ-વિહલ કૃણિકના સૈન્યમાં પેસી, કૃણિકના ઘણા સિન્યને મારી, રાતોરાત પાછા કુશળક્ષેમ વિશાલ નગરીમાં પહોંચી જઈ શકતા હતા. કણિકે હાથીને મારવાનો કરેલો ઉપાય
આમ થવાથી, છેક વિશાલા નગરીના દ્વાર સુધી પહોંચી ગયેલા કણિકને પાછી ચિન્તા થઈ પડી, કારણ કે વગર યુદ્ધ પણ એના સૈન્યને ઘણે ભાગ નાશ પામી ગયું હતું.
આથી, તેણે પોતાના મંત્રીઓને બોલાવીને કહ્યું કે“આમ તો આપણું આખા ય સૈન્યને હલ્લ–વિહલ્લ ખતમ કરી નાખશે, માટે આને કેઈ ઉપાય કરવો જોઈએ. કઈ પણ ભેગે, હલ્લવિહલને જીતી લેવા જોઈએ.”
મંત્રીઓએ કૃણિકને કહ્યું કે- આપની વાત સાચી છે, પરતુ જ્યાં સુધી હલ્લ-વિહલ્લ સેચનક હાથી ઉપર બેસીને આવે છે, ત્યાં સુધી તે તેમને જીતી શકાશે જ નહિ. આથી, કરવું એવું જોઈએ કે જેથી સેચનક હાથી જ મૃત્યુ પામે. એ માટે, સેચનક હાથીના આવવાના માર્ગે એક મેટી ખાઈ ખેદાવીને, એ ખાઈને ખેરના અંગારાથી ભરી દેવી અને પછી તેને ઢાંકી દેવી. પછી સેચનક હાથી જ્યારે વેગથી દોડતે દેડતે આવશે, ત્યારે તે એ ખાઈમાં પડી જશે અને ખાઈમાં પડેલો તે મૃત્યુને પામશે.
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૫૩
શ્રી ભગવતીજી સ્ત્રનાં વ્યાખ્યાન . કૃણિકને આ ઉપાય વ્યાજબી લાગે, એટલે એણે તત્કાળ ખાઈ ખેરાવીને, એ ખાઈને ખેરના અંગારાથી ભરી દીધા બાદ, એને ઢાંકી દીધી. ''; સેચનક હાથી જાણી ગયા ને થંભી ગયેઃ "
શ્રી હલ્લવિહલ્લને તો આની કશી જ ખબર નથી. તે તે સેચનક હાથી ઉપર બેસીને કૂણિકના સૈન્ય ઉપર ધસારે કરવાને માટે, વિશાલા નગરીની બહાર આવ્યા. સેજ રેજ તેઓ કૃણિકના સૈન્યને સંહાર કરીને સલામત રીતિએ પાછા જઈ શકતા હતા, તેથી એમને પણ ગર્વ આવી ગયું હતું. તેમને લાગ્યું હતું કે–પતે એકલા હાથે કૃણિકને હરાવી દઈ શકશે અને તે સમયે તેમને બહુ નજદિક લાગતું હતું. આથી જ, તેઓ ડહાપણુ વાપરવાના અવસરે ડહાપણ વાપરી શક્યા નહિ અને ગર્વના ગાંડપણનો ભંગ બન્યા.
ખેરના અગારાઓથી ભરેલી ખાઈની પાસે આવી પહચતાની સાથે જ સેચનક હાથી ઉભું રહી ગયો. તેને ખબર પડી ગઈ કે–આ ખાઈ છે અને આમાં અંગારા ભરેલા છે; એટલે એણે એક ડગલું પણ આગળ ભર્યું નહિ. હાથીને તિરસ્કારઃ - શ્રી હલ-વિહલે સેચનક હાથીને ચલાવવાને ઘણે પ્રયાસ કર્યો, પરંતુ તે ચાલ્યો નહિ. એ વખતે એ બે ભાઈએ એટલે વિચાર કરવાને પણ થતા નથી કે કઈ દિવસ નહિ ને આજે જ આ હાથી ચાલતું નથી, તે તેમાં જરૂર કોઈ ગૂઢ કારણ હશે !'
પણ જેવા પ્રકારની ભવિતવ્યતા હેય, તેવા પ્રકારના
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૫૩
બીજો ભાગ-શાસ્ત્રપ્રસ્તાવના ! વિચારો આવે–એ પણ શક્ય છે. - ઘણા પ્રયાસે પણ સેચનક હાથી જ્યારે ચાલ્યા નહિ, ત્યારે શ્રી હલ્લ–વિહલ ગુસ્સામાં આવી ગયા. ગુસ્સામાં આવી જઈને, તેમણે એ હાથીને તિરસ્કાર કરવાપૂર્વક, એ હાથીને કહ્યું કે-“રે સેચનક! આખર તું પશુ તે પશુ જ! અત્યારે તે તું ખરેખર પશુ થયો છે. એથી જ તું આ વખતે રણમાં જવાને માટે કાયર થઈ ગયા છે. તારે માટે તે અમે દેશને છોડીને પરદેશમાં આવ્યા; ભાઈને પણ અમે તારે માટે ત્યાગ કર્યો અને તારે કારણે જ આર્ય ચેટકને અમે મહા આપત્તિમાં મૂકી દીધા છે. જે પ્રાણી સદાને માટે સ્વામીનો ભક્ત બન્યા રહે છે, તે પ્રાણને પિષ એ સારું છે, પણ તને પિષ એ સારું નથી, કારણ કે–તું તારા પ્રાણને વહાલા કરીને અમારા કાર્યની ઉપેક્ષા કરી રહ્યો છે.” પશુ છતાં પણ કૃતજ્ઞઃ
આવી રીતિએ શ્રી હલ્લ-વિહલે તિરસ્કાર કરવાથી, સેચનક હાથીને ગુસ્સો આવ્યો. ગુસે આવવા છતાં પણ એ જાતવાન હતા, એટલે મરતાં મરતાં પણ સ્વામીનું અનિષ્ટ તે નહિ જ કરવું, એની એણે કાળજી રાખી. કેટલાંક પશુઓમાં પણ આ ગુણ હોય છે કે જેનું અનાજ એક વાર પેટમાં પડવું હેય, જેણે એક વાર પણ પોતાના ઉપર ઉપકાર કર્યો હોય, જેણે પાલન–પિપણ કર્યું હોય, તેનું થાય તો ભલું કરવું પણ તેનું ભૂંડું તે હરગીઝ કરવું નહિ. કેટલાંક પશુઓમાં પણ આ રીતિએ કૃતજ્ઞતા ગુણનું જેવું દર્શન થાય છે, તેવું દર્શન આજે માનવી
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૫૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન ગણાતાઓમાં અને માનવીઓમાં ય સારા તથા શ્રેષ્ઠ માનવીઓ ગણાતાઓમાં ય ઘણે અંશે દુર્લભ થઈ પડ્યું છે.જેનામાં કૃતજ્ઞતા ગુણ હોય છે અને તે સાથે નમ્રતા ગુણ હોય છે, તેને સારી સામગ્રીનો વેગ થતાં, તે કે ઉત્તમજીવી બની શકે છે, એ વાત આપણે અગાઉ વિચારી ગયા છીએ. કૃતજ્ઞતા. ગુણ, એ એક એ ગુણ છે કે-એ ગુણ નમ્રતા ગુણને પણ પિદા કર્યા વિના રહે નહિ. જે કૃતજ્ઞ હોય, તેને પિતાના ઉપકારીને નમવાનું મન થયા વિના રહે નહિ અને એથી ઉદ્ધત સ્વભાવના માણસે પણ જે કૃતજ્ઞતા ગુણના સ્વામી બની જાય છે, તો તેમની ઉદ્ધતાઈ આપે આપ ભાગી જવા પામે છે અને તેમનામાં નમ્રતાને ગુણ સહજ રીતિએ પ્રગટે છે. સેચનક મૃત્યુને ભેટયોઃ
સેચનક હાથીને ગુસસે જરૂર આવ્યો છે, પણ તે શ્રી હલ્લવિહલ્લ પ્રત્યે નથી આવ્યો. એને ગુસ્સે પોતાના જીવતર પ્રત્યે આવ્યું છે. પિતાના સ્વામીની સેવા અખંડપણે અને વફાદારીથી કરવા છતાં પણ, સ્વામી જે વગર સમયે તિરસ્કાર કરે, તે એવા જીવતરથી જ સર્યું–એમ સેચનક હાથીને થઈ ગયું છે. આથી, તેણે મરવાને અને મરતાં મરતાં પણ “આ હતો તે વફાદાર જ ”—એવું પોતાના સ્વામીને સમજાવી દેવાનો નિર્ણય કર્યો છે. પિતાને તિરસ્કાર કરતા શ્રી હલ્લ–વિહલ્લને સેચનક હાથીએ બળાત્કારે પણ પિતાની પીઠ ઉપરથી નીચે ઉતારી નાખ્યા અને જ્યાં તેઓ પીઠ ઉપરથી નીચે ઉતરી પડ્યા, એટલે તરત જ સેચનક હાથીએ ખાઈમાં ઝંપાપાત કર્યો. ત્યાં એ તરત જ મૃત્યુ પામ્યો અને
Page #189
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૫૫
આવેશમાં મરેલો હોવાથી તે પહેલી નારકીમાં ઉત્પન્ન થયે. શ્રી હલ વિહલને પશ્ચાત્તાપ :
શ્રી હલ્લ-વિહલે સેચનક હાથીને મરતે જે. પછી તે તેમને ઘણે પશ્ચાત્તાપ થયું. તેમને એમ પણ લાગી ગયું કે “સેચનક પશુ હોવા છતાં પણ પશુ ઠર્યો નહિ અને આપણે માણસ હોવા છતાં પણ પશુ ઠર્યા. ત્યાં ને ત્યાં તેમણે નિર્ણય કર્યો કે-“હવે જીવવું તો ભગવાનના શિષ્ય બનીને જીવવું, નહિ તે જીવવું નહિ.” અને ભગવાનની પાસે પહોંચતાં તેમણે દીક્ષા પણ લઈ લીધી. એ બધું કેમ બન્યું તથા વિશાલા નગરીનું પતન કેવા પ્રકારે થયું અને શ્રી ચેટક રાજાની રક્ષા કેવા પ્રકારે થઈએ વિગેરેના વર્ણનનું આપણે અહીં પ્રજન નથી. આ તે, જયકુંજરનું રૂપક આપીને અહીં શ્રી ભગવતીજી સૂત્ર કેવું છે, તેને ટીકાકાર મહર્ષિએ
ખ્યાલ આપે હોવાથી, સેચનક સંબંધી વર્ણન કરીને જયકુંજરની જય અપાવવાની શક્તિ કેવી હોય છે, તેને તમને કાંઈક ખ્યાલ આપવામાં આવ્યો. જ્યકુંજર અને શ્રી ભગવતીજી જય અપાવે, પણ બન્નેના
વેગે મળતા જયોમાં મેટે ફરક છેઃ તમે જોયું ને કે-જયકુંજરમાં જય અપાવવાની અદ્ભુત તાકાત હોય છે ! પરંતુ શ્રી ભગવતીજી સૂત્રની જય અપાવવાની શક્તિની પાસે તો, જયકુંજરની જય અપાવવાની તાકાત કેઈ વિસાતમાં નથી. જયકુંજરને મેળવીને તેને સ્વાયત્ત બનાવનાર જય જરૂર મેળવે, જય જ મેળવે, કદી પણ એને પરાભવ થાય નહિ, પરંતુ એ જય કેવળ આ
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૫૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન લેકના શત્રુઓ પૂરતો જ! એ જયને લેભ, એ જયને રસ, એ જ્યને મેળવવાને માટે કરેલ હિંસાદિ, એ બધાના પ્રતાપે કર્મ એવું બંધાય કે-જે એને તપ-સંયમાદિથી નિર્જયું ન હોય અને તેના ઉદયને ભેગવવાને વખત આવે, તે એના પ્રતાપે આત્માને કેટકેટલા ય ભવમાં પરાજય ભેગવ પડે. જ્યારે શ્રી ભગવતીજી સૂત્રના જ્ઞાનને મેળવીને, જે એ જ્ઞાનને સ્વાયત્ત બનાવી દે, તે ઉભય લેકમાં જયવાળો બનીને, સદા જયવન્તા વર્તવા જેગી શ્રી સિદ્ધિગતિની દશાને પ્રાપ્ત કરે છે. એટલે જયને માટે જયકુંજરને શોધીને, મેળવીને અને પોતાને બનાવીને સુખ પામવું છે,-એવો વિચાર પણ વસ્તુતઃ કરવા લાયક નથી. જય જોઈતો હોય, તો આ લોકમાં ય જય અપાવે, પરલોકમાં ય જય અપાવે અને અને સદાને માટે જયવન્તા બનાય એવી અવસ્થાને પમાડે, આવી અનુપમ શક્તિને ધરાવનાર શ્રી ભગવતીજી સૂત્રના જ્ઞાનને સંપાદન કરીને, એ જ્ઞાનને સ્વાયત્ત એટલે આત્મપરિણત બનાવી દેવાને માટે પ્રયત્નશીલ બનવું, એ જ ડહાપણભર્યું કામ છે. સમુન્નત વિરોષણથી કયા વિરોષનું સુચન છે?
જયકુંજરને જેમ જુદાં જુદાં અંગો અને ઉપાંગો આદિ છે, તેમ શ્રી ભગવતીજી સૂત્રને પણ એ અંગોપાંગાદિના સ્થાને ગણી શકાય—એવું શું શું છે, એ અહીં ટીકાકાર મહર્ષિએ શાસ્ત્રપ્રસ્તાવનામાં દર્શાવ્યું છે; પરન્તુ એને દર્શાવવાને માટે ટીકાકાર મહર્ષિએ “કવિ ' એવા પ્રકારે વર્ણન નહિ કરતાં, “સમુજત વસાવ” એવા પ્રકારે વર્ણન કર્યું છે.
Page #191
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૫૭
અર્થાત્ જયકુંજરને પણ “સમુન્નત” એવા વિશેષણથી નવા
છે. “જયકુંજરની જેમ”—એમ કહેવાને બદલે, ટીકાકાર મહર્ષિ જ્યારે “સમુન્નત જયકુંજરની જેમ”—એ પ્રમાણે વર્ણન કરે છે, ત્યારે એમાં પણ કેઈક વિશેષતા અવશ્ય રહેલી છે. વિશેષણ હંમેશાં વિશેષતાને જ સૂચવનારું હોય. જે વિશેપતાને સૂચવે નહિ, તે વિશેષણ નહિ. “જયકુજર” કહેવાથી, દરેક જયકુંજરમાં દરેક અવસ્થામાં જે કાંઈ ઘટી શકે તેમ હોય, તેને સંગ્રહ તે થઈ જાય છે, પરંતુ “સમુન્નત” વિશેષણ દ્વારા કયી વસ્તુને વિશેષ સંગ્રહ કરવામાં આવે છે, એ વાત વિચારણા માગે છે. “શબ્દના અનેક અર્થો થાય છે –એ નિયમાનુસાર, સમુન્નત શબ્દના પણ અનેક અર્થો થાય છે, પરંતુ અહીં સમુન્નત વિશેષણથી કયે ભાવ લે જોઈએ, એને વિચાર કરવો પડે. શબ્દના અનેક અર્થો થાય છે, માટે જ્યાં જ્યાં જે જે શબ્દનો પ્રયોગ કરાય હેય, ત્યાં ત્યાં તે તે શબ્દના બધા અર્થોને લાગુ કરી શકાય અગર તે ગમે તે અર્થને લાગુ કરી શકાય, એવું છે જ નહિ. શબ્દને અર્થ કરતાં, તેના ભાવને પકડતાં, તેનું સ્થાન જેવું જ પડે. શબ્દના સ્થાનને જોઈને જે શબ્દનો અર્થ કરાય, તો તે શબ્દના વક્તાના આશય અનુસારને અર્થ થાય. સમુન્નતને ઉત્તમ અર્થ સ્થાને નથી ?
અહીં “સમુન્નત” શબ્દને એક મહાશયે “ઉત્તમ” એ અર્થ કર્યો છે. ટીકાકાર મહર્ષિએ જે “સમુન્નત જયકુંજરની જેમ એવું વર્ણન કરવાને બદલે, “સમુન્નત કુંજરની જેમ” એવા પ્રકારે વર્ણન કર્યું હતું, તે તે અહીં
Page #192
--------------------------------------------------------------------------
________________
--
-
૧૫૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને સમુન્નત” શબ્દને “ઉત્તમ” એ અર્થ કરે, એ કાંઈ કેય વ્યાજબી ગણત; પરતુ એકલા “કુજર” શબ્દને પ્રાગ નહિ કરતાં, “જયકુંજર” શબ્દને ટીકાકાર મહર્ષિએ પ્રયાગ કર્યો છે અને એથી હાથીની ઉત્તમતાને તે એ શબ્દમાં જ ગ્રહણ કરી લીધી છે. જયકુંજર એટલે જ હાથીએમાં ઉત્તમ એ હાથી ! આથી, “સમુન્નત” શબ્દના પ્રયોગ દ્વારા ઉત્તમતાનું સૂચન નથી કરાયું, પરંતુ બીજું જ કાંઈક સૂચન કરાયું છે, એ વાતને તમે સમજી શક્યા હશે. સમુન્નત વિશેષણથી ભરયુવાવસ્થાનું સૂચન:
તમે જાણતા તે હશે જ કે દરેક જીવ પ્રાયઃ યુવાવસ્થામાં જ વધુમાં વધુ શેત દેખાય છે. દુનિયામાં કહેવત છે કે- જુવાનીમાં તો ગધેડી પણ રૂપાળી લાગે છે.” રૂપાળે માણસ જુવાનીમાં અધિક રૂપાળે દેખાય છે અને કાળો પણ માણસ જુવાનીમાં સામાન્યપણે જે ગમે એ રૂપાળે દેખાય છે. બહુ કાળા બાળકને, પ્રૌઢને કે વૃદ્ધને જૂએ અને બહુ કાળા પણ યુવાનને જૂએ, તે તમને એમાં ઘણો ફરક લાગશે. એ શાથી? યુવાનીમાં સર્વ અંગોપાંગોની શક્ય એટલી બધી ખીલવટ થઈ જાય છે. યુવાનીની પહેલાં પણ એમાં કમીના હોય છે અને યુવાની વીત્યે પણ એમાં કમીના હોય છે. એ વિચાર કરે કે-જયકુંજર બહુ શોભીત હોય અને બહુ સમર્થ હોય, પણ એનું શોભીતાપણું અને એનું સામર્થ્ય, એની કયી અવસ્થામાં વધારેમાં વધારે પ્રમાણમાં ખીલેલું હોય? કહેવું જ પડશે કે-જયકુંજરનું પણ શીતાપણું અને સમર્થપણું, એની યુવાવસ્થામાં
Page #193
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ-શાસ્ત્રપ્રસ્તાવના
૧૫૯ જ વધારેમાં વધારે પ્રમાણમાં ખીલેલું હોય. એ અવસ્થામાં એ જે શોભે છે અને જેવું કામ આપી શકે છે, તે તે તેના બાલપણામાં કે વૃદ્ધપણામાં શેભતો પણ નથી અને તેના બાલપણામાં તથા વૃદ્ધપણામાં તેવું કામ તે આપી શકતો પણ નથી. આથી સિદ્ધ થાય છે કે અહીં જે સમુન્નત શબ્દને પ્રયોગ કરવામાં આવ્યું છે, તે એમ સૂચવે છે કેશ્રી ભગવતીજી સૂત્રની સરખામણી કરવાને માટે જે જયકુંજર હાથીને ઉદાહરણ રૂપે ગ્રહણ કરવામાં આવ્યું છે, તે જયકુંજરને પણ તે ભર યુવાવસ્થામાં રહેલું હોય એવી અવસ્થાવાળે કલ્પવામાં આવ્યો છે અને એની ભર યુવાવસ્થાનું સૂચન કરવાને માટે જ ટીકાકાર મહર્ષિએ “જયકુંજર”ના વિશેષણ તરીકે “સમુન્નત” શબ્દને પ્રયોગ કર્યો છે. આકાશ તરફ વધતાને ઉન્નત કહેવાય છે અને પાતાળ તરફ વધતાને અવનત કહેવાય છે. ઉંચે ચઢતા જવામાં ઉન્નતભાવ છે અને નીચે ઉતરતા જવામાં અવનતભાવ છે. કેઈ કહેશે કે તે પછી વૃદ્ધાવસ્થામાં યુવાવસ્થાના કરતાં પણ વધારે ઉન્નતભાવ ગણાય” પણ સમજવું જોઈએ કે–વૃદ્ધત્વ તરફની ચાલ એ ક્રમશઃ ક્ષીણત્વ તરફની ચાલ છે. એટલે કેરી ઉન્નતાવસ્થાને જણાવતાં કઈ વૃદ્ધાવસ્થાને ગ્રહણ કરવાની ભૂલ કરે નહિ, એ માટે અહીં “સમુન્નત” એટલે “સમ્યફ પ્રકારે ઉન્નત” –એ પ્રયોગ કરવામાં આવ્યું છે. મહાપુરૂષ, સમર્થ જ્ઞાની પુરૂષે, કઈ પણ શબ્દનો પ્રયોગ તો શું, પરંતુ ઉપસર્ગ માત્રને પ્રયોગ પણ, કેઈ આશય વિશેષને અવલંબીને જ કરે છે. અહીં ઉન્નત શબ્દની સાથે “ર” ઉપસર્ગને જવામાં પણ, ટીકાકાર મહર્ષિને આશય વિશેષ છે અને તે
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૬૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને આશય કેવા પ્રકાર છે, તેનું અહીં આપણે સ્પષ્ટીકરણ કર્યું. અંબાડી વિગેરેથી મંડિત પણ
સમુન્નત” વિશેષણથી એ વાત પણ વિશેષમાં લઈ શકાય કે--અહીં જે જયકુંજરને ઘટાડે છે, તે જ્યકુંજર જંગલમાં રખડતી અવસ્થાવાળો નથી, પણ મહારાજાના મનેરોને પૂર્ણ કરનારા તરીકે રહેલો છે તેમ જ તેના ઉપર મૂકાએલી અંબાડીથી વિશેષ સુભિત બનેલો છે. એક તો જયકુંજર, એમાં ય ભર યુવાવસ્થાવાળે અને અંબાડી વિગેરેથી મંડિત, પછી એના સામર્થ્યમાં ને એની શોભામાં કમીના શી રહે? માટે એ જયકુંજર કે ? તે કે–સમુન્નત ! શેભે, શોભા આપે ને જય અપાવે
ભર યુવાવસ્થામાં રહેલ જયકુંજર જેમ આંગણે બાંધે ય શોભે છે, એના ઉપર અંબાડી મૂકીને આરૂઢ થવાથી પણ શેભાપાત્ર બનાવે છે અને શત્રુઓની સામે એનો ઉપયોગ કરીએ તો જય અપાવે છે, જય જ અપાવે છે, જય અપાવે ' જ છે; તેમ આ શ્રી ભગવતીજી સૂત્ર પણ જ્યાં રહ્યું હોય
ત્યાં શેભે છે, એના દર્શન માત્રથી પણ દર્શકને શોભા દે છે અને જે આ શ્રી ભગવતીજી સૂત્રનો સદુપયેગ કરતાં આવડે, સઘળી ય સ્વારીઓને છોડીને આની જ માત્ર ભાવસ્વારીએ આત્મા ચઢે, તે આ શ્રી ભગવતીજી સૂત્ર આ લેકમાં પણ જય અપાવે છે, પરલોકમાં પણ જય અપાવે છે અને પરંપરાએ સદાને માટે જયવન્તા બનાવી દે છે.
Page #195
--------------------------------------------------------------------------
________________
૩-પદપદ્ધતિનું લાલિત્ય :
લલિત પદ્મપદ્ધતિથી પ્રબુદ્ધ જનના મનનું રંજન કગ્નાર :
હવે સમુન્નત જયકુંજરમાં કહેવા લાયક, વર્ણવવા લાયક,. જોતાંની સાથે જ ધ્યાન ખેંચે એવું અને જોવું ગમે એવું શું શું છે—એ વિગેરેને જણાવવા સાથે, તે તે બધું શ્રી ભગવતીજી સૂત્રના પક્ષે કેવી રીતિએ ઘટે છે, એને પણ સાથે સાથે જ ટીકાકાર મહિષએ જણાવેલ છે. એમાં સૌથી પહેલી વાત એ જણાવી છે કે—
.
' ललितपदपद्धतिप्रबुद्धजनमनोरञ्जकस्य ' એટલે કે લલિત એવી જે પદ્મપદ્ધતિ, તેના દ્વારા પ્રબુદ્ધ જનાના મનનું રંજન કરનાર ! આ પત્રની વિભક્તિથી થતા સૂચનને અલગ રાખીને, આ પત્ર આવા અર્થનું સૂચક છે એમ કહી શકાય. આ ખધાં વિશેષણાની વિચારણા કરતાં, હાલ આપણે, વિભક્તિથી થતા સૂચનની વાતને સ્પર્શવાને ઈચ્છતા નથી. કહે છે કે—સમુન્નત જયકુંજરની જેમ શ્રી ભગવતીજી સૂત્ર પણ પેાતાની લલિત પદ્મપદ્ધતિથી પ્રબુદ્ધ એવા જે જને, તેમનાં મનોનું રંજન કરનાર છે!
ચાલ સૌથી પહેલી સારી જોઇએ :
અહીં, સૌથી પહેલાં પદ્મપદ્ધતિની જે વાત લીધી છે,
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૬૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
તે સહેતુક છે. એ હેતુ પણ તમારે જાણવું છે ને? પદ એટલે પગ અને પદપદ્ધતિ એટલે પગલાં માંડવાની રીતિ, અર્થાતુચાલ. એવી જ રીતિએ, સાહિત્યમાં પદ એટલે વિભક્ત્યન્ત બનાવેલા શબ્દ-માત્ર શબ્દ જ એમ નહિ, પરંતુ જે શબ્દ વિભક્તિએ સહિત બનેલા હોય તેવા શબ્દ. એવા શબ્દોને પદ કહેવાય. અનેક પદના યોગથી પાદ અથવા તો વાક્ય બને છે. એ પાદ અથવા તો વાક્ય સુન્દર ક્યારે લાગે છે ? સાહિત્યિક દૃષ્ટિએ આનન્દ ઉપજાવે, એવું ક્યારે લાગે છે? જે પદની યેજના દ્વારા, જે પદોની ગોઠવણ દ્વારા એ પાદ અગર તે એ વાક્ય બન્યું હોય, તે પદોની તે પેજના અથવા તો ગોઠવણ લલિત હોય ત્યારે! હાથીમાં સૌથી સારું શું? હાથીની ચાલ ! હાથીના પગને વખાણતા નથી, પણ હાથીની ચાલને વખાણાય છે. એટલા માટે તે, મને રંજક ચાલે ચાલનારી સ્ત્રીઓને “ગજગામિની” એવી ઉપમા અપાય છે. ગજગામિની” એટલે જેની ગમન કરવાની પદ્ધતિ ગજ એટલે હાથીના જેવી છે તે ! સૌથી પહેલાં ચાલ જ ધ્યાન ખેંચે. બીજું બધું સારું હોય, પણ જે ચાલ સારી ન હોય, તે બીજું સારું ભાપાત્ર બની શકતું નથી. ચાલ સૌથી પહેલી સારી જોઈએ. આ હેતુથી જ, ટીકાકાર મહર્ષિએ, અહીં પદપદ્ધતિની વાત સૌથી પહેલી લીધી છે. લાલિત્ય પદમાં નહિ પણ પદપદ્ધતિમાં:
કેઈગ્રન્થમાં પણ સૌથી પહેલી નજર એ ગ્રન્થના પદની ચાલ ઉપર પડે છે. જે ગ્રન્થમાં પદેની ચાલ સુન્દર હોય છે, તે ગ્રન્થને વાંચવાનું દિલ ઝટ થાય છે. ટીકાકાર
Page #197
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૬૩ મહર્ષિ કહે છે કે–સમુન્નત જયકુંજરની ચાલ જેમ લલિત છે, તેમ શ્રી ભગવતીજી સૂત્રમાં પદની જે પ્રકારે જના કરાએલી છે, તે યાજના લલિત છે. પદે લલિત છે એમ નહિ, પણ પદપદ્ધતિ લલિત છે. વાસ્તવિક રીતિએ, કેઈ પણ પદમાં
સ્વતન્ત્રપણે પદલાલિત્ય હઈ શકતું જ નથી. પદલાલિત્ય નિષ્પન્ન થાય છે, પદપદ્ધતિ લલિત હોય તો! તમે કઈ પણ પદ એકલું બોલે, તો તેમાં લાલિત્ય શું આવે? કાંઈ જ નહિ; પણ તમે જે ભિન્ન ભિન્ન પદોને સુન્દર પ્રકારે જીને બેલ, તો એ લલિત પદપદ્ધતિને અંગે સઘળાં ય પદોમાં લાલિત્યનું આરે પણ કરી શકાય. એટલે સમજવાનું એ છે કે આ શ્રી ભગવતીજી સૂત્રમાં જે કાંઈ કહેવાયું છે–એની વાત તો પછીથી, પરંતુ આ શ્રી ભગવતીજી સૂત્રમાં જે કહેવાયું છે, તેને કહે વાની પદ્ધતિ પણ લલિત છે! તમે જ્યારે કહેવાએલી વાતેના ભાવને સમજશે અને એથી તમે આનંદિત થશે–એ વાતને તો વાર છે, પરંતુ આ સૂત્ર એવું છે કે–તમે વાંચવા માંડે, તેની સાથે જ તમને આ સૂત્રમાં વપરાએલા પદેની યોજના આનંદ આપ્યા વિના રહે નહિ એવી છે, એમ ટીકાકાર મહર્ષિ ફરમાવે છે. સૂત્રના ભાવને પામીને તે, મનનું રંજન થવાનું જ છે; પણ આ સૂત્રમાં પદેને જે પદ્ધતિએ ગઠવીને વાત કહેવાઈ છે, તે પદપદ્ધતિ પણ મનનું રંજન કરે એવી છે. પદપદ્ધતિ લલિત હોવા છતાં પણ તે પ્રબુદ્ધ જનેના
મનનું રંજન કરી શકે છે: આ પદપદ્ધતિ મનનું રંજન કરે એવી લલિત તો છે જ, પણ શું આ પદપદ્ધતિ સૌના મનનું રંજન કરે એવી છે ?
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૬૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
પદપદ્ધતિ લલિત છે, માટે એનામાં જનમનનું રંજન કરવાને ગુણ રહેલો જ છે; પણ વિચાર એ કરવાને છે કે આ પદપદ્ધતિ સૌના મનનું રંજન કરે એવી છે કે અમુકના મનનું રંજન કરે એવી છે? પદપદ્ધતિમાં જનમનને રંજન કરવાનો ગુણ છે એમાં શંકા નથી, કારણ કે–આ પદપદ્ધતિ લલિત છે, પરંતુ લલિત એવી પણ આ પદપદ્ધતિથી કેવા જનના મનનું રંજન થવું એ સંભવિત છે, એ જાણવાની જરૂર છે. સર્વ જનોના મનનું રંજન આવી લલિત પણ પદપદ્ધતિથી થાય, એ સંભવિત નથી; કારણ કે–આ પદપદ્ધતિમાં જે લાલિત્ય રહેલું છે, તે લાલિત્યને સર્વ જન જાણું શકે, પિછાની શકે, એ સંભવિત નથી. એમાં પદપદ્ધતિના લાલિત્યની ખામી ન ગણાય, પણ જે માણસના મનનું રંજન આવી પદપદ્ધતિથી થાય નહિ, તેવા માણસની ખામી ગણાય. એટલા માટે તે, ટીકાકાર મહર્ષિએ “જનમનોરલા” નહિ કહેતાં, “પ્રધુનમનો સવા” એમ કહ્યું છે. આ પદપદ્ધતિ પ્રબુદ્ધ એવા જનના મનનું રંજન કરનાર છે–એમ કહ્યું છે. બુડથલ માણસ ચાલમાં સમજે શું? હાથીની ચાલ સારી કે ગધેડાની ચાલ સારી, એને ખૂલાસે બુડથલ પાસે ન હોય. એ તે વિચક્ષણ માણસ જ કહી શકે કે હાથીની ચાલ સૌથી સારી અને તે અમુક અમુક કારણસર સારી. તેમ સૂત્રનાં પદોની પદ્ધતિ લલિત હોવા છતાં પણ, જે એ લાલિત્યને જાણવામાં કુશળ હોય, તે જ એ લાલિત્યના કારણે મને રંજનને અનુભવ કરી શકે ! જેને પદે અને પદની પદ્ધતિને ખ્યાલ નથી, એવો માણસ લલિત એવી પણ પદપદ્ધતિ દ્વારા મનરંજનનો અનુભવ કરી શકે નહિ. બુદ્ધ એટલે જેને બંધ થયેલ છે તે, પદેના અર્થ
Page #199
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૬૫ વિગેરેને સમજી શકે છે, પણ જેને પ્રકૃષ્ટપણે બંધ થયેલો હોય છે, તે જ પદની પદ્ધતિમાં રહેલી વિશેષતાઓને કે ઉણપને સમજી શકે છે. આથી જ અહીં “પ્રબુદ્ધ” એવું વિશેષણ “જન” શબ્દની પૂર્વે મૂકવામાં આવ્યું છે. હિતકારી પણ સમજાય તેવું કહેવાય?
તમે એવા ભણેલા નથી, કે જેથી તમને સમજાવવામાં આવે તે પણ પદપદ્ધતિના લાલિત્યમાંથી લૂંટી શકાતે જે આનન્દ, તે આનન્દને લૂંટીને તમે તમારા મનનું રંજન કરનારા બની શકે. તમે જે એવા ભણેલા હતા, તે તે આ શ્રી ભગવતીજી સૂત્રમાંનાં જુદાં જુદાં થોડાંક વાક્યોને લઈને, તેમાં ક્યા પદ પછી ક્યા પદને ગોઠવીને તેમ જ કયાં ક્યાં અલંકારાર્થક અવ્યયે મૂકીને વાક્યરચનાની લલિત કલાને કેવી રીતિએ ખીલવવામાં આવેલી છે, એ બતાવવાનો પ્રયાસ કરવામાં આવત. એવા શ્રોતાઓની સમક્ષ જ એ પ્રયાસ કરવું જોઈએ. વક્તા એનું નામ, કે જે શ્રોતાઓને સમજાય તેવું અને સમજાય તેવી રીતિએ શ્રોતાઓના હિતને કરનારું કથન કરે. લલિત પદપદ્ધતિ એવી પણ હોઈ શકે છે, કે જેનું લાલિત્ય સામાન્ય પ્રકારના શ્રોતાજનોને પણ આનન્દ આપી શકે. ભેંસ આગળ ભાગવત :
તમને શ્રી સિદ્ધસેન દિવાકરવાળા પ્રસંગનો ખ્યાલ તો હશે. ગુરૂ મહારાજની સાથે જ્યારે તેમને પહેલવહેલો વાદ થયે, ત્યારે શું થયું હતું? શ્રી સિદ્ધસેન દિવાકર હાર્યા હતા, પણ તે શાથી? શ્રી સિદ્ધસેન દિવાકર કાંઈ સાધારણ કટિના વિદ્વાન નહોતા. એ જેમ સમર્થ વિદ્વાન હતા, તેમ સમર્થ
Page #200
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
કવિ પણ હતા. ગુરૂ મહારાજની સાથે પહેલો વાદ, તેમને, એક ગામડાને નાકે ભરવાડોના ટોળા સમક્ષ થયો હતો. પિતાને પક્ષ તેમણે કાવ્યમય સંસ્કૃત ભાષામાં સ્થાપ્યો હતો. એમના કથનને સાંભળનારા જે વિદ્વાન હોય, તે એમનું માથું હાલી ઉઠે એવી લલિત પદપદ્ધતિથી અને સાથે સાથે વિદ્વાન સાંભળનારાઓને એમ લાગે કે આમનું આ ભાષા ઉપરનું પ્રભુત્વ ગજબનું છે-એવાં એવાં પદેની શ્રેણિથી એમણે પિતાના પક્ષને સ્થાપન કર્યો હતો, પણ એ એટલું ભૂલી ગયા કે અત્યારે હું વિદ્વાન સમક્ષ નથી બેસી રહ્યો, પણ ગામડીયા સમક્ષ બેલી રહ્યો છું” અને એટલા જ કારણસર, તેઓ જે કાંઈ પણ બોલ્યા, તે બધું “ભેંસ આગળ ભાગવત” એ કહેવતને ચરિતાર્થ કરનારું નિવડ્યું. પ્રબુદ્ધ જન એટલે વિદ્વાન અને અધિકારસંપન્ન એવા મુનિજનઃ
આથી જ, અહીં ટીકાકાર મહર્ષિએ ખૂલાસે કરી દીધે છે કે-શ્રી ભગવતીજી સૂત્રમાંની જે પદપદ્ધતિ છે, તે લલિત છે ખરી, પરંતુ તેનું લાલિત્ય, પ્રબુદ્ધ એવા જે જને, તેમનાં જ મનેનું રંજન કરનાર છે. “જન” શબ્દની પૂર્વે “પ્રબુદ્ધ” વિશેષણને મૂકીને, ટીકાકાર મહષિએ બહુ જ સારી અને બહુ જ અગત્યની સ્પષ્ટતા કરી દીધી છે. અહીં પ્રબુદ્ધ શબ્દથી “પદોના અર્થોને સમજી શકે તેમ જ પદોની ચાલને પણ સમજી શકે એ માણસ ”—એટલો અર્થ લેવા સાથે, “મોક્ષને અર્થ અને મોક્ષને માટે સાચા માર્ગે પ્રયત્નશીલ” -એવો અર્થ લેવાની પણ જરૂર છે. મોક્ષને અથી પણ હોય અને મોક્ષને માટે સાચા માર્ગે પ્રયત્નશીલ પણ હોય, તે છતાં.
Page #201
--------------------------------------------------------------------------
________________
ખીને ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૬૭
પણ તે પદ્માના અર્થોને અને પદ્મપદ્ધતિના લાલિત્યને સમજી શકે નહિ—એ બનવાજોગ છે, કારણ કેતે જ્ઞાનાવરણીય કર્મના ક્ષાપશમના વિષય છે; પરન્તુ પટ્ઠોના અને પદ્મપદ્ધતિના લાલિત્યને સમજી શકવાને માટે સમર્થ એવા જીવ, જો મેાક્ષના અર્થી હોય અને ભગવાને કહેલા મેાક્ષના માર્ગે જ પ્રયત્નશીલ હોય, તેા એ આ પદ્મપદ્ધતિના લાલિત્ય દ્વારા ઘણા અને તે પણુ પાછા નિર્દોષ આનન્દ અનુભવી શકે. જાણકાર હાય પણ મેાક્ષના અર્થી ન હોય, તા થાય શું ? એના આનન્દ ટકી શકે નહિ, કારણ કે–એના હૈયામાં સંસારને જે રસ બેઠેલા છે, તે રસને આધાત પહાંચાડે એવી જ વાત શ્રી ભગવતીજી સૂત્રમાં કહેલી છે. વળી આ અંગસૂત્રાદિને વાંચવાનો અધિકાર માત્ર સાધુઓને જ છે અને તે સાધુઓ પણ કેવા ? અનેક અગસૂત્રાનું યાગીન્દ્વહન કરવાપૂર્વક અધ્યચન કરી ચૂકેલા અને આ સૂત્રનું અધ્યયન કરવાને માટે આવશ્યક એવા ચેાગાહનને કરનારા ! એ સિવાયના સાધુઆને આ સૂત્રને વાંચવાના અધિકાર નથી, પછી તમને– શ્રાવકાને આ સૂત્રને વાંચવાના અધિકાર તા હોય જ શાના? એટલે આ સ્થલે જો ‘ પ્રબુદ્ધ જન' એટલે ‘ વિદ્વાન અને અધિકારસંપન્ન મુનિજન ' એવા અર્થ ઘટાવીએ, તે વધારે વ્યાજબી ગણાશે. બાકી, જેઓ ભણેલા ન હેાય, સમજી શકે એવા ન હાય, તેને માટે તા જેવી દશા શ્રી સિદ્ધસેન દિવાકરની લલિત પદ્મપદ્ધતિની થઈ, તેવી દશા આ સૂત્રમાંની લલિત પદ્મપદ્ધતિની પણ થાય. જો કે—આ સૂત્રેા મંત્રાક્ષરસ્વરૂપ છે, અર્થને તથા ભાવને નહિ સમજી શકવા છતાં પણ શ્રદ્ધાથી શ્રવણ કરનારને મહાલાભ કરે—એવાં આ સૂત્રેા
•
"
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૬૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાત
છે, પરન્તુ પ્રસ્તુત વાત જે પદપદ્ધતિના લાલિત્ય દ્વારા મનનું રંજન થવાની છે, તેવા પ્રકારનું મનેારંજન તેા માત્ર · વિદ્વાન અને અધિકારસંપન્ન’ હાવાથી પ્રબુદ્ધ એવા મુનિજનાને માટે અનામત રહેલું છે, એમ કહ્યા વિના ચાલી શકે એવું છે જ નહિ. જોડકણાંની પદ્ધતિમાં લાલિત્ય :
શ્રી સિદ્ધસેન દિવાકર ખાલી રહ્યા, એટલે ગુરૂ મહારાજાએ ખેલવા માંડ્યું. ગુરૂ મહારાજા પણ જેવા—તેવા વિદ્વાન નહિ હતા. વિદ્વાનોની સભામાં પણ શ્રી સિદ્ધસેન દિવાકરને હંફાવે અને હરાવે એવા હતા. આમ છતાં પણ, એ એવા વિચક્ષણ હતા કે–ભેંસ આગળ ભાગવત કરવા જેવા પ્રસંગને ઉભે થવા દે જ નહિ. શ્રોતાઓને સમજાય તેવું અને સમજાય તેવી રીતિએ હિતકારી વચન ખેલવાને એ ટેવાએલા હતા. આથી તેમણે ગામડીયા ભાષામાં ખેલવાનું શરૂ કર્યું. સાંભળનારા ગામડીયાએને ઝટ સમજાઈ જાય, સમજાઇ જાય— એટલું જ નહિ પણ ઝટ ગળે ઉતરી જાય, એવી ભાષામાં તેમણે હિતેાપદેશ આપવા માંડ્યો. એમાં પણ જે પદ્મપદ્ધતિ હતી, તે શ્રવણમધુર હતી, લલિત હતી. શબ્દોનાં પદોને એવા ક્રમે ગાઢવીને એ ખેલતા હતા, કે જેથી સાંભળનારા ગામડીયાએને એમનું બેલવું માત્ર ઉપદેશ તરીકે જ ગમ્યું એમ નહિ, પણ સાંભળતાં ય બહુ આનંદ આવે એવું આ એલે છે, એમ એ ગામડીયાએને લાગ્યું. એમનાં જોડકણાંની પદ્ધતિમાં રહેલા એ લાલિત્યના એ પ્રભાવ હતા. લાલત પદ્ધતિના વિષયમાં શ્રી કપિલ કેવજ્ઞલાનીનું ઉદાહરણ : આ ઉપરથી તમે સમજી શકયા હશે કે જે પદ્ધતિ
Page #203
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૬૯ વિગ્ય હોય તેવી જ પદપદ્ધતિને લલિત પદપદ્ધતિ કહેવાય
એવું પણ નથી અને જે પદપદ્ધતિ વિદ્રોગ્ય ન હોય એટલે કે સામાન્ય જનભાગ્ય પણ હોય તે પદપદ્ધતિમાં લાલિત્ય નથી એવું પણ કહેવાય એવું નથી. વિદ્વજનભાગ્ય પદપદ્ધતિ અને લલિત પદપદ્ધતિ–એ બન્ને ય ભિન્ન ભિન્ન વસ્તુઓ છે. પદપદ્ધતિ લલિત હોય અને તેમ છતાં પણ તે સામાન્ય જનેના મનનું પણ રંજન કરે તેવી હોય, એ વાતના સમર્થનમાં શ્રી કપિલ નામના કેવલજ્ઞાની મહષિનું પણ ઉદાહરણ આપી શકાય એવું છે. શ્રી કપિલ નામના કેવલજ્ઞાની મહર્ષિનું એ ઉદાહરણ, જેમાં પણ ઘણાઓથી અજાણ્યું હશે. કેવલજ્ઞાની મહર્ષિ શ્રી કપિલના ઉદાહરણમાંથી તમને ઘણું બધ મળી શકે તેમ છે, એ દષ્ટિને પ્રધાન બનાવીને, અત્રે એ ઉદાહરણ શરૂ કરવામાં આવે છે. ચશા બ્રાહ્મણનું રૂદનઃ
શ્રી કપિલ નામના કેવલજ્ઞાની મહર્ષિને વૃત્તાન્ત એવા પ્રકારને છે કે-કૌશામ્બી નગરીમાં જિતશત્રુ રાજાને કાશ્યપ નામે એક બ્રાહ્મણ પુરોહિત હતા. તેની પત્નીનું નામ યશા હતું. તેમના દામ્પત્યથી જે પુત્ર ઉત્પન્ન થયે, તેનું કપિલ એવું નામ રાખવામાં આવ્યું. - કપિલ હજુ તો નાની વયને જ હતું, ત્યાં તો તેના પિતાનું મૃત્યુ થઈ ગયું અને એથી તે અનાથ થઈ ગયો. કપિલ બાળક હોવાથી, જિતશત્રુ રાજાએ તેને અનાદર કર્યો અને કાશ્યપ પુરોહિતના પદે બીજા બ્રાહ્મણને સ્થાપી દીધે.
હવે એક દિવસ એવું બન્યું કે કપિલના પિતા કાશ્યપની
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૭૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
જગ્યાએ જે બ્રાહ્મણને રાજાએ પુરાહિતપદે સ્થાપિત કર્યાં હતા, તે બ્રાહ્મણ નગરમાં ફરતા કાશ્યપ પુરોહિતની પત્ની અને કપિલની માતા યશાના જોવામાં આવ્યેા. તે વખતે એ બ્રાહ્મણ નાચતા ઘેાડા ઉપર બેઠેલા હતા અને તેના માથે રાજાએ આપેલું મોટું છત્ર હતું. એ બ્રાહ્મણને એ પ્રમાણે ગેલ કરતા જોવાથી, યશા બ્રહ્મણીને પોતાના મૃત પતિની સમૃદ્ધિ યાદ આવી અને એથી તે રૂદન કરવા લાગી.
કર્મોના ઉદયને સમભાવે વેઢા :
જો યશા વિવેકી અને ધીરજવાળી હોત, તે આમાં રૂદન કરવા જેવું કાંઈ હતું જ નહિ. સંસારમાં સૌને પોતપેાતાનાં જ કરેલાં શુભાશુભ કર્મોને ભેાગવવાનાં હોય છે. ઉન્મત્ત બનીને ભાગવા, રડીને ભાગવા કે સમતાથી ભાગવા, પણ ઉદયમાં આવેલાં કૉને ભાગવવાં તે પડે જ ! અવિવેકી અને અધીર આત્માએ શુભ કર્મોના ઉડ્ડયને ઉન્મત્ત બનીને તથા અશુભ કર્મોના ઉદયને દીન બનીને ભાગવે છે, જ્યારે વિવેકી અને ધીર આત્માએ શુભ કર્મોના ઉડ્ડયની જેમ અશુભ કર્મોના ઉદયને પણ સમતાથી ભાગવે છે. આમ શુભાશુભ કર્મોના ઉડ્ડયને ભાગવે છે તે બધા, પરન્તુ જેએ શુભ. કર્મના ઉદ્દય સમયે ઉન્મત્ત અનીને તથા અશુભ કર્મના ઉદય સમયે દીન બનીને દુર્ધ્યાનપૂર્વક એ કર્મોને ભાગવે છે, તે તે સમયે બીજાં ઘણાં અશુભ કર્મોને ઉપાર્જે છે; જ્યારે જે પુણ્યાત્માએ પેાતાના શુભ કર્મના ઉદયને કે અશુભ કર્મના ઉદયને સમભાવે વેદે છે, તે પુણ્યાત્મા તે સમયે પેાતાનાં
Page #205
--------------------------------------------------------------------------
________________
ખીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૭૧
પૂર્વસંચિત ઘણાં અશુભ કર્મોની નિર્જરાને સાધે છે તેમ જ એવા સમયે તેમને જે બંધ થાય છે, તે પણ પુણ્યાનુબંધી પુણ્યના બંધ થાય છે.
કર્મના અન્યને તેડવાના પુરૂષાર્થ કરવા જોઇએ :
કર્મના અન્ધનમાં પડેલા એકે એક આત્માએ આ વાત અવશ્ય લક્ષ્યમાં લેવા જેવી છે. કર્મના અન્ધનમાં પડેલા આત્માએ, સૌથી પ્રથમ તેા એ વાત ઉપર લક્ષ્ય આપવા જેવું છે કે–મને જે કાંઈ સુખની કે દુ:ખની સામગ્રી પ્રાપ્ત થાય છે, તે મારા શુભાશુભ કર્મથી જ પ્રાપ્ત થાય છે અને એ શુભાશુભ કર્મના કર્તા બીજો કેાઈ નથી, પરન્તુ હું પોતે જ છું. આથી, મારે મારૂં કરેલું ભાગવવું, એમાં રાજી થઇને કે નારાજ થઇને પણ ઘેલા બનવા જેવું શું છે ? મારે માટે ચિન્તા કરવા લાયક જો કાઈ પણ વસ્તુ હાય, તા તે એ છે કે‘મારૂં સુખ વર્તમાનમાં મારાં કર્મોને આધીન છે. સુખ, એ તે મારા સ્વભાવ છે. એ સ્વભાવના ભાગવટામાં અન્તરાય કરનારૂં મારૂં કર્મબન્ધન છે. આથી, મારે મને મળેલી અગર તા મને મળતી સુખની કે દુ:ખની સામગ્રીમાં નથી રાચવા જેવું કે નથી રડવા જેવું. મારે તા, ગમે તેવી સામગ્રીના યેાગ પ્રાપ્ત થયા હાય તેા પણ, મારા પુરૂષાર્થને ફારવીને મારા કર્મબન્ધનને છેદવાના પ્રયત્ન કરવા એ જ કરવા લાયક છે. મારે મારા કર્મબન્ધનના છેદ કરવે હાય, તે મારાં કરેલાં જે જે શુભ કર્મો કે અશુભ કર્માં ઉદયમાં આવે, તે કર્માએ સર્જેલી સ્થિતિને સમભાવે નિર્વાહ કરી લેવા જોઇએ અને તેની સાથે જ કર્મના સંવરને માટેના તથા કર્મની નિર્જાને
Page #206
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાના
૧૭૨
માટેના પુરૂષાર્થ કરવા જોઇએ.’
જેઆ પેાતાની બુદ્ધિને આટલે સુધી લઈ જઈ શકે નહિ, તેઓ પણ એટલું તે વિચારી શકે કે મને જે દુઃખ આવ્યું છે, તે મારા પૂર્વકૃત અશુભ કર્મના ઉદ્દયથી આવ્યું છે, માટે દુઃખથી ડરનારા એવા મારે, હવે એવું અશુભ કર્મ મારા આત્માને વળગે—એવું કાંઈ જ નહિ કરવું જોઇએ; તેમ જ મને જે સુખ મળ્યું છે, તે મારા પૂર્વકૃત શુભ કર્મના ઉયથી આવ્યું છે, માટે સુખના અર્થી એવા મારે, શુભ કર્મમાં જ યત્નશીલ બનવું જોઇએ.' આમ કરતે કરતે પણ બુદ્ધિ કર્મઅન્ધનથી છૂટવાના પ્રયત્ન કરવાની વિચારણા સુધી પહોંચી જાય.
'
વળી, આ રીતિએ જે વિચાર કરી શકે છે. અને તદ્દનુસાર વર્તન રાખી શકે છે, તેઓનું ભવિષ્ય તા ઘણું ઉજળું મને જ છે; તે ભવિષ્યમાં ઘણા સુખના ભાગી અવશ્ય અને છે; પરન્તુ વર્તમાનમાં ય તે સમભાવના આત્મિક અને અનુપમ સુખને ભાગવી શકે છે. એવા આત્માએ કદાચ ખીજાઓની દૃષ્ટિમાં · મહા દુઃખી ’ તરીકે દેખાય–એમ પણ અને, પરન્તુ હૈયામાં તે તેએ સુખને જ સ્વાદ અનુભવતા હાય છે; જ્યારે અવિવેકી અને અધીર માણસા મહારથી સુખી દેખાતા હોય ત્યારે પણ, હૈયામાં તે વિવિધ વેદનાએના જ અનુભવ કરતા હોય છે. એટલે કર્મના બન્ધનને તાડવાને પ્રયાસ, એ જ એક સાચા સુખને માટેના પ્રયાસ છે. માતાના ખૂલાસો કપિલ પેાતાની માતાને રડતી જોઈ. એને ખબર નથી કેતેની માતા કયા કારણે રડે છે ? પશુ માતાને રડતી
Page #207
--------------------------------------------------------------------------
________________
જો ભાગ–શાસ્રપ્રસ્તાવના
૧૭૩
જોઇને, એને પણ રડવું આવી જાય છે. એ પણ રડવા લાગે છે. સ્નેહીજનાને રડતા જોઈ ને, સ્નેહવાળાઓને ઝટ રડવું આવી જાય છે. તેમાં ય, બાળકો જો પેાતાનાં માતા-પિતા કે ભાઈ-બેનને રડતાં જૂએ છે, તા પ્રાયઃ તરત જ પાતે પણ રડવાનું શરૂ કરી દે છે! માહના પ્રભાવ કેટલે ઉંડે પહોંચેલા છે, એ તા જૂએ ! કારણ જાણે નહિ અને બીજું કાંઈ ખાસ સમજી શકે નહિ, તે પણ પેાતાના સ્નેહીઓને રડતા જોઇને રડવા મંડી જાય !
કપિલે રડવા માંડયું તે પણ તેની માતા રડતી છાની રહી નહિ, એટલે તેનાથી પેાતાની માતાનું રૂદન ખમાયું નહિ. તેણે પોતાના હાથથી માતાના મુખને ઉંચું કર્યું અને તેને પૂછ્યું કે તમે શા માટે રડો છે ? ’
માતાએ તેને પેલા બ્રાહ્મણ પુરાહિતને ફરતા અતાન્યા અને કહ્યું કે- બેટા ! એક વખત એવા હતા, કે જે વખતે તારા પિતા પણ આના જેવી જ સમૃદ્ધિ ભાગવતા હતા. એ વાત મને યાદ આવી અને એથી મને રડવું આવ્યું. તેં જ્યારે તારા પિતાના જેવા ગુણાને ઉપાય નહિ, ત્યારે આ સમૃદ્ધિ આ બ્રાહ્મણને પ્રાપ્ત થઈ. પિતાની સમૃદ્ધિને નિર્ગુણી પુત્રા રાખી શકતા નથી.
સંપત્તિનું કારણ ગુણ કે પુણ્ય ?
યશા બ્રાહ્મણીનું આ કથન સાચું છે, પણ તે એકદેશીય સત્ય છે. દુન્યવી સમૃદ્ધિ વસ્તુતઃ ગુણને આધીન નથી, પણ પુણ્યાયને આધીન છે. મહા ગુણવાન એવા પણ પુત્રાની, પિતાએ આપેલી મેાટી પણ સંપત્તિ ચાલી જાય—એવું પણ
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૭૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને ઘણીવાર બનેલું જોવાય અગર તે જણાય છે. દુન્યવી સમૃદ્ધિ જો ગુણને જ આધીન હોય, તે નિર્ગુણ અથવા તે દુર્ગુણ એવા કેઈની ય પાસે સંપત્તિ નહિ હોવી જોઈએ, જ્યારે અત્યારે જેઓ મેટા સંપત્તિશાલિઓ ગણાય છે, તેમાં ગુણવાને ઘણા થોડા છે અને નિર્ગુણ અથવા દુર્ગુણી ઝાઝા છે. ગુણને સંપત્તિનું પણ કારણ કહેવું હોય, તો એ રીતિએ કહેવાય કે-ગુણ જેનામાં હોય, તે પુણ્ય બાંધે અને પુણ્યના ઉદયે સંપત્તિની પ્રાપ્તિ થાય. બાકી, વ્યવહારથી એમ કહેવાય કે–પિતાની સંપત્તિને પુત્રો ગુણવાન હોય તે જ સાચવી શકે છે.
માતાએ કપિલને એ પ્રમાણે કહ્યું, એટલે કપિલે માતાને કહ્યું કે-“તે હું પણ ગુણને અર્થી બનીને હવે અભ્યાસ કરું.”
માતા કહે છે કે “તારી ઇચ્છા તે સારી છે. તું જરૂર ભણ, પણ આ ગામમાં તને ભણાવશે કેણ? કારણ કેઅહીંના બધા ય લેકે તારા પ્રત્યે ઈર્ષાવાળા છે. તારે જે ભણવું હોય, તે તું શ્રાવસ્તી નગરીએ જા. ત્યાં ઈન્દ્રદત્ત નામે તારા પિતાના મિત્ર રહે છે. એ સર્વ શાસ્ત્રના વેત્તા છે. તું. એમની પાસે ભણવાને જઈશ, તો તે તને પિતાના પુત્ર જે. માનશે અને પિતાની જેમ પ્રસન્ન થઈને કળાપૂર્ણ બનાવશે.” એ જ્ઞાનપ્રેમ નથી ?
માતાને પુત્રને ભણાવવાની કેટલી બધી હોંશ છે? નાની ઉંમરના પણ છોકરાને એ, ભણતર ખાતર પરગામે અને પરગૃહે જવાની સલાહ આપે છે. પરંતુ વિચારવા જેવી બાબત એટલી જ છે કે આ જ્ઞાનને પ્રેમ છે કે બીજી કોઈ વસ્તુને પ્રેમ છે? વાત ભણાવવાની છે, મહેનત ભણાવવાની છે, પણ,
Page #209
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૭૫ પ્રેમ જ્ઞાનને નથી, પ્રેમ ધનસંપત્તિનો છે, એ તમને સમજાય છે? જ્ઞાનના અભાવે પતિની સમૃદ્ધિ ગઈ અને છોકરે જ્ઞાની હેય તે પતિના જેવી સમૃદ્ધિઓ પુનઃ મેળવી શકે, આ જ વિચારથી માતાની પુત્રને ભણતર માટેની પ્રેરણું છે ને? આન, જ્ઞાન પ્રેમના નામે વખણાય ? જ્ઞાનોદ્યોતને માટે આ પ્રયત્ન છે, એમ કહેવાય? કહે કે-નહિ જ. એમ, આજે ઘણું લેકે જ્ઞાનની, ભણતરની વાતો કરે છે, પરંતુ એમાં મેટે ભાગ આ યશા નામની બ્રાહ્મણી જેવી મનોવૃત્તિવાળે છે. દેવું જ્ઞાનનું નામ અને પિષ ધનપ્રેમને, પદ્ગલિક પદાર્થોના પ્રેમને, એવું જે સમજપૂર્વક એટલે ઈરાદાપૂર્વક કરાતું હોય, તો એ પણ છેતરપીંડી જ છે. આપણા સમાજમાં ય આજે આવા પ્રકારની છેતરપીંડી ચાલી રહી છે. શાસ્ત્રોમાં જ્ઞાનની મહત્તાને વર્ણવતાં જે જે વાક્યો આદિ હોય, તેને આગળ ધરવાં અને શાસ્ત્રોના સાચા જ્ઞાન પ્રત્યે જ અભાવ જન્માવે એવા ભણતરને માટે, એ વાક્યોથી દોરવાઈ જઈને જે લોકેએ નાણાં આપ્યાં હોય, તેમનાં નાણાને ઉપયોગ કરે, એ શું વ્યાજબી ગણાય ? તમે સંસારમાં બેઠા છે અને સંસારમાં તમારે ઘણું ઘણું નહિ કરવા જેવું ય કરવું પડે છે, પણ તમે એને જે ધર્મના વાઘા પહેરાવવાનો પ્રયત્ન કરો, તે એમાં તમે માત્ર અધર્મકરણના પાપને જ ઉપાર્જતા નથી, પરંતુ ધર્મદ્રોહના-ઉસૂત્રપ્રરૂપણા આદિના મહા પાપને પણ ઉપાર્જે છે; માટે અધર્મને આચર પડે તો ય કદીએને ધર્મનું રૂપક આપવાને પ્રયત્ન કરે નહિ. કપિલે ઈન્દ્રદત્ત પાસે જઈને અભ્યાસ શરૂ કર્યો?
કપિલ તે માતા પાસેથી રવાના થઈને ઈન્દ્રદત્તની પાસે
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૭૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાના
પહેોંચી ગયા. ત્યાં જઇને એણે વિનંતિ કરી કે– મને શાસ્ત્રોના અભ્યાસ કરાવા. તમારા વિના મારે બીજું કાઈ શરણ નથી.
ઈન્દ્રદત્ત સજ્જન માણસ છે, પણ નિર્ધન છે. પેાતે પેાતાના જીવનનિર્વાહ પણ મહા મુશીબતે કરે છે. આટલેા ગરીબ હોવા છતાં પણ એ પ્રમાણિક છે, એટલે કપિલને એ સાચે સાચી વાત કહી દે છે. કપિલને એ પહેલાં તેા ઉત્સાહિત બનાવે છે. એ કહે છે કે તેં મારા ભાઇના જ પુત્ર છે. વિદ્યાના આવા મનારથ કરીને તેં તારા પિતાને લજ્જિત નથી કર્યા.’ અર્થાત્—એમના જેવાના પુત્રને શાલે એવા જ તારા મનારથ છે.’ આ પ્રમાણે કહ્યા પછીથી, ઈન્દ્રદત્ત કહે છે કે‘પણ હું તને શી વાત કરૂં ? તારૂં આતિથ્ય કરવા જોગું પણ ધન મારી પાસે નથી; એટલે મને ચિન્તા એ વાતની થાય છે કે–મારી પાસે ભણવાને આવેલા તૂ રાજ જમીશ કયાં ? ભેાજન વિના તા, તારા ભણવાના મનોરથ વ્યર્થ નિવડશે. ’
6
ઈન્દ્રદત્તે આ પ્રમાણે કહ્યું, પરન્તુ કપિલ તે ગમે તે ઉપાયે ભણવા જ માગે છે, એટલે કપિલ કહે છે કે- હું તાત ! ભિક્ષા દ્વારા મારૂં ભાજન થઈ રહેશે. બ્રાહ્મણ જ્યારથી જનાઇને ધારણ કરે છે, ત્યારથી એને · ભિક્ષા આપે। ’ એમ કહેવાનું નક્કી જ થઈ ગયેલું છે. એટલે તેા બ્રાહ્મણ હાથી ઉપર આરૂઢ થયેલા હાય, તા પણ ભિક્ષાને માગતાં લાજતે નથી અને જે ભિક્ષાચર જ છે, તે તા જેમ રાજા કોઈને ય કોઈ વાર આધીન થતા નથી, તેમ કાઈને ચ કયાં ય આધીન થતા નથી.’ અર્થાત્–રાજા જેમ સર્વ કાળે સર્વત્ર જઈ શકે છે, તેમ ભિક્ષાચર પણ સર્વ કાળે સર્વત્ર જઈ શકે છે. ' કપિલના આટલા બધા અધ્યયનને માટેના ઉત્સાહને
,
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૭૭ "
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના જોઈને, ઈન્દ્રદત્ત પંડિત ખુશ ખુશ થઈ ગયા. કપિલને એણે કહ્યું કે “તપ કરનારાઓ ભિક્ષાથી નિર્વાહ કરે તે ઉત્તમ છે, કારણ કે–એમને તે કદી ભિક્ષા ન મળે તો તપ કરે જ છે એટલે તેઓ ચલાવી શકે, પરંતુ તેને જે એક વારે ય. ભિક્ષા ન મળે, તે તારા અધ્યયનનું થાય શું?”
કપિલને આમ કહીને, ઈન્દ્રદત્ત જાતે જ કપિલને માટેના ભજનની વ્યવસ્થા કરવાને માટે નીકળ્યો. કપિલને પણ તેણે પિતાની આંગળીએ સાથે લીધું.
કપિલને લઈને ઈન્દ્રદત્ત પંડિત શાલિભદ્ર નામના કેઈ શેઠને ત્યાં ગયો. એના આંગણે ઉભા રહીને, તેણે પોતાના ગાયત્રી મંત્રને ઉચ્ચ સ્વરે બોલવા માંડ્યો, કે જેથી શેઠને. ખબર પડે કે–બહાર કેઈ બ્રાહ્મણ ઉભે છે.
શેઠે પણ ઈન્દ્રદત્તને ઘરમાં લાવીને પૂછ્યું કે-“તારી શી યાચના છે?”
ઈન્દ્રદત્તે કહ્યું કે- આ બ્રાહ્મણ બાલને આપ રેજ ભેજન કરાવે, એટલી જ યાચના છે.”
શેઠે એ યાચનાને સ્વીકાર કરી લીધું. રેજ કપિલ એ. શેઠને ત્યાં જઈને જમી આવતો અને બાકીના સમયમાં, મુખ્યત્વે, ઈન્દ્રદત્તની પાસે અધ્યયન કર્યા કરતે. કપિલને દાસી સાથે સંબંધઃ
એ પ્રમાણે અધ્યયન કરતો કપિલ યુવાવસ્થાને પ્રાપ્ત થયો. જે શાલિભદ્રને ઘરે તે જ જમવા જતો હતો, તે શાલિભદ્રના ઘરમાં એક યુવાન વયની દાસી હતી, જે કપિલને જ સારું સારું ભેજન પીરસતી હતી. યુવાન અને .
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૭૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાના
હસમુખેા કપિલ, તે દાસી ઉપર રાગવાળા અન્યા! અને તે દાસી પણ આ કપિલમાં અનુરાગવતી બની. એ બન્નેના એ રાગ એટલી હદે પહેાંચી ગચે કે એ બન્નેની વચ્ચે કામક્રીડાના સંબંધેા પણ થવા લાગ્યા.
સ્રીજનના સંસર્ગથી દૂર રહેવું :
ખરેખર, યુવાનોને માટે સ્રીજનનું સાનિધ્ય, એ આન્તર શત્રુ એવા કામને જન્મવાને માટેનું અને કામને જોર કરવાને માટેનું સ્થાન છે. યુવાનીને દીવાની કહેવામાં આવે છે, તે આ માટે જ ! આથી, યુવાન માણસે જો શીલસંપન્ન બન્યા રહેવું હાય, તા સ્ત્રીજનના સંસર્ગથી અલગ રહેવું, એ જ સલાહભર્યું છે. સ્ત્રીજનના સંસર્ગમાં કામ કેવી રીતિએ પેદા થઈ ને ક્રમે ક્રમે પેાતાની કળાને ખીલવે છે, તેની કેટલાક યુવાનાને તે વખતે ખબર પણ પડતી નથી. આજે કેટલાક ચુવાના કહે છે કે યુવતીઓની સાથે માત્ર બેસીએ–ઉઠીએ, એમાં વાંધા શે ? એની સાથે વાત કરીએ, એમાં વાંધા શે ? એની સાથે હરીએ–ફરીએ, એમાં વાંધાશે ?' પણ તેને ખખર નથી હોતી કે—એમાં પણ પ્રાયઃ કામ જ પ્રસાર પામી રહ્યો હોય છે. એવા યુવાના એટલા વિચાર તા કરે કે અન્ય યુવતીઓની સાથે જેટલું બેસવા—ઉઠવાનું, વાતચીત કરવાનું અને ફરવા—હરવાનું ગમે છે, તેટલું યુવાનોની સાથે બેસવા–ઉઠવાનું, વાતચીત કરવાનું અને કવારવાનુ ગમે છે ખરું ? તમારૂં હૃદય જો એની સાથે નિર્દોષભાવે મળ્યું છે, તેા કાઈ યુવાન સહાધ્યાયી, મિત્ર સાથે એવું કેમ નથી મળ્યું ? માટે ભાગે એવું બને છે કે જેટલું આકર્ષણ
Page #213
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૭૯ પુરુષમિત્ર પ્રત્યે નથી થતું, તેટલું આકર્ષણ સ્ત્રીમિત્ર પ્રત્યે થાય છે. એ વિજાતીય સંબંધના રાગને જ એક પ્રકાર છે અને એ પ્રકારના રાગને પણ કામરાગ કહેવાય. યુવક-યુવતીઓના સંબંધથી, સંસર્ગથી, આજ કેટકેટલાં અનિષ્ટ જમ્યાં છે, એનું વર્ણન કરવું એ પણ મુશ્કેલ છે. આ તો તમે સાનમાં સમજી જાવ, એ પ્રકારે સૂચન કર્યું. દામીની ગરીબી :
અહીં કપિલ જેમ નિર્ધન છે, તેમ પેલી દાસી પણ નિર્ધન છે. દાસીપણું કરવા છતાં પણ, એને એને ગુજારે કરવામાં મુશ્કેલી નડે છે. આથી, તેણીએ પિતાની ઈચ્છા નહિ હોવા છતાં પણ, પિતાના નિર્વાહની અનુકૂળતાને માટે, અન્ય કોઈ પુરૂષને સેવવાને વિચાર કર્યો. આવો વિચાર પણ, એ દાસીએ કપિલથી છૂપાવ્યો નહિ. કપિલને તેણીએ કહ્યું કે “તમે જ મારા પ્રાણનાથ છે, પણ તમે નિર્ધન છે, એટલે મારે મારા જીવનનિર્વાહને ખાતર બીજા પુરૂષને સેવવો પડશે.” કપિલે એમાં અનુમતિ આપી. કપિલની સાથે એને સંબંધ તે ચાલુ રહ્યો. દાસીના દુઃખે દુઃખી પિલ:
અન્ય પુરૂષને સેવવાથી, એ દાસીને ગુજારે તે થતો રહ્યો, પણ ગરીબી તે ઉભી ને ઉભી જ રહી. એક વાર કપિલ જ્યારે એ દાસીની પાસે ગયે, ત્યારે કપિલે તેને ઘણા ખેદવાળી જેઈને ખેદનું કારણ પૂછ્યું. દાસીએ કહ્યું કે
આ નગરમાં અમુક દિવસે દાસીઓને ઉત્સવ થાય છે. દાસીઓના ઉત્સવને એ દિવસ હવે દૂર નથી, આવતી
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૮૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને કાલે જ છે અને મારી પાસે પુષ્પપત્રાદિને ખરીદી લાવવાને માટે જેટલું દ્રવ્ય જોઈએ, તેટલું દ્રવ્ય પણ નથી. પુષ્પપત્રાદિ વિના હું દાસીઓમાં વગેવાઈ જઈશ અને એથી મારી હાલત. કેવી થશે, એની જ મને ચિન્તા થાય છે.”
કપિલ પણ એ દાસીના દુઃખે એટલે બધે દુઃખી થઈ ગયે કે–અધીરજથી તે મૂઢ અને મૌન બની ગયે.
કપિલને એ દુઃખી થઈ ગયેલે જોઈને, દાસીએ કહ્યું કે–“તમે ખેદ કરે નહિ. એક ઉપાય છે. આ નગરમાં ધન નામને જે શેઠ છે, તે જે કઈ એને રાત્રિ પૂરી થતાંની સાથે જ જગાડે છે, તેને બે માસા જેટલા સેનાનું દાન દે છે. તમે આજની રાત પૂરી થતાં પહેલાં જ એ શેઠને ઘેર જજે અને કલ્યાણ રાગમાં મધુર ગીત ગાજે.” આને દયા ન કહેવાય?
કપિલને પણ એ સૂચના ગમી ગઈ અને કપિલે તેમાં કરવાની તત્પરતા બતાવી. આ પણ કામરાગને જ પ્રકાર છે. આમાં દયા નથી. દાસીના દુઃખનું નિવારણ કરવાની ઈચ્છા છે અને તેમ છતાં પણ આ દયા નથી. જેમ પહેલાં વાત થઈ ગઈ કે–ભણતર માટેની જ પ્રેરણા છતાં એ જ્ઞાન પ્રેમ નથી. તેમ અહીં દાસીન દુઃખના નિવારણની તીવ્ર ભાવના હેવા છતાં પણ, આ દયા નથી. કેમ? દુઃખના નિવારણની જે ઈચ્છા છે, તે કામરાગમાંથી જન્મેલી છે માટે! એ દુઃખ પિતાની રાગપાત્ર દાસીનું હતું માટે ડંખતું હતું અને એ દુઃખ પિતાની રાગપાત્ર દાસીનું હતું માટે જ એ દુઃખના નિવારણની ઈચ્છા જન્મી હતી, એટલે એમાં દયા છે–એવું માની
Page #215
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૮૧
અગર તે કહી શકાય નહિ. કશે જ સ્વાર્થ ન હેત, તે એ દયા ભાવ મનાત. દયાના ભાવમાં માત્ર દુઃખ જોવાય છે, પણ કોનું દુઃખ એ જોવાતું નથી. કપિલ પકડાયે ઃ
હવે એ દાસી મધ્ય રાત્રિએ કપિલને પેલા ધન શેઠના ઘર તરફ રવાના કરે છે અને કપિલ જાય છે પણ ખરે, કારણ કે-એ ય દુઃખી છે અને બન્ને ય પિતપતાના દુઃખના નિવારણને ઝંખી રહેલ છે. દાસી પાસે દ્રવ્ય નથી એ માટે એ દુઃખી છે અને કપિલ દાસી દુઃખી છે એટલે તેણુના દુઃખને નહિ સહી શકવાથી દુઃખી છે.
કપિલ મધ્ય રાત્રિએ ધન શેઠના ઘર તરફ જવાને માટે રવાના તે થયો, પરંતુ રસ્તામાં તેને કેટવાલાએ પકડ્યો. કપિલને ખબર નથી કે સવાર નથી થવા આવી, પણ મધ્યત્રિને સમય છે.” એ તો સમજે છે કે-હમણાં રાત્રિ પૂરી થશે અને સવાર થશે.” “જે સવાર થઈ ગઈ, તે હું ધન શેઠનું દાન નહિ મેળવી શકું”—એ વાતની એને ભારે બીક છે. આથી નિર્જન એવા રસ્તા ઉપર તે વેગથી ચાલ્યા જાય છે. એને એમ વેગથી જાતે જોઈને, રસ્તામાં રક્ષા કરવાને માટે રેન મારતા રક્ષક કેટવાલોને લાગે છે કે-આ કેઈ ચાર છે અને એમ એને ચોર સમજીને તેઓ પકડી લે છે.
સવાર થતાં, રક્ષકોએ એને રાજા પ્રસેનજિતની પાસે રજૂ કર્યો. રાજાએ પૂછવાથી, તેણે બે માસા સેનું લેવા જવાને માટે તે કેમ અને ક્યાં જતા હતા, તે બધી ય હકીકત અથેતિ કહી સંભળાવી.
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૮૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો
લેકે પ્રાયઃ મૂહની જેમ પ્રવર્તી રહ્યા છે. માટે સદુધર્મના
સદુપદેશે જોઈએ તેવા ફળતા નથી : વિચાર કરે કે-કપિલ ઘેરથી નીકળ્યો હતે શા માટે? દુઃખના નિવારણ માટે જ ને? નીકળ્યો હતો દુઃખના નિવારણને માટે અને નવું દુઃખ પેદા થઈ ગયું. કર્મની ગતિ આવી વિચિત્ર છે. દુઃખના નિવારણને સૌ ચાહે છે; દુઃખના નિવારણના આશયથી સર્વે પ્રયત્નશીલ પણ છે; પરન્તુ દુઃખના નિવારણના અને સુખના સંપાદનના આશયથી જે કઈ પ્રયત્ન કરે, તે બધાનું દુઃખ જાય જ અને તે બધાને સુખ મળે જ
એવું બનતું નથી. એ પ્રયત્નથી, દુઃખ જવાને બદલે પિતાનું જે કાંઈ થોડું-ઘણું સુખ હેય તે પણ જાય અને દુઃખમાં વધારે જ થાય, આવું પણ ઘણું બને છે. આવાં ઉદાહરણ આંખ સામે બનવા છતાં પણ અને આવા પ્રકારને પોતાને પણ વારંવાર અનુભવ થતો હોવા છતાં પણ, જેઓ કર્મની સત્તાના અસ્તિત્વને માનવા ઈન્કાર કરે છે, તેઓ ગમે તેટલા બુદ્ધિશાલી હોય, પરંતુ સમ્ય વિચારણાને માટે તે તેમની બુદ્ધિ કુંઠિત જ થઈ ગયેલી છે-એમ કહેવું પડે. એ જ રીતિએ, જેઓ કર્મની સત્તાના અસ્તિત્વને માનવા ઈનકાર કરતા નથી અને તેમ છતાં પણ જે લોકે પિતા ઉપરની કર્મની સત્તાથી મુક્ત બનવાને ઈચ્છતા નથી, તેઓની કર્મસત્તાના અસ્તિત્વ સંબંધી માન્યતા પણ પાંગળી જ છે. માણસ જે માત્ર પોતાના પણ અનુભવો સંબંધી વિચાર કરે અને બુદ્ધિનો સદુપયોગ કરે, તો પણ તેને લાગે કે–અત્યારે હું દુઃખના નિવારણને માટે અને સુખના સંપાદનને માટે, જે પ્રકારને
Page #217
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૮૩ પ્રયત્ન અને જે દિશાને પ્રયત્ન કરી રહ્યો છું, તે મારે પ્રયત્ન ઊલટો છે અને ઊલટી દિશાએ છે. જે આટલું પણ સમજાઈ જાય, તો એને “કર્મના બન્ધનથી મુક્ત બનવું, એ જ સઘળા ય દુઃખના નિવારણને અને સઘળાં ય સુખના સંપાદનને સાચો ઉપાય છે”—એમ લાગે; અને એથી એ પણ શેઠે કે મારે કર્મના બન્ધનથી મુક્ત બનવાને માટે કે પ્રયત્ન કરવું જોઈએ?” પણ જગતના જીવોને મોટે ભાગ લગભગ મૂઢ જે જ બનીને પ્રવર્તી રહ્યો છે અને એથી જ સધર્મના સદુપદેશે પણ જેવા સફલ નિવડવા જોઈએ તેવા સફલ નિવડતા નથી. આવે આપત્તિ ને મળે સંપત્તિ-એમે ય બને?
કપિલને તે જે દુઃખ આવ્યું છે, તે દુઃખ પણ સુખને માટે જ આવ્યું હોય, એવું બન્યું છે. દુઃખ એના પાપના ઉદયે જ આવ્યું છે એમાં બે મત ન હોઈ શકે, પરંતુ એનું એ પાપ પાપાનુબંધી નહિ પણ પુણ્યાનુબંધી હોય-એવા પ્રકારનું પરિણામ આવ્યું છે. તમને કહ્યું હતું કે-“પાપાનુબંધી પુણ્ય કરતાં તે પુણ્યાનુબંધી પા૫ સારું” અને એ વાતને તમને અહીં સાક્ષાત્કાર થશે. દેખીતી રીતિએ કપિલને માટે કેવી વિષમ સ્થિતિ આવી પડી છે? ભણવાનું ય જાય, ભેગેય જાય અને અપયશ થાય તથા અનેકવિધ આપત્તિઓ ખડી થઈ જવા પામે. કોટવાલેએ કપિલને જેમ ચેર માનીને પકડ્યો, તેમ રાજા પણ જે એને ચાર માની લે અને ચેર માનીને એને શિક્ષા કરે, તે એથી કપિલ કેવી હાલતમાં મૂકાઈ જાય? પણ આ બધા ય સંગોમાંથી કપિલ ઉગરી જાય છે. કપિલ આ બધી આપત્તિ
Page #218
--------------------------------------------------------------------------
________________
-
=
૧૮૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો એમાંથી જ ઉગરી જાય છે એટલું જ નહિ, પણ આ નિમિત્તે તે એ સાચી સંપત્તિની સંપ્રાપ્તિઓના માર્ગે ચઢી જાય છે. દુઃખ પણ જે પુણ્યાનુબંધી પાપના ઉદયથી આવ્યું હોય અને જીવની ભવિતવ્યતા સારી હોય, તે આપત્તિએ તે સંપત્તિની વેલડીઓની ગરજ સારનારી નિવડે છે. જણાય કે- આપત્તિ આવી, અને પરિણામ સંપત્તિની પ્રાપ્તિમાં આવે. ' કાપલ ઉપર રાજાનો દયાભાવ :
રાજાએ પૂછતાં, કપિલે બે માસા સેના સંબંધી પિતાની જે હકીક્ત હતી, તે જેવી હતી તેવી જ રાજાને કહી દીધી. એના સારા નસિબે રાજાએ એની સાચી હકીક્તને સાચી માની.
આપણી સાચી પણ હકીકત બીજાને સાચી ન લાગે, એવું પણ બને. એકની સાચી હકીકત છેટી લાગે અને બીજાની ખેટી હકીકત સાચી લાગે, એવું પણ બને. સંસારમાં તે, દરેક અનુકૂળતા-પ્રતિકૂળતામાં પુણ્ય-પાપને સંબંધ ખરેજ.
રાજાને કપિલે કહેલી સાચી હકીકત સાચી લાગી, એટલે રાજાના હદયમાં કપિલ પ્રત્યે દયાભાવ પેદા થયે. રાજાને કપિલ ઉપર એટલી બધી દયા આવી ગઈ કે તારી જે માગવાની ઈચ્છા હોય, તે તું માગી લે” એમ રાજાએ કપિલને કહ્યું.
જ્યાંથી દંડ પામવાની સંભાવના હતી, ત્યાંથી જ કપિલ દયા પામ્યો અને દાન પામવાના સુંદર સંગમાં મૂકાય.
કપિલે કહ્યું કે હું વિચાર કરીને માગીશ.”
અને રાજાને એ પ્રમાણે કહીને, કપિલ “રાજાની પાસે શું માગવું?”—એ સંબંધી વિચાર કરીને નિર્ણય કરવાને માટે,
Page #219
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૮૫
રાજાની રજા લઈને અશક વનમાં ગયે. કપિલની વિચારણામાં કેનું પ્રતિબિમ્બ ?
હવે અશોક વનમાં જઈને, કપિલ એકચિત્ત એ વિચારવા લાગ્યું કે મારે રાજાની પાસે માગવું શું?” અહીં કપિલે જે વિચારણા કરી છે, તે ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. સંસારના જીવોની મનોવૃત્તિનું કપિલની વિચારણામાં પ્રતિબિમ્બ પડેલું છે એમ કહીએ તો પણ ચાલે; અને તેના અન્ત ભાગમાં મહાપુરૂષોના મહભાવનું એમાં પ્રતિબિમ્બ પડેલું છે-એમ કહીએ તે પણ ચાલે. સંસારના પ્રેમીના વિચારેને ઢાળ કેવો હોય-એ પણ કપિલની વિચારણામાંથી જાણવા મળે છે અને વિવેકી આત્માઓના વિચારેને ઢાળ કે હેય—એ પણ કપિલની વિચારણામાંથી જાણવાને મળે છે. મળવાની સંભાવના લાગી નહતી માટે ઈચ્છા નહતી :
કપિલની વિચારણાની શરૂઆત બે માસા જેટલા સુવર્ણથી શરૂ થાય છે, કારણ કે-એ દાસીને ઘરેથી નીકળે ત્યારે માત્ર બે માસા સુવર્ણની આશાએ જ નીકળ્યો હતો, પણ એ વખતે એને માત્ર બે માસા જેટલા જ સુવર્ણની આશા અને ઈચ્છા કેમ હતી? એથી અધિક મળવાની સંભાવના લાગી નહતી માટે ! જે અધિક મળવાની સંભાવના લાગી હતી, તે અધિક મેળવવાની ઈચ્છા થાત અને અધિકની આશા બંધાત. જે કેઈ ડું માગે અથવા ડુંક જ મેળવવાની આશા રાખે, તેમનામાં અધિકની ઈચ્છા જ નથી—એમ માની લેવા જેવું નથી. મળવાની સંભાવનાને અભાવે, ઘણું ઘણું અથવા તો બધું ય મેળવવાની ઈચ્છા દબાઈને પડી રહેલી હોય છે. જેમ
Page #220
--------------------------------------------------------------------------
________________
૧૮૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો અગ્નિ ઉપર રાખ નાખી મૂકી હેય તેમ ! પણ જેમ જેમ માત્ર મળવાની સંભાવના જ વધતી જાય છે, તેમ તેમ ઈચ્છા પ્રગટ થયે જ જાય છે. મળવાની સંભાવના લાગે અને ઈચ્છા પ્રગટે નહિ, તે માનવું કે-ગુણ પ્રગટ્યો છે. બાકી છે માગે કે થોડું મેળવવાની આશા રાખે, એટલા જ ઉપરથી “ગુણ પ્રગટ્યો છે”—એમ મનાય જ નહિ. બે માસા સેનાને બદલે સે સેનૈયાની ઇચ્છા
કપિલ માટે માગે તે મળવાની સંભાવના ઉપસ્થિત થવા પામી છે, એટલે એની ઈચ્છા કે વેગ પકડે છે, એ જૂઓ ! એને વિચાર થાય છે કે “હું જે બે માસા સુવર્ણ માગું, તે એથી. માત્ર અન્ન-વસ્ત્રાદિક મળે; પણ એટલાથી વળે શું? રાજા હું જે માગું તે આપવાનું કહે છે, તે પછી સે સેનૈયા જ માગી લઉં. જ્યારે યાચના કરવી જ છે અને યાચના કર્યા મુજબ મળે તેમ છે, તે ઓછું શું કામ યાચવું?” હજાર નૈયાની ઈચ્છાઃ
આમ બે માસા જેટલું સુવર્ણ માગવાની ઈચ્છા, સો. સેનૈયાએ પહોંચી. સે સેનેયાએ પહોંચીને પણ એ ઈચ્છા અટકી નહિ, કેમ કે-“માગ્યું મળશે ”—એવો ખ્યાલ આવ્યો છે. સે નૈયા માગું–એ વિચાર કર્યા બાદ, સે સેનયામાં શું શું આવી શકે તેમ છે–એને કપિલને વિચાર આવ્યો અને એથી એને થયું કે સો નૈયા મળે, એથી કાંઈ વાહન વિગેરેની સમૃદ્ધિ ન થાય, માટે હું એક હજાર સેનૈયા જ માગી લઉં, કે જેથી જે ઈષ્ટ અર્થની પ્રાપ્તિને માટે હું આ નગરીમાં આવ્યો છું, તેની પ્રાપ્તિ થાય.” એને એની માતાની
Page #221
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૮૭
વાત આ વખતે યાદ આવે છે. ઘડા ઉપર છત્ર ધરેલું હેયએવી હાલતમાં ઘડેસ્વાર થઇને નગરના માર્ગોમાં ઈચ્છાનુસાર ફરી શકાય-એવી સમૃદ્ધિને અનુલક્ષીને જ એની માતાએ એને ભણવાને માટે મોકલ્યો હતો અને એવી સમૃદ્ધિને અનુલક્ષીને જ કપિલ અહીં ભણવાને માટે આવ્યું હતું, એ વાત યાદ છે ને? એ જે ખરાબ બીજ પડેલું, તે પણ આ વખતે કપિલને સતાવે છે અને એ સેનયાને બદલે એક હજાર સેનૈયા માગવાને વિચાર કરાવે છે. લાખ સેનૈયાની ઈચ્છા :
એક હજાર સયાને માગવાને વિચાર પણ નિર્ણયના રૂપમાં આવી શકતો નથી. એ વિચારેય ટકી શકતો નથી. એને થાય છે કે-“એક હજાર સેનૈયાથી પણ થાય શું? એટલા ધનમાં કાંઈ સંતાનના વિવાહ આદિના ઉત્સવો થઈ શકે નહિ, માટે એક લાખ સેનયા માગી લઉં; અને એમ કરું એમાં જ હું યાચના કરવામાં ચતુર છું- એવું ગણાય.” કરોડ-સે કરેડ-હજાર કરેડ સેનૈયાની ઈચ્છાઃ
એક લાખ નૈયાને માગવામાં પોતાના યાચનાચતુરપણાને માનવા છતાં પણ, તે કપિલ એટલું માગવાના વિચાર ઉપરેય સ્થિર થઈ શક્યો નહિ. એને પાછો વિચાર આવ્યો કે-એક લાખ સેનૈયામાં હું મારા મિત્રોને ઉદ્ધાર શી રીતિએ કરી શકું? મારા બધુઓને ઉદ્ધાર શી રીતિએ કરી શકું? અને અન્ય દીનજનોને ઉદ્વાર પણ શી રીતિએ કરી શકું? માટે એક કરેડ સેનૈયા માગું! ના, ના, સે કરેડ સેનૈયા માગું! અરે, એમેય નહિ, એક હજાર કરોડ સોયા જ માગું!”
Page #222
--------------------------------------------------------------------------
________________
૧૮૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો લોભને વશ પડેલાએની થતી દુર્દશઃ
કપિલની આ વિચારણા, સંસારના પ્રેમિઓના વિચારેને ઢાળ કેવો હોય છે, એનું પ્રતિબિમ્બ પાડે એવી જ છે ને? તમને પણ કઈ કઈવાર આવી વિચારણાને કદાચ અનુભવ થયો હશે. લાભની સંભાવના માત્રથી પણ લોભ કે વધે છે, એના અનુભવથી તમે અલગ નથી, પણ પરિગ્રહને પ્રેમ હોવાથી, લોભની વિટમ્બનાને તમે વિચાર જ પ્રાયઃ કરતા નથી અને કોઈ વાર જરા વિચાર આવી જાય છે, તે પણ પાછું એમ થાય છે કે-આપણે આટલું આટલું તે જોઈએને? - તમને જે તમારી ઈચ્છા મુજબનું મળી જાય તેમ હોય, તે ખરેખર તમે કપિલને પણ ટપી જાવ, એ બનવાજોગ નથી લાગતું? “લોભને થોભ નથી”—એમ જે કહેવાય છે, તે
ટું નથી. લેભને વશ પડેલાઓ અમસ્તા અમસ્તા પણ કેટકેટલી ય નિરર્થક, નિષ્ફળ અને નુકશાનકારક વિચારણા કરે છે, તો જે લાભની સંભાવના પૂરેપૂરી લાગે, તે તો એ વિચારણાઓ કેટલે સુધી પહોંચે, એ કહી શકાય જ નહિ. “જીવવાનું થોડુંને ચાળા ઘણા–એ આ ખેલ છે. મરવાનું નક્કી છે અને મર્યા બાદ આમાંનું કાંઈજ સાથે આવવાનું નથી એ ય નક્કી છે, એમ જાણવા છતાં પણ માણસ આ જીવનમાં કેટકેટલી ધન-ધાન્યાદિ સામગ્રીને સંચય કરવાને ઈચ્છે છે? પછી એ લેથી, લેભે જન્માવેલી વિચારણાઓથી, લેબે કરાવેલી પાપપ્રવૃત્તિઓથી અને પૂર્વનું પુણ્યને વશ જેટલું મળ્યું હોય તેના મમત્વથી જે કાંઈ પાપકર્મોને ઉપજ્યાં હોય, તે ભેગવવાનાં કેને? તમારું કર્યું તે તમારે જ ભેગવવું પડે ને?
Page #223
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૮૯
એ પાપકર્મોના ઉદય વખતે તમારી કેવી દશા થશે, એને વિચાર કરે. લેભ ઉપર અને મમત્વભાવ ઉપર કાબૂ આવે, એ માટે પરિગ્રહ પરિમાણ વ્રત છે. પરિગ્રહને સર્વથા ત્યાગ નહિ કરી શકનારે પણ, પરિણામે પરિગ્રહના સર્વથા ત્યાગી બની શકાય તેમ જ પરિગ્રહમાં બેઠેલા છતાં ય પરિગ્રહ મુંઝવી શકે નહિ, એ માટે પરિગ્રહ પરિમાણ વ્રતને ગ્રહણ કરવું જોઈએ. પરિગ્રહ પરિમાણ વ્રતને ગ્રહણ કરવાને અંગે વિચારણા કરવાને બેસે, તે વખતે પણ કપિલના જેવી વિચારણા આવવાને સંભવ છે, એટલે એમાં ય સાવધગીરી રાખવાની જરૂર છે. કપિલની વિચારણામાં આવેલા પલટે:
હવે કપિલની વિચારણા કે પલટો લે છે, એ જૂઓ. એક હજાર કરોડ સેનમા માગવાની ઈચ્છા સુધી કપિલની વિચારણું પહોંચી ગઈપરંતુ તે જ વખતે કપિલના કેઈ શુભ કર્મના ઉદય યોગે, કપિલની જે બુદ્ધિ હતી, તે સુન્દર પરિણામેવાળી બની ગઈ, કારણ કે-બુદ્ધિ કર્માનુસારિણી હોય છે. એથી કપિલ પિતાની ચાલુ વિચારણાના પ્રવાહને થંભાવી દે છે અને પિતાની વિચારણાના પ્રવાહને હવે એથી ઊલટી દિશાએ વાળે છે.
કપિલ વિચાર કરે છે, પોતાની કરેલી વિચારણાનું સિંહાવકન કરતાં વિચાર કરે છે કે-“અહો! માત્ર બે માસા જ સુવર્ણની પ્રાપ્તિમાં મને જે સંતોષ હતો, તે સંતોષ અત્યારે કરેડ પણ સેનૈયાની પ્રાપ્તિમાં મને નથી. જાણે એનાથી ભય પામીને જ એ ભાગી ગયે છે.”
વાત સાચી છે, કારણ કે-દાસીને ઘરેથી જે વખતે
Page #224
--------------------------------------------------------------------------
________________
૧૯૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો
કપિલ નીકળ્યો, તે વખતે એની મને દશા એવી હતી કે–જે એને તેની ધારણા મુજબ બે માસા સોનું મળી જાત, તો એ સંતોષને જ અનુભવ કરત; પણ માગ્યું મળવાની સંભાવનાઓ એ સંતોષને સળગાવી મૂક્યો હતો. હવે કપિલને ખ્યાલ આવ્યો કે–મારે સંતોષ તે મને મૂકીને ક્યારને ય ભાગી ગયું છે.
હવે તે, કપિલને સારા વિચારે જ આવવા લાગ્યા.. તેને વિચાર થયે કે–“વિદ્યાનું ઉપાર્જન કરવાને માટે અહીં આવેલા મને આ જે દુર્વ્યસન વળગ્યું, એથી મારે માટે તે એવું થયું કે-નીકળ્યો હું સાગરતીરે પહોંચવાને માટે અને પહોંચી ગયો હું હિમાલય પર્વતની તળેટીએ ! મને મારા ગુરૂએ જે જ્ઞાનદાન કર્યું, તે જલમાં કમલ રેપવા જેવું થવું જોઈતું હતું, પણ એને બદલે થયું તે સ્થલમાં કમલ રેપવા જેવું! કારણ કે દાસીને વિષે પણ મેં દાસપણું કરીને, અકુલીનને છાજે એવું મેં કર્યું છે!” દીક્ષા અને કેવલજ્ઞાન:
આવી વિચારણા આવતાની સાથે જ, તે મહાનુભાવ કપિલના અન્તઃકરણમાં પાંચેય ઈન્દ્રિયેના સઘળા ય વિષયે પ્રત્યે વિરાગભાવ પેદા થાય છે અને એમાંથી “આવા વિષય મારે જોઈએ જ નહિ”—એ પ્રકારના સંવેગના ભાવને એ પુણ્યવંત પ્રાપ્ત થાય છે. એટલું જ નહિ, પણ સંવેગના ભાવથી ભરેલી વિચારણામાં રમતા એવા તે શ્રી કપિલ મહાનુભાવને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થાય છે. જાતિમરણ જ્ઞાન ઉત્પન્ન થતાં તેઓ સ્વયંબુદ્ધ બને છે. તેઓ જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળા બને છે. પછી સ્વયંબુદ્ધ બનેલા તેઓ પિતાના હાથે જ
Page #225
--------------------------------------------------------------------------
________________
ખીને ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૯૧
પેાતાના માથાના વાળાને લેાચ કરીને ઉખેડી નાખે છે અને દેવતાએ ત્યાં જ અર્પિત કરેલા મુનિવેષને તેઓ ધારણ કરે છે.
શ્રી કપિલ મુનિવર, એ પછીથી, રાજાની પાસે આવ્યા. રાજાએ પૂછ્યું કે શું માગવાના વિચાર કર્યાં ?’એટલે શ્રી કપિલ મુનિવરે પહેલાં પેાતાના મનમાં જે જે તરંગા ઉઠ્યા હતા, તે સર્વ કહી સંભળાવ્યા અને અન્તે કહ્યું કે
“ચા હામસ્તથા તેમો, હામાોમઃ પ્રવતે । द्विमाष्या चिन्तितं कार्य, कोट्यापि न हि निष्ठितम् ॥" એટલે કે—જેમ જેમ લાભ થાય, તેમ તેમ લેાભ વધે છે; લાભથી લાભ વધે છે અને એથી જ એ માસા સુવર્ણથી ચિન્તવેલું કાર્ય, કરાડ સાનૈયાઓથી પણ નિષ્ઠિત થયું નહિ.
શ્રી કપિલ મુનિવરના એ વૃત્તાન્તને સાંભળીને, રાજા પણ વિસ્મિત થયા. તેણે કહ્યું પણ ખરૂં કે− તમને હું કરોડ સામૈયા પણ આપું છું, તો તમે વ્રતને મૂકો અને ભાગાને ભાગવા, કારણ કેતમારૂં આ વ્રત તમને શું ફળ આપશે, તેના કાઈ જામીન નથી.
આની સામે, શ્રી કપિલ મુનિવરે રાજાને કહ્યું કે–‘ રાજન્! આ અર્થ અનર્થીને આપનારા છે, એટલે સાનૈયાઓથી મારે સર્યું! હું તે। નિગ્રન્થ થયેલા છું, માટે હે ભદ્ર ! તમને ધર્મલાભ હા ! ’ રાજાને આ પ્રમાણે કહીને શ્રી કપિલ મુનિવર ત્યાંથી નીકળી ગયા અને નિર્મળ, નિઃસ્પૃહ તથા નિરહંકારી અન્યા થકા તે વિહરવા લાગ્યા.
એ પ્રમાણે વ્રતનું સુન્દર પ્રકારે પાલન કરનારા મહામુનિ શ્રી કપિલનેા દીક્ષાપર્યાય જ્યાં માત્ર છ જ મહિનાના થયા, ત્યાં તે તેમને ઉજ્વલ એવું કેવલજ્ઞાન પ્રગટ થયું.
Page #226
--------------------------------------------------------------------------
________________
૧૯૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો
આ વૃત્તાન્તને વાંચતાં ને સાંભળતાં શું થાય?
ખરેખર, જ્યારે પરિવર્તન આવવા માંડે છે અને આવે છે, ત્યારે તે કેટલી બધી હદ સુધીનું સુન્દર પણ હોઈ શકે છે, તેને આ પણ એક દાખલે છે. પરિવર્તન આવ્યા બાદ અન્તર્મુહૂર્તમાં પણ પિતાના કેવલજ્ઞાનને પ્રગટાવનારા પુણ્યવા થઈ ગયા છે. આવું વાંચીએ અને સાંભળીએ, તે વખતે તે હેજે થઈ જાય કે-“અનન્તાનન્ત કાલથી સંસારમાં ભટકવા છતાં પણ, હજુ આપણે એવા અન્તર્મુહૂર્તને નથી પામી શક્યા, કે જે અંતર્મુહૂર્ત આપણને ક્ષાયિક ભાવેના સ્વામી બનાવી દે!
એક બ્રાહ્મણને છોકરે, દરિદ્રી, મફતનું ખાનારે ને મફતનું ભણનારે, એમાં દાસી ઉપર મેહિત થઈ જનારે, દાસી ઉપર મેહિત થઈને દાસીના દુઃખે દુઃખી થનારે, દાસીના સુખ ખાતર રાત્રિના પણ દાન મેળવવાને નીકળનારે અને હજાર કરોડ સેનૈયાની ઈચ્છા સુધી પહોંચી ગયેલો–આવે પણ માણસ, વિચારેની દિશા પલટાતાં એકદમ સાધુ બને, સાધુ બન્યા પછી પણ રાજા કરેડ સેનયાને આપવાને તૈયાર થાય તે ય તેને અનર્થકારી કહે અને લીધેલા સાધુપણાને એવી રીતિએ પાળે કે માત્ર છ જ મહિનામાં કેવલજ્ઞાનને ઉપાર્જ, આ વાત આપણને કેટલા બધા ઉત્સાહિત બનાવે, એવી છે ? આવા વખતે તે, ખાસ કરીને એમ થઈ જાય કે–આપણને એવું તે શું નડે છે, કે જેથી આપણામાં હજુ પણ એ ભાવ પ્રગટ નથી?
વળી, આ ઉપરથી એ વાત પણ ધ્યાનમાં લેવા જેવી છે કે કયી વખતે કયા જીવમાં કેવા પ્રકારનું પરિવર્તન આવશે,
Page #227
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૯૩
એ કહી શકાય નહિ. એને તો જ્ઞાનિઓ જ જાણી શકે, આપણે જાણી શકીએ નહિ. આથી પણ, આપણે બીજાઓને જે તિરસ્કાર કરતા હોઈએ, તે તેનાથી અટકી જવું જોઈએ. ખરી વાત તો એ છે કે-માણસે દેશે પિતાના જ જેવા જોઈએ અને બીજાઓના હિતની ચિન્તા કરવી જોઈએ. પિતાના દેષને ખમ નહિ–એ જેટલું સારું છે, તેટલું જ ખરાબબીજાના દોષને ખમ નહિ એ છે. બીજાના દેષને અંગે તે દયાભાવ ખૂબ જ જીવન્ત રહે જોઈએ અને દોષિત એવા પણ માણસમાં જે નાને પણ કઈ ગુણ હોય, તો તે નજર બહાર જવા પામે નહિ–એવા વિવેકી બનવું જોઈએ. અને વિચાર કરે જોઈએ કે-આ જીવ કદાચ કર્મષથી અત્યારે. આવે છે, પણ જ્યારે એ દોષ ટળશે ત્યારે આ જીવ કદાચ અમારા કરતાં પણ પહેલો મુક્તિએ જાય તે એ અસંભવિત નથી. દારૂણ અટવીમાં પાંચસો ચોરોને પ્રતિબોધવાને ગયા ?
હવે આપણે જે વાતના સમર્થનને માટે કેવલજ્ઞાની મુનીશ્વર શ્રી કપિલને યાદ કર્યા હતા, એ વાત આવે છે. તે સમયમાં રાજગૃહી નામની જે નગરી હતી, તેના અન્તરાલમાં એક અટવી આવેલી હતી, કે જે અટવી અઢાર યોજનના પ્રમાણવાળી લાંબી-પહોળી અને ભયંકર હતી.
તે અટવીમાં કડદાસના નામથી પ્રસિદ્ધ એવા બલભદ્ર વિગેરે પાંચ સે ચરે વસતા હતા.
એ પાંચ સે માણસે ચોરીને ધંધો કરતા હતા, છતાં પણ હતા લાયક છે. તેમનામાં લાયકાત હોવા ઉપરાન્ત, તેમની ભવિતવ્યતા પણ સારી હતી. એ એવા જ હતા કે સુન્દર
Page #228
--------------------------------------------------------------------------
________________
૧૯૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો સામગ્રીને સુગ નહોતે મને માટે ચેર તરીકે જીવતા હતા, પણ જે તેમને સુન્દર સામગ્રીને સુગ મળી જાય, તે પ્રતિબંધ પામે અને દીક્ષા ગ્રહણ કરીને સુન્દર આરાધન કરે, એવા હતા.
એ ચેરેની સુન્દર ભવિતવ્યતાએ જ જાણે પ્રેરણું કરી હેય, તેમ કેવલજ્ઞાની બનેલા શ્રી કપિલ મુનીશ્વરે જોયું કે–એ જ પ્રતિબંધને યેગ્ય છે અને એથી એ મુનીશ્વર એ ચેરેના ઉપર ઉપકાર કરવાને, એ ચારે જે અટવીમાં વસતા હતા, તે અટવી તરફ પધાર્યા.
એ ચોર લકે દારૂણ અટવીમાં રહેતા હતા, તે પણ સાવધગીરી રાખીને રહેતા હતા. અટવીના નાકે તેઓ તપાસ રાખ્યા જ કરતા હતા કે–અણધાર્યો કેઈ આવીને ઉપદ્રવ કરી જાય નહિ કે પકડી જાય નહિ. એ મુજબ, એક ચેર કે જે એક ઝાડની ટોચે ચઢીને વાંદરાની જેમ બેઠે હતો, તેણે શ્રી કપિલ મુનીશ્વરને અટવીમાં આવતા જોયા. એને એમ લાગ્યું કે આ કે આપણે પરાભવ કરવાને માટે જ આવી રહેલ છે. આથી, તેણે તરત જ એ હકીકત પોતાના સેનાપતિને જણાવી દીધી. સંસાર રૂ૫ દારૂણ અટવીમાં સાવધગીરીથી રહે છે?
જ્ઞાનિઓએ આ સંસારને એક દારૂણ અટવી તરીકે પણ વર્ણવ્યું છે. ચારે દારૂણ અટવીમાં રહેતા હતા, પણ સાવધગીરીથી રહેતા હતા, તેમ તમે સંસારમાં રહે છે, તે સાવધગીરીથી રહે છે કે ગાફલ બનીને રહે છે? ચેરેને દારૂણ અટવીમાં રહેવું ગમતું હતું કે એમના સંગે જ એવા
Page #229
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૯૫
હતા, કે જેથી એમને દારૂણ અટવીમાં રહેવું પડે ? કહા કે— એમને દારૂણ્યુ અટવીમાં રહેવું એ ગમતું તે નહેતું જ, પરન્તુ એમના સંયાગા જ એવા હતા, કે જેથી એમને દરૂણ અટવીમાં રહેવું પડે ! તેમ તમે સંસાર રૂપ દારૂણ અટવીમાં રહે છે, તે રહેવું ગમે છે માટે રહેા છે કે રહેવું પડે છે માટે રહે છે ? જેમ ચારાને ભાન હતું કે—આ અટવી છે અને તે પણ દારૂણ અટવી છે, તેમ તમને આ સંસાર એક દારૂણ અટવી સમાન છે—એવું ભાન છે ખરૂં? ખરેખરા વાંધા જ અહીં છે. સંસાર દારૂણ અટવી જેવા લાગતા નથી, એટલે દારૂણ અટવીમાં જેને રહેવું પડે તે જેવી સાવધગીરી રાખે, તેવી સાવધગીરી તમે રાખતા નથી. જે ચારેા બહારના દુશ્મનથી સાવધ રહેતા હતા, તે ચેારા અટવીમાંનું કાઇ ઉપદ્રવ કરી જાય નહિ, મારી જાય નહિ, એની સાવધગીરી તા વધારે જ રાખતા હશે ને ? સંસાર રૂપ અટવીમાં બહારના કાઈ તરફથી ઉપદ્વવ આવવાના સંભવ નથી, પણ સંસાર રૂપ અટવીમાં ઉપધ્રુવ પમાડે એવાં સ્થાનાના પાર નથી. સંસારમાં જેને જ્યાં સુધી રહેવું પડે, ત્યાં સુધી તેણે સાવધગીરીથી રહેવું જોઇએ અને સંસાર રૂપ અટવીને ઉલ્લંઘી જવાના પ્રયત્ન કર્યાં કરવા જોઇએ.
ચારાએ નચાવ્યા સુનિવર નાચ્યાઃ
અહીં ચારાની સેનાના સેનાપતિ સાવધ બની ગયે અને તરત જ આવતા એવા શ્રી કપિલ મુનીશ્વરની પાસે ગયા. શ્રી કપિલ મુનીશ્વરને જોતાં અને તેમની સાથે પ્રારંભિક વાત કરતાં, એ સેનાપતિને લાગ્યું કે આજે તે
Page #230
--------------------------------------------------------------------------
________________
૧૯૬
૧૯૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો સદ્ભાગ્યે એક રમકડું જ હાથમાં આવ્યું છે.”
આ વાત તેણે બીજા ચેરેને પણ કહી અને તે પછીથી તે અજ્ઞાન સેનાપતિએ શ્રી કપીલ મુનીશ્વરને આજ્ઞા કરી કેહે શ્રમણ! નૃત્ય કર!'
મુનીશ્વર શ્રી કપિલે નાચવાની તૈયારી તો બતાવી, પણ કહ્યું કે-વાદ્ય વિના નૃત્ય થાય ક્યાંથી? અને અહીં કે વાદ્ય વગાડનારે છે નહિ.”
પેલા પાંચ સે ચેરેને તો યેન કેન આનન્દ જ કરે હતે, એટલે એ પાંચ સે ય ચરેએ તાલવાદ્ય વગાડવું શરૂ કર્યું.
તાલવાદ્ય એટલે કયું વાદ્ય ? તાલીઓ વગાડવી તે ! તાલીઓ પણ જે તાલબદ્ધ વાગતી હોય, તે એ વાઘની ગરજ સારે. કેટલાક લોકે ધૂન જમાવે છે, એ જોયું છે ? એક જણ માત્ર એકાદ-બે પાદ જ વારંવાર પણ ચઢતા–ઉતરતા સ્વરે ગાયા કરે અને બીજા બધા તેના સ્વરાનુસાર તાલીએ પાડ્યા કરે અથવા તો બધા ય તાલીઓ વગાડતા જાય અને એનાં એ પાદે વારંવાર ચઢતા-ઉતરતા સ્વરે ગાતા, જાય, એને ધૂન કહેવાય છે.
અહીં પણ ચોરેએ તાલીઓ વગાડવા માંડી, એટલે શ્રી કપિલ મુનીશ્વરે નાચવા માંડ્યું અને નાચતે નાચતે ધ્રુવ પાદે ગાવા માંડ્યાં. એ ધ્રુવ પદે ઉપદેશથી જેમ ભરેલાં હતાં, તેમ સાંભળવા માત્રથી પણ કાનને સુખ ઉપજાવે એવાંહતાં. પાંચ સો ગેરેને દીક્ષા દીધીઃ
એવાં પાંચ સે ધ્રુવ પાદેને નાચતે નાચતે ગાઈને, કેઈને
Page #231
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૯૭
કોઈ પાદ દ્વારા તા કાઇને કઈ પાદ દ્વારા, એમ પાંચ સે ધ્રુવ પાદોથી એ મુનિવરે પાંચ સા ય ચારાને પ્રતિષેાધ પમાડી દીધા; એટલું જ નહિ, પણ પ્રતિબેાધિત થયેલા એ પાંચ સા ય ચારાને એ મુનીશ્વરે ત્યાં ને ત્યાં જ દીક્ષિત બનાવી દીધા. પ્રશ્ન॰ મુનિ મહારાજથી આ પ્રમાણે ગવાય અને નચાય ખરૂં ?
ગાનાર અને નાચનાર કાણુ છે, એ જૂએ ! કેવલજ્ઞાની છે. અતિશયજ્ઞાની પેાતાને જે કરવામાં લાભ જણાય તે કરે. એમને માટે શાસ્ત્રના નિયમા આધક થાય નહિ. શાસ્ત્રના નિયમેાના જે હેતુ છે, તે હેતુને અતિશયજ્ઞાનિએ પેાતાના જ્ઞાનખળે જાળવે જ છે. આ તા, અતિશયજ્ઞાની અને તેમાં ય પાછા કેવલજ્ઞાની છે, પરન્તુ શ્રી વૃદ્ધવાદી તરીકે પંકાએલા મહાત્મા તા અતિશયજ્ઞાની નહેાતા; તેમ છતાં ય, તે અવસરે મહા લાભનું કારણ જોઇને ગાન કરવા સાથે નાચ્યા પણ હતા. એમ કહેા કે–એવા મહાપુરૂષોની વાતના ઉપયાગ કરીને, લેાકના મનોરંજનને માટે ગમે તે સાધુ ગમે તેમ ગાવાનાચવા મંડી પડે, તેા તે ચેાગ્ય ગણાય નહિ. અનનું રંજત ચારે કહેવાય ?
આપણા મુદ્દો શે। હતા ? પદ્મપદ્ધતિના લાલિત્યના અર્થ એવા નથી કેલલિત પદ્મપદ્ધતિને સામાન્ય જનેા સમજી જ શકે નહિ. સામાન્ય જને પણ સમજી શકે, એવી ય લલિત પદ્મપદ્ધતિ હોય છે. એમાં શું હેાય ? જે પદો હાય, તે એવાં હાય, કે જેના અર્થના સાંભળનારને ઝટ ખાધ થાય. વળી લલિત પદપદ્ધતિ, એ એવી વસ્તુ છે કે એ પદોના અર્થને
૧૩
Page #232
--------------------------------------------------------------------------
________________
૧૯૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન
અને ભાવને નહિ સમજનારને પણ એનું શ્રવણ સુખદ લાગે, મીઠું લાગે. શ્રી ભગવતીજી સૂત્રની લલિત પદ્મપદ્ધતિ એવી જ છે. કેવી ? કાંઈ નહિ સમજનારને પણ સાંભળવાનું ગમે એવી ! તેા પછી, કાઈ કહેશે કે—પ્રબુદ્ધ જનના મનનું રંજન કરનાર છે, એમ કેમ કહ્યું ? એને ખૂલાસા એ છે કે-પદપદ્ધતિ લલિત હાવાથી પહેલી તકે કાને પડતાં કાનને સુખ આપે, પણ પછી પદોના અર્થ અને ભાવ સમજાય નહિ, એટલે એ સુખને ભાગવટા ક્ષણજીવી નિવડે. વળી, જરાક કાનને સુખદ લાગે, એટલા માત્રથી એને મનનું રંજન કરનાર ન કહેવાય. મનનું રંજન કરનાર તા ત્યારે કહેવાય, કે જ્યારે એનું શ્રવણ અગર વાંચન ચાલુ ન હોય, ત્યારે પણ એ પદો એની લલિત પદ્ધતિના પ્રતાપે કાનમાં ગુંજ્યા કરે અને મનમાં રમ્યા કરે. એટલે જ કહ્યું કે—આ સૂત્રની જે લલિત પદ્મપદ્ધતિ છે, તે પ્રમુદ્ધ એવા જે જનેા, તેમના મનનું રંજન કરનાર છે, સૂત્રેાની રચના શ્રુતજ્ઞાનિએ જ કરે પણ કેવલજ્ઞાનિ કદી પણ સૂત્રેાની રચના કરે નહિ ઃ
શ્રી ભગવતીજી સૂત્રમાં કુલ ૨,૮૮,૦૦૦ પદો છે. એ બધાં ચ પદો લાલિત્યપૂર્ણ લાગે છે, કારણ કે એ પદોની ગાઠવણુ રૂપ જે પદ્ધતિ છે, તે લલિત છે. માત્ર સાહિત્યિક દૃષ્ટિએ જ આ બધાં પદો લલિત છે, મનેાહર છે, એવું નથી; સાથે સાથે ભાવની દૃષ્ટિએ પણ, આ બધાં પદ્મ લલિત છે. આ પદ્મોમાં બાહ્ય લાલિત્ય પણ છે અને આન્તર લાલિત્ય એટલે ભાવલાલિત્ય પણ છે. જો એક પણ પદ યથાર્થ રીતિએ હૃદયમાં વસી જાય, એના અર્થ તથા ભાવ હૈયે ઠેસી જાય અને
Page #233
--------------------------------------------------------------------------
________________
–શા પ્રસ્તાવના
૧૯૯
એ પ્રમાણે જીવનને કસીને જે જીવાય, તે એથી ઘેડા જ કાળમાં મુક્તિમાં વસી જવાય. આનું એકે એક પદ મંત્રાક્ષરોથી ગર્ભિત છે, કારણ કે-આની રચના કરનાર અતિશય જ્ઞાની છે. આ પદે મેક્ષપ્રેરક હેવાથી, મેક્ષમાર્ગની જ આરાધનાના પ્રેરક હોવાથી લોકેત્તર છે. જગતને કઈ પણ વિદ્વાન લખે, તે તેમાં પદે તે હેય, કેમ કે-પદેને સમૂહ એ વાકય છે અથવા પાદ છે અને એવાં વાકાના અને પદેના સમૂહથી ગ્રન્થ બને છે. પણ જેને મેક્ષમાર્ગનું સાચું જ્ઞાન નથી, એવા વિદ્વાનનાં લખેલાં પદે કદાચ લાલિત્યવાળાં હોય, તો પણ તે પદે શાશ્વત પદનાં સાધક નથી હતાં અને એથી એ પદે મેક્ષના અભિલાષીઓને માટે મને રંજક બની શક્તાં નથી. મેક્ષના અભિલાષીને તે, મોક્ષનાં અને મેક્ષમાર્ગનાં પ્રતિપાદક પદોમાં જ સારું મનોરંજકપણું લાગે. જેઓનું ભવ્યત્વ વિકસેલું હોય, જેઓ સમ્યગ્દષ્ટિ હેય, તેઓને મોક્ષની સમીપે લઈ જનારાં, મેક્ષની પ્રેરણા કરનારાં પદે ખૂબ જ ગમે. શ્રી ભગવતીજી સૂત્ર એ મોક્ષગામી, મેક્ષમાર્ગના સાચા જ્ઞાતા, મેક્ષમાર્ગના પરમ આરાધક એવા મહાપુરૂષે ગ્રથિત સૂત્ર છે. આ સૂત્રની રચના, મેક્ષની પ્રાપ્તિ થાયએ જ એક હેતુથી થયેલી છે, તેથી આનાં પદ-સઘળાં ચ પદો મેક્ષમાં પ્રયાણ કરાવનારાં જ ગણાય. જે શાસ્ત્રનાં પદો મોક્ષની પ્રેરણા કરનારાં, મેક્ષની સાધનામાં મદદ કરનારાં, મેક્ષની સાધનાનાં સાધનેને મેળવી આપનારાં ન હોય, તે શાસ્ત્રની ગણના મેક્ષપ્રતિપાદક શાસ્ત્ર તરીકેની થઈ શકે જ નહિ; કારણ કેપદસમૂહાત્મક વાક્યોને કે પદેને સમુદાય, એ જ ગ્રન્થ છે. આ સૂત્રનાં પદે તે સર્વોત્કૃષ્ટ કૃતજ્ઞાનીનાં રચેલાં છે, એટલે
Page #234
--------------------------------------------------------------------------
________________
૨૦૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
જે સ્થલે જે પદ હોય, તેનાથી અધિક ભાવવાહી પદ બીજા કેઈથી તે આવી શકે જ નહિ. શાસ્ત્રની રચના શ્રુતજ્ઞાનિઓ જ કરે. કેવલજ્ઞાનિએ કદી પણ શાસ્ત્રોની રચના કરે નહિ. શ્રી તીર્થંકર ભગવાને અર્થ રૂપે જ નિરૂપણ કરે. એને સૂત્રાત્મકપણે. ગૂંથે તો શ્રુતકેવલિઓ જ. સૂત્રોના રચયિતા, હંમેશને માટે, કૃતજ્ઞાનિઓ જ હોય, પણ કેવલજ્ઞાનિઓ હોય જ નહિ. સાચા પ્રબુદ્ધો સંસારને તજનારા ઃ
આવા શ્રી ભગવતીજી સૂત્રનાં પદોની શ્રેણિ, પ્રબુદ્ધ જનેનાં મનનું રંજન કરે છે. સાચા પ્રબુદ્ધો તેઓ જ છે, કે જેઓએ સંસારને છોડી દીધું છે. સંસારને અસાર જાણીને, તેને ત્રિવિધ ત્રિવિધ ત્યાગ કરનારાઓ જ, સાચા પ્રબુદ્ધ ગણાવાને લાયક છે. જેને જ્યાં સુધી “સંસાર તો હેય જ અને એક મેક્ષ જ ઉપાદેય—એમ લાગે નહિ, તે ત્યાં સુધી અજ્ઞાન છે, બાલ છે. એક મોક્ષને જ સાર સમજીને અને ભગવાને કહેલા મોક્ષમાર્ગને હૈયે સ્થાપીને, આત્મા જેમ જેમ ત્યાગ કરતો જાય છે, તેમ તેમ તે પંડિત બનતું જાય છે. એટલે સંસારને જે અસાર જ માનતો હોય, તે કદાચ સંસારમાં રહેલું હોય તો પણ, સંસારને એ છેડી શકે નહિ તે પણ, તેને તાણવા તનતોડ મહેનત પણ કરે નહિ. સંસારને અંગે જે મહેનત-પ્રયાસ કરે, તે કર્યા વિના ચાલે તેવું ન હોય એથી કરે, જ્યારે કરવાને માટે મહેનત–પ્રયાસ તે મોક્ષને ઉદ્દેશીને જ હોય. સમ્યગ્દષ્ટિ આત્માને, યાવ–સર્વવિરતિ આત્માને આ શ્રી ભગવતીજી સૂત્ર, પિતાનાં પદેથી ખૂશ કરે, જ્યારે મહા મિથ્યાષ્ટિઓ તે, આનાં પદેથી અકળાઈ
Page #235
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૨૦૧
જાય, ગભરાઈ જાય. જેઓને સંસાર અર્ધપગલપરાવર્ત જેટલા કાલથી પણ ન્યૂન હોય અને પાછા જેઓ ગુરૂકર્મી ન હોય પણ લઘુકમ હોય, એવા જ આત્માઓ શુદ્ધ ભાવપૂર્વક શ્રી જિનવાણીને સાંભળે છે. તેવા આત્માઓને આ શ્રુતજ્ઞાન મુક્તિપ્રાપ્તિની સાધનામાં અવશ્ય લાભદાયક થાય છે, અવશ્ય પ્રેરક થાય છે. જે આત્મા શરમાવર્તમાં આવે, તેને પ્રથમ કાલની પરિપકવતા રૂપ સામગ્રી તો મળી એમ કહી શકાય. એમાં જે એ આત્મા સારા સંયોગોને પામીને પુરૂષાર્થશીલ બને છે, તે તે કર્મને સામને કરી, શુદ્ધ અધ્યવસાયે વડે કર્મોની સ્થિતિને છેદી, રસને ભેદી, પ્રદેશને દહી, સાચે આત્મવેદી બની, બરબાદીની બદીને નાશ કરી, એક માત્ર આબાદીની દુનિયાને જ ઈચ્છુક બને છે. એવા આત્માને જે આ શ્રી ભગવતીજી સૂત્રનું શ્રવણ મળે છે, તો એની સાચી આબાદીની ઈચ્છા ઝટ ફળે છે, કારણ કે-જે આ શ્રી ભગવતીજી સૂત્રનું વિધિપૂર્વક બરાબર શ્રવણ કરાય, તે એ શ્રવણ ત્રણ ભવમાં જ મુક્તિદાયક બને છે. પદપદ્ધતિ આકર્ષક પણ નિવડે અને અવરોધક પણ નિવડેઃ
- લલિત પદપદ્ધતિ સંબંધી આ વિશેષણ ઉપરથી, એ પણ એક સમજવા જેવી વાત છે કે-પદપદ્ધતિ જેમ આકર્ષક નિવડી શકે છે, તેમ અવરોધક પણ નિવડી શકે છે. પદપદ્ધતિ લલિત હોય તે સામાન્ય પ્રકારને ગ્રન્થ પણ વાંચકને માટે અને શ્રોતાઓને માટે આકર્ષક નિવડે છે, જ્યારે ગ્રન્થ વિશિષ્ટ પ્રકારનો હેય, સુન્દર પ્રકારના અવધને કરાવવાના સામર્થ્યવાળે છે, તે પણ તેની પદપદ્ધતિ જે લલિત
Page #236
--------------------------------------------------------------------------
________________
૨૦૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને હેતી નથી અને કિલષ્ટ હોય છે, તે તે પદપદ્ધતિ વાંચકોને માટે અને શ્રોતાઓને માટે અવરોધક નિવડે છે. વાંચકેના વાંચવાના અને શ્રોતાઓના સાંભળવાના ભાવને માટે કિલષ્ટ. પદપદ્ધતિ ઉત્તેજક બનવાને બદલે ઉભગાવનારી, એટલે શિથિલ બનાવનારી નિવડે છે. આથી ગ્રન્થકારેએ જેમ બને તેમાં પિતાના ગ્રન્થની પદપદ્ધતિને લલિત બનાવવાનો પ્રયત્ન કરે. જોઈએ. પદપદ્ધતિના લાલિત્યની ખામી, એ પણ એક પ્રકારની ગ્રન્થની જ ખામી ગણાય છે અને એથી તે ગ્રન્થકારની. ખામી પણ ગણાય છે. વળી, જેઓએ સ્વ–પરના ઉપકારના. જ હેતુથી ગ્રન્થની રચના કરવી હેય અગર કરી હોય, તેઓને એ હેતુ પદપદ્ધતિના લાલિત્ય દ્વારા સારી રીતિએ બર આવી. શકે છે, જ્યારે બીજું બધું સારું હોય પણ માત્ર પદપદ્ધતિ. જ કિલષ્ટ હેય, તે પણ ગ્રન્થની રચનાને હેતુ એટલી સારી રીતિએ બર આવી શકતો નથી. વચનના પ્રિયત્વ માટે લલિત પદપદ્ધતિ આવશ્યક છેઃ
લલિત પદપદ્ધતિ સંબંધી વિશેષણથી ગ્રન્થકારેને જ્યારે આવું સૂચન પણ મળે છે, ત્યારે વ્યાખ્યાતાઓને અને વક્તાએને પણ એવું સૂચન મળે છે કે–તેઓએ વ્યાખ્યા અને વસ્તૃત્વ એવી લાલિત્યપૂર્ણ પદપદ્ધતિથી કરવું, કે જેથી એ શ્રોતાઓને કર્ણપ્રિય બને. એના યોગે શ્રોતાઓ કહેવાતી વાતને રસપૂર્વક સાંભળે અને એથી શ્રોતાઓના અન્તરમાં ગ્રન્થનું મહત્ત્વ અંકિત થવા સાથે, શ્રોતાઓના ભાવલાસની પણ અભિવૃદ્ધિ થવા પામે. વ્યાખ્યાતાને અને વક્તાને જે લલિત પદપદ્ધતિથી વાતને રજૂ કરતાં આવડતું નથી હોતું અને તેને
Page #237
--------------------------------------------------------------------------
________________
ખીજને ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૨૦૩
'
જો ક્લિષ્ટ પદપદ્ધતિથી જ ખેલવાની ટેવ હાય છે, તે એવા વ્યાખ્યાતા અને વક્તા, કેટલીક વાર, શ્રોતાઓના અન્તઃકરણમાં મૂળ ગ્રન્થના ગૌરવ વિષે હલકા ભાવને પેદા કરનારા ખની જાય છે. કિલષ્ટ પદપદ્ધતિ, એ દોષ રૂપજ છે. વ્યાખ્યાતાની અને વક્તાની એ ખામીને લીધે શ્રોતાઓને એમ થાય કે— આ ગ્રન્થમાં ખાસ મહત્ત્વ લાગતું નથી. · અમારે તા ધર્મોપદેશ દેવા છે; એમાં લલિત પદ્મપદ્ધતિનું કામ શું છે? ’ -એવું કહેનારાઓએ, આ વાતને પણ વિચાર કરવા જેવા છે કે–બનઆવડત તેમની, ઉપેક્ષા તેમની અને ગૌરવ ઘટે ગ્રન્થનું! ખેલવું તે લલિત પદ્મપદ્ધતિથી મેલવું, એ કોઇ સામાન્ય વસ્તુ નથી. આમ ઘણું ભણેલા હાય, ઘણા જાણકાર હાય, પણ પદ્ધતિસર ખેલતાં ન આવડતું હાય, તે એવા વિદ્વાન પણ વ્યાખ્યાતા કે વક્તા ઈચ્છિત ઉપકાર તા નથી કરી શકતા, પણ કોઇ વાર ‘વિવાહની વરસી’ જેવું પણ કરી બેસે છે. એ જે ખેલે તે સારાને માટે ખેલે, સારા ભાવથી ભરેલું ખેાલે, પણ સારી રીતિએ ખેલતાં ન આવડતું હોય એટલે એના ખેલવાની અસર ઊલટી થાય, આવું પણ બને છે. સત્ય વચન કોને કહેવાય ? એ માટે જે ચાર લક્ષણા કહ્યાં, તેમાં ‘ પ્રિયત્વ ’ લક્ષણ પણ કહ્યું. વચન જેમ તથ્ય જોઇએ, તેમ પથ્ય પણ જોઇએ, પરિમિત પણ જોઇએ અને પ્રિય પણ જોઇએ. વચનના આ ‘પ્રિયત્ન’ લક્ષણમાં, ‘ પદ્મપદ્ધતિના લાલિત્યના સમાવેશ પણ કરવા હાય તેા કરી શકાય. કેટલીક વાર એવું પણ મને છે કેવ્યાખ્યાનને સાંભળ્યા બાદ શ્રોતાઓ કહે છે કે મહારાજ મહુ વિદ્વાન.' એમને પૂછીએ કે કેમ ?' તા કહે કે એવું
Page #238
--------------------------------------------------------------------------
________________
૨૦૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને એવું બોલ્યા કે સમજાય જ નહિ.” આ શું થયું? વ્યાખ્યાન થયું, પણ વ્યાખ્યાનને હેતુ બર આવ્યું નહિ. એ તે શ્રાવકે મર્યાદાવાળા છે, એટલે “બહુ વિદ્વાન” કહે છે, બાકી તો
અક્કલ વગરના છે”—એમ ના કહે? જેમને સંભળાવવાને બેઠા, તેમને જ સમજાય નહિ, તે સંભળાવ્યું શા કામનું? આ વિશેષણ સુત્ર પ્રત્યે આકર્ષણ કરનાર છેઃ
જે લોકે લિષ્ટ પદપદ્ધતિવાળા હોય છે, તેઓનું કથન કર્ણપ્રિય બની શકતું નથી અને લલિત પદપદ્ધતિવાળાઓનું કથન કર્ણપ્રિય બને છે. એટલે લલિત પદપદ્ધતિ પણ ગુણકારી છે. લલિત પદપદ્ધતિ ગુણકારી છે, માટે જ અહીં ટીકાકાર મહર્ષિએ એ વાતનું સૂચન કર્યું છે અને લલિત પદપદ્ધતિ એ પ્રથમ આવશ્યક વસ્તુ હોવાથી, એને જ પહેલા વિશેષણમાં નિર્દેશ કર્યો છે. આ વિશેષણ દ્વારા પણ, ટીકાકાર મહર્ષિએ, આ શ્રી ભગવતીજી સૂત્ર પ્રત્યે વાંચકેનું અને શ્રોતાઓનું આકર્ષણ કર્યું છે. આ વિશેષણને જાણતાં, વાંચકોને અને શ્રોતાઓને એમ થાય કે-આ સૂત્ર મૂળ પણ વાંચવું અને સાંભળવું ગમે એવું છે.
Page #239
--------------------------------------------------------------------------
________________
૪–અવ્યય સ્વરૂપ :
ઉપસર્ગના નિપાતના સમયે ય અવ્યય સ્વરૂપવાળુંઃ
જયકુંજરની જેમ આ શ્રી ભગવતીજી સૂત્ર લલિત પદપદ્ધતિવાળું છે અને પિતાની લલિત પદપદ્ધતિથી આ શ્રી ભગવતીજી સૂત્ર જયકુંજરની જેમ પ્રબુદ્ધ જનેના મનનું રંજન કરનારું છે એ પ્રમાણે ફરમાવ્યા બાદ, ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે
“૩ાાનિપાતાશ્ચયપંચ” તે પહેલા વિશેષણમાં જેમ ટીકાકાર મહર્ષિએ એમ કહ્યું કે- જેમ જયકુંજરની પદપદ્ધતિ લલિત છે અને એથી તે પ્રબુદ્ધ જનેના મનનું રંજન કરનાર છે. તેમ આ બીજા વિશેષણમાં પણ ટીકાકાર મહર્ષિ એમ ફરમાવે છે કે-જેમ જયકુંજર ઉપસર્ગના નિપાતના સમયે પણ પોતાના સ્વરૂપને અવ્યય રાખનારે છે, તેમ આ શ્રી ભગવતીજી સૂત્રનું સ્વરૂપ પણું, ઉપસર્ગના નિપાતના સમયે ય અવ્યય જ રહે છે.” કયું સ્વરૂપ અવ્યય છે? - આથી, અહીં પહેલાં તે આપણે એ વિચાર કરે જોઈએ કે અહીં ટીકાકાર મહર્ષિએ જે સ્વરૂપને ગ્રહણ કર્યું છે, તે સ્વરૂપ કેવા પ્રકારનું છે? આપણે એ સ્વરૂપ એવા
Page #240
--------------------------------------------------------------------------
________________
૨૦૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને, પ્રકારનું શોધી કાઢવું જોઈએ, કે જેથી તેના અવ્યયપણાની જે વાત ટીકાકાર મહર્ષિએ ફરમાવી છે, તે સુસિદ્ધ થાય. આપણે જે એવા પ્રકારના સ્વરૂપને અહીં ગ્રહણ કરીએ, કે જે સ્વરૂપના અવ્યયપણાને આંચ લાગે તેમ હોય, તે તે આપણી ટીકાકાર મહર્ષિના કથનને સમજવાની ખામી ગણાય. અહીં “જયકુંજરની જેમ” એવા પ્રકારે અવ્યય સ્વરૂપની વાત કરી છે, માટે આપણે પહેલાં તે જયકુંજરના એવા પ્રકારના સ્વરૂપને નિર્ણય કરવો જોઈએ, કે જે સ્વરૂપ અવ્યય હોય. આમ તો જયકુંજર પિતે જ અવ્યય નથી, તો પછી એનું સ્વરૂપ અવ્યય હોય એવું કેમ બની શકે? બની શકે. જ્યાં સુધી જયકુંજરનું જયકુંજર તરીકેનું અસ્તિત્વ હોય, ત્યાં સુધી તેનું એક પ્રકારનું સ્વરૂપ એવું પણ હોય છે, કે જે અવ્યય હોય. માટે વિચારે કે-જયકુંજરના અસ્તિત્વ પર્યન્ત અવ્યય જ રહે, એવું જયકુંજરનું કયું સ્વરૂપ હાઈ શકે? અહીં કહેવું જ પડશે કે-જયકુંજરનું જય અપાવવા રૂપ જે સ્વરૂપ છે, તે સ્વરૂપ જ્યાં સુધી જયકુંજર જીવતે હોય, ત્યાં સુધી અવ્યય જ રહે છે. જયકુંજર જીવતા હોય ત્યાં સુધી, કેઈની પણ તાકાત નથી કે-એનું જે જય અપાવવા રૂપ સ્વરૂપ છે, તેને તે વિનાશ કરી નાખી શકે. અહીં સ્વરૂપને અવ્યય કેમ કહ્યું?
પર્યાયના પરિવર્તનની દષ્ટિએ દ્રવ્ય માત્રના સ્વરૂપમાં પરિવર્તન આવવું એ શક્ય છે અને તેમ છતાં પણ ટીકાકાર મહર્ષિએ આ બીજા વિશેષણમાં એમ ફરમાવ્યું છે કે-જયકુંજર જેમ ઉપસર્ગના નિપાતના સમયે પણ અવ્યય સ્વરૂપવાળે,
Page #241
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૨૦૭: છે, તેમ આ શ્રી ભગવતીજી સૂત્ર પણ તેની પિતાની હરેક સ્થિતિમાં અવ્યય સ્વરૂપવાળું જ છે. સ્વરૂપનું પરાવર્તન, એ કેટલું બધું શક્ય છે એની શું ટીકાકાર મહર્ષિને ખબર નહોતી? સ્વરૂપનું પરાવર્તન, એ શક્ય છે–એની ટીકાકાર મહર્ષિને ખબર નહતી, એમ તો કઈક મહા મૂર્ખ હોય તે જ કહે. આપણે તો કહીએ છીએ કે-સ્વરૂપનું પરાવર્તન, એ શક્ય છે–એ વાતને પણ ટીકાકાર મહર્ષિ સારી રીતિએ જાણતા જ હતા. એટલે જ અહીં એ વિચાર અથવા પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે–એ મહર્ષિ આવું જાણતા હતા, તે પછી એમણે અવ્યય સ્વરૂપને જણાવનારા વિશેષણને વાપર્યું કેમ? ટીકાકાર મહષિએ તે સમજપૂર્વક જ આ વિશેષણ વાપર્યું છે, માટે આપણે જ વિચાર કરવો પડે અને શોધી કાઢવું પડે કે-જયકુંજરમાં પણ ઘટી શકે અને શ્રી ભગવતીજી સૂત્રના વિષયમાં પણ ઘટી શકે, એવું એ બન્નેનું સ્વરૂપ કયું છે, કે જે સ્વરૂપને યથાર્થપણે કઈ પણ સુજ્ઞ જન અવ્યય તરીકે કબૂલ રાખે. એ પૂરતો જ આ વાતને આટલો વિસ્તાર કરવામાં આવ્યો છે.
જ્ય અપાવનારેય ખરે ને અજેય પણ ખરે: ' જે સ્વરૂપ બે ય પક્ષે ઘટી શકે એવું હેય અને અવ્યય પણ હોય, એને માટે જયકુંજરની ડીક વાત તે તમને શરૂઆતમાં જ કહી પણ દીધી છે. જય જ અપાવે એ જે હાથી, તેને જયકુંજર કહેવાય છે, માટે જય અપાવેએ પણ એક પ્રકારનું જયકુંજરનું સ્વરૂપ જ છે. જય જ અપાવે, એ પ્રકારનું જયકુંજરનું જ સ્વરૂપ છે, તે અવ્યય છે-અવિનાશી છે. જય જ અપાવ, એ જેમ જયકુંવરના સ્વરૂપને એક પ્રકાર
Page #242
--------------------------------------------------------------------------
________________
૨૦૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો
છે, તેમ પેાતાની સામે આવેલાને જય નહિ પામવા દેવા, એ પણ જયકુંજરનાં સ્વરૂપના એક પ્રકાર છે. જયકુંજર જય અપાવનારા પણ હોય છે અને અજેય પણ હોય છે.
જયકુંજરનાં આ અન્ને ય પ્રકારનાં સ્વરૂપે, આપણે સેચનક હાથીના પ્રસંગમાં જોઈ આવ્યા છીએ.
સેચનની અજેયતા :
સેચનક હાથીને પકડવાને માટેના જે પ્રસંગ, તેમાં એવી વાત પણ આવે છે કે–સેચનકે જ્યારે તાપસેાના આશ્રમને ભાંગી નાખ્યા, ત્યારે તાપસે રાવ લઇને મહારાજા શ્રી શ્રેણિકની પાસે ગયા.
તેમણે ત્યાં જઇને શ્રી શ્રેણિકને કહ્યું કે– સર્વ લક્ષણાએ સંયુક્ત એવા એક હાથી છે અને તે રાજાને ચેાગ્ય છે. આપ માણસાને મેાકલા તો અમે બતાવીએ. ’
તત્કાલ શ્રી શ્રેણિક માણસાને લઇને તાપસેાની સાથે ગયા અને ત્યાં જઈને તેઓએ છૂપી રીતિએ રહીને સેચનકના અજાણપણામાં જ સેચનકને બાંધી લીધે, સેચનકને એ પ્રકારે આંધી લઇને તે દરબારમાં લઈ આવ્યા.
સેચનક એમ સપડાઈ તા ગયા, પણ એના ગુસ્સાના પાર રહ્યો નહિ. ક્રોધથી ધમધમતા તે પોતાની સૂંઢને તથા પૂડાને અને કાનને સ્થિર કરીને ચિત્રસ્થની જેમ રહ્યો. આથી શ્રી શ્રેણિક વિગેરેએ માન્યું કે હવે આ કાંઈ ઉપદ્રવ કરશે નહિ.’ એમ માનીને એના પગમાં સાંકળે પણ નાખી નહિ. એટલામાં બીજો બનાવ સેચનકના ગુસ્સાને એકદમ વધારી મૂકે એવા બન્યા. પેલા તાપસેા ખૂશ થતા થતા સેચનક
Page #243
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
૨૦૯
હાથીની પાસે આવ્યા અને તેને તિરસ્કાર કરવા લાગ્યા. તેમણે સેચનક હાથીને કહ્યું કે “ હે દુષ્ટ! અમે તને પાળી– પાષીને માટા કર્યો, ત્યારે અગ્નિ જેમ પેાતાના સ્થાનને ખાળે, તેમ તેં તારા આશ્રયભૂત બનેલા આશ્રમના જ ધાત કર્યાં? તું તે કેવા દુર્મતિ અને ખલેાન્મત્ત થયા. કે–કરેલા ઉપકારને ય ભૂલી ગયા ? તેં અમારા આશ્રમને ભાંગવાનું જે પાપ કર્યું, તેના જ પ્રતાપે તેં આ અન્ધનમાં પડ્યો છું, ”
સેચનકને લાગ્યું કે‘ જરૂર, આ તાપસાએ જ કાઈ તાગડો રચીને મને આવી અવસ્થામાં મૂકયો છે.' એથી સેચનકના ક્રોધ વધી ગયેા. ક્રોધથી તેનું મુખ ને તેની આંખેા રાતાં થઈ ગયાં. તેણે આવેશમાં એવું જોર કર્યુ” કે–કદલીના સ્થંભને ભાંગી નાખે, તેમ તેણે આલાનસ્થંભને ભાંગી નાખ્યા અને બધાં અન્યનાને કાચા સુતરના તાતણાઓની જેમ તેાડી નાખ્યાં. પછી તાપસાને દૂર ફેંકી દઈને, તે સેચનક હાથી વેગથી અરણ્યમાં ચાલ્યા ગયા.
સેચનક હાથીને પકડવાને માટે, અશ્વાઢ થઇને શ્રી. શ્રેણિક પેાતાના પુત્રાને લઇને તેની પાછળ પડ્યા. એને ચામેરથી ઘેરી પણ લીધેા, પરન્તુ તાકાત કોની છે કે–કાઈ સેચનકની પાસે જઈ શકે ? મહાવતાએ ઘણાં ઘણાં પ્રલાલના ખડાં કર્યાં તેમ જ તિરસ્કાર પણ કર્યાં, પરન્તુ સેચનકે એ કશાને ગણકાર્યું જ નહિ. એમ સેચનક હાથીને કોઈ પણ રીતિએ કબજે નહિ કરી શકાવાથી, શ્રી શ્રેણિક ખિન્ન થઈ ગયા. એમાં શ્રી નર્દિષેણે સામે જઈને પ્રયત્ન કર્યો અને પૂર્વભવના સ્નેહસંબંધે એ હાથી વશ થયા, એ વાત તેા કહેવાઈ ગઈ છે.
Page #244
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાના
આમ જયકુંજર અજેય શક્તિવાળા હોય છે. એ પેાતે વશ થાય તે જૂદી વાત છે, પણ કાઈ એની સામે જઈને અને એને ડરાવીને કે હંફાવીને તાબે કરી શકે એવું ખનતું નથી. અજેયપણું, એ જયકુંજર હાથીના સ્વરૂપના પ્રકાર અને તે અવ્યય જ રહે છે. તેમ તેનું જય અપનાવવાનું જે સ્વરૂપ, તે પણ અવ્યય છે. શ્રી હલ્લ–વિહલ્લના પ્રસંગમાં આપણે જોઈ આવ્યા કે—જયકુંજરમાં જય અપાવવાની શક્તિ કેવી અદ્ભુત હાય છે. સેચનક પેાતે મર્યો એ બન્યું, પણ જ્યાં સુધી એ જીન્ગેા ત્યાં સુધી શ્રી હુલ્લ–વિહલ્લને એણે હારવા દીધા નહિ અને જય જ અપાવ્યા કર્યાં. શ્રી હુલ્લ–વિહલ્લે જો ભૂલ ન કરી હાત, તો કદાચ કૂણિકના આખા ઈતિહાસ ફ્રી જાત; પણ એ તેા જેવી ભવિતવ્યતા હોય તેવું બને છે.
૨૧૦
જયકુંજરની જેમ શ્રી ભગવતીજી સૂત્રનુંય અવ્યય સ્વરૂપઃ
'
ટીકાકાર મહિષએ · જયકુંજરની જેમ ' એમ કહીને આ બધાં વિશેષણા જણાવેલાં છે, એટલે આ જ વાત શ્રી ભગવતીજી સૂત્રને અંગે પણ જવાની છે. આ શ્રી ભગવતીજી સૂત્ર પણ અજેય સ્વરૂપવાળું છે, તેમ જ જય જ અપાવવાના સામર્થ્યવાળું છે. ન તા શ્રી ભગવતીજી સૂત્રને કાઈ પરાભવ પમાડી શકે અને ન તા કાઈ જેણે શ્રી ભગવતીજી સૂત્રનું સાચું અવલેખન ગ્રહણ કર્યું હોય, શ્રી ભગવતીજી સૂત્રને આધાર રૂપે ગ્રહણ કર્યું હોય, તેને પરાભવ પમાડી શકે. શ્રી ભગવતીજી સૂત્ર પોતે પણ અજેય અને શ્રી ભગવતીજી સૂત્રના આધાર લેનાર પણ અજેય. શ્રી ભગવતીજી સૂત્રને આધાર લેનારો માત્ર અજેય જ બન્યા રહે–એમ પણ નહિ;
Page #245
--------------------------------------------------------------------------
________________
જો ભાગ–શાસ્રપ્રસ્તાવના
શ્રી ભગવતીજી સૂત્રના આધાર દ્વારા, એ દ્રવ્યજચે। પણ મેળવી શકે અને ભારેમાં ભારે મેળવી શકે. એટલે જ, શ્રી ભગવતીજી સૂત્રનું સ્વરૂપ પણ જયકુંજરની જેમ અવ્યય જ છે.
૨૧૧
ભારેમાં ભારે ભાવજયા પણ
માત્ર ‘અન્યયવ પલ્સ' એમ કેમ નહિ કહ્યું ?
સ્વરૂપ તે આવું હોય, પરન્તુ આ સ્વરૂપ અવ્યય છે— એવા પ્રકારના અનુભવ કયારે થાય ? અવસરે જ ને ? અવસરે જ એના અનુભવ થાય અને અવસરે જો અવ્યયપણું રહે નહિ, તેા એવા અવ્યયપણાની કાંઈ કિંમત જ નહિ. અમસ્તા પરાક્રમના ફડાકા ઘણા મારે અને યુદ્ધની નાખત અજે એટલે લડવા જવાનું હોય પૂર્વે ત્યારે ભાગે પશ્ચિમે, એને પરાક્રમી ન કહેવાય. સેનાની ખરી કિંમત કયારે? કસેાટીના પથરે ઘસીને જોવાય તા પણ સાનું જ જણાય, એને છેઢીને તપાસાય તે ય સાનું જ જણાય અને અગ્નિમાં નાખી આગાળીને તપાસાય તે। ય સેાનું જ જણાય, તા જાણવું કે—ખરૂં સાનું છે. ખરા ઉદાર જાય કયારે? પેાતાની મુશ્કેલી હાય, માંડ માંડ પેાતાના નિર્વાહ થતા હોય, એવા વખતે પણ જેને યાચકાદિને અથવા તો સાધર્મિક અને સાધુ આદિને ટૂકડો પણ આપવાનું મન થાય અને તક મળે તે આપ્યા વિના પણ રહે નહિ ત્યારે ! દુનિયામાં સખાવતી ઘણા અને સાચા ઉદાર વિરલ. આમ હજારા રૂપીઆ ખર્ચી નાખતા હોય, પણ હૈયાના ઉદાર ન હોય અને કૃપણુ હાય એમ બને. માણસ એવા વખતે મપાય કે–કાઇ જાણે તેમ ન હાય અને માગવા આવનારને શક્તિ હાય તેા એવું આપી
Page #246
--------------------------------------------------------------------------
________________
૨૧૨
શ્રી ભગવતીજી મૂત્રનાં વ્યાખ્યાને
દે કે–માગવા આવેલા પણ ચકિત થઈ જાય. એને લાગે કેમને જેટલું મળવાની આશા હતી, તેથી કેઈ ગુણ અધિક મળ્યું. એટલું પણ પાછું એવા આદરપૂર્વક દીધું હાય કે–દાતાર આંખ સામે ન હોય ત્યારે પણ એ માગવા આવેલાને એ દાતારને પગે લાગવાનું મન થયા કરે. દાતારને એ ભૂલી શકે નહિ, વારંવાર એને દાતાર યાદ આવે અને જ્યારે જ્યારે એ દાતાર યાદ આવે, ત્યારે ત્યારે હાથ જોડાઇ જાય. માગવા આવનારને વધારે અથવા તે પૂરૂં અથવા તેા ઘેાડું પણ નહિ આપી શકનારા પણ, જો હૈયાના ઉદાર હોય, તે માગવા આવનારના તે આદર કર્યા વિના રહે જ નહિ. માગવા આવનારને જેટલું દુઃખ ન હોય, તેનાથી અધિક દુઃખના અનુભવ ઉદાર માણસ નહિ આપી શકવાના કારણે કરે. એટલે વાત એ છે કે જેમાં જે હાય, તેના ખરેખરા અનુભવ તા ખાસ અવસરે જ થઈ શકે છે.
ગમે તેવા ઉપસર્ગો આવી પડે તેા ય અવ્યય :
આ કારણે જ, ટીકાકાર મહર્ષિએ 'अव्ययस्वरुपस्य એમ નહિ જણાવતાં, ‘ઉપસર્નનિપાતાવ્યસ્વક્ષ્ય' એમ જણાવ્યું છે. અર્થાત્પર્જનાત્તેવિ અવ્યયવસ્વસ્થ । એટલે કે–ઉપસર્ગના નિપાતના આવી પડવાના સમયે પણ અવ્યય જ રહે છે જેનું સ્વરૂપ-એવા જયકુંજર પણ છે અને એવું આ શ્રી ભગવતીજી સૂત્ર પણ છે. ગમે તેવા ઉપસર્ગો આવી પડે; અનુકૂળ ઉપસગેર્યાં આવી પડે કે પ્રતિકૂલ ઉપસર્ગો આવી પડે; એ ગમે તેટલા જોરમાં આવી પડે, ગમે ત્યારે આવી પડે કે ગમે ત્યાં આવી પડે; તે પણ જેના અજેય્
6
>
Page #247
--------------------------------------------------------------------------
________________
બીજે ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૨૧૩
પણું રૂપ સ્વરૂપને તથા પરાભવ નહિ પામવા દેવા સાથે જય જ અપાવવા રૂપ સ્વરૂપને પણ વિનાશ થાય નહિ; એ ગુણ જેમ જેમકુંજરમાં છે, તેમ શ્રી ભગવતીજી સૂત્રમાં પણ છે. આટલા માટે જ “અર્થશર્વાચ’ એમ નહિ જણાવતાં, “કાપિતાશ વપર’–આ પ્રમાણે ટીકાકાર મહર્ષિએ ફરમાવેલ છે. અજેય રહે અને આધાર લેનારને આ લેકમાં પણ અને
પરલોકમાં પણ જય અપાવેઃ આ રીતિએ, ટીકાકાર મહર્ષિ ગુણીના ગુણનું ઉત્કીર્તન કરવાની સાથે, આપણા હૈયામાં પણ શ્રી ભગવતીજી સૂત્ર પ્રત્યે ભક્તિભાવ, હૈયાને સાચે બહુમાનભાવ પેદા કરી રહ્યા છે. એક અગર તે અનેક–એમ ગમે તેટલા મિથ્યાદષ્ટિએ સામે આવે, એ ગમે તેવા વિદ્વાન પણ હોય અને વિચક્ષણ પણ હોય, પરંતુ તેમની તાકાત નથી કે–શ્રી ભગવતીજી સૂત્રના એક પણ પદને તેઓ બેટું કરાવી શકે. શ્રી ભગવતીજી સૂત્રનું આ અજેય સ્વરૂપ છે. એ જ રીતિએ, જેણે આ શ્રી ભગવતીજી સૂત્રનો આધાર બરાબર ગ્રહણ કર્યો છે, તેને પણ હજારે મિથ્યાદષ્ટિ વિદ્વાને અને વિચક્ષણે એકઠા થઈને પણ હંફાવી ને હરાવી શકે, એ લોકે પરાભવ પમાડી શકે, એ પણ શક્ય નથી. આ શ્રી ભગવતીજી સૂત્રમાં એટલું બધું જ્ઞાન ભરેલું છે કે આને બરાબર આધાર જેણે લીધે હય, તે બીજા સૌની યુક્તિઓને આબાદ તેડી શકે, પણ એ જે યુક્તિઓ આપે, તેને બીજે કઈ જ યથાર્થપણે તેડી શકે નહિ. આથી, આ શ્રી ભગવતીજી સૂત્રના
૧૪
Page #248
--------------------------------------------------------------------------
________________
૨૧૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો
આધારને બરાબર ગ્રહણ કરનાર, પુરૂષાર્થશીલ બનીને, સામે આવેલા કે સામે પડેલા સઘળા ય કુવાદિઓને પરાભવ પમાડીને, જય મેળવી શકે છે. શ્રી ભગવતીજી સૂત્રને સાચી રીતિએ અને સંપૂર્ણપણે આધાર લેનારને, શ્રી ભગવતીજી સૂત્ર બીજી રીતિએ પણ જય અપાવે છે. એ આધારના બળે, એ આધાર લેનારે એવા પુણ્યકર્મને ઉપાર્જે છે, કે જે પુણયકર્મના વિશે ભવાન્તમાં પણ તે રાજાદિક અનેકે ઉપરના જયને પ્રાપ્ત કરી શકે છે. આ તે બાહા જયની વાત થઈ પણ શ્રી ભગવતીજી સૂત્રના આધારે અભુત કેટિને આન્તરિક જય પણ પ્રાપ્ત થાય છે. આન્તર શત્રુઓને દમવામાં અને તેમને જડમૂળથી નાશ કરી નાખવામાં, આ શ્રી ભગવતીજી સૂત્રને આધાર પરમ સહાયક નિવડે છે. કર્મના બળે ટકેલા આન્તર શત્રુઓના ભારેમાં ભારે હુમલાઓને પણ, એ આત્મા, શ્રી ભગવતીજી સૂત્રના આધાર ઉપર સુસ્થિર રહીને હઠાવી શકે છે અને તેની જડ રૂપ કર્મોને જ આત્માથી સદાને માટે વિખુટાં પાડી દે છે. આમાં જે કાંઈ પણ ખામી રહેવા પામે, તે તે આધાર લેનારે આધાર લેવામાં જેટલી ખામી રાખી હેય, તેટલી જ ખામી રહેવા પામે, અથવા તે આધાર લેનાર પિતાના પુરૂષાર્થને ફેરવવામાં અગર પિતાના પુરૂષાર્થને ફેરવી શકવામાં જેટલી ખામી રાખે, તેટલી જ ખામી રહેવા પામે. એટલે શ્રી ભગવતીજી સૂત્રનું જે પરાભવ નહિ પામવા દેવા રૂપ અને જય અપાવવા રૂ૫ સ્વરૂપ છે, તે તો અવ્યય જ છે અને એથી ટીકાકાર મહર્ષિએ આપેલું આ બીજું વિશેષણ પણ પહેલા વિશેષણની જેમ સ્થાને જ છે, એમ કહ્યા વિના ચાલી શકે નહિ.
Page #249
--------------------------------------------------------------------------
________________
-મીજે ભારાપ્રસ્તાવના બીજા વિશેષણને બીજી દષ્ટિએ વિચાર અને ઉપસર્ગો, નિપાત તથા અવ્યય સંબંધી કાંઈક ખૂલાસોઃ
આ બીજા વિશેષણને અંગે, બીજી રીતિએ પણ વિચાર કરી શકાય છે. એ વિચાર નિર્વાણગિર એટલે સંસ્કૃત ભાષાના વ્યાકરણને ભણેલાઓ સમક્ષ વિસ્તારથી થઈ શકે, કારણ કેવિષય વ્યાકરણને છે. જેમાં ઉપસર્ગો પણ છે, નિપાત પણ છે અને અવ્યય પણ છે, એવા પ્રકારનું સ્વરૂપ શ્રી ભગવતીજી સ્ત્રનું છે. અહીં ઉપસર્ગો કેને કહેવાય, નિપાતે કોને કહેવાય અને અન્ય કેને કહેવાય, એ સમજવું પડે. અમુક શબ્દ એવા છે કે–એ જે અમુક સાથેના સંબંધમાં વપરાએલ હેય તે ઉપસર્ગ કહેવાય અને અમુક પ્રકારે વપરાએલ હોય તો નિપાત કહેવાય. અમુક અવ્યયે પણ એવાં છે કે-જે અમુક સ્થાને અવ્યય સંજ્ઞાને પામી શકે અને અમુક સ્થાને નિપાત સંજ્ઞાને પામી શકે. તમારી સમક્ષ આની વિશેષ ચર્ચા કરવી, તેને અર્થ નથી. ૪ પત્ત, ગતિ એ વિગેરે ઉપસર્ગો છે. એને જ્યારે કઈ પણ ધાતુની સાથે પ્રયોગ કરવામાં આવ્યો હોય, ત્યારે તે ઉપસર્ગ કહેવાય છે. ઉપસર્ગો વાચક છે કે દ્યોતક છે, એ સંબંધમાં વ્યાકરણકામાં મતભેદ પ્રવર્તે છે. ઉપસર્ગોમાં ધાતુના અર્થોમાં ફેરફાર પેદા કરવાની ગજબની તાકાત હોય છે. જેમ કે-૮ ધાતુ છે. એ દ ધાતુની પૂર્વે 1 ઉપસર્ગ યોજાય તે હારશબ્દ બને, આ ઉપસર્ગ જાય તે આ શબ્દ બને, વિ ઉપસર્ગ જાય તે વિહાર શબ્દ બને અને નિ ઉપસર્ગ જાય તે નિહાર શબ્દ બને તેમ જ અતિ ઉપસર્ગ
અમુક જ ચર્ચા કરી
હતી
Page #250
--------------------------------------------------------------------------
________________
૨૧૬ ,
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને જાય તે પ્રતિહાર શબ્દ બને. હવે વિચાર કરે કે–ધાતુ તો એક દુ જ હતું, પણ તેને ઉપસર્ગો લાગવાથી પ્રહાર શબ્દય બન્ય, આહાર શબ્દય બન્ય, વિહાર શબ્દય બન્યો, નિહાર શબ્દય બન્યું અને પ્રતિહાર શબ્દય બન્યો. આમ જૂદા જૂદા શબ્દો બન્યા–એટલું જ નહિ, પણ એ શબ્દ પાછા જૂદા જૂદા અર્થવાળા અને પરસ્પરવિરોધી ભાવ જેમાં છે એવા ય અર્થવાળા બન્યા. આહાર શબ્દમાં ને 'નિહાર શબ્દમાં, પરસ્પરવિરોધી ભાવ છે ને ? આહાર કરે
એટલે અંદર નાખવું અને નિહાર કરો એટલે અંદરથી બહાર કાઢવું. તે પણ પાછું ઉલ્ટી કરીને કાઢે તે નિહાર કહેવાય નહિ. જેમ દિવ્યાદિ જે ઉપસર્ગો કહેવાય છે, તેમાં અનુકૂળ ઉપસર્ગો પણ હોય છે અને પ્રતિકૂળ ઉપસર્ગો પણ હોય છે, તેમ આ વ્યાકરણના ઉપસર્ગોમાં પણ એ ઘટી શકે છે. ઉપસર્ગો કેવી પ્રતિકૂલતા પેદા કરે છે, એ તે તમે જોયું. એમ અનુકૂળતા પણ કેવી પેદા કરે છે, એ જૂઓ. ધાતુને જે અર્થ હોય તે જ અર્થ કાયમ રહે અને તેના ભાવમાં વિશેષતા ઉમેરાય, ત્યારે એ અનુકૂળતા પેદા થઈ કહેવાય. જેમ કે ધાતુ ઉપરથી પતિ શબ્દ બને છે. હવે એ જ ધાતુ નિ ઉપસર્ગ સહિત બનવાથી નિપાત શબ્દ અને ૪ ઉપસર્ગ સહિત બનવાથી પ્રપાત શબ્દ બને છે. એ નિપાત શબ્દ અને પ્રપાત શબ્દ, પાત શબ્દને જે અર્થભાવે છે, તેને વેગ જ આપનાર છે. ઉપસર્ગોની જેમ નિપાત કે અવ્યો કઈ પણ ધાતુની સાથે જોડાઈને વાચક કે દ્યોતક બનતા નથી. એને પિતાના અર્થને પ્રગટ કરવાને માટે ધાતુને આશ્રય લે પડતો નથી. પિતે સ્વતન્નપણે પિતાના અર્થને એ પ્રગટ
Page #251
--------------------------------------------------------------------------
________________
ખીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
૨૧૭ :
કરે છે. ત્રણેય લિગામાં સરખા રૂપવાળા જે રહે, તેને અવ્યય કહેવાય છે. નિપાતા માં તા ઉપસર્ગામાંના અને કાં તા અન્યચામાંના હાય છે અથવા તેા નિપાતા ઉપસર્ગ રૂપ કે અવ્યય રૂપ બને એ પણું શકય છે એમેય કહી શકાય. સામાન્યપણે પણ તમને આ ખ્યાલ આવે, એટલા પૂરતી આટલી વાત કરી. તાત્પર્ય એ છે કે-શ્રી ભગવતીજી સૂત્રમાં ઉપસંગે પણ છે, નિપાતા પણ છે અને અવ્યયા પણ છે. મીજી રીતિએ વિચારવાનું કારણ :
આ બીજા વિશેષણના આ પ્રકારે પણ અર્થ થઈ શકે, એવા વિચાર એટલા માટે કરાયેા કે—પહેલા વિશેષણમાં પદ્માના અસ્તિત્વને સૂચવીને, ત્રીજા વિશેષણમાં ઉપસર્ગ, નિપાત ને અવ્યયનું અસ્તિત્વ, ત્રીજા વિશેષણમાં શબ્દનું અસ્તિત્વ અને ચેાથા વિશેષણમાં લિંગ તથા વિભક્તિનું અસ્તિત્વ સૂચિત કરેલ છે. કાઈ કહેશે કે- તે। પછી બધાને એકી સાથે સમાસ કરીને કહેવું હતું ને ?’ એના ખૂલાસા એ છે કે જે કહેવાય, એના મેળ જયકુંજનની સાથે પણ રાખવાના છે.
આવા અર્થ જયૐજર પક્ષે પણ ઘટી શકે
હવે ‘જેમાં ઉપસર્ગે† પણ છે, નિપાત પણ છે અને અવ્યયા પણ છે—એવા પ્રકારનું સ્વરૂપ છે જેનું' આવા અર્થ, જયકુંજર પક્ષે પણ ઘટી શકે કે નહિ ?, એ માખત જરા વિચારવા જેવી છે. જ્યકુંજર પક્ષે, કોઈ પણ અપેક્ષાએ આવા અર્થ ન જ ઘટી શકે એવું નથી. જયકુંજર ઉપર ઉપસ આવે એ પણ શકય છે અને જયકુંજર ઉપસર્ગો કરનારા મને એ પણ શકય છે. યુદ્ધમાં, એના ઉપર પણ દુશ્મનેા
Page #252
--------------------------------------------------------------------------
________________
૨૧૮
શ્રી ભગવતી સૂત્રનાં વ્યાખ્યાત
તથી પ્રહાર કરાય. ખુશ કે નહિ? કહા કે–એના ઉપર તે પ્રહારા ખાસ કરીને કરાય, કારણ કે એ જે વિધુર અનીને ગમડે અગર મરે, તે એના ઉપર બેઠેલાની સ્થિતિ ઘણી ફી જાય; એના બીજાને મારવાના સંયેાગા ઘણા ઘટી જાય અને એના માર ખાવાના સંચાગેા ઘણા વધી જાય. દુશ્મને જેમ યકુંજર ઉપર ઉપસગે† કરે, તેમ જ્ય કુંજર પણ યુદ્ધભૂમિમાં ઘણાએના ઉપર ઉપસર્ગ કરે. સૂંઢ અને પૂંછડું મારીને કાં ય હડસેલી દે, સૂંઢમાં પકડીને ઉછાળીને કયાં ય ફેંકી દે, દાંતાથી કેટલાયને જખ્મી કરી દે અને પગ નીચે . કેટલાકને કચડી નાખે. જયકુંજર રણભૂમિમાં જે ધસ્યા જાય, એને નિપાત રૂપે ગ્રહણ કરી શકાય. રણભૂમિમાં ઝંપલાવવું, એને પડતું મૂકવું એમ પણ કહેવાય છે. કેમ ? પેાતાનું ગમે તેમ થાય, તા ય શત્રુના સંહાર કરી જ નાખવા છે એવી રણભૂમિમાં જનારની વૃત્તિ હોય છે માટે ! એટલે અને નિપાત તરીકે પણ ઓળખી શકાય. રહી અવ્યયની વાત. એમાં તા લાંબા વિચાર કરવા પડે, એવું છે જ નહિ. જયકુંજર ગમે તેવી આપત્તિના સમયે પણ અવ્યય એટલે અચલ રહેનારા જ હેાય છે. હાથી, એ નિમકહલાલ પ્રાણી કહેવાય છે. એ અપેક્ષાએ પણ જયકુંજરમાં અવ્યયપણું છે એમ કહી શકાય. આવી રીતિએ એમેય કહી શકાય કે—જેમાં ઉપસર્ગો, નિપાતા અને અન્યયા છે એવા પ્રકારનું સ્વરૂપ જેનું છે, એવા જયકુંજર છે અને એની જેમ શ્રી ભગવતીજી સૂત્ર પણ ઉપસર્ગાદિ જેમાં છે એવા સ્વરૂપવાળું છે.
Page #253
--------------------------------------------------------------------------
________________
૫–શબ્દમાં રહેલી ધનાદારતા :
ત્રીજા વિશેષણમાં શબ્દ સંબંધી વર્ણન ઃ
".
નવાંગી ટીકાકાર તરીકે સુવિખ્યાત થયેલા, પરમ ઉપકારી, આચાર્યભગવાન શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજી મહારાજા, પંચમાંગ સૂત્ર શ્રી ભગવતીજી સૂત્રની ટીકાની રચના કરવાને માટે ઉદ્દત થયા થકા, પહેલાં મંગલની આચરણાને કરીને અને અભિધેયને ઉચ્ચારીને, શાસ્ત્રની પ્રસ્તાવના કરી રહ્યા છે. શાસ્રની પ્રસ્તાવના કરતાં, સમુન્નત જ્યકુંજરની સાથે શ્રી ભગવતીજી સૂત્રને સરખાવવા પૂર્વક, શ્રી ભગવતીજી સૂત્રની સુન્દર પ્રકારની તેમ જ યથાર્થ પ્રકારની પશુ પિછાન કરાવી રહ્યા છે. જયકુંજરની જેમ આ શ્રી ભગવતીજી સૂત્રમાં શું શું છે તેના ખ્યાલ આપતાં, ટીકાકાર મહર્ષિએ આપેલાં સંખ્યાઅન્ય વિશેષણામાંથી, આપણે પહેલા પદ્મપદ્ધતિ સંબંધીના અને બીજા સ્વરૂપ સંબંધીના વિશેષણને અંગે વિચારણા કરી આવ્યા. હવે ત્રીજા વિશેષણમાં, ટીકાકાર પરમિષ શબ્દો સંબંધી ખ્યાલ આપવાને માટે કરમાવે છે કે
66
घनोदारशब्दस्य |
""
જયકુંજરની જેમ આ શ્રી ભગવતીજી સૂત્ર પણ શબ્દોએ કરીને સહિત છે. હાથી શબ્દને કરનારા છે અને શ્રી ભગવતીજી સૂત્ર શબ્દોથી ભરેલું છે. શબ્દોથી સહિતપણું, એટલું જ
Page #254
--------------------------------------------------------------------------
________________
૨૨૦
શ્રી ભગવતીજી મૂત્રનાં વ્યાખ્યાનો
માત્ર અહીં બતાવવું છે, એવું નથી; કેવા શબ્દોથી સહિતપણું છે, એ પણ અતાવવું છે. અહીં એટલા માટે જ ફરમાવ્યું છે કે–જયકુંજર જે શબ્દ કરે છે, તે ઘન અને ઉદાર હોય છે; એની મા', શ્રી ભગવતીજી સૂત્રમાં જે શબ્દ છે, તે પણ ઘનપણાની સાથે ઉદારપણાએ પણ સહિત છે. અહીં ઘનષ્ણા દ્વારા શબ્દના ગંભીરપણાના સંગ્રહ કરવામાં આવ્યેા છે અને ઉદારપણા દ્વારા શબ્દના ચારૂપણાના એટલે મનેાહરપણાના કે મધુરપણાના સંગ્રહ કરવામાં આવ્યે છે.
સંગીતના સ્વરમાં ક્યા સ્વની કેનામાં વિશેષતા ?
<
સંગીતમાં સ્વરાને સાત વિભાગેામાં વહેંચવામાં આવ્યા છે. એક ‘ સા ’ વિભાગ, બીજો ‘ રિ ’ વિભાગ, ત્રીજો ‘ ગ ’ વિભાગ, ચોથા ‘મ’વિભાગ, પાંચમા ‘ ૫’ વિભાગ, છઠ્ઠો ‘ધ’ વિભાગ અને સાતમા ‘ની’ વિભાગ છે. તેમાં પહેલા જે સા’ એટલે ષડ્ઝ સ્વર, ‘ રિ’ એટલે રિષભ સ્વર, ‘ગ’ એટલે ગન્યાર સ્વર, ‘ મ’ એટલે મધ્યમ સ્વર ૫' એટલે પંચમ સ્વર, ‘ધ ’ એટલે ધૈવત સ્વર, અને ‘ની’ એટલે નિષાદ સ્વર. આ તમામ સ્વરા જૂદાં જૂદાં પશુ-પંખીઓમાં હોય છે. ષડ્ઝ સ્વરની વિશેષતા મયૂરમાં હોય છે, રિષભ સ્વરની વિશેષતા કુકડામાં હાય છે, ગંધાર સ્વરની વિશેષતા હંસમાં હોય છે, મધ્યમ સ્વરની વિશેષતા ખળદમાં હોય છે અને પાંચમા સ્વર કાયલના છે. કાયલના જે સ્વર, એ જ્યારે વસંત ઋતુ હાય, આંખે માર આવ્યા હાય, ત્યારે ખાસ જાણવા. છટ્ઠો ધૈવત સ્વર સારસના છે અને સૌથી છેલ્લા જે નિષાદ સ્વર છે, તે હાથીના છે.
Page #255
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
૨૨૧
શ્રી કલ્પસૂત્રમાં હાથીના શબ્દનું વર્ણન | હાથીને સ્વર ગંભીર અને મનહર એટલે સાંભળનારને કર્ણપ્રિય બને એ હેય છે. શ્રી કલ્પસૂત્ર, કે જેની રચના પ્રત્યાખ્યાનપ્રવાદ નામના નવમા પૂર્વમાંથી ઉદધૃત કરીને કરવામાં આવેલી છે અને તે પ્રકારની રચના પણ ચૌદ પૂર્વધર એવા યુગપ્રધાન શ્રીમદ ભદ્રબાહુસ્વામીજી મહારાજાએ કરેલી છે, તેમાં શ્રી તીર્થકર ભગવાનની માતાને આવતાં ચૌદ સ્વપ્ન કેવાં હોય છે, તેનું પણ વર્ણન છે. એ ચૌદ સ્વને પકડી હાથી સ્વપ્નના સ્વરૂપનું વર્ણન કરતાં, શ્રી કલ્પસૂત્રમાં, એ હાથીને અંગે એક એવું પણ વિશેષણ વાપરવામાં આવેલ છે કે__“सजलघणविपुलजलहरगज्जिअगंभीरचारुघोषम्।" - આ પદના અર્થને સમજાવતાં, પણ્ડિતપ્રકાષ્ઠ ઉપાધ્યાય શ્રીમદ્દ વિનયવિજયજી મહારાજે ફરમાવ્યું છે કે
"सजलो जलपूर्णस्तस्य हि ध्वनिगंभीरो भवति । एवंविधो यो धनो निविडो विपुलजलधरो महामेघस्तस्य यद्गर्जितं तद्वद् गंभीरश्चारुर्मनोहरश्च घोषः शब्दो यस्य स तथा तम् ।"
એટલે કે–જલપૂર્ણ એ જે મહામેઘ, તેની જે ગર્જના, તે જેમ ગંભીર અને ચારૂ એટલે મનહર હોય છે, તેમ ભગવાનની માતાએ સ્વપ્નમાં જે હાથીને જે, તે હાથીને ઘોષ નામ શબ્દ, તે ગંભીર અને મનહર હતે. પ્રત્યેક શબ્દમાં ગાંભીર્ય અને મહાર્યઃ
અહીં પણ ટીકાકાર મહર્ષિએ એ જ વાત જણાવી છે. જયકુંજરને શબ્દ ગંભીર હોય છે–એમ ઘન” શબ્દના પ્રયેગથી જણાવેલ છે અને જયકુંજરને શબ્દ મનહર એટલે
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૨૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને સાંભળનારને કર્ણપ્રિય બને એ હેય છે એમ “ઉદાર શબ્દના પ્રયોગથી જણાવેલ છે. જયકુંજરના શબ્દમાં જેમ ગાશ્મીય અને મને હાર્ય રહેલું હોય છે, તેમ આ શ્રી ભગવતીજી સૂત્રના પણ પ્રત્યેક શબ્દમાં ગંભીરપણું તેમ જ મને હરપણું રહેલું છે, એમ ટીકાકાર મહાષએ “ઇનોવા કાબૂચ” એવા ત્રીજા વિશેષણ દ્વારા સ્પષ્ટ કરેલ છે. તુચ્છ અને કર્ણક, વાણી નહિ બલવી : - આ ત્રીજું વિશેષણ પણ વાંચકોને અને શ્રોતાઓને શ્રી ભગવતીજી સૂત્રના વાંચન અને શ્રવણને માટે આકર્ષનારું નિવડે એવું છે. આ વિશેષણમાંથી વાંચકોને અને શ્રોતાઓને સુન્દર બોધપાઠ પણ મળી રહે છે. બોલનાર દરેકે, પિતે જે શબ્દને બેલે તે શબ્દોમાં ગંભીરપણું તેમ જ મનહરપણું લાવવાને પ્રયાસ કરે જોઈએ. વાણું તુચ્છ નહિ પણ ગંભીર હેવી જોઈએ અને ગંભીર પણ વાણી મનહર હોવી જોઈએ, એટલે કે-એ વાણીને સાંભળનારને એ વાણી કર્ણપ્રિય બને એવી હેવી જોઈએ. તુચ્છ અને કર્ણકટુ વાણુને બેલનારાઓ, નથી
પિતાના હિતને સાધી શકતા અને નથી તો પરના હિતને સાધી શક્તા. તુચ્છ અને કર્ણકટુ વાણી, એના બેલનાર પ્રત્યે એના સાંભળનારના હૈયામાં અસદ્ભાવને પિદા કરે છે અને એથી એ વાણીને બોલનાર કદાચ ઉત્તમમાં ઉત્તમ પ્રકારની વાતને કહેવાને માગતા હોય, તે ય તે વાત મારી જાય છે. હૈયામાં રહેલા ભાવને વ્યક્ત કરવાને માટે, વાણી એ વાહન છે અને ઉત્તમ વાહન ઉપર બેસનારે જેમ ભાપાત્ર બને. છે, તેમ ગંભીર અને મનહર વાણુને બોલનારે આદરપાત્ર
Page #257
--------------------------------------------------------------------------
________________
ખીને ભાગ–શાત્મપ્રસ્તાવના
૨૨૩:
અને છે. ગધેડા ઉપર બેઠેલેા જેમ આવકારપાત્ર ઠરતા નથી અને હાથી ઉપર બેઠેલા સ્હેજે આવકારપાત્ર અને છે, તેમ તુચ્છ અને કર્ણકટુ વાણીને ખેલનારા પ્રાયઃ તિરસ્કારને પાત્ર અને છે, જ્યારે ગંભીર અને મનેાહર વાણીને માલનારા . બીજાઓને પેાતાના પ્રત્યે આકર્ષનારા બને છે.
ગંભીર તે કર્ણપ્રિય વાણી હિતકારી જ જોઈએ :
આમ છતાં પણ, એક એ વાત ધ્યાનમાં રાખવાની છે. કે—ગંભીર અને કર્ણપ્રિય વાણીના નામે અહિતકારી વાણી રૂપ વાહન ઉપર ચઢી જવા જેવી ભૂલ થવા પામે નહિ. તમે કદાચ જોયું હશે કે કેટલાક નગ્ન જેવા ખાવાએ હાથી ઉપર એસીને ફરતા હૈાય છે. હાથી ઉપર બેઠેલા હૈાવા છતાં પણુ, તેવા ખાવા નથી તેા શાભાપાત્ર અનતા કે નથી તેા આવકારપાત્ર મનતા. એટલે ગંભીર અને કર્ણપ્રિય એવી પણ વાણી જો હિતકારી હાય છે, તેા જ એવી વાણીને ખેલનારાઓ શિષ્ટ જનામાં આદરપાત્ર મની શકે છે. શિષ્ટ જનાના હૈયાની આદરપાત્રતા, એ જ સાચી આદરપાત્રતા છે. અજ્ઞાન લેાકના આવકાર, એ સાચા આવકાર જ નથી. આજે આવકાર આપનારા અજ્ઞાન લાક, અજ્ઞાનવશ કાલે જાકારો પણ દઈ દે મદાર તે શિષ્ટ જનાના આવકાર ઉપર ને જાવકાર ઉપર બંધાય. શિષ્ટ જને આવકાર આપે તે ય સમજપૂર્વક અને જાવકાર કરે તે ચ સમજપૂર્વક, શિષ્ટ જનાને પ્રિય હિતકારી વાણી જ હાય. એમાં, હિતકારી વાણી જો ગંભીર અને કર્ણપ્રિય હાય, તે તે અધિક આવકારપાત્ર પણ અને અને અધિક હિતકારી પણ અને.
1.
Page #258
--------------------------------------------------------------------------
________________
- ૨૨૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો શિષ્ટ જનોને અભિપ્રાય જ કિમતી ગણાય
વળી કેટલાક પ્રસંગે એવા પણ હોય છે કે જે વખતે ગંભીરતા અને કર્ણપ્રિયતા ગુણવાળી પણ હિતકારી વાણી, સાંભળનારને તુચ્છ પણ લાગે અને કર્ણકટુ પણ લાગે. ત્યાં સાંભળનારના દેશનું જોર ભારે છે, એમ કહેવું પડે. જેમ યુગપ્રધાન આચાર્યભગવાન શ્રીમત્ કાલિકસૂરીશ્વરજી મહારાજાએ ગર્દભીલ્લ નામના રાજાને જે વાણી સંભળાવી હતી, તે વાણું હિતકારી તે હતી જ, પણ સાથે સાથે ગંભીર અને મનહર પણ હતી. એ વખતે જે કંઈ ભગવાનના શાસનના રાગવાળા હશે, અવસરને સમજનારા હશે, કર્તવ્યાકર્તવ્યના ભાનવાળા હશે, તેમને એ વાણુ ખૂબ જ ગંભીર, મનહર અને હિતકારી લાગી હશે. એટલું છતાં પણ, રાજા ગર્દભીલને એ વાણું અહિતકારી, તુચ્છ અને કર્ણકટુ જ લાગી હતી. ત્યારે કહેવું પડે કે એ દોષ વાણુને કે વાણીના વદનારને નહોતે, પણ રાજાના દૂષિત ભાવને એ દેષ હિતે. આથી એ સમજવાનું છે કે-ગમે તે માણસ એમ કહી દે કે આ વાણી અગર અમુક વાણું તે તુચ્છ અને કર્ણકટુ છે, તે એટલા માત્રથી જ એ વાણીને તુચ્છ અગર કર્ણકટુ માની લેવાની ભૂલ કરવી જોઈએ નહિ. એટલા જ માટે સંસારમાં પણ પ્રાયઃ સર્વત્ર શિષ્ટ જનેના અભિપ્રાયને જ કિંમતી ગણવામાં આવે છે.
Page #259
--------------------------------------------------------------------------
________________
૬–લિંગ અને વિભક્તિ :
લિંગ અને વિભક્તિથી યુક્તઃ હવે ચોથું વિશેષણ
વિમરિયુરો” –એવું છે. આ વિશેષણ દ્વારા, ટીકાકાર મહર્ષિ ફરમાવે. છે કે-જયકુંજર લિંગ-વિભક્તિથી યુક્ત છે અને જયકુંજર, જેમ લિંગ-વિભક્તિથી યુક્ત છે, તેમ આ શ્રી ભગવતીજી સૂત્ર પણ લિંગ-વિભક્તિથી યુક્ત છે. તમે જાણતા હશે કે-હાથીનું જે લિંગ હેય છે, તે સદા બહાર રહેનારું નથી હોતું. અમુક પ્રસંગે જ એ બહાર આવે છે ને દેખાય છે. જ્યારે એ લિંગ. અંદર રહેલ હોય છે, ત્યારે એને માટેની જે કુદરતી રચના, તેના દ્વારા કલ્પના કરી શકાય છે કે-લિંગ છે તેમ જ એ રચના ઉપરથી જાણકારે સમજી શકે છે કે આનું લિંગ પુરૂષનું છે, સ્ત્રીનું છે કે નપુંસકનું છે. મનુષ્યજાતિમાં જેમ પુરૂષલિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગમાંથી કઈ લિંગ હોય છે, તેમ પશુઓમાં પણ ત્રણ લિંગોમાંથી કેઈ પણ એક પ્રકારનું લિંગ હોય છે. હવે આપણે આ જ વાત શ્રી ભગવતીજી સૂત્રને અંગે ઘટાવવાની છે. શ્રી ભગવતીજી સૂત્ર પદેથી ભરપૂર છે.. પદ ક્યારે બને છે? પ્રાય વિભક્તિને પ્રત્યય જોડાય ત્યારે..
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૨૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને ઉપસર્ગ, નિપાત અને અવ્યયની વાત તો આવી ગઈ એટલે એ સિવાયનાં જેટલું પદે છે, તે બધાં વિભક્તિના પ્રત્યથી સહિત છે. કોઈ પણ શબ્દને વિભક્તિના પ્રત્યે લગાડતી વખતે, એ જોવું પડે છે કે–આ શબ્દ કયા લિંગને છે ? કારણ કે વિભક્તિના પ્રત્યમાં લિંગભેદને અંગે ભેદ પણ પડે છે. જેમ કે–પહેલી વિભક્તિને પ્રત્યય લગાડવાને હેય, પણ પહેલી વિભક્તિને પ્રત્યય પુલિગ શબ્દને માટેને ય જૂદ હોય છે. સ્ત્રીલિંગ શબ્દને માટે ય જૂદે નહિ તે વિકૃતિ પામેલે હેય છે અને નપુસકલિંગ શબ્દને માટેને ય આદેશે જુદે હેાય છે. શબ્દને એ મુજબ પ્રત્યય લાગે, ત્યારે એ પદ બને. હવે તમે વિચાર કરે છે–પદમાં જે શબ્દ રહેલે છે, તેનું લિંગ દેખાય છે ? ના. અને વિભક્તિ ? વિભક્તિ દેખાય છે. વિભક્તિ દેખાય છે એટલું જ નહિ, પણ એ વિભક્તિના પ્રત્યે દ્વારા જાણકાર શબ્દના લિંગની કલ્પના પણ કેટલેક અંશે કરી શકે છે. આટલા જ માટે “વિભક્તિ અને લિંગથી યુક્ત” એમ નહિ કહેતાં, “લિંગ અને વિભક્તિથી યુક્ત”—એમ કહ્યું છે. પહેલું લિંગ અને પછી વિભક્તિ. આ શ્રી ભગવતીજી સૂત્રમાં વપરાએલા શબ્દો પુલ્લિગ, સ્ત્રીલિંગ કે નપુંસકલિંગવાળા છે, માટે આ શ્રી ભાગવતીજી સૂત્ર લિંગયુક્ત પણ છે અને એ શબ્દો વિભક્તિએ સહિત છે, માટે આ શ્રી ભાગવતીજી સૂત્ર વિભક્તિયુક્ત પણ છે. શ્રી ભગવતીજી સૂત્રમાં પ્રાકૃત ભાષાના વ્યાકરણના નિયમાનુસાર છ વિભક્તિ છે. પ્રાકૃત ભાષાના વ્યાકરણમાં ચોથી વિભક્તિ નથી; કારણ કે–પ્રાકૃત ભાષામાં ચોથી વિભક્તિના સ્થાનમાં પણ પ્રાયઃ છઠી વિભક્તિ વપરાય છે.
Page #261
--------------------------------------------------------------------------
________________
કિમીશ્નાગ શાસ્મતાના
૨૨૭
પદની વ્યાખ્યા :
પ્રશ્ન લલિત પદપદ્ધતિવાળા વિશેષણથી જ શ્રી ભગવતીજી સૂત્ર લિંગ અને વિભક્તિ યુક્ત છે–એમ સાબીત થઈ જાય છે, કારણ કે-પદ લિંગ અને વિભક્તિ વિનાનું હેતું નથી, તે આ સૂત્ર લિંગ અને વિભક્તિથી યુક્ત છે, એવું જણાવવાની ખાસ જરૂર ખરી?
પ્રશ્નકારનું કહેવું એ છે કે-પદ લિંગ અને વિભક્તિ વિનાનું હોતું નથી, પણ એ વાત વિચારણા માગે છે. વિભક્તિના અન્તવાળ જે શબ્દ, તેને પદ કહેવાય-એવી પણ પદની વ્યાખ્યા થાય છે અને એ દૃષ્ટિએ પ્રશ્નકારે જે દલીલ કરી છે તે બરાબર છે, પરંતુ “પ- અથો અને રાતિ ” એટલે કે–જેના દ્વારા અર્થનું જ્ઞાન થાય, તેને પદ કહેવાય–એ પ્રમાણેની પદ શબ્દની વ્યાખ્યા કરતાં, દેખીતી રીતિએ લિંગ અને વિભક્તિથી રહિત એવા પણ અવ્યયાદિ શબ્દ પણ પદની જ વ્યાખ્યામાં ગણાય અને એથી આ વિશેષણ સાર્થક ઠરે છે.
વળી પહેલાં એ વાત કહેવાઈ ગઈ છે કે–પદની વાતને જણાવ્યા પછીથી પણ ટીકાકાર મહર્ષિ ઉપસર્ગ, નિપાત, અવ્યય, શબ્દ, લિંગ અને વિભકિતની વિભાગવાર વાત કરી રહ્યા છે, કે જેથી પદ અંગે સ્પષ્ટતા થવા સાથે, જેની ઉપમા આપી છે તે જયકુંજરની સાથેની સૂત્રની સમાનતાનું વધુ સ્પષ્ટીકરણ થવા પામે. સમૂહગત વાત કહ્યા પછીથી પણ ભિન્ન ભિન્ન અંશોને લઈને પણ વાત કહી શકાય. એમ કરવાથી, બાધ ચવામાં ઘણી સરલતા થાય છે.
Page #262
--------------------------------------------------------------------------
________________
૨૨૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો બીજા પ્રકારે અર્થ :
આ ઉપરાન્ત, શ્રી ભગવતીજી સૂત્ર લિંગ અને વિભતિથી યુક્ત છે–એવા વિશેષણને બીજા પ્રકારે અર્થ પણ થઈ શકે છે. લિંગ શબ્દને “હેતુ” એવો અર્થ પણ થાય છે અને વિભક્તિ શબ્દને “રચના” એ અર્થ પણ થાય છે, આ પ્રમાણેના એ બને ય શબ્દોના અર્થોને ગ્રહણ કરીને જે બેલીએ, તે એમ કહેવાય કે-હેતુઓની રચનાથી યુક્ત એવું આ શ્રી ભગવતીજી સૂત્ર છે. આ અર્થ, શ્રી ભગવતીજી સૂત્રને ઘટી શકે એવું પણ છે. આ શ્રી ભગવતીજી સૂત્રમાં “ પર્વ ?' એવા પણ પ્રશ્નો આવે છે, કે જે પ્રશ્નો દ્વારા ગણધરભગવાન શ્રી ગૌતમસ્વામીજીએ ભગવાનની પાસે હેતુપૂર્વનું સ્પષ્ટીકરણ ઈચ્છયું છે. ભગવાને પણ એવા પ્રશ્નોના ઉત્તરમાં હેતુઓ આપ્યા છે. જે હેતુગમ્ય હેય, તેમાં હેતુઓ જરૂર આપવા જોઈએ. જે હેતુગમ્ય હેય જ નહિ, તેમાં હેતુઓને આપવાનો નિષેધ છે. એટલે ભગવાને પિતાની આ આજ્ઞા પિતાના વર્તનથી પણ સિદ્ધ કરી બતાવી છે. એવા પ્રશ્નોના ઉત્તર રૂપે ભગવાને જ્યાં જ્યાં હેતુઓની શક્યતા હતી, ત્યાં ત્યાં હેતુઓ આપ્યા જ છે.
જ્યાં હેતુઓની શક્યતા જ નહોતી, ત્યાં ભગવાને પણ માત્ર શ્રદ્ધાને પ્રધાનતા આપી છે. એટલે, આ શ્રી ભગવતીજી સૂત્ર હેતુઓની રચનાથી યુક્ત છે–એ પણ અર્થ જે કર હોય, તે તે આ ચોથા વિશેષણ દ્વારા થઈ શકે એ છે પણ આપણે પહેલાં જે અર્થ કર્યો, તે જ અર્થ કરે, એ જ વધારે વ્યાજબી લાગે છે.
Page #263
--------------------------------------------------------------------------
________________
૭–પ્રસિદ્ધિ :
સદા અથવા શ્રેષ્ઠ છે પ્રસિદ્ધિ જેની
ટીકાકાર મહર્ષિ, જયકુંજર હાથીની સરખામણીમાં શ્રી ભગવતીજી સૂત્રના પાંચમા વિશેષણ તરીકે ફરમાવે છે કે
" “વાત” * એટલે કે-જયકુંજર હાથી શ્રેષ્ઠ પ્રસિદ્ધિવાળે છે અથવા સદા પ્રસિદ્ધિવાળે છે અને જયકુંજરની જેમ શ્રી ભગવતીજી સૂત્ર પણ સારી ખ્યાતિવાળું છે તથા સદા ખ્યાતિવાળું છે. જયકુંજરની ખ્યાતિ એટલી હદે હોય છે કે-એ હાથી જેની જેની પાસે હોય, તેની તેની ઉપર શત્રુરાજાઓ પ્રાયઃ ચઢાઈ કરવાની હામ પણ ન ભીડે અને બીજા રાજાઓ પણ ઈચછે કે–એ હાથી અમારી પાસે પણ હોય તે સારું. આ વસ્તુ જયકુંજરની શ્રેષ્ઠ ખ્યાતિને સૂચવે છે. જયકુંજર જ્યાં સુધી જીવે છે, ત્યાં સુધી સદાને માટે એની આવી ખ્યાતિ બની રહે છે અને એના અભાવમાં પણ જયકુંજરના સ્વરૂપને જાણનારાઓ જ્યકુંજરના ગુણ ગાય છે. જયકુંજર એ હાથીઓમાં પણ ઉત્તમ જાતિને હાથી હેવાથી, એમ પણ કહી શકાય કે–શ્રી તીર્થકર ભગવાનની માતા જે ચૌદ સ્વપ્ન જુએ છે, તેમાં હાથીને પણ જૂએ છે અને એથી તેની પ્રસિદ્ધિ સદાને માટે ચાલુ રહે છે.
શ્રેષ્ઠ ખ્યાલ પણ હોય
આવી ખાતરી જ
Page #264
--------------------------------------------------------------------------
________________
=
=
=
૨૩૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો હવે શ્રી ભગવતીજી સૂત્રને અંગે વિચાર કરે. આજે તમે જાણે છે કે–બીજ અંગસૂત્રેના કરતાં શ્રી ભગવતીજી સૂત્રની વિશેષ ખ્યાતિ છે. શ્રી ભગવતીજી સૂત્રની ખ્યાતિ સુન્દર પ્રકારની–શ્રેષ્ઠ પ્રકારની પણ છે અને શ્રી ભગવતીજી સૂત્રની ખ્યાતિ સદાની પણ છે–એમ એ અપેક્ષાએ પણ કહી શકાય કે–સર્વ તીર્થકર ભગવાનના સમયે દ્વાદશાંગી રચાવાની અને તેમાં આ પંચમાંગ અંગસૂત્રની રચના પણ થવાની જ. સદાખ્યાતનો બીજા પ્રકારે અર્થ :
આ વિશેષણને બીજી રીતિએ પણ અર્થ થઈ શકે છે. આખ્યાત શબ્દને “ક્રિયાપદ એ અર્થ પણ થાય છે. સદાખ્યાત એટલે શ્રેષ્ઠ છે ક્રિયાપદે જેમાં, એ અર્થ પણ થાય. ક્રિયાપદ એટલે કિયાનું સ્થાન–એવો જે અર્થ કરીએ, તે જયકુંજરનાં ક્રિયાસ્થાને ઉત્તમ પ્રકારનાં હોય છે. જયકુંજરને રાખવાનું સ્થાન સ્વચ્છ અને સુન્દર હોય છે. જયકુંજરની ક્રિયાઓને અંગે વિચારીએ, તો એની કેટલીક ક્રિયાઓ વખાણુવા ગ્યા હોય છે. આ દૃષ્ટિએ જયકુંજરને માટે એમ કહેવાય કે–શ્રેષ્ઠ છે ક્રિયાપદે જેનાં એ જયકુંજર છે.
આ વાત, શ્રી ભગવતીજી સૂત્રના પક્ષે તે સીધી જ છે. ક્રિયાપદે તે બધા ગ્રન્થમાં હોય, પરંતુ શ્રી ભગવતીજી સૂત્રની રચનામાં જે ક્રિયાપદે પ્રગને પામેલાં છે, તે ક્રિયાપદો પણ શ્રેષ્ઠ પ્રકારનાં છે. એકને એક અર્થ જુદાં જુદાં ક્રિયાપદે દ્વારા કહી શકાય, પરંતુ એ ક્રિયાપદેમાં જે ક્રિયાપદ શ્રેષ્ઠ હેય, તેને પ્રયોગ કરાયો હોય, તે એવાં પાદ, વાક્ય, ગ્રન્થ, સૂત્ર, કાવ્ય આદિને સદાખ્યાત રૂપે પણ વર્ણવી શકાય. ઉપસર્ગ,
Page #265
--------------------------------------------------------------------------
________________
તાવના
જો ભાગ-શાસ્ત્રપ્રસ્તાવના
- ૨૩૧ નિપાત, અવ્યય, શબ્દ, લિગ અને વિભક્તિની વાત તે કરી આવ્યા, પણ ક્રિયાપદની વાત રહી જતી હતી ને ? એ વાત આ વિશેષણમાં આમ આવી ગઈ. દયિક ભાવમાં સર્વોત્કૃષ્ટ ભાવ શ્રી તીર્થંકર નામકર્મના
- ઉદયને ભાવ: જયકુંજરની પણ ખ્યાતિ છે અને શ્રી ભગવતીજી સૂત્રની પણ ખ્યાતિ છે. આ બન્ને ય ખ્યાતિઓમાંથી તમને કયી ખ્યાતિ ગમે છે અથવા તે કયી ખ્યાતિ વધારે ગમે છે ? શાસ્ત્રાદિનું શાસ્ત્રાદિ તરીકેનું બહુમાન ક્ષપશમ ભાવથી થાય છે, જ્યારે હાથી આદિ દુન્યવી પદાર્થોનું બહુમાન ઔદયિક ભાવથી થાય છે. જ્ઞાની અને સદાચારી આત્માઓની દુનિયામાં કિંમત પ્રશસ્ત ક્ષપશમ ભાવની છે. ઔદાયિક ભાવની જ્યાં જ્યાં કિંમત છે, ત્યાં ત્યાં પણ પ્રશસ્ત ક્ષપશમ ભાવને આશ્રયીને અગર તે ક્ષાયિક ભાવને આશ્રયીને જ છે. ઔદયિક ભાવમાં શ્રી તીર્થકર નામકર્મને ઉદય, એ તે સૌથી ઉત્કૃષ્ટ કેટિને અને પરમ હિતકારી ઔદયિકભાવ છે. શ્રી તીર્થંકરનામકર્મને ઉદય હજારોને, લાખેને ક્ષાયિક ભાવમાં લાવી મૂકનાર છે, તારનાર છે. એનાથી શાસનની સ્થાપના છે. ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ પોતાના શ્રી તીર્થકરનામકર્મના ઉદયે શાસનની સ્થાપના કરી, તે આપણે આજે તરવજ્ઞાનને પામી શકીએ છીએ અને તરવાની ક્રિયા કરી શકીએ છીએ. જેઓને શ્રી તીર્થકરનામકર્મને વિપાકેદય વર્તતે હેય, તેઓમાં ક્ષાયિક ભાવ જરૂર હોય, પણ ક્ષાયિક ભાવ અલગ છે ને ઔદયિક ભાવ અલંગ છે. સઘળા ય કેવલજ્ઞાનિએ શાચિક ભાવને પામેલા
Page #266
--------------------------------------------------------------------------
________________
૨૩૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યા
હોય, પણ તેમને ભગવાનના જેવા ઔદ્યાયિક ભાવ ન હોય. માટે તીર્થની સ્થાપના એક માત્ર શ્રી તીર્થંકર ભગવાનેા જ કરે. શ્રી તીર્થંકરનામકર્મના ઉદયને અંગેની સમૃદ્ધિના સુયેાગ પણ એ પરમ પુણ્યવાનાને જ હોય. આવા ઔયિક ભાવની ઇચ્છા કરી શકાય, પણ તે ય પ્રશસ્ત એવા ક્ષયેાપશમ ભાવપૂર્વક જન્મેલી હોવી જોઇએ. દુન્યવી સુખસામગ્રીની ઇચ્છા હોય, તેા શ્રી તીર્થંકરનામકર્મની ઇચ્છા પણ દોષ રૂપ છે. ઔાયક ભાવની સામગ્રીની સફળતા પ્રશસ્ત ક્ષાયે મિક ભાવથી ને ક્ષાયિક ભાવથી:
તીર્થંકર નામકર્મના ઉદ્રય ભગવાનને પેાતાને અંગે શાતાની સામગ્રી મેળવી આપે છે, પણ એનાં વખાણ તેા જગતના જીવાને માટે એ મહા શાતાનું કારણ બને છે એથી છે. અપાયાપગમાતિયના યેાગે શાતાનું કારણ અને છે-એની
આ વાત નથી, પરન્તુ અશાતા માત્રના મૂળને ઉખેડી નાખવાના માર્ગને પ્રરૂપે છે, એ માર્ગને જ વહેતા રાખનારા શાસનને સ્થાપે છે, એ માટે મહા શાતાનું કારણ અને છે–. એમ કહેવું છે. શ્રી તીર્થંકરનામકર્મના વિપાકાય ક્ષાયિક ભાવ પેટ્ઠા થયેથી જ થાય છે. ક્ષાયિક ભાવ આવ્યા વિના તીર્થંકરનામકર્મના વિપાકાય નહિ. એ નામકર્મને પ્રદેશેાદય ક્ષાયિક ભાવ પ્રગટ્યા પહેલાં પણ હોય અને એ પ્રદેશેાયના પ્રતાપ પણ કેવા છે? ચ્યવે ત્યારથી ઇન્દ્રો પણ જેમની સ્તુતિ કરે એવા ! એટલે ખરેખરા વખા લાયક તે એ ઔયિક ભાવ છે. બીજા પણ કેટલાક ઔયિક ભાવે પ્રશંસાને પાત્ર ગણાય છે. જેમ કે—મનુષ્ય ભવ, આર્ય દેશ, આર્ય કુળ,
Page #267
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
૨૩૩
આર્ય જાતિ, પંચેન્દ્રિય પૂર્ણતા, નીરાગતા, દીર્ઘાયુષ્ય, સદ્ગુરૂને ચેગ અને સદ્ગુરૂના શ્રીમુખે શાસ્રશ્રવણુ–એ બધી સામગ્રી ઔયિક ભાવની છે, પરન્તુ એ બધી સામગ્રીની સફલતા, એ બધી સામગ્રીને લાલ, કાને મળે ? પ્રશસ્ત ક્ષચેાપશમ ભાવવાળાને ! અથવા ક્ષયાપશમ ભાવમાંથી જે ક્ષાયિક ભાવને પામી જાય તેને ! ક્ષાયિક ભાવમાં કયાં ય પ્રશસ્તપણું કે અપ્રશસ્તપણું એવા ભેદ નહિ. ક્ષાયિક ભાવ તેા પ્રશસ્ત જ ડાય. ક્ષાચેાપશમિક ભાવમાં અને ઔચિક ભાવમાં પ્રશસ્તપણું પણ હાઈ શકે અને અપ્રશસ્તપણું પણ હોઈ શકે. અત્યારે આપણને ક્ષાયેાપશમિક ભાવ તથા ઔયિક ભાવ–એ અન્ને ભાવાના ચેગ છે, પણ તે પ્રશસ્ત કેટિના છે કે નહિ અથવા કેટલે અંશે પ્રશસ્ત કાટિના છે અને કેટલેક અંશે અપ્રશસ્ત કેાટિના છે, એના યથાતથ્ય સૂક્ષ્મ નિર્ણય તે જ્ઞાની કરી શકે; પણ આપણે જો વિવેકી અને ભાવના સ્વરૂપને જાણનારા હાઇએ, તેા ચેાગ્ય વિચારણાથી આપણે પણ આપણા ભાવાની પ્રશસ્તતા અપ્રશસ્તતાના નિર્ણય લ રીતિએ તેા જરૂર કરી શકીએ; અને જો આ રીતિએ પૃથક્કરણ કરવાની મહેનત ચાલુ રાખીએ, તે એ દ્વારા પણ આપણે આપણા ઘણા વિકાસને સાધી શકીએ.
સર્વ ક્ષણે શ્રી જિનપૂજા :
એક માણસ ઘરમાં બેઠેલા હાય, સંસારની ક્રિયા કરતા હાય, તેમ છતાં પણ જો તે વિવેકપૂર્વકની વિચારણામાં હોય, તેા પ્રશસ્ત એવા ક્ષાયેાપમિક ભાવમાં હોય; જ્યારે બીજો માણસ દેરાસરમાં હાય, શ્રી જિનની પૂજા કરતા હોય, તે
:
Page #268
--------------------------------------------------------------------------
________________
૨૩૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન વખતે પણ ઔદયિક ભાવમાં રમતા હોય તે તેને જે ક્ષાપશમિક ભાવ હોય, તે ય અપ્રશસ્ત પ્રકારને હેય. શ્રી જિનની પૂજા માત્ર દેરાસરમાં જ કરવાની છે, એવું નથી. આમ સ્થાનને આશ્રયીને શ્રાવકને માટે ત્રિકાલ પૂજા કહી; બાકી છે, ક્ષણે ક્ષણે પ્રત્યેક ક્ષણે શ્રી જિનની પૂજા થાય, એવા બનવાને પ્રયાસ કરે જઈએ. શ્રી જિનની આજ્ઞાનું પાલન તે શ્રી જિનપૂજા છે જ, ઉત્કૃષ્ટ પ્રકારની શ્રી જિનપૂજા છે, પરંતુ શ્રી જિનની આજ્ઞાનું પાલન કરવાના ભાવમાં રમવું, એ ય શ્રી જિનપૂજા છે. કયો ક્ષણ એ છે, કે જ્યારે શ્રી જિનનું તાન ન હોઈ શકે, એ નિષેધ છે ? શ્રી જિનતાન સર્વ ક્ષણોએ થઈ શકે. એમ શ્રી જિનતાનમાં જ એકતાન થઈ જવું એ વેધકતા છે. એવી રીતિએ જે શ્રી જિનતાનમાં વિધાયે, હેય, તે કર્મોને વેધક બને. એ મનુષ્ય આ માનવભવમાં રાધાવેધ કરી, કર્મના લાળાને શમાવી, દુઃખના ગાળા વગરના સુખને ભક્તા બની શકે છે. આપણે પ્રશસ્ત ક્ષપશમ ભાવને પિષવાને માટે અને પરિણામે ક્ષાયિક ભાવને પ્રગટ કરવાને માટે શ્રી જિનેશ્વર પ્રભુને યાદ કરીએ છીએ. શ્રી જિનપૂજા પણ તમારે આવા લક્ષ્યપૂર્વક કરવાને માટે મથવું જોઈએ. ઓયિક ભાવને ગૌણ બનાવીને પ્રશસ્ત ક્ષાપશમિક ભાવને
વળગતા જવું જોઈએ? સંસારમાં શિષ્ટ ક્ષયે પશમ ભાવ કઠિન છે, તેમાં ય પ્રશસ્ત ક્ષપશમ ભાવ અતિ કઠિન છે અને ક્ષાયિક ભાવ તો તેનાથી ય કઠિન છે. ઔદયિક ભાવ તે રસ્તામાં હરતાં ફરતાં મળનારી ચીજની માફક સસ્ત છે. ઔદયિક ભાવના જેરે ક્ષાપશમિક
Page #269
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
૨૩૫ ભાવ પણ મલિન બનીને ઔદયિક ભાવને જ પુષ્ટ કરનાર બને છે. ઔદયિક ભાવનું જોર ઘટ્યા પછીથી જ પ્રશસ્ત ક્ષાશમિક ભાવ પ્રગટી શકે છે અને પ્રશસ્ત ક્ષાપથમિક ભાવને જે જાળવતાં આવડે, એ ઔદયિક ભાવ ઉપર અંકુશની ગરજ સારે છે. પ્રશસ્ત ક્ષાપથમિક ભાવને આત્મા જે વળગ્ય રહે છે, તો પ્રશસ્ત લાપશમિક ભાવ વધતે વધતે આત્માને એ ક્ષાયિક ભાવને પામવામાં બહુ મદદગાર બને છે. એટલે જયકુંજરની પ્રસિદ્ધિ જ જે આકર્ષે-ગમે, તે સમજવું કે–એ પ્રતાપ ઔદયિક ભાવને છે અને શ્રી ભગવતીજી સૂત્રની પ્રસિદ્ધિ જે આત્મકલ્યાણની દષ્ટિએ ગમી જાય, તે સમજવું કે એ પ્રતાપ પ્રશસ્ત ક્ષાપશમિક ભાવને છે. ધન-સ્ત્રીમાનાપમાન સંબંધી ભાવે ઔદયિક ભાવના ઘરના છે અને એ બધાના સંસર્ગથી છૂટવાના ભા, એ બધાના સંસર્ગથી ક્યારે છૂટાય તથા કેમ છૂટાય-એ વિગેરે ભાવે એ પ્રશસ્ત લાયોપથમિક ભાવના ઘરના છે. ઔદયિક ભાવેને ગૌણ બનાવીને, પ્રશસ્ત ક્ષાપશમિક ભાવને વળગતા જવું જોઈએ. એને બદલે આજે તે મોટે ભાગે ઔદયિક ભાવની રમણતામાં જ રમણીયપણું ભાસે છે.
પ્રશ્ન- પ્રશસ્ત ક્ષાપશમિક ભાવ ક્યારે હય?
પ્રશસ્ત ક્ષાપશમિક ભાવની શરૂઆત સમ્યગ્દર્શન ગુણના પ્રગટીકરણથી મનાય, પરંતુ મન્દ મિથ્યાત્વના કાળમાં પણ ક્ષાપશમિક ભાવની પ્રશસ્તતાની ઝાંખીને અનુભવ થઈ શકે છે. આ પ્રશ્ન પ્રશસ્ત લાયોપથમિક ભાવની ઉચ્ચ કક્ષા કયી?
દર્શનમોહનીયના ક્ષપશમ પછીથી ચારિત્રમેહ
Page #270
--------------------------------------------------------------------------
________________
૨૩૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાના
નીયના પણ સુન્દર પ્રકારના ક્ષયાપશમ થાય, તેા પ્રશસ્ત ક્ષાયેાપમિક ભાવની એ ઉચ્ચ કક્ષા છે એમ કહી શકાય. આથી, તમે સમજી શકયા હશેા કે–ઔયિક ભાવની રમતમાંથી છૂટવાને માટે અને પ્રશસ્ત ક્ષાયેાપશમિક ભાવને પામવાને માટે, આત્માએ દર્શનમેાહનીય અને ચારિત્રમેાહનીય કર્મના ક્ષાપશમ તરફ ખૂબ જ લક્ષ્યવાળા બનવું જોઇએ.
૮-સલક્ષણ :
જયકુંજની જેમ આ સૂત્ર પણ સારાં લક્ષણાવાળું છે : હવે આગળ ચાલતાં ટીકાકાર મહર્ષિ છટ્ઠા વિશેષણ તરીકે લક્ષણવન્તાપણાની વાત કરતાં ફરમાવે છે કે"" सल्लक्षणस्य
66
જયકુંજર જેમ સારાં લક્ષણાવાળા હોય છે, તેમ આ શ્રી ભગવતીજી સૂત્ર પણ સારાં લક્ષણાવાળું છે, એમ આ વિશેષણ દ્વારા ટીકાકાર મહર્ષિ આપણને સમજાવી રહ્યા છે. લક્ષણ, એ પણ એક બહુ અગત્યની વસ્તુ છે. કહેવાય છે કે “પુત્રનાં લક્ષણ પારણામાંથી અને બાયડીનાં
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૩૭
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના લક્ષણ બારણુમાંથી જણાય.” એને અર્થ એ છે કેપુત્ર માટે થયે કે નિવડશે, એની કલ્પના એ પારણામાં હોય એટલે કે બહુ નાની વયને હોય, તે વખતનાં તેનાં લક્ષણે ઉપરથી થઈ શકે અને બાયડી જ્યાં પરણીને આવે અને બારણામાં પગ દે, ત્યાં એ કેવી નિવડશે–એની કલ્પના એનાં લક્ષણે ઉપરથી આવી શકે. ખરાબ લક્ષણે, છોકરે કે બાયડી ખરાબ નિવડશે–એમ સૂચવે છે અને સારાં લક્ષણે, છોકરે કે બાયડી સારાં નિવડશે-એમ સૂચવે છે. હાથીનાં નેત્રો મધુપિંગળ જેવાં હોય, એની સૂંઢ ઘણી નીચી હોય, એની પીઠ ઉન્નત હોય, એના કુંભસ્થળે કુંભની જેમ ઉંચાં હોય, એની ગ્રીવા ટૂંકી હોય, એનું પૂંછડું પણ લાંબું એટલે એની સૂંઢથી જરાક જ ટૂંકું હોય અને એ પાછલા ભાગમાં નીચે હોય તથા એ મદ ઝરતો હોય, તે એ બધાં હાથીનાં સારાં લક્ષણે ગણાય છે. જયકુંજરમાં એ બધાં હોય છે.
એ જ રીતિએ, સૂત્રની રચના કેવા કેવા દેષથી મુક્ત હેવી જોઈએ તેમ જ સારવત્ આદિ કેવા કેવા ગુણએ સહિત હેવી જોઈએ, એનું પણ વર્ણન ઉપકારી મહાપુરૂષોએ કરેલું છે. જે દેષ કહ્યા છે, તેને સૂત્રનાં અપલક્ષણે ગણાય અને જે ગુણે કહ્યા છે, તેને સલક્ષણે ગણાય. આ શ્રી ભગવતીજી સૂત્ર સઘળાં ય અપલક્ષણથી રહિત છે તેમ જ સઘળાં ય સલક્ષણેથી સહિત છે. કેઈ પણ સૂત્રમાં જે જે સુન્દર લક્ષણે સંભવી શકે, તે બધાં ય સુન્દર લક્ષણે આ શ્રી ભગવતીજી સૂત્રમાં છે. મહાપુરૂષોની વાણી સલક્ષણશૂન્ય હોતી જ નથી. આ શ્રી ભગવતીજી સૂત્રમાં ઉંચા ઉંચા લાક્ષણિક પ્રયોગ છે, એમ પણ આ વિશેષણથી કહી શકાય.
છે. તેને સલ્લા
રહિત છે તેમ અન્ડર
Page #272
--------------------------------------------------------------------------
________________
૨૩૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
સારાં લક્ષણવાળાઓનું પગલું સારા માટે:
સારાં લક્ષણવાળાનું પગલું પણ સારું મનાય છે. સારાં લક્ષણવાળો જીવ ગર્ભમાં આવે, તે ત્યારથી જ એ જીવનાં માતા-પિતાદિ અનેકવિધ દ્ધિ-સિદ્ધિની અભિવૃદ્ધિને પામે. છે. ભગવાન શ્રી વર્ધમાન સ્વામીજીના પ્રસંગમાં એમ જ બન્યું હતું ને? બાયડી પણ સારાં પગલાંની અને ખરાબ પગલાંની મનાય છે. બાયડી બારણે આવે ત્યારથી સુખસામગ્રી વધે તે તે સારાં પગલાંની ગણાય છે અને સુખસામગ્રી ઘટે તે તે ખરાબ પગલાંની ગણાય છે. પશુઓમાં પણ ઘણી વાર એવું બને છે. લક્ષણવત્તા ઘોડા વિગેરે પશુઓ જ્યારથી આંગણે બંધાય, ત્યારથી તેના માલિકની કીર્તિ વધે, સુખસામગ્રી વધે–એવું પણ બને છે. જયકુંજર હાથીને માટે પણ એમ જ સમજવાનું છે અને શ્રી ભગવતીજી સૂત્રને માટે પણ એમ સમજવાનું છે. જયકુંજર હાથીને આંગણે બંધાય છે, હાથીશાળામાં પણ અલગ અને સારી જગ્યામાં બંધાય છે, જ્યારે શ્રી ભગવતીજી સૂત્રને હૃદયાંગણમાં સ્થાપિત કરવાનું છે. મંગળ ઘોડા અને જયકુંજર વિગેરે જે મંગળનું કારણ બને છે, તે મંગળ શ્રી ભગવતીજી સૂત્રને હૃદયાંગણમાં સ્થાપિત કરવાથી નિપજતા મંગળની પાસે કોઈ વિસાતમાં નથી. પેલા બધા તો તુચ્છ, નાશવન્ત લક્ષ્મી આદિના કારણ રૂપ બને છે અને તેમાં ય અન્તર્ગત નિમિત્ત તે માલિકને પુણ્યોદય હોય છે,
જ્યારે શ્રી ભગવતીજી સૂત્ર જેના હૃદયાંગણમાં સ્થાપિત થાય, તે પરિણામે અનન્ત લક્ષ્મીને સ્વામી બને છે અને એ જ્યાં સુધી સંસારમાં રહે ત્યાં સુધી પણ વિવિધ કૃદ્ધિ-સિદ્ધિઓ
Page #273
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ-શાસ્ત્રપ્રસ્તાવના
૨૩૯ એને કેડો છોડતી નથી. શરત એટલી જ કે-એ માણસે શ્રી ભગવતીજી સૂત્રને હૈયાથી જરા પણ અલગ નહિ જ કરવું જોઈએ. વાણીએ શ્રી શ્રેણિકને વળગી પડ્યો તે વિવેકી શ્રી ભગવતીજી સૂત્રને વળગી પડે નહિ એ બને કેમ ?
શ્રી ભગવતીજી સૂત્રના આવા લક્ષણપણાને જેને બરાબર ખ્યાલ આવી જાય અને આને હૃદયાંગણમાં સ્થાપિત. કરવાથી જે અનન્ત લક્ષ્મી મળી શકે છે–તેનું અર્થિપણું આવી જાય, તે શ્રી ભગવતીજી સૂત્રને પિતાના હૃદયાંગણમાં સ્થાપિત કરવાને પ્રયત્ન કર્યા વિના કેણ રહે? તુચ્છ લક્ષમીના પણ સાધનને જ ખ્યાલ આવી જાય છે, તે માણસ એ સાધનને વળગી પડે છે, તો પછી શ્રી ભગવતીજી સૂત્ર અનન્ત. સુખ આપનારી લક્ષ્મીનું સાધન છે એ વાતનો પાકે વિશ્વાસ જેને થાય, તે શ્રી ભગવતીજી સૂત્રને હૈયે સ્થાપ્યા વિના રહે ખરે? અને હૈયાથી એ આછું થઈ જવા પામે નહિ–. એની કાળજી રાખ્યા વિના પણ એ રહે ખરે?
શ્રી શ્રેણિક જ્યારે રાજકુમાર હતા, રાજગાદીના માલિક નહેતા બન્યા, ત્યારે પિતાએ કરેલા અનાદરથી રેષ પામીને વેણાતટ નામના નગરમાં ચાલ્યા ગયા હતા. શ્રી શ્રેણિકના પિતાએ તે સારાને માટે અનાદર કર્યો હતો. રાજ્ય શ્રી શ્રેણિકને આપવું હતું—એ હેતુથી, બીજા કુમારે એ વાતને જાણું જવા પામે નહિ–એ માટે શ્રી શ્રેણિકને અનાદર કર્યો હતો, પણ શ્રી શ્રેણિકને બેટું લાગ્યું. ભગવાને માતાના ગર્ભમાં રો રહે જ આ અવસર્પિણીના આવા ભાવની વિચારણા કરી હતી ને ? શ્રી શ્રેણિક વણાટ નગરે જઈને ભદ્ર નામના.
Page #274
--------------------------------------------------------------------------
________________
૨૪૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને એક વણિકની દુકાને જઈને બેઠા. એ દિવસે એ શેઠ ઘણું કમાયે. એ પ્રત્યક્ષ ફળને જોઈને, એ શ્રી શ્રેણિકને એ વળગી પડ્યો કે–પિતાના ઘરે રાખીને પોતાની નિંદા નામની પુત્રી પણ શ્રી શ્રેણિકને પરણાવી. શ્રી અભયકુમાર, એ એ નન્દાના જ સુપુત્ર હતા.
એટલે સામાન્ય, નાશવન્ત સુખસામગ્રીને લાભના લેભે પણ જે માણસ અજાણ્યા માણસને ય વળગી પડે છે, તે પછી અક્ષય અને અનન્ત લક્ષ્મી જેનાથી મળી શકે તેમ છે–એવા આ શ્રી ભગવતીજી સૂત્રને માણસ વળગી પડે નહિ, એ બને કેમ? પણ ખરી વાત એ છે કે–વિવેક જોઈએ. એ માક્ષલક્ષમીને ખપ લાગ જોઈએ અને એના સાધન તરીકે આ શ્રી ભગવતીજી સૂત્ર પણ છે એમ લાગવું જોઈએ. એ વિના, આ સલ્લક્ષણવંતા સૂત્રને પણ હૈયે સ્થાપિત કરી શકાય એ શક્ય નથી.
* ૯-દેવતાધિષ્ઠિત :
દેવતાધિષ્ઠિતપણાનું વર્ણન: સાતમા વિશેષણ તરીકે ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે
“દેવઇિતારામાં
Page #275
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૨૪૧
એટલે કે—જયકુંજર જેમ દેવતાધિષ્ઠિત હાય છે, તેમ આ શ્રી ભગવતીજી સૂત્ર પણ દેવતાધિષ્ઠિત છે. દેવતા જેના અધિષ્ઠાયક હોય, તેને દેવતાધિષ્ઠિત કહેવાય છે. દેવતાઓનું અધિષ્ઠાયકપણું, એ કોઈ અસંભવિત બાબત નથી, પણ સુસંભવિત ખાખત છે. મોટે ભાગે કિંમતી વસ્તુઓના અધિષ્ઠાયક દેવા હાય છે. દેવતાઓ કેટલીક વાર તે સામાન્ય પણ પોતાને ગમી જાય એવી વસ્તુના અધિષ્ઠાયક બની જાય છે. દેવતાઓમાં પણ રાગ છે અને દેવતાઓમાં કૌતુકના સ્વભાવ હોય છે—એવું પણ કેટલાક પ્રસંગેામાં જોવાય છે. દેવતાઓને જેના ઉપર રાગ થઈ જાય, મમતા થઈ જાય, તેના તે અધિષ્ઠાયક બની જાય. ઉંચા પ્રકારનાં રત્નાના પણ અધિષ્ઠાયક દેવા હોય છે. માનવામાં હિલૌકિક સુખસામગ્રીની અપેક્ષાએ ચક્રવર્તી ઉંચા છે. એની એ ભૂજાએના એકના એક એક હજાર મળી બે હજાર દેવા અધિષ્ઠાયક હોય છે. ચક્રવર્તીનાં જે ચૌદ રત્નો, તેના પણ એકના એક હજાર-એમ કુલ ચૌદ હજાર દેવા અધિષ્ઠાયક હોય છે. ચક્રવર્તીનાં નવ નિધાનાના પણ નવ હજાર દેવતાઓ અધિષ્ઠાયક હોય છે. દેવાધિદેવ શ્રી તીર્થંકર ભગવાન જ્યારથી કેવલજ્ઞાન પામે છે, ત્યારથી તે તેઓ નિર્વાણ પામે છે ત્યાં સુધીને માટે જઘન્યથી એક કરોડ દેવા તે તેઓની સેવામાં રહે જ છે. યુગલિક કાળમાં જે કાંઈ જોઈ એ તે કલ્પવૃક્ષેાથી મળે છે અને તે કલ્પવૃક્ષા દેવતાધિષ્ઠિત હેાય છે. ચિન્તામણિ આદિ પણ દેવતાધિષ્ઠિત હોય છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ આદિ અનેક મૂર્તિઓના અધિષ્ઠાયક દેવા છે. એટલે દેવતા એનું અધિષ્ઠાયકપણું સાંભળીને મુંઝવા જેવું કાંઈ છે જ નહિ.
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૪૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને દેવતાઓમાં પણ રાગ, દ્વેષ, મમત્વ આદિ છે તેમ જ અમુક અમુક ક્ષપશમ પણ હોય છે. એટલે તેમને અમુક ગમી જાય, બહુ ગમી જાય, અમુક ન ગમે, અમુક બીલકુલ ન ગમે-એ વિગેરે બને. જયકુંજર ગમી જાય એવી ચીજ હોય છે. એના અધિષ્ઠાયક દેવતા હોય, એ બનવાજોગ જ છે.
તેમ આ શ્રી ભગવતીજી સૂત્ર પણ દેવતાધિષ્ઠિત છે. દેવતાધિષ્ઠિત વસ્તુને મહિમા વધ્યા કરે છે. પિતાની અધિષ્ઠિત વસ્તુને મહિમા વધે-એવું દેવે કરે. પોતે જેના અધિષ્ઠાયક બન્યા, તેને આદર વધે, તેની પૂજા વધે –એ વિગેરે દેવતાઓને બહુ ગમે. એટલે એ એવું કરતા રહે, કે જેથી પિતે જેના અધિષ્ઠાયક હોય, તેના તરફ લોકેનું આકર્ષણ થાય. આ શ્રી ભગવતીજી સૂત્રને મહિમા પણ ઘણે છે. શ્રી ભગવતીજી સૂત્ર વેચાય છે એવું કઈ શ્રાવક સાંભળે, તે એને આનંદ થાય છે. ગુરૂ મહારાજ પાસે શ્રી ભગવતીજી સૂત્રને વંચાવવાની ઈચ્છા થાય છે ને તરત જ એથી આનંદ પ્રગટે છે. શ્રી ભગવતીજી સૂત્રને સાંભળતાં ય સાંભળવામાં કાંઈક વિશેષ ભાવ રહે છે. આ બધો શ્રી ભગવતીજી સૂત્રને મહિમા જ છે ને? આ મહિનામાં, આ સૂત્રના અધિષ્ઠાયક દેવને પણ હિસે હેય, એ બનવાજોગ જ વસ્તુ છે. બાકી તે શ્રુતના અધિષ્ઠાયક દેવ છે, એ અપેક્ષાએ પણ આ શ્રી ભગવતીજી સૂત્ર દેવતાધિષ્ઠિત છે, એમ માની શકાય એવું છે.
Page #277
--------------------------------------------------------------------------
________________
૧૦-સુવર્ણમંડિત ઉદ્દેશક:
આ પ્રમાણે સાત વિશેષણોને જણાવ્યા બાદ, આઠમા વિશેષણ તરીકે ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે
સુવ િતોફા” એટલે કે-જયકુંજર જેમ સુવર્ણથી મડિત ઉદ્દેશકેવાળો હોય છે અથવા તો સુવર્ણથી મંડિત છે ઉદ્દેશકે જેના એ હોય છે, તેમ શ્રી ભગવતીજી સૂત્ર પણ સુવર્ણથી મડિત ઉદ્દેશકવાળું છે અથવા તે સુવર્ણથી મડિત છે ઉદ્દેશકે જેના એવું છે.
સુવર્ણને અર્થ સેનું પણ થાય અને સારે-મનને ગમી જાય એવું–જોતાં આંખ કરે એ રંગ, એ પણ અર્થ સુવર્ણ શબ્દથી લઈ શકાય. એ જ મુજબ, “સુ” એટલે સારા અને “વર્ણ” એટલે અક્ષર. સારા અક્ષરે છે જેના, તેને પણ સુવર્ણ કહેવાય. મહિત એટલે આભૂષિત, શુંભનિક બનાવાએલ, આદિ અર્થો થાય. ઉદ્દેશકને અર્થ વિભાગ, અવયવ આદિ થાય. આ બધા અર્થોને લક્ષ્યમાં રાખીને, આ આઠમા વિશેષણના ભાવને તારવવાને છે. જ્યકુંજર પક્ષે વિચારણા
જયકુંજરને લક્ષ્યમાં રાખીને આ વિશેષણના ભાવને
Page #278
--------------------------------------------------------------------------
________________
૨૪૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
વિચાર કરીએ, તે એવા અર્થ પણ થાય કે—જયકુંજરનાં જે શિરાભાગ અવયવા હેાય છે, તે સારા વર્ણથી શાનિક હાય છે. જેનાં અવયવા શાનિક હોય, તેના જ દેહ શેાનિક ગણાય છે. જેમ ખંડિત અવયવાવાળાના ઢેડ શેાનિક ગણાતા નથી, તેમ જેનાં અવયવેાનાં રૂપ રંગ સારાંનથી હોતાં, તેવા દેહ પણ શેાનિક ગણાતા નથી. સારાં રૂપ–રંગ શોભાનું કારણ છે. રૂપાળી ચીજને જોતાંની સાથે જ નજર ત્યાં સ્થિર થઈ જાય છે ને ? કાઇ પાતાની નજર ઉપર કાબૂ રાખે તે. તે વાત જૂદી છે, પરન્તુ રૂપાળી ચીજને જોતાં નજર એને વધારે ને વધારે વાર જોવાને માટે તલસ્યા કરે, એવું બને છે ને ? રૂપાળી એટલે ધેાળી રૂની પુણી જેવી–એમ નહિ, પણ રૂપાળી વસ્તુ એટલે એવા રંગ ને એવી રચનાવાળી વસ્તુ, કે જે મનેાના પદાર્થોને જોવાની વૃત્તિવાળી આંખને અટ ખીંચી લે અને પેાતાના ઉપર સ્થિર બનાવી દે. તમને આ ખખતના અનુભવ નથી, એવું છે જ નહિ. તમને આવા તા ઘણા અનુભવા થયા હશે, પણ એવા અનુભવા તમને ખટકથા છે કે નહિ અગર ખટકે છે કે નહિ, એ તા તમે જાણા. રાનિક પણ ચીજને વિષયરાગથી ન જોવી :
સારા વર્ષથી શૈાનિક ચીજને, આંખના વિષયને ભાગવટો કરવાને માટે જોવાની ઇચ્છા અગર તા જોયા કરવાની ઇચ્છા, એ પણ વિષયરાગના જ એક પ્રકાર છે. ત્યાં કામવિકારની દૃષ્ટિ કદાચ ન હોય તેા પણ, વિષયના રાગ તે છે જ. વિષયના રાગ, એ આત્માને ડૂમાવનાર છે, સંસારમાં રઝળાવનાર છે, ચાર ગતિમાં ભટકાવનાર છે, દુર્ગતિમાં
Page #279
--------------------------------------------------------------------------
________________
ખીને ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૨૪૫
ઘસડનાર છે, એ તે તમે જાણા છે ને? આજે આંખ ઉપરના કાબૂવાળા કેટલા અને આંખ ઉપરના કાબૂ વિનાના કેટલા ? બજારમાં, સેંકડા માણસાની વચમાં પણ, ભામટાની જેમ પાતાની આંખને સમાવ્યા કરનારા દહાડે દહાડે વધતા જાય છે. એટલે, રૂપ-રંગથી શોભતી ચીજ ઉપર નજર ઠરે એ સારૂં છે—એવી વાત અહીં નથી, પરન્તુ રૂપ-રંગથી શાભતી વસ્તુના સ્વરૂપનું આ પ્રાસગિક વર્ણન છે. દુનિયામાં સારા વર્ણથી શૈાભતી વસ્તુઓ છે, એટલે એ બધી જોવા લાયક જ છે અગર તેા એ અધીને જોવામાં વાંધા નથી—એવું માની લેવાનું નથી. આપણા મુદ્દો તે અહીં એટલે। જ છે કે—જયકુંજર હાથીનાં જે શિરેાભાગ અવયવા હોય છે, તે સારા વર્ણથી શેાનિક હેાય છે. રાગમાં રમનારાઓને એને જોવાનું, જોયા કરવાનું મન થાય; જ્યારે વિષયવિરાગવાળાને, વિવેકિને સારા વર્ણથી શેાનિક અવયવાવાળી વસ્તુને જોઇને એમ પણ થાય કે–આ પણ ધર્મના પ્રભાવ છે, કારણ કે-પુણ્ય વિના આવું રૂપાળાપણું મળે નહિ અને પુણ્ય ધર્મથી ઉપાય છે. વળી, એને એમ પણ થાય કે–આવું રૂપાળાપણું પણ નાશવન્ત છે. આવા રૂપાળાને પણ મરવાનું નક્કી છે. આ રૂપાળાપણું જીવનભર ટકી રહે, એમ ન પણ અને. રૂપાળા પણ માણસ, રાગના યાગે જોવા પણ ગમે નહિ, એવા પણ બની જાય છે ને ? કદાચ પુણ્ય એવું હોય કે-જીન્દગી આખી રૂપાળાપણું ટકી રહે, તે પણ તેમાં કાંઈ રાચવા જેવું નથી. એક દિવસ મરવાનું છે એ નક્કી છે અને તે દહાડે સારા વર્ણથી શાનિક અવયવાવાળા પણ આ દેહ અહીં રહી જવાના છે. આવા રૂપાળા દેહને પણ એક દિવસ
૧૬
Page #280
--------------------------------------------------------------------------
________________
૨૪૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો કાં તે અગ્નિદાહ દેવાશે, કાં તો જમીનમાં દાટવામાં આવશે અને કાં તો આ દેહ જંગલમાં પશુ-પક્ષીઓથી ચુંથાત બની જશે. આવું સમજનારને, પોતાના કે પારકા રૂપાળા દેહને જોયા કરવાનું મન થાય નહિ અને કઈ વાર આંખ ત્યાં સ્થિર થવા મથે, તો તેને તે બળાત્કારે પણ અટકાવવાને મથે. શ્રી ભગવતીજી સવ પક્ષે વિચારણા :
જયકુંજર જેમ સાર વર્ષથી શોભનિક અવયવાળે છે, તેમ શ્રી ભગવતીજી સૂત્રમાં શું છે ? શ્રી ભગવતીજી સૂત્રમાં પણ એ વાત જે બરાબર ઘટિત થાય, તે જ આ વિશેષણ સાર્થક થાય અને આપણે જે એ વાતને બરાબર ઘટાવી શકીએ, તો જ આપણને વિશેષણના ભાવને સાચે ખ્યાલ આવ્યો એમ કહેવાય. તમે કદાચ જાણતા હશે કે-શ્રી ભગવતીજી સૂત્રમાં સંખ્યાબંધ ઉદ્દેશાઓ છે. શ્રી ભગવતીજી સૂત્રમાં કુલ એક સો જેટલાં શતકે છે અને એ દરેક શતક સંખ્યાબંધ ઉદ્દેશાઓએ સહિત છે. કુલ દશ હજાર ઉદ્દેશાઓ છે. એ બધા ઉદેશાઓ સારા વર્ણો એટલે સારા અક્ષરેથી શેનિક છે. કેઈ કહેશે કે અક્ષરનું શેનિકપણું શું? અહીં આપણે લલિત પદપદ્ધતિવાળી વાતને યાદ કરવી પડશે. પદોમાં લાલિત્ય શું? વાસ્તવિક રીતિએ પદમાં સ્વતંત્રપણે લાલિત્ય નથી હોતું, પણ એ જ પદ કે પદે જ્યારે સુગ્ય સ્થાને અને સુયોગ્ય પદ્ધતિએ ગોઠવાય છે, ત્યારે એ સઘળાં ય પદે લાલિત્યવાળાં બની જાય છે. એને પલાલિત્ય કહેવાય છે. એ પદ શબ્દથી કે શબ્દથી બને છે અને શબ્દ કે શબ્દ અક્ષરેના સંયોજનથી બનેલા હોય છે. આ વિગેરે સ્વરે કે
Page #281
--------------------------------------------------------------------------
________________
-
-
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૨૪૭ જ વિગેરે વ્યંજને એ અક્ષરે છે. વ્યંજન અને સ્વર કે વ્યંજન અને સ્વરો મળવાથી, જોડાવાથી, પરસ્પર સહકારી બનવાથી અર્થને વાચક, અર્થને ઘાતક શબ્દ બને છે. એ શબ્દને પદ બનાવાય છે. એટલે મૂળ શું થયું? અક્ષરે. માટે સારા શબ્દોને, સારાં પદને સારા અક્ષરેથી મંડિત કહેવાય. શબ્દ સારે બનવાથી એના અક્ષરે પણ શેનિકપણાને પામ્યા એમ કહેવાય. શ્રી ભગવતીજી સૂત્રમાં જેટલા ઉદેશાઓ છે, તે બધા ય ઉદ્દેશાઓ સારા વર્ષોથી શેનિક છે, કારણ કે-ઉદ્શાઓમાંનાં સઘળાં ય વાક્યો અગર પદે શેનિક છે, તેથી પરંપરાએ એના સઘળા ય અક્ષરે પણ શોભનિક છે. બીજા અર્થમાં જ્યકુંજર પક્ષે વિચારણા
સુવર્ણને “સેનું” એ અર્થ કરીને વિચારીએ. ઉદ્દેશકને અર્થ શિરોભાગ એવો કરીએ, તે ય વાંધો નથી. તમે કદાચ દેશી રાજ્યમાં હાથીના શિરોભાગને સોનાના આભૂષણથી મંડિત કરાએલે જો હશે. કેટલેક સ્થલે સોનાનું ગળાકારયુક્ત ત્રિકેણ આભૂષણ હાથીના શિરેભાગ ઉપર ચઢાવાય છે, તે કેટલેક સ્થલે સેનાને પટ્ટો હાથીના શિરેભાગે બાંધવામાં આવે છે. પરંતુ અહીં ઉદ્દેશક શબ્દને માત્ર શિરોભાગ એ અર્થ નહિ લેતાં, ઉદ્દેશક એટલે અવય એવો અર્થ લે, એ વધારે ઉપયુક્ત લાગે છે. એનું કારણ એ છે કે-હાથીના માત્ર શિરેભાગને જ સોનાનાં આભૂષણથી મંડિત કરાતો નથી, પરંતુ એના ચારેય પગે, પિઠને ભાગ, કુંભસ્થલ, કાને, એ વિગેરેને પણ સોનાનાં કે સુવર્ણવર્ણ વિવિધ આભૂષણેથી મંડિત કરાય છે. વળી, શ્રી
Page #282
--------------------------------------------------------------------------
________________
૨૪૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો ભગવતીજી સૂત્રના પક્ષે પણ, આ વિશેષણને આ પ્રકારે ઘટાવવામાં સરલતા થાય તેમ છે. વાત એ છે કે–આજના સામાન્ય પ્રકારના હાથીઓમાં પણ જે કઈ વિશેષતાવાળો અને રાજાને માનીતે હાથી હોય છે, તેનાં અવયને પણ સુવર્ણનાં કે સુવર્ણના એપવાળાં, સુવર્ણવણું આભૂષણથી આભૂષિત એટલે મંડિત કરાય છે તો પછી, જે નરેન્દ્રો અને દેવેન્દ્રોની પાસે જયકુંજર હોય, તેઓ તેનાં અવયવોને સુવર્ણનાં એટલે સોનાનાં અભૂષણેથી મંડિત કરે, એમાં બહુ વિચારીને માનવા જેવું છે, એવું કાંઈ જ નથી. સાદી અકકલથી પણ સમજી શકાય એવી આ તદ્દન સાદી ને સીધી વાત છે. બીજા અર્થમાં શ્રી ભગવતીજી સત્ર પક્ષે વિચારણા :
આમ જયકુંજર જેમ સેનાનાં આભૂષણોથી એટલે સોનાથી મંડિત હોય છે, તેમ શ્રી ભગવતીજી સૂત્ર પણ તેનાથી મંડિત અવયવાળું હોય, એ અશક્ય વસ્તુ નથી. પ્રાચીન કાળની એવી પ્રતા તમે જોઈ અગર જાણી તો હશે, કે જે સેનામાંથી બનાવેલી શાહીથી લખાએલી હેય. આજે પણ કઈ કઈ પ્રત સેનાથી અને રૂપાથી બનાવેલી સોનેરી ને રૂપેરી શાહીથી લહીયાઓની પાસે લખાવાય છે. વળી, તમે જે સાંભળ્યું હોય, તો સંગ્રામ નામના સેનને એક પ્રસંગ પણ, આ વિશેષણના આવા અર્થને પુષ્ટ કરે એ આવે છે. સંગ્રામ સેનીએ, આચાર્યભગવાન શ્રીમદ્ ધર્મષસૂરીશ્વરજી મહારાજાની પાસે, આ શ્રી ભગવતીજી સૂત્રને વંચાવીને સાંભવતી વેળાએ, શ્રી ભગવતીજી સૂત્રના પ્રત્યેક પ્રશ્ન દીઠ એક એક સેનામહોર, એમ કુલ છત્રીસ હજાર પ્રશ્નોની છત્રીસ
Page #283
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૨૯
વાળથી
હજાર સેનામહોરો ચઢાવી હતી. આવી કોઈક પદ્ધતિ પ્રાચીન કાળથી ચાલી આવતી હશે, માટે જ એમ બન્યું હશે ને ? આવી પદ્ધતિ પરાપૂર્વથી ચાલી આવે છે–એમ તો, વર્તમાનમાં આ શ્રી ભગવતીજી સૂત્રને સશુરૂઓની પાસે વંચાવીને સાંભળવાને અંગે જે રીતિએ વર્તાય છે, તે ઉપરથી પણ જણાઈ આવે છે કારણ કે-આજે પણ, રેજ, શ્રી ભગવતી સૂત્ર - જ્યારે વંચાતું હોય ત્યારે, રૂપાનાણું અને ફલાદિક ચઢાવાય છે. કાળ બદલાયો માટે સેનાની જગ્યાએ રૂપું આવ્યું, પણ આજે ય કઈ રેજ સેનામહેર મૂકવાને છે, તે તે ન જ મૂકી શકે–એવું તો છે જ નહિ. એટલે ટીકાકાર મહર્ષિ આચાર્યભગવાન શ્રીમદ અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ, તેઓના કાળમાં પણ પૂર્વકાળથી ચાલી આવેલી આ પ્રકારની પદ્ધતિ પ્રચલિત હોય અને એથી એને આશ્રયીને પણ તેઓશ્રીએ આ વિશેષણને પ્રયોગ કર્યો હોય એ સંભવિત છે. વળી, તેઓશ્રીના પ્રબંધમાં પણ એવા ભાવની હકીકત આવે છે કે તેઓશ્રીએ જ્યારે આ શ્રી ભગવતીજી સૂત્રની આ ટીકા પૂરી કરી, ત્યારે આ ટકાની નકલો કરાવવાને માટે શું કરવું?”—એ બાબતની એમને ચિન્તા થઈ હતી. એ વખતે, રાત્રિના સમયે, શાસનદેવીએ સેનામહેરેને હેર કરી દઈને, ટીકાકાર મહષિની એ ચિન્તાને ટાળી દીધી હતી. પ્રશંસામાં પણ તારવાની તાકાત
ટીકાકાર મહર્ષિ, આ શ્રી ભગવતીજી સૂત્રને જયકુંજરની ઉપમા આપીને, એ ઉપમાને આટઆટલાં વિશેષણથી કેમ ઘટાવી રહ્યા છે ? જયકુંજરની ચાલ લલિત હેઈને પ્રબુદ્ધ
છે. વળી, આછી
Page #284
--------------------------------------------------------------------------
________________
૨૫૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો જનેના મનનું રંજન કરનાર છે, તે આ શ્રી ભગવતીજી સૂત્રની પદપદ્ધતિ ચાલ પણ પ્રબુદ્ધ જનેના મનનું રંજન કરનાર છે;
જ્યકુંજર જે ઉપસર્ગોના નિપાતમાં ય અવ્યય સ્વરૂપવાળે છે, તે આ શ્રી ભગવતીજી સૂત્ર પણ એવું જ છે જયકુંજરને ઘેષ જે ગંભીર અને મને હર છે, તે આ શ્રી ભગવતીજી સૂત્રને ઘેષ પણ ગંભીર અને મનહર છે; જયકુંજર જે લિંગ –વિભક્તિથી યુક્ત છે, તે આ શ્રી ભગવતીજી સૂત્ર પણ લિંગ–વિભકિતથી યુક્ત છે; જયકુંજર જે સારા પ્રકારની કે સદાની પ્રસિદ્ધિવાળે છે, તે આ શ્રી ભગવતીજી સૂત્ર પણ સારા પ્રકારની કે સદાની પ્રસિદ્ધિવાળું છે; જયકુંજર જે. સલક્ષણવાળે છે, તે આ શ્રી ભગવતીજી સૂત્ર પણ સલ્લક્ષણેએ સહિત છે; જયકુંજર જે દેવતાધિષ્ઠિત છે, તે આ શ્રી ભગવતીજી સૂત્ર પણ દેવતાધિષ્ઠિત છે; અને જયકુંજર જે સુવર્ણમંડિત ઉદ્દેશકવાળે છે, તો આ શ્રી ભગવતીજી સૂત્ર પણ સુવર્ણમંડિત ઉદ્દેશકેવાળું છે; આટઆટલાં વિશેષણે આપવા છતાં પણ, હજુ તે ઘણું વિશેષણ બાકી છે. તે આની આટલી બધી સ્તવના કેમ? ખરેખર, આ શ્રી ભગવતીજી સૂત્ર જ એવું છે કે આની જેટલી સ્તવના કરાય તેટલી ઓછી છે. આ સૂત્રની ગુણસમ્પન્નતા એવી છે કેએ જેના ખ્યાલમાં આવે, તેને આ સૂત્રની પ્રશંસા કરવાનું મન થયા વિના રહે નહિ અને એ પ્રશંસાથી પણ પ્રશંસા કરનારનું કલ્યાણ થયા વિના રહે નહિ. તારક ચીજોમાં એ ગુણ હોય છે કે-જે એની સાચા ભાવે પ્રશંસા કરે, તેને પણ એ તારે! પ્રશંસા, એ અનુમંદનાને જ પ્રકાર છે. સારા માણસની, સારા સાધનની અને સારી કિયાની સાચી ને
Page #285
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૨૫૧ શુદ્ધ અનમેદનામાં પણ તારવાની અસાધારણ તાકાત રહેલી છે; પણ સાચી ને શુદ્ધ પ્રશંસા કરાવે એવું શુદ્ધ દિલ પણ વિરલ વ્યક્તિઓને જ સાંપડે છે. મોહરાજાને દિલમાંથી કાઢીને દાઢમાં ઘાલવાનું સામર્થ્ય આ
શાનથી આવે છે ? જે સૂત્રની પ્રશંસામાં પણ આટલી બધી તાકાત હોય, તે સૂત્રનું જ્ઞાન જેના હૈયામાં પરિણત થઈ જવા પામે, તેના કલ્યાણમાં તે શંકા રાખવાની હોય જ શેની? આ સૂત્રનું જ્ઞાન જેના હૈયામાં પરિણત થઈ જાય, તેની સમીપમાં મેહરાજાને આવવું પણ ભયકારક લાગે છે. મેહરાજા સમજે છે કેઅહીં હવે આપણાથી ટકી શકાવાનું નથી. આણે આપણને દિલમાંથી કાઢીને દાઢમાં ઘાલ્યા છે, એમ મહારાજાને થાય છે. દિલમાંથી કાઢીને દાઢમાં ઘાલ્યા–એને અર્થ સમજે છે? જ્યારે કેઈ મિત્ર રૂપ, સ્વજન રૂપ, ઉપકારી રૂપ લાગતો હોય છે, ત્યારે શું થાય છે? એનું સ્થાન દિલમાં હોય છે. એ આંખ સામે ન હોય, દૂર હોય, પણ દિલ તેની ચાહના કર્યા કરતું હોય.
જ્યાં સુધી માણસના હૈયામાં વિવેક નથી પ્રગટતે, ત્યાં સુધી મહારાજાને માટે એવું જ બને છે. એ માણસનું દિલ મેહરાજાની ચાહના કર્યા જ કરતું હોય છે. મેહરાજા જ પોતાના સુખનું સાધન છે, એમ એને લાગ્યા કરતું હોય છે. પણ
જ્યાં વિવેક પ્રગટવા માંડે છે, એટલે એના એ જ માણસને થાય છે કે-આ જ મારે મેટામાં મેટે દુશ્મન છે. આણે જ મને આજ સુધી અંધારામાં રાખીને ફેલી ખાધો. આણે જ મને પાયમાલ કરી નાખે. આણે મને આટલે બધો ખરાબ
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૫૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો
કરી નાખ્યો, છતાં પણ મને તે એમ જ લગાડ્યા કર્યું કેએ જ મારે ખરેખર મિત્ર છે. હું પણ કે મૂર્ખ, કે એને ઓળખી શક્યો નહિ? જેમ તમને કેઈદગાખોર મિત્ર મળે અને તમને પાયમાલ કરી નાખે, તે જ્યારે તમે એને ખરા રૂપમાં ઓળખે છે, ત્યારે શું થાય છે? એના ઉપર કેટલો ગુસ્સો આવે છે? માણસ એવા મિત્રને પાયમાલ કરી નાખવાની તકને શોધતે ફરે છે. એને માટે કહેવાય છે કે આણે અમુકને દાઢમાં ઘાલ્યો છે. એમ વિવેકી આત્મા પણ મેહરાજાને મારવાની તકને શોધતા ફરે છે. એટલે એમ કહેવાય કે એણે મહારાજાને દિલમાંથી કાઢીને દાઢમાં ઘાલ્યો છે. સંસારમાં કઈ પણ જીવ વિશેષને એમ દાઢમાં ઘાલવાથી નુકશાન થાય છે, પિતાને વેરભાવથી અવશ્ય નુકશાન થાય છે, જ્યારે મહારાજાને દાઢમાં ઘાલવાથી ફાયદો જ થાય છે. એથી, વૈરભાવ વધતો નથી પણ વિનાશને પામતો જાય છે. શ્રી ભગવતીજી સૂત્રનું જ્ઞાન જેના હૈયામાં પરિણત થઈ જાય, તે મેહરાજાને દિલમાંથી કાઢીને દાઢમાં ઘાલનારે બનેલો કહેવાય. તેની સમીપમાં મેહરાજાને આવવું પણ ભયકારક લાગે, કારણ કે–અહીં હવે આપણાથી ટકાવાનું નથી, એવી ખાત્રી મેહરાજાને થઈ ગઈ હોય છે. કેટલીક વાર જે પદાર્થ દાંતથી પણ ભાંગી શકે નહિ, દાંતથી પણ જેના ચુરા થઈ શકે નહિ, તેવા પણ પદાર્થને દાઢ પિતાની વચ્ચે દબાવીને તેના ચૂરેચૂરા કરી નાખે છે. એ માટે, દાંતમાં ઘાલ્ય નથી કહેવાતે, પણ દાઢમાં ઘા એમ કહેવાય છે. મેહરાજને દાઢમાં ઘાલ્યા વિના કેઈનું ય કલ્યાણ થયું નથી અને કેઈનું કલ્યાણ થવાનું પણ નથી. તમારે શું વિચાર છે ?
Page #287
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્રસ્તાવના
માહુરાજાના માર ખાનારા આત્માઓ અને માહુરાજાના માથી બચી જનારા આત્માએ
૨૫૩
જેના હૈયામાં આ શ્રી ભગવતીજી સૂત્રનું જ્ઞાન પરિણામ `પામી જાય છે, તેનું દ્વિલ મેાહમાં જામતું જ નથી. પૂર્વની અનાદિકાલીન સંગતિને લીધે કોઈ વાર ભૂલ થઈ જાય, તેા ચ દિલ કકળી ઉઠે છે. એવા આત્માને દુન્યવી સુખ ભાગવવા જેવું લાગે નહિ. દુન્યવી સુખથી પણ એ, માણસ જેમ દુશ્મનને જૂએ ને ડરે, એ પ્રકારે ડરે. એના હૈયામાં તે મુક્તિસુખ રમમાણુ હોય. · કયારે હું આ બધાથી છૂટું અને કયારે હું મેાક્ષસુખના ભાક્તા મનું ’–એમ એને થયા કરતું હાય. કહેવાય છે કે
6
"
સુરનરસુખ
જે દુઃખ કરી લેખવે, વંછે શિવસુખ એક.’
"
આવા આત્માએ જ માહરાજાના મારમાંથી ખેંચી જઈ શકે છે અને માહુરાજાને મારી શકે છે. જેના હૈયામાં સંસારસુખ રમી રહ્યું છે, તે તે। માર જ ખાય છે. તમે કહેશેા કેત્યારે શું અમે પણ માર ખાનારા ?' અમે તેા કહીએ કે– તમારા હૈયાને જ પૂછે ને! તમારા હૈયામાં જે સંસારસુખ · રમી રહ્યું હાય, તમને જો સંસારસુખ જ ગમી રહ્યું હાય, તે તમે પણ માર ખાનારા જ ! તમે કે અમે; જેના હૈયામાં સંસારસુખ ગમતું છે, તે માર ખાય એમાં નવાઈ નથી. જેના હૃદયમાં અમુક અમુક સંયેાગેામાં, પાપના ઉદયે સંસારસુખ રમતું પણ હાય, પણ જો એ ગમતું ન હેાય, તે જેને એ ગમે છે તેને જેટલા માર ખાવા પડે, એટલા માર એને ખાવા
Page #288
--------------------------------------------------------------------------
________________
૨૫૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન પડે નહિ. સમ્યગ્દષ્ટિ આત્માને પાપનો બંધ ઓછો થાય છે, કારણ કે–એને સંસાર ગમતું નથી; એના દિલમાં ગમતાપણું મોક્ષસુખનું છે, જ્યારે સંસારને છડું અને ક્યારે મારા આત્માને મુક્તિમાં જોડું–એ ભાવનામાં એ રમમાણતલ્લીન હોય છે. એ ભાવનાથી એને નિર્જરાને લાભ થાય છે તેમજ બીજાઓ જે પાપક્રિયા કરે તે જ પાપક્રિયા જે સમ્યગ્દષ્ટિ કરે તો તેને એનાથી પાપબંધ ઘણે ઓછો થાય છે. સમ્યગ્દષ્ટિ એટલે વિવેક દૃષ્ટિવાળો આત્મા. એને જડને અને ચેતનને વિવેક હેય. હેય-ઉપાદેયને એને વિવેક હોય. જડ સંગ છે વિનાશી. ચેતન છે અવિનાશી. સમ્યગ્દષ્ટિ આત્માનો પ્રયત્ન કરવાને ભાવ અવિનાશી માટે હોય, પણ વિનાશી માટે ન હોય. વિનાશી પદાર્થો બાજૂમાં પડ્યા હોય અને એ મેળવતોરાખત-સાચવતે-વાપરતે પણ હોય, તે છતાં પણ એને એ હેય જ લાગે. એ વિષયમાં રમતે લાગતો હોય ત્યારે પણ એનું હૃદય વસ્તુતઃ વિષયમાં રમતું ન હોય. સંસારમાં રહેવું પડે એવું હોય માટે એ રહે તો ય ઉદાસીન ભાવે રહે, પણ રહેવાથી રાજી ન થાય. ન છૂટકે રહે. રહે છતાં કચવાત રહે. શ્રી ભગવતીજી સૂત્રનું જ્ઞાન, સંસારમાં રહેલા જીવ ઉપર પણ, આવી અજબ અસર ઉપજાવે છે. સવજ્ઞાનથી મુનિને લાભ કે?
સંસારમાં રહેલા જીવને શ્રી ભગવતીજી સૂત્રનું જે જ્ઞાન થાય, તે તો સદ્ગુરૂઓના શ્રીમુખે સૂત્રના અર્થને અને ભાવને સાંભળવાથી થાય. શ્રી ભગવતીજી સૂત્રનું જ્ઞાન સૂત્રથી તે મુનિમાં જ હોય. મુનિઓમાં પણ જે જઘન્યથી ય ગીતાર્થ
Page #289
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૨૫૫. હોય, જેણે યોગદ્વહન કરેલ હોય, વિહિત નિયત તપશ્ચર્યાદિ કરેલ હોય, તે અધિકારી છે. એ સિવાયના મુનિઓ પણ અધિકારી નથી, એવી શાસ્ત્રની આજ્ઞા છે. સમ્યગ્દષ્ટિ શ્રાવક પણ જે પાપથી ડરનાર હોય છે, તે સમ્યગ્દષ્ટિ સાધુ પાપથી વધારે પ્રમાણમાં ડરનાર હોય. પાપની ભીતિ જોરદાર બની, માટે સાધુ બન્યા ને ? પાપ કરવું ખમાયું નહિ અને પાપ યોગોને તજવાની તાકાત પ્રગટી, એટલે સાધુ થયા ને ? એવા સાધુ, આજ્ઞા વિના તો આ સૂત્રને વાચે જ ક્યાંથી? આ પ્રમાણેના અધિકારી જે સાધુએ આ શ્રી ભગવતીજી સૂત્રનું જ્ઞાન સૂત્રથી પણ પ્રાપ્ત કર્યું હોય, તે સાધુ તે સંસારમાં એટલે કર્મસહિતપણવાળી અવસ્થામાં બેઠેલા હોવા છતાં પણ, મેક્ષસુખની ઝાંખીને અનુભવતા હોય ને? શ્રી ભગવતીજી સૂત્રનું સૂત્રથી, અર્થથી અને ભાવથી જ્ઞાન થયું હોય અને પછી એનું ચિન્તન હોય, તો એવા મુનિના આત્માથી. એને લાગેલાં કર્મો થરથરી થરથરીને વિખૂટાં પડી જવા. માંડે. એવા મુનિથી, ક્ષપકશ્રેણિનું અન્તર્મુહૂર્ત, લાંબા કાળને માટે છેટું રહી શકે નહિ.
Page #290
--------------------------------------------------------------------------
________________
૧૧-હાથીનું ને સૂત્રનું આચરણ :
જ્યકુંજરની જેમ શ્રી ભગવતીજી સૂત્રનું નાનાવિધ, અદ્ભુત
ને પ્રવર આચરણ છેઃ આપણે હવે નવમા વિશેષણ સંબંધી વિચાર કરીએ. નવમા વિશેષણ તરીકે, ટીકાકાર મહષિએ જેમ જયકુંજરના ચરિતના ગુણોનું વર્ણન કર્યું છે, તેમ શ્રી ભગવતીજી સૂત્રના ચરિતના ગુણેનું પણ વર્ણન કર્યું છે. આ બધાં વિશેષણે એવાં છે કે-બેયની મહત્તા સિદ્ધ કરે. શ્રી ભગવતીજી સૂત્રને જયકુંજરની ઉપમા આપીને વર્ણન કર્યું છે, એટલે જયકુંજરની મહત્તા - સિદ્ધ થયેલી હોય, તે જ શ્રી ભગવતીજી સૂત્રની મહત્તા કે સિદ્ધ થઈ શકે, કારણ કે-જયકુંજરમાં જેમ આ છે અગર અમુક છે, તેમ ભગવતીજી સૂત્રમાં પણ એ અમુક પ્રકારે છે, એ પદ્ધતિથી અહીં ટીકાકાર મહર્ષિએ શ્રી ભગવતીજી સૂત્રની મહત્તાને વર્ણવવાની સાથે શ્રી ભગવતીજી સૂત્રની ઓળખ આપી છે. એમાં નવમા વિશેષણ તરીકે ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે
નાનાવિધાનપરિતા એટલે કે-જયકુંજરનું આચરણ જેમ અનેક પ્રકારનું, આશ્ચર્યકારક અને શ્રેષ્ઠ હોય છે, તેમ શ્રી ભગવતીજી સૂત્રનું આચરણ પણ અનેક પ્રકારનું, આશ્ચર્યકારક અને શ્રેષ્ઠ છે.
Page #291
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
જયકુંજર પક્ષે આ વિશેષણથી મુઝવણ :
જો સમજપૂર્વક વિચાર કરવામાં આવે, તા આ વિશેષણમાં ટીકાકાર મહર્ષિએ ચરિતના જે ત્રણ ગુણા કહ્યા છે, તે ત્રણેય ગુણા પ્રત્યેક જયકુંજરના ચરિતને પણ ઘટી શકે તેમ છે અને શ્રી ભગવતીજી સૂત્રને પણ ઘટી શકે તેમ છે; પણ જો સમજમાં ખામી હોય કે વિચાર કરવાની શક્તિમાં ખામી હોય, તા આ વિશેષણને જોતાં મુંઝવણમાં મૂકાઈ જવાય એ બનવાજોગ છે. એવી મુંઝવણ ઉભી થઈ જાય કે—જયકુંજરનું આચણુ અનેક પ્રકારનું કેમ હોય? એ અનેક પ્રકારનું હોય,. તે પણ એને અદ્ભુત કેમ કહેવાય ? જયકુંજરનું આચરણ અનેક પ્રકારનું હોવું જોઇએ, તે પાછું અદ્ભુતેય હોવું જોઇએ અને નાનાવિધ ને અદ્ભુત એવું તે આચરણ શ્રેષ્ઠ પણ હોવું જોઇએ, એ મને જ શી રીતિએ ? આવી મુંઝવણ ઉભી થઈ જવા પામે અને પછી જ્યારે વાંચનાર પેાતાની સમજશક્તિની ખામીને લીધે અને વિચારશક્તિની ખામીને લીધે એ મુંઝવણને નિકાલ લાવવામાં નિષ્ફલ નિવડે, ત્યારે એ જેમ ફાવે તેમ ગેાઠવીને અર્થ કરવાને મથે અને એથી એમાં ઘણા લેાચા વાળવા પડે. પછી જયકુંજરનું ચરિત અનેક પ્રકારનું છે, એ વાતને અદલીને ઘણા જયકુંજરાનાં ચરિત્રાની અપેક્ષા લે અને એમ અનેક પ્રકાશને વર્ણવે. એમ કરીને પણ આચરણની અદ્ભુતતા બતાવતાં મુંઝાય, એટલે કાઈ કાઈ હાથીએ અદ્ભુત આચરણ કરેલ હોય છે, એવી કાઈ વાત ઉપર એને. જવું પડે. પછી શ્રેષ્ઠતા બતાવવામાં પણ એવું જ કાંઈક કહે . કે–સામાન્ય હોય તે તે પણ શ્રેષ્ઠ આચરણ કહેવાય.
૨૫૭૨
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૫૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને શ્રી ભગવતીજી સૂવ પક્ષેય આ વિશેષણથી મુંઝવણ
જયકુંજરની વાતમાં જે આવા લોચા વાળે, તે શ્રી ભગવતીજી સૂત્રની વાતમાં પણ લોચા વાળે, એમાં તે નવાઈ પામવા જેવું છે જ નહિ, કારણ કે-એને સૌથી પહેલી મુંઝવણ જ એ થાય કે-શ્રી ભગવતીજી સૂત્રનું વળી આચરણ કેવું? શ્રી ભગવતીજી સૂત્રનું ચાચરણ હોય જ નહિ, એમ
એને લાગે. જે એ શ્રી ભગવતીજી સૂત્રના આચરણને બરાબર શિધી શકે, તો તે એને લાગે કે-એ અનેક પ્રકારનું પણ છે, આશ્ચર્યકારક પણ છે અને શ્રેષ્ઠ પણ છે; પણ શ્રી ભગવતીજી સૂત્રના આચરણને નહિ શોધી શકવાથી, આ શ્રી ભગવતીજી સૂત્રમાં કેનાં કેનાં અને કેવાં કેવાં ચરિત્ર વર્ણવાએલાં છે, એ કલ્પના તરફ એ દોડે. એ કલ્પના તરફ દેડીને પણ, એ, શ્રી ભગવતીજી સૂત્રમાં આવતી ચરિતકથાઓ અદ્ભુત છે અને પ્રવર પણ છે, એમ કહી શકે નહિકારણ કે-શ્રી ભગવતીજી સૂત્રમાં તે ગોશાળા જેવા ભગવાનને ઉપદ્રવકારી બનેલાની અને જમાલી જેવા નિહુનવની પણ ચરિતકથાઓ છે. પરન્તુ ખરી સ્થિતિ એ છે કે જેનું ચરિત નાનાવિધ, અદ્ભુત અને પ્રવર છે”—એ વાત પ્રત્યેક જયકુંજરમાં પણ યથાયોગ્યપણે ઘટી શકે એવી છે અને શ્રી ભગવતીજી સૂત્રમાં પણ યથાયોગ્યપણે ઘટી શકે એવી છે. એમાં, વસ્તુતઃ મુંઝાવા જેવું કાંઈ છે જ નહિ. “જ્યને આશ્રિત જ્યકુંજરનાં અનેકવિધ આચરણો–
અભુત પણ ખરાં અને પ્રવર પણ ખરાં :
આપણે પહેલાં તે, જયકુંજરને અંગે આ વાતને વિચાર કરીએ. આપણે જોઈએ કે-જયકુંજરનું આચરણ કયી રીતિએ
Page #293
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૨૫૯ અનેક પ્રકારનું, અદ્ભુત અને શ્રેષ્ઠ હોય છે. આપણે વિચારી આવ્યા છીએ કે-જયકુંજરમાં “જય અને આશ્રયી ચાર પ્રકારની શક્તિઓ હોય છે. પિતાના શત્રુથી પોતે પરાભવને નહિ પામ–એવું પણ જયકુંજરનું આચરણ હોય છે અને પિતાના શત્રુને પરાભવ પમાડીને પોતે જય મેળવવો–એવું પણ જયકુંજરનું આચરણ હોય છે, એ જ રીતિએ, પિતાના માલિકને શત્રુથી પરાભવ પામવા દે નહિ-એવું પણ જયકુંજરનું આચરણ હોય છે અને પોતાના માલિકના શત્રુ ઉપર માલિકને જય અપાવે એવું પણ જયકુંજરનું આચરણ હોય છે. પિતે જીતાવું નહિ અને સામાને જીતવો–એ બેમાં ફેર છે. જે અજેય હોય, તે વિજેતા પણ હોય જ-એમ કહી શકાય નહિ. કહેવું હોય, તે એમ કહેવાય કે–જે અજેય હોય તે વિજેતા પણ બની શકે. એ જ રીતિએ, પિતે જીતાવું નહિ અને સામાને જીત–એ જુદી વાત છે, જ્યારે પિતાના માલિકને જીતાવા દે નહિ અને પિતાના માલિકને જીતાડ–એ જુદી વાત છે. જયકુંજરનું આ ચારેય પ્રકારનું આચરણ હોય છે, એટલે આટલા એના આચરણને અનુલક્ષીને પણ કહી શકાય કે-જયકુંજરનું ચરિત અનેક પ્રકારનું હોય છે. આટલું છતાં પણ, કેઈકદાચ એવું પણ કહે કે-“ચારેય આચરણની વાત આખર તો આવીને “જય માં જ સંગૃહીત થઈ જાય છે, માટે જયકુંજરના ચરિતને અનેક પ્રકારનું કહેવાને માટે, તેનું કાંઈક વધુ આચરણ બતાવવું જોઈએ.” આવા પ્રકારનું કહેનારને પણ સંતોષ થાય, એ માટે આપણે વધુ વાત જરૂર કરીશું, પરંતુ તે પહેલાં એ વાત તે નક્કી કરી લે કે-જયકુંજરનાં જે ચાર પ્રકારનાં આચરણની વાત
અસતાવાઈ જાય છે આ
Page #294
--------------------------------------------------------------------------
________________
૨૬૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને કરવામાં આવી, તેમાં અદ્દભુતતા અને શ્રેષ્ઠતા છે કે નહિ? કહેવું જ પડશે કે–એ આચરણે અવશ્ય અદ્દભુત પણ છે. અને શ્રેષ્ઠ પણ છે. અદૂભુતતાઃ
જયકુંજરનાં એ ચાર પ્રકારનાં આચરણેની વાતને વાંચતાં કે સાંભળતાં, માણસને થાય કે આવી અદ્ભુત શક્તિ? આ વાતને વાંચતાં કે સાંભળતાં માણસના મનમાં જરૂર આશ્ચર્ય પેદા થાય કે–પોતે છતાય નહિ, પિતાને જીતવાને માટે આવેલાને જીત્યા વિના રહે નહિ, પોતાના માલિકને દુશમનથી જીતાવા દે નહિ અને પિતાના માલિકના દુશમનને યુદ્ધમાં જીત્યા વિના રહે નહિ, એમ? આવું અદ્ભુત સામર્થ્ય ? અરે, આવી વાતને જાણતાં, રાજા આદિકને તો એમ પણ થઈ જાય કે-આપણે હરકેાઈ પ્રયતને અને હરકોઈ ભેગે પણ આવા જયકુંજરને મેળવી શકીએ તે સારું!” “જય” સંબંધી જયકુંજરનાં આ આચરણે એવાં તે અદ્ભુત છે કે-મૂર્ખાઓના મનમાં કદાચ એવી પણ વિચારણા આવી જાય કે-આવી શક્તિ હાથમાં હોય, એવું તે બનતું હશે ? જેમ કેટલાક એવા પણ પાક્યા છે કેજેઓ સર્વજ્ઞપણને સંભવિત જ માનતા નથી. એક પણ માણસ સર્વજ્ઞ બની શકે–એ વાત એમને જચે જ નહિ. એમ આ વાતમાં ય થાય કે-કાં તો જયકુંજર એ કાલ્પનિક વસ્તુ અને કાં તો એનું આવા પ્રકારનું આચરણ હોય છેએવું કથન જ કાલ્પનિક! આવું થાય તે અજ્ઞાનથી જ, પણ જયકુંજરના આચરણના અભુતપણાની વાતને લીધે જ એમ.
Page #295
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૨૬૧
થાય ને? સામાન્યપણે જે સંભવિત લાગે નહિ, તેને અદ્ભુત કહેવાય, કારણ કે–સામાન્યપણે જે સંભવિત હોય તેમાં આશ્ચર્યને પેદા કરવાની શક્તિ નથી હોતી, જ્યારે સામાન્યપણે જે સંભવિત હેય નહિ તેમાં આશ્ચર્યને પેદા કરવાની શક્તિ હોય છે. એટલે જયકુંજરનાં “જય” સંબંધી જે આચરણેને આપણે જોયાં, તે આચરણે અદ્ભુત તે છે જ. પ્રવરતા :
હવે એ વિચારે કે-એ આચરણે પ્રવર પણ છે કે નહિ? જે અદ્ભુત હોય, તે પ્રવર પણ હેય—એ નિયમ નથી. ઘણાં ખરાબ કામે પણ સીફતથી કરી શકનાર અને શાહુકારા તરીકે ફરી શકનારા માણસને પણ “અદ્ભુત માણસ” તરીકે ઓળખાવાય છે. એટલે અભુત પણ માણસ અથવા તે અદ્ભુત પણ આચરણ જે પ્રવર હોય, શ્રેષ્ઠ હોય, તો જ તેની કિંમત ગણાય. “જય ”ની અર્થી દુનિયા તે, “પોતે જીતાવું નહિ અને પિતાની સામે આવેલા દુશ્મનને જીતી લે”—એ અને ય પ્રકારના આચરણને શ્રેષ્ઠ આચરણ તરીકે જ માનનારી છે. કોર્ટમાં દાવ લડનાર, જે સામાથી પિતે હારતું નથી તે પણ, મૂછ ઉપર તાલ દે છે અને જ્યારે એ સામાને હરાવીને પિતે જીતી જાય છે, ત્યારે તે એની મારી ઓર વધી જાય છે, કારણ કે–એ એને શ્રેષ્ઠ આચરણ રૂપે માને છે. તમને કઈ આવે અનુભવ થયો છે કે નહિ? તમને ય, આવા તે ઘણા નાનામોટા અનુભવો થયા હશે. આવા અનુભવે, માણસ, સામાન્ય પ્રકારની વિવાદાત્મક વાતમાં પણ કરે છે. આમ છતાં ય, કેઈ માણસ પોતાની બુદ્ધિને લડાવીને, “પોતે જીતાય નહિ અને
૧૭
Page #296
--------------------------------------------------------------------------
________________
૨૬ર
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન
<
સામે આવેલા દુશ્મનને જીતી લે ’–એ આખર તેા સ્વાર્થ પૂરતી જ વાત છે ને ?–આવું કહીને, એવા આચરણને પ્રવર કહેવામાં કાંઈ નહિ તા છેવટ અન્તરાય તા ઉભા કરી શકે ને? · નહિ જીતાવું અને જીતવું’–એમાં આપણે પરાક્રમ બતાવીએ, તેા પણ એ તે એ જ વાતને આગળ ધરે કેપરાક્રમના ઉપયોગ તા સ્વાર્થ માટે જ ને ? ત્યારે એવાને ચ કબૂલ કર્યા વિના ચાલી શકે નહિ–એવા જયકુંજરના આચરણુને આગળ ધરવું હાય, તા એને પછીના આચરણની વાત કરવી પડે. જયકુંજર પેાતાના માલિકને દુશ્મનથી જીતાવા દે નહિ અને પેાતાના માલિકના દુશ્મનને યુદ્ધમાં પરાભવ પમાડે, એવું જે જયકુંજરનું આચરણ, તે તેા શ્રેષ્ઠ જ છે—એમ પેલાને પણ કબૂલ કરવું પડે. આમાં તે સ્વાર્થને બદલે માલિકની સેવા છે, વફાદારીપૂર્વકની અને સામાન્યતઃ બીજો કાઈ ન કરી શકે એવી માલિકની સેવા છે, એટલે જયકુંજરના આવા આચરને તેા શ્રેષ્ઠ તરીકે કબૂલ્યા વિના ગમે તેને પણ ચાલી શકે નહિ. જયકુંજર અંગે દુન્યવી દૃષ્ટિએ જ વિચારણા થાય ઃ
ન
જો કે—પેાતે જીતાવું નહિ અને દુશ્મનને જીતવા, એવા સામર્થ્યનું દુનિયામાં મહત્ત્વ ઘણું છે, માટે એને પ્રવર આચરણ તરીકે કહેવામાં વાંધા આવે તેવું છે જ નહિ, કારણ કે-જયકુંજરના ચિરતની નાનાવિધતાના કહા, અદ્ભુતતાનેા કહેા કે પ્રવરતાના કહા, તે ત્રણેય પ્રકારના વિચાર માત્ર દુન્યવી દૃષ્ટિએ જ કરવાના છે. જયકુંજરનું મહત્ત્વ દુન્યવી દૃષ્ટિએ જ છે, જ્યારે શ્રી ભગવતીજી સૂત્રનું મહત્ત્વ આધ્યાત્મિક દૃષ્ટિએ છે. જયકુંજરનું મહત્ત્વ દુન્યવી દૃષ્ટિએ છે, માટે તે। શ્રી ભગવતીજી
Page #297
--------------------------------------------------------------------------
________________
ખીજો ભાગ–શાસ્રપ્રસ્તાવના
૨}૩
સૂત્રનું આધ્યાત્મિક દૃષ્ટિનું મહત્ત્વ બતાવવાને માટે, ટીકાકાર મહર્ષિએ જય કુંજરને ઉદાહરણ રૂપે ગ્રહણ કરેલ છે, જેમ સુશ્રાવકને શાસ્ત્રને સાંભળવાના જે રસ, તે કેવા હાય–એના ખ્યાલ આપવાને માટે, કામી જનનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. વિષયાના ભાગવટા કેવા કેવા પ્રકારે થાય—એનું જેને જ્ઞાન હોય, જેની વય પણ યુવાન હોય, જેના રૂપ–લાવણ્ય ને સામર્યમાં ખામી ન હોય, ઉત્તમાત્તમ પ્રકારની ભાગસામગ્રીના ચાગ જેને હોય અને જે વિચક્ષણ સુંદર સુંદરી સહ હોય— એવા માણસ, સ્વર્ગની અપ્સરાઓ દ્વારા ગવાતા ગીતને જેવા રસથી સાંભળે, તેના કરતાં પણ અધિક રસથી સમ્યગ્દષ્ટિ સુશ્રાવક શાસ્ત્રનું શ્રવણ કરે. આવા વિષયમાં, એવા કામી જનનું ઉદાહરણુ કેમ આપ્યું ? તે કે—એ ચીજ દુન્યવી સુખના અનુભવીઓને ઝટ ગમ્ય થાય એવી છે અને શ્રવણરસની ઉત્કટતાને જણાવવાને માટે, એથી અધિકતાને જણાવે–એવું ઉદાહરણ દુનિયામાં બીજું કાઈ મળી શકે એવું નથી, માટે કામી જનનું ઉદાહરણ આપ્યું. એ વિવેચન ચાલે, ત્યારે કામી જનના માત્ર શ્રવણરસને આશ્રયીને જ વાત થાય; તેમ જયકુંજરના મહત્ત્વની વાત પણ દુન્યવી દૃષ્ટિએ થાય. આવું જે સમજે, તેને તે પાતે જીતાવું નહિ અને સામે આવેલા દુશ્મનને જીતી લેવા ’–એવું જે જયકુંજરનું આચરણ હોય છે, તે પણ ‘ પ્રવર’ આચરણ છે—એમ લાગ્યા વિના રહે નહિ. આધ્યાત્મિક દૃષ્ટિએ જ્યની વિચારણાઃ
'
આધ્યાત્મિક દૃષ્ટિએ વિચાર કરો તે, આન્તર શત્રુઓને આશ્રયીને જેનું આચરણ આવા પ્રકારનું હાય કે‘ કાઈ પણ
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૬૪.
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને આન્તર શત્રુને જીતવા દે નહિ અને જે કઈ આન્તર શત્રુ જેર કરવા જાય તેને જીતી લે”—તેના તે પ્રકારના આચરણને પણ અદ્ભુત અને પ્રવર જ કહેવાય. એ માણસ જ્યારે બીજા ઉપર એવો પ્રકારને ઉપકાર કરે, ત્યારે જ એનું એ ઉપકાર રૂપ આચરણ અદભુત અને પ્રવર કહેવાય-એવું નહિ. એવા ઉપકારનું આચરણ તે અભુત અને પ્રવર છે જ; પરન્તુ માત્ર પોતે પોતાના આન્તર શત્રુઓને જીતવા દે નહિ અને જ્યારે
જ્યારે એ આન્તર શત્રુઓ જેર કરે ત્યારે ત્યારે એના ઉપર પિતે જય જ મેળવે, તો માણસનું એ આચરણ પણ અદ્ભુત અને પ્રવર છે. જગતમાં જેને માટે ભાગ આન્તર શત્રુઓને વશ જ હોય છે. ઘણા છે તે, આન્તર શત્રુઓની જ ગુલામી કરતા હોય છે. એમાં કઈ કઈ આન્તર શત્રુઓને તાબે રહ્યા વિના, સદાચારના માર્ગે ચાલવાનો પ્રયાસ કરતા હોય છે. એવા છેડા જીવોમાં પણ, એવા છે તે બહુ જ થોડા હોય છે કે-આન્તર શત્રુઓ જ્યારે હુમલો કરે, તે વખતે પિતે હારે નહિ અને આન્તર શત્રુઓને હરાવી દે. આન્તર શત્રુઓના પરિવારને જેઓ સમજતા હોય, એ શત્રુઓને જીતવાની જેમને જરૂર લાગતી હોય, તેઓને આ વાત સ્ટ ખ્યાલમાં આવે કે આન્તર શત્રુઓને તાબે રહ્યા વિના સદાચારના માર્ગે જીવવું તથા આન્તર શત્રુઓ હુમલે કરે ત્યારે આન્તર શત્રુઓને તાબે નહિ થતાં, તેમને હંફાવીને હરાવી દેવા–એ કેઈ અસાધારણ–અદ્ભુત આચરણ છે અને એવું આચરણ પ્રવર તરીકેની ગણનામાં ગણવા ગ્યા છે. આન્તર શત્રુઓ ઉપર વિજય મેળવવાને માટે મથતો હોય અને તેમ છતાં પણ વારંવાર જે તેમાં પરાજય પામતે હોય, તેને
Page #299
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્રપ્રસ્તાવના
પ
આ વાતને ઝટ ખ્યાલ આવે; કારણ કે આન્તર શત્રુઓ ઉપર વિજય સાધવાને નીકળેલાઓમાં પણ, આન્તર શત્રુઓના હુમલાથી હારી જનારા ઘણા હોય છે. તમને આ વાતને કેટલા અનુભવ છે, એ તા શી રીતિએ કહી શકાય ? પરન્તુ વિવેકી સુશ્રાવકને તે જરૂર આ વાતના ઘેાડા-ઘણા અનુભવ ડાય છે. પછી મુનિએના અનુભવની તા વાત જ શી કરવી ? યાલ રૂપ આચરણમાં પણ—
અદ્ભુતપણું અને પ્રવરપણું રહેલું છેઃ
જયકુંજરનું જે તેની ચાલ રૂપ આચરણ, તે પણ અદ્ભુત મને પ્રવર વિશેષણને ચેાગ્ય હાય છે. રણમાં જ્યારે એ માલિકને પીઠ ઉપર લઈને ઘુમતા અને ઝઝુમતા હોય છે, ચારે એની ચાલ અદ્ભુત હેાય છે. હજારો દુશ્મન સૈનિકાની વચ્ચે જ્યારે એ જાય છે, ત્યારે પણ એની ચાલ અદ્ભુત હોય છે.
તમને ખ્યાલ હોય, તેા મહારાજા શ્રી કુમારપાલને એક વાર એમના બનેવી અરાણરાજની સામે યુદ્ધમાં ઉતરવું પડ્યું હતું. અરાણરાજે જોયું કે સીધી રીતિએ તે। શ્રી કુમારપાલને જીતી શકાય તેમ નથી, એટલે એણે શ્રી કુમારપાલ મહારાજાના સૈનિકોને ફાડી નાખ્યા.
બીજે દિવસે યુદ્ધનું રીંગું ફૂંકાયું. એ ચ સેનાએ સામ સામે આવીને ઉભી રહી. મહારાજા કુમારપાલ પાતે પણ હાથી ઉપર બેસીને યુદ્ધમાં ઉતર્યો છે.
તેમણે પેાતાના સૈન્યને શત્રુન્નુલ ઉપર હુમલેા કરવાની આજ્ઞા કરી, પણ તેમણે જોયું કે સૈન્ય તેમની આજ્ઞાને નહિ શુકારતાં, જડવત્ એમનું એમ ઉભું છે.
Page #300
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
એથી શ્રી કુમારપાલ જરા વિચારમાં પડી જાય છે. તેમને વિચારમાં પડેલા જોઇને, મહાવત કહે છે કે‘ મહારાજ ! શત્રુએ આખા સૈન્યને ફાડી નાખ્યું છે.'
શ્રી કુમારપાલ પૂછે છે કે તું કેમ છે ?' મહાવત કહે છે કે— મહારાજ ! આપ, હું ને આ હાથી. ત્રણ સ્થિર છીએ.'
૨૬
શ્રી કુમારપાલ કહે છે કે તું ને હાથી વફાદાર છે, તા કાંઈ વાંધા નથી. ચલાવ હાથીને.’
એ વખતે શત્રુસૈન્યમાંથી સિંહનાદ કરાય છે અને એથી હાથીને ચલાવવાની ઘણી મહેનત કરવા છતાં પણ હાથી ચાલતા નથી. શ્રી કુમારપાલ શકિત અની જાય છે, પણ મહાવત ખૂલાસા કરે છે કે સામેથી સિંહનાદ થઈ રહ્યો છે, માટે હાથી ચાલતા નથી.’
શ્રી કુમારપાલ તરત જ હાથીના બન્ને કાનમાં ડુચા મરાવે છે અને હાથીને વેગથી શત્રુસૈન્યમાં લઈ જવાની મહાવતને આજ્ઞા કરે છે.
આખા ય શત્રુસૈન્યને ભેદતે હાથી ચાલ્યા જાય છે અને અરેણરાજની પાસે તે પહેાંચતાં, શ્રી કુમારપાલ અરાણુરાજને પકડીને નીચે પટકી દે છે.
વિચાર કરે કે–એ વખતે હાથી કેવી ચાલે ચાલ્યેા હશે ? એની એ વખતની ચાલ કેવી અદ્ભુત હશે, એમ થાય છે ને? એ હાથી કાંઈ જયકુંજર નહિ હતા, સામાન્ય કોટિના જ હાથી હતા, તે છતાં પણ તેની એ ચાલ જો અદ્ભુત હતી, તા જયકુંજરની ચાલ અદ્ભુત હોય, એમાં શંકા રાખવા જેવું. છે જ શું ? જયકુંજરનું તેની ચાલ રૂપ જે આચરણ, તે અદ્ભુત.
Page #301
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૨૬૭
હોય છે–એનો ખ્યાલ આવ્યા પછી, તે પ્રવર હેાય છે–એ ખ્યાલ આવે, એ તે બહુ સહેલું છે. એની ચાલ એટલી બધી શ્રેષ્ઠ કેટિની હોય છે કે સારામાં સારી ચાલે ચાલનારને ગજગતિએ ચાલનાર કહેવાય છે. કવિઓ પણ વર્ણન કરતાં સિંહ જેવી કટી, મૃગ જેવાં નયને અને ગજ જેવી ગતિ, –એમ કહે છે. ઉત્તમ કોટિની સ્ત્રીઓના વર્ણનમાં “ગજગામિની' એવું પણ વિશેષણ આવે છે. એટલે જયકુંજરનું તેની ચાલ રૂ૫ જે આચરણ, તે જેમ અભુત હોય છે, તેમ પ્રવર પણ હોય છે. હાથી ચાલ્યા જાય ને કુતશે ભસ્યાં કરે ?
જયકુંજરની ચાલને લગતી એક બીજી વાત પણ ધ્યાનમાં લેવા યોગ્ય છે. દુનિયામાં કહેવત છે કે-“હાથી ચાલ્યો જાય અને કૂતરાં ભસ્ય જાય.” કુતરાઓ ગમે તેટલાં ભસતાં હોય, તો પણ હાથી તેને ગણકારતો નથી. કુતરાઓ સામે થવાની કે પાસે આવવાની હિંમત તે કરી શકતાં જ નથી, એટલે આજુબાજુમાં કે પાછળના ભાગમાં દૂર દૂર રહીને ભસ્યા કરે છે. હાથી એ તરફ કાંઈ પણ લક્ષ્ય આપ્યા વિના ચાલ્યા જ જાય છે. આ કહેવત જાઈ છે, માણસને હિતશિક્ષા દેવાને માટે! સત્કાર્યમાં પ્રવૃત્ત થયેલાઓએ Àષી, દુર્જન કે મૂર્ખ માણસે તે બાબતમાં ગમે તેમ બેલતા હોય, તે પણ તેને ગણકાર્યા વિના સત્કાર્ય કર્યું જવું. આ બેધ આપવાને માટે “હાથી ચાલ્યો જાય અને કુતરાં ભસ્ય જાય” –આવી કહેવત જાઈ છે. એટલે હાથીનું આચરણ પણ અદ્ભુત છે અને પ્રવર છે–એમ માનવું પડશે. કેઈ પૂછશે કે-આમાં અદ્ભુતતા શી? તે એને ખુલાસે એ છે કે
શિક્ષા માટે કાર્ય
Page #302
--------------------------------------------------------------------------
________________
૨૬૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન અરે, અદભુતતા એ કે–એવા વખતે ભસનાર ઉપર આક્રમણ કરવાને દેડવું નહિ અને પિતાના મન ઉપર તેની કોઈ પણ અસર થવા દેવી નહિ. બાકી તે, ઉશ્કેરાઈ જવાય ને? એની અદ્દભુતતાને સમજવી હોય, તે કલ્પના કરે કે તમે અહીંથી નીકળીને ઘેર જાવ છો, તે વખતે હલકા માણસો તમને ગાળ દેતા દેતા તમારી આજુબાજુ અને પાછળ તમારી જોડે ચાલ્યા કરે, તે તમને ક્યાં સુધી ગુસ્સો આવે નહિ? ક્યાં સુધી તમે એના તરફ લક્ષ્ય જ આપે નહિ ને ચાલ્યા કરે? એવા વખતે સમજાય કે-કુતરાં બે બાજુએ અને પાછળ ભયે જ જતાં હોય, છતાં હાથી શાંતિથી ચાલ્યા જાય, એ એનું આચરણ અદ્ભુત પણ છે અને પ્રવર પણ છે. માન-પાન સંબંધી અને બીજાં પણ અનેક આચરણે અભુત
તથા પ્રવર હેય છે : જયકુંજરના ચરિતને જે નાનાવિધ એવું વિશેષણ આપ્યું છે, તેને અંગે જ જયકુંજરનાં વિવિધ આચરણેની આપણે વાત કરી રહ્યા છીએ. ઉપસર્ગોના સમયે પણ પિતાના અવ્યય સ્વરૂપને જાળવવા રૂપ જયકુંજરનું આચરણ, અદ્ભુત અને પ્રવરની કટિમાં જાય એવું હોય છે. ઘેષ કરવા રૂપ જયકુંજરનું જે આચરણ, તે પણ અદ્ભુત અને પ્રવર હોય છે. હાથી જે રીતિએ ખાય–પીએ છે, તે રીતિમાં પણ અદ્ભુતતા અને પ્રવરતા રહેલી હોય છે. ખાવા-પીવાના એના આચરણમાં પણ અભૂતતા અને પ્રવરતા હોય છે. તમે જે જાણતા હો, તે હાથી ખાય છે, તે પણ એવી ઉદાર રીતિએ ખાય છે કે-જાણે ઉદાર જીવ ખાઈ રહ્યો છે. પિતાને ખાવાને માટે
Page #303
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
२१८ જે કાંઈ મૂકાયું હોય, તે બધું પિતે જ ખાઈ જતો નથી, પણ આજુબાજુ વેરીને એ ખાય છે. એ પીએ છે પણ એવી રીતિએ, કારણ કે પોતે પીતાં પહેલાં પોતાના પીવાના પાણીને ચૂંઢથી આજુબાજુ ઉડાડે છે ! એ ખાવામાં પણ ઘણું માન માગે છે. ઘણા આદરને મેળવીને એ પછી જ એ ખાય છે અને એથી કહેવાય છે કે“लागुलचालनमघश्चरणावपातं,
મૂ નિત્ય રવિને જા __ श्वा पिण्डदस्य कुरुते,
જjનવરંતુ દુરાત્ત મુરે છે ? ” કવિ કહે છે કે-કુતરું ખાય છે તે દીન બનીને ખાય છે, જ્યારે ઉત્તમ કટિને હાથી ગૌરવભેર ખાય છે. વફાદારીને ગુણ તે કુતરામાં ય છે અને હાથીમાં પણ છે, પણ કુતરાના ચરિતમાં અને હાથીને ચરિતમાં ઘણું મટે, આભ-જમીન જે ફરક છે. ટુકડો રેટલો નાખનારની પાસે જઈને કુતરું પિતાની છડી પટપટાવે છે, પછી પગમાં જઈને નીચે પડે છે અને ભૂમિ ઉપર પડીને પણ પિતાના મેંઢાને અને પેટને દેખાડે છે. અતિ દીન અને અતિ હીન માગણ જ આવું કરે ને? જ્યારે ઉત્તમ હાથી તે,એને ખવડાવનાર જ્યારે સેંકડો મનામણાં કરે છે ત્યારે ખાય છે. હાથીનું આ પણ એક પ્રકારનું અદભુત અને શ્રેષ્ઠ ચરિત છે. નીતિશાસ્ત્ર કહે છે કે
ભેજનમાં લેવાય શું? કેટલી મીઠાઈ છે, કેટલાં શાક છે, કેટલી ચટણીઓ છે, કેટલા મસાલા છે, કેટલી વાનીએ છે-એ વિગેરે ભેજનમાં લેવાય નહિ, પણ આદર જોવાય. જે ભેજન આદરપૂર્વકનું નહિ, તે ભેજન ચાહે તેટલું
Page #304
--------------------------------------------------------------------------
________________
૨૭૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને ઉત્તમ હોય, તે પણ ખાનારને માટે અધમ જ છે અને ખવડાવનારના આદરવાળું જે ભેજન, તે બહુ જ સામાન્ય કેટિનું હોય તે પણ ખાનારને માટે ઉત્તમ છે. એટલે, નીતિશાસ્ત્રકારેના આ કથનને અમલ, ઉત્તમ કેટિના હાથમાં જોવાને મળે છે. નીતિશાસ્ત્રકારેના આ વચનને અમલ, આજે માણસ જેવા માણસમાં પણ ઘણે અંશે નથી દેખાતો, જ્યારે હાથી હોવા છતાં પણ એનામાં દેખાય છે. સારું સારું ખાવાની લાલચ વધી, એથી “અનાદરથી ખાવા કરતાં તે ભૂખ્યા મરવું એ સારું છે”—એવી વૃત્તિ નાશ પામી ગઈ.ક્યાંક જે સારું ખાવાનું મળી જાય તેમ હોય, તો ગેલેયાની જેમ ઘુસી જનારાઓ પણ છે. ખાવાનું સારું મળે, પછી આદરને જૂએ કણ? પણ એ કુતરા જેવી દશા છે. કુતરાને મારીને કાર્યું હોય તો ય તે આવીને ખાવાને માટે ઘુસી જવાને પ્રયત્ન કરે છે અથવા તે દીનતા બતાવે છે, જ્યારે ઉત્તમ હાથી એવું તો ન જ કરે, પણ ખવડાવનાર જ્યારે ભાઈબાપા કરીને ખવડાવે ત્યારે ખાય. એટલે મહાવત હાથીએની કાંઈ જેવી–તેવી ચાકરી કરતા નથી.
હાથીનાં આ બધાં આચરણે નાનાવિધ છે. વળી, હાથી વાહન તરીકે પણ ઉત્તમ ગણાય છે. યુદ્ધાદિકમાં એ વાહન રૂપે જયનું સાધન બને છે અને શેષ કાળમાં એ વાહન તરીકે શેભાનું સાધન બને છે. જયકુંજર અંગે તો આ વાત નિશ્ચિત જ. આવાં બધાં આચરિતો અદ્ભુત અને શ્રેષ્ઠ નથી? છે જ, કારણ કે-જે આચરિત જેવાને માણસમાં મળવા મુશ્કેલ બને, તે આચરિત જ્યકુંજરમાં તે પશુ હોવા છતાં ય જેવાને મળે, ત્યારે તેનાં એ આચરિત અભુત ગણાય, એમાં નવાઈ
Page #305
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૨૭૧ જ નથી. વળી, એ આચરિતે એવાં છે, કે જેનું માણસાએ પણ અનુકરણ કરવું જોઈએ, એટલે એને “પ્રવર” કહેવાં, એ પણ યુક્તિસંગત છે. આ રીતિએ જોતાં, નકકી થયું કેકઈ પણ, એટલે કે-દરેકે દરેક જયકુંજર નાનાવિધ, અદ્ભુત અને પ્રવર ચરિતવાળે હોય છે. આચરણ જડતું પણ હોઈ શકે?
આપણે હવે, આ નવમું વિશેષણ શ્રી ભગવતીજી સૂત્રને અંગે કેવી રીતિએ ઘટે છે, એને વિચાર કરીએ. જેનું ચરિત નાનાવિધ, અદ્ભુત અને પ્રવર છે એવું આ શ્રી ભગવતીજી સૂત્ર છે, એમ ટીકાકાર મહર્ષિ આ નવમા વિશેષણ દ્વારા ફરમાવે છે. આ વિશેષણમાં ચરિત એ મુખ્ય વસ્તુ છે. ચરિત એટલે આચરણ. શ્રી ભગવતીજી સૂત્રનું આચરણ હોઈ શકે કે નહિ અને હેઈ શકે તે તે કયું હોઈ શકે, તેને નિર્ણય પહેલ કરી લેવું જોઈએ. શ્રી ભગવતીજી સૂત્રના આચરણ સંબંધી આપણે જે વ્યાજબી નિર્ણય કરી શકીએ, તો એ આચરણ કેવા પ્રકારે નાનાવિધ છે અને શાથી તે અદ્ભુત પણ છે તથા પ્રવર પણ છે–તેને નિર્ણય તે ઘણું જ સહેલાઈથી થઈ શકે એવે છે. આથી, એક વાર એ વિચારે કેશ્રી ભગવતીજી સ્ત્રનું આચરણ છે કે નહિ અને છે તે કયું છે? શ્રી ભગવતીજી સ્ત્રનું આચરણ ન હોઈ શકે, એવું કહેનારા અગર માનનારા શું કહે? પ્રાયઃ એ જ કે આચરણ તો ચેતનનું જ હોઈ શકે, પણ જડનું આચરણ હોઈ શકે નહિ.” પરંતુ એમ કહેવું, એ શું બરાબર છે ? આચરણ ચેતનનું જ હેઈ શકે અને જડનું ન જ હોઈ શકે?
Page #306
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો
પ્રન॰ જડનું સ્વતન્ત્રપણે આચરણ હોઈ શકે નહિ. જડનું આચરણ ચેતનપ્રેરિત હાઈ શકે.
• ૧૭૨
જડનું આચરણ ન જ હોઈ શકે, એમ કહેવાય નહિ. તમે લેાહચુંબક વિષે તે જાણ્યું અને સાંભળ્યું હશે. એ લેાઢાને ખેંચી શકે છે. એમ ટાઢાને આકર્ષવાનું આચરણ, એ જડ એવા લાહચુંબકનું આચરણ નથી? જડ પથરાની સાથે જડ પથરો ઘસાવાથી અગ્નિના તણખા ઝરતા પણ તમે જોયા હશે. અમુક જડ ચીજ અમુકમાં ભળે તે અમૃત જેવી ચીજ ઝેર રૂપ બની જાય અને ઝેર જેવી ચીજ અમૃત રૂપ બની જાય, એવું પણ બને છે. દવાની જડ ટીકડી પેટમાં જતાં શી શી અસરને ઉત્પન્ન કરે છે, એ પણ તમારા અનુભવની બીના છે. આમ છતાં પણ, તમે એમ કેમ કહી શકે કેઆચરણ તે ચૈતનનું જ હોઇ શકે અથવા ચેતનપ્રેરિત જ આચરણ હાઈ શકે, પણ જડનું આચરણ હાઈ શકે જ નહિ ? કાઈ પણ માણસ વિચારે, તે એને જરૂર લાગે કે–જડનું આચરણ ન જ હોઈ શકે, એવું કહી શકાય નહિ.
પ્રશ્ન॰ એ રીતિએ જડના આચરણને પણ માનવું પડે, પરન્તુ જડમાં હું આચરણ કરૂં–એવું વિચારવાની શક્તિ નથી હેાતી તે?
જડમાં વિચારવાની શક્તિ હોય જ નહિ. વિચારવાની શક્તિ તે ચેતનમાં જ હોઈ શકે. વિચારવાની શક્તિ ચેતનમાં જ હાઈ શકે છે, છતાં ચેતના પણ એવી એવી દશાઆમાં હોઇ શકે છે, કે જે દશાઓમાં ચેતનામાં પણ વિચારવાની શક્તિ ન હોય. આમ છતાં પણ— અમુક હું આચરૂં કે નહિ, આ હેતુ માટે આચરૂં કે ન આચરૂં, મારે માટે આ
Page #307
--------------------------------------------------------------------------
________________
'
'
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૨૭૩ આચરવું એ યોગ્ય અને હિતાવહ છે કે નહિ એ વિગેરે વિચારણાઓ જડ ન જ કરી શકે, પણ ચેતન જ કરી શકે, એ વાત ખરી છે; પરંતુ અહીં તો માત્ર આચરણની જ વાત, છે. અહીં વિચારપૂર્વકના આચરણની વાત નથી. એટલે જડનું પણ આચરણ હોઈ શકે છે, એ વાત તો તમને સમજાઈ ગઈ ને ?
પ્રશ્ન જડનું આચરણ ન જ હોય, એવું તે કહી શકાય, નહિ. ઉપચારથી જડનું આચરણેય હોઈ શકે.
એટલે, આ શ્રી ભગવતીજી સૂત્ર જડ હોવા છતાં પણ, આ શ્રી ભગવતીજી સ્ત્રનું આચરણ હોઈ શકે, એ વાતને માનવામાં વાંધો રહ્યો નહિ. શ્રી ભગવતીજી સુત્રનું જ્ઞાનદાન રૂપ આચરણ
હવે તે, વિચાર એ કરવાને રહ્યો કે-શ્રી ભગવતીજી સૂત્રનું આચરણ કયું? જ્ઞાનદાન, એ આ શ્રી ભગવતીજી સૂત્રનું આચરણ છે.
પ્રશ્ન. ખરી રીતિએ તો જ્ઞાનદાન આપ આપે છે, કારણ કે–અમને તે આપના બાલવાથી જ્ઞાન થાય છે, માટે જ્ઞાનદાન એ આપનું આચરણ થયું, પણ જ્ઞાનદાન એ શ્રી ભગવતીજી સૂત્રનું આચરણ નહિ.
તમે જે જરાક વધારે વિચાર કર્યો હોત, તે તમે આવું કહેતા નહિ. તમને જ્ઞાનદાન હું આપું છું, પણ મને જ્ઞાનદાન તે આ શ્રી ભગવતીજી સૂત્ર આપે છે ને? મેં વાંચ્યું, એથી મને જ્ઞાન થયું, માટે હું જ્ઞાનદાન કરી શકું છું, પણ મને જે આ સૂત્રે જ્ઞાનદાન ન કર્યું છે, તે હું
Page #308
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો
૨૭૪
તમને આ જ્ઞાનદાન કરી શકત નહિ.
પ્રશ્નઃ પુસ્તકમાં જ્ઞાનદાન દેવાની શક્તિ હોતી જ નથી. એમાં જે લખ્યું હોય તેને જે વાંચી શકે, વાંચીને અર્થને સમજી શકે, તેને પણ જો તે ઉપયેગપૂર્વક વાંચે અને વિચારે તેા જ્ઞાન થાય; એ વિના નહિ. પુસ્તકમાં જો જ્ઞાનદાન કરવાની શક્તિ હોય, તો તે સૌ કાઇને એ જ્ઞાન દેનારૂં બનવું જોઇએ.
તમે જે રીતિએ આ વાતને વિચારો છે, તે રીતિએ તે માત્ર પુસ્તકા જ નહિ, પરન્તુ શ્રી તીર્થંકર ભગવાન વિગેરે પણ જ્ઞાનદાન દેનારા નથી એમ ઠરશે. ખેાલીને જ જ્ઞાનનું દાન દેવાય એવું નથી, પરન્તુ એમ માનીએ તેા ય જે કાંઈ ખેલાય, તેને જે ઉપયાગપૂર્વક સાંભળે, જે સંભળાય તેને સમજવાની જેનામાં શક્તિ હોય અને જે એવા સમજી જીવ હોય તે પણ જ્યારે સમજીને ઉપયાગપૂર્વક વિચારે ત્યારે એને એનું જ્ઞાન થાય ને ? કેાઈ અંગ્રેજીમાં ખેાલે, તેા એનું ખેલાએલું સંભળાવા છતાં પણ, અંગ્રેજીને નહિ ભણેલાને એ નહિ સમજાય. અંગ્રેજી ભણેલાએ પણ જો એને ઉપયોગપૂર્વક, નહિ સાંભળ્યું હોય, તેા એને એ નહિ સમજાય. ઉપયાગપૂર્વક સાંભળ્યું, સમજાયું, પણ ઉપયેગપૂર્વક વિચરાયું નહિ, તે। ય જ્ઞાન નહિ થાય. એમ જે ખાખતા પુસ્તક ઉપરથી જ્ઞાન થવામાં જરૂરી છે, તે ખાખતા જીવતા માણસ જે કાંઈ મેલે, તેના મેલેલાનું જ્ઞાન થવામાં પણ જરૂરી છે. તમે કહ્યું કે- પુસ્તકમાં જો જ્ઞાનદાનની શકિત હોય, તા સૌ કોઈને એ જ્ઞાન દેનારૂં બનવું જોઇએ ’–એ વાત પણ અસ્થાને છે. શ્રી તીર્થંકર ભગવાનમાં જ્ઞાનદાનની શકિત કાંઈ કમ નહાતી. એમની વાણી તા અતિ
Page #309
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૨૭૫
શયવન્તી. છતાં પાખંડીઓ વિગેરેને એમની વાણું જ્ઞાનદાન કરી શકી નહિ. ત્યાં કહેવું પડશે કે–એ છ લાયક નહિ. તેમ અહીં પણ સમજી લો કે–પુસ્તક લાયકને જ્ઞાનદાન કરી શકે. માત્ર જ્ઞાનદાનની શક્તિની તરતમતા હોઈ શકે. શ્રી તીર્થંકર ભગવાનમાં જ્ઞાનદાનની જેવી શકિત હતી, તેવી કેઈમાં પણ હોતી નથી. શ્રી મહાવીર પરમાત્માના શાસનમાં થઈ ગયેલા પૂર્વ પુરૂષોમાં જ્ઞાનદાનની જે શક્તિ હતી, તે મારામાં નથી. એટલે પુસ્તકની શાનદાનની શકિતને ઈનકાર નહિ કરતાં, કહેવું હોય તે એમ કહો કે પુસ્તકમાં જ્ઞાનદાનની શકિત ઓછી ગણાય.
પ્રશ્ન પુસ્તક જ્ઞાનદાન કરનારું બને, એ સાચું.
એ જ પુસ્તકનું આચરણ છે. પુસ્તકને હાથમાં લઈને, એમાં જે લખેલું હોય તેને માણસ જે વાંચી શકે, તેના અર્થને વિચારી શકે, તો એ પુસ્તકે એને એ જ્ઞાનનું દાન કર્યું કહેવાય. અચિત્ત પાણી પણ એને જે પીએ, તેના ગળાને ઠારે. એમ શ્રી ભગવતીજી સ્ત્રનું આચરણ પણ છે અને તે જ્ઞાનજ્ઞાન. આ વાત હજુ પણ જો તમારામાંના કેઈને ન સમજાઈ હોય, તો કહો. વાત લંબાય તેને વધે નહિ, પણ તમને જ્યારે સંભળાવું છું અને તમે સાંભળે છે, ત્યારે તમને વાત સમજાવી તો જોઈએ.
પ્રશ્નઃ આ વાત હવે તે બરાબર સમજાઈ ગઈ કેવા પ્રકારનું જ્ઞાન આપવાથી શાનદાન અધમ કેરિનું ગણાય?
હવે આપણે એ જોવાનું રહે છે કે-શ્રી ભગવતીજી સૂત્રનું જે જ્ઞાનદાન રૂપ આચરણ છે, તે કેવી રીતિએ નાના
Page #310
--------------------------------------------------------------------------
________________
૨૦૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
વિધ છે તેમ જ કયા કારણે તે અદ્ભુત અને પ્રવર પણ છે. દાન કેવું છે, તેના નિર્ણય દાનમાં જે દેવાય તેના ઉપરથી પણ કરાય છે. દાનમાં દાતાના ભાવ પણ જોવાય, પરન્તુ શ્રી ભગવતીજી સૂત્રની રચના માત્રને અવલંખીને વિચાર કરીએ, ત્યાં દાતાના ભાવના પ્રશ્ન ઉપસ્થિત થતા નથી. દાતાના ભાવની વાતને બાજૂએ રાખીએ અને દાનમાં દેવાતી વસ્તુ ઉપરથી નિર્ણય કરીએ કેન્દ્વાન કેવું છે, તેા શ્રી ભગવતીજી સૂત્રનું જ્ઞાનદાન નાનાવિધ, અદ્ભુત અને પ્રવર ઠર્યા વિના રહે તેમ નથી. ગ્રન્થ માત્રને જ્ઞાનદાન રૂપ આચરણ હોય છે, પણ સર્વ ગ્રન્થાનું એ આચરણ સમાન કેટનું હોતું નથી. કેટલાક ગ્રન્થાનું જ્ઞાનદાન રૂપ આચરણ અધમ કેટિનું પણ હાય છે. જે જ્ઞાન અપાય, તે જ્ઞાન સ્વરૂપે જો સમ્યક્ શ્રુતપણાની ઉપમાને ચેાગ્ય હોય, તેા જ તેવા જ્ઞાનનું દાન એ તે ગ્રન્થનું ઉત્તમ આચરણ છે. શ્રુત, સ્વરૂપે સમ્યક્ પણ હોય છે અને મિથ્યા પણ હોય છે. સમ્યક્ પણ શ્રુત, સ્વામીની અપેક્ષાએ મિથ્યા શ્રુત રૂપ અને—એ પણ શકય છે અને મિથ્યા પણ શ્રુત, સ્વામીની અપેક્ષાએ સમ્યક્ શ્રુત રૂપ અને—એ પણ શકય છે. શ્રુતજ્ઞાન સ્વરૂપે સમ્યક્ કાટિનું હાય, પરન્તુ તેને મિથ્યાદૃષ્ટિ જીવ પેાતાના હૈયામાં મિથ્યા રૂપે પરિણમાવે છે, જયારે સમ્યગ્દષ્ટિ આત્મા સ્વરૂપે મિથ્યા એવા શ્રુતજ્ઞાનને પણ પોતાના હૈયામાં સમ્યક રૂપે પરિણમાવનારા અને છે. આપણી વાત તા એ છે કે—સામાન્ય રૂપમાં જ્ઞાનના નામથી જે આળખાય છે, તેમાં માત્ર સમ્યજ્ઞાનના જ સમાવેશ થતા નથી, પણ મિથ્યા જ્ઞાનના ય તેમાં સમાવેશ થાય છે. એટલે હરેક પુસ્તક, ગ્રન્થ આદિનું જ્ઞાનદાન રૂપ આચરણ ઉત્તમ કોટિનું
Page #311
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
જ હેાય એવું નથી. જીવાજીવાદિ તત્ત્વભૂત પદાર્થોના સ્વરૂપના સંબંધમાં જે જ્ઞાન સત્યથી વેગળા ખ્યાલ આપે, જે જ્ઞાન વિષય-કષાયના રાગને વધારે, જે જ્ઞાન પૌલિક પદાર્થોના યેાગમાં જ સાચું સુખ બતાવે, જે જ્ઞાન પાપના માર્ગોમાં પ્રવૃત્ત થવામાં કલ્યાણ છે–એવા ભાવને પેદા કરે, જે જ્ઞાન કાં તા કુંદેવ-કુગુરૂ-કુધર્મને માનવા તરફ વાળે અથવા તે દેવ-ગુરૂ-ધર્મને માનવાની જરૂર જ નથી–એવી વિચારસરણીને પેદા કરે, જે જ્ઞાન પલાકના વિચાર કરવામાં મૂર્ખતા ખતાવીને આ લેાકમાં જ કેમ સુખી થવાય એની ચિન્તા પેદા કરે, જે જ્ઞાન પરલેાકને માનવા દે તે ય પરલેાકના હિતની સાધના કરતાં પણ આ લાકની સાધનામાં પહેલાં મગ્નુલ અનવું જોઈએ. એવું શીખવે, જે જ્ઞાન મેાક્ષને માનવા દે નાંહે અથવા માનવા દે તા ય મેાક્ષને માટે જે અનુષ્ઠાનમાં રસ પેદા થવા જોઈ એ તેમાં રસ પેદા થવા દે નહિ અથવ. જે જ્ઞાન મેાક્ષને માનવા દે પણ મેાક્ષના માર્ગ તરીકે હિંસાદિક પાપાવાળા માર્ગને સાચા મેાક્ષમાર્ગ મનાવે અને જે જ્ઞાન ભગવાન શ્રી જિનેશ્વરદેવાના પ્રવચનમાં નિર્મલ શ્રદ્ધાને પેદા કરવાને બદલે શ્રી જિનપ્રવચનમાં કુશંકાએ પેદા કરાવે, એવા પ્રકારનું જે કાઈ પણ પુસ્તકાદિનું જ્ઞાનદાન રૂપ આચરણ, એ કેવળ મિથ્યા જ્ઞાનનું દાન હેાવાથી, અધમ કેટનું જ આચરણ છે. એવા જ્ઞાનદાનમાં ગમે તેટલી નાનાવિધતા હાય અગર તે અદ્ભુતતા લાગે એવું પણ ગમે તેટલું તેમાં હાય, તો પણ એ જ્ઞાનદાનનું ચરિત પ્રવર કેટિમાં ગણાય જ નહિ. ટીકાકાર પરમષિએ ચરિતને નાનાવિધ અને અદ્ભુત એવાં એ વિશેષણા લગાડવાની સાથે, ત્રીજું પ્રવર એવું
૧૮
૨૭૦
Page #312
--------------------------------------------------------------------------
________________
૨૭૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો
વિશેષણ પણ લગાડ્યું છે. જ્ઞાની જે જીવહિંસાને પ્રેમી હોય તો એ સાચે જ્ઞાની નથી
પણ મિથ્યાજ્ઞાની છે : ભગવાન શ્રી જિનેશ્વરદેવને ઉપકાર અજેડ કોટિને છે અને ભગવાન શ્રી જિનેશ્વરદે જ્ઞાનદાન દ્વારા જ એ અજોડ કેટિના ઉપકાર કરનારા બને છે, પરંતુ એ જ્ઞાન પ્રવર કેટિનું હોય છે, માટે જ એ ઉપકારક ગણાય છે. એ અપેક્ષાએ જ કહેવાય છે કે-“જ્ઞાનદાનના ઉપકાર જે બીજે કે ઉપકાર નથી. કેટલાક સંયોગોમાં અભયદાનનું મહત્વ વધી જાય છે અને જ્ઞાનદાનનું પણ વાસ્તવિક ફલ તો એ જ્ઞાન અભયદાનમાં પરિણમે એમાં જ રહેલું છે, પરંતુ અભયદાનનું ય સર્જક એવું કેઈ દાન હોય, તે તે જ્ઞાનદાન છે. જ્ઞાન જેમ જીવેના અસ્તિત્વનાં સ્થાને બતાવનાર છે, તેમ છવહિંસાથી બચવાની જરૂરને બતાવવાની સાથે, જીવહિંસાથી બચવાને માટે શું શું કરવું જોઈએ એને પણ બતાવનાર છે. વળી, જીવહિંસાથી બચનારને કેવા કેવા લાભ થાય છે, એ બતાવીને ચ, જીવહિંસાથી બચવાની પ્રેરણા આપનાર છે. જે જ્ઞાન જીવહિંસાથી બચવાની પ્રેરણા નથી કરતું, તે જ્ઞાન સમ્યફ કેટિનું જ્ઞાન નથી. જ્ઞાની અને જીવહિંસાને પ્રેમી, એ બનવાજોગ વસ્તુ જ નથી. કાં તો એ જ્ઞાની નહિ એટલે કે-મિથ્યાજ્ઞાની અને કાં તો એ જીવદયા પ્રેમી, પણ જીવહિંસાને પ્રેમી નહિ. જ્ઞાનીથી જીવહિંસા થઈ જાય એ બને, જ્ઞાની જીવહિંસાને તજી શકે નહિ એમ પણ બને અને જ્ઞાની જીવહિંસાવાળાં આચરણેને આચરનારે હોય એમ પણ બને,
Page #313
--------------------------------------------------------------------------
________________
ખીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
૨૭૯
પણ એનું જ્ઞાન એને સદા ય ટકાર્યા કરતું હોય છે કે આ તૂં ખાટું કરે છે, આ તું પાપ કરે છે.' એવા જ્ઞાનીનું હૈયું જીવહિંસાનું પ્રેમી નથી હાતું, પણ જીવરક્ષાનું પ્રેમી હોય છે. એને હિંસા માત્રથી છૂટવાનું દિલ થયા જ કરતું હાય છે. એથી, એની હિંસાની ક્રિયા રસપૂર્વકની નથી હોતી, પણ આઘાતપૂર્વકની હોય છે; એટલે કે-એ ક્રિયાથી પોતાને જ આઘાત થાય કે‘હું કેવા કર્મવશ છું કે આ હિંસાને હું છેડી શકતા નથી?’પદમ નાળ, તો –એને ભાવ શા છે ? પહેલું જ્ઞાન ને પછી યા, પણ જ્ઞાન યા માટે એમ તા . ખરું ને ? આ વાકયથી યાની કિંમત ઘટાડી કે વધારી ? આ વાકયથી ચાની કિંમત ઘટતી નથી, પણ દયાની કિંમત વધે છે. આ વાકય એમ સૂચવે છે કે યા એ સાધ્ય છે અને જ્ઞાન એ સાધન છે. કિંમત સાધ્યની વધારે ગણાય કે સાધનની વધારે ગણાય ? કહા કે સાધ્યની કિંમત વધારે ગણાય. સાધનની કિંમત તા સાધ્યને અનુલક્ષીને જ છે. સાધ્યની કિંમત નહિ, તા સાધનની કાંઈ જ કિંમત નહિ. એટલે સાચું જ્ઞાન જ તે કહેવાય, કે જીવ માત્ર પ્રત્યે દયાભાવને પેદા કરે અને જીવ માત્રની દયાનું પાલન થાય એવા માર્ગે પ્રવર્ત્તમાન બનવાની પ્રેરણા કર્યા કરે. આથી, કોઈ પણ સાચા જ્ઞાની કદી પણ જીવહિંસાના પ્રેમી હોય, એ બનવાજોગ વસ્તુ જ નથી.
શ્રી જિનશાસન સર્વોપકારી છે :
ભગવાન શ્રી જિનેશ્વરદેવાએ અભયદાતાઓમાં શ્રેષ્ઠ મનીને જ, જગતના જીવાને અભયદાતા બનાવનારા ધર્મ
Page #314
--------------------------------------------------------------------------
________________
૨૮૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને. તીર્થની સ્થાપના કરી. ભગવાને જે મોક્ષમાર્ગ બતાવ્યો, તે જગતના જી અભયના દાતા બની શકે એવો માર્ગ બતાવ્યો, એમ પણ કહી શકાય. અભયદાતા બન્યા વિના, મોક્ષને પામી શકાય નહિ. મેક્ષને પામ હોય, તે અભયદાતા બનવું જ જોઈએ. જે ખરેખર અભયદાતા બને, તે મોક્ષને પામ્યા વિના રહે જ નહિ. એ માટે મોક્ષમાર્ગ એ છે કે-એ માર્ગે ચાલનારે, અભયદાતા ન હોય—એવું બને જ નહિ. મોક્ષમાર્ગ જ અભયદાનમય છે. આવા માર્ગનું દાન તે, જ્ઞાનદાનથી જ થઈ શકે છે, માટે જ્ઞાનદાનની મહત્તા છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવને અજોડ ઉપકાર શે ? જ્ઞાનદાન દીધું એ-એમ કહીએ, તે પણ તેમાં આ વાતને સમજીને જ બોલવું પડે. ભગવાને એવું જ્ઞાનદાન દીધું છે કે એ જ્ઞાનદાનને જેમણે લીધું, પિતાનું બનાવ્યું, તેટલા જ ઉપર જ ભગવાનના જ્ઞાનદાનથી ઉપકાર થયે એમ નહિ, પરંતુ જે પિતાની નાલાયકાતથી એ જ્ઞાનદાનને લઈ શક્યા નહિ, જે જીએ પિતાની નાલાયકાતથી એ જ્ઞાનદાન સામે પણ પ્રહાર કર્યા,
એવા જીવો ઉપર પણ ભગવાનના જ્ઞાનદાનથી ઉપકાર થયે. તમને આશ્ચર્ય લાગશે. તમે કદાચ કહેશે કે-જે જ જ્ઞાનદાન લઈ શક્યા નહિ તેમના ઉપર વળી ભગવાનના સાનદાનથી ઉપકાર છે? અને તેમાં ય, એ જ્ઞાનદાન સામે પ્રહારો કરનારા જે જીવે, તેમના ઉપર તો ઉપકાર થયાનું સંભવે જ કેમ? એવાઓ તો સંસારમાં રૂલે!” આ વાતેય કાઢી નાખવા જેવી નથી. ભગવાનના જ્ઞાનદાનના ઉપકારને જેઓ અભવ્યતા, બહુલકમિતા, સામગ્રીના યુગને અભાવ –એ વિગેરે કારણે એ પણ ગ્રહણ કરી શક્યા નહિ, તેઓને
Page #315
--------------------------------------------------------------------------
________________
ખીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૨૮૧
સંસાર તે ઉભા ને ઉભા જ રહ્યો અને જ્ઞાનદાન સામે પ્રહારા કરનારાઓએ તા, સંસારમાં દુર્ગતિએમાં રઝળાવનાર ભારે કર્માને ઉપાજયા–એ વાત તેા ખરાખર છે; પરન્તુ એ મધા જીવા પણ, ભગવાનના ઉપદેશથી જીવદયાપ્રેમી બનેલા જીવાની જીવદયાની લાગણીને તે પામી શકયા ને ? જે જીવાએ ભગવાનના જ્ઞાનદાનને ગ્રહણ કર્યું, તે જીવા તે સારા ય જગતના વા પ્રત્યે હિતકામનાવાળા બન્યા જ. વળી જે જીવા ભગવાનના જ્ઞાનદાનના પ્રતાપે અભયદાતા બન્યા, તે જીવા તરના ભય તા, જગતના જીવાને ટળી જ ગયા. એટલે ભગવાનના જ્ઞાનદાનથી, ભગવાનના જ્ઞાનદાનને નહિ ગ્રહણ કરનારા જીવે ઉપર પણ, ઉપકાર તા થયા જ છે. ભગવાનના જ્ઞાનદાનની, આ જેવી તેવી મહત્તા છે? જે જ્ઞાન પરિણામે દયાના ભાવમાં જ અને દયાના પાલનમાં જ પરિણમે, એ જ સાચું જ્ઞાન છે અને એવા જ્ઞાનના મૂળભૂત દાતા ભગવાન શ્રી જિનેશ્વરદેવા છે. જીવા સ્વ–પરની દયાથી શાશ્વત અને એકાન્તે સુખમય એવા મેાક્ષને પામે, એ માટે જ મેાક્ષમાર્ગના ઉપદેશ છે અને મેાક્ષમાર્ગની સ્થાપના છે. આથી જ, આ શ્રી જિનશાસન માત્ર આરાધાને જ ઉપકારી છે—એમ નહિ, પરન્તુ આ શ્રી જિનશાસન સર્વોપકારી છે.
બધાં જ્ઞાનદાન પ્રશંસનીય નહિ ઃ
આપણે આ વાત શા માટે કરી રહ્યા છીએ ? સઘળા ચ ગ્રન્થાદિનું આચરણ જ્ઞાનદાન છે. જે કાઇ જે પુસ્તકને વાંચે, તેને વાંચતાં ને સમજતાં આવડે, તે તેને એ પ્રકારનું જ્ઞાન થાય. પણ એ જ્ઞાન કેવું થાય ? એમેય કહેવાય કે—–જેવા વાંચનાર;
Page #316
--------------------------------------------------------------------------
________________
–
૨૮૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને પણ અત્યારે તે એ વાત છે કે–એ પુસ્તક કેવા પ્રકારના જ્ઞાનદાનને કરનારું કહેવાય ? એમાં જે મિથ્યાજ્ઞાન ભરેલું હોય, તે એ મિથ્યા જ્ઞાનનું દાન કરનારું કહેવાય. આથી, સઘળાં ય પુસ્તકનું જ્ઞાનદાન રૂપ જે આચરણ છે, તે પ્રશંસનીય નથી હોતું. આ અપેક્ષાએ, જ્ઞાનદાન રૂપ આચરણ પણ નિન્દ કેટિનું ય હોઈ શકે છે. એટલે આ નવમા વિશેષણમાં આચરણનાં જે ત્રણ વિશેષણો છે, તેમાં સૌથી અગત્યનું વિશેષણ પ્રવર છે. કઈ પણ ચેતનનું આચરણ કે જડનું આચરણ, તે નાનાવિધ હેાય એટલા માત્રથી કિંમતી નથી, તે અદભુત લાગે એટલા માત્રથી ય કિંમતી નથી, પરંતુ તે પ્રવર હોય તે જ કિંમતી છે. પ્રવર આચરણ પ્રશંસનીય છે અને એથી એ આચરણ જે નાનાવિધ તથા અદ્ભુત હોય, તે વિશેષ પ્રશંસાને પાત્ર બને છે; પરન્તુ જે આચરણ અધમ હોય, તે આચરણ ગમે તેટલું નાનાવિધ હોય અને અદ્ભુત લાગે તેવું હોય, તો પણ તે પ્રશંસનીય નથી; પ્રશંસનીય તો નથી જ, પરંતુ એ નિન્દ કેટિનું છે. આ વાતને તમને ખ્યાલ આવે, એ માટે જ આટલી વાત કરી. આથી, તમે જ્ઞાનદાનના આચરણ માત્રથી નહિ મુંઝાતાં, તે પ્રવર છે કે નહિ–તે જેવાને પ્રેરાશે. શ્રી ભગવતીજી સૂત્રનું જ્ઞાનદાન રૂપ આચરણ નાનાવિધેય છે,
અદૂભુતેય છે ને પ્રવરે છેઃ શ્રી ભગવતીજી સૂત્રનું જ્ઞાનદાન રૂપ આચરણ તે નાનાવિધ પણ છે, અદભુત પણ છે અને પ્રવર પણ છે. શ્રી ભગવતીજી સૂત્રમાં ભિન્ન ભિન્ન વિષયની છણાવટ છે, એટલે શ્રી ભગવતીજી સૂત્રથી જે જ્ઞાન મળે છે, તે વિવિધ પ્રકારનું
Page #317
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના :
૨૮૩
મળે છે. વળી શ્રી ભગવતીજી સૂત્ર વિવિધ એવા પ્રશ્નો અને તેના ઉત્તવાળું છે, એટલે પણ આ શ્રી ભગવતીજી સૂત્રનું જ્ઞાનદાન રૂપ આચરણ વિવિધતામય છે, અનેક પ્રકારનું છે, –એમ કહી શકાય. શ્રી ભગવતીજી સૂત્રનું જ્ઞાનદાન રૂપ આચરણ અદ્દભુત પણ છે; કારણ કે-આ સૂત્રને વાંચનારને અને સાંભળનારને આશ્ચર્ય ઉપજાવે એવી ઘણી બાબતો આ શ્રી ભગવતીજી સૂત્રમાં ભરેલી છે. વસ્તસ્વરૂપનું વર્ણન અને એને સિદ્ધ કરનારા હેતુઓ, ભલભલા બુદ્ધિશાલિને પણ આશ્ચર્યમાં ગરકાવ બનાવી દે તેમ છે. ત્રીજું વિશેષ જે પ્રવર, તે તે છે જ? કારણ કે આ શ્રી ભગવતીજી સૂત્રનું મૂળ ભગવાન શ્રી મહાવીર પરમાત્મા છે. ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ અર્થથી પ્રરૂપેલું અને પાંચમા ગણધરભગવાન શ્રી સુધર્માસ્વામીજીએ સૂત્ર રૂપે ગુંથેલું આ સૂત્ર હોઈને, આ સૂત્ર જે જ્ઞાનદાન કરે, તે પ્રવર કોટિનું જ હોય, એમાં કાંઈ તમને બહુ સમજાવવાની જરૂર પડે તેમ નથી. આપણે પહેલાં વિચારી આવ્યા તેમ, આ શ્રી ભગવતીજી સૂત્ર પણ સરવાળે તે અભયદાતા જ બનાવનારું છે. હેય, ગેય ને ઉપાદેય ત્રણેય પ્રકારના પદાર્થોના સ્વરૂપનું વર્ણન આમાં છે, પરંતુ એ બધું વર્ણન એટલા જ માટે છે કે આ વર્ણનને જાણુને જીવ અભયદાતા બને અને અભયદાતા બનવા દ્વારા એ પિતે સર્વ પ્રકારની અભયતાને પામે. શ્રી ભગવતીજી સૂત્રમાંની ચરિત-સ્થાઓ :
નાનાવિધ, અભુત અને પ્રવર જ્ઞાનનું દાન કરવાને માટે, આ શ્રી ભગવતીજી સૂત્રમાં સંખ્યાબંધ ચરિતકથાઓ
Page #318
--------------------------------------------------------------------------
________________
૨૮૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને પણ છે. આ શ્રી ભગવતીજી સૂત્રમાં જેટલી કથાઓ છે, તે બધી ય ચરિતકથાઓ જરૂર છે, પરંતુ તેથી તે દરેક કથા નાનાવિધ, અદ્ભુત અને પ્રવર છે–એવું નથી. ચરિતકથા એટલે જે આચરાએલું છે, એની કથા; એ કલ્પિતકથા નહિ. કથાઓ કલ્પિત પણ હોઈ શકે છે. જેમ ગૂજરાતી ચોપડીએમાં પશુઓની સભાની કથા આવે છે. એક પશુએ કહ્યું કે-મારામાં અમુક ગુણ છે અને હું જનતાની અમુક અમુક પ્રકારે સેવા કરું છું; જ્યારે બીજા પશુએ પણ કહ્યું કે-મારો અમુક ગુણ છે, હું અમુક પ્રકારે જનસેવા કરું છું અને તેમ છતાં પણ લોકે મારા પ્રત્યે અમુક પ્રકારને વર્તાવ રાખે છે. પશુઓની સભા, એ કલ્પનાની વસ્તુ છે, માટે એ કથા હેવા છતાં પણ ચરિતકથા નથી, પરંતુ કલ્પિતકથા છે. એવી વાત અંગ્રેજી ચોપડીમાં પણ આવે છે. સૂર્ય અને પવન વચ્ચે હંશાતેંશી થઈ અને “રસ્તે ચાલનાર માણસનાં કપડાં જે ઉતરાવી નાખે તે જીતે”—એવું નક્કી થયું. પછી સૂર્ય ખૂબ ખૂબ તપવા માંડ્યું. સૂર્ય એટલો બધો તપવા માંડે કેપેલો મુફાસર પિતાના અંગ ઉપરના વસ્ત્રને સહી શક્યો નહિ. એણે એક પછી એક–એમ પિતાનાં બધાં ય કપડાંને ઉતારી નાખ્યાં. પછી પવનને વારે આવ્યા. પવન જેમ જેમ જેર કરવા લાગ્યો, તેમ તેમ એ મુસાફરને ઠંડી લાગવા માંડી અને તેણે ઉપરાઉપરી કપડાં પહેરવા માંડ્યાં. આવી પવન– સૂર્યની હરીફાઈની કથા જેવી અથવા તો પશુઓની સભાની કથા જેવી જે કથાઓ, તે બધી કલ્પિત કથાઓ કહેવાય છે. બનેલા બનાવવાની, આચરણવાળી અથવા તે આચરણની જે કથા, તે ચરિતકથા કહેવાય છે. જીવનચરિત્ર રૂપ અથવા
Page #319
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૨૮૫ તે માનવી આદિના બનેલા બનાવના વૃત્તાન્ત રૂપ જે કથા, એવા પ્રકારની સઘળી ય કથાઓને ચરિતકથાઓ કહેવાય છે. ઉપદેશ માટે કલ્પિત અથવા તે ઘટાવેલી કથાઓ ન જ કહેવાય—એવું નથી, પરંતુ શ્રી ભગવતીજી સૂત્રમાં જે કથાઓ કહેવાએલી છે, તે બનેલા બનાવની કથાઓ છે. સારા માણસનાં આચરણે આદિની કથાને ચરિતકથા કહેવાય અને ખરાબ માણસનાં આચરણે આદિની કથાને ય ચરિતકથા કહેવાય. આ બન્ને ય પ્રકારની કથાઓ શ્રી ભગવતીજી સૂત્રમાં છે. શ્રી સ્કંદકજી વિગેરેની જીવનકથા પણ છે અને જમાલિ વિગેરેની જીવનકથા પણ છે. એ બધી કથાઓમાં નાનાવિધપણું તે હજુ મનાય, પરન્તુ એ બધી કથાઓમાં અભુતતા અને પ્રવરતા છે–એમ તો મનાય જ નહિ. આમ છતાં પણ, શ્રી ભગવતીજી સૂત્રમાં આવતી સર્વ ચરિતકથાઓને અંગે પણ, નવમા વિશેષણનો આપણે જે અર્થ લીધે છે અને એ જ અર્થ લે વ્યાજબી છે, તે અર્થના સંબંધે એમ કહી શકાય કે–તે નાનાવિધ, અદભુત અને પ્રવર જ્ઞાનની દાતા છે. શ્રી ભગવતીજી સૂત્રમાં આવતી સઘળી ય કથાઓ પણ સમ્યજ્ઞાનનું જ દાન કરનારી છે. આ ચરિતકથાઓ દ્વારા પણ શ્રી ભગવતીજી સૂત્ર જે જ્ઞાનદાન કરે છે, તે નાનાવિધ પણ હોય. છે, અદભુત પણ હોય છે અને પ્રવર પણ હોય છે. “કુપાત્રે પડેલી વિદ્યા નાશક નિવડે છે એવી કહેવતને
ચરિતાર્થ કરનારી વિકારી દષ્ટિ : શ્રી ભગવતીજી સૂત્રમાં આલેખાએલાં ચરિત્રે વૈરાગ્ય ઉત્પન્ન કરાવનારાં, મેષ રૂપી મહેલમાં પહોંચાડનારાં હોવાથી,
Page #320
--------------------------------------------------------------------------
________________
૨૮૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો પ્રવર કેટિનું જ્ઞાનદાન કરનારાં છે. દરેક ચરિત્રમાં ભિન્ન ભિન્ન પ્રસંગે આવતા હોવાથી, આ સૂત્રનું જ્ઞાનદાન નાનાવિધ વિશેષણને સાર્થક કરે છે અને દરેક ચરિત્રમાંથી, જે તારવણી કાઢવામાં આવે છે તે અદભુત લેટિની હોવાથી, આ સૂત્રનું જ્ઞાનદાન અદભુત વિશેષણને સાર્થક કરે છે. આમ છતાં પણ, આ જ્ઞાનદાન સર્વને સારી અને સરખી અસર કરનારું નિવડે છે–એવું નથી. એટલા માટે તે, આપણે વિચારી આવ્યા કે-સમ્યક્ સ્વરૂપવાળું પણ મૃત, મિથ્યાષ્ટિ આત્મામાં મિથ્યા સ્વરૂપે પરિણામ પામે છે. સારા પણ જ્ઞાનથી સારી અસર કે માઠી અસર થવાની તો જીવ ઉપર ને? જીવ કુપાત્ર હોય, ત્યાં શું થાય? દુનિયામાં ય કહેવાય છે કે-કુપાત્રે પડેલી વિદ્યા નાશક નિવડે છે.”
જેમ કે-આ શ્રી ભગવતીજી સૂત્રમાં અન્ય ચરિતાની માફક જમાલિનું ચરિત પણ આવે છે. એમાં જણાવવામાં આવ્યું છે કે-જમાલિને માટેના માત્ર એક એઘાની–રહરણની કિંમત એક લાખ રૂપીઆ આપવામાં આવી. વાત અદ્ભુત–આશ્ચર્યકારક છે ને? પણ આ વાત જાણવામાં આવતાં, જે જે માણસ હોય, તેને તે વિચાર આવે.
સારા માણસને, શ્રદ્ધાળુ જનને વિચાર આવે કે-“ચરિત્રને, સંયમને કે અદ્ભુત પ્રેમ ?” જેને સમ્યક્ સમજ ન હોય, તેને એ જ વાત ગપ્પાં જેવી લાગે. જ્યાં સાચો પ્રેમ હોય, ત્યાં શું શું સંભવે છે, તેની એને કલ્પના ન આવે, કેમ કે સંયમ ઉપર જ પ્રીતિ નથી. પછી એવા જૈન સાહિત્યમાં વિકાર થઈ ગયો છે, એવી વાતો પણ કરે. વસ્તુતઃ વિકાર પિતાની બુદ્ધિમાં, પિતાની દ્રષ્ટિમાં છે. પિતાના જ
Page #321
--------------------------------------------------------------------------
________________
બીજે ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૨૮૭ દષ્ટિવિકારને લઇને સાચી પણ વાત બેટી ભાસે છે. સાચી પણ વાત ખેતી ભાસે છે-એટલું જ નહિ, પણ સાચી વાત કહેનારાઓ પ્રત્યે પણ દુર્ભાવ પેદા થાય છે. એથી જ, એવાઓ પિતાના વિકારને આરેપ, જૈન સાહિત્યના રક્ષકે આદિ ઉપર ઢળવાનો પ્રયાસ કરે છે.
અજ્ઞાન અને ભદ્રિક માણસને ભરમાવવાને માટે, એવાઓ આવી વાતોને એવા રૂપમાં રજૂ કરે છે કે શું એ એઘામાં રત્ન જડ્યાં હતાં? ઉનની તે આ કિંમત હોતી હશે ? છે કાંઈ પ્રશંસા કરવાની મર્યાદા ?”
પણ તેઓ તાત્વિક દષ્ટિએ વિચાર જ કરતા નથી. જ્યારે પ્રેમ ઉછાળે મારે છે, એકદમ વેગબંધ ઉછાળે મારે છે, ત્યારે ચીજની કિંમત અપાતી નથી, પણ ચીજની કિંમતના મિષે પિતાના આન્તરિક ભાવને દાનનું રૂપક અપાય છે. રાજા આદિએ પુત્રજન્મની વધામણી લાવનારાઓને કેવાં. કેવાં દાન આપ્યાં છે, એ વાંચ્યું છે? શત્રુ ઉપર જય મેળવી આવનારને તો ઠીક, પણ જય મળ્યાના સમાચાર પહેલાં લાવનારને ય રાજાઓ નવાજી દેતા. ત્યાં હૈયાના આનન્દને જે ભાવ, તેનું જોર છે. એમ ભગવાન પધાર્યાના અને ગુરૂ . મહારાજ પધાર્યાના સમાચાર લાવનારાઓને ભારે ભારે ઈનામ અપાયાના દાખલાઓ ઈતિહાસને પાને ટંકાએલા છે..
આજે તે ઉદારતા ઘણે અંશે મરી પરવારી છે, એટલે ઉદારના ઉદાર વર્તનના મર્મને ઝટ ખ્યાલ આવે નહિ-એ બનવાજોગ છે; અને તેમાં ય જે મહા કૃપણ હોય, તેને તે ઉદારની ઉદારતાની વાત ગપ્પાં જેવી જ લાગે.
પ્રેમને ઉછાળે એવી ચીજ છે કે–એ વખતે માણસ:
Page #322
--------------------------------------------------------------------------
________________
- ૨૮૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન શું આપી દે, તે કહેવાય નહિ. તમને શું સમજાવવું? નામચીન નટીના એકાદ વારના સહવાસને માટે પણ વિષયલોલુપ શ્રીમંતો કેટલું ધન ખર્ચી નાખે છે? ત્યાં એની કિંમત ગણાય છે કે વિષયવૃત્તિના રાગના પાગલપણાથી એ બને છે? તેમ અહીં પણ સંયમને પ્રેમ છે. - જમાલિ માટેના આઘામાં રને જડ્યાં નહોતાં, એ વાત ખરી છે; માત્ર ઉનનું મૂલ્ય આપવાનું હોય, તે એક એઘાનું મૂલ્ય એટલું હોઈ જ શકે નહિ, એમાં પણ બે મત નથી; પણ એટલું મૂલ્ય દઈ દેવા પાછળ હૈયાના ભાવની મહત્તા રહેલી છે. પણ એ મહત્તા સમજાય તો ને ?
એક રૂપાળી રંગીલી બાયડીના મેહમાં અમુકે રાજપાટ છોડયું, અમુકે અમુકનું ખૂન કરી નાખ્યું, અમુક તારાજ થઈ ગયે, એવી બધી વાતોને માનનારાઓ; માત્ર માનનારાઓ જ ' નહિ, પણ અવસરે એની મહત્તાને વર્ણવનારાઓ; આ એઘાના મૂલ્ય તરીકે અપાએલી રકમને ગપ્પાં કહેવા તૈયાર થાય છે. જમાલિની દીક્ષા વખતે જમાલિની હજામત કરનારા હજામને પણ લાખ રૂપીઆ અપાયા હતા. શું એ હજામતની કિંમત છે? બાળકના વાળ પહેલવહેલા ઉતરાવનારાં મા–બાપે કેટલીક વાર હજામને સવા રૂપીએ, સવા પાંચ રૂપીઆ, કપડાં, ગળ વિગેરે આપે છે, તે હજામતની કિંમત છે કે બાળક ઉપરના રાગથી એ બધું અપાય છે? માટે જરા સમજે. વિવેકી બનીને વિચાર કરતાં શીખે.
મારે પુત્ર સંયમ લે છે”—એને ઉલ્લાસ એ હતો કે-જમાલિના પિતાએ મૂલ્યના નામે પણ અભુત ગણાય તેવાં - દાન દીધાં છે.
Page #323
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૨૮૯ :
મુનિવેષની મહત્તા :
એમને મન સંયમનાં સાધને પણ બહુ કિંમતી હતાં. કેમ? સંયમ અતિશય કિંમતી લાગતું હતું માટે ! જેને સાધ્ય કિંમતી લાગે, તેને સાધનો કિંમતી લાગે જ. સાધ્ય અંગે જ સાધનની કિંમત છે, પણ સાધ્ય અંગેય સાધનની કિંમત તે ખરી ને ? ગૃહસ્થષમાં રહેલાઓ પણ કઈ કઈ વાર : ભાવના ભાવમાં ધ્યાનારૂઢ બની ગયા અને ક્ષપકશ્રેણિ માંડીને કેવલજ્ઞાની બન્યા, એવા પણ પ્રસંગે તમે સાંભળ્યા છે ને? એ રીતિએ કેવલજ્ઞાનને પામી ગયેલાઓ પણ, જે આયુષ્ય બાકી હોય અને વિચારવાનું હોય, તે તરત જ મુનિવેષને સ્વીકારે છે, એ જાણે છે ? કેવલજ્ઞાન તે થઈ ગયું છે, તે જ ભવમાં મુક્તિએ જવાના–એ નિશ્ચિત છે, એમને કઈ સંગ સતાવે ને ભૂલવે એ બનવાજોગ નથી જ, એમ છતાં ય. કૃતકૃત્ય બની ગયેલા એવા કેવલજ્ઞાનિઓ પણ મુનિવેષને સ્વીકારે છે! ગૃહસ્થવેષને તજી દઈને, મુનિવેષને સ્વીકારે છે. મુનિવેષની આ પણ મહત્તા છે. મુનિવેષ સંયમના પાલનમાં . સહાયક બને છે. સંયમના પાલનમાં સહાયક બને છે એટલું જ નહિ, પણ ભાન ભૂલનારને ભાનમાં આવવામાં પણ મુનિવેષ નિમિત્ત બને છે. ભાવથી સંયમ લેનારને માટે અને ભાવની દષ્ટિવાળાને માટે, મનિષ પણ ઘણે ઉપકારક નિવડે છે. . ભાવથી જ બેડે પાર છે, માટે ભાવ તરફ જ લક્ષ્ય હોવું. જોઈએ—એની ના નથી, પરંતુ અમુક દ્રવ્યેય ભાવનું કારણ બને છે. ભાવના લક્ષ્યવાળે શ્રી જિનમંદિરમાં જાય, તો ભગવાનના બિમ્બના દર્શનના ગે એના ભાવમાં અદ્ભુત અભિવૃદ્ધિ
Page #324
--------------------------------------------------------------------------
________________
- ૨૯૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને થવા પામે. એમાં કઈ વાર, કેઈ નિમિત્તવશ, કેઈક જીવ બીજા ધ્યાને–દુર્ગાને ચઢી જાય-એમેય બને; પણ જ્યાં પાછી નજરે ભગવાન ઉપર જાય, એટલે એને ભાવ પલટાઈ જાય. કદાચ વધારે શુદ્ધ પણ બને, કારણ કે–ભાવનું લક્ષ્ય છે, એટલે આવી જવા પામેલે દુર્ભાવ એને એ સંતાપે કે એ શુભ ભાવમાં વધારે મગ્ન બની જાય. એમ સાધુવેષ પણ, ભાવના લક્ષ્યવાળાને માટે પરમ ઉપકારક બને છે, સંયમના ભાવથી પતિત થઈ ગયેલાને સંયમના ભાવમાં સુસ્થિર બનાવી દે છે. શ્રી પ્રસન્નચન્દ્ર કાચા વૈરાગ્યે દીક્ષા નહોતી લીધી.
રાજર્ષિ પ્રસન્નચન્દ્ર નિમિત્તવશ દુર્ગાને ચઢી ગયા. દુર્ગાને એવા ચઢી ગયા કે-જે એ વખતે એ મરે, તો મરે મુનિ વેષમાં અને જાય સાતમી નરકે ! એને બદલે, ભાવમાં પલટો આવ્યો ને એમણે અન્તર્મુહૂર્તમાં તે કેવલજ્ઞાન ઉપામ્યું. એ ભાવને પલટો આવવામાં, નિમિત્ત મુનિવેષ બન્યું હતું. એ કાંઈ સામાન્ય કેટિના નહેતા, છતાં પણ એ પ્રસંગવા એવા દુર્થોને ચઢી ગયા, તે બીજાઓને માટે તો પૂછવાનું જ શું હોય ? તમને કદાચ એમ લાગતું હશે કે–એમણે કાચા વૈરાગ્યે દિક્ષા લઈ લીધી હશે અને એથી વૈરાગ્ય ભાગી જતાં તેઓ દુર્ગાને ચઢી ગયા હશે, પણ એવું નથી. એ પુણ્યપુરૂષ મહા વિરાગી હતા. એમને વૈરાગ્ય કા નહોતે, તેમ દુઃખગર્ભિત પણ નહતો. એમને વૈરાગ્ય જ્ઞાનપૂર્વકને હતે, ખૂબ જ દઢ હતો અને એથી જ એ મહાપુરૂષ, પતે એક મહા રાજ્યના માલિક હોવા છતાં પણ, એ મહા રાજ્યને તૃણવત્ ત્યાગ કરી
Page #325
--------------------------------------------------------------------------
________________
શ્રીજો ભાગ–શાસ્રપ્રસ્તાવના
૨૯૧
દીધા. એમણે મહા રાજ્યના ત્યાગ તા કર્યાં હતા, પરન્તુ પોતાના કુટુંબનાય. એમણે કેવી રીતિએ ત્યાગ કર્યો હતા, એ જાણેા છે ? એમને માત્ર એક જ પુત્ર હતા. એકના એક પુત્ર ખાલ્યાવસ્થાવાળા હોવા છતાં પણ, સ્થિર વૈરાગ્યવાળા શ્રી પ્રસન્નચન્દ્ર રાજાએ, એ પુત્રને રાજગાદી ઉપર સ્થાપન કરી દીધા અને પેાતે ભગવાન શ્રી મહાવીર પરમાત્માની પાસે દીક્ષા લઇ લીધી.
શ્રી પ્રસન્નચન્દ્રનાં માતા-પિતા :
આ શું સામાન્ય ખાખત છે? આ ખાખત આમ તા સામાન્ય નથી જ, પરન્તુ શ્રી પ્રસન્નચન્દ્રને માટે તે એ પરાપૂર્વથી ચાલી આવતી હેાય એવી ખાખત હતી. એમના પિતા પણુ, શ્રી પ્રસન્નચન્દ્રને ધપીતી અવસ્થામાં જ રાજગાદી ઉપર સ્થાપીને, સગર્ભા એવી પણ પેાતાની પત્ની સહિત તાપસ બની ગયા હતા.
એમનું નામ સામચન્દ્ર હતું. જગતના જીવાને, સંસારના રસીયાઓને નહિ . જેવી લાગે, ઘણી સામાન્ય લાગે–એવી એક બાબત જ, સામચન્દ્રના રાજત્યાગમાં નિમિત્તભૂત બની હતી. સામચન્દ્ર રાજાની ધારિણી નામની પત્ની, એક વાર જ્યારે રાજમહેલના ગવાક્ષમાં બેઠેલા પેાતાના પતિના માથાના વાળાને સાફ કરતી હતી, તે વખતે તેણીએ રાજાને કહ્યું કે· સ્વામીનાથ ! ક્રૂત આવ્યેા.’
રાજાઓને મન દૂતનું આગમન, એ ઘણી મેાટી આશંકાને પેદા કરનાર બને છે. એક રાજા ઉપર બીજા રાજા તરફના સંદેશા લઇને આવનાર માણસને ક્રૂત તરીકે ઓળખાય છે.
Page #326
--------------------------------------------------------------------------
________________
૨૯૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને બીજા રાજાને સંદેશ, મેટે ભાગે યુદ્ધની આગાહી રૂપ ગણાય.. આથી, રાણીએ એવું કહ્યું કે– દૂત આવ્યો. એટલે રાજા સેમચન્દ્ર ચારેય તરફ જવા લાગ્યા.
“દૂત આવે તે ય રાજસભામાં આવે, એને બદલે છેક અન્તઃપુરના ઉંડાણ સુધી પહોંચી જનાર દ્રત કર્યો ? શું હશે?” –આવો વિચાર પણ આવે ને ? રાજાએ બરાબર બધી દિશાએનું અવલોકન કરી લીધું, પણ ક્યાં ય રાણી સિવાય કંઈ દેખાયું નહિ, એટલે રાજાએ રાણીને પૂછયું કે-દૂત મને કેમ દેખાતો નથી ?' | મનમાં ખાત્રી છે કે-રાણું ખોટું કહે નહિ અને પિતે બધે જોયું તે છતાં ય ક્યાં ય દૂત દેખાયો નહિ, એટલે રાણીને પૂછ્યું.
રાણીએ તરત જ રાજા સેમચન્દ્રના માથામાં જે એક ધૂળે વાળ હતું, તેને ઉખેડી નાખ્યો અને તે વાળને રાજાના હાથમાં મૂકતાં કહ્યું કે આ કેશરાજ ધર્મરાજાનો દૂત છે, માટે ભય પમાડનાર નથી, પણ આનંદ પમાડનાર છે.”
રાજા સેમચન્દ્ર તે, પોતાના હાથમાં મૂકાએલા પિતાના માથાના ધોળા વાળને જોઈ જ રહ્યા. જેમ જેમ રાજા એ વાળને જોતા ગયા તેમ તેમ તેમના ચહેરા ઉપર વધુ ને વધુ વેદના જણાવા લાગી. તેમનું રાજમુખ પ્લાન-ફર્ક પડી ગયું.
આથી રાજાને પુનઃ આનન્દમાં લાવવાને માટે, રાણી ધારિણીએ રાજાને કહ્યું કે-“દેવ! વૃદ્ધાવસ્થાના આગમનથી આપને શરમ આવે છે? એક ધેળા વાળ માત્રને જોઈને જો આપનું મન આટલું બધું ખિન્ન થઈ જતું હોય, તો હું પટહ વગડાવીને ઘોષણા કરાવું અને “કઈ પણ આપના વૃદ્ધપણાની
Page #327
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૨૯૩
વાત કરે નહિ”—એવી નિષેધ આજ્ઞા જાહેર કરું !”
રાજા સમચન્દ્ર કહે છે કે દેવીએમ નથી. આ એક ધોળા વાળ માત્રને જોવાથી મને શરમ ઉપજી છે અને એથી જ હું ખેદ પામે છું એવું નથી. મારા મનમાં ખેદ ઉત્પન્ન થવાનું કારણ તો એ છે કે મારા પૂર્વજોએ, પિતાના માથામાં ધૂળે વાળ જેવાને મળે તે પહેલાં જ, રાજ્યાદિકને ત્યાગ કરીને વ્રત ગ્રહણ કર્યું છે. એ પૂર્વજોને પુત્ર હું, એમના પંથે નહિ ચાલતાં, ધોળે વાળ આવ્યો ત્યાં સુધી વિષયભેગમાં જ આસક્ત બની રહ્યો છું.” મારા દુઃખનું ખરું કારણ તો આ છે. આમ છતાં ય, કાંઈ વાંધો નહિ. હવે હું તરત જ વ્રતને ગ્રહણ કર્યું, પણ આપણે પુત્ર હજુ દૂધપીતો છે. એને રાજગાદી ઉપર કેમ જ સ્થાપિત કરી શકાય ?” આ પ્રમાણે કહીને, જરા થંભીને, રાજા સોમચન્દ્ર પતે જ કહે છે કે જ્યારે મારી ઈચ્છા વ્રત લેવાની જ છે, તો પછી મારે રાજ્યથી પણ શું પ્રયોજન છે અને પુત્રથી પણ શું પ્રયોજન છે? હું તો વ્રતને જ ગ્રહણ કરીશ અને તું તારા પુત્રને મેટો કરજે.
એ વખતે રાણી ધારિણું કહે છે કે-“નાથ! તમારા વિના તે, હું પણ અહીં નહિ રહું. સતીઓ તે સર્વ સંગેમાં પતિના માર્ગને જ અનુસરનારી હોય છે. માટે આપ બાળક એવા પણ પુત્રનું રાજ્યારોહણ કરી લે. હું તે, આપના શરીરની છાયા જેમ આપની સાથે જ રહે છે, તેમ આપની સાથે જ રહીશ અને વનમાં પણ આપની જ સેવા કર્યા કરીશ. જંગલમાં ઉપજેલાં વૃક્ષોની સારસંભાળ લેનાર કેઈ હેતું નથી, તેમ છતાં પણ, એ વૃક્ષે જેમ ઉછરે છે ને મોટાં થાય છે, તેમ આપણે પુત્ર પણ અહ–પિતાનાં કર્મોથી જ વૃદ્ધિને પામશે. ૧૯
Page #328
--------------------------------------------------------------------------
________________
૨૯૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યા
આપ જાવ, તે પછી મારે તેનું પ્રયેાજન જ શું છે?? પિતાના સંસ્કાર :
ય
શ્રી પ્રસન્નચન્દ્ર, આવાં માતા-પિતાના પુત્ર હતા. રાજા રાણી અન્ને ય કેટલા ઉત્તમ સંસ્કારાવાળાં છે ? માથામાં હજી તે માત્ર એક જ ધોળા વાળ આવ્યા છે, છતાં પણ એને જોઈને કંપી ઉઠે–એવું રાજાનું હૈયું છે. પેાતાના પૂર્વજોના કરતાં તે વધારે વિષયાસક્ત નિવડ્યો ’–એવા વિચાર આવે અને એ વિચાર મનમાં ભારે દુઃખને પેદા કરી દે, એ જેવાતેવા સંસ્કારો છે? રાજાને એ વિચાર પણ પાછા સ્મશાન વૈરાગ્ય જેવા નથી. મુડદાને ખાળી આવ્યા, એટલે પાછા હતા તેના તે; પછી મરણ આપણું પણ આવવાનું છે, એને જાણે ભૂલી જ જાય; એમાંના આ નહેાતા. આ તે હૈયે વૈરાગ્ય પેદા થયા એટલે ઝટ ત્યાગ કરવાની જ વાત, એવા છે ને ? જરાક વિચાર આબ્યા કે− છેક નાના છે; હું તજી જાઉં તા રાજ્યનું ને પુત્રનું થાય શું ?' પણ એ વિચારને એમણે કેવા ફગાવી દીધા ? તરત જ નિર્ણય કરી લીધા કે જેણે વ્રત જ લેવું છે, તેને વળી રાજ્યેય શું અને પુત્રય શું ? ’ હૈયામાં સુન્દર સંસ્કારોની સુવાસ પથરાએલી ન હોય, તા આ પ્રકારના વિચાર આવવા અને એ પ્રકારના વિચાર આવતાંની સાથે જ ખીજી કાઈ જ દરકાર કર્યા વિના, ત્યાગ કરવાને તત્પર અની જવું, એ પ્રાયઃ શકય જ નથી.
માતાના સંસ્કાર :
શ્રી પ્રસન્નચન્દ્રને પિતા જેમ આવા ઉત્તમ કેાટિના હૈયાવાળા મળ્યા હતા, તેમ માતા પણ અસાધારણ કેટિની
Page #329
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૨૮૫ મળી હતી. ધેળા વાળને તેણીએ ધર્મરાજાના દૂત તરીકે ઓળખાવ્યું. દ્વત હોવા છતાં ય એ પ્રશંસાપાત્ર છે, એમ કહ્યું. રાજ્યને તજીને વનવાસને સેવવાને રાજાએ નિર્ણય કર્યો, તો ય તેમાં તેણીએ આડું એક વચન સરખું ય કહ્યું નહિ. તેણીની પતિભક્તિની ભાવના પણ કેવી? રાણી હતી, છતાં જાતે રાજાના માથાના વાળને સાફ કરતી હતી. જંગલમાં પણ આપની સાથે જ રહીને આપની સેવા કરીશ, એમ તેણીએ કહ્યું. પતિભક્તિને માટે બાલ વયના પુત્રને પણ તજી દેવાની તૈયારી બતાવી. છોકરાનું મમત્વ મુંઝવે નહિ, એ માટે ઉદાહરણ કેવું આપ્યું ? જંગલના ઝાડનું ઉદાહરણ આપતાં પણ, તત્ત્વજ્ઞાનની કેવી સુન્દર વાત કહી દીધી? પુત્ર પિતાનાં કર્મોથી જ વૃદ્ધિને પામશે, એમ કહ્યું ને? રાણું આટલી પતિભક્તા, સંસ્કારી અને ધર્મશીલા હોય? રાણીની વાત તે દૂર રહી, પરંતુ આજની શેઠાણુઓમાં ય આવું કાંઈ જેવાને મળે? નહિ જેવી શ્રીમંતાઈમાં છકી તે જાય, પણ એટલામાં છકી જઈને પતિભક્તિને પણ ભૂલી જાય, એવી શેઠાણીએ આજે મોટી સંખ્યામાં છે ને? રમ ફાવે તેમ રમ્યા કરે અને રામાથી શેઠને કામ લેવું પડે; ખવડાવનાર પણ રમાને બદલે રસોઈયે; આ બધાં આજના યુગમાં પ્રદર્શને છે ને? આજનો યુગ આવા સંસ્કારેને પિષે છે, જ્યારે પૂર્વકાળને યુગસંસ્કાર વૈરાગ્યવાસિત હતે. પૂર્વકાળને યુગસંસ્કાર સ્ત્રી જાતિ ઉપર કેવી અસર કરતે, એને જાણવાને માટે શ્રી પ્રસન્નચન્દ્રની માતાની આ હકીકત ઘણી જ ઉપયોગી છે તેમ જ જે સતી સ્ત્રી તરીકે જીવવું ' હોય, તે એવી ઈચ્છાવાળી સર્વ સ્ત્રીઓએ સદાને માટે આ સતી સ્ત્રીને નજર સન્મુખ રાખવા જેવી છે.
Page #330
--------------------------------------------------------------------------
________________
૨૯૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યા
શ્રી પ્રસન્નચને શાથી દીક્ષા લીધી?
આપણી વાત તે એ હતી કે જેમને આવાં સંસ્કારી માતા-પિતા મળ્યાં હોય, તે સારા નિવડે એ સ્વાભાવિક છે. આ માતા-પિતાને ઓળખીએ, તો એ વિચાર પણ ન આવે કે–શ્રી પ્રસન્નચન્દ્ર નાની વયના પુત્રને રાજગાદી ઉપર સ્થાપિત કરીને દીક્ષા કેમ લીધી હશે? ઊલટું, એ વિચાર આવે કે–આવાં સંસ્કારી માતા-પિતાને પુત્ર, સંયોગવશાત્ નાની વયના પણ પુત્રને રાજગાદી ઉપર સ્થાપીને દીક્ષા લે, એમાં નવાઈ પામવા જેવું કાંઈ છે જ નહિ.
શ્રી પ્રસન્નચન્દ્ર શાથી દીક્ષા લીધી હતી, એટલે કેક્યા નિમિત્તે લીધી હતી, તે જાણે છે?
તેમની માતા સગર્ભાવસ્થામાં જ પિતાના પતિ રાજા સેમચન્દ્રની સાથે વનમાં ગઈ હતી. ત્યાં તેણુએ પુત્રને જન્મ આપ્યા હતા. એ પુત્ર કેવી રીતિએ મેટો થયે, કેવા પ્રકારે તેનું જંગલમાંથી નગર તરફ આકર્ષણ કરવામાં આવ્યું અને પછી પાછો તે કેમ જંગલમાં પિતાની પાસે ગયે, એ વિગેરે વાતોને તે, અહીં પ્રસંગ નહિ હોવાથી છોડી દઈએ છીએ, પરતુ શ્રી પ્રસન્નચન્દ્ર રાજાના એ વલ્કલચીરી નામના નાના ભાઈને, પિતાનાં તાપસપણાનાં ઉપકરણોને સાફ કરતાં, જાતિ
સ્મરણ જ્ઞાન થયું અને એથી પૂર્વભવમાં જે ચારિત્ર પાળેલું તે યાદ આવ્યું. એ ઉપરથી, તેઓ એવા ધ્યાનારૂઢ બની ગયા કે ત્યાં ને ત્યાં જ તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું.
કેવલજ્ઞાની બનેલા શ્રી વલ્લકચીરીએ ઉપદેશ આપીને, તેમના પિતા શ્રી સોમચન્દ્રને તાપસમાંથી જૈન મુનિ બનાવ્યા
Page #331
--------------------------------------------------------------------------
________________
આજે ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના :
૨૯૭ :
અને તેમના મોટા ભાઈ રાજા પ્રસન્નચન્દ્રને વૈરાગ્યવાસિત અન્ત:કરણવાળા બનાવ્યા. " એમ વૈરાગ્યવાસિત અન્ત:કરણવાળા બનેલા શ્રી પ્રસન્નચન્દ્ર, પિતાની રાજધાનીના નગર પિતનપુરમાં આવીને, પિતાના વૈરાગ્યને સ્થિર બનાવ્યું અને પિતાના બાલ્યાવસ્થાવાળા પણ પુત્રને રાજગાદી ઉપર સ્થાપિત કરીને, ભગવાન શ્રી મહાવીર પરમાત્માની પાસે દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા બાદ ઉગ્ર તપ આદરઃ
શ્રી પ્રસન્નચજે, ભગવાનની પાસે દીક્ષા ગ્રહણ કર્યા બાદ, ઉગ્ર તપ આદર કર્યો હતો. પિતાનાં કઠિન એવાં પણ કર્મોની નિર્જરાને સાધવામાં જ, એ એકતાન બની ગયા હતા. એટલે એમને વૈરાગ્ય કાંઈ કાચો નહિ હતો. ઉત્કટ કેટિને વૈરાગ્ય હેવા છતાં પણ, એક નિમિત્તને પામીને, એ રાજર્ષિ મહા દુર્યાને ચડી ગયા; પરન્તુ, મુનિવેષ એમને માટે ગજબને મદદગાર નિવડ્યો. ! એક વાર રાજર્ષિ પ્રસન્નચન્દ્ર, એક જ પગના આધારે ઉભા રહીને, સ્થિરતાથી ધ્યાન રૂ૫ તપનું સેવન કરી રહ્યા હતા. તે વખતે તેઓ, એક મૂળના આધારે ઉભા રહેલા વૃક્ષ જેવા લાગતા હતા. પિતાના બને ય હાથને પણ તેઓએ ઉંચા કરી રાખ્યા હતા. જેનારને લાગે કે રાજર્ષિ પોતાના અને હાથથી શ્રી સિદ્ધિગતિનું આકર્ષણ પિતાના તરફ કરી રહ્યા છે. એક પગના આધારે અને બન્ને ય હાથને ઉંચા કરીને ધ્યાનમાં ઉભેલા એ રાજર્ષિએ, પિતાનાં બન્ને ય નેત્રને સૂર્યના બિઓ ઉપર સ્થાપિત કર્યા હતાં. તમે આરીસામાં
Page #332
--------------------------------------------------------------------------
________________
૨૯૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને જોતાં તમારી આંખોને જેમ આરીસા ઉપર સ્થિર કરી દે છે, તેમ એ રાજર્ષિએ, સૂર્યના બિમ્બ ઉપર પિતાનાં નેત્રોને સ્થિર કરી દીધાં હતાં. એટલું જ નહિ, પણ એ રાજર્ષિ સૂર્યના તાપથી આતાપના લઈ રહ્યા હતા. એક પગના આધારે, બે હાથને ઉંચા કરીને અને સૂર્યના બિમ્બ ઉપર નેને સ્થિરતાથી સ્થાપીને પણ તેઓ તડકામાં ઉભા રહ્યા હતા. આથી, પરસેવાનાં બિન્દુઓને લીધે, તેમનું આખું ય શરીર ફેડલાવાળું હોય એવું લાગતું હતું અને વહેતા પસીનાના પાણીથી તેમનું શરીર જાણે સાક્ષાત્ શાન્તરસ આવીને ઉભે હોય, એવું દેખાતું હતું. “શરીરમાઘ હજુ ધર્મસાધનમ' નું રહસ્યઃ
રાજર્ષિ શ્રી પ્રસન્નચન્દ્રને વૈરાગ્ય કેટલો બધે ઉત્કટ કેટિને છે, એની કલ્પના તે તમને આવે છે ને ? જમ્યા ત્યારથી તે દીક્ષા લીધી ત્યાં સુધી જે શરીરે રાજસુખ ભેગવ્યાં છે, જે શરીરને ત્યાં સુધી સૂર્યનું કિરણ સ્પર્શવા પણ પામ્યું. નથી અને જે શરીર સુકમળપણે જ વધતું આવ્યું છે, એ શરીરથી રાજર્ષિ શ્રી પ્રસન્નચન્દ્ર કેવું કઠેર કામ લઈ રહ્યા છે? કેમ? કઠોર એવાં પણ કર્મોને ભેદી નાખવાં છે, એ માટે ! “શરીરમા હજુ ઘસાધન –એવું બોલનારાઓ તે ઘણા છે. એવું બોલીને પણ, શરીરની જ આળપંપાળમાં પડયા રહેનારાઓને, આ સંસારમાં તટે નથી. શરીરને એકાતે ધર્મનું સાધન જ બનાવનારાઓ તે, આવા કેઈ વિરલ જ હોય છે. રાજીમાદ્ય વાસુ ઘર્મસાધનમ્”—એ વાક્ય, વાસ્તવિક રીતિએ તે, ધર્મની જ મહત્તાને બતાવનારું છે. ધર્મ એ સાધ્ય અને
Page #333
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૨૯૯ શરીર એ ધર્મનું સાધન. એટલે શરીર વખાણવા લાયક તેનું જ ગણાય, કે જેણે શરીરને ધર્મનું સાધન બનાવી દીધું હોય. શરીર જેવી ચીજ, કે જે માંસ, રૂધિર, હાડકાં ને ચામડી તથા મલ–મૂત્રથી પૂર્ણ છે, તે પણ એક ધર્મનું સાધન બનવાથી જ પ્રશંસાને પાત્ર ઠરે છે. આ શરીર જે ધર્મનું સાધન ન હોય, તે વાસ્તવિક રીતિએ આ શરીરમાં વખાણવા જેવું કાંઈ છે જ નહિ. દેવોના શરીરને નહિ વખાણતાં માનવોના શરીરને
વખાણવાનું કારણ? માત્ર શરીરને જ વખાણવાનું હોય, તો દેના શરીરને જ વખાણવું પડે. આ શરીર, આમ તો દુર્ગન્ધને ફેલાવનારા પદાર્થોથી ભરેલું છે અને પાછું બાળ પણ હોય, ઘરડું પણ થાય છે અને અનેક રોગથી પીડિત પણ બને છે. દેના શરીરમાં આમાંનું કાંઈ જ નહિ. દેના શરીરમાં, અંદરેય આપણું શરીરના જેવી ખરાબી નહિ અને દેના શરીરને બાળપણેય ભેગવવાનું નહિ, ઘડપણેય ભેગવવાનું નહિ અને કેઈ રેગ પણ ભેગવવાને નહિ. આટલું છતાં પણ, જ્ઞાનિએએ દેવાના શરીરને વખાણ્યું નહિ અને માનવીઓના શરીરને વખાણ્યું, તે એક માત્ર ધર્મને જ કારણે. દેવેનું શરીર ગમે તેટલું સારું હોવા છતાં પણ, સહધર્મનું સાધન બની શકતું નથી; જ્યારે માનવેનું શરીર, ગમે તેટલું ખરાબ હોવા છતાં પણ, સધર્મનું સર્વોત્તમ સાધન પણ બની શકે છે. માટે જ, માનવશરીરનાં મહા જ્ઞાનિઓએ પણ ઘણાં વખાણ કર્યા છે. આજે “ફારીમાળે હજુ ઘધન'—એ વાક્યને ઉપયોગ
Page #334
--------------------------------------------------------------------------
________________
૩૦૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન
કરનારાઓ, મેટે ભાગે, આ વાત તરફ લક્ષ્ય જ આપતા નથી. આ વાત તરફ જે લક્ષ્ય જાય, તે દરેક માણસને એમ થાય કે-આપણે આ જીવનમાં જેટલા પ્રમાણમાં ધર્મનું આચરીએ, તેટલા પ્રમાણમાં જ આપણને આ જે માનવશરીર મળ્યું છે, તેની સાર્થકતા છે. એટલે, એ વારે વારે, પિતાનું શરીર ધર્મનું સાધન કેટલુંક બન્યું છે ને બને છે, એ તરફ જોયા જ કરે. શરીરને એ પિષે, શરીરને એ નીરોગી રાખવાને મથે, શરીરને એ નીરોગી બનાવવાને મથે અને શરીરની રક્ષા કરે, તો પણ એ બધામાં એનું લક્ષ્ય તે ધર્મની સાધના તરફ જ હોય. એવું લક્ષ્ય હોય, એટલે અવસરે એ ધર્મના ભોગે શરીરની રક્ષા કરવાને બદલે, શરીરના ભેગે ધર્મની રક્ષા કરવાનું પસંદ કરે. એવું લક્ષ્ય હેય, એથી માણસ શરીરને એવા પ્રકારે જાળવવાને માટે તૈયાર રહે નહિ, કે જેથી ધર્મને વિનાશ થવા પામે. ઉપરાન્ત, એ લક્ષ્યમાંથી જે ભાવનું સામર્થ્ય વધી જાય, તે આત્મા શરીરની દરકાર કર્યા વિના પણ, એકાન્ત અને ઉત્કટ કેટિના ધર્મને સાધક બની જાય. એમાં ઘણી જ ઉત્કટ કેટિને વૈરાગ્ય જોઈએ અને રાજર્ષિ શ્રી પ્રસન્નચન્દ્ર એવા ઉત્કટ કોટિના વૈરાગ્યના ભાવથી રંગાઈ ગયા હતા. માટે જ તેઓ, આપણે જોઈ આવ્યા તેમ, માત્ર એક જ પગના આધારે ઉભા રહીને, બને ય હાથને ઉંચા કરીને અને સૂર્યના બિમ્બ ઉપર દષ્ટિને અવિચલપણે સ્થાપિત કરીને, સૂર્યની આતાપનાને સહવાપૂર્વક ધ્યાનમગ્ન બની ગયા હતા. માત્ર ઉપાદાન કારણને માનનારાઓને હિતશિક્ષા
આવા પણ મુનિવર ઉપર નિમિત્તની શી અસર થાય
Page #335
--------------------------------------------------------------------------
________________
બીજે ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૩૦૧
છે, તે આપણે જેવું છે. માત્ર ઉપાદાન કારણને જ માનનારાઓ અને અન્ય સહકારી કારણોને નિષેધ કરનારાઓએ, રાજર્ષેિ પ્રસન્નચન્દ્રના આ પ્રસંગને ધ્યાનમાં લેવા જેવું છે. તેઓ જે માત્ર રાજર્ષિ પ્રસન્નચન્દ્રના આ પ્રસંગના મર્મને પણ સમજી શકે, તે ય તેઓ ઉન્માદેશના અને ઉનમાર્ગસેવનના ઘેર પાપથી બચી શકે તેમ જ એમના પાપે આજે જે અનેક આત્માઓનું કારમું અહિત થઈ રહ્યું છે, તે પણ અટકી જવા પામે. ઉપાદાન કારણને વેગ થયા વિના નિમિત્ત કારણની અસર ન થઈ શકે–એ વાત મંજુર છે; પણ નિમિત્ત કારણથી ઉપાદાન કારણને વેગ નથી જ થતો, એમ માનવું એ સર્વથા ભૂલ ભરેલું છે. ઉપાદાન કારણની અન્તર્ગત નિમિત્ત કારણોની ઘણી અસર હોય છે. માટે નિમિત્ત કારણેની અસર જ નથી હોતી–એમ કહેવું, એ તો “કાંઈ પણ ખાધાપીધા વિના જ ભૂખ–તરસ મટી”—એમ કહેવા બરાબર છે. ઉપાદાન કારણ સિવાયના કોઈ જ કારણની અસરને માનવાને ઈનકાર કરનારાઓ, પિતાની ભૂખને મીટાવવાને માટે ખાધા વિના રહેતા નથી, પિતાની તૃષાને છીપાવવાને માટે પીધા વિના રહેતા નથી, પોતાના મનમાં ગમેલા માર્ગને પ્રચારવાને માટે ઉપદેશ આપ્યા વિના રહેતા નથી, પિતાને મનભાવ બીજાને જણાવવાને માટે બોલ્યા વિના રહેતા નથી, પિતાને સારા તરીકે દેખાડવાને માટે કે પોતાને સારા ભાવમાં સ્થિરતાદિ પમાડવાને માટે મંદિરમાં ગયા વિના રહેતા નથી અને પિતાને ઉપદ્રથી બચાવવાને માટે મકાને આદિને આશ્રય લે છે. જેઓ માત્ર ઉપાદાન કારણને જ માને છે અને બીજાં કારણને માનવાને ઈનકાર કરે છે, તેઓ આ
Page #336
--------------------------------------------------------------------------
________________
૩૦૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન બધામાંના કશાને જ ઉપયોગ કે આશ્રય કરી શકે નહિ. એક ઘડેસ્વાર ઉપર સારી અસર:
રાજર્ષિ પ્રસન્નચન્દ્ર જે વખતે સૂર્યની આતાપનાને સહતા ધ્યાનસ્થ બન્યા છે, તે વખતે પાસેના માર્ગે થઈને શ્રી શ્રેણિક રાજા, પિતાની સેના આદિ સર્વ પ્રકારની રાજદ્ધિઓ સહિત બનીને, ભગવાન શ્રી મહાવીર પરમાત્માને વન્દન કરવાને માટે જઈ રહેલ છે. શ્રી શ્રેણિક રાજાના સૈન્યના અગ્રભાગમાં બે ઘોડેસ્વાર ચાલી રહ્યા હતા. તેમણે રાજર્ષિ પ્રસન્નચન્દ્રને ધ્યાનસ્થ દશામાં ઉભેલા જોયા. રાજર્ષિ પ્રસન્નચન્દ્રને એ પ્રકારે ઉભેલા જોઈને, એ બે ઘડેવારમાંના એકનું હૈયું આનન્દના અને અનમેદનાના ભાવથી નાચી ઉઠયું. આનન્દ અને અનમેદનાને એ ઘોડેસ્વારને એ ભાવ એટલે બધે જોરદાર હતો કે–પિતાના એ ભાવને તે સાથીદાર સૈનિકની પાસે રજૂ કર્યા વિના રહી શક્યો નહિ. એણે પિતાની સાથે ચાલતા ઘોડેસ્વારને કહ્યું કે આ મહામુનિ ખરે જ વંદના કરવાને ગ્ય છે. આ જ ખરા મહાત્મા છે, કે જેઓ આવા ઉગ્ર તપને આચરી રહ્યા છે. આમ એક પગે એક મુહૂર્ત માત્ર જેટલો સમય ઉભા રહેવું, એ અતિ કઠિન છે અને તેમાં પણ સૂર્યમંડલની સામે દૃષ્ટિને સ્થાપિત કરીને ઉભા રહેવું, એ તે વળી એનાથી ય અધિક કઠિન છે. આમનું આ દુષ્કર કાર્ય, કેઈને પણ આશ્ચર્ય ઉપજાવ્યા વિના રહે નહિ, એવું છે. આવા મહાત્માથી સ્વર્ગ તે શું, પણ મોક્ષેય જરા પણ દૂર રહી શકે નહિ. ખરેખર, કેઈ કાર્ય એવું અસાધ્ય તો છે જ નહિ, કે જેને ઉગ્ર તપથી સાધી શકાય નહિ.”
Page #337
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૩૦૩ :
બીજા જોડેસ્વાર ઉપર ઊલટી અસર :
એ ઘોડેસ્વારે તો, પિતાના હૈયાના ભાવને પિતાની વાણી દ્વારા જેટલો વ્યક્ત કરી શકાય તેટલા વ્યક્ત કર્યો, પણ પિતાના સાથીદાર તરફથી પણ એવા જ પ્રકારને મનભાવ વ્યક્ત થશે–એવી એણે જે આશા રાખેલી, તે એની આશા નિષ્કલ નિવડી. નિષ્ફલ જ નિવડી–એમ પણ નહિ, પણ એના ભાવથી તદ્દન ઊલટા જ પ્રકારને મનભાવ પેલાએ વ્યક્ત કર્યો. એના સાથીદાર ઘોડેસ્વારે કહ્યું કે-મિત્ર! તું આ મુનિને ઓળખતો જ લાગતો નથી. જે તું આ મુનિને ઓળખતે હેત, તે તું આની આવી પ્રશંસા કરત જ નહિ. આ તો રાજા પ્રસન્નચન્દ્ર છે. આને કાંઈ આવા કષ્ટથી પણ કશે જ ધર્મ થાય તેમ નથી. આને તપ પણ વૃથા છે. એનું કારણ એ છે કે–આ રાજાએ પોતાના બાલવયસ્ક પુત્રને રાજગાદી ઉપર સ્થાપિત કરીને દીક્ષા લઈ લીધી છે, પણ વૃક્ષ પરના કાચા ફળને તોડી પાડવાની જેમ, આ રાજાના મંત્રીઓ, આ રાજાના પુત્રને રાજ્યભ્રષ્ટ કરવાને તૈયાર થઈ ગયા છે. આ રાજાએ તે, રાજ્યની રક્ષાને ભાર દુરાત્મા મંત્રીઓને સેંપીને, બીલાડાને દૂધ સાચવવાને સેંપવાના જેવી મૂર્ખાઈ કરી છે. એ મંત્રીઓ બાળ રાજાને મારી નાખશે, એટલે આને વંશ નિર્મલ બની જશે. એમ, પિતાના પૂર્વજોના નામને નાશ થાય—એવું કામ કરનાર આ મુનિ, મહા પાપી કરશે. વળી આણે દીક્ષા લેતી વખતે પિતાની જે પ્રિયાએને ત્યાગ કર્યો છે, તે અનાથ બની ગયેલી હોવાથી, એ અબળાઓનું શું થશે તેની તે કલ્પના, જ કરી લેવાની છે.”
Page #338
--------------------------------------------------------------------------
________________
૩૦૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન
અન્ય કારણની પણ અસરઃ
દૃશ્ય એકનું એક, જોનાર એ અને એ બન્ને ય ઉપર પરસ્પર વિરાધી અસર ! શાથી ? માત્ર ઉપાદાન કારણથી જ? ના. જો માત્ર ઉપાદાન કારણ જ માનીએ, તે આપણે એવા વિચાર કરવા પડે કે જો એ બેએ એ મુનિવરના દૃશ્યને જોયું જ ન હોત, તે એ એમાંથી એકને પણ આમાંના કાઈ વિચાર આવત ખરા ? નહિ જ. એકને સારા દૃશ્યને જોવાથી સારે। વિચાર આવ્યો અને બીજાને એ જ સારા દૃશ્યને જોવાથી ખરાબ વિચાર આબ્યા, તેમાં વિચારના સારાપણામાં અને ખરામપણામાં ઉપાદાન કારણ ખરૂં; પણ વિચાર આવવામાં કારણ તે એ દૃશ્ય જ. એ દશ્યને જોવામાં અને એ વિષે વિચારવામાં, ઉપાદાન કારણને ચાગ ન થયા હોત, તે જે વાર્તાલાપ સંભવિત બન્યો તે વાર્તાલાપ સંભવિત બનત નહિ, પરન્તુ ઉપાદાન કારણ આ પ્રકારે કાર્યકર બન્યું, તેમાં કારણ એ મુનિવરનું દર્શન ખરૂં કે નહિ ? અને ખીજાના ખેલવામાં પહેલાએ જે કહ્યું, તે ય કારણ ખરૂં કે નહિ ? કહેવું જ પડશે કે—ખરું જ.
કોની નિન્દા-પ્રશંસાની કિંમત અંકાય ?
વળી, એ બાબત પણ વિચારો કે એકને સારા દૃશ્કે સારા વિચારો નિપજાવ્યા અને એકને સારા દૃશ્ચે ખરાખ વિચારા નિપજાવ્યા, તેમાં તે બેયનું કર્મ કારણ રૂપ ખરૂં કે નહિ ? એક લઘુકર્મી હોવાથી વિવેકી અને બીજો ભારેકર્મી હાવાથી અવિવેકી, એ વાતને પણ માનવી જ પડશે. સારૂં પણ દૃશ્ય, સારા આદમી ઉપર જ સારી અસર નિપજાવનારૂં
Page #339
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૩૦૫ : નિવડે છે, અથવા તે, એ દશ્યને જોવાના નિમિત્તે જેનામાં સારાપણું પ્રગટે, તેના ઉપર જ એ સારી અસર નિપજાવનારું નિવડે છે. એટલે, કોઈ પણ માણસ, જે માણસની કે જે ક્રિયાની નિન્દા કરે, તે માણસ કે તે કિયા ખરાબ જ હોય, એમ માની લેવાનું નહિ. માણસ સારે જ હોય કે કિયા સારી જ હોય, તેમ છતાં પણ એની નિન્દા કરનારાઓ હોઈ શકે. તેમ ખરાબ માણસ કે ખરાબ કિયાની પ્રશંસા કરનારાઓ પણ હોય. એટલે ગમે તેની નિન્દા અથવા તો પ્રશંસા ઉપરથી, કેઈ પણ વ્યક્તિને કે કઈ પણ કિયાને તેલ મપાય નહિ. ત્યારે શું નિન્દા કે પ્રશંસા ઉપરથી તોલ જ ન મપાય? નિન્દા કે પ્રશંસા ઉપરથી પણ તેલ મપાય, પરંતુ તે જે વિકિઓએ, શિષ્ટ જનેએ કરેલી હોય તે ! અશિષ્ટ કે નિર્વિવેકી જને જે કરે, તે નિન્દાની ય કિંમત નહિ અને તે પ્રશંસાની ય કિંમત નહિ. પ્રશંસાની કે નિન્દાની અસર નહિઃ
પિલા બે ઘડેસ્વારોએ તે એમપિતપોતાની રૂચિ મુજબની વાત કરી, પરંતુ રાજર્ષિ પ્રસન્નચન્દ્રના કાને એ વાત પડી અને પરિણામ તત્કલને માટે તો ઘણું જ ભયંકર આવ્યું. એમ નહિ સમજતા કે–રાજર્ષેિ પ્રસન્નચન્દ્ર પિતાની પ્રશંસાની વાતને સાંભળીને માન-કષાયના જેરે ઉન્મત્ત બની ગયા અને તે પછી પિતાની નિન્દાની વાતને સાંભળીને ક્રોધ–કષાયના જેરે ઉન્મત્ત બની ગયા. તેઓના મન ઉપર, નથી તે પ્રશંસાએ કશી જ અસર કરી ને નથી તો નિન્દાએ કશી જ અસર કરી. ત્યારે અસર કેણે કરી? પિતાની પ્રશંસાથી પણ નહિ
Page #340
--------------------------------------------------------------------------
________________
૩૦૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન
મુંઝાનારા અને પિતાની નિન્દાથી પણ નહિ મુંઝાનારા એ રાજર્ષિ, એ જ એક વાતથી દુર્થોને ચઢી ગયા, કે જે વાત તેમની નિન્દા કરતાં અથવા તે તેમની નિન્દા કરવાના હેતુથી બીજા ઘડેસ્વારે ઉચ્ચારી હતી. એ વાતે જ, રાજર્ષિ પ્રસન્નચન્દ્રના સમાધિ રૂપી વૃક્ષને તોડી પાડ્યું અને તેમને દુર્ગાનારૂઢ બનાવી દીધા. પેલાએ મારી પ્રશંસા કરી, તેમાં બીજાના બાપનું શું લૂંટાઈ ગયું, કે જેથી તેણે મારી ભારેભાર નિન્દા કરી નાખી?—આવા કેઈ વિચારથી નહિ જ, પણ બીજા જ વિચારથી રાજર્ષિ પ્રસન્નચન્દ્ર દુર્ગાનારૂઢ બની ગયા. તમે જુઓ કેબીનું પણ કારણ, ઉપાદાન કારણને વેગ મળવાથી, અસર કરનારું અને તે ય કારમી અસર કરનારું નિવડે છે કે નહિ! મનમાં યુદ્ધનો આરંભ :
રાજર્ષિ પ્રસન્નચન્દ્રની બાહ્ય સ્થિતિમાં કશે જ ફેરફાર થયું નથી. જે ફેરફાર થયો છે, તે આન્તરિક સ્થિતિમાં જ ફેરફાર થયો છે. રાજર્ષિ પ્રસન્નચન્દ્રને, બીજા ઘોડેસ્વારે ઉચ્ચારેલી વાતને સાંભળતાં, એવા એવા વિચાર આવ્યા કે-“મારા મંત્રીઓ ખરેખર દુષ્ટ નિવડ્યા. તેમનું મેં જે સન્માન કર્યું તેમ જ તેમના ઉપર મેં જે વિશ્વાસ મૂકો, એ ખરે જ રાખમાં ઘી નાખવા જેવું થયું. ધિક્કાર છે મારા એ વિશ્વાસઘાતી મંત્રિઓને, કે જેઓએ પાપાસક્ત અને શઠ બનીને, મારા દૂધપીતા પુત્રનું રાજ્ય છીનવી લેવાને વિચાર કર્યો છે. હું જે ત્યાં હોત, તે તો હું તેમને જુદા જુદા પ્રકારના નિગ્રહથી ભારે શિક્ષા કરત! મારા પુત્રના પરાજયની વાત
Page #341
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૩૦૭
મારે કાને પડે, તે પછી આ જીવતરનું ય ફલ શું અને આ મહા તપનું ય ફલ શું?”
આવા વિચાર કરતાં, એ રાજર્ષિ નિવર્યા નહિ, પણ અધિક દુષ્ટ ધ્યાન ઉપર આરૂઢ થયા અને કોધ રૂપી પીશાચના આવેશને આધીન બની જવાથી, તેઓ પોતાની ચારિત્રાવસ્થાને જ ભૂલી ગયા. મનમાં ને મનમાં તેમણે મંત્રીઓની સામે યુદ્ધ આરંભી દીધું. તરંગોની શ્રેણિઃ
તમને આમાં કાંઈ નવાઈ જેવું તે લાગતું નથી ને? તમે કઈ વાર તરંગે ચઢી ગયા છે? એ તરંગમાં તમે તમને અને તમારી સ્થિતિને ભૂલી ગયા છે, એવું કાંઈ બન્યું છે? મોટા ભાગને તે, આવું ઘણી વાર બન્યું હશે. કેઈ વેપાર કે સટ્ટો કર્યો હોય; એમાં સવારે ઉઠીને છાપું વાંચતાં ઠીક ઠીક, અસાધારણ લાભ થયાનું જણાય; પછી તરંગેએ કેવું ચઢાય છે? “આ આટલા મળશે. હવે આનું હું આમ કરીશ એટલે રેજની બેઠી આવક થશે. પછી હું બેરીછોકરાં વિગેરે બધાને લઈને અમુક અમુક ઠેકાણે જઈશ. જરા મુશ્કેલી પડશે, તો ઘાટીને સાથે લેવાશે અને રસોઈયે ત્યાં જઈને રાખી લેવાશે. બૈરીને પણ થશે કે–ચાલે, નશિબ ખૂલ્યું. લોકમાં ય આપણું આબરૂ વધશે. છોકરા માટે સારા ઘરની કન્યા આવશે અને આપણું છે કરીને લઈને સારા ઘરવાળાઓ રાજી થશે.”—આવી આવી અનેક પ્રકારની તરંગોની શ્રેણિઓને તમને અનુભવ હશે. એવા વખતે, માણસ, પિતે કેણ છે અને પોતે ક્યાં છે, એને ય વિસરી જાય છે.
Page #342
--------------------------------------------------------------------------
________________
૩૦૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને આવું માત્ર નિરાંત હોય ત્યારેજ બને છે, એમ પણ નહિ. રસ્તે માણસ ચાલ્યો જતે હોય, એમાં કઈક વિચાર આવે અને એમાંથી તરંગે ચઢી જાય, એવું પણ બને છે. એમ જે તરંગે ચઢયો હોય, તેને જવાનું હોય ક્યાં ય ને એ જઈ પહોંચે
ક્યાં ય, એમેય બને. આવી રીતિએ દુર્ગાનારૂઢ થવું એ સહેલું છે, પણ આવી રીતિએ અચાનક શુભ ધ્યાનારૂઢ બની જવાય, એવું તો કઈ વિકિએને માટે જ બને છે. પુનઃ વિવેકમાં :
રાજર્ષિ પ્રસન્નચન્ટે તે, જાણે મંત્રીઓ તેમની સામે જ રૂબરૂમાં હોય, તેમ મંત્રીઓની સાથે મનમાં ને મનમાં યુદ્ધ કરવા માંડ્યું. પિતાની તલવારના ઘાથી તે રાજર્ષિએ મંત્રીએના ટૂકડે ટૂકડા કરી નાખવા માંડ્યા. એમ કરતાં કરતાં, પિતાનાં શસ્ત્રો ખૂટી ગયાં. શસ્ત્રો ખૂટી ગયાં, એટલે પિતાના માથા ઉપર રહેલા ટોપથી પણ બાકીના મંત્રીઓને મારી નાખવાને તેમણે વિચાર કર્યો. એ વિચારથી, ટોપ લેવાને માટે તેમણે માથે જે હાથ નાખે, કે તરત જ તેમને ભાન થયું કે હું કાંઈ બખ્તર પહેરેલ નથી. હું તો સાધુ છું.” લેચ કરેલા માથા ઉપર હાથ મૂક્યો ને તરત જ પિતાનું ચારિત્ર યાદ આવ્યું. એમ ચારિત્ર યાદ આવતાંની સાથે જ, રાજર્ષિ પ્રસન્નચન્હેં વિચાર્યું કે-રૌદ્રધ્યાનને અનુબંધ કરનાર મને ધિક્કાર છે. મેં તે બધા ય પ્રકારની મમતાને ત્યાગ કલે છે, એટલે મારે પુત્રની સાથે પણ કાંઈ નિસ્બત નથી
અને મંત્રીઓની સાથે પણ કાંઈ નિસ્બત નથી.” આ પ્રમાણે વિચારતાં વિચારતાં, તેમણે પોતાના ઉપર જામી જવા પામેલી
Page #343
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૩૦૯
મેહની સત્તાને ફગાવી દીધી અને તેમણે પોતાના આત્માને પુનઃ વિવેકમાં સ્થાપિત કરી દીધું. મમતા દેવી નહિ પણ ડાકણ
વિચારે કે-મમતા કેવી મારનારી છે? મમતાને તજીને નીકળી ગયેલા અને પિતાના શરીર ઉપર પણ નિર્મમ બનીને ઉગ્ર તપશ્ચર્યાને કરનારા મુનિવરે, જો ભૂલથી પણ મમતામાં ફસાઈ પડે છે, તે એમની ય કેવી બૂરી હાલત થઈ જાય છે? નિર્મમને પણ જ્યાં પુત્રની મમતા જરા સ્પશી જવા પામી, ત્યાં એ કેટલા બધા કૂર પરિણામવાળા બની ગયા? એમના મનને હતું કે-હું દુશ્મનેને મારી રહ્યો છું, પણ ખરી રીતિએ તે એ પિતે જ મરી રહ્યા હતા. મમતાને અન્યા આવે હોય છે. દેખાડે બીજાને મારવાનું અને મારે મમતાવાળાને. તમારે તે ઘણે વિચાર કરવા જેવું છે. મમતાની સામગ્રીમાં જ તમે બેઠા છે. મમતાએ તમને એટલા બધા ઘેરેલા છે કે–આયડી માટે હાર લેવાનું હોય, તે સેનાને ને હીરાને શેધવા નીકળો અને ભગવાનને હાર ચઢાવ હેય, તે સસ્તામાં સસ્તો શે! મમતાને લીધે, તમે દાન કરવા છતાં પણ દાન દાન રૂપે કરી શકતા નથી. મમતા તમારી માંદગીને અને મરણને બગાડે નહિ તેમ જ તમારા ભવાંતરેને બગાડે નહિ, તેને ખ્યાલ રાખો. સંસારથી ન છૂટાતું હોય અને સંયમને સ્વીકાર કરવાની શક્તિ ન હોય, તે પણ તમે તમારા મમતાના ભાવને તે એ પાતળે બનાવી દે કે-એને તેડતાં વાર લાગે નહિ. ગમે ત્યાં મરણ આવે, તે ય મુંઝવણ થાય નહિ અને મમતાને બહુ જ સુખ
૨૦
Page #344
--------------------------------------------------------------------------
________________
૩૧૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન પૂર્વક વસરાવીને જવાય. એ માટે રેજ મમતાને મારતાં શીખે. મમતાને તમે દેવી સમજી રહ્યા છે, પણ મમતા તે ખરેખરી ડાકણ છે. કેવલજ્ઞાન:
રાજર્ષિ પ્રસન્નચન્દ્ર મનથી યુદ્ધ ચઢી ગયા, પણ બચ્યા તો સારા દ્રવ્યના ગે જ ને? દ્રવ્ય સારું હતું, તો ભાવનું આકર્ષણ થવામાં કારણ બન્યું ને? આવા જ તરંગમાં ચઢેલા એ હોત, પણ એ જે મુનિ ન હેત, તે પરિણામ કેટલું બધું ખરાબ આવત? શ્રી પ્રસન્નચન્દ્ર રાજષિએ પિતાના આત્માને વિવેકમાં સ્થાપી દીધા પછીથી, તરત જ પિતાથી થઈ ગયેલા પાપથી પ્રતિક્રમવાની ક્રિયાને શરૂ કરી દીધી. ભગવાન શ્રી મહાવીર પરમાત્મા જાણે કે પોતાની આંખ સામે જ છે–એવી એમણે કલ્પના કરી લીધી અને તે પછી ભગવાનને ભક્તિપૂર્ણ હૃદયે વન્દન કર્યું. ભગવાનને વન્દન કરીને, તેમણે, પિતાને થઈ જવા પામેલા દુષ્ટ ધ્યાનની આલોચના કરીને પ્રતિકમણા કરી. એમ કરતે કરતે તેઓ પ્રશસ્ત ધ્યાનારૂઢ બની ગયા. એ ધ્યાનમાં વધતે વધતે, એ રાજર્ષિએ કેવલજ્ઞાનને ઉપાર્યું. मन एव मनुष्याणां कारणं बंधमोक्षयोः।
જે સમયે રાજર્ષિ પ્રસન્નચન્દ્ર દુર્થોનારૂઢ બનીને મંત્રીઓનું છેદન, ભેદન આદિ કરી રહ્યા હતા, તે વખતે જો તેમનું મૃત્યુ થાય છે તેઓ નિયમા સાતમી નરકે જાય, એવા રિદ્રધ્યાનના રેદ્ર પરિણામોમાં એ વર્તી રહ્યા હતા. એ જ રાજર્ષિના મને, સારા દ્રવ્યના આલંબનના યોગે પલટે માચી
Page #345
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના અને એથી તેઓ શુકલ ધ્યાનના એવા શુદ્ધ પરિણામમાં વર્તવા લાગ્યા કે-જે એ વખતે એ મરે તે સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થાય અને એમાં પણ તેઓ જ્યારે આંગળ વધ્યા, એટલે એમણે કેવલજ્ઞાનને ઉપાર્યું. માત્ર ધ્યાનમાં પણ કર્મોને બાંધવાની અને કર્મોને તોડવાની તાકાત કેટલી બધી છે? ધ્યાનથી નરકે પણ જવાય, સ્વર્ગે પણ જવાય અને ક્ષીણકર્મા પણ બની શકાય. ધ્યાનની જે તાકાત છે, તે બીજા કિંઈની પણ નથી. માટે તો કહેવાય છે કે “જન પર મનુષ્યાળાં જાળ ધંધો / મનુષ્યોનું મન જ, બંધનું અને મોક્ષનું કારણ છે. તિર્યંચાનું મન પણ બંધનું જબરજસ્ત કારણ છે અને તિર્યંચે ય ભલે અલ્પ પ્રમાણમાં પણ સકામ નિર્જરાને સાધી શકે છે. આ ઉપરથી તમે સમજી શક્યા હશે કે દરેકે દરેક સમજુ છાએ, પિતાના ભાવને વિશુદ્ધ બનાવી રાખવાની ખૂબ જ કાળજી રાખવી જોઈએ. વિવેકી માણસ તે, ખરાબ કિયા વખતે ય ભાવની શુદ્ધિને સાધના અને જાળવનારે બની શકે છે. આમ છતાં પણ, ભાવને પેદા થવામાં, ભાવને શુદ્ધ બનાવવામાં, દ્રવ્ય ય કારણ બની શકે છે. એક ખરાબ વાતે, કાને પડી એટલા માત્રથી પણ, રાજર્ષિ પ્રસન્નચન્દ્રની માનસિક હાલતને કેટલી બધી બગાડી મૂકી? એટલે અશુભ દ્રવ્ય અશુભ અધ્યવસાયનું અને શુભ દ્રવ્ય શુભ અધ્યવસાયનું કારણ બની શકે છે. એટલું ખરું કે—કાઈ જીવ વિશેષે અશુભ દ્રવ્ય પણ શુભ અધ્યવસાયનું અગર તો શુભ દ્રવ્ય પણ અશુભ અધ્યવસાયનું કારણ બને, તો એ ચ શક્ય છે. પણ જ્યારે દ્રવ્યના સ્વરૂપનું વર્ણન કરાય, ત્યારે તે શુભ દ્રવ્યને જ શુભ અધ્યવસાયના કારણે તરીકે અને અશુભ દ્રવ્યને જ
Page #346
--------------------------------------------------------------------------
________________
૩૧૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો
અશુભ અધ્યવસાયના કારણ તરીકે વર્ણવાય. કુપાત્ર સારાને ખરાબ અને સુપાત્ર ખરાબને સારું બનાવે :
એમ, આ શ્રી ભગવતીજી સૂત્રનું જે જ્ઞાનદાન રૂપ આચરણ છે, તે તે નાનાવિધ, અદ્ભુત અને પ્રવર જ છે. શ્રી ભગવતીજી સૂત્રના જ્ઞાનદાન રૂપ આચરણનું સ્વરૂપ આવું જ છે, એમ કહેવાય. આ શ્રી ભગવતીજી સૂત્રનું જ્ઞાનદાનનું આચરણ આવા સ્વરૂપવાળું હોવા છતાં પણ, નાલાયક જીવને માટે તે જ્ઞાનદાન રૂપ આચરણ તેવા ફલવાળું નિવડે નહિ અને એનાથી ઊલટા જ ફળવાળું નિવડે, તે એ ય સ્વાભાવિક છે, પણ ત્યાં સમજવું એ જોઈએ કે-દેષ વસ્તુને નથી, પણ પાત્રને છે. કુપાત્રતાને લીધે વસ્તુનું સારાપણું પણ મરી જવા પામે છે, પણ તે તે તેવા કુપાત્ર પૂરતું જ ! બાકી, સુપાત્રમાં અને સારા સંયોગે સુપાત્ર બની જાય એવા લાયક જીવમાં તે, સારી વસ્તુ સારા જ રૂપે પરિણમે છે. એથી ય આગળ વિચારે, તે એવા પણ સુપાત્ર હોય છે કે–સ્વરૂપે ખરાબ એવી પણ વસ્તુને તેઓ પોતાને માટે સારી બનાવી દેવા જેવી સુન્દર શક્તિને ધરાવતા હેય. આ રીતિએ વિવેક કરતાં આવડે, તો શ્રી ભગવતીજી સૂત્રને ભણીને કઈ ઉધું કે આડું-અવળું બેલતે હોય, તે એ કારણે શ્રી ભગવતીજી સૂત્રને દોષ દેવાનું મન થાય નહિ; અને એ વ્યક્તિ જ
અતિશય નાલાયક છે–એમ સમજીને, એવા બીચારાની પણ દયાનું જ ચિન્તવન કરાય.
Page #347
--------------------------------------------------------------------------
________________
૧૨–સૂત્રદેહ :
સુત્ર રૂપ દેહનું પ્રમાણ
દશમ વિશેષણ તરીકે ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે
' એટલે કે-જયકુંજરને દેહ જેમ પ્રમાણપત હેય છે, તેમ આ શ્રી ભગવતીજી સૂત્રને સૂત્ર રૂપ જે દેહ, તે પણ પ્રમાણે પેત છે. આ શ્રી ભગવતીજી સૂત્રના સૂત્ર રૂપ દેહનું પ્રમાણ એ છે કે આ સૂત્રમાં કુલ છત્રીસ હજાર પ્રશ્નો છે. અહી કઈ કહેશે કે શું શ્રી ભગવતીજી સૂત્રમાં માત્ર પ્રશ્નો જ છે? ઉત્તરે નથી જ?” તે કહેવું પડે કે–ઉત્તર ભાવ તો પ્રશ્નની સાથે સંકળાએલો છે. આ સૂત્ર કાંઈ કેઈને મુંઝવી મારવાને માટે નથી, પણ મુંઝાએલાઓની મુંઝવણને ટાળવાને માટે છે. માટે જેટલી સંખ્યામાં પ્રશ્નો છે, તેટલી સંખ્યામાં ઉત્તરે પણ સમજી જ લેવા. .
વળી, કેઈ એમ પણ કહે કે-જવા અને સત્ર એ બે શબ્દની વચ્ચે પ્રશ્ન શબ્દને મૂકવાનું કારણ શું?
ઈરાન અને સહસ્ત્ર એ બન્ને ય સંખ્યાવાચક શબ્દોને પાસે પાસે મૂકીને પછી પ્રશ્ન શબ્દ મૂક હતે અથવા તે પહેલાં પ્રશ્ન શબ્દને મૂકીને, તે પછી બન્ને ય સંખ્યાવાચક શબ્દને સાથે મૂકવા હતા.” આ વાત જરા વિચારવા જેવી
Page #348
--------------------------------------------------------------------------
________________
૩૧૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
તે ખરી જ. આને ખૂલાસે સમજવાને માટે, સૌથી પહેલાં તમે એ વિચારે કે–અહીં એટલે આ વિશેષણમાં બતાવવાની મુખ્ય વસ્તુ કયી છે?
પ્રશ્ન- સૂત્ર રૂપ દેહ.
માત્ર સૂત્ર રૂપ દેહ-એમનહિ, પણ સૂત્ર રૂપ દેહ પ્રમપેત છે, પ્રમાણવિહીન નથી, એ જ આ વિશેષણમાં બતાવવાની મુખ્ય વસ્તુ છે. હવે એ જૂઓ કેસૂત્ર રૂપ દેહનું જે પ્રમાણ બતાવવાનું છે, તે સંખ્યાથી બતાવવાનું છે, નહિ કેપ્રશનેથી. સંખ્યા બતાવવાની પ્રથાની, પણ બતાવવાની તે સંખ્યા જ. આથી, પ્રમાણ શબ્દની પૂર્વે સંખ્યાવાચક સહસ શબ્દ મૂકવામાં આવ્યું છે. હવે જો પ્રશ્ન શબ્દને પહેલો મૂકીને પ્રક્રિયામાપા એ પ્રમાણે કર્યું હતું, તે એ રચના કિલષ્ટ બનત અને તેને જે અર્થ થાત, તે અર્થ જે અર્થને બતાવવાનો ટીકાકાર મહર્ષિને ભાવ છે, તેની સાથે બંધબેસતો થાત નહિ. એટલે, ટીકાકાર મહર્ષિ જે અર્થને અને જે ભાવને આ દશમા વિશેષણથી બતાવવાને ઈચ્છે છે, તે અર્થને અને તે ભાવને લક્ષ્યમાં રાખીને જે વિચાર કરવામાં આવે, તે જરૂર એ વાતને સમજી શકાય કે-તે અર્થને અને તે ભાવને બતાવવાને માટે તે, ટીકાકાર મહર્ષિએ આ પદની જે પ્રકારે રચના કરી છે, તે પ્રકારની રચના જ યોગ્ય છે.
Page #349
--------------------------------------------------------------------------
________________
૧૩–ચાર અનુયોગો :
ચાર અનુયાગા રૂપ ચાર ચા :
આ શ્રી ભગવતીજી સૂત્રમાં છત્રીસ હજાર પ્રશ્ના હાવા છતાં પણુ, આ આખા ય સૂત્રને જો માત્ર ચાર જ વિભાગેામાં વહેંચવું હાય, તે તેમ પણ વહેંચી શકાય એવું છે એ વાતને જ જાણે દર્શાવતા હોય તેમ, દશમા વિશેષણ દ્વારા સૂત્રપ્રમાણને દર્શાવ્યા બાદ, તરત જ ટીકાકાર મહિષ અગીઆરમા વિશેષણ તરીકે ફરમાવે છે કે चतुरनुयोगचरणस्य
<<
એટલે કે—જયકુંજર જેમ ચાર ચરણાએ સહિત છે, તેમ શ્રી ભગવતીજી સૂત્ર પણ ચાર ચરણાએ સહિત છે. જયકુંજર જેમ ચાર ચરણા ઉપર ઉભા રહેલા હોય છે, તેમ
""
શ્રી ભગવતીજી સૂત્ર પણ ચાર ચરણાના આધારે ઉભેલ છે. જયકુંજરની ગતિ જેમ ચાર ચરણાથી હાય છે, તેમ આ શ્રી ભગવતીજી સૂત્ર પણ ચાર ચરણાથી ગતિમાન બનેલું છે. જયકુંજરનાં ચાર ચરણા તે ઝટ દેખાઈ આવે છે, પરન્તુ શ્રી. ભગવતીજી સૂત્રનાં ચાર ચરણા કયાં ? એ ખાખતના ટીકાકાર મહર્ષિએ આ વિશેષણ રૂપી પદ્યમાં જ ખૂલાસા આપી દ્વીધેલા છે. ચાર અનુયાગા, એ શ્રી ભગવતીજી સૂત્રનાં ચાર ચણા છે. ચાર અનુચેાગેાનાં નામે તે તમને આવડતાં
Page #350
--------------------------------------------------------------------------
________________
૩૧૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન હશે. એક દ્રવ્યાનુયેગ, બીજે ગણિતાનુયોગ, ત્રીજે ધર્મકથાનુગ અને એ ચરિતાનુયોગ. શ્રી ભગવતીજી સૂત્ર આ ચારેય અનુયોગ ઉપર સ્થિત છે. આ સુત્ર પ્રતિપાદનાત્મક શેલિવાળું નથી પણ પ્રશ્નોત્તરાત્મક
સેલિવાળું છે તેથી ચારેય અનુયાગાથી યુક્ત છેઃ
આ વિશેષણની મહત્તા શી છે? આ વિશેષણની, એ પણ એક મહત્તા છે કે-આ શ્રી ભગવતીજી સૂત્રમાં ચારેય અનુગો છે. જેવી રીતિએ આ શ્રી ભગવતીજી સૂત્રમાં ચારેય અનુગે સમાએલા છે, તેવી રીતિએ અન્ય સૂત્રોમાં ચારેય અનુગે સમાએલા નથી. બીજાં સૂત્રને માટે તે એમ કહી શકાય કે-આ સૂત્રમાં અમુક અનુગની પ્રધાનતા છે, જ્યારે પેલા સૂત્રમાં અમુક અનુયેગની પ્રધાનતા છે, પરંતુ શ્રી ભગવતીજી સૂત્રને માટે એમ કહી શકાય એવું નથી કે–આ સૂત્રમાં અમુક અનુગની પ્રધાનતા છે. આ સૂત્ર પ્રશ્નોત્તરમક છે. છત્રીસ હજાર પ્રશ્નોત્તરે. બધા ય પ્રશ્નો કેઈ ને કઈ અનુયોગના ખાનામાં જાય છે. પ્રશ્નોત્તરાત્મક શલિમાં અને પ્રતિપાદનાત્મક શૈલિમાં ફેર હોય છે. પ્રતિપાદનાત્મક શલિમાં પ્રાય: મુખ્ય વિષય એકધારે વર્ણવાયે જાય છે. એમાં પ્રશ્નોત્તર નથી જ હોતા–એમ નહિ. એમાં પણ સ્થાને સ્થાને શંકાઓને ઉઠાવીને સમાધાને આપવામાં આવ્યાં હોય છે. શંકાઓને ઉઠાવીને તેનાં સમાધાને આપવાથી, શિષ્યને માટે અર્થનું અને ભાવનું ગ્રહણ સુલભ બને છે તેમ જ થયેલું જ્ઞાન સુદઢ થાય છે. આવા પ્રકારે જે પ્રશ્નોત્તરે સૂત્રમાં આવે તે પ્રશ્નોત્તર તે, તેમાં જે વિષય ચાલુ હોય, તેને જ અનુરૂપ અથવા અનુકૂલ
Page #351
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
૩૧૭
આવે. એ પ્રશ્નોત્તરી ખરા, પણ તે ચાલુ વિષયની મહારના નહિ. એ પ્રશ્નોત્તરી પણ એક બીજાની સાથે સંબંધ રાખનારા હાય, પ્રતિપાદનાત્મક શૈલિમાં આવું હોય, જ્યારે પ્રશ્નોત્તરામક પદ્ધતિ એથી નાખી પડે છે. તમે કોઈ પણ પ્રશ્નોત્તરના ગ્રન્થ જૂએ, તે તેમાં તમે ‘ ઉપલા પ્રશ્નોત્તરની સાથે નીચલા પ્રશ્નોત્તરના સંબંધ અવત્ર્યંભાવી છે’—એવું લક્ષણ નહિ ઘટાવી શકે. એ પ્રશ્નોત્તરીમાં તે, તેની આજુબાજુના પ્રશ્નોની સાથે સંબંધ હોય પણ ખરા અને સંબંધ ન પણ હોય. એટલે, એમાં એક જ વિષય સીધે સીધા સળંગ વર્ણવાયે ગયા હોય, એવું મને નહિ. શ્રી ભગવતીજી સૂત્ર પ્રશ્નોત્તરાત્મક શૈલિનું છે, એટલે આવું છે. કોઈ પ્રશ્નોત્તર ધર્મકથાનુયાગના સંબંધવાળે હોય, તેા કોઈ પ્રશ્નોત્તર ગણિતાનુયાગના સંબંધવાળા હોય; અથવા તા, કાઇ પ્રશ્નોત્તર દ્રવ્યાનુયાગના સંબંધવાળા હોય, તા કાઈ પ્રશ્નોત્તર ચરણુ-કરણાનુયાગના સંબંધવાળેા હોય. આમ હાવાથી, આ શ્રી ભગવતીજી સૂત્ર ચારેય અનુયાગાથી સંપન્ન છે. શ્રી આચારાંગ સૂત્રમાં જેમ ચરણ–કરણાનુયાગનું, શ્રી સૂત્રકૃત્તાંગ સૂત્રમાં જેમ દ્રવ્યાનુયાગનું, શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્રમાં જેમ ગણિતાનુયાગનું અને શ્રી જ્ઞાતાધર્મકથાંગ સૂત્રમાં જેમ ધર્મકથાનુયાગનું વર્ણન છે, તેવા પ્રકારે આ શ્રી ભગવતીજી સૂત્રમાં અમુક અનુયાગને ઉદ્દેશીને જ વર્ણન નથી, પરન્તુ ભિન્ન ભિન્ન અનુયાગાની સાથે સંબંધ ધરાવનારા ભિન્ન ભિન્ન પ્રશ્નોત્તરા, આ શ્રી ભગવતીજી સૂત્રમાં છે.
અનુયાગા ચાર જ કેમ ?
અનુયાગ। ચાર જ છે. આ ચાર અનુયાગામાં, કથિત
Page #352
--------------------------------------------------------------------------
________________
૩૧૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો અને કથનીય એવી સઘળી ય બાબતોનો સમાવેશ થઈ જાય છે. જગતમાં બનેલી, બનતી અને બનનારી સઘળી ય બાબતોને તેમ જ જગતમાં કહેવાએલી, કહેવાતી અને કહેવાનારી સઘળી ય બાબતોને સમાવેશ, આ માત્ર ચાર અનુયેગમાં જ થઈ જાય છે. આ ચાર અનુગો એવા છે કે–એકને પણ અભાવ અધુરાપણને દેખાડ્યા વિના રહે નહિ અને એકને પણ ઉમેરે અનાવશ્યક પૂરવાર થયા વિના રહે નહિ. આ ચારેય અનુયોગે પરસ્પર સર્વથા ભિન્નત્વવાળા છે–એવું નથી, પરંતુ ચારેય અનુગો એક-બીજાની સાથે સંકળાએલા પણ છે. અનુગ કોને કહેવાય?
અનુગ કેને કહેવાય ? ગુરૂ ધાતુને અનુ ઉપસર્ગ લાગ્યા પછીથી અનુગ શબ્દ બન્યું છે. અનુ એટલે અનુકૂળ અથવા અનુરૂ૫ અને વેગ એટલે જોડાણ. અનુકૂલ કે અનુરૂપ એવું જે જોડાણ, તેને કહેવાય અનુયોગ. દ્રવ્યને વિષય કરનાર, જે અનુગ, તેને દ્રવ્યાનુગ કહેવાય ગણિતને વિષય કરનારે જે અનુગ, તેને ગણિતાનુગ કહેવાય, ધર્મકથાને વિષય કરનારે જે અનુયોગ, તેને ધર્મકથાનુયોગ કહેવાય અને ચરણકરણને વિષય કરનારે જે અનુગ, તેને ચરણ-કરણાનુગ કહેવાય. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાલ, જીવ અને પુદ્દગલ–આ છ દ્રવ્યો છે. સમગ્ર જગતમાં આ છ જ દ્રવ્ય છે. આ છમાં ન આવે એવું એક પણ દ્રવ્ય આ જગતમાં નથી. આ છ દ્રવ્ય સત્ છે કે અસત્ છે-એ વિગેરે બાબતની પર્યાલચના જે અનુગમાં હેય, તેને દ્રવ્યાનુગ કહેવાય, સૂર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર આદિના ચાર વિગેરે સંબંધી શ્રી
Page #353
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્રપ્રસ્તાવના
૩૧૯
સૂર્યપ્રજ્ઞપ્તિ આદિમાં જે વર્ણન છે, તેને ગણિતાનુયાગ કહેવાય; દુર્ગતિમાં પડતા પ્રાણિને જે ધારે તેને ધર્મ કહેવાય અને તે સંબંધી જે કથા, તેને ધર્મકથાનુયાગ કહેવાય; જ્યારે જેમાં ચરણ અને કરણ સંબંધી વર્ણન હાય-આચાર સંબંધી વર્ણન હાય, તેને ચરણ–કરણાનુયાગ કહેવાય. સાધુપણાનું નિત્યાનુષ્ઠાન, તે કહેવાય ચરણુ અને સાધુને પ્રયેાજન પ્રાપ્ત થયે જે પિણ્ડવિશુદ્ધિ આદિ રૂપ આચરણ કરવું પડે, તેને કરણ કહેવાય. આમાં, સમસ્ત જગતની સમસ્ત પ્રવૃત્તિઓના અને સમસ્ત જગતના સમસ્ત પદાર્થોના સમાવેશ થઈ જાય છે. તજવા લાયક શું શું, સ્વીકારવા લાયક શું શું અને માત્ર જાણવા લાયક શું શું–એ પણ આ ચાર અનુયાગામાં આવી જાય છે. સઘળાં ય શાસ્ત્ર આ ચાર અનુયાગેાથી પૂર્ણ છે; એટલે કેકોઈ પણ શાસ્ત્રમાં પાંચમા અનુયાગ નથી, તેમ કાઈ પણ શાસ્ત્ર આ ચાર અનુયાગામાં સમાઇ જતું ન હોય—એવું પણ નથી. ચા તરીકે અનુયેગાની ઘટના બંધબેસતી છેઃ
આટલા ઉપરથી તમે સમજી શકયા હશે। કે–ચાર અનુયાગાની શ્રી જૈન શાસનમાં શી મહત્તા છે ? ગમે તેનું વર્ણન કરી અને ગમે તેવું વર્ણન કરો, પણ તે આ ચાર અનુયાગામાં ગમે ત્યાં બંધબેસતું થઈ જ શકે. કોઈ પૂછે કે‘ ચરણની, પગની મહત્તા શી ?' એવું પૂછનારા હાસ્યને પાત્ર જ અને ને? સામે કહેનારા તા કહી દે કે જો પગ જ ન હાય, તે પછી શરીરની કિંમત જ શી છે ?' જયકુંજર ગમે તેવા સારા હોય, પણ પગ વિનાના હાય તા ? ત્રણ, એ કે એક પગવાળા હાય તા ? લેા-લંગડા હોય તે
Page #354
--------------------------------------------------------------------------
________________
૩૨૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો એની આખી ય શોભા મારી જાય ને? શોભા મરી જાય તો મરી જાય, પણ એનું સામર્થ્યય મરી જાય ને? કેઈથી પણ નહિ જીતાવું, સામે આવેલા દુશ્મનને જીતી લે, માલિકને પરાજય પામવા દે નહિ અને યુદ્ધમાં માલિકને જય પમાડ–એ બધી જયકુંજરની મહત્તા, જયકુંજરને જે પગ ન હોય, તે ભૂલ હોય અગર તે લંગડે હેય તો પણ, સુસંભવિત છે ? એક માત્ર ચરણની ખેડ, બધે જ ખેડ લાવે. આટલા માટે જ, ટીકાકાર મહષિએ, શ્રી ભગવતીજી સૂત્રમાં રહેલા ચાર અનુયોગોને, જયકુંજર હાથીને ચાર ચરણેને સ્થાને ઘટાવેલ છે. બુદ્ધિશાલી અને જ્ઞાની માણસે, ઘટના પણ એવી કરે કે–જે સ્થાને હેય. અસ્થાને અથવા તે બંધબેસતી થાય નહિ–એવી ઘટના કરવી, એ તે જ્ઞાનની તેમ જ બુદ્ધિની ઉણપને સૂચવનારી વસ્તુ છે. પિતપતાના વિષયે બલવાનઃ
ચારેય અનુગે ઉપકારી પણ છે અને આવશ્યક પણ છે–એટલા માટે તે, ઉપકારીઓએ આ ચારેય અનુગોને પિતપતાના વિષયમાં બલવાન તરીકે પણ વર્ણવેલા છે. જે અનુયેગને જે વિષય, તે વિષયમાં તે અનુગ બલવાન.
જ્યારે અનુગેની ભિન્ન-ભિન્નપણે મહત્તા વર્ણવાય, ત્યારે ' દરેકને પોતપોતાના વિષયમાં બલવાન જ કહેવાય. ચાર અનુગામાં દ્રવ્યાનુયોગને સર્વપ્રધાન કહેવામાં
રહેલી દષ્ટિઃ પિતપોતાના વિષયમાં બલવાન એવા પણ આ ચાર અનુગે, એક-બીજાથી પ્રધાન પણ ગણાય છે અને એક
Page #355
--------------------------------------------------------------------------
________________
શિર વાતનો પતિ કેવી છે તેમ ન હોય, સંભ
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૩૨૧ બીજાથી બલવાન પણ ગણાય છે. પ્રધાનપણામાં જૂદી દષ્ટિ છે અને બલવાનપણામાં જૂદી દષ્ટિ છે. પ્રધાનતાની દષ્ટિએ વિચાર કરવામાં આવે, તે ચારેય અનુગામાં સર્વપ્રધાન અનુગ તરીકે દ્રવ્યાનુયેગને જ માન પડે. કેમ? ઘઉં, ઘી, ગેળ વિગેરે પદાર્થો અસ્તિત્વમાં હોય, તે જ લાડવા વિગેરે જે કાંઈ બનાવવું હોય, તે બની શકે ને ? જે મૂળ પદાર્થો જ અને તે પણ તથા પ્રકારના સ્વરૂપવાળા વિદ્યમાન ન હોય, તે મનમાં જ મતીના ચેક પૂરવા જેવું થાય. દ્રવ્યાનુયેગના મિલનથી જ ગણિતાનુયેગનું અસ્તિત્વ સંભવિત બને છે. દ્રવ્યે જ અસ્તિત્વમાં ન હોય, તે પછી. તે કેટલાં છે, તેની ગતિ કેવી છે ઝડપી છે કે ધીમી છે, એ વિગેરે વાતને પ્રસંગ જ ઉભું થતું નથી. એવી જ રીતિએ, દ્રવ્યો જ ન હોય, તો ધર્મ શું કરવાને માટે ?, એનું વર્ણન શું કરવાને માટે ?, એને આચરનાર જ કેણી–એ બધા પ્રશ્નો ઉભા થઈ જાય. એટલે દ્રવ્યાનુયેગના મિલનથી જ જેમ ગણિતાનુગનું અસ્તિત્વ સંભવે છે, તેમ ધર્મકથાનુયેગનું અસ્તિત્વ પણ દ્રવ્યાનુયેગના મિલનથી જ સંભવે છે. હવે ચોથે જે ચરણ-કરણાનુગ, તેનું અસ્તિત્વ પણ દ્રવ્યાનુયોગના મિલનથી જ સંભવિત બને છે. જીવ જ ન હોય, જીવ હોય, પણ જીવની સાથે જે કર્મને વેગ ન હોય, જય હેય અને જીવની સાથે કર્મને વેગ પણ હોય, પણ તે યંગ જે સંપૂર્ણપણે ટળી શકે તે ન હોય, એવું બધું હોય, તે ચરણ-કરણાનુયેગને ઉપગ જ છે? આમ દ્રવ્યાનુયોગનું અસ્તિત્વ હેવાથી અને તે તે દ્રવ્યના મિલનથી જ, બાકીના ત્રણેય અનુયોગે અસ્તિત્વને પામેલા છે. એક
Page #356
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને માત્ર દ્રવ્યાનુયોગના અભાવે, સર્વ અનુગોને અભાવ જ થઈ જાય છે અથવા તે કઈ પણ અનુયેગ દ્રવ્યાનુયેગના મિલન વિના અસ્તિત્વમાં આવી શકતો જ નથી. એ કારણે, જ્ઞાની મહાપુરૂષેએ ચારેય અનુયોગોમાં દ્રવ્યાનુયેગને સર્વપ્રધાન અનુગ તરીકે વર્ણવેલ છે. બલવત્તાની દષ્ટિએ ચરણ-કરણાનુગની બીજા
અનુયાગથી શ્રેષ્ઠતા: આમ, પ્રધાનતાની દૃષ્ટિએ દ્રવ્યાનુયોગ સર્વપ્રધાન કરતે હેવા છતાં પણ, બલવત્તાની અપેક્ષાએ તે ચરણ-કરણાનુવેગ જ, અન્ય સર્વ અનુયોગેના કરતાં બલવાન ઠરે છે. ચરણ-કરણનુગ, એ એક એવે અનુગ છે કે–બાકીના ત્રણ અનુયોગેનું ઉપાદાન એક માત્ર ચરણ-કરણાનુગ જ છે. ચરણ-કરણાનુગ સિવાયના જે ત્રણ અનુગે છે, તે જે ચરણ-કરણાનુયેગની ઉત્પત્તિ થવા પામેલી હોય, તે તેના સંરક્ષણ માટે છે અને જે ચરણ-કરણનુયેગની ઉત્પત્તિ થવા પામી ન હોય, તો ચરણ-કરણાનુગની ઉત્પત્તિ થવા પામે એ માટે છે. કર્પરનાં વૃક્ષે વાળે વનખંડ હોય, તે તેના રક્ષણને માટે વાડ તે હોય જ ને ? અનાજ વિગેરેનાં ખેતરેને વાડ હોય છે, તે કપૂરનાં વૃક્ષવાળા ક્ષેત્રને વાડ ન જોઈએ? આપણે તે એ જોવાનું છે કે એમાં મહત્ત્વ વાડનું કે વૃક્ષનું ? કઈ કહેશે કે-જે વાડ ન હોય, તે વૃક્ષનું રક્ષણ શી રીતિએ થાય?” આપણે કહીએ કે તારી વાત તદ્દન સાચી છે. રક્ષણ માટે વાડ જોઈએ જ. વાડ રક્ષક છે માટે વાડનું મહય છે, પણ વાડનું મહત્તવ કેના મહત્વને
Page #357
--------------------------------------------------------------------------
________________
૩ર૩
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના આભારી છે? વાડના રક્ષણમાં રહેલાં વૃક્ષોના મહત્ત્વને જ વાડનું મહત્ત્વ આભારી છે. અંદરનાં વૃક્ષેનું મહત્વ જ ન હત, તે વાડનું મહત્ત્વ અંકાત નહિ. અંદર થેરીયા જ હેત, તે વાડકરનારને લેક મૂર્ખ કહેત. અંદરને માલ જેમ વધારે કિંમતી, તેમ જ તેના રક્ષકનું મહત્વ વધારે. એવી જ રીતિએ, ચરણ-કરણાનુયોગ સિવાયના ત્રણ અનુગાનું મહત્વ ખરું, પણ તે શાથી? એ ત્રણ અનુયે ચરણ-કરણનગના રક્ષક છે માટે અથવા તો એ ત્રણ અનુગે ચરણ—કરણનુગના પ્રાપક બને છે માટે ! એક ચરણ-કરણાનુયોગને બાદ કરી નાખીએ, તે એ સિવાયના ત્રણેય અનુયોગે બાંડા લાગે. ઉંચું અને વિશાલકાય વૃક્ષ પણ, જો તે સુગંધીદાર પુષ્પ અને સુન્દર ફલેથી વિહીન હેય, તે તે શેભે નહિ; તેમ ત્રણેય અનુયોગ હોવા છતાં પણ જે એક ચરણ-કરણાનુગ ન હોય, તે તે ત્રણેય અનુગે વાંઝીયા ગણાય. આ દષ્ટિએ ચારેય અનુગમાં પ્રધાનતા ચરણ-કરણાનુગની છે. બાકીને ત્રણ અનુગો ચરણ-કરણાનુગના હેતુ રૂપ છે:
આમ, ભિન્ન ભિન્ન અપેક્ષાઓએ વિચાર કરે, તે એક અપેક્ષાએ જેમ દ્રવ્યાનુયેગને સર્વપ્રધાન અનુગ તરીકે ગણી શકાય તેમ છે, તેમ બીજી અપેક્ષાએ ચરણ-કરણનુ
ગને પણ સર્વપ્રધાન અનુગ તરીકે ગણી શકાય તેમ છે. તમે જ વિચાર કરે કે- તમને ધર્મકથાઓ કહેવાય છે, તે શા માટે અથવા તો તમે ધર્મકથાઓને સાંભળે છે, તે શા માટે?” એને હેતુ તે, શુદ્ધ ચારિત્રની પ્રાપ્તિ, એ જ હે જોઈએ ને? મોક્ષને પામવાને માટે, સકલ કર્મોથી રહિત
Page #358
--------------------------------------------------------------------------
________________
૩૨૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
બનવું એ જરૂરી છે અને કર્મોની સુન્દર નિર્જરા ચારિત્રથી થાય છે; માટે ધર્મકથાનું શ્રવણ જો ચારિત્રના ભાવને પેદા કરે અથવા તેા ચારિત્રને પમાડે, તેા જ સફલ બન્યું કહેવાય ને ? તમે આ વાત માને છે, એટલે ધર્મકથાનુયાગ એ ચરણકરણાનુયાગના હેતુ છે એ વાત પણ તમે માની જ લીધી, એમ નક્કી થયું. હવે ગણિતાનુયોગ લેા. દીક્ષા આપવી, વડી દીક્ષા આપવી, એ વિગેરે કાર્યો શુભ વાર, શુભ તિથિ, શુભ નક્ષત્ર, શુભ મુહૂર્ત અને શુભ યાગ આદિમાં કરાય છે. દીક્ષાપ્રદાનાદિ શુભ કાર્યો, શા માટે શુભ વાર અને શુભ તિથિ આદિમાં કરાય છે ? કાલનું શુભપણું પણ ચારિત્રના પાલનમાં અને ચારિત્રની અભિવૃદ્ધિમાં કારણ બની શકે છે, એમ જ્ઞાનિએએ જોયું છે—એ માટે જ ને ? હવે જે દીક્ષાદિક શુભ કાર્યો જ ન કરવાનાં હાય, તા શુભ કાલની ગણત્રીની મહત્તા પણ શી છે ? માટે ગણિતાનુયાગ પણ ચરણુ કરણાનુયાગના હેતુ છે—એમ નક્કી થયું. દ્રવ્યાનુયાગ, એ આ બે અનુયાગાના કરતાં જૂદી જ રીતિએ ચરણકરણાનુયાગના હેતુ અને છે. દ્રવ્યાનુયાગ, એ આત્માના સમ્યગ્દર્શન ગુણની પ્રાપ્તિના તથા સમ્યગ્દર્શન ગુણની શુદ્ધિને હેતુ અને છે. દ્રવ્યાનુયાગને જાણ્યા, પણ સમ્યગ્દર્શનનું પ્રગટીકરણ ન થયું, તા માનેા કે—એણે દ્રવ્યાનુયાગને સાચા સ્વરૂપમાં જાણ્યા જ નથી. દ્રવ્યેાના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન જ,સમ્યગ્દર્શન વિના સંભવતું નથી. અને દ્રબ્યાના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન જેમ જેમ વધે છે, તેમ તેમ આત્માના સમ્યગ્દર્શન ગુણની નિર્મલતા થયા વિના રહેતી નથી. દ્રવ્યાનુયાગનું જ્ઞાન, તત્ત્વાના યથાસ્થિત અર્થની જે શ્રદ્ધા હાય છે, તેને નિર્મલ એવી રીતિએ મનાવે છે કે-એ જ્ઞાન તત્ત્વાના યથાવસ્થિત સ્વરૂપને
Page #359
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૩૨૫
વિશેષ વિશેષ યુક્તિગમ્ય બનાવે છે. એટલે થાય છે શું ? શુદ્ધ માન્યતામાં સમજના ઉમેરા થતા જાય છે અને એથી એ માન્યતા વધારે દૃઢ અને વધારે નિર્મલ બનતી જાય છે. શ્રદ્ધાની નિર્મલતા, ચારિત્રની નિર્મલતાને પણ લાવે કે નહિ ? શ્રદ્ધાની નિર્મલતા ચારિત્રને લાવનારી પણ નિવડે અને ચારિત્રને શુદ્ધ અનાવનારી પણ નિવડે. શ્રદ્ધાળુને ખરેખરી આકાંક્ષા જ ચારિત્રની હાય. વળી, સમ્યગ્દર્શન વિના સમ્યચારિત્ર સંભવતું નથી, આમ દ્રવ્યાનુયાગના પ્રતાપે જે લક્ષ્ય નિપજે છે, તેમાં ય ચારિત્ર જ આવે છે. આથી ચારેય અનુયાગામાં ચરણ–કરણાનુયાગ એ સર્વપ્રધાન અનુયાગ છે—એમેય કહેવાય.
ચણમાં વ્યવસ્થિત થયેલા જ બાકીના ત્રણ અનુયોગાના ગ્રહણ માટે સમરું બને છે
વળી, ચારિત્રને પામેલા આત્મા જ, બાકીના ત્રણ અનુચેાગાને એટલે ધર્મકથાનુયાગ, ગણિતાનુયાગ અને દ્રવ્યાનુયાગને ગ્રહણ કરવાને માટે સાચા સમર્થ બની શકે છે. કેમ ? ચારેય અનુયાગાના ગ્રહણમાં, મુખ્યતા શ્રમણપણાની જ રહેવાની. આમ કહીને, બીજા અનુયાગેાના મહત્ત્વને ઝાંખપ લગાડાતી નથી, પણ એ અનુયાગાના ગ્રહણનું જે લક્ષ્ય છે અને એ અનુચેાગેાના ગ્રહણને જે વિધિ છે, તેના ખ્યાલ અપાઇ રહ્યો છે. વાતના રહસ્યને જે સમજી શકે નહિ તે મુંઝાય, પેાતાની બુદ્ધિ ચાલે નહિ અને પોતે બીજાની બુદ્ધિએ ચાલે નહિ, તા મુંઝાયા જ કરવાનું હાય ને? જ્યારે સમજાવનાર મળે અને એણે આપેલી સમજ ગળે ઉતરે, ત્યારે કામ થાય. એ વિના ઝુંઝવણ ટળે નહિ.
Page #360
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન
એક રાજાના રાજ્યપ્રદેશમાં ચાર પ્રકારની ખાણે। હતી. એક રત્નની ખાણુ હતી, બીજી સેનાની ખાણુ હતી, ત્રીજી રૂપાની ખાણ હતી અને ચેાથી લેાઢાની ખાણુ હતી.
એ રાજાને ચાર પુત્રા હતા, એટલે એ રાજાએ રાજ્યની જે હાથી વિગેરે સામગ્રી હતી, તેના ભાગ પાડી આપવાની સાથે, પેાતાના દરેક પુત્રને એક એક ખાણ પણુ આપી.
૩૨૬
રાજાએ આ પ્રમાણે વહેંચણી કરી, એટલે જેને લેાઢાની ખાણ મળી હતી, તેને તેા ખૂબ જ ખાટું લાગી ગયું. એને લાગ્યું કે-પિતાએ મને લેાઢાની ખાણ આપીને, મારૂં અપમાન જ કર્યું છે.'
એ છેાકરાને તેા એમ લાગ્યું, પણ હવે તમે કહેા કેતમારા શે। મત છે?
પ્રશ્ન॰ પિતાએ જે આપ્યું તે ખરૂં, પણ લાગે તે ખરૂં કે—હલકામાં હલકી ચીજ મને આપી !
તમે પણ લાંબી દૃષ્ટિએ વિચારી શકયા નહિ. જેને લેાઢાની ખાણ આપી હતી, તેને રાજાએ એ ખાણને સૌથી સારી જાણીને જ આપી હતી. રાજા બહુ બુદ્ધિશાલી હતા, માટે એણે પોતાના વહાલામાં વહાલા દીકરાને એ ખાણ આપી હતી. કાઈ છેકરા એની ઇર્ષ્યા કરે નહિ અને ફાઈ પણ છેકરાને એના વિના ચાલે જ નહિ–એવી બુદ્ધિમત્તાને વાપરીને, રાજાએ પેાતાના સર્વશ્રી વિશેષ પ્રિય પુત્રને એ ખાણ આપી હતી. પણ જેને એને પરમાર્થ સમજાય નહિ, તે મુંઝાય અને એથી તેને લાગી આવે તે સ્વાભાવિક છે.
પેલા રાજપુત્રને ઘણું લાગી આવ્યું અને એથી તે ચિન્તામગ્નેય અની ગયા, પણ કુળવાન હોવાથી એણે બીજું
Page #361
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૩૨૭
કેઈ ઉદ્ધત પગલું ભર્યું નહિ. એટલામાં, એને, નામે પણ સુબુદ્ધિ અને ગુણે પણ સુબુદ્ધિ એ મસ્ત્રી મળી ગયું. પેલા રાજપુત્રે સુબુદ્ધિ મંત્રીની પાસે પિતાને મનેભાવ પ્રગટ કર્યો.
સુબુદ્ધિ મંત્રીએ, એ રાજપુત્રને કહ્યું કે-આપ બીસ્કુલ ચિન્તા કરે નહિ. આપને જ ચારેય ખાણમાં પ્રધાન ખાણ મળી ગઈ છે. જે આપ ધીરજ રાખશે અને જે આપધારશો તે લોઢાના ભાવ આપ ચાંદી, સેના કે હીરાથી તેલીને પણ લઈ શકશે અને તે આપને મળી શકશે.”
રાજપુત્રે પૂછ્યું કે-એવું કેમ બને?” - સુબુદ્ધિ મંત્રીએ કહ્યું કે “ના શું બને? રત્નને કે ચાંદીને ખાણમાંથી કાઢવાને માટે, લોઢાની જરૂર પડ્યા વિના રહેવાની છે ખરી? ખાણને ખોદવાને માટે તે લેઢાના જ કંશ, કેદાળા ને પાવડા વિગેરે જોઇશે ને ? ત્યારે આ રાજ્યપ્રદેશમાં જેટલું લેખંડ છે, તે સર્વ ઉપરને અધિકાર છે, રાજાએ માત્ર આપને જ આપેલ છે. જ્યારે એમને રત્નની, સેનાની, કે રૂપાની જરૂર પડશે, ત્યારે એમને આપની પાસે આવ્યે જ છૂટકે છે. એ વખતે એમને આપનું મેં માગ્યું મૂલ્ય આપવું પડશે, આપ તેમને લોઢું આપવાની ના પાડશે, તે તેમને રત્નાદિકે તેલીને પણ આપની પાસેથી લોઢું લઈ જ જવું પડશે, કારણ કે આપની પાસેથી લોટું લીધા વિના, એ બધા પિતાપિતાની ખાણને ખેદી શકશે નહિ; ખાણને ખેદી શકશે નહિ, એટલે રત્નાદિકને મેળવી શકશે નહિ; અને એમ રત્નાદિકને મેળવી નહિ શકે, એટલે છતી ખાણોએ પણ તેમને નિર્વાહ થઈ શકશે નહિ. તેમને પોતપોતાની ખાણથી નિર્વાહ કરવાને માટે, તમારી ખાણને આશરો લીધે જ છૂટકે છે.
Page #362
--------------------------------------------------------------------------
________________
૩૨૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને. તમારી ખાણને આશ્રય મળે, તે જ એમની ખાણની કિમત છે. તમારી ખાણને આશ્રય ન મળે, તો એમની ખાણ કિંમતી છતાં પણ, એમનું કાંઈ જ સાર્થક કરી શકે તેમ નથી. એમને તે છતે ધાન્ય ભૂખે મરવા જેવું જ થાય.”
સુબુદ્ધિ મંત્રીએ આ પ્રમાણે કહ્યું, એટલે એ રાજપુત્ર સમજી ગયે, રાજી રાજી થઈ ગયો અને પિતાના પિતાને માટે એને જે જે ખરાબ વિચાર આવ્યા હતા, તે બધા બદલ પશ્ચાત્તાપ કરવાની સાથે તે એમને ઉપકાર માનવા લાગે.
આ વાતને સંબંધ એ છે કે-દ્રવ્યાનુયોગ એ રત્નોની ખાણ સમાન છે, ગણિતાનુગ એ સોનાની ખાણ સમાને છે, ધર્મકથાનુયોગ એ રૂપાની ખાણ સમાન છે અને ચરણ– કરણાનુગ એ લોઢાની ખાણ સમાન છે. તેઢાની ખાણ જે ચરણ-કરણાનુગ પણ, રત્નાદિકની ખાણે સમાન બાકીના ત્રણેય અનુયોગોને માટે, આધારભૂત છે. શાથી? ચરણ-કરણાનુગની પ્રવૃત્તિ વિના બીજા કોઈ પણ અનુયેગમાં પ્રવૃત્તિ થઈ શકતી નથી. કેમ બીજા અનુયોગોમાં પ્રવૃત્તિ થઈ શકતી નથી ? સૂત્રવાંચનને માટે, સાધુઓ જ અધિકારી. છે માટે! લાયક બનેલા સાધુઓ જ સૂત્રવાંચન કરી શકે છે. એ સિવાયના સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકે અને શ્રાવિકાઓ તે, ગ્ય બનેલા સાધુઓના શ્રીમુખેથી શ્રવણ કરવા દ્વારાએ, સઘળા અનુગમાં પ્રવૃત્તિવાળા બની શકે છે. એટલે, ચરણ -કરણાનુયેગના બળે જ, શેષ અનુગોના ગ્રહણમાં સમર્થ બની શકાય છે. ચરણ-કરણાનુયેગને આધાર લીધા વિના, બાકીના ત્રણ અનુયેગેના ગ્રહણનું સાચું સામર્થ્ય વાસ્તવિક રીતિએ પ્રાપ્ત થતું નથી.
Page #363
--------------------------------------------------------------------------
________________
ખીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
૩૨૯
ચઢીયાતાપણું દ્રવ્યાનુયોગનું પણ ચરણ-કરણાનુયોગ વિના બાકીના ત્રણમાં પ્રવૃત્તિ નહિ :
આમ છતાં પણુ, ચરણ–કરણાનુંચાગને લેાઢાની ખાણુ રૂપે આળખાવેલ છે; અને એના પરમાર્થ તરફ દુર્લક્ષ્ય કરવું જોઇએ નહિ. લેાઢાની ખાણની જે મહત્તા આંકવામાં આવી, તે એથી આંકવામાં આવી કે–અન્ય ખાણામાં જે રૂપું, સાનું અને રત્ના રહેલ છે, તેની પ્રાપ્તિ આ લેાઢાની ખાણના સદુપયોગ કરવા દ્વારાએ જ થઈ શકે છે. લેાઢાની ખાણને પામીને, જે માત્ર લાઢામાં ને લેાઢામાં જ સંતોષ પામે, ચરણકરણના આચારોમાં જ જે સર્વસ્વ માની લે અને લેાઢાના ઉપયાગથી રૂપાને, સાનાને અને રત્નોને મેળવવાનો ઉદ્યમ જ કરે નહિ, તેના નિષે તો લેાઢું જ રહે. ચરણ–કરણના આચારાને સારી રીતિએ સેવનારા આત્મા, જો કાલ સંબંધી અસ્વાધ્યાય આદિના ઢાષાનું નિવારણ કરવાને માટે તત્પર અને નહિ, કાલે કાલે આચરવા લાયક અનુષ્ઠાનાથી મેદરકાર રહે, અમુક કાલસમૂહમાં તે અવશ્ય ઉપશમી જ જવું જોઇએ-એ તરફ લક્ષ્ય આપે નહિ, તા એને મળેલી લેાઢાની ખાણને જે હેતુથી સર્વપ્રધાન ગણવામાં આવેલ છે, તે હેતુ તેને માટે ખર આવે નહિ. એમ, ચરણ–કરણાનુયાગ અને ગણિતાનુયાગથી સમન્વિત અનેલા આત્મા પણ, જો ધર્મકથાના દુર્લક્ષ્યવાળા અને, તે તેના ભાવમાં શથિલ્ય આવી જતાં વાર લાગે નહિં. ચરણ–કરણના પાલનને સુવિશુદ્ધ બનાવવામાં, એના પાલનમાં ઉત્સાહિત મનાવવામાં, ધર્મકથાનુયોગ ઘણા જ ઉપયેગી નિવડે છે. ધર્મકથાનુયાગમાંથી વિવિધ પ્રેરણાઆને મેળવીને,
Page #364
--------------------------------------------------------------------------
________________
૩૩૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો
:
આત્મા, સંયમ અને તપની ઉત્કૃષ્ટ કક્ષાએ પણ પહોંચી શકે છે. હવે જો દ્રવ્યાનુયાગનું લક્ષ્ય ન હોય, તે તે આ ત્રણેય અનુયાગે! નિષ્ફલ પ્રાયઃ નિવડે છે. જીવ એ દ્રવ્ય છે. એ દ્રશ્ય કર્મના યેાગે મલિન બનેલું છે. કર્મના યેાગ રૂપ મલિનતા ટળ્યા વિના, જીવ દ્રષ્ય શુદ્ધ અવસ્થાને પામી શકવાનું નથી. ચરણ–કરણાનુયાગ, ગણિતાનુયાગ અને ધર્મકથાનુ ચાગ—એ ત્રણેય અનુયાગા જીવ દ્રવ્યને શુદ્ધ બનાવવાને માટે જ છે. · મારે પણ આ ત્રણેય અનુયાગા દ્વારા મારી જે પરમ શુદ્ધાવસ્થા છે, તેને પ્રગટાવવી જોઇએ.’આ જાતિનું લક્ષ્ય અવશ્ય આવવું જોઇએ. જો આ રીતિએ વિચાર કરીએ, તે ચરણ-કરણાનુયોગ, ગણિતાનુયાગ, ધર્મ કથાનુયાગ અને દ્રવ્યાનુયાગ—એ ચાર અનુયાગામાં એક એકથી ચઢીયાતાપણું માલૂમ પડે; પણ ચરણકરણાનુયાગ દ્વારાએ શેષ ત્રણ અનુયાગાની પ્રવૃત્તિ હાવાથી, એ દૃષ્ટિએ ચરણ–કરણાનુયાગને પણ સર્વપ્રધાન તરીકે વર્ણવાએલ છે.
ચરણ-કરણના આધાર :
ન
કાઈ કહેશે કે–કાલ ન પાકયો હોય, તેા ચરણ—કરણ કરી શું શકે ?” કાલ જો ન પાકયો હાય તે ચરણ–કરણ ખાસ કાંઈ કરી શકે નહિ, પરન્તુ જ્યારે કાલ પાકે ત્યારે ય ચરણકરણ વિના તે ચાલવાનું જ નથી ને ? વળી, કાઈ કહે કેકાલ પાકચો હોય, પણ ધર્મકથાનુયાગ ન મળે તેા ચરણકરણ આવવાનાં જ કયાંથી ?” પણ જ્યારે ધર્મકથાનુયાગ ઉપલબ્ધ થાય, ત્યારે તેની સફળતા તેા ચરણ–કરણથી જ થવાની છે ને ? કોઇ એમ કહે કે કાળેય પાડ્યો હોય અને
Page #365
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૩૩૧ ધર્મકથાનુયોગ પણ મળે, તો પણ જીવ લઘુકમ બન્યું ન હેય, તો ચરણ-કરણ કરે શું? એને જ કહેવાય કે-જીવને લઘુકમી બન્યા પછી તે ચરણ—કરણનું જ આલંબન લેવું પડશે ને? આ ઉપરાન્ત, ચરણ-કરણ તો લઘુકમિતાનું ય કારણ બને છે, ધર્મકથાનુગની પ્રાપ્તિનું ય કારણ બને છે અને કાલની પરિપકવતામાં ય સહાયક બને છે.” કઈ પણ પ્રકારના દૂષિત ભાવ વિના જ, ચરણ-કરણનગના આધારને, જીવ જ સ્વીકારી લે અને એના જ આધારને વળગી રહે, તે એને નિસ્તાર થયા વિના રહે નહિ. એનું લક્ષ્ય, ચરણ—કરણને સાધીને રૂપું ને સોનું મેળવવા દ્વારા પણ પરમ પદ રૂપ રત્નને પામવાનું હોવું જોઈએ. એ એક સાચો આધાર, બાકીના ત્રણેયને લાવી દે અને એમ જીવ સર્વ આપત્તિઓથી મુક્ત બનીને સર્વ સંપત્તિઓને સ્વામી બની જાય. કથાપ્રસંગે ય કેમ ભૂલાય છે ?
એક ચરણે ઉભા રહેવાની આવડતે, તે એક હાથીને અકાલ મૃત્યુથી ઉગારી લીધું અને એના જ પ્રતાપે બે માનવજી પણ અકાલ મરણની આપત્તિમાંથી ઉગરી ગયા. નુપૂર–પંડિતાનું ઉદાહરણ, કે જે ઘણું જાણીતું છે, તેમાં આ વાત આવે છે.
તમને આ વાતને ખ્યાલ છે? જેમણે નુપૂર–પંડિતાના ઉદાહરણને સાંભળ્યું કે વાંચ્યું હોય, તેમાંના ઘણાઓને પણ આ વાતને ખ્યાલ નહિ હોય. આવું કેમ બને છે, એ જાણે છે? મૂળમાંથી જ ખામી હોય છે. જ્યારે સાંભળે કે વાંચે, ત્યારે જે ધ્યાનથી સાંભળવું કે વાંચવું જોઈએ, તે ધ્યાનથી
Page #366
--------------------------------------------------------------------------
________________
૩૩૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો
વાચે કે સાંભળે નહિ. એમાં ય, પાછા કથારસથી સંભળાયવંચાય, એટલે કથાના પ્રસંગે ઉપર જે જે વિચારણાઓ થવી જોઈએ, તે તે વિચારણાઓ થાય નહિ. વિચારણાઓ ન થાય, એટલે ભિન્ન ભિન્ન પ્રસંગોને જે ભિન્ન ભિન્ન પરમાર્થ, તે લક્ષ્યમાં આવે નહિ. આથી યાદ રહે તે ય મોટા મોટા પ્રસંગે યાદ રહે, પણ બીજું ઘણું ભૂલાઈ જાય. જે યાદ રહે, તેમાં પણ કેટલીક વાર જીવને પિતાને જે વિષય-કષાયને રસ, તે પ્રધાન હોય છે જે પ્રસંગે એવા રસથી ભરેલા લાગે તે પ્રસંગ યાદ રહે એવું પણ કઈ કઈ જીવને માટે બને. ઉદાહરણ અથવા કથા–એમાં અક્ષરે ઘણા અને અર્થ ડે; પણ એ શેડા અર્થને જે કેળવતાં આવડે, તો એમાંથી મહા અર્થને પણ પામી શકાય. વળી, શુભ ધ્યાનમાં પ્રવેશ કરવાને માટે, બાલ જેને માટે તે, કથાપ્રસંગેનું આલમ્બન ઘણું જ ઉપકારક નિવડે છે. કથાના પ્રસંગના અર્થને વિચારતાં, પિતાના સ્વરૂપને વિચાર કરવા માંડે, તે એમાંથી પણ શુભ ધ્યાન જન્મ ને શુકલ ધ્યાનને પણ એ દ્વારાએ પામી શકાય. નુપૂર-પડિતાના પ્રસંગ સાથે સંબંધ
એક પગે ઉભા રહેવાની આવડત સંબંધી હાથીને જે પ્રસંગ છે, તે નુપૂર-પંડિતા તરીકે ખ્યાત થયેલી સ્ત્રીના ચરિત્રની સાથે એ સંકળાએલો છે કે-જે એ સ્ત્રીને પ્રસંગ જે ઉદ્દભળે તે ઉદભવ્યું ન હોત, તો હાથીની એક પગે ઉભા રહેવાની આવડત લેકેને જે જેવાને અને જાણવાને મળી, તે જોવાનું અને જાણવાને મળતા નહિ, કારણ કે–એ પ્રસંગ જ ઉદ્દભવવા પામત નહિ. એટલે નુપૂર–પંડિતાના ચરિત્રને ટૂંકમાં
Page #367
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્રપ્રસ્તાવના
જોતે જોતે જ, હાથીની એક પગે ઉભા રહેવાની આવડતના પ્રસંગ ઉપર આવી શકાશે.
૩૩૩
ચિત્તની ચંચળતાથી શીલભ્રષ્ટતા :
નુપૂર—પંડિતાનું મૂળ નામ હતું દુર્ખિલા. દેવદ્ઘિન્ન નામના સૈાનીની એ પત્ની હતી. દુર્મિલા સેાનારણ હોવા છતાં પણુ, એની ચતુરાઇમાં જેમ અન્ય ચતુર સ્ત્રીએ પણ હેઠે હતી, તેમ તે રૂપલાવણ્યમાં પણ ઘણી સ્ત્રીઓને ટપી જાય તેવી હતી. તે રૂપલાવણ્યથી જેમ પૂર્ણ હતી, તેમ તેના નયનકટાક્ષો પણ કામદેવના ખાણની ગરજને સારનારા હતા.
ભારે વિચક્ષણ અને સુરૂપવતી હોવા છતાં પણુ, દુગિલા જો ચંચલ ચિત્તવાળી ન હેાત અને સ્ત્રીઓમાં સદાને માટે મોટામાં મોટા આભૂષણ તરીકે ગણાતા શીલગુણે સહિત હાત, તે એની વિચક્ષણતા અને એની સુરૂપસંપન્નતા પણ, અને માટે ઘણી જ ઉપકારક નિવડત; પણુ, આ તે ચંચલ ચિત્તવાળી હતી અને એથી એને જ્યાં તક મળી એટલે એને સતીપણાના બાહ્યાચારથી પણ ભ્રષ્ટ થતાં વાર લાગી નહિ. કુશીલપણાને પેદા થવામાં, ચિત્તની ચંચલતા, એ પરમ નિમિત્ત છે, જે સ્ત્રીઓએ પેાતાના શીલગુણુને નિષ્કલંક રાખવા હાય, તે સ્ત્રીઓએ ચિત્તની ચંચળતાને તજી દઈને, ખેલ– ચાલમાં પણ ખૂબ જ મર્યાદાના સ્વીકાર કરી લેવા જોઈએ. ચિત્તની ચંચળતા, માટે ભાગે તા, દુઃશીલની તકને શાધ્યા કરે છે; પણ કદાચ તેવી હાલત ન પણ હોય, પરન્તુ તક જો સામે આવી પડે, તે એ વખતે શીલ ટકી રહેવું બહુ જ કઠિન થઈ પડે છે. પરપુરૂષની સાથે ખેલવા-ચાલવાની છૂટછાટ
Page #368
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાતા
લેવી, એ ચિત્તની ચંચળતાને પેાખે છે અને એમાંથી અવસરે મહા અનિષ્ટ પણ જન્મે છે. પરપુરૂષની સાથે ખેલવા ચાલવાની છૂટછાટ લેતી વખતે તા, કલ્પના ય ન હેાય કે–આમાંથી આટલી નીચી હદે પહેાંચી જવાશે; ઊલટા, દુઃશીલ પ્રત્યે તિરસ્કારના ભાવ હાય એમેય બને; પણ એના પિરણામે, અવસરે, શીલધનને લૂંટાઈ જતાં વાર લાગતી નથી. પરપુરૂષ સાથે :
૩૩૪
એક વાર, નદીમાં નિર્વસ્ત્રાની જેમ સ્નાન કરી રહેલી દુર્ખિલાને, કોઈ એક દુઃશીલ યુવાને જોઈ અને સંકેતથી તેણે પોતાની દુષ્ટ વાસના દુગિલાને જણાવી. દુર્ખિલાએ પણ પેલાની વાતને સંકેતથી સ્વીકારી લીધી.
એ પછી, તેઓ બન્નેએ એક-બીજાને મળવાને માટે શું કર્યું, તે વાતને જતી કરીએ. સેાનીના ઘરના પાછલા ભાગમાં વાડી હતી. એ વાડીના બારણેથી તે જુવાનને દુ-િ લાએ વાડીમાં લીધેા. અન્ને મળ્યાં ને કામીજના જે કાંઈ કરે તે બધું એમણે ત્યાં કર્યું. પછી એવા થાક લાગ્યા કે—એ અન્ને જણાં ત્યાં ને ત્યાં જ ઉંઘી ગયાં.
સાસરાએ જોઇ જવું :
અનવા કાળ તે એવું બન્યું કે—દુગિલાના સાસરો પેશાબ કરવાને માટે રાતના ઉઠયો. વાડીમાં આવતાં, તેણે બન્નેને સાથે સુતેલાં દીઠાં. પોતાની પુત્રવધૂના દુશ્ચરિત્રની ખાત્રી કરવાને માટે, તે ડાસા, ઘરમાં જઇને જોઈ આવ્યેા. ત્યાં પોતાના પુત્રને એણે ભરઉંઘમાં સુતેલા દીઠા.
ડાસાને વિચાર થયા કે–કરવું શું ? એ વખતે જગાડે,
Page #369
--------------------------------------------------------------------------
________________
બીજે ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૩૩૫
તે ધાંધલ થાય. એથી ઘરની આબરૂ જાય અને ડેસો કદાચ જીવથી પણ જાય. હવે અત્યારે તે કાંઈ જ ન બેલે, તે સવારે જ્યારે એ પોતાના પુત્રને વાત કરે, ત્યારે એ માને. શી રીતિએ? આથી, સાબીતી રાખવાને માટે ડોસાએ દુર્ગિલાના એક પગમાંનું નુપૂર કાઢી લેવાનો વિચાર કર્યો. ડોસાએ દુગિલાના પગમાંથી ઝાંઝર તો કહ્યું, પણ દુર્ગિલા જાગી ગઈ દુળિલાએ અજમાવેલે દાવ:
ડેસે જે ઘરમાં ગયે, કે તરત જ દુગિલાએ પિલા જુવાનને જગાડ્યો અને રવાના કરી દીધું. “મારે સાસરે જઈ ગયો છે, માટે તું અવસરે મને મદદ કરજે.”—એમ પણ એને કહ્યું. પછી દુર્ગિલા ઘરમાં આવીને પતિની પાસે સુઈ ગઈ. ધીરે રહીને તેણીએ પિતાના પતિને જગાડ્યો અને કહ્યું કે
અહીં બહુ બાફ થાય છે, તે વાડીમાં ચાલે.” ' એમ કહીને તે દેવદિનની સાથે વાડીમાં ગઈ અને જે સ્થલે પહેલાં પેલો જુવાન સુતે હતો, ત્યાં જ દેવદિનને, સુવાડીને પિત પાસે સુઈ ગઈ. આલિંગનાદિથી દેવદિનને ખૂશ કરીને તેણીએ ઉંઘાડી દીધો. - જ્યાં શેડી વાર થઈ એટલે તેણુએ દેવદિનને પુનઃ જગાડ્યો. દેવદિનને જગાડીને તેણીએ કહ્યું કે “તમારા. ઘરમાં આ વિચિત્ર રિવાજ છે કે-જ્યાં દીકરે તેની વહુની સાથે સુતે હોય, ત્યાં પિતા આવે, વહુને અડે અને વહુના પગમાંથી ઝાંઝર કાઢી જાય? જૂઓ તો ખરા, તમારા પિતા અહીં હું અર્ધનગ્નાવસ્થામાં સુતેલી છું, તમે પણ પાસે સુતા છે, છતાં આવીને મારા પગનું નુપૂર કાઢી ગયા!”
Page #370
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતીજી મૂત્રનાં વ્યાખ્યાના
દેવદિને કહ્યું કે–‘ કાલ હું તેમને જરૂર ઠપકે આપીશ.’ દુગિલા કહે છે કે−‘ના, હમણાં જ પિતાજીને ખેલાવા અને તમારે જે કહેવું હોય તે કહેા. ’
૩૩
દેવદિન્ત કહે છે કે– સવારે જ વાત.’
તેા ય દુગિલા કહે છે કે- તમને તમારા બાપા ખાટું સમજાવશે. કહેશે કે એ પરપુરૂષની પડખે સુતેલી હતી, માટે મેં નુપૂર કાઢી લીધું છે. તે વખતે તમે શંકામાં પડીને ઝંખવાણા પડી જશે. એને બદલે, અત્યારે જ ખેાલાવીને કહેા, તે વાત સાફ થઈ જાય. ’
દેવદિન્ત કહે છે કે તું ચિન્તા કર નહિ. હું ભાળે છું તે એમ માની લઈશ ?’
ગિલાના દાવની સફળતા :
અસ, આટલી તૈયારી કરીને, દુર્ખિલા ઉંઘી ગઈ. કેટલી વિચક્ષણતા છે ? બુદ્ધિમાં કાંઈ ખામી છે ? પણ બુદ્ધિના કેટલા બધા ભયંકર દુરૂપયાગ છે ? બુદ્ધિ સારી, પણ તે માર્ગાનુસારિણી હોય તે તારે, નહિ તો મારે. બુદ્ધિ, શક્તિ, એ વિગેરેની સફલતા તેના સદુપયેાગથી જ છે. જે કાઈ એના દુરૂપયોગ કરે, તેની બુદ્ધિને કે તેની શક્તિને વખાણાય નહિ.
બીજે દિવસે સવારે, દેવદિને જ પેાતાના પિતાને પૂછ્યું કે—એના પગમાંથી રાતના નુપૂર કેમ કાઢી ગયા હતા ?’
ડોસાએ જે સાચી હકીકત હતી તે કહી, પણ દેવદિન એ માને ? દુર્ગિલાએ એ માટે જ પહેલેથી દેવદ્યુિમ્નને યુદ્ગ્રાહીત કરી દીધા હતા. દેવદત્તે તા કહ્યું કે એ વખતે હુંજ વાડીમાં સુતા હતા. ત્યાં કોઈ પરપુરૂષ નહેાતા. તમને
Page #371
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
ભ્રમ થયેા અને તમે એવું કર્યું, કે જેનાથી મારે લાજવું. પડે. પિતા થઇને તમે મને વગેાવા નહિ. એ મહા સતી છે–એવી મારી ખાત્રી છે.’
દુગિલાનું સન્માનઃ
૩૩૭
કુલટાને આવા પતિ મળી જાય, પછી જોઇએ શું ? ડાસા મૂંગા થઈ ગયા, તા ય દુર્ખિલાએ એ વાતના પીછે છેડવો નહિ. તેણીએ કહ્યું કે- દૈવી ક્રિયાથી હું મારા સતીપણાને સાખીત કરીશ.’ અને તેણીએ એમાં પણ એવું કર્યું કે—એ સતી તરીકે પૂરવાર થઈ. લાકમાં તે આ પ્રસંગથી ભારે સન્માનને પામી. એ પ્રસંગ અન્યા, ત્યારથી દુર્ખિલા • નુપૂર–પંડિતા ’ એવા નામથી આળખાવા લાગી.
ખ્યાતિને પ્રયત્ન નહિ કરતાં, સારૂં કરવાના અને સારા અનવાના પ્રયત્ન કરે :
આવું બધું, કલ્પનામાં પણ ઝટ આવી શકે નહિ–એવું બની જવાથી, દેવદેિનના પિતા દેવદત્ત ડેાસાને ભારે આઘાત લાગ્યા. પુત્રવધૂએ એનેા ગજબના પરાભવ કર્યાં. આંખે જોયેલું, ખાત્રી કરેલી અને નિશાની પણ લઇ લીધેલી; છતાં પણ દેવદત્ત ડાસા ઠ્ઠો પૂરવાર થયા અને ઉપરથી નિર્લજ્જ પણ ડર્યાં. શાથી આવું બન્યું હશે ? દુર્ખિલા કુલટા હતી, જુઠ્ઠી હતી, કપટી હતી, છતાં પણ એ સાચી, શાણી અને સતી તરીકે જાહેર થઈ તેમ જ લાકથી અને પતિથી સન્માનિત અની; જ્યારે ડાસા ચાકસાઈવાળા, દીર્ઘદૃષ્ટિ અને સાચા હોવા છતાં પણ એવકૂફૅ, નિર્લજ્જ અને ખાટા કર્યાં. આમાં કોઈ આ આંખે અદૃશ્ય એવી જ વસ્તુ કામ કરી ગઈ, એમ લાગે
Page #372
--------------------------------------------------------------------------
________________
૩૩૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
છે ? પુણ્યકર્મે અને પાપકર્મે જ આમાં મેટા ભાગ ભજવ્યેા છે, એ સમજાય છે ? તે સમયે ગિલાને પુછ્યા વ રહેલા અને ડાસાના પાપાય વર્તી રહેલેા, એ વાત ખ્યાલમાં આવે છે ! જેના પુણ્યના ઉદ્મય વર્તી રહ્યો હોય,તે બદમાશી કરનારો હાય, કપટી હાય, જુઠ્ઠો હોય, તે ય તે સજ્જન, સરલ અને સત્યવાદી તરીકે પંકાવા પામે તેમ જ જેના પાપના ઉય વર્તી રહ્યો હોય, તે સજ્જન હોય, શાણા હોય, સાચા હેાય, તેા ય દુર્જન, મૂર્ખ ને ખાટા તરીકે પંકાઈ જાય, આવું પશુ અને. જે ખ્યાતિ આવી વ્યભિચારિણી છે અને પરાધીન છે, તેના માહથી મહાત્માએ તેા મુંઝાય નહિ, પણ સામાન્ય આત્માએ ય જે વિવેકશીલ બન્યા હોય તેા મુંઝાય નહિ.
આ વાતને સમજીને, સારા તરીકેની ખ્યાતિથી ફુલાવું નહિ અને ખરાબ તરીકેની ખ્યાતિથી મુંઝાવું નહિ. ખ્યાતિને માટે કશે પણ પ્રયત્ન નહિ કરતાં, સઘળા ય પ્રયત્ન સારા અનવાને માટે અને સારૂં કરવાને માટે કરવા. જેએ સારૂં કરવાના અને સારા બનવાના પ્રયત્નમાં લાગી રહે છે, તે જેમ પુણ્યાયના સમયમાં પોતાનું કલ્યાણ સાધે છે, તેમ પાપેાયના સમયમાં પણ પોતાનું કલ્યાણ સાધે છે; અથવા તા, કહેા કે તેઓ પાપોદયના સમયમાં તે પેાતાનું કલ્યાણ વિશેષ પ્રકારે સાધે છે.
ડાસાએ ઉંઘ ગુમાવી :
આવી સમજણુ જો એ ડાસામાં હાત, તે ડાસાને એ અનાવથી જે આઘાત લાગ્યો, તે આઘાત લાગત નહિ. પણ ડાસાને તા એવા આઘાત લાગ્યા કે એની ઉંઘ જ ઉડી
Page #373
--------------------------------------------------------------------------
________________
ખીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
ગઈ. ‘આવી દુઃશીલા પુત્રવધૂથી મારા ઘરનું શું થશે ?–એની પણ અને ચિન્તા થવા લાગી. ચિન્તામાં ને ચિન્તામાં, તેને દિવસે અગર રાત્રે પણ ઝાકું સરખું ય આવતું નહિ.
ડાસા આમ નિદ્રારહિત બની જવાથી, એ ડોસાને રાજાની નાકરી અનાયાસે મળી ગઈ. રાજાએ જોયું કે– અન્તઃપુરના રક્ષક, તરીકે આ બહુ ઉપયાગી માણસ છે. ’ આથી તે ડોસાને રાજાએ મનમાન્યા પગાર આપવાનું ઠરાવીને અન્તઃપુરના રક્ષક તરીકે નિયુક્ત કર્યાં.
૩૩૯
રાજાની એક કુલટા રાણીનું ચિરત :
રાજાની ઘણી રાણીઓમાંની એક રાણી કુલટા હતી. આ રક્ષક, એ રાણીના ભક્ષક બન્યા. એ રાણી વારંવાર જોયા કરતી હતી કે નવા આવેલા રક્ષક સુતા કે નહિ ?’
એમ, એકની એક રાણી વારંવાર પોતાને જોયા કરતી હાવાથી, ડાસાને વહેમ પડયો. ‘આ રાણી મને વારંવાર કેમ જોયા કરે છે?’–એવી શંકાનું નિવારણ કરવાને માટે, ડોસાએ સુવાના ઢાંગ કર્યાં.
પેલી રાણીને જ્યાં લાગ્યું કે–ડાસા સુઈ ગયા, એટલે એ ઝટ બહાર નીકળી અને ‘ડાસા ભરનિદ્રામાં પોઢી ગયા છે કે નહિ’–તેની ખાત્રી કરી ગઈ. તેણીને લાગ્યું કે–ડાસા હવે ભરનિદ્રામાં છે, એટલે તે ધીમે પગલે ગવાક્ષ પાસે ગઈ. ત્યાં જઇને તેણીએ લાકડાનું જે એક ચાંત્રિક પાટીયું હતું, તે ખસેડી નાખ્યું. નીચે રાજાના પટ્ટસ્તિ ઉભા હતા. એ પટ્ટહસ્તિએ તેણીને રાજના કાર્યક્રમ મુજબ પેાતાની સૂંઢથી પકડીને નીચે જમીન ઉપર ઉતારી દીધી.
Page #374
--------------------------------------------------------------------------
________________
૩૪૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન
હકીક્ત એવી હતી કે–રાજાના પટ્ટહસ્તિના મહાવત ઉપર એ રાણી આસક્ત થયેલી હતી. મહાવતે અને રાણીએ, રોજ રાતના મળી શકાય-એ માટે, આવી ગોઠવણ કરી રાખી હતી. મહાવતે પટ્ટહસ્તિને કેળવીને એ તૈયાર કર્યો હતે કે–રાણી ગવાક્ષમાં આવીને જેવી લાકડાના યાંત્રિક પાટીયાને ખસેડે, કે તરત જ એ હાથી તેને પિતાની સૂંઢથી પકડીને નીચે ઉતારે અને જ્યાં મહાવત તથા રાણું પિતાનું કુકર્મ કરીને પરવારે, એટલે હાથી પાછો એ રાણીને પોતાની સૂંઢથી પકડી, ઉપાડીને ઉપર ગવાક્ષમાં મૂકી દે. મુમુક્ષભાવને ઉત્તેજિત બનાવો:
કામી જને પણ કાંઈકમ કુશળતા દાખવે છે? કામી જને કામને માટે જેટલા તત્પર રહે છે અને કુશળ બને છે, તેટલી તત્પરતા અને કુશળતા જે મુમુક્ષુ જનેમાં આવી જાય, તે મેક્ષ તેમનાથી છેટે રહી શકે જ નહિ. વ્રત-નિયમેમાં કષ્ટ લાગે, તપમાં કષ્ટ લાગે, સંયમમાં કષ્ટ લાગે, એ બધું શાથી? તમે ખૂબ ઉંડાણથી વિચારશે, તે જણાશે કે-મુમુક્ષુભાવની ખામીને લીધે એમ બને છે અથવા તે મુમુક્ષુભાવ જે જોરદાર બનવું જોઈએ તેવું જોરદાર બને નથી, માટે એમ બને છે. શ્રી અંધક મુનીશ્વરની ચામડી ઉતારવામાં આવી, ત્યારે એમને વેદના નહિ થઈ હેય? એક ટાંકણું જરા વાગે, તે ય કેવું થાય છે? ત્યારે, જે વખતે જીવતા જાગતા માણસની ચામડી ઉતારે ત્યારે કેવી વેદના થાય, એની કલ્પના તે કરી જુઓ. એ વેદનાની કલ્પના માત્રમાં પણ કંપારી ઉપજાવવાની શક્તિ છે. એવી વેદનાને
Page #375
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના એ મુનીશ્વરે કેમ વધાવી લીધી હશે? વેદનાને વેદના નહિ માનતાં, કર્મ છેદના માની માટે! એમને મુમુક્ષુભાવ એટલો બધે જોરદાર હતો કે-કર્મ છેદના થતી હોય, તો એમને એમની કારમી પણ વેદને લીલાવત્ પ્રિય લાગતી હતી. એથી જ, જીવતાં ચામડી ઉતારનારાઓને પણ એ મહામુનિએ કહ્યું કે– ભાઈ થકી પણ ભલેરા તમે!” આપણું ઉપર કઈ એ અત્યાચાર કરે, આપણને તે કેવા ભૂંડા લાગે? પણ એ મહામુનિને એ અત્યાચારીએ ય ભાઈ કરતાં પણ વધારે ભલું કરનારા લાગ્યા. એટલે, વસ્તુતઃ મેક્ષ આપણાથી છેટે છે એમ કહેવું, એને બદલે મોક્ષની સાધના આપણાથી છેટે છે-એમ કહેવું એ વધારે સારું છે, કારણ કે-મુમુક્ષુભાવ સંબંધી ખામી છે. આથી, મેક્ષના અથ આત્માઓએ, પિતાના મુમુક્ષુભાવને ખૂબ ખૂબ ઉત્તેજિત બનાવવાનો પ્રયત્ન કર્યા જ કરે જોઈએ, કે જેથી સંયમાદિ કષ્ટ રૂપ લાગે નહિ, પણ સુખ રૂપ લાગે. મહાવતે રાણીને મારવા માંડી :
આ રાજાની રાણી, કામવાસનાને આધીન બનીને, કોઈ ઓછું કષ્ટ ભગવતી નહતી. એ રાત્રે હાથીએ રાણીને જેવી જમીન ઉપર ઉતારી, કે તરત જ મહાવતે તેણીને, હાથીને બાંધવાની જે લોઢાની સાંકળ, તેનાથી મારવા માંડી, કારણ કે–રાણુને આજે મોડું થઈ ગયું હતું અને મેં થઈ જતાં મહાવત ગુસ્સાથી વ્યાપ્ત બની ગયું હતું. ગુસ્સામાં આવેલો મહાવત, “આવવામાં મેવું કેમ થયું?”—એવું પૂછવાને પણ થભ્યા વિના, રાણીને મારવા મંડ્યો.
Page #376
--------------------------------------------------------------------------
________________
૩૪૨
શ્રી ભગવતીજી મૂત્રનાં વ્યાખ્યાના
સહનશીલતા કે વિષયલાલસા ?
રાણીની એક દાસી કરતાં પણ ભૂંડી હાલત છે ને ? મહાવત એટલે તેા દાસ ને ? પણ રાણીએ દાસને દેવ મનાવ્યે, તે એનું ફળ અને ભાગવવું જ પડે ને ? કામાધીનતાથી તેા, દાસને દેત્ર બનાવીને, દાસનો માર પણ ખાવા પડે. કામાધીનોને કેવી કેવી ગુલામી કરવી પડે છે ? આવી વાતને વધારે વિસ્તારથી કહેવા કરતાં, તમે આટલા સૂચનમાં સમજી જાવ, એ વધારે સારૂં છે. તમે જો તમારાં આચરણાની શાન્તભાવે વિવેકપૂર્વક આલેાચના કરનારા બની જાવ, તા સંસાર તા એવા છે કેતમને ઘડીભરને માટે પણ આ સંસારમાં રહેવું ગમે નહિ. તમે જે ઘણું સહન કરી શકે છે, તે તમે સહનશીલ છે માટે નહિ, પણ તમે વિષય-કષાયના આવેશમાં છે માટે ! તમારામાં જે ખરેખર જ સહનશીલતાનો ગુણ હોત, તેા ધર્મસ્થાનોમાં એ ગુણ જરૂર દેખાઈ આવત અને સંસારી સ્થાનો કરતાં વિશેષ પ્રમાણમાં દેખાઈ આવત. પણ આજે શેઠનું સહન કરનારો ય ગુરૂનું સહન કરી શકતા નથી. રોટી રળવાને માટે ભારે કષ્ટો વેડનારા, ધર્મક્રિયાના સામાન્ય કષ્ટમાં પણ થાકી જાય છે. પ્રતિક્રમણમાં જ્યાં ઉભા રહેવાનું હોય ત્યાં ઉભા રહીને, જ્યાં ઉભા પગે બેસવાનું હોય ત્યાં ઉભા પગે બેસીને અને જ્યાં ખમાસમણાં દેવાનાં હેાય ત્યાં પાંચેય અંગેા મળે તેવી રીતિએ ખમાસમણાં દેવાપૂર્વક પ્રતિક્રમણની ક્રિયા કરનારા કેટલા ? ભગવાનનાં દર્શન અને ભગવાનનું પૂજન વિનયપૂર્વક કરનારા કેટલા ? ભગવાન સમક્ષ કે ગુરૂ સમક્ષ, અવસરે મર્યાદા જાળવનારા કેટલા ? સાધર્મિક ભાઇઓના
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૪૩
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના હાથ જોડીને આદર કરનારા કેટલા ? જ્યારે તમે જોયું ને કે-રાણું જેવી રાણું પણુ, મહાવતના હાથે, હાથીને બાંધવાની લખંડની સાંકળથી માર ખાય છે! કારણ? કારણ બીજું કેઈ નહિ, પણ વિષયસુખની લાલસા ! ક્રોધ શમ્યો ને કામે પુનઃ કાબૂ મેળવ્યો :
રાણી આજીજી કરીને મહાવતને કહે છે કે તમે મને મારે નહિ. આજે હું મેડી થઈ, તેમાં મારે ગૂન્હ નથી. રાજાએ આજે કેઈ નવા માણસને રક્ષક તરીકે રાખે છે. એ જાગતું હતું, એટલે હું આવું શું રીતિએ? એ હમણાં જ ઉંઘી ગયો અને લાગ જોઈને હું તરત જ અહીં આવી. માટે મારા વહાલા ! તમે મારા ઉપર ગુસ્સે કરે નહિ.”
રાણુએ માર ખાતે ખાતે પણ વિનયથી જ્યારે આ પ્રમાણે મહાવતને કહ્યું, ત્યારે તેને ક્રોધ શસ્પે. કોઈ શખે, એટલે કામ જેરમાં આવ્યું. કામ તે રાહ જ જોઈ રહ્યો હતો. કહે કે-કામની તીવ્ર લાલસાના કારણે જ કોધ ઉત્પન્ન થવા પામ્યો હતો. કામની તીવ્ર લાલસાએ જ મહાવતને અસહનશીલ બનાવ્યું હતું અને એ અસહનશીલતા ક્રોધ રૂપે પરિણમી હતી. બાકી, કામ તે ક્રોધ શમે ને પિતાને અવકાશ મળે, એમાં જ રાજી હતો. ક્રોધ શપે એટલે કામે કાબૂ મેળવ્યું અને બન્નેએ થાય તેટલું કાળું કર્યું. પછી જ્યાં એક પહોર રાત બાકી રહી, એટલે રાણી જેમ આવી હતી તેમ પાછી ઉપર ચાલી ગઈ પાસે નિરાંતે ઊંઘી ગયો :
આ આખે ય બનાવ, પિલા દેવદત્ત ડોસાએ જે.
Page #378
--------------------------------------------------------------------------
________________
३४४
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને જ્યારથી રાણી ગઈ, ત્યારથી તે રાણી પાછી આવી ગઈ ત્યાં સુધીનું બધું ય એણે જોયું અને સાંભળ્યું. એને થયું કેરાજાની રાણીએ, કે જેમને જેવાને સૂર્યનું કિરણ પણ સમર્થ નિવડી શકતું નથી, તેમના શીલનો ભંગ પણ જો આવી રીતિએ થાય છે, તો પછી સામાન્ય ઘરની સ્ત્રીઓના શીલને જે ભંગ થાય, તો એમાં આશ્ચર્ય પણ શું છે ?”
તેને આ વિચાર આવતાની સાથે જ, તેને ચિન્તાને બેજ એકદમ હલકે થઈ ગયે. એના મનને નિરાંત થઈ ગઈ. આથી, તે જે જરાક આડે પડખે પડ્યો કે તરત જ તેને ઉંઘ આવી ગઈ. એ એવો ઘસઘસાટ ઉંઘવા માંડ્યો કે–સવાર થઈ તે ય તે ભાગ્યે જ નહિ.
રાજાની પાસે જઈને જ્યારે બીજા નેકરેએ આ વાત કહી, ત્યારે રાજા સમજી ગયો કે-“જરૂર, આ વાતમાં કાંઈક ભેદ છે.” આથી રાજાએ નેકરને કહ્યું કે-“જ્યાં સુધી એ ઉંઘે ત્યાં સુધી એને ઉંઘવા દે. જ્યારે એ જાગે, ત્યારે તમે એને મારી પાસે લઈ લાવજે.” સાએ રાજાને બનેલી હકીકત કહીઃ
ચિન્તામાં ને ચિન્તામાં, ડેસે મહિનાઓ સુધી ઉઘેલ નહિ. એમાં ચિન્તા ટળી ને મનને નિરાંત વળી, એટલે એને ઉંઘ તો એવી આવી ગઈ કે–સાત દિવસ સુધી તેણે ઉંધ્યા જ કર્યું. આઠમે દહાડે જ્યારે તે જાગે, ત્યારે નેકરે તેને રાજાની પાસે લઈ ગયા. રાજાએ તેને પૂછ્યું કે- જે નિદ્રા તારી પાસે મહિનાઓ થયાં આવી નહતી, તે નિદ્રા તને રાજમહેલમાં આવતાની સાથે પહેલે જ દિવસે આવી ગઈ
Page #379
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૩૪૫ અને તે ય એવી આવી ગઈ કે સાત સાત દિવસ સુધી તે ઘર્યા કર્યું, તે તેનું કારણ શું?”
ડેસે મુંઝાયો કે “કહેવું શું?” ખરી વાત રાજાને કહેવાય શી રીતિએ, એની ડોસાને મુંઝવણ હતી.
રાજા એની આ મુંઝવણને સમજી ગયે. રાજાએ કહ્યું કે- તું કઈ વાતે મુંઝા નહિ. જે હકીકત હોય, તે તું કહી દે. તું ગમે તેવી ખરાબ પણ સાચી હકીકત કહીશ, તે હું તને કાંઈ જ નહિ કરું. તને અભય વચન આપું છું.” - હવે ડેસે સ્વસ્થ થશે. એણે સાત રાત પહેલાં જે જોયું હતું, જાણ્યું હતું અને વિચાર્યું હતું, તે સઘળું ય તેણે રાજાને યથાત કહી સંભળાવ્યું. તેણે જે રાણી, હાથી અને મહાવતની હકીક્ત કહી, તેમાં રાજાને જરા પણ શંકા પડી નહિ. આથી રાજાએ તેને ઈનામ આપીને વિદાય કર્યો. રાજાની પરીક્ષા અને ખાત્રીઃ
ડોસાને વિદાય કર્યા પછીથી, રાજા વિચાર કરવા લાગ્યો કે બધી રાણીઓમાં ક્યી રાણી દુરશીલા છે, તેને નિર્ણય પહેલાં જ કરી લેવું જોઈએ, તે એ માટે શું ઉપાય કરે?”
વિચાર કરતે કરતે, રાજાએ ઉપાય શોધી કાઢ્યો. રાજાએ લાકડાને એક બનાવટી હાથી બનાવરાવ્યો. એ હાથીને પિતાના અન્તઃપુરમાં ગોઠવીને, રાજાએ બધી રાણીઓને ત્યાં બેલાવી. પછી બધી રાણીઓને આજ્ઞા કરી કે–આજે રાતના મેં એક સ્વપ્ન જોયું છે. તેને મારે નિર્ણય કરે છે. માટે તમે બધાં તમારાં બધાંય વસ્ત્રોને કાઢી નાખીને, એક પછી એક, આ હાથી ઉપર ચઢી જાઓ !”
Page #380
--------------------------------------------------------------------------
________________
૩૪૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન તદ્દન એકાન્ત સ્થલ હતું અને રાજાની આજ્ઞા હતી; એટલે બીજી બધી રાણુઓ તો, પોતપોતાનાં વસ્ત્રોને કાઢી નાખીને લાકડાના હાથી ઉપર ચઢી ગઈ અને ઉતરી ગઈ, પણ પેલી કુલટા રાણું છે, જેમની તેમ ઉભી રહી. તેણીએ રાજાને કહ્યું કે-“હું તો આ બનાવટી પણ હાથીથી બીઉં છું.”
રાજાને એથી ગુસ્સે આવ્યો. એથી રાજાએ તેણીને માત્ર કેમળ એવા કમળનાળથી જ ફટકે માર્યો. ત્યાં તે એ રાણું જાણે એટલા પણ મારને નહિ ખમી શકવાથી મૂછને પામી હેય, તેમ જમીન ઉપર પડી ગઈ. એ પડી ગઈ એમ નહિ, પણ એણે જાણી જોઈને પછાડ ખાધી.
રાજા તરત જ દંભને કળી ગયે અને મનમાં સમજી ગયો કે-આ જ તે રાણી છે, કે જે રાણી વિષે પેલો ડો. મને કહી ગયે.” આમ છતાં પણ, વધુ ખાત્રી કરવાને માટે, રાજાએ એ રાણીની પીઠને તપાસી જોઈ તો સાંકળના પ્રહારોના સેળ પડેલા જોયા.
હવે રાજાના ગુસ્સાને પાર રહે? રાજાએ ત્યાં ને ત્યાં જ એ રાણીને કહ્યું કે “મદેન્મત્ત હાથીની સાથે કીડા કરતાં ભય પામતી નથી અને આ લાકડાના હાથીથી ભય પામે છે? લેખંડની સાંકળના પ્રહારથી હર્ષ પામે છે અને કમળનાળના પ્રહારથી મૂછ પામે છે?” સારે રાજા કે હેય?
રાણુને ખ્યાલ આપવાને માટે, આટલું કહેવું બસ હતું. રાણું પણ સમજી ગઈ.
આટલું કહીને, રાજા સીધો જ વૈભારગિરિએ ગયો. ત્યાં
Page #381
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૩૪૭ તેણે પેલી વ્યભિચારિણી રાણીને પણ બોલાવી તેમ જ મહાવતને પણ પટ્ટહસ્તિને લઈને ત્યાં બોલાવ્યો.
રાજાની આજ્ઞાથી ત્યાં નગરજને પણ એકત્રિત થઈ ગયા.. એ પછી, રાજાની આજ્ઞાને અનુસરીને, નગરજને સમક્ષ સઘળી ય હકીકત જાહેર કરવામાં આવી, કે જેથી લોકે રાજાની ઉગ્ર આજ્ઞાના રહસ્યને પણ સમજી શકે અને “આ રાજ્યમાં આવા ગુન્હાની ભારેમાં ભારે શિક્ષા થાય છે, માટે આ ગૂન્હ તે આપણે કરે જ નહિ”—એવા પ્રકારને નગરજનેને બંધ પણ મળે.
રાજાઓ ઉગ્ર શાસનવાળા હોય, પણ મૂર્ખ નહિ હોવા જોઈએ. મૂર્ખ જે રાજા બની જવા પામે, તો તે ઉગ્ર શાસનવાળો બની શકે નહિ. રાજાએ દુષ્ટને દમનાર હોય, પણ સજનને સંતાપનાર ન હોય. સારે રાજા તે કહેવાય, કે જે રાજા દુર્જનેને દંડનાર હોય અને સજ્જનેને સહાય કરનાર . જે રાજ્યમાં દુષ્ટ અને દુર્જને કુશળ બનીને હેર કરી શકતા હોય અને સજજને સરલ હોવાના કારણે જ સંતાપને ભેગ બનતા હોય, તે રાજ્ય સુરાજ્ય અથવા તો કલ્યાણકારી રાજ્ય નથી. સજ્જનને અને દુર્જનેને એક જ લાકડીએ હાંકનારું રાજ્ય, પ્રજાજનોને સદાચારોથી ભ્રષ્ટ કરનારું અને નીતિના નિયમનું પણ ઉલ્લંઘન કરાવનારું નિવડે છે. એના ગે, પ્રજાજને દંભથી જ રળવાની અને રઝળવાની કુટેવના ભંગ બની જાય છે. પૂર્વ કાળના જે ઉત્તમ રાજાએ હતા, તે પ્રજાનું નીતિનું ધારણ નીચું પડે નહિ–તેની ખૂબ જ કાળજી રાખતા તેમજ સદાચારિઓને સર્વ પ્રકારે સહાયક બનતા. ભારતીય સંસ્કૃતિનું એ પણ એક મહત્વનું અંગ હતું. આજે
Page #382
--------------------------------------------------------------------------
________________
૩૪૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને રાજ્યશાસન દ્વારા ભારતીય સંસ્કૃતિનું કેવું અધ:પતન થઈ રહ્યું છે, તે બતાવવું પડે તેમ નથી; કારણ કે-એવાં ઉદાહરણે, આજે તે, ડગલે ને પગલે જડી આવે છે. હાથીને પર્વતના શિખરે ચઢાવીને પડતું મૂકાવવાની
- રાજાની આજ્ઞા રાજાએ, પેલી રાણીને પણ હાથી ઉપર ચઢાવરાવી અને મહાવતની સાથે બેસાડી. પછી મહાવતને આજ્ઞા કરી કે
પહેલાં હાથીને આ પર્વતના શિખર ચઢાવ અને તે પછી હાથી પાસે પડતું મૂકાવ, કે જેથી હાથીની સાથે સાથે તમે બને પણ કચડાઈ મરે.”
રાજાની આજ્ઞા મુજબ, મહાવતે પટ્ટહસ્તિને પર્વતના શિખર ઉપર ચઢાવ્યું. મહાવતે હાથીને એટલે બધે કેળવ્યો હતો કે–તે હાથી મહાવતને અને રાણીને લઈને પર્વતના શિખર ઉપર ચઢી ગયો.
શિખર ઉપર પહોંચી ગયા બાદ, મહાવતે, હાથીના એક પગને બહાર કઢાવ્યું અને ત્રણ પગે હાથીને સ્થિર રાખ્યો.
નગરજને તો, એ દશ્યને જોઈને અચંબે જ પામ્યા. છેક શિખર ઉપર, એક પગને બહાર કાઢીને ત્રણ પગે હાથી સ્થિર ઉભું રહે, એ સામાન્ય વાત છે ? નગરજનેએ તે, હા-હાકાર કરી મૂકીને રાજાને કહ્યું કે-“રાજન ! આપ જેમ રાજાઓમાં રત્ન સમાન છે, તેમ આ હાથી પણ હાથીઓમાં રત્ન સમાન છે. વળી, આ તો પશુ છે, એટલે આજ્ઞા મુજબ કાર્ય કરનાર છે, માટે આને નાશ કરવો એ ઉચિત નથી.”
રાજાએ લોકોની એ વાતને સાંભળી ખરી, પણ ન
Page #383
--------------------------------------------------------------------------
________________
૩૪૯
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના સાંભળી જેવી કરી નાખી અને મહાવતને હુકમ કર્યો કેહાથીને પડતું મૂકાવ!”
રાજાની આજ્ઞાને સાંભળીને, મહાવતે હાથી પાસે તેને બીજો પગ પણ બહાર કઢાવ્યો અને માત્ર બે પગેના આધારે ‘જ હાથીને ગિરિશિખર ઉપર સ્થિર ઉભે રાખે.
આવા દશ્યને જોઈને, લોકો વધારે જોરથી પિકાર કરી ઉડ્યા કે-“આ હાથી તે કઈરીતિએ વધ કરવા ગ્ય નથી.”
એ વખતે ય રાજાએ માન્યું નહિ. રાજા તે મૂંગે જ રહ્યો. મૌનને અર્થ એ જ હતો કે-“મારી આજ્ઞાને અમલ ચ જ જોઈએ.’
મહાવત એ વાતને સમજી ગયો, એટલે એણે છેલ્લો દાવ અજમાવ્યો. હાથીના ત્રીજા પગને પણ તેણે બહાર કઢાવ્યો અને માત્ર એક જ પગ ઉપર હાથીને ગિરિશિખર ઉપર સ્થિર ઉભો રાખે.
એ હસ્તિના આવા અદ્ભુત ચરિતને જોઈને, લેકે એના નાશને જેવાને માટે અસમર્થ બની ગયા. ત્યાં ભારે હાહાકાર મચી ગયો અને લોકેએ પિતપતાના હાથને ઉંચા કરીને રાજાને વિનવતાં કહ્યું કે-“હે નાથ ! આવી અદ્ભુત અને અજોડ કેળવણથી કેળવાએલા આ હાથીને, હજુ પણ બચાવી લે, એ જ એગ્ય છે. જેમ દક્ષિણાવર્ત શંખ દુર્લભ છે, તેમ આ બીજો હાથી મળ એ પણ દુર્લભ છે. આપ સ્વામી છે, માટે આપને જેટલી અને જેવી શિક્ષા કરવી
ગ્ય લાગે, તેવી અને તેટલી શિક્ષા અપરાધિઓને કરી શકે છે, પરંતુ આ હાથી તે પરાધીન પશુ હોઈને નિરપરાધી છે. આપ જે હજુ પણ નહિ માને અને હાથીને નાશ જ
Page #384
--------------------------------------------------------------------------
________________
૩૫૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
થવા દેશે, તે તે આપને અવિવેક જ ગણાશે. એ અવિવેકથી આપને એ અપયશ મળશે, કે જે અપયશને આપ સહન કરી શકશે નહિ. આથી, હજુ પણ આપ કાર્યાકાર્યને વિચાર કરીને, આ હાથીને પડતે અને અકાળે મરતે. બચાવી લો. છેવટ કાંઈ નહિ, તે અમારા ઉપરની મહેરબાનીને ખાતર પણ આપ આટલું કરે !” એક પગે ઉભા રહેવાની આવડતના યોગે મળેલું અભયદાનઃ
રાજા સમજી ગયો. રાજાએ લેકેને કહ્યું કે-“ભલે, તેમ થાઓ. તમે મારા કહેવાથી મહાવતને કહે કે-હાથીનું રક્ષણ કરી શકાય તેમ હોય તે તે રક્ષણ કરે !”
તરત જ લોકેએ મહાવતને પૂછયું કે–“હે મહાવતશ્રેણ!' એક પગે ઉભેલા હાથીની પાસે, બાકીના ત્રણેય પગેને શિખર ઉપર મૂકાવીને, હાથીને સહીસલામત પાછે નીચે ઉતારવાનું તારામાં સામર્થ્ય છે?”
મહાવતે એ તકને લાભ લઈને કહ્યું કે–“રાજા જે અમને બનેને અભયદાન આપતા હોય, તે આ હાથીને હું ક્ષેમકુશળ નીચે ઉતારૂં.'
લેકે એ પાછી રાજાને વિનંતિ કરી. લોકેના કહેવાથી, રાજાએ મહાવતને અને રાણુને અભયદાન આપ્યું.
રાજાએ અભયદાન આપતાંની સાથે જ, મહાવતે એ હાથીને કુશળતાપૂર્વક પર્વતના શિખર ઉપરથી છેક નીચે જમીન ઉપર ઉતાર્યો. પછી હાથીને ઉભે રાખીને, મહાવત અને રાણી, હાથી ઉપરથી નીચે ઉતરી ગયાં.
રાજાએ તેમને કહ્યું કે-“તમને મેં અભયદાન આપ્યું
Page #385
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્રપ્રસ્તાવના
૩૫૧
છે, માટે હું તમને કાંઈ જ શિક્ષા કર્યા વિના, મારા રાજ્યમાંથી ચાલ્યા જવાની આજ્ઞા કરૂં છું.'
રાજાએ આ પ્રકારે આજ્ઞા કરવાથી, એ મહાવત અને એ રાણી, ત્યાંથી પરરાજ્યમાં જવાને માટે ચાલી નીકળ્યાં. કથા-પ્રસંગના ઉપનય :
આ કથાના આગળના ભાગનું અત્રે આપણે પ્રયાજન નથી. આ કથા દ્વારા, આપણે જોવાનું એ હતું કે–હાથી ચાર પગવાળા હોય છે; ચાર પગા દ્વારા જ ચાલવા વિગેરેની પ્રવૃત્તિ કરનારા હોય છે; આમ છતાં પણ, તેનામાં અવસર આવી લાગે તા એક પગ ઉપર પણ પેાતાના દેહના અને પેાતાના દેહ ઉપર બેઠેલાંના ભાર વહન કરવાની અદ્ભુત આવડત હતી; તે એ આવડતના પ્રતાપે, એ હાથી પાતે પણ અકાલ મરણથી ઉગરી ગયા તેમ જ મહાવત અને રાણી પણ હાથીની એ આવડતના પ્રતાપે જ અભયદાનને પામી શકયાં. આવી જ રીતિએ, એક માત્ર ચરણુ કરણાનુયાગ રૂપ એક ચરણ પણ જેનું મજબૂત હાય, દૃઢ હાય, તે એક વાર તેા. આતને વટાવી જાય અને બાકીના ત્રણેય અનુયાગાના ગ્રહમાં સમર્થ બની જાય. સમજવાનું એ છે કેવ્ડાથી જે વખતે એક પગે ઉભેા, તે વખતે તેના ત્રણ પગેા હયાતિમાં નહેાતા, એમ નહિ; ત્રણ પગેાથી રહિત જ એના દેહ હતા, એમ પણ નહિ; પરન્તુ માત્ર તે વખતે ત્રણ પગે ઉપયેગમાં નહોતા એટલું જ. જે ત્રણ પગેા ઉપયાગમાં નહેાતા, તે ત્રણ પગાને પણ એક પગ ઉપયેાગમાં લાવી શકયો. આમ, ચરણકરણાનુયાગમાં જીવ ો સુસ્થિર બન્યા રહે અને જો તે
Page #386
--------------------------------------------------------------------------
________________
૩૫
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન લક્ષ્યવાળો હોય, તો તેને બાકીના ત્રણેય અનુગે પણ આવી મળ્યા વિના રહે નહિ. વળી, ચારપગું પ્રાણી એક પગે કેટલીક વાર ઉભું રહી શકે? બહુ થોડી વાર. એમાં જે એને આધાર ન મળે, તે એ ગબડી પડે. તેમ ચરણ-કરણાનુગની આ પ્રકારે પ્રધાનતા ખરી, પરંતુ શેષ અનુયોગ તરફ દુર્લક્ષ્ય તો નહિ જ હોવું જોઈએ. સારું લક્ષ્ય હોય તે ચરણ-કરણાનુયોગ પરમ ઉપકારક :
ચરણ—કરણાનુગની સફલતા પણ, જીવ દ્રવ્યની શુદ્ધિમાં જ રહેલી છે. જે ચરણ-કરણાનુગ, જીવ દ્રવ્યની મલિનતાને નાશક અને જીવ દ્રવ્યની શુદ્ધિને સાધક ન હોય, તે ચરણ-કરણાનુગ, એ વાસ્તવિક પ્રકારને ચરણ—કરણનુગ જ નથી. એમ તે અભવ્ય અને દુર્ભએ પણ ચારિત્રાચારેનું પાલન ઘણું કર્યું છે, છતાં પણ તેમને સંસાર એથી છેદા નથી. મેરૂ પર્વત જેવડે ઢગલો થાય, એટલા ઘા હાથમાં આવ્યા અને ગયા, એવું સાંભળ્યું છે ને ? એવું શાથી બન્યું હશે? ત્યાંહેચે વિપરીત ભાવ બેઠેલો જ. માત્ર વિપરીત ભાવ બેઠેલો-એમ જ નહિ, પણ એને આગ્રહ પણ બેઠેલો. જ્યાં વિપરીત ભાવ રૂપ ઝેર હૈયે પડ્યું હોય, ત્યાં ચરણ—કરણાનુગ ગમે તેટલો સમર્થ હોવા છતાં પણ કરે શું? છેવટ વિપરીત ભાવને જે આગ્રહ ન હોય અને જે કઈ સમજાવનાર મળે તો વિપરીત ભાવને તજતાં વાર લાગે તેમ ન હોય, તો ય ચરણ-કરણાનુગ ફાયદો કરે. એટલે ચરણ-કરણનગની આ જે મહત્તા વર્ણવાય છે, તે જીવના સારા લક્ષ્યની અપેક્ષાથી જ વર્ણવાય છે. જેનું લક્ષ્ય ખરાબ
Page #387
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્રપ્રસ્તાવના
૩૫૩:
નથી, ખરાબ લક્ષ્યના જેને આગ્રહ નથી, એવેા જીવ ચરણકરણાનુયાગના પ્રતાપે, નિર્મલતાને પામતે પામતે પરિપૂર્ણ નિર્મલતાને પામી શકે છે. વિશેષ જ્ઞાનથી રહિત એવા પણ જીવને, જો તેનું લક્ષ્ય સારૂં હોય છે, તેા ચરણુ–કરણાનુયાગ પરમ ઉપકારનું કારણ બની જાય છે. જ્ઞાનીએ પણ ચરણકરણાનુયાગના આર્લૅનને ગ્રહણ કરીને જ તરવાનું છે. કાઈ જ્ઞાની ચરણ–કરણાનુયાગના આણંખન વિના તરી શકયો નથી. એટલે સામાન્ય પ્રકારના પણ સાચા જ્ઞાનવાળા, જો ચરણ–કરણાનુયાગમાં ખરાખર સુસ્થિર બની જાય, તે એને નિસ્તાર થયા વિના રહેતા જ નથી.
સુતિ બનવાની ભાવના છે?
માષતુષ નામે ઓળખતા મુનિવરની આપણે વાત કરી ગયા છીએ. જેમને મા' અને ‘મારુષ” એટલું પણ યાદ રહી શકે નહિ, એવા મુનિ કેવલજ્ઞાનને પામ્યા, તે પ્રતાપ કાના ? એમના લક્ષ્યમાં ખામી જરા ય નહેાતી, પણ ચરણકરણાનુયાગની સહાયતા વિના, એ કેવલજ્ઞાનને પામી શકત ખરા ? એક માત્ર ચરણ–કરણાનુયાગના આલમ્બનને મજભૂતપણે પડી રહીને, એ મહામુનિ ચારેય અનુયાગાને પામી ગયા. આથી જ, જ્ઞાનીઓએ કહ્યું છે કે—અષ્ટ પ્રવચનમાતાનું જ્ઞાન હાય, અધિક જ્ઞાન ન પણ હોય, તેા ય મુનિપણું હેાઈ શકે; પણ ચરણ–કરણાનુયાગ વિના મુનિપણું હોઈ શકે નહિ. તમે આજે ભલે મુનિ નથી, પણ તમારી ભાવના તે મુનિ અનવાની હોવી જ જોઈ એ. મુનિપણાના પાલનમાં શારીરિક નખળાઈનું મહાનું કાઢનારાઓએ મહુ વિચારવા જેવું છે. શરીર તા
Page #388
--------------------------------------------------------------------------
________________
૩૫૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો
કેળવ્યું કેળવાય છે. કેળવણીને લીધે, હાથી જેવું વજનદાર પ્રાણી પણ જે એક પગે ખડા રહેવાની તાકાત મેળવી શકે છે, તો તમે તે માણસ છે. તમારા દિલમાં એ વાત વસી જવી જોઈએ કે-મુનિપણા વિના નિસ્તાર નથી અને મારે વહેલામાં વહેલી તકે મુનિપણને પામવું છે. શારીરિક નબળાઈ પણ ન જ હોઈ શકે-એમ નહિ, પરંતુ આજે ઘણાઓ તો ખાલી બહાના તરીકે અને પિતાની બેદરકારીને છૂપાવવાને માટે એવી વાત કરે છે, માટે આ સૂચન કર્યું. કય અન્તરાય કરનાર હોઈ શકે છતાં ય મૂનિપણાની
ભાવનાને વેગ આપ્યા કરે : પ્રન મુનિપણાને પામવાની તીવ્ર ભાવના હોવા છતાં પણ ધર્મમાં ઝટ પ્રવૃત્તિ થઈ શકતી નથી, જ્યારે સંસારની ભાવના એટલી જોરદાર ન હોય તો પણ તેમાં ઝટ પ્રવૃત્તિ થાય છે, તો તેનું કોઈ કારણ તો હશે ને?
જે આ વાત સમજપૂર્વકની અને પ્રમાણિકપણાથી પણ સહિત હોય, તો કહેવું જોઈએ કે-એ પણ બનવાજોગ છે. એનું કારણ એ છે કે-સંસારની ભાવનાને વેગ આપે, તેને અનુસાર પ્રવૃત્તિ કરાવે, એવાં કર્મો આત્માને વળગેલાં છે. ત્યાં કર્મો જેમ સહાયક બને છે, તેમ મોક્ષની સાધનામાં કર્મો અન્તરાય કરનારાં પણ બને છે. મોક્ષની સાધના, ક્ષયપશમની સાથે જ્યારે આત્માના પુરૂષાર્થનો યુગ થાય છે ત્યારે થઈ શકે છે અને આત્માને પુરૂષાર્થ કરવામાં ઉત્સાહિત બનતાં અટકાવે અને આત્માના પુરૂષાર્થને તોડી પાડવાને માટે મથે, એ ય કર્મોદય હોઈ શકે છે. આથી, સંસારની
Page #389
--------------------------------------------------------------------------
________________
કબીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
-
૩૫૫
સામાન્ય ભાવનાથી પણ ઝટ પ્રવૃત્તિ થાય અને મુક્તિની સાધનાની ભાવના એના કરતાં જોરદાર હોય તે ય તેમાં ઝટ પ્રવૃત્તિ ન થઈ શકે–એ શક્ય છે; પરન્ત, ખરી વાત એ છે કે–આપણાં કર્મો તેવાં છે કે નહિ, તેનું આપણને જ્ઞાન નથી. આપણાં તેવાં પણ કર્મો ક્યારે હલકાં બન્યાં કે બનશે, તે આપણે જાણી શકતા નથી. આથી, એના આધારે બેસી ન રહેવાય. રેજ મુક્તિની સાધનાની ભાવનાને, મુનિપણાની ભાવનાને, વેગ આપવાનો પ્રયત્ન કર્યા કરે. એ ભાવનામાં અને એ પ્રયત્નમાં પણ કર્મોને નિર્જરવાની તાકાત છે. એ ભાવનાને વેગ આપવા પ્રયત્ન કરતે કરતે એક દહાડે ઠેકાણું પડી જાય, પણ કર્મોના નામે લમણે હાથ દઈને બેસી રહે, તે વળે શું? જ વિચાર કર, વારંવાર વિચાર કરે કે- આટલા બધા મુનિઓ મુનિપણાનું પાલન કરે છે અને હું કેમ મુનિપણાનું પાલન કરી શકું નહિ ?” એટલે ચરણ—કરણનાગને પામવાને માટે તે, ખૂબ જ લાલાયિત તથા પ્રયત્નશીલ બની જવું જોઈએ.
Page #390
--------------------------------------------------------------------------
________________
૧૪-જ્ઞાન—ચરણ :
જ્ઞાન-ચણ રૂપ નયનચુગલ :
નવાંગી ટીકાકાર તરીકે સુપ્રસિદ્ધ થયેલા, પરમ ઉપકારી આચાર્યભગવાન શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજી મહારાજા, પંચમાંગસૂત્ર શ્રી ભગવતીજી સૂત્રની રચના કરવાને માટે પ્રવૃત્તિશીલ બનતાં, પહેલાં તે તેઓએ મંગલાચરણ કર્યું અને તેની સાથે અભિધેયનું ઉચ્ચારણ પણ કર્યું. તે પછીથી, તેએએ પેાતે રચવા ધારેલા ‘વ્રુત્તિ’ રૂપ શાસ્ત્રની પ્રસ્તાવના શરૂ કરી. પ્રસ્તાવનામાં, ટીકાકાર મહર્ષિએ, આ શ્રી ભગવતીજી સૂત્રને સમુન્નત જયકુંજરની સાથે ઘટાવેલ છે. ટીકાકાર મહર્ષિએ જયકુંજરના નામનિર્દેશ માત્રથી જ ઘટના કરી નથી, પરંતુ આ ઘટના કેવી રીતિએ બંધબેસતી છે, એ પણ સંખ્યાબંધ વિશેષણા દ્વારા વર્ણવેલ છે. એ વિશેષણા પૈકીનાં અગીઆર વિશેષણા તા આપણે જોઇ આવ્યા. હવે બારમું વિશેષણ, બારમા વિશેષ તરીકે ટીકાકાર મહિષએ ફરમાવેલ છે કે
'ज्ञानचरणनयनयुगलस्य
એટલે કે–જયકુંજરને જેમ એ નયના હોય છે, તેમ આ શ્રી ભગવતીજી સૂત્રને પણ એ નયના છે, જયકુંજરનાં બે નયના કયાં, એવું પૂછવું નહિ પડે; પણ શ્રી ભગવતીજી સૂત્રનાં એ નયના ક્યાં, એવું તેા પૂછવું પડે; કેમ કે—આ તા ઘટના છે.
!"
ار
Page #391
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૩૫૭
ટીકાકાર મહર્ષિએ, એટલા જ માટે, આ બારમા વિશેષણમાં ખૂલાસો કર્યો છે અને જણાવ્યું છે કે-જ્ઞાન અને ચરણ રૂપ નયનયુગલ છે જેને, એવું આ શ્રી ભગવતીજી સૂત્ર છે. દેખાડનાર અને દોરનારઃ
આ વિશેષણ દ્વારા, ટીકાકાર મહર્ષિ ફરમાવી રહ્યા છે કે જ્ઞાન પણ નયન રૂપ છે અને ચરણ એટલે ચારિત્ર પણ નયન રૂપ છે. જેને બને ય નયને હોય, તે જ વ્યવહારમાં પણ દેખતે કહેવાય છે, કારણ કે-બે આંખ વિનાનાને જેમ આંધળો કહેવાય છે, તેમ એક આંખ વિનાનાને કાણીઓ કહેવાય છે. અહીં કેઈ કહેશે કે-“જ્ઞાન તો સ્વ–પરપ્રકાશક હેવાથી નયનની ઉપમાને પામી શકે; એ અપેક્ષાએ જ્ઞાનને નયનની ઉપમા આપવી એ વ્યાજબી ગણાય; પણ ચરણનેચારિત્રને નયનની ઉપમા આપવી, એ કેમ વ્યાજબી ગણાય?” પરતુ,જ્ઞાનની જેમ ચરણ પણ નયનની ઉપમાને પામી શકે છે. નયને માત્ર દેખનારાં જ હતાં નથી, પરંતુ દેખાડનારાં અને દેરનારાં પણ હોય છે. નયને, વસ્તુતઃ પોતે દેખતાં નથી. નયને દ્વારા, આ શરીરની અંદર રહેલા જે આત્મા, તે દેખી શકે છે. આ શરીરમાં જે આત્મા ન હોય, આ શરીર જે ખાલી બેખું જ હોય, તો આ નયને કરે શું ? કાંઈ જ જોઈ શકે નહિ. મુડદું જોઈ શકે છે ખરું? નહિ જ. ત્યારે નયને, એ વસ્તુતઃ તે શરીરધારી જીવને માટે, અન્ય દશ્યમાન પદાર્થોને જોવાનું સાધન છે, એટલે કે નયને દેખાડનારાં છે. નયને દેખાડનારાં બનીને દોરનારાં બને છે. જેવાથી, જે જોયું તેની નજદિકમાં જવાની કે તેનાથી દૂર જવાની, તેને પિતાનું
૨૨
Page #392
--------------------------------------------------------------------------
________________
૩૫૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન
બનાવવાની કે તેનાથી બચતા રહેવાની, એમ કાંઈક ને કાંઈક વૃત્તિ પેદા થાય છે અને એ વૃત્તિ કમશઃ આચરણ રૂપે પણ પરિણમે છે. આમ નયને દેરનારાં પણ બને છે, એટલે નયને દ્વારા જ્ઞાનને અને આચરણને વેગ સધાય છે. જે આ દષ્ટિબિન્દુથી, ટીકાકાર મહર્ષિએ કરેલી આ નયનયુગલની ઘટનાને વિચારવામાં આવે, તો તે બરાબર બંસબેસતી થઈ જાય છે. જ્ઞાન અને ચરણનું દાન કરે છેઃ
નયનના યુગલની સાથે, જ્ઞાન–ચરણના યુગલની ઘટના કરીને, ટીકાકાર મહષિએ કમાલ કરી દીધી છે. આ ઘટનામાં તે, ટીકાકાર મહર્ષિએ, શ્રી ભગવતીજી સૂત્રને અને એથી કહે કે-શ્રી જૈન શાસનને પણ સાર સમર્પિત કરી દીધું છે. શ્રી ભગવતીજી સૂત્ર જ્ઞાન–ચરણ રૂપ નયનયુગલ દ્વારા મેક્ષમાર્ગને દેખાડે છે અને મોક્ષમાર્ગ દેરે છે. શ્રી ભગવતીજી સૂત્ર માત્ર જ્ઞાન જ કરાવે છે–એમ નહિ, પરંતુ આ જ્ઞાનને પામીને શું શું કરવું જોઈએ અથવા તે આ જ્ઞાનને કેવી કેવી રીતિએ સદુપયેગ કરવો જોઈએ-એને પણ દેખાડે છે. શ્રી ભગવતીજી સૂત્ર, માત્ર સ્વરૂપનું અથવા હકીકતોનું જ વર્ણન કરતું નથી, પણ સ્વરૂપનું અને હકીકતોનું વર્ણન કરીને, જીવને શું લાભદાયક છે અને શું હાનિકારક છે તેમજ જે લાભદાયક છે તે શાથી લાભદાયક છે અને જે હાનિકારક છે તે શાથી હાનિકારક છે–એ વિગેરે જણાવવાની સાથે, જીવને તજવા રોગ્યને તજવાની અને આચરવા ગ્યને આચરવાની પ્રેરણા પણ કરે છે, તેને ઉપાય પણ બતાવે છે અને તે ઉપાયના આચરણમાં જે જે વિદને આવવાં સંભવિત છે તેનું નિદર્શન
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૫૯
આજે ભાગ–ા પ્રસ્તાવના કરાવીને, તે તે વિદનેને કેમ કરીને નિષ્ફલ બનાવવાં, એ પણ બતાવે છે. આમ શ્રી ભગવતીજી સૂત્ર દેખાડવાનું અને દેરવાનું કાર્ય કરવા દ્વારા જ્ઞાનનું અને ચરણનું દાન કરે છે. તમે જાણે છે કે-જે દેખી શકે નહિ, તે દેખાડી શકે નહિ. જેણે જે જોયું જ ન હોય, તે તેને દેખાડે શી રીતિએ ? કઈ કહેશે કે આંધળે બનેલો માણસ પણ દેખાડી શકે છે, પણ તેણે સમજવું જોઈએ કે તે જ્યારે આંધળે નહેતે અને દેખતે હતો, ત્યારે તેણે જે જોયેલું અગર જાણેલું તેને તે દેખાડી શકે છે. જે જોયું-જાણ્યું ન હોય, તેને દેખાડી શકાય જ નહિ, એ સ્પષ્ટ વાત છે. આ વાત ઉપરથી તમે સમજી શકશે કે–અહીં ટીકાકાર મહર્ષિએ એક જ્ઞાન રૂપ અને બીજું ચરણ રૂ૫–એમ જે બે નયને શ્રી ભગવતીજી સૂત્રના જણાવ્યાં છે, તે તદ્દન બરાબર જ છે. જેને જ્ઞાન-ચરણ રૂપ નયનયુગલની પ્રાપ્ત થાય છે,
તે આનરિક અને બાહ્ય દુઃખોથી બચીને
આન્તરિક અને બાહ્ય સુખને પામે છે : શ્રી ભગવતીજી સૂત્ર, જ્ઞાન–ચરણ રૂપ નયન યુગલ દ્વારા જીવને કયાં દેરી જાય છે? કહે કે–જીવને મેક્ષની તરફ દેરી જઈને મેક્ષે પહોંચાડે છે. શ્રી ભગવતીજી સ્ત્રનું આ નયન યુગલ એવું છે કે–જે કઈ આ સૂત્રને સાચી રીતિએ જાણું શકે, યથાર્થ સ્વરૂપે હૈયામાં પરિણમાવી શકે, તેને પણ જ્ઞાન–ચરણ રૂપ નયન યુગલ પ્રાપ્ત થાય. શ્રી ભગવતીજી સૂત્રના જ્ઞાનચરણ રૂપ નયન યુગલ દ્વારા, જ્ઞાનચરણ રૂપ નચનયુગલવાળો બનીને, એ જીવ ક્રમે કરીને મોક્ષે પહોંચી
Page #394
--------------------------------------------------------------------------
________________
૩૬૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
જાય. જ્ઞાન–ચરણ રૂપ નયનયુગલ દ્વારા મેક્ષે પહોંચવું, એ જ જ્ઞાનચરણ રૂપ નયનયુગલની પ્રાપ્તિનું પરમ ફલ છે; પણ તે પહેલાં ય, જીવને જ્ઞાન–ચરણ રૂપનયનયુગલની પ્રાપ્તિથી, ઘણું લાભ થાય છે. જ્ઞાનચરણ રૂપ નયનયુગલથી દેખનાર, દેખાડનાર, દોરાનાર અને દોરનાર બનેલો આવ, આન્તરિક તેમ જ બાહ્ય-ઉભય પ્રકારનાં દુઃખથી નિવૃત્તિને પામે છે અને આન્તરિક તેમ જ બાહ્ય–ઉભય પ્રકારનાં સુખને પામનારે બને છે. જ્ઞાન–ચરણ રૂપ નયન યુગલ જે જીવને મળે છે, તે જીવ, આન્તરિક દૃષ્ટિએ જોઈએ તે સૌથી પહેલાં પાપ કરવાના ભાવની પીડાથી બચી જાય છે. પાપ કરવાના ભાવની પીડાથી બચવાને લીધે, તે જીવ પાપાચરણને છૂપાવવા આદિની પીડાથી પણ બચી જાય છે. એને લીધે, એ વિવિધ ભયેની આશંકા રૂપ પીડાથી પણ બચી જાય છે. તેને કેઈની પણ ખૂશામત કરવા રૂપ પીડા પણ ભેગવવી પડતી નથી. આમ આન્તરિક દુઃખોથી નિવૃત્ત બનેલો એ જીવ, સમાધિભાવનું જે પરમ સુખ છે, તેને ભેગવનારે બને છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ષ્યારિત્રની ભાવનાઓ, વિચારણાઓ તથા તેના પરિણામોમાં તે જીવ રમણ કરતો થકે તો, ચકવર્તીના ય સુખને ટપી જાય અથવા તો દેવ-દેવેન્દ્રોના ય સુખને ટપી જાય, એવા પરમ સુખને અનુભવ કરે છે. એવા જીવને, મુક્તિનું જે પરમ સુખ છે, તેની ઝાંખીને આ સંસારમાં પણ અનુભવ થાય છે. આ પ્રકારે આન્તરિક દુઃખથી નિવૃત્તિને અને આન્તરિક સુખની રમણતાને પામેલે જીવ, બાહ્ય દુખાથી બચીને બહા સુખને પામનારે પણ બને છે. એની જરૂરીયાતે અત્યન્ત ઘટી ગઈ હોય છે. તેને લીધે
Page #395
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના :
૩૬૧ ઘણાં એવાં બાહા દુઃખે તે એના છાંયે પણ આવી શકતાં નથી. પૂર્વસંચિત કર્મોના ઉદયથી કદાચ રેગાદિક કન્ટે તેને આવે છે, તે પણ જ્ઞાન–ચરણ રૂ૫ નયનયુગલવાળા બનેલા એ જીવને, એ દુઃખ પણ સુખના આગમનના માર્ગને સાફ અને સરળ બનાવી રહ્યાં હોય એવાં લાગે છે. એ સમજે છે કે આ કર્મો આત્માથી વિખુટાં પડવા માંડ્યાં અને આત્મા એથી લઘુકમી બનવા માંડ્યો. કર્મરહિત દશા, એ જ પરમ સુખમય દશા છે. તે દશા જેમ જેમ કર્યો જાય, તેમ તેમ નજદિકની બને. આવી સમજને લીધે, એને રેગાદિક કન્ટે પણ, અન્ય જીની જેમ પીડાકારી બની શક્તા નથી. વળી, જ્ઞાનચરણ રૂપ નયન યુગલવાળા જીવને જે પુણ્ય બંધાય છે, તે તે પણ પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. એવા જીવને ઘણી કર્મનિર્જરા થાય અને બંધ થાય તે પુણ્યાનુબંધી પુણ્યને જ બંધ થાય. એટલે એ જીવ સંસારમાં સારી ગતિને પામે, ભેગેપભોગની ઉત્તમ ઉત્તમ સામગ્રીને પામે અને તેમાં તે આસક્ત બને નહિ પણ તેને વિરાગ જોરદાર બને. આમ, સંસારમાં પણ, જ્યાં સુધી રહેવું પડે ત્યાં સુધી બાહ્ય અને આન્તરિક સુખની પ્રાપ્તિ થાય અને પરિણામે મેક્ષસુખની પ્રાપ્તિ તે થાય જ. જ્ઞાનચરણ રૂપ નચનયુગલને પામ્યાનું આ ફલ છે. તે જીવ પોતે તે આ ફલને પામે જ છે, પરંતુ તે જીવથી અન્ય જીનું પણ ઘણું દુઃખ ટળી જાય છે અને અન્ય જીને ય ઘણું સુખ પ્રાપ્ત થાય છે. જ્ઞાન-ચરણને કાર્ય-કારણને સંબંધ: - આ શ્રી ભગવતીજી સૂત્રમાં જ્ઞાન અને ચરણ-ઉભયનું
Page #396
--------------------------------------------------------------------------
________________
૩૬૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
નિરૂપણ છે. આ શ્રી ભગવતીજી સૂત્ર એવી રીતિએ જ્ઞાનદાન. કરે છે કે–તરવસ્વરૂપનું જ્ઞાન પણ થાય અને ચરણની પ્રેરણા તથા દેરવણ પણ મળે. જે જ્ઞાનદાન આવા પ્રકારનું નથી હતું, તે જ્ઞાનદાન વસ્તુતઃ જ્ઞાનદાન જ નથી. જે જ્ઞાન, ચરણ કહેતાં ચારિત્રને ઘસડી લાવે, તેને જ સાચું જ્ઞાન કહેવાય. જે જ્ઞાનમાં ચારિત્રને ઘસડી લાવવાનું સામર્થ્ય નથી, તે જ્ઞાન વસ્તુતઃ તે જ્ઞાન જ નથી. ચારિત્રને લાવવાના સામર્થ્ય વિનાનું, જ્ઞાન તો વાંઝીયું છે. જ્યાં સાચું જ્ઞાન હોય છે, ત્યાં ચારિત્રને ભાવ અવશ્ય હોય છે. ચારિત્રના ભાવને અભાવ અને જ્ઞાનને સદૂભાવ-એ બે સાથે બની શકે એવી વસ્તુઓ જ નથી. ચારિત્રના ભાવથી વિહેણું જ્ઞાન, એ અજ્ઞાન છે અથવા મિથ્યાજ્ઞાન છે. જ્ઞાન સાથે ચારિત્રને આ સંબંધ હોઈને જ, જ્ઞાન–ચરણને અહીં જે નયનયુગલની ઉપમા આપવામાં આવી છે, તે સાર્થક કરે છે. જ્ઞાનને અને ચારિત્રને જે કશે પણ સંબંધ જ ન હોત, તે તો આ ઉપમા સાર્થક ઠરત નહિ; પણ આ તે સમ્યજ્ઞાન અને સમ્યારિત્રની વાત છે. સમ્યજ્ઞાન જેમ સમ્મચારિત્રને તત્કાલ કે પરંપરાએ પણ અવશ્ય ઘસડી લાવે છે અને સમ્યજ્ઞાન જેમ સમ્યક્રચારિત્રના ભાવથી કદી પણ શૂન્ય હોઈ શકતું જ નથી, તેમ સમ્મચારિત્ર પણ સમ્યજ્ઞાન રૂ૫ ગુણને વૃદ્ધિ પમાડતે પમાડતે આત્મામાં રહેલા અનન્તજ્ઞાનગુણને પ્રગટાવનારું બને છે. સમ્યકચારિત્રને પામેલો જીવ, સમ્યજ્ઞાનના ઉપાર્જન આદિના ભાવથી, કદી પણ શૂન્ય હઈ શકતો જ નથી. એટલે સમ્યજ્ઞાનના અને સમ્યક્રશ્ચારિત્રના પરસ્પર કાર્ય-કારણ ભાવના સંબંધને જે સમજી શકે, તે તે એમ જ કહે કે–આ નયનયુગલની ઉપમા સર્વથા યોગ્ય જ છે.
Page #397
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૩૬૩
ભણતર, ગણતર અને રળતર-એ ત્રણેયની જરૂર
દુનિયામાં પણ કહેવાય છે કે–ભણતર, ગણતર અને રળતર ત્રણેય જોઈએ. જે ભણે હેય પણ ગણ્ય ન હોય, તેનું ભણતર નકામું, અને જે ભણે તથા ગણે હેય પણ જે રળતા ન હોય, તેનું ભણતર ને ગણતર નકામું! ગણતર વિના ભણતર નકામું અને રળતર વિના ભણતર તથા ગણતર નકામું. આ વાતને, તમે તમારા વ્યવહારમાં તે બરાબર સમજે છે, આજ સુધીમાં તમે પણ “ભણતર, ગણતર અને રળતરએ ત્રણેય જોઈએ”—એવી સલાહ તે અનેક વાર અને કેને આપી હશે. જે ભર્યો હોય પણ ગણ્ય ન હોય, તેને તમે જીન્દગીમાં કેટલી ય વાર મૂર્ખ કહ્યો હશે. જે ભણેલે– ગણેલે હેય પણ રળવા તરફ લક્ષ્ય ન આપતે હેય, તેને તમે “આળસુ પાડા જેવ' અથવા તે “ભોઠ અથવા તો “ભણતરને લજવનારે” વિગેરે વિશેષણ પણ આપ્યાં હશે. આ તે તમારા પિતાના અનુભવની અને તમને ઝટ ખ્યાલમાં આવે એવી વાત છે ને ? દુનિયામાં જેઓ સ્કૂલ બુદ્ધિના કે જડભરત જેવા ગણાય છે, તેઓ પણ મેટે ભાગે આવી વાતને ઝટ સમજી જાય છે. કેમ ? ખબર છે કેરળતર જેઈએ, રળતર માટે ગણતર જોઈએ અને ગણતર માટે ભણતર જોઈએ. તમે પદ્ગલિક રળતરમાં રાચે છે, એટલે એ દષ્ટિએ તમને આ વિચાર આવે છે અને જેઓ આત્માના રળતરને સમજે, તેમને એ દષ્ટિએ પણ આ વિચાર આવે; પણ આ વિચાર આવશ્યક છે–એમાં તે કંઈનાથી પણ ના પાડી શકાય એવું છે જ નહિ. તમારે છોકરે જે ભણ્ય હેય
Page #398
--------------------------------------------------------------------------
________________
३१४
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન પણ ગણ્યો ન હોય, તે તમને દુઃખ થાય છે અને તમારે
કરે ભણેલ-ગણેલ ચતુર હોય, પણ એ જે રળવા તરફ લક્ષ્ય આપતો નથી, તે એથી તમને વધારે દુઃખ થાય છે. અરે, કરે ભણ્ય–ગો હોય, પણ જે તે વળતર તરફ લક્ષ્ય રાખીને સારું રળી લાવતો હોય, તો તે તમને ગમે છે અને એમ થાય છે કે–આ છેક વગર ભયેગયે પણ કેટલે બધે શાણે છે? જે આ છોકરે વધારે ભણ્ય-ગણે હોત, તો કેટલું બધું સારું થાત?” આવું તમને થાય છે ને ? આ ઉપરથી તમે સહેલાઈથી સમજી શક્યા હશે કે-જ્ઞાનને અને ચારિત્રને કે નિકટને અને કેવું આવશ્યક સબંધ છે? એટલે આવું જે સમજે, તે એકલા જ્ઞાનને મહત્તા આપે ખરે? ચારિત્રની જરૂરને લેપે ખરો? નહિ જ. એ તો કહે કે-જ્ઞાન ખરું તે, કે જે ચારિત્રને લાવે અને ચારિત્ર ખરું તે, કે જે એવા પ્રકારના જ્ઞાનના ઉપાર્જનને માટે જીવને ખૂબ ખૂબ ઉત્સાહિત બનાવે. ટીકાકાર મહર્ષિએ જ્ઞાન અને ચરણને નયનયુગલની જે ઉપમા આપી છે, તે કેટલી બધી
ગ્ય છે–તે તમારા ખ્યાલમાં આવે, એ માટે આ વાત છે. તમારા જાણવામાં ધૂળ પડી :
પેલા શેઠની વાત તો પ્રાયઃ તમે સાંભળી હશે. એની બેરીને પણ કેવું કહેવું પડ્યું ? કહેવાય છે કે
જાણું જાણું છું કરે ?, ધન લઈ ગયા દૂર; શેઠાણી કહે શેઠને, તારા જાણુપમાં ધૂળ.
શાથી બૈરીને એમ કહેવું પડ્યું કે-“તમારું જાણ્યું ધૂળમાં પડ્યું?” એ માટે કે-જાણને, જાણવાના પરમાર્થ રૂપ
Page #399
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ-શાસ્ત્રપ્રસ્તાવના
૩૬૫ જે આચરણ, તેને એ શેઠે આચર્યું નહિ માટે!
એ વાત એવી છે કે–એક શેઠના ઘરમાં રાત્રિના વખતે ચેર આવ્યા. ચારેએ આવીને શેઠના ઘરની ભીંતને કેચીને બકેરું પાડવા માંડ્યું, ત્યારે તેના અવાજને સાંભળીને શેઠ પણ જાગી ગયો અને શેઠાણું પણ જાગી ગઈ
શેઠાણીએ ધીરેથી શેઠને કહ્યું કે સાંભળો છે? કઈ આપણી ભીંતને કેચતું લાગે છે!”
શેઠે કહ્યું કે-“હું જાણું છું.”
શેઠાણું સમજી કે-શેઠ જાગે છે અને જાણે છે, એટલે વધે નહિ. એના મનને કે–ચેરે ઘરમાં પેસે તે પછીથી શેઠે એમને સપડાવવાને અને પકડાવવાનો વિચાર કર્યો હશે. આથી શેઠાણું મુંગી પડી રહી.
ડી વાર થઈ એટલે પેલા ચારે તે શેઠના ઘરની ભીંતને કેચીને ઘરમાં દાખલ થયા. શેઠ-શેઠાણું મુંગાં જ પડ્યાં રહ્યાં છે. ચરોએ તપાસ કરી, તો તેમને લાગ્યું કેઘરમાં કઈ જાગતું નથી. આથી તેઓ તે ઓરડામાં ગયા, કે જે ઓરડામાં તીજોરી હતી.
ચેરોએ ત્યાં જઈને તીજોરીને તેડવા માંડી, તે ય શેઠ તે હાલ્યા ય નહિ; એટલે શેઠાણી પાછી અધીર બની. એણે ધીરે રહીને શેઠને ઢઢળ્યા અને કાનમાં કહ્યું કેતીજોરી તેડે છે.”
શેઠે કહ્યું કે તું મુંગી રહે. હું જાણું છું.”
પાછી શેઠાણું પડી રહી. ચેરેએ તે તીજોરીને તેડીને, એમાં જે દરદાગીના અને રોકડ નાણું વિગેરે હતું, તે બધું બહાર કાઢયું, અને એ બધાનું પિટકું પણ બાંધ્યું. શેઠાણી
Page #400
--------------------------------------------------------------------------
________________
३६६
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો
છૂપી રીતિએ જોયા જ કરે છે.
જ્યાં ચોરોએ પિટકું ઉપાડવા માંડયું, એટલે શેઠાણીથી રહેવાયું નહિ. એણે શેઠને કહ્યું કે-“આ તે બધું ય ધન ઉપાડી જાય છે.”
તે ય શેઠે તો એના મેંઢાને દાબીને કહ્યું કે-“હું જાણું છું.” પણ શેઠ ઉો નહિ.
પેલા ચારે એ પિટકાને લઈને ઘરની બહાર નીકળવા માંડ્યા, ત્યારે પાછું શેઠાણીએ શેઠને કહ્યું કે આ તે ઉપાડીને ચાલ્યા.”
શેઠે કહ્યું કે હું જાણું છું.”
શેઠાણ બાઈ જાત. બીકણ પણ ખરી અને નબળી પણ ખરી. એટલે એને તો તે અટકાવી શકી નહિ, પણ તેને ગુસ્સો બહુ વધી ગયો. ચિરે જેવા ઘરની બહાર નીકળી ગયા, તેવામાં જ શેઠાણીએ શેઠને જોરથી કહ્યું કે-ચોરે બધું ય ઉપાડીને ગયા પણ ખરા.”
તે ય શેઠ કહે કે-“હું જાણું છું.”
એ વખતે શેઠાણીને કહેવું પડ્યું કે-“તમારું જાણ્યું ધૂળમાં પડ્યું! જાણું છું, જાણું છું-કરતા રહ્યા, પણ બચાવ તે કશે જ કરી શક્યા નહિ! આવા જાણવા ઉપર તે ધૂળ જ પડે કે બીજું કાંઈ થાય?” જાણકાર લૂંટાય તો તેને વધારે દુઃખ થાયઃ
આ વાતમાં તે તમે પણ કહેશે કે“શેઠાણીએ શેઠને જે કાંઈ કહ્યું, તે વ્યાજબી કહ્યું છે.” કેમ ? જાણીને બચાવી શકાય તેમ હતું, તેમ છતાં પણ બચાવને પ્રયત્ન કર્યો નહિ,
Page #401
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્રપ્રસ્તાવના
૩૬૭
માટે ને ? નિરૂપાય હાલત હાય અને જાણવા છતાં પણ અચાવ ન કરી શકાય–એ વાત જૂદી છે, પણ એવા વખતેય હૈયામાં શું થાય છે? એવા વખતે અજાણુને જે દુઃખ થાય, તેના કરતાં જાણને વધારે દુઃખ થાય. અજાણને અને જાણને, જે કાંઈ ચારાઈ જાય તેનું નુકશાન તેા સમાન છે, છતાં પણ જાણુને પોતાની જે નબળાઈ-પરવશતા, તેનું પણ વધારામાં દુઃખ થાય છે. એને એ વિચાર કેરી ખાય છે કે બીજા તા ઉંઘતા લૂંટાય, જ્યારે હું તેા જાગતા લૂંટાયા !’ ઉંઘતા લૂંટાય, તેા એ લૂંટાય તે છતાં પણ એ લૂંટાયા એની એને ગમ પડે નહિ, જ્યારે જાગતા જે લૂંટાય, તેને તેા લૂટાવા સાથે પોતે લૂંટાયા તેની ગમ પણ પડે અને એથી એનું દુઃખ વધી જાય. લૂટાએલેા જ્યાં સુધી ઉંઘ્યા કરતા હોય અથવા તે જ્યાં સુધી એને પેાતે લૂંટાયેા છે—એની ખબર પડે નહિ ત્યાં સુધી, એ લૂંટાયા હેાવા છતાં પણ, એમ લૂટાવાથી અને જે દુઃખ થવું જોઈ એ તે દુઃખ થાય નહિ, જ્યારે જાગતા તા જાણે એટલે એને વધારે દુઃખ થાય. આમ છતાં ય, જાગતાને લાભના ઘણા સંભવ. એને ખ્યાલ આવે કે આવી આવી રીતિએ હું લૂંટાયા અથવા તા આવા આવા કારણથી હું લૂંટાયા, એટલે ભવિષ્યમાં એવી રીતિએ લૂંટાવાનું અને નહિ અથવા તેા ભવિષ્યમાં એમ લૂંટાવાનું કારણ રહે નહિ, એવેા પ્રયત્ન કરવાનું એને મન થાય. જો એટલું પણ ન થાય, તા તા એ જાગતા ય નથી ને જાણતા ય નથી. તમે કેટલા બધા લૂંટાઈ રહ્યા છે, તેની તમને ગમ છે? કામ અને ક્રોધાદિ તમને કેમ અને કેવા લૂટી રહ્યા છે, એના તમને વિચાર છે? તમે જે વિવેકી હા, તો તમને આના ખ્યાલ
Page #402
--------------------------------------------------------------------------
________________
३९८
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો તે જરૂર હોય, અને એથી બચવાના ઉપાય કરવાની વૃત્તિ પણ તમારામાં જરૂર હોય. જ્ઞાનને અને ચરણને કે સંબંધ છે, એક-બીજાને એક–બીજા વિના કેમ ચાલે એવું નથી, એ તમે આ ઉપરથી પણ સમજી શક્યા હશે. જ્ઞાન અને ચરણ પરસ્પરની નિશ્રાએ જ મુક્તિ માધક બને?
જ્ઞાનવાળાને ચરણની આવશ્યકતા અને મહત્તા સમજાય તથા ચરણવાળાને જ્ઞાનની આવશ્યક્તા અને મહત્તા સમજાય, એ માટે આપણાં શાસ્ત્રોમાં જ્ઞાનનું અને ચરણનું વર્ણન કરતાં, પરસ્પર સંવાદાત્મક વર્ણન પણ કરવામાં આવ્યું છે. એનું તાત્પર્ય એટલું જ છે કે-જેટલી જરૂર અને મહત્તા જ્ઞાનની છે, તેટલી જ જરૂર અને મહત્તા ચરણની છે. ન જ્ઞાન વિના ચાલી શકે કે ન ચરણ વિના ચાલી શકે ! કોઈ કહેશે કે-એ બેમાં પ્રધાન કેણ?” તે કહેવું પડે કે-બને જ પિતપોતાની અપેક્ષાએ પ્રધાન જીવ વિશેષે તે કોઈને માટે જ્ઞાન ચરણનું કારણ બને, તો કેઈને માટે ચરણ જ્ઞાનનું કારણ બને. મોક્ષમાર્ગ જ્ઞાન અને ચરણ-એ બન્નેને અન્યોન્યાશ્રયે છે. મેક્ષમાર્ગનું નિરૂપણ કરતાં, કેઈએ પણ માત્ર જ્ઞાનથી મુક્તિ કહેલ નથી અને કેઈએ પણ માત્ર ચરણથી મુક્તિ કહેલ નથી. જ્ઞાન અને ચરણના વેગથી મુક્તિ-એમ જ કહેલ છે. પછી અમુક જીવમાં જ્ઞાન પ્રધાનપણે મુક્તિસાધક બને અને અમુક જીવમાં ચરણ પ્રધાનપણે મુક્તિસાધક બને; પણ જ્ઞાન જે ચરણથી સર્વથા નિરપેક્ષ હોય તે જ્ઞાન પણ મુક્તિસાધક બની શકે નહિ અને ચરણ જે જ્ઞાનથી સર્વથા નિરપેક્ષ હોય તે તે ચરણ પણ મુક્તિસાધક બની શકે નહિ.
Page #403
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૩૬૯
જ્ઞાને મુક્તિસાધક બનવાને માટે ચરણની અપેક્ષા રાખવી પડે અને ચરણે મુક્તિસાધક બનવાને માટે જ્ઞાનની અપેક્ષા રાખવી પડે. પરસ્પર નિશ્ચિત બનીને બે ય મુક્તિનાં સાધન બની શકે અને પરસ્પર અનિશ્ચિત બન્યાં થકાં એ બન્નેમાંથી એકેય મુક્તિનું સાધન બની શકે નહિ. આથી જ જ્ઞાનીને મન ચર
ની મહત્તા હોય અને ચરણવાળાને મન જ્ઞાનની મહત્તા હોય. જે જ્ઞાની કે ચારિત્રી એક–બીજાની અવગણના કરવા માંડે, તો બે ય ડૂબે પણ બેમાંથી એકેય વિસ્તારને પામી શકે નહિ. જ્ઞાન અપ્રતિપાતી ગુણઃ
જ્ઞાનના પાંચ પ્રકારે છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન–એ પાંચ ભેદે જ્ઞાન પ્રસિદ્ધ છે. આ શ્રી ભગવતીજી સૂત્રનું જેમ જેમ સારી રીતિએ અધ્યયન કરવામાં આવે, તેમ તેમ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને પ્રકર્ષ થાય છે; અને એમ જે આત્મા મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાનના પ્રકર્ષમાં લીન બન્ય, તે આત્મા અપ્રમત્તભાવને પામવા દ્વારા મન:પર્યવજ્ઞાનને પણ સ્વામી બની શકે છે અને તેના પરિણામે તે કેવલજ્ઞાનને સ્વામી પણ બની શકે છે. શ્રી ભગવતીજી સૂત્ર, એ શ્રુતજ્ઞાન રૂપ છે. શ્રુતજ્ઞાનના જે ચૌદ ભેદ છે, તેમાં આ સૂત્ર અક્ષરગ્રુત કહેવાય, એટલે આ સૂત્ર એ સ્વયં શ્રુતરૂપ છે. ઉપકારીઓએ શ્રુતજ્ઞાનને સૂર્યની ઉપમા અને કિયાને ખદ્યોતની ઉપમા પણ આપી છે. કહ્યું છે કે તત્વસંબંધી જે પક્ષપાત અને ભાવથી શૂન્ય જે ક્રિયા, એ બે વચ્ચેનું અત્તર સૂર્ય અને આગીઆ જેવું છે. માત્ર ક્રિયાથી કર્મને જે ક્ષય થાય છે, તે દેડકાના ચૂર્ણ સમાન છે. દેડકાનું
Page #404
--------------------------------------------------------------------------
________________
૩૭૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન
ચૂર્ણ થયું એટલે એ દેડકે તે મર્યો, પણ એ ચૂર્ણમાંથી સંખ્યાબંધ દેડકાંઓ પેદા થાય છે; જ્યારે જ્ઞાનથી જે કમને ક્ષય થાય છે, તે તેના ભસ્મીભૂત કરેલા ચૂર્ણ સમાન છે. અહીં સમજવાનું છે સમ્યગું જ્ઞાન અને કિયા ભાવશૂન્યા જ. એમાં આ તફાવત રહે તે સ્વાભાવિક છે. સમ્યજ્ઞાન સમ્યગ્દર્શન નવિહીન હતું જ નથી. જે આત્મા સમ્યગ્દર્શન ગુણને પામેલે છે, તેના જ્ઞાનને જ સમ્યજ્ઞાન કહી શકાય છે. આવું સમ્યજ્ઞાન જેનામાં પ્રગટે, તે પછી તે જીવ સંગવશાત્ કદાચ મિથ્યાત્વી બની જાય, તો પણ તે જીવ અન્તઃકડાકડી સાગરેપમથી અધિક કર્મસ્થિતિને પામતો જ નથી. આ અભિપ્રાયને મુખ્ય રાખીને, શ્રી મહાનિશીથમાં જ્ઞાનગુણને અપ્રતિપાતી ગુણ તરીકે વર્ણવ્યો છે. વૈયાવચ્ચ ગુણઃ
પ્રશ્નઃ અપ્રતિપાતી તરીકે તો વૈયાવચ્ચ જ અપ્રતિપાતી ગુણ કહેવાય છે ને ?
અપેક્ષાને સમજવી જોઈએ. વૈયાવચ્ચ ગુણના અપ્રતિપાતીપણુનો અહીં નિષેધ નથી. વળી માત્ર વૈયાવચ્ચને નહિ પણ વૈયાવચ્ચેના ગુણને અપ્રતિપાતી કહ્યો છે, એ પણ નહિ ભૂલાવું જોઈએ. મહા સુશ્રાવક શ્રી ઉદાયન રાજાનું ખૂન કરનારા વિનયરને બાર બાર વર્ષો સુધી વૈયાવચ્ચ કરી હતી. એણે તે એવી વેયાવચ્ચ કરી હતી કે–સાથેના બધા સાધુઓને એમ થઈ ગયું કે-વિનચગુણ તે આના જ બાપને છે. એથી તે એ વિનય રત્ન તરીકે ઓળખાય. પણ એણે જે વૈયાવચ્ચ કરી, તે કરી દંભ રૂપ જ હતી. એ કાંઈ ગુણ નહતો. જે
Page #405
--------------------------------------------------------------------------
________________
આજે ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૩૭૧ તેનામાં તેને જે બાહ્યાચાર હતો, તે અન્દર ગુણ પ્રગટેલો હત, તે તે એ ગજબનું કલ્યાણ સાધી જાત. આ તો કરતે હત વિનય અને શેાધતો હતે રાજાના ખૂનની તક. એના પરિણામ કેટલા બધા ભૂંડા હતા ? એટલે વૈયાવચ્ચમાં પણ અંદરના ગુણની અપેક્ષા રહેલી છે. જ્ઞાનની મહત્તા :
જયાં ગુણની વાત આવી, એટલે જ્ઞાનની વાત તે આવી જ ગઈ. સમ્યજ્ઞાનથી સહિત બનેલ જીવ, કદાચ સમ્યકત્વને વમી જાય અને સંસારમાં રખડત પણ થઈ જાય, તો ય કચરામાં પડી ગયેલી સોય જે દોરાવાળી હોય છે તે તે જેમ ઝટ હાથમાં આવી જાય છે, તેમ એ જીવ થેડા જ કાળમાં પુનઃ સમ્યગ્દર્શનને અને સમ્યજ્ઞાનને પામે છે. આ દષ્ટિએ જે જોઈએ, તે જ્ઞાનગુણ એ ભવસમુદ્રમાં વહાણ સમાન છે. આ જ્ઞાનગુણને પામીને જે મુનિવરે ક્રિયાપાત્ર બન્યા હોય છે, તેઓ મોટા ચિત્તના ધણી હોય છે. તેઓ મહા પરાક્રમી બન્યા થકા પિતાનાં કર્મોને ક્ષીણ કરી નાખવાનું કાર્ય સહેલાઈથી કરી શકે છે. જ્ઞાન વિનાના કિયાવાળા ઘણા હેય, તે ય તેઓ આંધળાના ટેળાની જેમ શેભાને અને ક્રિયાના સાચા ફળને પામી શકતા નથી. કિયાના સાચા ફળને પામવું હોય, તે જ્ઞાન પરમ આવશ્યક છે. જ્ઞાનના સુયોગે કિયા મહત્ત્વની બને છે અને જ્ઞાન જે સાચું હોય, તે તે કદી પણ સ&િયાનું વિરેાધી હોઈ શકતું નથી. ક્રિયા જ ન હોય તે જ્ઞાનને સફલ કોણ બનાવે?
ચરણ એટલે મને ઉદ્દેશીને ભગવાન શ્રી જિનેશ્વર
Page #406
--------------------------------------------------------------------------
________________
૩૭૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને દેવોએ જે જે અનુષ્ઠાને ઉપદેશ્યાં છે તે એટલે મોક્ષને પ્રાપ્ત કરાવનારી કિયા, એ ચરણ છે. જ્ઞાન ગમે તેટલું હોય, પણ જે ચરણ ન હોય તો તે જ્ઞાન વાંઝીયું છે. જ્ઞાન ફળવાળું ત્યારે જ બને, કે જ્યારે જ્ઞાનનું ફળ જે વિરતિ છે, તે આવે. જેમ મિથ્યાત્વ રૂપ અંધકાર બન્યું રહે તો તે જ્ઞાન એ જ્ઞાન નથી, તેમ જ્ઞાન ફળવાળું બન્યું જ ત્યારે કહેવાય, કે જ્યારે વિરતિ આવે. જ્ઞાનને સફલ બનાવનાર ચરણ છે. વૃક્ષ વિના ફળ પેદા થઈ શકે નહિ, પણ ફળ વિનાના વૃક્ષની કિંમતેય શી છે ? જ્ઞાનને પ્રધાન પદ આપનાર કહે છે કે-જ્ઞાન વિના કિયાની શુદ્ધિ નથી. જયાં સુધી પહોંચવા ગ્ય સ્થળનું અને સ્થળે પહોંચવાના માર્ગનું જ્ઞાન ન થાય, ત્યાં સુધી એકલી ક્રિયા કરે શું? ઈટ સિદ્ધિ ક્યાં છે અને તેનાં સાધનો કયાં કયાં છે તેને બતાવનાર જ્ઞાન છે. હિત અને અહિત તથા શાનાથી હિત અને શાનાથી અહિત–એને બતાવનાર પણ જ્ઞાન છે. એ જ્ઞાન વિના કિયા સલ્કિયા રૂપે થાય નહિ પણ અવળી થાય અને એથી સંસાર વધે. અજ્ઞાની ભારેમાં ભારે તપ કરે, તો પણ તે તપ મોક્ષને મેળવી આપનારે બનતા નથી. આથી જ કહેવાય છે કે-અજ્ઞાન એ જ મહા કષ્ટ છે. આમ જ્ઞાનની મહત્તા અને આવશ્યકતા ઘણું છે, પણ આવી રીતિએ કહેવામાં ક્રિયાને નિષેધ નથી. ક્રિયાને સફલ બનાવનાર જ્ઞાન છે–એમ કહ્યું, એટલે કિયા તે ઉભી જ રહી ને? કિયા જ ન હોય તે જ્ઞાન સફલ બનાવે છેને ? એટલે જ્ઞાનને નામે કિયાને ઉત્થાપી શકાય તેમ નથી અને કિયાને નામે જ્ઞાનને ઉત્થાપી શકાય તેમ નથી. જ્ઞાનની સફળતા ચરણને લઈને છે અને ચરણની સફળતા જ્ઞાનને લઈને છે.
Page #407
--------------------------------------------------------------------------
________________
ખીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
જ્ઞાનચણ ઉભયમાં રહેવું:
કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ જ્ઞાન માત્રથી થતી નથી. વસ્તુનું જ્ઞાન જોઇએ, વસ્તુને મેળવવાના ઉપાયનું જ્ઞાન જોઈએ, પરન્તુ તેને મેળવવાના પ્રયત્ન રૂપ ચરણ પણ જોઇએ જ. રસેાઈના જ્ઞાન માત્રથી કાંઈ રસાઈ તૈયાર થતી નથી; ખાવાના જ્ઞાન માત્રથી કાંઈ ભૂખ શમતી નથી; ચાલવાના અથવા માર્ગના જ્ઞાન માત્રથી કાંઈ ઈષ્ટ સ્થલે પહાંચાતું નથી; અને વેપારના જ્ઞાન માત્રથી કાંઈ કમાણી થતી નથી. તે તે જ્ઞાનની સફલતા, તે તે જ્ઞાનને અનુસારે કરાતી ક્રિયાથી જ થાય છે. એમ મેાક્ષ રૂપ સ્થાને પહોંચવાને માટે માત્ર જ્ઞાનથી નહિ ચાલે, પણ ક્રિયા ય જોઈશે જ, ક્રિયાવિહીન જ્ઞાનની સાચી કિંમત ઉપજી શકતી જ નથી. કેવલજ્ઞાન થયા પછીથી પણ જ્યારે સર્વસંવર નામની ક્રિયા આવે છે, ત્યારે જ મેાક્ષ થાય છે. કેવલજ્ઞાન થયા પછીથી પણ કદાચ ન્યૂન-પૂર્વકેટ વર્ષો સુધી ય જીવને સંસારમાં રહેવું પડે એમ પણ બને છે; જ્યારે સર્વેસંવર નામનું ચરણુ આવે, એટલે તા નિયમા પાંચ હસ્વાક્ષરના ઉચ્ચારણમાં જેટલેા કાલ લાગે તેટલા કાલે મુક્તિ થઈ જ જાય છે. કેવલજ્ઞાન પ્રગટ્યા વિના સર્વર્સવર રૂપ ચારિત્ર નથી આવી શકતું, પણ યથાખ્યાત ચારિત્ર આવ્યા વિના કેવલજ્ઞાન પણ પ્રગટી શકતું નથી. જો કે–એ વાત પણ યાદ રહેવી જોઈએ કે–સર્વર્સવર ચરણનું કારણ કેવલજ્ઞાન આવ્યેથી જ પ્રાપ્ત થઈ શકે છે. આ બધી વાતેા એટલા માટે છે કેજ્ઞાનની અને ચરણની આવશ્યકતા અને મહત્તા સમજાય. જીવે જો પેાતાનું સાચું કલ્યાણ સાધવું હોય, તેા જ્ઞાન અને
૨૪
૩૭૩
Page #408
--------------------------------------------------------------------------
________________
૩૭૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને ચરણ–ઉભયને સેવવાની જરૂર છે. ક્રિયાહીન જ્ઞાન અને અજ્ઞાન સાથેની ક્રિયા–એ બને હણાએલાં છે. આથી જ્ઞાનીઓએ શાવવવ થાતવ્યમ્' અર્થાત-જ્ઞાન અને ચરણ એ ઉભયમાં રહેવું–એમ ફરમાવ્યું છે. ફાની સન્ક્રિયાને પક્ષપાતી હેય : - જ્ઞાનને અને ચરણને આ ઘનિષ્ટ સંબંધ હોવાથી અને દેખવાનું સાચું ફળ દેરાવું એ હવાથી, ટીકાકાર મહષિએ આ શ્રી ભગવતીજી સૂત્રના નયન યુગલ તરીકે જ્ઞાન– ચરણને જણાવેલ છે. આ સૂત્રના પઠન-શ્રવણાદિનું પરમ ફલ, એ બે આવે તે જ પ્રાપ્ત થાય તેમ છે. કેઈ કેઈ ઠેકાણે જ્ઞાનને નેત્રની અને ચારિત્રને પગની ઉપમા પણ આપવામાં આવેલી છે. આંધળે દેડી શકે, પણ કયે રસ્તે દેડવું તે જોઈ શકે નહિ તથા રસ્તામાં ખાડા-ખડીઆ હાય, પથરા હોય, અંગારા હોય તો તે વિગેરે જઈ શકે નહિ. જ્યારે લૂલો જોઈ શકે, પણ ચાલી શકે નહિ. એટલે આંધળો ય ધાર્યે ઠેકાણે પહોંચી શકે નહિ અને લૂલે ય ધાર્યું ઠેકાણે પહોંચી શકે નહિ. જ્ઞાનથી જોવાનું બને અને ચરણથી પહેચવાનું બને. જ્ઞાન દેખાડે અને ચરણ પહોંચાડે. જ્ઞાન એ દિશા બતાવનાર છે અને ચરણ એ દિશાએ પહોંચાડનાર છે.
જ્યાં સુધી પ્રગતિ ન થાય, ત્યાં સુધી શિવગતિ ન થાય. મુક્તિસ્થાન ને મુક્તિમાર્ગને ખ્યાલ આવે જ્ઞાનથી અને ત્યાં પહોંચાય ચરણથી. આમાં તમે તેના વિના ચલાવી શકે ?
જે સમજે, તે તો કહે કે-બે ય જોઈએ. જ્ઞાની જ્યારે ચરણને વિધી બને, ચરણને તુચ્છ ગણીને અવગણનારે બને, ત્યારે
Page #409
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાપ્રસ્તાવના
૩૫ એ જ્ઞાની સમ્યજ્ઞાની રહેતું નથી. એને જ્ઞાનનું અજીર્ણ થયું છે; અથવા તે કહે કે-એ પ્રમાદી બની ગયો છે. એ પ્રમાદનું પિષણ પિતાના જ્ઞાનના નામે કરવાને માગે છે. નહિતર વળી, જે જ્ઞાની હોય તે સક્રિયાને પક્ષપાતી ના હોય, એ બને જ કેમ? જે જ્ઞાની કેઈ પણ કિયા ન કરતો હોય, તેને સર્જિ યાના પક્ષપાતની જરૂર નથી, પણ એવા છે તે મેક્ષમાં જ છે. કેઈ પણ ક્રિયાને કઈ પણ અંશ ન હોય, એવું તે માત્ર મુક્તિમાં જ હોય. સંસારમાં તે ક્રિયા હોય જ અને એથી ક્રિયાને નિષેધ કરે કેશુ? અસલ્કિયાને રોધ અને સકિયાને સદાગ્રહ,જ્ઞાની ન કરે તે કરે કેણ? એ જ્ઞાની કે જે સલ્કિયાને પક્ષપાતી નથી, જે ચારિત્રહીન છે, તેને જ્ઞાનીઓએ ચંડાલના કુવાની ઉપમા આપી છે. એવા ચારિત્રહીનના જ્ઞાનનું કઈ મહત્તવ તો નથી જ, પણ એથી એનું અને બીજા અનેકેનું નુકશાન છે. બેયની પ્રધાનતા લાગે?
છત્રીસ પ્રકારની રસેઈનાં નામોને જાણનારે અને બત્રીસ જાતિનાં શાકોનાં નામને જાણનારે, એ બધું એને ભાણે પીરસાય તે છતાં પણ, જે એને માત્ર ગણ્યા જ કરે અને કેળીઓ હાથમાં લઈને મેંઢામાં મૂકે નહિ, તો એને એને સ્વાદ આવે ખરે? એનું પેટ ભરાય ખરું? બાલક ભલે નામ ન જાણતે હેય, પણ એ ખાય છે તે એને એને રસ આવે છે. તેમ જ્ઞાન ભલે ઓછું હોય, પણ ચારિત્રનું શુદ્ધ પાલન હોય, તે એ રસ જુદે જ છે. એક ભીલ નદી ઉતરતાં પાણીમાં તણાયે. તેને શરદી થઈ ગઈ. વાયુથી તે બેહોશ બની ગયો.
Page #410
--------------------------------------------------------------------------
________________
૩૭૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન
'
એમાં કઈ સજ્જન માણસે એને જોયા અને એને કસ્તુરી ગળાવી દ્વીધી. એથી એની શરદી દૂર થઇ ગઇ. ભીલને કસ્તુરીનું કશું ય જ્ઞાન નહેાતું, છતાં ય કસ્તુરી પેટમાં ગઈ તા એની શરદી દૂર થઇ ગઈ ને ? એને ચેતના પ્રાપ્ત થઈ ને ? એ રીતિએ, જ્ઞાન કરતાં ચરણની પ્રધાનતા પણ કહેવાય. આમ છતાં પણુ, જ્ઞાન એ ય પરમ આવશ્યક છે. ‘ આ ફલ મારી ભૂખને ભાંગનારૂં છે કે મારા નાશને નેાંતરનારૂં છે’એની ખબર ન હાય, તે અજ્ઞાની એવા કાઈ ફલને ખાઇને મરી પણ જાય. અજાણ્યું ફૂલ ખાવું નહિ ’–એવા એક નિયમના પ્રતાપે, વંકચુલ મરણુથી ઉગરી ગયા અને એના સાથીદારો કપાકનાં લેાનું ભક્ષણ કરવાથી મરી ગયા. તેમને જો જ્ઞાન હાત કે– આ કુલ પેટમાં જઇને ઝેરનું કામ કરે એવું છે' તા. એ ફૂલને એ લેાકેા પણ ખાત નહિ અને એથી એ રીતિએ થયેલા મરણુથી બચી જવા પામત. આ પ્રમાણે વિચાર કરીએ, તા જ્ઞાનની પણ પ્રધાનતા લાગે, અમલના લાભ જ્ઞાનાધીન છે. જ્ઞાની જો સાચા જ્ઞાની હાય, તેા તે જે અનાચરણીય તેનાથી આચરાતું હોય તેને તથા જે આચરણીય તેનાથી આચરાતું ન હોય તેના પણ પશ્ચાત્તાપ કરે. એથી એને પાપબંધ અલ્પ થાય અને ચરણની પ્રાપ્તિ સુલભ બને. સાચું જ્ઞાન નિયમા ચારિત્રને પમાડે, જ્યારે સભ્યજ્ઞાનના અભાવમાં સભ્યચારિત્ર સંભવી શકે જ નહિ. સમ્યક્ચારિત્રના અભાવમાં સભ્યજ્ઞાન હાઈ શકે, પણ સમ્યજ્ઞાનના અભાવમાં સમ્યકચારિત્રન જ હોય. જે જ્ઞાની ક્રિયાશીલ અને તે તરે
:
એટલા માટે તે જ્ઞાન-જિયાં મોક્ષઃ । ’–એમ કહે
'
:
Page #411
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
૩Íક
વાચું છે, પણ ક્રિયા શાનામ્યાં મોક્ષઃ ।'-એમ નથી કહેવાયું. આ સંસારમાં સુખને મેળવવાના, ભાગવવાના અને સાચવવાના આશયથી ક્રિયા કાણુ નથી કરતું ? આમ છતાં પણ, પરિણામ શું આવે છે? સુખના આશયથી કરેલી ક્રિયાથી જ દુઃખની પ્રાપ્તિ થાય છે. કેમ ? અજ્ઞાન. સુખ કયાં અને શાથી, તેનું જ્ઞાન નહિ માટે ! મૂર્ખ માણસ જ ક્રિયાના વિરાધ કરે. ક્રિયા કરનારા અને ક્રિયાથી જ જીવનારા જો ડાહ્યો હાય, તા ક્રિયાના વિરોધ કરે ખરા ? હા, ડાહ્યો માણસ ખાટી ક્રિયાના વિશેષ જરૂર કરે. જે ક્રિયા પાપવાળી હોય, પાપજનક હોય અને એથી દુઃખને દેનારી હોય, તે ક્રિયાને વિરોધ કરે અને કહે કે સુખને માટે તે અમુક અમુક ક્રિયા અમુક અમુક વિધિથી કરવી જોઈ એ ' એટલે એ વિરાધ ક્રિયાના નથી, પણ જ્ઞાનના અભાવના છે, અજ્ઞાનના છે. જ્ઞાનીઓ કહે છે કે તમે સુખને માટે ક્રિયા તા કરો જ છે, પણ સમજીને કરવા ચાગ્ય ક્રિયા કરો. ‘ જ્ઞાન અને ક્રિયાથી મેક્ષ ’–એ પ્રમાણેના મેાક્ષના ઉપાયનું નિરૂપણ કરતાં, જ્ઞાનને પહેલું મૂકયું; કારણ કે–સભ્યજ્ઞાન વિના સમ્યક્ ક્રિયા આવતી નથી અને કેવલજ્ઞાન થયા વિના સર્વસંવરની ક્રિયા આવતી નથી; પણ ક્રિયાને જ્ઞાનની પછીથી મૂકીને ય જ્ઞાનીઓએ એક મહત્ત્વનું સૂચન એ કરી દીધું કે જેને જ્ઞાન મળે, તેણે ક્રિયાશીલ બનવાનું લક્ષ્ય રાખવું. જે જ્ઞાની ક્રિયાશીલ બનશે તે તરશે. જ્ઞાનનું ફળ જેણે મેળવવું હશે, તેણે ક્રિયાશીલ બનવું જ પડશે. કોઇ પણ જ્ઞાની કાઈ પણ પ્રકારની સત્ક્રિયા વિના કેવલજ્ઞાનને કે મુક્તિને પામ્યા જ નથી. એટલે જ્ઞાન પછી ક્રિયાને મૂકીને ક્રિયાની મહત્તાને વધારી દીધી છે, કારણ કે—
Page #412
--------------------------------------------------------------------------
________________
૩૭૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને મેક્ષ રૂપ ફલ જ્ઞાન સાથે કિયા ભળવાથી જ મળશે, એવું એમાં સૂચન રહેલું છે. સંસારમાં જે ક્રિયાશીલ તો છે જ, પણ તેઓ જ્ઞાનના યોગે જ સન્ક્રિયાશીલ બની શકે છે, માટે જ્ઞાનને પહેલું મૂક્યું. સન્ક્રિયાશીલ એટલે માત્ર બાહ્ય કિયાવાળે એવું સમજવું નહિ; પણ સમ્યજ્ઞાન પૂર્વકની સકિયાવાળો, એ જ સાચી રીતિએ સન્ક્રિયાશીલ છે. જ્ઞાન અને ક્રિયાની અપેક્ષા :
કઈ કહે છે કે-“જે કઈ જીવ કિયા કરે છે, તે સમજપૂર્વક ક્રિયા કરે છે, માટે જ્ઞાન અને ક્રિયા–બે ય આવી ગયાં, તો બધાની મુક્તિ કેમ થતી નથી?” આવું કહેનાર એ વાત ભૂલી જાય છે કે–સંમૂછિમ ક્રિયા કરનારા, ગતાનુગતિકપણે ક્રિયા કરનારા પણ હોય છે. સમજ કશી જ ન હેય અને ગાંડા કે ઉન્મત્તની જેમ કિયા કરનારા પણ હોય. એ સિવાયના સમજપૂર્વક કિયા કરે છે–એ વાત બરાબર છે, પણ હોવાની સમજેય ઉંધી છે અને એથી ક્રિયા પણ ઊલટી છે. “જ્ઞાન અને કિયાથી મેક્ષ”—એ વાક્યમાં જ્ઞાન કેને કહ્યું છે અને ક્રિયા કેને કહી છે, તે સમજવું જોઈએ. જ્ઞાનમાં મિથ્યાજ્ઞાન નથી લેવાનું પણ સમ્યજ્ઞાન લેવાનું છે અને કિયામાં એ સમ્યજ્ઞાનના ગે થતી સલ્કિયા લેવાની છે. ઉંધી સમજ અને એથી ઊલટી કિયા તે ચાલુ જ છે; પણ સકિયાને ય ઉંધી સમજથી કરનારા હોય છે, માટે તે એકના એક અનુષ્ઠાનના પણ વિષ, ગર, અનુષ્ઠાન, તહેતુ અને અમૃત–એમ પાંચ ભેદ જ્ઞાનીઓએ બતાવ્યા છે. તરવાર્થકાર શ્રી ઉમાસ્વાતિજી મહારાજાએ કહ્યું છે કે
Page #413
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૩૭૯ - “
સન-શાન-રાત્રિાળ મામા’ .
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રને વેગ, એ જ મેક્ષમાર્ગ છે. અને–
હાનનિયાભ્યાં નો' –એને પણ વાસ્તવિક અર્થ એ જ છે. સમજ સાચી હેવી જોઈએ. થેડી પણ સમજ સાચી હોવી જોઈએ. સમ્યદર્શન ગુણ વિના સાચી સમજ હેય નહિ અગર થાય નહિ અને સમ્યગ્દર્શન ગુણ પ્રગટતાંની સાથે જ, તે આત્માનું જે જ્ઞાન હોય, તે સમ્યક્ કેટિનું બની જાય. સદાચરણ ધર્મ તરફ આકર્ષે:
એવું જ્ઞાન અસલ્કિયાઓને તજા અને સન્ક્રિયાઓને કરાવે. એક વાર સમ્યજ્ઞાન ગુણ પ્રગટ્યો, એટલે છેવટમાં છેવટ અર્ધ પુદ્ગલપરાવર્ત કાલથી પણ અલ્પકાળમાં સમ્યચારિત્ર અવશ્ય પમાય. જે કિયા દેખાવમાં સક્યિા પણ હેય, પરંતુ તે જે સમ્યજ્ઞાન પૂર્વકની ન હોય, તે તે ક્રિયા સમ્યજ્ઞાનને અવશ્ય પમાડે એવું કહી શકાય નહિ. આમ છતાં પણ, સલ્કિયા સમ્યજ્ઞાનને પામવામાં કારણ ન જ બને એવું પણ નહિ. સલ્કિયા સમ્યજ્ઞાનને પામવામાં, વૃદ્ધિ પમાડવામાં અને ટકાવવામાં ઘણી મદદગાર નિવડે છે. વળી સલ્કિયાને જેવાથી લધુકમ ભદ્રિક જી અનુમોદના કરવા દ્વારા મેક્ષમાર્ગની પ્રાપ્તિનું બીજ પિતાના અન્તઃકરણમાં વાવે છે. બાલ જીને ધર્મ તરફ આકર્ષાવામાં સદાચરણ એ પહેલું કારણ બને છે. ચારિત્ર વિનાને જ્ઞાની નિન્દા કરાવે, પણ જ્ઞાન વિનાનું ચારિત્ર નિન્દા નહિ કરાવે. જ્ઞાનગુણ પણ
Page #414
--------------------------------------------------------------------------
________________
૩૮૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યા
સાચેા પરોપકારક ત્યારે જ બની શકે છે, કે જ્યારે એ ચારિત્રગુણની સાખત કરે છે. ચારિત્રગુણની સામત કરીને જ્ઞાનગુણુ પાતાની મહત્તાને અને પરોપકારિતાને સુન્દર પ્રકારે સિદ્ધ કરી શકે છે, માટે જ્ઞાન અને ચારિત્ર બે ય જોઈ એ અને તે સમ્યક્ પ્રકારનાં જોઈ એ.
સમજ સાચી જોઈએ અને ક્રિયા સારી જોઇએ :
સમજ સાચી ન હોય ને ઉંધી સમજ હોય, તો સારી ક્રિયા પણ એવી થાય કે–એ તારક બનવાને બદલે મારક બને. એક ાકરા પોતાના બીમાર બાપની દવા લેવાને માટે વૈદ્યને ત્યાં ગયા. વૈદ્યને તેણે પોતાના આપની બીમારીની સઘળી હકીકત કહી. વૈદ્ય એક કાગળમાં દવા લખી આપી અને એ કાગળ પેલા કરાને આપતાં કહ્યું કે આ દવા ખલમાં પાણીની સાથે ઘુંટીને આપવાની છે.'
વૈદ્યની કહેવાની મતલબ એ હતી કે− આ કાગળમાં જે જે ચીજો લખી છે, તે બધી ચીજો બજારમાંથી ખરીદી લાવવી અને પછી એ ચીજોને ખલમાં પાણીની સાથે ઘુંટીને એકરસ કરી બીમારને પાઈ દેવી. પણ પેલા છોકરા વૈદ્યની એ મતલબને સમા નહિ અને ઊલટું સમજા.
એથી એણે તા ઘેર જઈને વૈદ્ય લખી આપેલા કાગળીયાને જ ખલમાં નાખ્યું અને પાણી સાથે લસોટવા માંડયું. એ કાગળીયું અને પાણી ખરાબર એકરસ થઇ ગયાં, એટલે એ એણે એના બીમાર આપને પાઈ દીધું.
એ પાયા પછી, માપની બીમારી ઘટવાને બદલે વધવા માંડી. પેટમાં શૂળનું દર્દ ઉપડયું.
Page #415
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૩૮૧ બાપની બીમારી આમ વધી ગઈ એટલે પેલા વૈદ્યને ઘેર બોલાવ્યો. વૈદ્ય આવ્યો એટલે છોકરાએ કહ્યું કે-“તમે આપેલી દવા આપ્યા પછીથી તે મારા બાપની બીમારી વધી ગઈ.” - વિદ્યને જરા શંકા પડી. એણે પૂછ્યું કે-“દવા લાવવામાં તે કાંઈ ભૂલ થઈ નથી ને? ... કારણ કે-એને ખાત્રી હતી કે–એ દવા કરે તે ફાયદે જ કરે. . પેલો છે કહે છે કે-“દવા બીજે ક્યાંયથી લાવ્યું નથી. તમારે ત્યાંથી જ દવા લાવ્યા હતા અને એ જ દવા તમે કહ્યા મુજબ ખલમાં ઘૂંટીને મેં તરત પાઈ દીધી હતી.”
વૈદ્ય કહે કે મેં દવા આપી નહોતી, પણ દવા લખી આપી હતી. એ દવા બજારમાંથી લાવવાની હતી. તે પછી તેં તારા બાપને પાયું શું?”
છેકરે કહે કે-“મેં તે તમે જે આપ્યું હતું તે જ લસોટીને પાઈ દીધું.” * વૈદ્ય કહ્યું કે મૂખ! દવાને બદલે દવા લખેલું કાગળીયું જ ઘૂંટીને પાઈ દીધું, પછી બીમારી વધે નહિ તે થાય પણ શું?”
પછી વધે જાતે જ ઉપચાર કરીને એના બાપને બીમારીમાંથી ઉગારી લી.
કહેવાની મતલબ એ છે કે–સમજ જે સાચી ન હોય અને ઉંધી હોય, તો આવું પરિણામ પણ આવે. એટલે સાચી સમજ સાથે સક્યિાનો યોગ મળે તે મેક્ષ સધાય. સાચું કલ્યાણ ભાવનેત્રથી જ થાયઃ
ટીકાકાર મહર્ષિએ જ્ઞાન-ચરણને નયનયુગલની ઉપમા આપી છે, તે જ્ઞાનચરણના સંબંધને અને કાર્યને જોઈને
Page #416
--------------------------------------------------------------------------
________________
૩૮૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને આપી છે. માણસને ડાબી કે જમણ, કેઈ પણ એક આંખ ન હેય, તે ય તે કાણી કહેવાય. પૂર્ણ દૃષ્ટિવાળે તો બે ય આંખે જેને હોય તે જ કહેવાય. એમ એકલો જ્ઞાનવાળેય કાણો અને એકલો ચરણવાળે ય કાણો. આ ઉપમા દ્વારા બેધપાઠ એ લેવાને છે કે–આ પ્રકારના નયનયુગલને પામવાને પ્રયત્નશીલ બનવું જોઈએ. આ બે આવે તો જ પરિણામે મેક્ષ મળે. આમાંથી એકને પણ અભાવ હોય તો મોક્ષ મળે નહિ, આ બે નેત્રો આવી જાય, તો ખવાપણું ને રેવાપણું ન રહે, પણ કર્મના મેલને દેવાપણું અને એથી નિર્મલ થવાપણું જ રહે. ચર્મચક્ષુઓમાં તે બેય ચક્ષુ હોવા છતાં ય પગ બગડે એમ બને, જ્યારે આ બે ચક્ષુઓ એવાં છે કે-જે આત્મા આ બે ચક્ષુવાળ બને ને બળે રહે, તે આત્મા કદી પણ દુર્ગતિમાં ઘસડાય નહિ; પાપથી ખરડાય નહિ. આજ્ઞાન-ચરણરૂપ બે નેત્રે જેને છે, તેને માટે મુક્તિમાં માંગ છે, માર્ગ છે, કર્મોની ભાગાભાગ છે. ચર્મચક્ષુ ચઉરિન્દ્રિયથી શરૂ થાય. તેઈન્દ્રિય સુધી બધા અન્વ. બાકીનાને ચર્મચક્ષુ હોય, પણ એ ચર્મચક્ષુ સફળ ક્યારે ? જ્યારે આ જ્ઞાન-ચરણ રૂપ ચક્ષુ મળે ત્યારે. ચર્મચક્ષુ તે અનંતી વાર મળી, પણ રખડપટ્ટી ચાલુ રહી. જ્ઞાન–ચરણ રૂપ નેત્રો જઘન્યપણે પણ જે મળી જાય, તો ય સાત-આઠ ભામાં અવશ્ય મુક્તિ મળી જાય. સાચું કલ્યાણ ભાવનેત્રથી જ થાય. ભાવનેત્ર આવી જાય, તો મુક્તિમહેલમાં વસવાટ થાય. ભાવનેત્રથી બીજા અનેક પ્રાણિઓને તારી શકાય. જગતમાં જેઓ સારો અને પરમ કેટિને ઉપકાર કરી ગયા છે, કરી રહ્યા છે અને કરશે, તે ભાવનેત્રને પામવાથી જ. સાચો નેત્રયજ્ઞ આ જ છે. શુદ્ધ નેત્ર, શુદ્ધ ભાવનેત્ર
Page #417
--------------------------------------------------------------------------
________________
- ૩૮૩
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના મળી જાય, તે ભવભવને અંધાપે દૂર થઈ જાય; અને કદાચ અસંખ્યાતા પ્રાણિઓને પણ ભાવનેત્રનું પ્રદાન કરીને તારી શકાય. ભાવનેત્રના ભેગે દ્રવ્યનેત્રનું રક્ષણના હેય. દ્રવ્યનેત્રના ભાગે પણ ભાવનેત્રનું રક્ષણ કરવું એ હિતાવહ છે. કિંમતી વસ્તુને માટે તુચ્છ વસ્તુને ભેગ અપાય, એ ન્યા છે. આજે જગતમાં કેવી અંધાધુધી મચી રહી છે? એક—બીજાને નાશ કરીને કે કાળો કેર વર્તાવાઈ રહ્યો છે? પોતાની આશાએને પરિતૃપ્ત કરવાને માટે, બીજાઓને પારાવાર નુકશાન કરીને ઈન્સાનીયતનું ચોગરદમ લીલામ ચાલી રહ્યું છે. આ બધું શાથી? અથવા તે, આ સંસારમાં નાનું કે હું જે કાંઈ દુઃખ છે, તે શાથી છે ? ભાવનેત્રના અભાવથી. ભાવનેત્ર પાસે દ્રવ્યનેત્રની કિંમત નહિવત્ છે. ભાવનેત્ર-ચણ :
આ શ્રી ભગવતીજી સૂત્રનું જે શ્રવણ કરાવવામાં આવે છે, તે ભાવનેત્રયજ્ઞ છે. આ સૂત્રના શ્રવણથી મિથ્યાત્વની લાગેલી મલિનતા ટળે અને અવિરતિની ઉધઈ નાશ પામે, એટલે જ્ઞાન ચરણ રૂપ નયનયુગલ પ્રાપ્ત થાય. જામી ગયેલ પડળો દૂર ન થાય, છારી–કુલાં–ખીલ ન કપાય, ત્યાં સુધી નેત્ર માત્ર પીડાને પામવાને માટે જ છે. એ દૂર થાય તે પીડા જાય અને પ્રકાશ પમાય; જેથી પ્રમેદ થાય, જવાનું મળે, અન્ધત્વ ટળે, ઇચ્છિત ફળે. એમ ભાવને એટલે જ્ઞાન–ચરણ રૂપ નયનયુગલને પામવાને માટે, મિથ્યાત્વ અને અવિરતિ–એ બે ઉપર મારે ચલાવવું જોઈએ. એ બે ઉપર મારે ચલાવવાને માટે કષા ઉપર મારે ચલાવવું જોઈએ. શ્રી ભગવતીજી
Page #418
--------------------------------------------------------------------------
________________
૩૮૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો
સૂત્રનું શ્રવણ કરાવવું, એ એવા મારા ચલાવવા બરાબર છે, માટે આ ભાવનેત્રયજ્ઞ છે. તમે જેટલા લાભ ઉઠાવા તેટલા તમને આ યજ્ઞ રૅળ્યા કહેવાય. એટલે કે–તમારે નિર્ણય કરવા જોઈએ કે હવે અમારે જ્ઞાન ચરણ રૂપ નયનયુગલવાળા બનવું છે અને એ નિર્ણયને અનુસરીને તમારે તમારા મન-વચન-કાયાના વર્તનને વળાંક આપવા જોઈએ. તમે બધા જો તમારા મન-વચન-કાયાના વર્તનને વળાંક આપીને, જ્ઞાન અને ચરણુ રૂપ નયનયુગલવાળા બનવાના પ્રયત્ન શરૂ કરી દો, તે। આ ભાવનેત્રયજ્ઞ પ્રત્યે ભાવનાશીલ જગતનું ભારે આકર્ષણ થયા વિના રહે નહિ.
૧૫–દ્રવ્ય—પર્યાય :
એ દન્તમાલા :
જયકુંજર જેમ નયનયુગલવાળા હોય છે, તેમ આ શ્રી ભગવતીજી સૂત્ર પૂર્ણ જ્ઞાન-ચરણ રૂપ નયનયુગલવાળું છે— આ પ્રમાણે ફરમાવ્યા બાદ, જયકુંજરની સાથે શ્રી ભગવતીજી સૂત્રની સરખામણી કરી રહેલા ટીકાકાર મહર્ષિ, તેરમા વિશેષણ દ્વારા ફરમાવે છે કે
Page #419
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૩૮૫,
" द्रव्यास्तिकपर्यायास्तिकनयद्वितयदन्तमुशलस्य । "
એટલે કે-જયકુંજર જેમ બે દન્તકુશલોવાળે છે, તેમ આ શ્રી ભગવતીજી સૂત્ર પણ એક દ્રવ્યાસ્તિક નય અને બીજે, પર્યાયાસ્તિક નય-એ બે ન રૂપ બે દન્તકુશલોએ સહિત છે. ભગવાને દરેક પદાર્થોને બે નયથી કહ્યા છે, પ્રરૂપ્યા છે.. આ શ્રી ભગવતીજી સૂત્રમાં ઠેકઠેકાણે “દિલ” અને “નવો ' એવાં પદેને પ્રયોગ કરાએલો જણાઈ આવે છે. દ્રવ્યાસ્તિક નય વસ્તુનું વર્ણન અમુક પ્રકારે કરે છે અને પર્યાયાસ્તિક નય વસ્તુનું વર્ણન અમુક પ્રકારે કરે છે. એ બન્ને ય વર્ણને દ્વારા પ્રત્યેનું સાચું જ્ઞાન થઈ શકે. એકના વર્ણનને જ જે પકડાય, તે એ જ્ઞાન મિથ્યા થાય. સમ્યજ્ઞાન ત્યારે જ કહેવાય, કે જયારે બન્ને ય વર્ણનને યથાસ્થિતપણે સ્વીકાર, કરવામાં આવે. સ્યાદ્વાદની મહત્તા:
આ બે નાને જે બરાબર આશ્રય લેવાય, તો જગતમાં પદાર્થસ્વરૂપના વિષયમાં કઈ પણ વિવાદ ઉભું રહેવા પામે નહિ. તમામ વાદવિવાદે એકાન્તવાદથી ઉભા થયા છે.. સ્યાદ્વાદની વિશાલ દષ્ટિ યદિ સૃષ્ટિમાં સર્જાઈ જાય યાને એ જે સર્વવ્યાપિની બની જાય, તે વાદવિવાદથી મુંઝાઈ ગયેલી દુનિયાની શીકલ ફરી જાય, મુંઝવણ માત્રને અંત આવી જાય; અને ધર્મના નામે એકાન્તવાદને પોષણ મળે નહિ. તકરારે, વિવાદ, વિગ્રહ અધૂરાશમાં છે, પણ પૂર્ણતામાં નથી. જ્યાં પૂર્ણતા હોય કે પૂર્ણને આશ્રય હોય, ત્યાં વિવાદ હેય નહિ. કેવલજ્ઞાનિઓમાં કઈ પણ કાળે વિવાદ
Page #420
--------------------------------------------------------------------------
________________
૩૮
શ્રી ભગવતીજી મૂત્રનાં વ્યાખ્યાનો
ઉત્પન્ન થવા પામતા જ નથી. તેનું કારણ એ જ છે કે તે પૂર્ણ દૃષ્ટિવાળા છે. સ્યાદ્વાદ, એ સંપૂર્ણ દૃષ્ટિનું અંગ છે. એના આશ્રય નહિ લેનારાએ અધુરા જ્ઞાનવાળા, અજ્ઞાન, મિથ્યાદષ્ટિ હોય છે. જ્યાં સુધી સ્યાદ્વાદ–દૃષ્ટિથી, શ્રી સર્વજ્ઞકથિત સ્યાદ્વાદ—દૃષ્ટિથી પદાર્થનું નિરૂપણ ન થાય, ત્યાં સુધી એ નિરૂપણ અધુરૂં જ રહે છે; કારણ કે—પ્રત્યેક વસ્તુ અનન્તધર્માત્મક છે અને એક દૃષ્ટિથી તા એ વસ્તુના અનંત ધર્મોમાંથી માત્ર એક જ ધર્મને ગ્રહણ કરાય, એટલે બાકીના સર્વ ધર્માનું નિરૂપણ રહી જાય અથવા તા બાકીના સર્વ ધર્મોને અપલાપ થઈ જાય. તાત્પર્ય કે—સ્યાદ્વાદ દૃષ્ટિથી નિરૂપણ થાય, તા . વસ્તુના એક ધર્મના નિરૂપણની સાથે તેના અનન્તા ધર્મોનું નિરૂપણ પણ થઈ જવા પામે છે. આ સ્યાદ્વાદ, એ અપેક્ષામૂલક વાદ છે. અપેક્ષા એટલે નય, એમ પણ કહેવાય. આ અપેક્ષાએ આ વાત છે, એમ તમે ખેાલે ત્યાં અપેક્ષા નયમાં ગઈ તેમજ અન્ય અપેક્ષાઓના નિષેધ પણ નહિ થયેા. નયે સાત છે. જો કે–સમ્મતિમાં ચૈવ કુંતિ નથવાયા । ’–એમ ફરમાવીને, જેટલા વચનના માર્ગો છે, તે બધા નયેા છે—એમ જણાવ્યું છે; પરન્તુ ખધા નાના સમાવેશ સાત સે। નયેામાં પણ કરવામાં આવ્યા છે, પાંચ સે। નયામાં પણ કરવામાં આવ્યા છે અને સાત નચેામાં પણ કરવામાં આવ્યા છે.
जावइया वयणपहा तावइया
કાઈ નય વસ્તુતઃ ખાટા નથી :
"
કાઈ નય વસ્તુત: ખાટા નથી, પણ જે નય માત્ર હું જ છું અને કાઈ નથી ’–એ પ્રમાણેના હુંકારમાં તણાય, તે
*
Page #421
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
૩૮૨૫
નય ખાટા ઠર્યા વિના રહે જ નહિ. નયે જો સાચા રહેવું હોય, તા એવા હુંકારમાં નહિ જ તણાવું જોઇએ. એવા હુંકાર આબ્યા એટલે સત્યવાદીપણું ગયું અને અસત્યવાદીપણું આવ્યું. નય માત્રને તમે ખાટા કહો, તો બધાં ય વચના મૃષા જ ઠરી જાય, પણ એમ નથી. જ્યાં સુધી કાઈ પણુ નય, સ્વપક્ષપ્રતિબદ્ધ મની જઈને અન્ય પક્ષાના સર્વથા નિષેધ કરનારા ખનતા નથી, ત્યાં સુધી તે નય સાચા રહી શકે છે. ખાટાપણાને લાવનાર દુરાગ્રહ છે. જે અતિશય સ્વાર્થમાં પડી જાય, તે ખોટું જ કરે ને ? સૌ પાતપેાતાના સ્વાર્થ ભલે સાથે, પણ કાઈ કાઈના સ્વાર્થની આડે આવ્યા વિના પોતપોતાના સ્વાર્થ સાધે,તો સૌ સુખે સ્વાર્થને સાધી શકે; જ્યારે બીજાના સ્વાર્થની આડે આવીને જ જે પોતાના સ્વાર્થને સાધવા માગે, તે કયા પેદા કરે. અન્ય દર્શનાએ આવી રીતિએ જ કજીયા પેઢા કર્યા છે, જ્યારે શ્રી જૈન દર્શને કજીયાઓને શમાવવાનું કામ કર્યું છે. શ્રી જૈન દર્શને, જ્યાં સત્યના અંશ માત્ર પણ હોય તેના અપલાપ કર્યો નથી, છતાં પણ અન્ય સર્વ દર્શનાને મિથ્યા જ કહ્યાં છે. અન્ય સર્વ દર્શનાને મિથ્યા કેમ કહ્યાં ? બીજાના સ્વાર્થને ઘાત કરીને માત્ર પેાતાના જ સ્વાર્થને સિદ્ધ કરવાની વૃત્તિની જેમ, અન્ય દર્શના પેાતાતાને ઈષ્ટ એવા નયને પકડીને અન્ય નયાના સર્વથા નિષેધ જ કરનારાં બન્યાં છે, માટે તે સર્વ દર્શનાને શ્રી જૈન દર્શને મિથ્યા કહ્યાં છે.
શ્રી જૈન દર્શનનાં મતાં ય વાકયો સાચાં અને અન્ય દર્શનાનાં બધાં ય વાકથો ખાટાં કેમ ?
શ્રી જૈન શાસને તે। જેટલે અંશે જે સાચું તેને તેટલે
Page #422
--------------------------------------------------------------------------
________________
૩૮૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન
અંશે સાચું કહ્યું છે અને બધા ય સત્યાંશને નિરાગ્રહપણે સ્વીકાર કરીને, પિતે એકાન્ત સત્યવચની હોવાનું સાબીત કરી આપ્યું છે. આમ કેઈને ય ખેટા કહે નહિ અને આમ સૌને ખોટા કહે બેટા નહિ કહેવામાં આંશિક સત્ય એ કારણ અને ખોટા કહેવામાં એ આંશિક સત્યને એ દુરાગ્રહ કે અન્ય સર્વ સત્યને નિષેધ એ કારણ. અન્ય સર્વ દર્શનમાં આવી વિડમ્બના રહેલી છે. અન્ય દર્શને જ્યારે પોતપોતાની તસ્વસ્વરૂપ સંબંધી માન્યતાનું પ્રતિપાદન માત્ર કરતાં હોય, ત્યારે આપણને લાગે કે–આ વાત તે ભગવાન શ્રી જિનેશ્વરદેએ પણ આ જ પ્રમાણે કહેલી છે; પણ જ્યાં એ દર્શને પિતપિતાની માન્યતાથી પર એવી સઘળી ય માન્યતાઓને અસ્વીકાર કરીને તેને સર્વથા અભાવ જ સિદ્ધ કરવા માંડે, એટલે એ મહા મૃષાવાદી બની જાય. એ કદાગ્રહને કારણે, એનું જે આંશિક સત્ય હોય, તે પણ અસત્યની જ કેટિનું બની જાય. શ્રી જૈન શાસનમાં આવું કદી પણ બને નહિ. જે અપેક્ષાનું વર્ણન ચાલતું હોય તે અપેક્ષાનું વર્ણન કરે, પણ અન્ય અપેક્ષાઓને સર્વથા નિષેધ કરે નહિ. આથી શ્રી જૈન શાસનનાં સઘળાં ય નયવાક્યોને સાચાં જ કહેવાય અને અન્ય દર્શનેનાં સઘળાં ય વાક્યોને ખોટાં જ કહેવાય. દ્વવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક કોને કહેવાય?
એટલે “જેટલા વચનના માર્ગો એટલા ન”—એમ કહેવા છતાં પણ, સાત સે નાની પણ વાત કરી, પાંચ સે નાની પણ વાત કરી અને સાત નાની વાત પણ કરી, એથી કાંઈ મુંઝાઈ જવા જેવું નથી. એમ સમજવાનું નથી કે
Page #423
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૩૮૯ બાકીના નને નિષેધ કર્યો છે, પણ એમ જ સમજવાનું છે કે-તે તે ન જે જે રીતિએ શક્ય હોય તે તે રીતિએ એક-બીજામાં સમાવેશ કરી લેવામાં આવ્યો છે. સાત નોમાં પણ તમામ નેને સમાવેશ થઈ જાય છે. કેટલાક નો કેવળ સામાન્યગ્રાહી છે, કેટલાક નયે વિશેષગ્રાહી છે, જ્યારે કેટલાક નો સામાન્ય અને વિશેષ–એ ઉભયને ગ્રહણ કરનાર છે. કેટલાક ના ચારેય નિક્ષેપાઓને ગ્રહણ કરનારા છે, જ્યારે શબ્દાદિ ન ભાવ માત્રને ગ્રહણ કરનારા છે. એ શબ્દાદિ ન નામાદિ ત્રણ નિક્ષેપાઓને ગ્રહણ કરનારા નહિ હોવાના કારણે, ચારેય નિક્ષેપાઓને ગ્રહણ કરનારા નામાં તેમને સમાવેશ નહિ કરતાં, સર્વ નોન સમાવેશવાળા જે સાત ન છે, તેને બે વિભાગોમાં પણ સમાવેશ કરવામાં આવ્યું છે. પ્રથમના ચાર ને અને મતાન્તરે ત્રણ નાને જે વિભાગ છે, તે ન વિભાગ દ્રવ્યને ગ્રહણ કરનાર છે; જ્યારે પાછળના ત્રણ નાને અને મતાન્તરે ચાર નાનો જે વિભાગ છે, તે ન વિભાગ પર્યાયને ગ્રહણ કરનાર છે. જે ન પ્રધાનતયા દ્રવ્યને ગ્રહણ કરનારા છે, તે નાને દ્રવ્યાસ્તિક નો કહેવાય છે. દ્રવ્ય છે, દ્રવ્ય છે”—આમ બેલનારા, દ્રવ્યપ્રતિપાદક નો, દ્રવ્યને ગુંજારવ કરનારા નો દ્રવ્યાસ્તિક ન ગણાય, એ સ્પષ્ટ છે. હવે જે નય પ્રધાનતયા પર્યાયને ગ્રહણ કરનારા છે, પર્યાયપ્રતિપાદક નો છે, તે મને પર્યાયાસ્તિક ન કહેવાય છે. સામાન્યને ગ્રહણ કરનાર દ્રવ્યાસ્તિક નયે છે, જ્યારે પર્યાયને ગ્રહણ કરનાર પર્યાયાસ્તિક નો છે. એક નવિભાગ દ્રવ્યત્વને અનુલક્ષીને વાત કરે છે, જ્યારે બીજે નવિભાગ પર્યાયત્વને અનુલક્ષીને વાત કરે છે.
૨૫.
Page #424
--------------------------------------------------------------------------
________________
૩૯૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન
ગુણ સહભાવી અને પર્યાય ક્રમભાવીઃ
જગતમાં જેટલા પદાર્થો છે, તેમાં દ્રવ્યત્વ અને પર્યાયત્વ સિવાય કાંઈ છે જ નહિ. કઈ પણ પદાર્થને લગતી કેઈપણ વાતને તમે વિચાર કરે, તે તમને લાગશે કેજે પદાર્થની આ વાત છે, તે પદાર્થના દ્રવ્યત્વની વાત છે અગર તો તેના પર્યાયત્વની વાત છે. કેઈ પણ પદાર્થના દ્રવ્યત્વની અથવા તો તેના પર્યાયત્વની વાત ન હાય, એવી કોઈ વાત જ આ દુનિયામાં સંભવતી નથી. જે દ્રવ્યત્વનું અસ્તિત્વ જ ન હેય, તે પર્યાયત્વ સંભવે જ નહિ, કેમ કે-દ્રવ્ય હોય તો જ દ્રવ્યના પર્યાયે હોય. હવે જે પર્યાની ભિન્નતાનું અસ્તિત્વ ન હોય, તે આ સંસાર જ સંભવી શકે નહિ. દ્રવ્યના ભિન્ન ભિન્ન પર્યાને કારણે જ સંસાર છે. દ્રવ્ય તે કહેવાય, કે જે ગુણ અથવા પર્યાયવાળું હોય. ગુણ તથા પર્યાય વસ્તુતઃ તો એક જ છે, પણ ફરક એટલો છે કે-જે સહભાવી હોય છે તેને ગુણ કહેવાય છે અને જે કમભાવી હોય છે તેને પર્યાય કહેવાય છે. દાખલા તરીકે સેનું. સેનાની જે ચમક, તેને સેનાના ગુણ કહેવાય. એ સેનાના જે ભિન્ન ભિન્ન ઘાટ બને, તે બધા એના પર્યાયે કહેવાય. સોનાને ઘાટ ગમે તે બનાવે, એટલે પર્યાય બદલાય પણ ગુણ કાયમને કાયમ રહે. માટે ગુણ સહભાવી કહેવાય અને પર્યાય કમભાવી કહેવાય. આજે સેનાને આ ઘાટ ને કાલે બીજે ઘાટ, એટલે પર્યાયે તે કમભાવી જ થયા ને ? પર્યાયને અવસ્થા વિશેષ પણ કહેવાય છે. પ્રત્યેની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, એ સર્વને દ્રવ્યના પર્યાયે કહેવાય.
Page #425
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૩૯૧
અજ્ઞાનને રસ ઉપજે ક્યાંથી?
આ તે બહુ જ સામાન્ય કેટિની વાત છે. નાની વાત આવી, એટલે આટલું તમને કાંઈક ખ્યાલ આવે એ પૂરતું કહેવાય છે. બાકી તો, નાની ચર્ચા એ બહુ મેટી ચર્ચા છે. નાની ચર્ચા ચાલે અને એમાં આત્મા તન્મય બની જાય, તે એ વખતે એ કામ કાઢી જાય. નાની ચર્ચા એટલે તત્વસ્વરૂપની ભિન્ન ભિન્ન અપેક્ષાઓની વિચારણ. અહીં તમને જો નાની વિસ્તૃત વ્યાખ્યામાં ઉતારવામાં આવે, તે તમારે રસ વધી જવાને બદલે ભાગી જવા પામે એ શક્ય છે. ઘણું રસદાયક વાત પણ, સુજ્ઞ જનેને જ રસ ઉપજાવી શકે છે. અજ્ઞાન જનેને માટે રસદાયક વાત પણ રસદાયક બની શકતી નથી. પૌષ્ટિક ખોરાક પણ જે એને પચાવી શકે તેને માટે પુષ્ટિ કરનારે બને. બીજાને તે ઝાડા જ થઈ જાય. એમ, તમે જે ભણેલા , તે તો તમારી પાસે જ્યારે નના ભિન્ન ભિન્ન સ્વરૂપની અને પરસ્પરના સમન્વયની વાત કરવામાં આવે, ત્યારે તમારે સાંભળવાનું અને જાણ વાને રસ એકદમ વધી જવા પામે. તમને એમ થઈ જાય કે-“આવું સાંભળવા જેવું, જાણવા જેવું, વિચારવા જેવું, આ જગતમાં બીજું છે જ શું?” આ બધી દ્રવ્યાનુયોગની વાત કહેવાય. તમને આ વાતમાં રસ ઉપજે, એવું તમે ભણેલા છે? તમારે ન જ કહેવી પડે તેમ છે ને? મેટે ભાગે તમને આ વિષયનું જ્ઞાન નથી તેમ જ આવા જ્ઞાનની તમને વિશેષ દરકાર હોય એવું પણ જણાતું નથી. એને લઈને થાય છે શું? તમને શ્રી જૈન શાસનને પામ્યાની જે
Page #426
--------------------------------------------------------------------------
________________
૩૯૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને પરમ ભાગ્યશાલિતા છે, તેને સાચે ખ્યાલ જ આવતો. નથી. એને લઈને તમે ઘણી વાર શંકામાં પડી જાય છે અને કેટલાકને તે “મિથ્યાત્વ” અને “મિચ્છા દર્શને” એવી વાત પણ અશાંતિ ઉપજાવે છે. તમને રસ નથી તેનું કારણ શું?
તમને દરકાર શાની છે? તાલાવેલી શાની છે? તમન્ના શાની છે? મોટે ભાગે કલદાર કમાવાની! અર્થ અને કામ સિવાય તમને કઈ વસ્તુને રસ છે ખરો ? ધર્મને રસ પણ જે માત્ર અર્થ-કામ પૂરતું જ હોય, તે એને ધર્મરસ કહેવાને બદલે અર્થ-કામને રસ કહે એ જ સમુચિત છે. ધર્મને સાચે રસ તે, મોક્ષના રસને યોગે જોઈએ. અર્થ-કામને રસ ન હોય, તો ધર્મને રસ ફાયદો કરે અને મેક્ષના રસથી જ ધર્મને રસ હોય, તો તે મહા ફાયદે કરે. મેક્ષના રસથી ધર્મને રસ હોય, તે આ જ્ઞાનની આવી બેદરકારી ન હોય. આજે દુનિયાની ઉપર ઉપરની સામાન્ય પણ વાતેમાં તમને કેટલે બધે રસ છે? જ્યારે દ્રવ્યાનુગ કે જે ખરેખરે કસદાર છે, તેને તમને કેટલાક રસ છે અથવા તે રસ છે કે નહિ એને તમે તમારે માટે, તમારા હિતને માટે વિચાર કરે. જ્યારે તમે દ્રવ્યાનુયેગમાં રસ લેતા થશે, ત્યારે તમે તત્ત્વજ્ઞાનથી ભરપૂર એવા આવા સૂત્રગ્રન્થના શ્રવણમાં રસીયા બનશે. આવું નક્કર જ્ઞાન નથી, આ જ્ઞાનની નક્કરતાનું ભાન નથી, માટે તમને રસ નથી અને એટલે સાચી વસ્તુ, યદ્યપિ તમે શ્રવણ કરવાને આવે છે, છતાં ય તમને સમજવામાં મુશકેલી નડે છે. તમને હજુ તે માર્ગે લાવવાનો પ્રયાસ
Page #427
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૩૯૩
ચાલી રહ્યો છે. તમને જે આ માર્ગનું બરાબર ભાન થઈ જાય, તો તમે સમજપૂર્વક એમ કહી શકે કે–એક માત્ર શ્રી જૈન દર્શન સિવાય સર્વ દર્શને મિથ્યા જ છે. આ વાતને તમે સમજી પણ શકે અને સમજાવી પણ શકે. એથી તમે તમારા પરમ ઉપકારને સાધવાની સાથે, અનેકના પણ પરમ ઉપકારને સાધનારા બની શકે. શ્રાવકની ફરજ :
પૂર્વકાળમાં એવા પણ સુશ્રાવકે હતા, કે જે જાતે અને ધંધે કુંભાર હતા. કુંભાર હોવા છતાં પણ, એમનામાં કુભારપણું નહેતું રહ્યું અને એમણે સુભારપણું મેળવ્યું હતું. મિથ્યાત્વના અને અજ્ઞાનના બેજાને ફેંકી દઈને, એમણે સમ્યજ્ઞાનને બે સ્વીકાર્યો હતે. સમ્યજ્ઞાન એમને બેજલ નહેતું લાગતું, પણ તારક લાગતું હતું. એ સુભારવાળા બનીને, કર્મના ભારને ફેંકી દેવા માગતા હતા. કુંભાર હોવા છતાં પણ, એ શ્રી જૈન શાસ્ત્રના તત્વજ્ઞાનમાં જીવનને તરબળ કરનારા, કહે કે–એ જ્ઞાન સરોવરમાં ઝીલનારા હતા; અને એથી જ તેઓ જમાલિની ઉસૂત્રપ્રરૂપણને સમજી, એના ખોટાપણાને પિછાનીને, એના સંગને પણ છોડી શક્યા હતા; તેમ જ જમાલિથી ભરમાઈ જઈને, ભગવાને કહેલા સૂત્ર “માને ”ને નહિ માનનારી પ્રિયદર્શના સાધ્વી, કે જે સંસારિપણે ભગવાન શ્રી મહાવીર પરમાત્માની પુત્રી હતી તથા જમાલિની ધર્મપત્ની હતી, તેને યુક્તિથી સમજાવીને પુનઃ માર્ગસ્થ બનાવી શક્યા હતા. શ્રાવકેની ફરજ શી છે? સમજે, નેંધી લ્ય કે-શ્રાવકે એટલે શ્રમણોપાસકેની ફરજ મોક્ષમાર્ગથી બહાર
Page #428
--------------------------------------------------------------------------
________________
૩૯૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો જતાને, ઉન્માર્ગે વળી જતાને, યુક્તિથી માર્ગમાં લાવવાની, માર્ગમાં ટકાવવાની છે; નહિ કે–તેની સાથે ચેડાં કાઢવાની, તેના ઉપર આક્ષેપ મૂકવાની, તેની વિરૂદ્ધ છાપાંના કાગળને કાળા કરીને પ્રચાર કરવાની કે તેની નિન્દાદિ કરવાની છે ! દૂષણ જેવાની શ્રાવકની ફરજ નથી. દૂષણને જેનાર શ્રાવકને તે શેક્યની ઉપમા અપાઈ છે અને શાસ્ત્રકાર મહાત્માઓએ ત્યાં સુધી કહ્યું છે કે–આવા શેક્યની ગરજ સારે એવા શ્રાવકેમાં નિશ્ચયથી સમ્યક્ત્વ નથી. આવાં શાસ્ત્રોનું સદ્ભાવે શ્રવણ કરવામાં આવે, કહેવાતી વાતને હૃદયમાં ઉતારવામાં આવે, તે સાચા શ્રાવક એટલે કેભાવ શ્રાવક બનાય છે; તેમ જ આવા શ્રવણથી, કેઈ પણ વાતને અપેક્ષાપૂર્વક સમજવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. આમાંથી તે સાધુપણું, યાવત્ સિદ્ધપણું પણ આવે. તાત્પર્ય કે-આ કસદાર જ્ઞાનામૃતપાનને રસ કેળવે અને જીવનને સાર્થક બનાવ વાનું સામર્થ્ય મેળ! નયવાક્યો મિથ્યાવાક્યો જ છે-એમ ન કહેવાય?
આપણી ચાલુ વાત તો એ હતી કે–ભગવાને દરેકે દરેક પદાર્થને, પદાર્થ માત્રને દ્રવ્યાસ્તિક નથી તેમ જ પર્યાયાસ્તિક નયથી જાણવા તથા માનવાનું કહેલું છે. આ વાતને આત્મા દ્રવ્યની અપેક્ષાએ તમે વિચારે, એટલે સહેલાઈથી તમે આ વાતને સમજી શકશે. કેઈ પણ આત્મા અમર છે, એ તે તમે જાણે છે ને ? પ્રાણને વિયોગ થાય છે, મરણ થયું એમ કહેવાય છે, છતાં આત્મા તો મરતો જ નથી. ગમે તેમ થયા કરે, તે છતાં પણ આત્મદ્રવ્ય કાયમનું કાયમ જ રહે છે. આ
Page #429
--------------------------------------------------------------------------
________________
૩૯૫
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના થઈ દ્રવ્યાસ્તિક નયની વાત. આત્માના અમરપણાને સ્વીકારવા છતાં પણ, જન્મ-મરણાદિ થાય છે, ચતુર્ગતિમાં પરિભ્રમણ થાય છે, એ બધાને કાંઈ ઈન્કાર થઈ શકે તેમ છે? કહે કેનહિ જ. એ બધું પર્યાયાસ્તિક નયને માનવાથી ઘટી શકે છે. દેવગતિમાં પણ એ જ આત્મા અને નરકાદિ ગતિમાં પણ એ જ આત્મા, છતાં એ દેવ, નારક આદિ પણ કહેવાય આમ બેય નયને મેળ સધાય.જેઓ આત્મસ્વરૂપથી વિમુખ બનીને પુગલમાં રાચે-માગે છે, તેઓ ભવમાં નાચે છે, ભમે છે, પરિભ્રમણ કર્યા કરે છે. કિયાની કઠિનતાથી ડરીને સલ્કિયાથી દૂર રહેનારા તથા દુનિયાની શક્ય એટલી તમામ ક્રિયાને કર્યો જનારા આત્માઓને ભવમાં ભમવું પડે છે. એમાં, એ કઈ કઈ વાર સારાં કર્મોને કરીને પુણેય ઉપાર્જ છે અને કુકર્મોથી પાપનું ઉપાર્જન તે ઘણે ભાગે ચાલુ હોય છે. આમ, સંસારમાં પરિભ્રમણ કરતો જીવ, પોતપોતાના કર્મોદયને અનુસરીને વિવિધ રૂપોને ધારણ કરનારે બને છે. દેવ પણ એ જ બને છે, મનુષ્ય પણ એ જ બને છે, તિર્યંચ પણ એ જ બને છે અને નારકી પણ એ જ બને છે. જીવ એને એ-એ દષ્ટિ છે દ્રવ્યાસ્તિક નયની, જ્યારે “આ દેવ, આ મનુષ્ય, આ તિર્યંચ અગર આ નારક”—એમ જે કહેવાય, તે પર્યાયાસ્તિક નયની દૃષ્ટિથી કહેવાય. એટલે બને ય ન જરૂરી છે. આ બે નયામાં કર્યો નય અસત્યવાદી છે? નિજ નિજ અપેક્ષાએ તો બે ય સત્યવાદી છે ને? પણ એ બન્ને ય સત્યવાદી ક્યાં સુધી? એક-બીજાને સર્વથા નિષેધ કરે નહિ ત્યાં સુધી! પોતે પિતાની વાત પ્રતિપાદક સેલિએ કહે, તેમાં અસત્યવાદી નહિ જ ! એટલે જેટલાં નયવાક્યો, એ બધાં
Page #430
--------------------------------------------------------------------------
________________
૩૯૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને મિથ્યાવા જ છે-એમ તો નહિ જ કહી શકાય. બે નયામાં દ્વાદશાંગીને સારઃ
પુણ્ય–પાપવશાત્ પર્યાયમાં પરિવર્તન થયા કરે છે. આ જમાનામાં ઉપાશ્રયના બારણા પાસે શેઠીયાઓની જેટલી મેટરે નહિ દેખાય, તેટલી સિનેમાગૃહે કે વારાંગનાગૃહ પાસે દેખાશે. મોટરમાં જુદે જુદે સ્થલે દેખાય, ત્યારે તેમને માટે તે તે સ્થાનાનુસાર શબ્દ બોલાય; રખડેલ કહે, લંપટ કહે, તો ય શેઠ તો એને એ જ ને? દ્રવ્ય અને પર્યાયને ફરક સમજી લ્યો. દ્રવ્ય તરીકે કાયમીપણું, એ વાતને નિર્દેશ દ્રવ્યાસ્તિક નય કરે છે અને એ દ્રવ્યનાં જે જે અવસ્થાન્તરે થયા કરે છે, તેને નિર્દેશ પર્યાયાસ્તિક નય કરે છે. આજના મેટરમાં બેસનારાઓ આખલાઓ, ગર્દભે વિગેરે પણ થાય, તેમ જ સુકૃતના ગે કઈ જન્મમાં ધર્મમૂર્તિ બનીને સ્વર્ગ પણ જાય અને કદાચ મેક્ષે પણ જાય. આત્મા એને એ, છતાં ય ભિન્ન ભિન્ન ગતિ આદિમાં પર્યાય પલટાય. જેવું આત્મામાં, તેવું પુગલમાં. જગતમાં જેમ કદી પણ એકેય જીવ ન પેદા થતું નથી, તેમ કઈ એકેય જીવ કદી પણ સર્વથા વિનાશને પામતે નથી. એમ, જડ પરમાણુઓમાં પણ કદી નથી તે ઉમેરે થતો કે નથી તે ઘટાડે થતો. જે હેય તે રહે છે. એ નાશ પામતું નથી, તેમ નવું ઉત્પન્ન થતું નથી. ઉત્પાદ અને વ્યયને સિદ્ધાન્ત પર્યાયાસ્તિક નયની અપેક્ષાએ છે અને ધ્રુવને સિદ્ધાન્ત દ્રવ્યાસ્તિક નયની અપેક્ષાએ છે. ભગવાને ત્રિપદીમાં આ ત્રણ જ વાત કહી. એમાં આખી દ્વાદશાંગી આવી ગઈ. એટલે આ બે નયને જે બરાબર
Page #431
--------------------------------------------------------------------------
________________
૩૦૭
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના જાણે, તે દ્વાદશાંગીના સારને પામેલો કહેવાય. આ નાને દત્તકુશલની ઉપમા શા માટે?
હવે આ વિશેષણને અંગે આપણે એટલી વાત વિચારી લઈએ કે–દન્તકુશલ તરીકે આ બે નયને કેમ ગણાવ્યા ? જયકુંજર યુદ્ધમાં દન્તકુશલથી કામ લે છે. દન્તકુશલથી તે શત્રુના હક્કા-છક્કા છોડાવે છે, શત્રુસૈન્યની ઘટાને ભેદે છે તથા પોતાના સ્વામીને જયશ્રી વરમાળા ધારણ કરાવે છે. દન્તકુશલ હાથીને શેભાવે પણ છે અને હાથીના પરાક્રમને પડો પણ દન્તકુશલ દ્વારા થાય છે. તેમ આ બે નો એવા છે કે–આ બને નયને સાથે રાખીને વાત કરનાર શ્રી જૈન શાસન, એકાન્તવાદી સર્વ દર્શનેને પરાસ્ત કરી દે છે. આત્માને એકાતે નિત્ય માનનારાઓ પર્યાયાસ્તિક નયની વાચા સામે ટકી શકતા નથી અને આત્માને એકાન્ત અનિત્ય માનનારાઓ દ્રવ્યાસ્તિક નયની વાચા સામે ટકી શકતા નથી. આત્માને એકાન્ત મુક્ત માનનારાઓ અથવા તે આત્માને એકાતે બદ્ધ માનનારાઓ પણ, આ બે નાની વાચા સામે ટકી શક્તા. આત્મા નિત્ય પણ છે અને પરિણામિક સ્વભાવવાળો પણ છે. આ રીતિએ જ સમગ્ર જગતની સઘળી ય ઘટનાઓને ન્યાય આપી શકાય છે. આ બે નો સાથે રહીને, શ્રી જૈન શાસનની માન્યતાને યવન્તી બનાવે છે. આ વસ્તુને લક્ષ્યમાં રાખીને વિચારતાં, ટીકાકાર મહષિએ આ દ્રવ્યાસ્તિક નય અને પર્યાયાસ્તિક નય–આ બે નયને દન્તમુશલની જે ઉપમા આપી છે, તે સુયોગ્ય જ કરે છે.
Page #432
--------------------------------------------------------------------------
________________
૧૬-નિશ્ચય-વ્યવહાર :
બે ગડ્ડસ્થલેઃ
આગળના વિશેષણમાં પણ નયની જ વાત આવે છે સમુન્નત જયકુંજરની સાથે શ્રી ભગવતીજી સૂત્રની ઘટના કરતાં, ટીકાકાર મહર્ષિ આચાર્યભગવાન શ્રીમદ્દ અભયદેવસૂરીશ્વરજી મહારાજા, ચૌદમાં વિશેષણ તરીકે ફરમાવે છે કે
__ "निश्चयव्यवहारनयसमुन्नतकुम्भद्वयस्य"
એટલે કે-જયકુંજરને જેમ સમુન્નત એવાં બે ગણ્ડસ્થલે હોય છે, તેમ આ શ્રી ભગવતીજી સૂત્ર પણ નિશ્ચય નય અને વ્યવહાર નય–આ બે ન રૂપ બે ગણ્ડસ્થલથી યુક્ત છે. નિશ્ચય નય ને વ્યવહાર નયઃ
નિશ્ચય નય અને વ્યવહાર નય, એ બે નાના પણ વિશેષ વર્ણનમાં તમારી પાસે નહિ ઉતરતાં, તમને સામાન્ય પ્રકારે ખ્યાલ આવે એવું કહેવું પડશે. સુનિશ્ચિત અથવા તે પરિપૂર્ણ કાર્યદશાને માન્ય કરનારે નિશ્ચય નય છે, જયારે વ્યવહાર નય તે કારણને પ્રધાનતા આપીને ચાલનાર છે. એક દાખલે લે. સામાન્યપણે તમે જાણો છો કે–ચોથું ગુણસ્થાનક અવિરત સમ્યગ્દષ્ટિ જીવનું છે, પાંચમું ગુણસ્થાનક દેશવિરત સમ્યગ્દષ્ટિ જીવનું છે અને છ ગુણસ્થાનક સર્વવિરત સમ્યગ્દષ્ટિ જીવનું છેઆમ છતાં પણ, નિશ્ચય નયનું
Page #433
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્રપ્રસ્તાવના
૩૯૯
સમ્યક્ત્વ તે સાતમા ગુઠાણાની જે અપ્રમત્ત દશા છે,. તેમાં મનાય છે. એ તે કહે છે કે—સમ્યગ્દષ્ટિ અને અવિરત શાના ? પ્રમાદી શાના ? જે સર્વવિરત અને અપ્રમત્ત હોય, તે જ સમ્યગ્દષ્ટિ. નિશ્ચય નય ગુણસ્થાનકાના ક્રમને સ્વીકારે નહિ. એને બધે બધી પૂર્ણતા જોઇએ. શ્રી તીર્થંકર ભગવાનને શ્રી તીર્થંકર ભગવાન ત્યારે જ કહેવાય, કે જ્યારે એ ભગવાન સમવસરણમાં વિરાજીને દેશના દઈ રહ્યા હોય. ખાકીના સમયમાં, નિશ્ચય નયની અપેક્ષાએ, એ શ્રી તીર્થંકર ભગવાન નહિ. એટલે જેને આપણે આન્તરિક શુદ્ધ લક્ષ્ય કહીએ, તેને જ નિશ્ચય નય પ્રધાનતા આપે છે. વ્યવહાર નય તે, સ્થૂલ ષ્ટિએ જોનાર છે. એ તે બાહ્ય ક્રિયાને પ્રધાનપદ આપીને ચાલનારા છે.
એ નયથી શું સિદ્ધ થાય છે ?
એના
આ બે નયા, શ્રી જૈન શાસન કેવું સમુન્નત છે, દર્શકે છે. શ્રી જૈન શાસન જેમ આન્તરિક શુદ્ધિમાં માનનાર છે, તેમ બાહ્ય શુદ્ધિમાં પણ માનનાર છે—એ, આ છે નયાથી પૂરવાર થાય છે. બાહ્ય શુદ્ધિને સ્વીકાર, કેવળ આન્તરિક શુદ્ધિની અપેક્ષાએ જ છે—એવું શ્રી જૈન શાસનનું જે મન્તવ્ય છે, તે પણ આનાથી બહાર આવે છે. સારાપણાના એક અંશના પણ અસ્વીકાર કરનારૂં આ શાસન નથી—એમ વ્યવહાર નયથી સિદ્ધ થાય છે અને સારાપણું એ સાચું સારાપણું ત્યારે જ ડરે છે, કે જ્યારે તે આત્માને નિર્મલ મનાવે છેએમ નિશ્ચય નયથી સિદ્ધ થાય છે. વિચાર કરી કે–આ. અન્ને ય દૃષ્ટિને સ્વીકાર્યા વિના ચાલે એવું છે? અન્તઃ
Page #434
--------------------------------------------------------------------------
________________
* ૪૦૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
કરણનું સારાપણું પેદા થવું જ જોઈએ-એમાં પણ કેઈથી ના પાડી શકાય નહિ અને અન્તઃકરણના સારાપણાને પેદા કરવામાં કે સારાપણને પેદા થવામાં જે કારણ રૂપ બની શકે તેમ હેય, તેને પણ આદર કરવાની કેઈથી ના પાડી શકાય તેમ નથી. નિશ્ચયમાં સાધ્યને સમાવેશ થાય અને વ્યવહારમાં સાધનને સમાવેશ થાય. સાધ્ય વિના સાધન કિંમત વિનાનું અને સાધ્ય હેય પણ સાધન ન હોય, તો તે દરિદ્રીના મનેરથની જેમ નિષ્કલ. બને ય નનું શરણ સ્વીકારવું જોઈએ?
નિશ્ચય નય જ્ઞાનાત્મક પ્રતિપાદનવાળે છે અને વ્યવહાર નય ક્રિયાત્મક પ્રતિપાદનવાળે છે. એટલે જ, અહીં ટીકાકાર મહર્ષિએ, આ બે નયને સમુન્નત કુમ્ભોની ઉપમા આપી છે. શ્રી જૈન શાસન કિયાનિષેધક અધ્યાત્મવાળું નથી અને અધ્યાત્મનિષેધક કિયાવાળું પણ નથી. અધ્યાત્મદષ્ટિ પણ જોઈએ અને અધ્યાત્મદષ્ટિ સફળ નિવડે તેવી ક્રિયા પણ જોઈએ. આત્માને જે મૂળભૂત સ્વભાવ છે, અનન્તજ્ઞાનાદિમય એ જે સ્વભાવ છે તેને ખ્યાલ પણ જોઈએ અને વર્તમાનમાં આત્મા કર્મોના વેગથી મલિન બનેલ હેઈને આત્માને જે અનંતજ્ઞાનાદિમય સ્વભાવ છે તે આવરાએલે છે, માટે તે આવરણો ટળે એવા પ્રકારની પ્રવૃત્તિઓ પણ જોઈએ. આત્માને જડની કશી જ અસર નથી થતી, એ કયી અપેક્ષાએ અને આત્માને જડની અસર થાય છે, તે કયી અપેક્ષાએ-એ બે ય જાણવું જોઈએ. એ વિના, મેક્ષ સધાય નહિ ને મેક્ષ પમાય નહિ. આત્માને જે પિતાના મૂળભૂત
Page #435
--------------------------------------------------------------------------
________________
ખીજો ભાગ–શાસ્રપ્રસ્તાવના
૪૦૧
સ્વભાવમાં જ સ્થાપિત બનાવવા હોય, તે। આ બન્ને યુ નચેાનું શરણ સ્વીકારવું પડે. આ બેમાંથી એક પણ નયને . અસ્વીકાર કરનાર તેા, સંસારમાં વિભાવદશામાં જ રઝળ્યા કરે છે. ઢારીના ધ્યેય છેડા હાથમાં રાખીને એક તરફ ઢીલ મૂકીને બીજી તરફ ખીંચાયુ :
કેવળ એક નયના આધારે ચાલનારા અને બીજા નયની સદંતર અવગણના કરનારા મિથ્યાદષ્ટિ છે. એ ચ નયાને જે સ્વીકારે, તે જ સમ્યગ્દષ્ટિ છે. આ નિશ્ચય નય અને વ્યવહાર નયમાં પણ સાતેય નયાના અને એથી સઘળા ય નયાના સમાવેશ થઈ જાય છે. મનને સુન્દર-નિર્મલ અનાવવું જોઇએ; અને જેવું મન નિર્મલ તેવું જ વચન પણ નિર્મલ અને વર્તન પણ નિર્મલ બને, એવી રીતિએ પ્રવર્તવું જોઇએ. આ રીતિએ જે પ્રવર્તે, તે પૂર્ણ નિર્મલતાને પામે. એકલા મનને નિર્મલ અનાવવાનું કહે અને વચનની તથા વર્તનની મલિનતા ચાલેએમ કહે, તે કદી નિર્મલ અની શકે નહિ. તમે વલેણું જોયું છે ? દહીંમાંથી માખણને તારવવાને માટે શું શું કરવું પડે છે, તે જાણા છે ? એના આશ્રય લીધા વિના માખણુ પણ નીકળી શકતું નથી. નર હાય કે નારી હોય, પણ વલાણું વલાવે ત્યારે એ ય હાથામાં દારીને રાખવી પડે છે. ઢારી રાખીને પણ યથાવિધિ ક્રિયા થાય તા જ ફળ મળે. માખણ દહીંમાં જ રહેલું છે, પણ એ માખણ જરૂરી ક્રિયા વિના નીકળે નહિ. તેમ આત્માના ગુણા આત્મામાં જ રહેલા છે, પણ જરૂરી ક્રિયા વિના તે પ્રગટે નહિ. દહીંમાં રહેલા માખણને કાઢવાને માટે દહીંને ગેાળીમાં નાખવું પડે. એ દહીંની વચ્ચે
Page #436
--------------------------------------------------------------------------
________________
-
४०२
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો ગળીમાં ર નાખ પડે. પછી બે જણ પિતાપિતાના બને હાથમાં દોરી રાખીને રવૈયાને ફેરવે. ર ફરે ક્યારે? દેરીને એક બાજુ ખચાય ત્યારે બીજી બાજુ ઢીલી મૂકાય અને બીજી બાજુ ખીંચાય ત્યારે એક બાજુ ઢીલી મૂકાય, તો રયે બરાબર ફરી શકે. આમ વલોવાય તો વલવનાર માખણને ભાળે. દેરી ખીંચવાની અને ઢીલી મૂકવાની પદ્ધ
ચી અને લીલા જ તિને અહીં બરાબર ઘટા. નિશ્ચયની જરૂરીઆત પડે ત્યારે વ્યવહારની દેરીને ઢીલી મૂકીને નિશ્ચયની દેરીને ખીંચવી પડે અને વ્યવહારની જરૂર પડે ત્યારે નિશ્ચયની દેરીને ઢીલી મૂકીને વ્યવહારની દેરીને ખીંચવી પડે. આમ એક દેરીને ઢીલી મૂકીને બીજી દેરીને ખચાય, પણ બે ય દેરીના છેડા હાથમાં ને હાથમાં જ રહેવા જોઈએ. એક પણ છેડે જે હાથમાંથી છૂટી જાય, તો રવૈયો ફરતો બંધ પડી જાય તેમ નિશ્ચય કે વ્યવહાર–એકને ય તજીને, કલ્યાણ સાધી શકાય નહિ. બનેને સાથે રાખે તે કેવલજ્ઞાન રૂપ માખણને મેળવે. વ્યવહારથી વંચિત રહેનાર વંચના પામે ?
આ પંચમાંગ શ્રી ભગવતીજી સૂત્ર પણ નિશ્ચય નયને અને વ્યવહાર નયને લઈને ચાલી રહ્યું છે. શ્રી વીતરાગ પરમાત્માના શાસનનાં સઘળાં ય શાસ્ત્રો, બન્ને ય નના આધારે ચાલી રહ્યાં છે. એકલા નિશ્ચય નયને વળગી પડનારાઓ, પિતાની જાતને અધ્યાત્મી તરીકે ઓળખાવીને માક્ષસાધક ક્રિયાથી વંચિત બને છે. જે તેઓ સર્વ ક્રિયાઓથી રહિત બનતા હોત, તો તે વાત જૂદી હતી; પણ એ બીચારાએ તારક ક્રિયાઓથી જ વંચિત બની જાય છે. માત્ર
Page #437
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
ધર્મક્રિયાઓમાં ધર્મક્રિયાઓના વ્યવહારમાં જ તેએ વ્યવહારથી પર મને છે; ખાકી તા, વ્યવહાર વિના તેએના વ્યવહાર ચાલે છે જ કયાં ? ખાવાને, પીવાના, પહેરવાના, એઢવાના, એમ પૌદ્ગલિક ભાગે પલેગને લગતા વ્યવહારને ચાલુ રાખીને, તે પેાતાને વ્યવહાર વિનાના કહેવડાવે છે. એવી બધી ક્રિયાઓ કરે અને ધર્મક્રિયાઓમાં અખાડા કરે, એના શે અર્થ ? એના અર્થ અનર્થ, પ્રમાદની પીડાના જ એ એક પ્રકાર છે. જ્યાં સુધી દેહને અંગેના વ્યવહાર, માહ્ય વ્યવહાર છૂટે નહિ, ત્યાં સુધી આત્મા જે આત્મહિતકર ક્રિયાના વ્યવહારથી વંચિત બને છે, તેા તે વેંચના જ પામે છે. જ્યાં સુધી ખાદ્ય વળગેલું છે, ત્યાં સુધી આત્મહિતકર ધર્મવ્યવહારની જરૂર જરૂર છે. ખાદ્ય ખલા છૂટે એટલે વ્યવહાર આપેાઆપ અટકે છે, પણ ત્યાં સુધી ધર્મવ્યવહારથી અટકનાર પોતે લટકે છે. સિદ્ધાવસ્થાને સંપ્રાપ્ત કર્યા પછીથી બહારનું વળગણુ નથી અને એથી વ્યવહાર નથી; પણ એ પહેલાં વ્યવહારને તજવાનું કહેનાર-ધર્મબ્યવહારની જરૂર નથી એવું કહેનાર, કેવળ ભવભ્રમણના વ્યવહારમાં જ અટવાઈ રહે છે. એવા નિશ્ચયવાદીએ, એકાન્તવાદમાં ગબડી જઈને, દુર્ગતિના ખાડામાં ગબડી પડે છે, કારણ કે–તેએ ઉત્સૂત્રપ્રરૂપણા રૂપ મહા ભયંકર પાપને ઉપાર્જનારા અને છે.
૪૦૩
શુદ્ધ વ્યવહાર આન્તરિક શુદ્ધિ માટે જોઈએ ઃ
અણુસમજ આદિના કારણે જે એવાઓથી દોરવાઈ ગયા હૈાય, પણ જેએ આગ્રહી ન હોય, તેઓ શ્રી ભગવત્તીજી સૂત્ર રૂપ જયકુંજરનાં નિશ્ચય નય તથા વ્યવહાર નય
Page #438
--------------------------------------------------------------------------
________________
४०४
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને રૂ૫ ગણ્ડસ્થલેથી, એકાન્તવાદને તજનારા અને સ્વાદ્વાદમાં સ્થાપિત થનારા બને છે. શ્રી ભગવતીજી સૂત્રના જ્ઞાનને પામેલાની પાસે, એકાન્તવાદ ટકી શકતું જ નથી. જેમ નિશ્ચયના એકાન્ત આગ્રહી નહિ બનવું જોઈએ, તેમ વ્યવહારના પણ એકાતે આગ્રહી નહિ જ બનવું જોઈએ. વ્યવહાર હોય અને નિશ્ચય ન હોય, તો પણ અર્થ સરતો નથી. કેટલાક અભ પણ પદ્ગલિક સુખની લાલસાથી શુદ્ધ વ્યવહારવાળા બને છે. એમની કરણી એવી પણ હોઈ શકે છે કે–દેખાવમાં કઈ એની ખામી બતાવી શકે નહિ. અભવ્ય કદાચ એવી પણ કરણ કરે, કે જે કરણ ગણધરભગવાન શ્રી ગૌતમસ્વામિજીની કરણને પણ મ્હાત કરે, એવી હોય. હવે છે કાંઈ બાકી ? પણ તત્વને નહિ જાણનારાએ જ એને મહત્વ આપે. ત્યાં વ્યવહાર માત્ર છે અને નિશ્ચયનું નામેય નથી, એટલે એ વ્યવહાર મોક્ષસાધક બનવાને બદલે મેક્ષરોધક બને. એમાં દેષ વ્યવહારને નથી, પણ નિશ્ચયના અભાવને છે અથવા તે કુનિશ્ચયને છે. અભવ્યથી અનેક ભવ્ય તરે, એ પ્રતાપ વ્યવહારને છે અને એ નામદાર કોરો ધાક્કોર છે એટલે મેલે ને મેલો જ રહે, એ પ્રતાપ એનામાં સુનિશ્ચય નથી આવ્યો એને છે. આમ તો, જગતમાં નિશ્ચય ને વ્યવહાર ચાલુ છે, પણ સમ્યજ્ઞાન દ્વારા જે નિશ્ચય થાય, તે જ સાચે નિશ્ચય કહેવાય. એ નિશ્ચય વ્યવહારને શુદ્ધ બનાવ્યા વિના રહે જ નહિ. શુદ્ધ નિશ્ચય શુદ્ધ વ્યવહાર માગે છે. જેને નિશ્ચય શુદ્ધ વ્યવહારને માગે નહિ, તેને નિશ્ચય એ વસ્તુતઃ નિશ્ચય જ નથી. સમ્યજ્ઞાનના અભાવમાં નિશ્ચય થાય પૌગલિક સુખની રમણતાને. એ નિશ્ચય શુદ્ધ વ્યવહારને બહા
Page #439
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૪૦૫ રથી આચરવા દે, પણ અંદરથી મલિન જ બનાવ્યા કરે. અશુદ્ધ વ્યવહારને માટેને શુદ્ધ વ્યવહાર, એ વસ્તુતઃ શુદ્ધ વ્યવહાર જ નથી. શુદ્ધ વ્યવહાર આન્તરિક ને બાહ્ય શુદ્ધિને માટે જ જોઈએ. એ નિશ્ચય વિના બને નહિ. અભવ્ય બીચારો વ્યવહારનિષ્ણાત બનવા છતાં પણ તરતો નથી, નિશ્ચય વિના! વ્યવહાર શિવબીજ પણ બને ને ભવબીજ પણ બને
નિશ્ચયની અવગણના કરનારા અને વ્યવહારમાં જ સર્વસ્વને સ્થાપનારા પણ મહા અજ્ઞાનિઓ જ છે. કહ્યું છે કે
'व्यवहारप्रतिभासो दुर्णयकृतबालीशस्य भवबीजं व्यवहार चरणं पुनरनभिनिविष्टस्य शिवबीजम् ।'
વ્યવહારને પ્રતિભાસ સંસારનું બીજ બને છે. વ્યવહારને પ્રતિભાસ, એટલે માત્ર વ્યવહારનું જ પોષણ કરવામાં આવે એ જે વ્યવહાર, તે સંસારનું બીજ થઈ જાય છે. વ્યવહારની આચરણ હોય, પણ એને જ આગ્રહ ન હોય તો એ જ વ્યવહાર શિવબીજ રૂપ બની જાય છે. તાત્પર્ય એ છે કે-વ્યવહારના કે નિશ્ચયના એકેયના કદાગ્રહી નહિ બનવું જોઈએ. જ્યાં સુધી કાર્ય ન બને, પરિપૂર્ણ ફળ ન મળે, ત્યાં સુધી કારણને વળગી રહેવું જોઈએ ને? એટલે વ્યવહારને વળગવું એ આવશ્યક તો છે જ, પણ વ્યવહારને જે સાધન સમજીને વળગે હેય, તે નિશ્ચયની-સાધ્યની શોધમાં જ રહે અને એને વ્યવહાર તે તારક જ નિવડે. હું તે એવાના વ્યવહારની વાત કરી રહ્યો છું, કે જે નિશ્ચયની શોધમાં નથી અને માત્ર વ્યવહારને જ કદાગ્રહી છે. એવાને વ્યવહાર, એવાને માટે, સંસારનું બીજ બને છે. કદાગ્રહ વિનાનાને એ
Page #440
--------------------------------------------------------------------------
________________
४०१
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને જ વ્યવહાર શિવબીજ બની શકે છે. શિવબીજ બની શકે એ પણ વ્યવહાર જ્યારે સંસારબીજ બની શકે છે, તે નિશ્ચયના નામે વ્યવહારને નિષેધ કરવાની વાત કરવા રૂપ વ્યવહાર સંસારબીજ બને, એમાં આશ્ચર્ય પામવા જેવું કાંઈ નથી. નિશ્ચયની અને વ્યવહારની વાતમાં ય તારવાની શક્તિ છે, પણ વાત સમજપૂર્વકની અને કદાગ્રહ વિનાની હોય છે! કદાગ્રહ બધાને ડે. સદાગ્રહ સદા જોઈએ અને કદાગ્રહ કદી પણ જોઈએ નહિ. ઉપેક્ષા રાખનારે ડૂબે ને અપેક્ષા રાખનારે તરે
વ્યવહાર એને એ, પણ એકને માટે એ શિવબીજ બને અને અન્યને માટે એ ભવબીજ બને, તેમાં કારણ એકને નિશ્ચય છે અને અન્યને નિશ્ચયાભાવ જ માત્ર નહિ પણ નિશ્ચયને નિષેધ છે. બાકી, શ્રી માષતુષ મુનિ વ્યવહારથી ફાવ્યા કે નહિ? પણ એમણે ગુરૂની આધીનતા કેવી સ્વીકારી હતી? તેઓ નિશ્ચય તરફ બેદરકાર નહોતા. સ્ફટિકની પાસે જે કુલ મૂકવામાં આવે, તો કુલના રંગને અનુસાર સ્ફટિક પણ લાલ, લીલું, પીળું વિગેરે દેખાય છે, કેમ કે–સ્ફટિકને એ સ્વભાવ છે. સુરતમાં સ્ફટિકની મૂર્તિઓની પાછળ રંગબેરંગી પુષ્પને ગઠવીને એવી રચના કરવામાં આવે છે કેપ્રથમ નજરે સ્ફટિકની ખબર પણ પડે નહિ. સ્ફટિકમાં જેમ રંગે દશ્યમાન થાય છે, તેમ એગ્ય આત્માને ગુરૂને ઉપદેશ ફળે છે. પવિત્ર બનવાની ભાવનાવાળા આત્માને, સ્વચ્છ બનવાની–નિર્મલ બનવાની ભાવનાવાળા આત્માને, લઘુકમ ભવ્યાભાને ગુરૂને ઉપદેશ અસર કરે છે, ગુરૂને બેધ ફળે છે.
Page #441
--------------------------------------------------------------------------
________________
ખીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
એવા આત્મામાં નિશ્ચયનું જ્ઞાન વિશેષ નથી, છે વ્યવહારમાં, પણ વ્યવહારના કદાગ્રહ નથી તેા તે ક્રમશઃ કેવલજ્ઞાનને પણ પામી શકે છે. ચાવત્ સંપૂર્ણતયા કર્મને ક્ષય કરી શકે છે અને આત્માને સ્વસ્વરૂપમાં લાવીને સ્થાપી શકે છે. સ્વમાં અથવા ગુરૂમાં નિશ્ચય છે જેમને, તે, તે આશ્રયે, વ્યવહારને આચરતા મેાક્ષફળને મેળવી શકે છે. મતલબ કે કેવલ વ્યવહારમાં હાય અને નિશ્ચયમાં ન જ હોય, તે તે મગમાં કારડું જેવા હોય છે. એમને વ્યવહાર તારી શકતા નથી. ભગવાનનાં દર્શન મેાક્ષને માટે કરવાં જોઇએ, એ લાગણી, એ નિશ્ચયના અંશ છે. એમાંથી એકની ઉપેક્ષા કરનારા ડૂબે છે, જ્યારે અપેક્ષા રાખનારા તરે છે. ભગવાનના અનુયાયી એટલે અપેક્ષાવાદી. આવા અપેક્ષાવાદ આવે, ત્યારે જ આત્મા કેવલાસ્વાદ મેળવે છે અને આત્માને આબાદ બનાવે છે. નિશ્ચય અને વ્યવહાર–એ બન્નેની વચ્ચે પરસ્પર કાર્યકારણભાવના સંબંધ પણ છે. શુદ્ધ નિશ્ચય શુદ્ધ વ્યવહારને લાવે અને શુદ્ધ વ્યવહાર પણ નિશ્ચયને પામવામાં કારણુ ખની શકે.
૪૦૭
Page #442
--------------------------------------------------------------------------
________________
૧૭–યાગ અને ક્ષેમ :
ચાગ અને ક્ષેમ રૂપ એ કાનઃ
જયકુંજરની સાથે શ્રી ભગવતીજી સૂત્રની સરખામણી કરીને, શ્રી ભગવતીજી સૂત્રની મહત્તાનો ખ્યાલ આપી રહેલા ટીકાકાર મહર્ષિ, પોતે રચેલી શાસ્રપ્રસ્તાવનામાં, પંદરમા વિશેષણ તરીકે ક્માવે છે કે
“ યોગક્ષેમ ઊંચુ હસ્ય | Y
એટલે કે-જયકુંજરને જેમ એ કાના છે, તેમ આ શ્રી ભગવતીજી સૂત્રને પણ યાગ રૂપ અને ક્ષેમ રૂપ એ કાના છે. છાપેલી પ્રતિની ભૂલ :
અત્રે એક વાતના ખૂલાસા કરવા આવશ્યક છે. શ્રી ભગવતીજી સૂત્રની ટીકાવાળી આ જે છાપેલી પ્રત છે, તેમાં આ વિશેષણ નથી. એમ લાગે છે કે-છપાવતાં રહી જવા પામ્યું હશે અથવા તા કાઈ ભૂલવાળી હસ્તલિખિત પ્રતના આધારે ચાલ્યા જતાં ભૂલ રહી જવા પામી હશે. આ વિશેષણ ન જ હાય, એમ તા અને નહિ; કારણ કે હાથીનાં સઘળાં ય અંગેાની ટીકાકાર મહર્ષિએ અત્રે ઘટના રી છે. જયકુંજરનાં બધાં અંગોના તેએ ઉલ્લેખ કરે અને કાનાના ઉલ્લેખ કરે નહિ–એ મને નહિ. પ્રતને શેાધનારે જો જરા વધુ લક્ષ્યથી જોયું હાત, તા આવી ભૂલ રહી જવા પામત
Page #443
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૪૦૯
નહિ. અન્યમાં પ્રતિમાં આ વિશેષણ પ્રાપ્ત થાય છે. તેમાંથી લઈને જ અત્રે આપણે આ વિશેષણને વિચાર કરીએ છીએ. નાથે તે કે જે યોગ-ક્ષેમને કરે?
લોકનાથની વ્યાખ્યા કરતાં, મહાપુરૂષે ફરમાવે છે કેજગતના જીના યોગને અને ક્ષેમને જે કરનાર હોય, તેને નાથ કહેવાય. હિતકારી વસ્તુ મેળવી આપવી, એનું નામ
ગ” કહેવાય છે અને જે હિતકારી વસ્તુ મળેલી હોય કે મેળવી આપેલી હોય–તેનું પરિપાલન કરાવવું, એનું નામ
ક્ષેમ” કહેવાય છે. આવી રીતિએ જે યુગને અને ક્ષેમને કરવાનું સામર્થ્ય ધરાવતો હોય અને વેગને અને ક્ષેમને કરતે હેય, તે જ ખરે નાથ છે. પિતાને નાથ કહેવડાવવા છતાં પણ અથવા તે પિતે નાથ બની બેસવા છતાં પણ, જેઓ પિતે જેના નાથ છે, તેના વેગને અને ક્ષેમને કરનારા નથી હતા, તે તેઓ નાથપણાની વિડમ્બના જ કરનારા હોય છે. એવા નાથેથી તે નાથપણું વગેવાય છે. એવા નાના આશરે રહેવા કરતાં તે, અનાથ રહેવું સારું. કેઈના પણ નાથ બનવું હોય, તે માણસે નાથ કેને કહેવાય અને નાથે શું કરવું જોઈએ—એને સમજી લઈને, નાથ તરીકેના કર્તવ્યને અદા કરવાને માટે તત્પર બન્યા રહેવું જોઈએ. તેવી શક્તિ ન હોય, તો નાથ બનવું નહિ અને તેવી શક્તિ પમાય ત્યાં સુધી સનાથ બન્યા રહીને તેવી શક્તિને મેળવવાનો પ્રયત્ન કર્યા કરે, એ જ હિતાવહ છે. નાથની ગણનામાં સૌથી પહેલા ભગવાન
તમે હવે વિચાર કરે કે નાથ બનવાની વધુમાં વધુ
Page #444
--------------------------------------------------------------------------
________________
૪૧૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
લાયકાત કેનામાં હોઈ શકે છે? જગતને નાથ જગતનું કેવું ભલું કરે, તે તે ખરેખર નાથ કહેવાય? રાજા આદિ નાથ કહેવાય છે, તે રાજા આદિના કર્તવ્યને જાણે છે ? પિતાની પ્રજાને સુખનાં સાધનો પમાડવાં અને પ્રજાની પાસે સુખનાં જે સાધન હોય, તેનું રક્ષણ કરવું, એ રાજાની ફરજ છે. પ્રજાના સુખનાં સાધનોને લૂંટનાર, પ્રજાની પીડાની દરકાર નહિ કરનાર, પ્રજાના ગે રાજસમૃદ્ધિની રક્ષા ને વૃદ્ધિ કરનાર રાજા, એ રાજા નથી પણ લૂંટારે છે. રાજ્યને સાચો સંચાલક તે જ, કે જેને અહનિશ પ્રજાના સુખની ચિન્તા રહે અને પ્રજાના સુખ માટે જરૂરી શક્ય પ્રયત્ન કરતાં જે અચકાય નહિ. સાચે રાજા તે પ્રજાની આબાદીમાં જ પિતાની આબાદી માનનારે હોય છે. આવે સાચો રાજા પણ, પ્રજાના કલ્યાણનું કારણ, કેટલેક અંશે બને ? સંસારના જીવ માત્રને કલ્યાણની વાત તો તેની મર્યાદામાં નથી. તેની પ્રજા પૂરતી જ તેની મર્યાદા છે. એ પ્રજાના પણ ઈહલૌકિક અથવા તો પૌગલિક કલ્યાણની એને અપેક્ષા છે. જ્યારે આપણે તો એવા નાથની વાત કરવી છે, કે જે જગતના જીવ માત્રના નાથ કહેવાવાને લાયક હોય. એમાં, સૌથી પહેલો નંબર ભગવાન શ્રી જિનેશ્વરદેવને જ આવે. જગતના જીવ માત્રના કલ્યાણ કરનારા શાસનની સ્થાપના તો, માત્ર એ જ પરમ પુણ્યવંતથી થાય છે. પગલિક સુખનાં સાધનેને એગ કરી આપીને અને તેનું રક્ષણ કરવા પ્રયત્ન કરીને પણ, કેઈ પણ જીવને સાચી રીતિએ અને સર્વ પ્રકારે દુઃખથી મુક્ત કરી શકાતું નથી અને એથી સંપૂર્ણ સુખને પમાડી શકાતો નથી. એ માટે તો, એક માત્ર મોક્ષનું જ દાન કરવું આવ
Page #445
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૪૧૧ યક છે. સાચે નાથ, પરમ નાથ તો કેવળ મેક્ષનું દાન કરવાના જ લક્ષ્યવાળો હોય. બીજાં જે કેઈદાનો એ કરે, તે પણ મેક્ષહેતુથી જ કરે, માટે એ દાનેને સમાવેશ એક્ષદાનમાં જ થાય. જેને મેક્ષ મળે, તેનું સઘળું ય દુઃખ સદાને માટે જાય અને તે સદાને માટે સંપૂર્ણ કેટિના સુખને પામનારે બની જાય. આવું દાન, ભગવાન શ્રી જિનેશ્વરદેવે કરે છે. આવું દાન પતે જ કરે છે એમ નહિ પણ પોતે આવું દાન કરવાનો જે માર્ગ–તેને વહેતો કરે છે, કે જે માર્ગના પ્રતાપે અનેકાનેક અન્ય જીવે પણ મેક્ષનું દાન કરનારા બને છે. આવી રીતિએ મોક્ષનું દાન કરનારા નાથની તોલે અન્ય કેઈ જ નાથ આવી શકે નહિ. મોક્ષનું દાન ઉપદેશથી જ થાય અને તેમાં સામા છવની
પણ લાયકાત વિગેરે જોઈએ : મેક્ષનું દાન મેક્ષને ઉપાય બતાવવા દ્વારા જ થઈ શકે છે. કેઈ પણ પૌગલિક વસ્તુની માફક, મોક્ષ દઈ શકાતો નથી. તમે જ જૂઓ કે–સંસારમાં વિદ્યાદાન કેવી રીતિએ દેવાય છે? ભણાવનાર અને ભણનારના સુયોગે જ વિદ્યાદાન કરી શકાય છે ને ? વિદ્યા અપાતી નથી, પણ બતાવાય છે. આને આ કહેવાય અને આને તે કહેવાય, આના સંગથી આમ બને અને તેના સંગથી તેમ બને, આવી આવી રીતિએ બતાવવા દ્વારા જ વિદ્યાનું દાન કરાય છે. ભણાવનાર ગમે તેટલું બતાવે, પણ ભણનાર જે એને ગ્રહણ કરી શકે નહિ, ગ્રહણ કરી શકે પણ યાદ રાખી શકે નહિ અને ચાદેય રાખે છતાં તેના ઉપર વિચારણાદિ કરે નહિ, તે શું
Page #446
--------------------------------------------------------------------------
________________
૪૧૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
થાય? વિદ્યાદાન સફલ થવામાં ભણનારની પણ યોગ્યતા અને મહેનત અવશ્ય જોઈએ. એવું જ મોક્ષદાનમાં છે. ભગવાને તે મોક્ષને ઉપાય બતા; પણ એ ઉપાયને યથાસ્થિતપણે જાણવા અને આચરવાને પ્રયત્ન તે આપણે જ, સંસારના જીએ જ કરવું પડે. ભગવાને મેક્ષની સાધનાની જરૂર દર્શાવી, પણ એ વાત રૂચે એવી લાયકાત અને લઘુકમિતા ન હોય, તો શું થાય ? મોક્ષ સાધવે એ જરૂરી છે એમ લાગે, પણ ભગવાને બતાવેલા મેક્ષમાર્ગ ઉપર શ્રદ્ધા પ્રગટે– એવે કર્મને ક્ષાપશમ ન હોય, તે શું થાય ? મોક્ષમાર્ગ ઉપર શ્રદ્ધા પ્રગટી, પણ એ માર્ગને આચરવા જેગો કર્મને ક્ષપશમ ન હોય, તે શું થાય?મેક્ષમાર્ગને આચરવા જેગો ક્ષપશમ હોય, પણ અપ્રમત્તભાવ આવે અને ક્ષપકશ્રેણિ મંડાય–એવું પરિણામેનું પરિબળ પામવા જેગી આતરિક અને બાહ્ય સામગ્રી ન હોય, તો શું થાય? ક્ષપકશ્રેણિ માંડી અને કેવલજ્ઞાનને ય પ્રગટાવ્યું, પણ તે પછી આયુષ્યકર્મ જેટલું બાકી હોય, તેટલો વખત સંસારમાં રહેવું જ પડે, એમાં બીજું શું થાય ? મેક્ષ તે જ્યારે સકલ કર્મોનું સંપૂર્ણપણે ક્ષીણપણું થઈ જાય, ત્યારે જ મળે ને ? આ બધું માત્ર ભવ્ય જેને માટે જ સંભવે છે. ભવ્ય જીમાં જ આવી લાયકાત હોઈ શકે છે. ભવ્ય જીને પણ કાલ પાક્યા પછીથી જ એ લાયકાત કાર્યગત બને છે. ભવ્ય જીના કાલનો પરિ પાક થયા પછીથી પણ ભવિતવ્યતા, લઘુકમિંતા, નિમિત્ત અને પુરૂષાર્થ આદિની અપેક્ષા રહે છે જ. કેઈપણ કાર્ય પાંચે ય કારણે મળવાથી જ સંભવી શકે છે. એટલે મેક્ષના દાનમાં સામેવાળા જીવને સુગ પણ જોઈએ. આથી તે ભગવાનને ભવ્ય
Page #447
--------------------------------------------------------------------------
________________
જો ભાગ—શાસ્ત્રપ્રસ્તાવના
જગતના નાથ કહેવાય છે.
રત્નત્રચીને પામે અને પાળે-એવા ઉપકારની સર્વોત્તમતા :
ભવ્ય જગતના નાથ એવા ભગવાન, ભવ્ય જીવાને શું મેળવી આપે છે અને શાનું પરિપાલન કરે છે ? ભગવાન ભવ્ય જીવાને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકચારિત્ર રૂપ રત્નત્રયી મેળવી આપે છે અને તેનું જ પરિપાલન કરે છે. રત્નત્રયીને પામી શકવાની લાયકાતવાળા જીવા રત્નત્રયીને પામી શકે અને તેમને પ્રાપ્ત થયેલ રત્નત્રયીનું તેઓ રક્ષણ કરી શકે, પરિપાલન કરી શકે એવા જ ઉપદેશ ભગવાન આપે છે. રત્નત્રયીને પામી શકે અને પાળી શકે–એવા પ્રકારના ઉપદેશ આપવા, એના જેવા આ જગતમાં બીજે કાઈ જ ઉપકાર નથી. અન્ય ઉપકારા તે અલ્પકાલીન પણ હાય, ઉપકાર થવાન થવાની ભજનાવાળા પણ હાય, પરિણામે અપકારક નિવડે એવા પણ હોય અને કદાચ વર્તમાનમાં અપકારક નિવડે—એવા ય હાય; પરન્તુ રત્નત્રયીને પામી શકે અને પાળી શકે એવા ઉપદેશના દાન રૂપ જે ઉપકાર છે, તે ઉપકાર એવા કાઈ જ દૂષણથી દૂષિત નથી. એ ઉપકારને જે ઝીલી શકે, તે આ લેાકમાં ય સુખી થાય અને તેનું ભવિષ્ય ચન્દ્રની ચઢતી કલાની જેમ ઉજ્વલ બનતું જાય. એમાં એ ભૂલે તે વાત જૂદી છે, બાકી ઉપકારમાં ખામી નહિ. માના કે—આવા ઉપકારને એક વાર ઝીલ્યા પછીથી જીવ પ્રમત્ત બની જાય, ભૂલી જાય, ગબડી જાય, તેા ય આ ઉપકાર તે એવા છે કે—એ જીવ પુનઃ અલ્પ કાલમાં જ રત્નત્રયીને પામ્યા વિના રહે નહિ. એક વાર જેણે આ ઉપકારને ઝીલ્યા, તેના
૪૧૩
Page #448
--------------------------------------------------------------------------
________________
૪૧૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન મોક્ષ અવશ્યભાવી સમજી જ લે. કાનની ઘટના યોગ્ય જ છે :
ભગવાને મોક્ષદાન જે ઉપદેશ દ્વારા કર્યું છે, તે ઉપદેશને જ આ શ્રી ભગવતીજી સૂત્રમાં સંગ્રહ કરાએલો છે. આથી ભગવાનને જેમ બને અને મને કરનારા કહેવાય છે, તેમ આ શ્રી ભગવતીજી સૂત્રને પણ યોગને અને ક્ષેમને કરનાર કહેવાય. ઉપદેશને ગ્રહણ કરનારે, પહેલાં તે આ ઉપદેશને સાંભળવો પડે ને ? જેને કાન ન હોય અથવા કાન હેય પણ બહેરાશ હોય, તે ઉપદેશને સાંભળી શકે નહિ. શ્રી ભગવતીજી સૂત્રમાં આ ઉપદેશ ભગવાને દીધેલો છે, પણ એને સાંભળીને ગણધરભગવાન શ્રી સુધર્માસ્વામીજીએ સંગ્રહેલ. આથી જ, આ શ્રી ભગવતીજી સૂત્રને યોગ રૂપ અને ક્ષેમ રૂપ બે કાને છે, એવી ઘટના કરવામાં આવી છે. શ્રી ભગવતીજી સૂત્ર પણ, રત્નત્રયીને જ પામી શકાય અને પાળી શકાયએ ઉપદેશ આપે છે. આ ઉપરથી એ વાત પણ સમજી લેવી જોઈએ કે શ્રી ભગવતીજી સૂત્રને સાંભળનારે, શ્રી ભગવતીજી સૂત્રને ભણનારે, એક માત્ર રત્નત્રયીને જ પામવાને અને પાળવાને આશય રાખવો જોઈએ. સદગુરૂઓ પણ ભવ્ય જીવોને સનાથ બનાવે છે :
ભગવાનની ગેરહાજરીમાં, ભવ્ય જીનું સનાથપણું સગુરૂઓમાં રહેલું છે. ભગવાનની ગેરહાજરીમાં તે, માત્ર સદ્દગુરૂએ જ ભવ્ય જગતના આધાર રૂપ છે. સદ્દગુરૂઓ જે ભગવાનને જ નાથ બનાવીને પ્રવ, તો તેઓને માટે ભવ્ય જગતના સનાથપણાનું પરિપાલન બહુ જ સુલભ છે. સદ્ગ
Page #449
--------------------------------------------------------------------------
________________
૪૧પ
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના રૂઓએ પહેલો પ્રયત્ન પિતાની રત્નત્રયીની પાલનાને કરવાને છે અને રત્નત્રયીની પાલન કરતે કરતે રત્નત્રયીનો. પ્રચાર કરવાનું છે. રત્નત્રયીની પાલનાને નેવે મૂકનારા વેષધારિએ પોતે જ અનાથ બની ગયેલા છે, તો બીજાઓને તેઓ પોતાનાથી સનાથ શી રીતિએ બનાવી શકવાના હતા? એટલે પરોપકારના નામે પણ રત્નત્રયીના માર્ગથી ભ્રષ્ટ થનારાએ, સાચા પપકારને સાધનારા બની શકતા જ નથી. વળી, સદગુરૂઓ તે, પિતાના શિષ્ય–પ્રશિષ્યાદિને રત્નત્રયીમાં વૃદ્ધિ પમાડનારા તથા તેમની રત્નત્રયીની પાલનામાં સહાયક બનનારા હોય છે. કેઈ પણ જીવ રત્નત્રયીના માર્ગથી ભ્રષ્ટ બને નહિ–તેની તેઓને ભારે કાળજી હોય છે. રત્નત્રયીના માર્ગથી ભ્રષ્ટ થતા જીવની ઉપર તો, તેઓ કરૂણને ધેધ વરસાવીને, તે જીવને રત્નત્રયીમાં સુસ્થિર બનાવવાનો પ્રયત્ન કરે છે. આ શાસન પડતાને કે પડેલાને પાટુ મારનાર નથી, પણ પડતાને ઝીલનાર છે અને પડેલાને પણ ઉદ્ધરનાર છે. નાથનું કામ કલ્યાણ જ કરવાનું છે. અકલ્યાણ કરવાનું કામ નાથનું નથી. અકલ્યાણ કરી રહેલાને કલ્યાણ કરનારા બનાવવા–એ નાથનું કામ છે, પણ કેઈ અકલ્યાણને પંથે પડી, જાય—એવું કરવાનું કામ નાથનું નથી. સદ્દગુરૂએ પણ ભવ્ય જગને સનાથ બનાવનારા જ હોવા જોઈએ. ભવ્ય જગતું તે જ ગુરૂઓથી સનાથ બની શકે છે, કે જે સદ્ગુરૂઓ માત્ર રત્નત્રયીને પામી શકે અને પાળી શકે-એવા જ પ્રકારના ઉપદેશનું અને આચરણનું દાન કરે છે. રત્નત્રયીની પ્રાપ્તિમાં અથવા તે રત્નત્રયીની પાલનામાં વિનકર બને, એવું એક પણ વચન ગુરૂઓથી બેલી શકાય જ નહિ. એવું બેલે,
Page #450
--------------------------------------------------------------------------
________________
૪૧૬
શ્રી ભગવતી સૂત્રનાં વ્યાખ્યાને એ નાથપણાને પણ ગુમાવે અને સનાથપણાને પણ ગુમાવે. નાથ તરીકેની તમારી ફરજ બજાવો છે? - હવે ડી તમારી વાત પણ કરી લેવી પડશે ને? તમે લોકે નાથ બનવાને અને નાથે કહેવડાવવાને તે ઘણા રાજી છે, પણ નાથપણાની લાયકાતમાં મેટું મીંડું છે, એવું મોટે ભાગે દેખાય છે. પારકી જણીના નાથ બનવાને માટે તે તમે વાગતે વાજે, ઘોડે ચઢીને, ઉત્સાહભેર જાવ છો ને ? ઘરમાં છોકરે જ્યારે જન્મે છે, ત્યારે પણ પિતા બન્યાને-નાથ બન્યાને ઉત્સવ ઉજવે છે ને ? કેઈ નેકર કહે કે- આપ તે મારા નાથ છે” તે એ સાંભળવું તમને બહુ મીઠું લાગે છે ને? આટલે બધે નાથ કહેવડાવવાને અને નાથ બની બેસવાને શેખ છે, પણ નાથ તરીકેની ફરજને તમને કેટલો ખ્યાલ છે? જેના જેના તમે નાથ, તેને તેને સુખનાં સાધને મળે અને તેનાં સુખનાં સાધને ટક્યાં રહે, એવું કરવાની તમારી વૃત્તિ ખરી? તમે આજે બાયડી-છોકરાં માટે શું કરે છેતેની મને ખબર છે, પણ એમાં તમારી સ્વાર્થી વૃત્તિ કામ કરે છે કે તમારી ફરજનું તમારું ભાન કામ કરે છે? તમને પ્રતિકૂળતા પડે, તો તમે ફરજના ભાનથી કેટલું કરે, એ સવાલ છે! બાયડી-છોકરાંનું પાલન સ્વાર્થને અને મેહને આધીન બનીને થાય છે, માટે જ નેકરે પ્રત્યે એવી કાળજી રહેતી નથી. આપણે તે, આથી પણ આગળની વાત કરવી છે. તમે જેના નાથ કહેવડાવે છે, તેનું સાચું કલ્યાણ થાય, એ કેમ રત્નત્રયીને પામે, એની ચિન્તા તમને છે ખરી? શ્રાવકે એવા પણ હતા, કે જે પિતાનાં આશ્રિત પશુઓને
Page #451
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૪૧૭. પણ રત્નત્રયી પમાડવાને પ્રયત્ન કરતા હતા. પણ ખામી મૂળમાં છે. તમને રત્નત્રયી કેટલી ગમે છે, એ જ અગત્યની વાત છે. તમને જે રત્નત્રયીને પામવાની ઈચ્છા હશે, તે તમે આ શ્રી ભગવતીજી સૂત્રના ચોગક્ષેમકર ગુણને લાભ લઈ શકશે; અને જો તેમ થશે, તો તમે સંસારમાં રહેશે
ત્યાં સુધી પણ, તમારા આશ્રિતોના સાચા કલ્યાણનો પ્રયત્ન કરનારા બની શકશે.
૧૮–પ્રસ્તાવનાથી અનુમાન :
પ્રસ્તાવના રૂપ પ્રચષ્ઠ ઈંદ્રઃ
આ શ્રી ભગવતીજી સૂત્રો અને ક્ષેમ રૂપ કર્ણયુગલે કરીને સહિત છે એવા પ્રકારની શ્રી ભગવતીજી સૂત્રની ઓળખ આપ્યા બાદ, જયકુંજરની સાથે શ્રી ભગવતીજી સૂત્રની ઘટના કરવા દ્વારા, આપણા હૃદયમાં શ્રી ભગવતીજી સૂત્રની મહત્તાને સ્થાપિત કરી રહેલા ટીકાકાર મહર્ષિ, શાસ્ત્રપ્રસ્તાવનામાં આગળ વધતાં, સેલમા વિશેષણ તરીકે ફરમાવે છે કે
“પ્રતાના નાના પશુપાલા”
એટલે કે જ્યકુંજર જેમ પ્રચ૭ એવી સૂંઢવાળા હોય છે, તેમ આ શ્રી ભગવતીજી સૂત્રને પણ પ્રસ્તાવનાની વચનરચના રૂપ પ્રચણ્ડ શૂઢ છે.
Page #452
--------------------------------------------------------------------------
________________
૪૧૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો
પ્રસ્તાવના કેવી હોય, એ વાત તે આપણે કરી ગયા છીએ. ફૂટની જગ્યાએ પ્રસ્તાવના જણાવી, તેનું કારણ એ છે કે-શૂઢથી આ હાથી છે એવું જ્ઞાન થાય છે. સૂંઢ એકલી દેખાતી હોય, તે પણ તે દ્વારા હાથી અનુમિત થાય છે. શૂઢ હાથીના અગ્રભાગમાં હોય છે. શું ઉપરથી હાથી કેટલે ઉચે છે ને કે લક્ષણવંતો છે, તેની કલ્પના પણ આવી શકે છે. હાથી સઘળાંય કાર્યો શંઢ દ્વારા કરે છે. એવી જ રીતિએ, પ્રસ્તાવના દ્વારા પણ આ ગ્રન્થ કર્યો છે અને કે છે, એની પિછાન થાય છે. પ્રસ્તાવનાથી ગ્રન્થની વિશદતા, મહત્તા, લાક્ષણિકતા આદિને જાણી શકાય છે. પ્રસ્તાવના પણ ગ્રન્થની આદિમાં જ હોય છે. સાચે ગ્રન્થકાર જે પ્રસ્તાવના કરે છે, તે પ્રસ્તાવનાને વળગી રહીને જ ગ્રન્થને વહાવે છે. આમ પ્રસ્તાવનાને અપાએલી ઢની ઉપમા સ્થાને જ છે.
ટીકાકાર મહષિએ માત્ર શંઢ નહિ જણાવતાં, પ્રચર્ડ ચૂંઢ જણાવેલ છે. જયકુંજરની શૂઢ પ્રચણ્ડ હેય છે. શ્રી ભગવતીજી સૂત્રની પ્રસ્તાવના પણ એવી પ્રચણ્ડ છે કે–આખા ગ્રન્થમાંની એક પણ બાબતને કેઈ મિથ્યા કરાવવાને માટે સમર્થ બની શકે નહિ. એવી વચનરચનાથી પ્રસ્તાવના કરવામાં આવેલી છે કે–એ પ્રસ્તાવના સૂત્રના સત્યવાદિપણાની સુરક્ષક બની રહી શકે.
Page #453
--------------------------------------------------------------------------
________________
૧૯–નિગમનની મહત્તા :
અતુચ્છ પુચ્છ રૂપ નિગમન :
આમ જયકુંજરનાં લગભગ બધાં અંગોની વાત થઈ ગઈ. માત્ર એક અંગ ખાકી રહ્યું. જયકુંજરનું આગળના ભાગનું અંગ શૂઢ, તેમ જયકુંજરની પાછળના ભાગનું અંગ કર્યું ? પુચ્છ. ટીકાકાર મહર્ષિએ સત્તરમા વિશેષણમાં પુચ્છની વાત કરી છે. તેઓશ્રી ક્રમાવે છે કે
""
" निगमनवचनातुच्छपुच्छस्य ।
એટલે કે—જયકુંજરને જેમ અતુચ્છ એવું પુચ્છ હોય છે, તેમ શ્રી ભગવતીજી સૂત્રને પણ નિગમનવચન રૂપ અતુચ્છ એવું પુચ્છ છે.
નિગમનથી લાભ :
નિગમન કેને કહેવાય ? તમે કાઈ પણ એક અથવા તે વધુ વિષયાનું પ્રતિપાદન કર્યું અગર તેા કોઈ કથા કહી, એ બધાને અન્તે, પૂર્વે જે કાંઈ પણ કહ્યું, તેને સમેટી લઇને કથનને પૂર્ણ કરવામાં જે કહેવાય, તે નિગમન છે. એમાં વાત તે પૂર્વે જે કહેવાઈ હોય તે જ આવે, પણ ભાવ રૂપે અને સૂચન માત્ર રૂપે આવે, અથવા તેા ગ્રન્થના તાત્પર્યંના ખ્યાલ
આવે એવી રીતિએ આવે. નિગમન એટલે ઉપસંહાર, એમ પણ કહી શકાય. અન્ત ભાગમાં જે સાર દર્શાવાય, તે નિગમન.
Page #454
--------------------------------------------------------------------------
________________
૪૨૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને તમે નવલિકાઓ વિગેરે વાંચે છે, તેમાં ઘણી વાર બે બેલ, પ્રસ્તાવના વિગેરેની માફક છેવટે ઉપસંહાર પણ આવે છે ને? કેટલાકે એવા હોય છે કે–આમ વિસ્તૃત પ્રતિપાદન કરતાં આવડે, પણ ઉપસંહાર કરતાં આવડે નહિ. ઉપસંહાર તે એ. હોય કે-ગ્રન્થના રહસ્યને ખોલી નાખે. પાછલી બધી વિગતેને મનમાં ઉપસ્થિત કરાવી દે, શ્રી ભગવતીજી સૂત્ર પણ નિગમરહિત નથી પણ નિગમનયુક્ત છે અને જે નિગમન છે. તે પણ અતુચ્છ છે. નિગમન ક્ષુદ્રતાવાળું નથી, પણ ગંભીરતાવાળું છે. પરમ ઉપકારીઓ નિગમન કેવું કરે છે, તે તે. સ્થાને જેવાને મળે છે. ઉપકારીઓએ રચેલા કથાગ્રન્થોમાં ય એ હોય છે, પણ એ વસ્તુ લક્ષ્યમાં આવે એવી દષ્ટિ જોઈએ ને? નવલિકાઓના નિગમનની વાત ખાસ વાંચે, ખાસ યાદ રાખે અને ધર્મકથાઓના નિગમનને પ્રાયઃ વાંચ્યું–ન વાંચ્યું કરે. કેમ કે-પણે રસ છે અને અહીં રસ નથી, એવી જ દશા. મોટે ભાગે છે ને ? તમે જે ધર્મકથાઓને નિગમનને પણ સારી રીતિએ વાંચ્યું હતું, તે ય તમને શાસનના રહસ્યને ઘણે ખ્યાલ આવ્યું હોત. મધુબિન્દુનું દષ્ટાન્તઃ
તમારામાંના ઘણાઓએ મધુબિન્દુની કથા વાંચી કે સાંભળી હશે, પણ એનું નિગમન તમને યાદ છે ? એનું નિગમન યાદ રહે, હૈયે રહે અને તમે આવી રીતિએ સંસારમાં નફકરા થઈને રહી શકે, એ બની શકે એવી વસ્તુ જ નથી.
કેઈ એક આદમી સાર્થની સાથે એક દેશથી બીજા દેશમાં અને બીજા દેશથી ત્રીજા દેશમાં ફરતો. એક વાર
Page #455
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્રપ્રસ્તાવના
૪૨૧
એવું મળ્યું કે જે સાથેની સાથે તે ફરતા હતા, તે સાર્થ ભૂલથી એક અટવીમાં પેઠા.
અટવી તા ઘણી મેાટી હતી, પણ સાથે જ્યાં અટવીમાં પેઠા કે તરત જ તે સાર્થને લૂંટવાને માટે ચારા આવી પહોંચ્યા. ચારા આવ્યા, એટલે સૌએ જરના ભાગે પણ જાનને મચાવવાને માટે ભાગવા માંડ્યું. તેમને ખબર હતી કે– આ ચારો આપણું જર તેા બધું લૂંટી લેશે, પણ આપણા જાન પણ લેશે, કેમ કે-આપણે જીવતા રહીએ એમાં ચોરાને પેાતાના જીવનું જોખમ લાગે.
અધા ભાગ્યા, એટલે પેલા મુસાફર પણ ભાગ્યા. એ વખતે ભાગી છૂટવું એટલેા જ ખ્યાલ હતા, પણ ભાગીને કથાં જવું એને ખ્યાલ નહાતા. પેલા મુસાફર એવા રસ્તે ભાગ્યા કે તે દોડતા દોડતા મહા અટવીમાં પહોંચી ગયા.
મહા અટવીમાં પહેાંચી ગયેલા તે પુરૂષની પાછળ એક હાથી પડ્યો. એ હાથી ઘણા ઉંચા હતા, તેના ગંડસ્થલમાંથી મઢનાં ઝરણાં ઝરતાં હતાં, તેણે પેાતાની શૂંઢને ઉંચી કરી હતી, તેનાં પગલાં જોરદાર હતાં, તેનું મુખ તપાવેલા તાંબા જેવું રાતું હતું, મેઘની જેમ તે ગર્જના કરતા હતો અને ક્રોધથી ઉદ્ધત બનેલા તે સાક્ષાત્ યમરાજ જેવા લાગતા હતા.
આવેા જંગલી હાથી પૂંઠે પડે, પછી માણસ કરે શું ? જીવ લઈને ભાગે કે બીજું કાંઈ થાય ? અને ભાગતાં ભાગતાં પણ એને એમ જ થયા કરે કે હમણાં મર્યાં કે મરીશ,
પેલા માણસેય નાઠા, ઘણા નાઠા, પણ હાથી એની લગાલગ આવી પહેાંચ્યા. પેલા માણસ મુંઝાયા કે હવે તા ખલાસ. ત્યાં એની નજરે એક કુવા પડ્યો. એ કુવા ઘાસથી ઢંકાઈ
२७
Page #456
--------------------------------------------------------------------------
________________
૪૨
શ્રી ભગવતીજી મૂત્રનાં વ્યાખ્યાન
ગયેલા હતા. પેલા માણસે વિચાર કર્યો કે જો હું આ કુવામાં પડતું મૂકું તે કદાચ બચી જાઉં! આમેય હવે મરવાનું તેા છે જ, પણ કુવામાં પડવાથી કદાચ બચી જવાય.'
આવા વિચાર કરીને તેણે કુવામાં પડતું મૂકયું, પણ તેના હાથમાં એક ડાળ આવી ગઈ. કુવાને કાંઠે એક વડવૃક્ષ હતું. એ વૃક્ષની એક મેાટી ડાળ કુવાના મધ્ય ભાગમાં સર્પાકારે લટકતી હતી. અચાનક એ ડાળ પેલાના હાથમાં આવી ગઇ અને એના આધારે તે લટકતા રહ્યો.
હાથીએ એ કુવાની પાસે આવીને પેાતાની શૂઢ વડે એ માણસને કુવામાંથી બહાર ખેંચી કાઢીને મારી નાખવાના વિચાર કર્યો અને તેવા પ્રયત્ન પણ કર્યાં, પણ હાથીની શ’ઢ એ માણસને આંખી શકી નહિ.
આમ તત્કાલને માટે તે પુરૂષ હાથી તરફના ભયથી તે બચી ગયા, પરન્તુ એણે નીચે કુવામાં નજર કરી તે એક માટે અજગર તેના તરફ મીટ માંડીને માં ફાડીને બેઠેલા જણાયા. ‘ હુમણાં આ મારા મેઢામાં પડે ને હમણાં હું ગળી જાઉં ?–એવી રીતિએ એ અજગર પેલા માણસને જોઈ રહ્યો હતા.
એ અજગરને જોતાં, પેલા માણસે ડાળને જોરથી પકડી અને અચવાના ઉપાય શોધવાને માટે તેણે પેાતાની નજરને આજે દોડાવી, તે તેણે ત્યાં પેાતાને તાકીને મેઠેલા ચાર ભયંકર સર્પોને જોયા. આણે અત્યાર સુધી એ સર્પાને જોયા નહેાતા, પણ સર્પાએ તો આને કયારના ય જોયેા હતો અને એથી તે સર્પી પેાતાની કૂણુાઓને ઉંચી કરીને ફુંફાડા મારી રહ્યા હતા.
Page #457
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૪૨૩
નીચેની પરિસ્થિતિને આવી જેઈને, એ માણસે ઉંચે જેવા માંડ્યું. ઉચે જોયું તે, જે ડાળને પકડીને એ માણસ લટકી રહ્યો હતો, તે ડાળને છેદવાને પ્રયત્ન, એક પેળે અને એક કાળે–એવા બે ઉંદરે કરી રહ્યા હતા.
એક બાજુ બે ઉંદરે ડાળને છેદવાને પ્રયત્ન કરી રહ્યા હતા, જ્યારે બીજી બાજુ પેલે મદેન્મત્ત હાથી, એ માણસ તેના હાથમાં નહિ આવ્યો તેથી, આખા વડવૃક્ષને જાણે ઉખેડી નાખવાને માગતો હોય, તેમ એ વૃક્ષની શાખાને હલાવી રહ્યો હતો અને એથી જ એ માણસે પકડેલી ડાળ હીંચોળાની જેમ હાલતી હતી.
આટલી ભયાનકતા જાણે કમ હેચ. તેમ વધારામાં બન્યું એવું કે-એ શાખા ઉપર મધપુડે હતે. હાથીએ શાખાને હલાવી, એટલે મધપુડાને વળગેલી મધમાખીએ ઉડી. મધમાખીઓ ઉડીને પાસેના માણસને વળગી પડે છે, એ તે તમે જાણે છે ને ? પેલી મધમાખીઓ પેલા માણસના આખા ય શરીરને વળગી પડી અને ડંખ દેવા લાગી.
આટલી બધી ભયકારક અને દુઃખમય હાલતમાં એ માણસને એક સુખ પ્રાપ્ત થયું. શાખાના હાલ્યા કરવાથી મધપુડામાંથી મધનું એક એક બિન્દુ પેલા માણસના કપાળ ઉપર પડવા માંડયું અને તે ધીમે ધીમે નીચે ઉતરતાં એ માણસના મોંઢામાં પડવા લાગ્યું. - એ મધનાં બિન્દુઓને એટલો સ્વાદ મળતાં, એ માણસને ભારે સુખ અનુભવવા જેવું લાગ્યું. તેને એ સુખને એટલે બધા લેભ લાગી ગયો કે તે તેની મેર જે. ભયાનકતા પ્રસરી રહેલી હતી, તેને સાવ વિસરી ગયેલ
Page #458
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો
૪૨૪
મબિન્દુ દૃષ્ટાન્તને ઉપનય ઃ
આ થયું દૃષ્ટાન્ત. હવે આને ઉપનય જૂઓ. ઉપનય પછી નિગમન આવે. ઉપનય કર્યા વિના નિગમન કરે, તે તે સ્થાને ગણાય નહિ. આ દૃષ્ટાન્તના ઉપનય કરતાં ઉપકારી મહાપુરૂષા ફરમાવે છે કે જે પુરૂષ કહ્યો, તેને સ્થાને સંસારી જીવ સમજવા; જે મહા અટવી કહી, તેને સ્થાને ચતુર્ગતિ રૂપ સંસાર સમજવા; જે હાથી કહ્યો, તેને સ્થાને મૃત્યુને સમજવું; જે કુવા કહ્યો, તેને સ્થાને મનુષ્યજન્મને સમજવા; જે અજગર કહ્યો, તેને સ્થાને નરક સમજવી; જે ચાર સર્વાં કહ્યા, તેને સ્થાને ક્રોધ, માન, માયા અને લાભ રૂપ ચાર કષાયા સમજવા; વડવૃક્ષની જે ડાળ કહી, તેના સ્થાને આયુબ્યકર્મને સમજવું; એ ડાળને છેદી રહેલા જે એ ઉંદરા કહ્યા, તેને સ્થાને ધેાળા ઉંદર તરીકે સુદી પખવાડીયાને સમજવું તથા કાળા ઉંદર તરીકે વદી પખવાડીયાને સમજવું; જે મધમાખીએ કહી, તેને સ્થાને સંસારની વિવિધ વ્યાધિઓ સમજવા; અને જે મધનું બિન્દુ કહ્યું, તેને સ્થાને વિષયજન્ય ક્ષણિક તથા અત્ય૫ એવું સંસારનું સુખ સમજવું. બધી ઘટના તેા તમે સમજી ગયા ને ? આને સ્થાને આ સમજવું ને આને સ્થાને તે સમજવું, આ બધા ઉપનય થયા.
દૃષ્ટાન્તનું નિગમન :
હવે આ દૃષ્ટાન્તને અંગે જે કહેવાય, તેને નિગમન કહેવાય. જે જીવ આવી રીતિએ ચારે કારથી ભયથી ઘેરાએલા હાય, તે જો બુદ્ધિમાન હાય, તેા કદી પણ વિષયજન્ય સુખમાં આસક્ત અને નહિ. એ પુરૂષને જો કાઈ દેવ અગર
Page #459
--------------------------------------------------------------------------
________________
જો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૪૫
વિદ્યાધર એ કુવામાંથી બહાર કાઢવાને ઈચ્છે, તે એ પુરૂષ મધુબિન્દુના સ્વાદની લાલસાએ જરા સરખા પણ વિલંબ કરે નહિ. સંસારી જીવા, મધુબિન્દુના સ્વાદમાં લુબ્ધ બનીને, શાણપણને ગુમાવી બેઠા છે અને એથી જ તેઓ નિશ્ચિન્તપણે વિષયજન્ય સુખાને ભાગવટા કરી શકે છે. મૃત્યુ પૂંઠે પડેલું છે, આયુષ્ય ક્ષીણ થઈ રહ્યું છે, ચાર કષાયેા પીડીને પાછા પાપથી ભારે બનાવી રહ્યા છે અને વિષયલુબ્ધ જીવ મહુ પાપથી ભારે અને તે નરકગતિમાં જ જાય એવી હાલત છે, છતાં પણ એ બધાને માણસ ક્ષણિક, અત્ય૫ અને દુઃખથી ભરેલા એવા વિષયજન્ય સુખની લાલસાને વશ પત્નીને ગણકારતા નથી.
આ નિગમન હૈયે વસે તે :
આ દૃષ્ટાન્ત તમે કાઈ વાર સાંભળેલું કે વાંચેલું ખરૂં એના ઉપનય પણ સાંભળેલા કે વાંચેલા ? કદાચ ત્યાં સુધી તે કેટલાકાને આ દૃષ્ટાન્ત પણ યાદ હશે, પણ નિગમન ચાદ છે કે નહિ, એ જ અગત્યની બાબત છે. નિગમન પણ માત્ર જાણવા ખાતર જ યાદ હાય, તે તેના કાંઈ વિશેષ અર્થ નથી. નિગમન હૈયે એવું વસી જવું જોઇએ કે વિષયજન્ય સુખના માત્ર ભાગવટા કરતાં જ નહિ, પરન્તુ વિષયજન્ય સુખના ભાગની ઈચ્છા થાય અને તરત જ આ નિગમન યાદ આવે. આ નિગમન જે યાદ આવે, તે વિચાર થાય કે− હું તે બુદ્ધિમાન છું કે એવકૂફ છું ? ’ અને એમાંથી તો ઘણા ઘણા વિચારી આવે. એ વિચારોમાં, વિષયજન્ય સુખને ભાગવવાની ઇચ્છા કાં તેા નાશ પામી જાય અને કાં
Page #460
--------------------------------------------------------------------------
________________
૪૨૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને તે એવી પાંગળી બની જાય કે-વિષયને વિજય સુલભ બની જાય. પણ જીવને આ વાત રૂચવી જોઈએ ને? પોતે સંસાર રૂપ મહા અટવીમાં અટવાઈ ગયેલો છે, ભયગ્રસ્ત. પરિસ્થિતિમાં લટકી રહ્યો છે, મૃત્યુ સમીપ આવી રહ્યું છે અને વિષયજન્ય સુખો માત્ર મધુબિન્દુ જેવાં છે, એ વિગેરે વાતે હૈયે જચવી જોઈએ ને? તમને કાંઈ સંસાર એ છે પીડતો નથી, પણ વિષયજન્ય સુખની આશામાં, વિષયજન્ય સુખના આસ્વાદમાં તમે સંસારની પીડાઓને ગણકારતા નથી. અત્યારે તો માત્ર એક જ વાત છે ને કે–મેળવાય તેટલું મેળવે અને ભગવાય તેટલું ભગવે? સદ્દગુરૂના આલમ્બનને ગ્રહણ કરાતું નથી :
મધુબિન્દુના દષ્ટાન્તમાં, એવી હકીક્ત પણ આવે છે કે–વડવૃક્ષની શાખાએ લટકી રહેલે પુરૂષ, એક દેવદંપતિ, કે જે ત્યાં થઈને વિમાનમાં પસાર થઈ રહ્યું છે, તેના જેવામાં આવે છે. એ પુરૂષની અવસ્થાને જોઈને દેવીને દયા આવે છે અને તે પિતાના સ્વામીને એ પુરૂષની રક્ષા કરવાની પ્રેરણા કરે છે. દેવીની પ્રેરણાથી દેવ વિમાનને નીચે ઉતારે છે અને પેલા પુરૂષને આલંબન આપીને વિમાનમાં લેવાને માટે હાથ લંબાવે છે. એ વખતે મધુબિન્દુઓના સ્વાદમાં લીન બનેલ પિલે પુરૂષ, દેવે આપેલા આલંબનને ગ્રહણ કરતો નથી. “આ એક ટીપું ચાખી લઉં' “આ એક ટીપું ચાખી લઉં –એમ કર્યા કરે છે અને દેવને થાકીને ચાલ્યા જવું પડે છે. એ પુરૂષ રૂપ સંસારી જીવને, દયા રૂપી દેવીની પ્રેરણાથી તારવાની ઈચ્છા સદ્દગુરૂઓને થાય છે, સદ્ગુરૂઓ એને આલમ્બન
Page #461
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્રપ્રસ્તાવના
'
આપીને બચાવી લેવાના પ્રયત્ન કરે છે; પણ વિષયજન્ય સુખમાં લીન અનેલા સંસારી જીવ, ‘આટલું ભાગવી લઉં ’–‘આટલું ભાગવી લઉં’–એમ કર્યાં કરે છે અને સદ્ગુરૂઓએ આપેલા આલમ્બનને તે ગ્રહણ કરતા નથી. આ વાત તમને કેટલે અંશે લાગુ પડે છે, તેના વિચાર તમારે કરી લેવાના છે. સદ્ગુરૂઓની પ્રેરણાને તમે ઝીલેા છે કે નહિ અને સદ્ગુરૂએ આલમ્બન આપે છે તેને ગ્રહણ કરી છે કે નહિ–એ વાત હું કહું, તેના કરતાં તમે જ તમારે માટે વિચારી લેા, એ વધારે સારૂં છે.
૪૨૭
ભવ ખટકવા વિના ભ્રમણ અટકે હુિઃ
તમને લાગે છે. ખરૂં કે-તમે ભવાટવીમાં ભૂલા પડી ગયા છે? ભવ નામ સંસાર એ મહા અટવી છે, એમ લાગે છે? એક મરણ આપે એવી અટવી ખટકે છે અને અનન્તાં જન્મ-મરણાવાળી ભવાટવી, મહા ભયંકર ભવાટવી, જીવને ખટકતી નથી. કાયમ કલેશવાળી, કાયમ કાતીલ કલેશવાળી કર્કશ ભવાટવી માટે જીવને કંટાળા આવતા નથી. કેવું શોચનીય ? આ ભવાટવી ખટકે, તે પછી જ ભવભ્રમણ અટકે. એ વિના તેા જીવ લટકે. ભવાટવીનું ભાન થાય, તા દાન-શીલ-તપ-ભાવને સાચી રીતિએ સેવાય અને એ દ્વારા મુક્તિને લેવાય. એડા પાર કરનારી વસ્તુના આ જીવ યાર ખનતા નથી, તેના પ્યાર કેળવતા નથી અને જેનાથી ખુવાર થવાનું છે તેના યાર અને છે, એટલે માર ખાઈ રહ્યો છે. ભવને અઢવી મનાઈ નથી, પછી ખટકે શી રીતિએ ? વાંધા જ અહીં છે. કલ્યાણની સાચી ભાવનાના પ્રાદુર્ભાવ કયારે
Page #462
--------------------------------------------------------------------------
________________
૪૨૮
શ્રી ભગવતીજી મૂત્રનાં વ્યાખ્યાના
થાય ? ભવને અટવી મનાય, એ અટવીની ભયંકરતાનેા ખ્યાલ આવે ત્યારે! ભવના ભય લાગવા જોઈએ. એ ભય શાથી નથી લાગતા, એ ભેદ ભાગવા જોઈએ. આટલી ઉત્તમ સામગ્રી મળી છે, છતાં પણ તમે જો ભવના ભયંકરપણાને નહિ સમજો, તા તમારૂં થશે શું ? ભગવાન અને ભગવાનની આજ્ઞા તમારા હૈયે કયારે સ્થાપિત થઈ શકે ? ભવ ભયંકર લાગ્યા પછીથી જ! એટલે તમે સૌથી પહેલા પ્રયત્ન એ કરી કે–ભવ ભર્યુંકર લાગે. દેવ-ગુરૂનાં દર્શનાદિ જે કરો તે આ માટે કરો. રાજ સંસારના સ્વરૂપનું ચિન્તન કરવાના વિચાર કરો. સંસારમાં રહેવું ને મરણથી બચવું એ શકય નથી :
આમ તેા તમે મૃત્યુથી ખૂબ જ ડરો છે. શું તમે એમ સમજો છે કે-અહીં જે મૃત્યુ થવાનું છે, તે પહેલ વહેલું જ થવાનું છે? ના, તેા પછી તમને મરવાના ડર શાના લાગે છે ? મરવાના ડર જો સાચા હાય, તે સંસારના ડર લાગ્યા વિના રહે? મરણુ કાને આભારી છે ? જેને સંસાર જાય, તેનું મરણુ જાય. સંસારમાં જે હોય, તે કદી પણ મરણથી બચી શકે નહિ. આપણે આ સંસારમાં આજકાલના નથી, ૫૦-૧૦૦ વર્ષોથી નથી, પણ અનાદિકાલથી છીએ. સંસારમાં આપણે અનન્તા કાલ વિતાબ્યા અને અનન્તાં મરણાને પામ્યા. જ્યાં સુધી આપણે સઁસારમાં રહેવાના, ત્યાં સુધી તે મરવાના જ. મુક્તિમાં ગયેલા જ મરે નહિ. મુક્તિમાં ગયેલા કેમ મરે નહિ ? એમને જન્મ નથી માટે. એમને જો જન્મ હોત, તેા એ પણ મરત, એમને જન્મ નથી, કારણ કે–એમને જન્માવે એવું કર્મ એમણે રહેવા દીધું નથી. એ સકલ કર્મોથી
Page #463
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ-શાસ્ત્રપ્રસ્તાવના
૪૨૯ સર્વથા રહિત બની ગયેલા છે. જન્મ તે મરે અને ન જન્મે તે જ કે જે કર્મરહિત જ હેય. તમે જમ્યા છો, એટલે મર્યા વિના છૂટકે થવાનું છે? અને મર્યા પછી પણ જમ્યા વિના ય છૂટકે થવાનું છે? એ જન્મમાં ય મરવાનું તે ખરું જ ને? તો પછી મરવાને ડર છે? મરણના ડરને જન્મના ડરમાં કેન્દ્રિત બનાવે. જન્મથી ડરીને જન્મના ડરને કર્મના બંધના ડરમાં કેન્દ્રિત કરે. કર્મના બંધથી ડરીને સંવરને સાધી નિર્જરા કરવા માંડો. નવાં કર્મ બંધાય નહિ, બંધાય તે તરત ખપ્યા કરે અને જૂનાં કર્મોની નિર્જરા સધાય, તે કર્મરહિતપણે મરવાને અવસર આવે. એ રીતિએ જે મરે, તે મરીને જન્મ નહિ અને જે જન્મે નહિ તેને મરવાનું કદી પણ આવે નહિ. મરણથી આટલા બધા ડરનારા તમે, જે વિવેકમાં આવી જાવ, તે તમે ભવથી જ ડરનારા બને, સંસારથી જ ડરનારા બને અને તમે સમજો કે–સંસારથી છૂટ્યા વિના મરણથી છૂટાય એ શક્ય જ નથી. મારવાથી બચે તે મરવાથી બચાયઃ
સંસારથી છૂટવાને માટે, જીવે અહિંસક ભાવને પેદા કરીને, એને ખૂબ ખૂબ ખીલવો જોઈએ. મારનારે મરવાથી બચી શક્તા નથી. મારવાથી બચવું, એ મરવાથી બચવા બરાબર છે. પિતાના માટે જે અન્ય કેઈ પણ પ્રાણીને મારે છે, તે વસ્તુતઃ પિતાને મારે છે અને પિતાના મરણને જ પેદા કરે છે. મરતા તે નથી, કે જે કઈ પણ પ્રાણીને, સત્ત્વને, ભૂતને કે જીવને મારતું નથી. મરણને ડર હોય, મરવું ન ગમતું હોય, મરણને જ મારવું હોય, તે તમે કઈ પણ
Page #464
--------------------------------------------------------------------------
________________
૪૩૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો જીવને મારે નહિ! ન જ મારે, ભલે તમારે સ્વાર્થ હણાતો હાય, તે પણ ન જ મારે! પિતાના સ્વાર્થને માટે બીજાના સ્વાર્થને લંટનારા ભવમાં ભટકનારા છે, પોતાના આત્મામાં દુઃખને ભરનારા છે, પિતાના સુખને હરનારા છે, પિતાના કુશળને તિલાંજલિ દેનાર છે. સજ્જન કે સુજ્ઞ પ્રાણી તે જ કહેવાય, કે જે બીજાના સ્વાર્થને લૂંટતું નથી. જે અહીં પોતાની થેડીશી મતલબને ખાતર બીજાના પ્રાણને, ધનને, યશને લૂંટે છે, તે અનેક જન્મમાં પામર બનીને કંગાલા અવસ્થાને ભોગવે છે. મારવાનું બંધ કરીને જ મરવાનું બંધ કરી શકાય છે. મારવાનું બંધ કરવાને માટે, જી ક્યાં ક્યાં હોય છે–તે જાણવાનો પ્રયત્ન કરે જોઈએ, જીના મરણમાં કેવી કેવી રીતિએ નિમિત્ત બનાય છે તે જાણવું જોઈએ અને શાના શાના ત્યાગથી છાના મરણમાં નિમિત્ત બનતાં બચાય—એ જાણવું જોઈએ. આ બધી વાતને જ્યારે તમને સાચે ખ્યાલ આવે, ત્યારે તમારા હૈયામાં સાધુપણાને માટે તલસાટ જાગે. પછી તમને સાધુજીવનને પામ્યા વિના ચેન પડે નહિ. એનું કારણ એ છે કે–અહિંસક ભાવને સાચો અને પરિપૂર્ણ અમલ, એક માત્ર સાચા સાધુજીવનમાં જ થઈ શકે છે, પણ બીજે થઈ શકતો નથી. આ પણ એક પ્રકારે નિગમન છે. આજે જે વાતો કહેવાઈ તેના નિગમન તરીકે તમને આ સાધુપણાને પામવાની વાત કહેવાઈ.
Page #465
--------------------------------------------------------------------------
________________
૨૦-આ જ્ઞાનાચાર :
કાલાદિ આઠ પ્રકારનેા ચારૂ પરિકર :
આચાર્યભગવાન શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજી મહારાજા, સમુન્નત જયકુંજરની સરખામણીમાં આ શ્રી ભગવતીજી સૂત્રને મૂકીને, આ શ્રી ભગવતીજી સૂત્ર કેવું છે અને આ સૂત્રમાં શું શું છે, તેને પોતાની શાસ્ત્રપ્રસ્તાવના દ્વારા ખ્યાલ આપી. રહ્યા છે. જયકુંજરની સરખામણીમાં વપરાએલાં વિશેષણામાંથી, આપણે અત્યાર સુધીમાં સત્તર વિશેષણાને જોઈ આવ્યા. અત્યાર સુધીમાં જે વિશેષણા અપાયાં છે, તે સમુન્નત જયજરનાં અંગાને અંગે અપાયાં છે. હવેનાં વિશેષણાના પ્રકાર બદલાય છે. અઢારમા વિશેષણ તરીકે ટીકાકાર મહિષ ક્રૂરમાવે છે કે
" कालाद्यष्टप्रकारप्रवचनोपचारचारुपरिकरस्य । " એટલે કે–સમુન્નત જયકુંજર જેમ ચારૂ પરિકરથી યુક્ત . હોય છે, તેમ આ શ્રી ભગવતીજી સૂત્ર પણ કાલ આદિ આઠપ્રકારના પ્રવચનેપચાર રૂપ ચારૂ પિરકરે સહિત છે. કામ લેવું હાય ના મંત્રન સ્વીકારવું જોઈએ ઃ
પરિકર એટલે પરિવાર એવા અર્થ પણ થાય અને. તંગ એવા અર્થ પણ થાય. જેની આજુબાજુ જે ચેાગ્ય રીતિએ .
Page #466
--------------------------------------------------------------------------
________________
૪૩૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો વિંટળાએલ હોય, તેને પણ પરિકર કહેવાય. જયકુંજરને જ્યારે શેભાને માટે કે સંગ્રામને માટે બહાર કાઢવામાં આવે છે, ત્યારે તેને શણગારવામાં આવે છે. તેમાં તેના શરીરના વચલા ભાગને તંગ કરવામાં આવે છે. હાલમાં પણ હાથીને રેશમી રંગબેરંગી પટાઓ બાંધવામાં આવે છે. એ તંગ હાથી પાસેથી હાથીનું કાર્ચ લેવામાં સહાયક બને છે. એ તો વિના હાથી પિતાનું ધાર્યું કાર્ય આપી શકે નહિ. એ જ રીતિએ, શ્રી ભગવતીજી સૂત્ર પાસેથી ધાર્યું કાર્ય લેવું હોય, તો કાલાદિક આઠનું જે બન્ધન છે, તેને સ્વીકારવું જ જોઈએ. કાલ, વિનય, બહુમાન, ઉપધાન, અનિદ્દનવન, વ્યંજન, અર્થ અને વ્યંજનાર્થ ઉભય-એ આઠ પ્રકારે પ્રવચને પચાર છે. આ કાલાદિ આઠને જ્ઞાનાચારે કહેવાય છે. જ્ઞાનાચાર એટલે તે આચાર, કે જે આચારનું પાલન જ્ઞાનની લેવડ અને દેવડમાં અવશ્ય કરવું જોઈએ. જ્ઞાન દેનાર અને જ્ઞાન લેનાર, બન્નેને માટે આ બન્ધન છે. આ બન્ધનને અવગણીને જ્ઞાન લઈ-દઈ શકાય નહિ. આ બન્ધનને અવગણને, જ્ઞાનની લેવડ–દેવડ કરનારાઓ, જ્ઞાનની અશાતના કરનારા બનીને જ્ઞાનના ફલને પામનારા બની શક્તા નથી. કાલિક સૂત્ર અને ઉત્કાલિક સૂત્ર :
શાસ્ત્રકાર મહાપુરૂષે ફરમાવે છે કે-શ્રી આગમગ્રન્થ બે પ્રકારના છે. એક કાલિક અને બીજા ઉત્કાલિક. જે સૂત્રોના અધ્યયનાદિને માટે સમય નિશ્ચિત કરવામાં આવેલ છે, તેવાં - સૂત્રોને કાલિક સૂત્રો કહેવાય છે. જેમ કે-શ્રી આચારાંગ આદિ સૂત્રોનું સૂત્રાધ્યયન પહેલી પિરિસીમાં થાય તથા છેલ્લી
Page #467
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૪૩૩
પિરિસીમાં થાય અને તેનું અર્થોધ્યયન બીજી પિરિસીમાં તથા ત્રીજી પરિસીમાં થાય, એમ નિશ્ચિત કરાએલું છે. જે પહેલી કે ચેથી પરિસીમાં સૂવાધ્યયનને કરવાને બદલે અર્થોધ્યયન કરે અને બીજી કે ત્રીજી પરિસીમાં તેના અધ્યયનને કરવાને બદલે સૂત્રાધ્યયન કરે, તો તેમ કરનાર સાધુ પાયશ્ચિતને પાત્ર બને, એવું મહાપુરૂષોએ ફરમાવ્યું છે. શ્રી દશકાલિક આદિ સૂત્રને ભણવાને માટે તેવા પ્રકારનું કાલ સંબંધી નિયમન નથી, એટલે એ સૂત્રને ઉત્કાલિક સૂત્રો તરીકે ઓળખવામાં આવે છે. બીજો પણ હેતુ છે. સૂત્રોના અધ્યયન અંગે ગદ્વહન કરવાના હેય છે. તેમાં કાલિક સૂત્રને અંગે કાલગ્રહણની પણ ક્રિયા વિશેષ કરવાની હોય છે. વળી તેમાં અમુક અમુક વર્ષના દીક્ષા પર્યાયની અપેક્ષા પણ રહે છે. આ શ્રી ભગવતીજી સૂત્ર, એ પણ એક કાલિક સૂત્ર છે, તેથી જેને દશ વર્ષને કે દશ વર્ષથી અધિક એટલે દીક્ષા પર્યાય થયે છે એ સાધુ, કાલગ્રહણની ક્રિયા વિશેષ કર્યા બાદ જ, આ સૂત્રને ભણી શકે છે. વિધિમાર્ગ એ છે કે ત્યાં સુધી ગુરૂથી એ સાધુને સૂત્રદાન કરી શકાય નહિ અને એ સાધુથી સૂત્રગ્રહણ કરી શકાય નહિ. સૂત્રજ્ઞાનનું દાન કરવાના અભિલાષિઓએ અને સૂત્રજ્ઞાનના અથી આત્માઓએ, આ નિયમનું પણ પાલન અવશ્ય કરવું જોઈએ, કારણ કે-વિધિ બલવાન છે. આજ્ઞા એ આજ્ઞા. જેને આજ્ઞા ઉપર પ્રેમ નથી, આજ્ઞાના પાલનની દરકાર નથી, તે સૂત્રને ભણાવે કે સૂત્રને ભણે, તેમાં કાંઈ ભલીવાર આવે જ નહિ. દરેક પ્રકારની આરાધનામાં આજ્ઞા પ્રત્યેના આદરની જ પ્રધાનતા છે. એ આદર વિનાની આરાધના, આરાધના નહિ,
Page #468
--------------------------------------------------------------------------
________________
૪૩૪
શ્રી ભગવતીજી સુત્રનાં વ્યાખ્યાને
ચાર કાલવેલાએ સ્વાધ્યાયના આદર ઃ
આઠ જ્ઞાનાચારામાં પહેલેા કાલ નામના આચાર છે. એ માટે આપણે આ વાત કરી રહ્યા છીએ. કાલિક સૂત્રેાને અંગે, સૂત્રાધ્યયન તથા અર્થાધ્યયન માટે દિવસની અને રાત્રિની જે જે પારિસીએ બતાવવામાં આવી છે, તે તે પેરિસાએ જ લેવી જોઇએ. આ ઉપરાંત, કાલિક સૂત્ર કે ઉત્કાલિક સૂત્રા–એના અધ્યયનને અંગે, જ્ઞાનિઓએ જે ચાર અકાલવેલા કહી છે, તેના પણ ત્યાગ કરવા જોઇએ. ચાર સન્ધ્યાઓને ભણવા અંગે ચાર અકાલવેલા કહેવામાં આવે છે. એક સૂર્યોદય પહેલાંની સન્ધ્યા, બીજી સૂર્યાસ્ત સમયની સન્દેયા, ત્રીજી દિવસના મધ્ય ભાગ સમયની સન્ધ્યા અને ચાથી રાત્રિના મધ્ય ભાગ સમયની સન્ધ્યા. આ ચાર સન્ધ્યાએના સમયે સ્વાધ્યાયના અવશ્ય ત્યાગ કરવા જોઇએ. કાલિક સૂત્રેા કે ઉત્કાલિક સૂત્રેા–એમાંના કોઈ પણ સૂત્રના સ્વાધ્યાય, આ ચાર સન્ધ્યાઓના સમયમાંથી કોઈ પણ સયાના સમયે થઈ શકે નહિ. આ ચાર સન્ધ્યાએમાંથી કાઈ પણ સયાના સમયે જે સાધુ સ્વાધ્યાય કરે છે, તેને ભગવાનની આજ્ઞાના ભંગ આફ્રિદષાની પ્રાપ્તિ થાય છે. કાઈ કારણ વિશેષે સ્વાધ્યાયના કાલનું ઉલ્લંઘન થાય, તા તે દોષને માટે થાય નહિ. જેમ કે હૈયામાં જો વિધિમહુમાન હોય, વિધિ પ્રત્યે આદરભાવ હાય, તે અવિધિ એ દોષ રૂપ નહિ રહેતાં વિધિની જનેતા અને છે; પરન્તુ વિધિબહુમાન ન હાય, તા થોડા ય અવિધિ અજ્ઞાભંગાદિના ષને પાત્ર ઠરે છે. એટલે આદર અને ઉપયાગ, કાલે કાલેાચિત અધ્યયન કરવા તરફ તેમ જ
Page #469
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૪૩૫
અકાલવેલાઓએ સ્વાધ્યાયના ત્યાગ તરફ રાખવું જોઈએ. ભવા છતાં નિષિદ્ધ કાલે ભણે તે વિરાધના :
નિષિદ્ધ સમયે, ભણવાના લેભે પણ ભણાય નહિ. નિષિદ્ધ સમયે તે, ભણવા છતાં પણ વિરાધના થાય. આમ સ્વાધ્યાય કરે એ આરાધના છે, પરંતુ નિષિદ્ધ સમયની આજ્ઞાને અવગણી, તે વિરાધના કહેવાય. એક આજ્ઞાની જાણવા છતાં વિરાધના કરે, એ આજ્ઞાની અવગણના કરે, તે બીજી આજ્ઞાને પાળવા છતાં પણ, આરાધક બને નહિ પણ વિરાધક બને. એટલે નિષિદ્ધ સમયે ભણવાના લોભે ભણવાથી પણ આરાધના નથી. આરાધભાવ મેક્ષદાયક છે અને વિરાધકભાવ સંસારવર્ધક છે, માટે સૂત્રની આજ્ઞા તરફ ધ્યાન આપવું. કાલે નહિ ભણતાં અકાલે ભણવાથી સૂત્રની વિરાધના થવા ઉપરાન્ત, ક્ષુદ્ર દેવતા છળી પણ જાય, તેથી આત્મવિરાધના થાય તેમ જ સંયમવિરાધનાને પણ સંભવ ખરે. હંમેશાં, દરેક કાર્યમાં, જેને જે કાલ હોય તે કાલ જ તે કાર્યમાં ફલદાયી બની શકે છે. “સૂત્ર જેવી વસ્તુને ભણવામાં વળી આ કાલે આમ ભણવું ને આ કાલે નહિ ભણવું, એ નિયમ કે?”—આ પ્રશ્ન, આ તર્ક, આવી શંકા રખે કરતા. સારી વસ્તુઓને માટે, વિશિષ્ટ ફળને પેદા કરનારી વસ્તુએને માટે, કાલની અનુકૂળતા પણ આવશ્યક છે. કેઈ કઈ મંત્ર સિદ્ધ કરવાના હોય છે, તે તેને કાલ પણ નક્કી કરેલ હોય છે. સર્પની વિદ્યા, સર્પના ઝેરને ઉતારી દેનારે મંત્ર, કાળી ચૌદશે કે ગ્રહણાદિ સમયે સિદ્ધ કરવામાં આવે, તે સિદ્ધ થાય છે, પણ તે વિનાના સમયે તેને અન્ય વિધિ કરવા
Page #470
--------------------------------------------------------------------------
________________
૪૩૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને છતાં પણ, તેની સિદ્ધિને પામી શકાતું નથી. કાલ પણ એક દ્રવ્ય છે અને તેને પણ પાંચ સમવાયમાં એક કારણ માનવામાં આવ્યું છે. ગમે તે કાલે ભણાય એવું છે જ નહિ. વ્યન્તર દે છલે છેઃ
અકાલે ભણવાથી, સૂત્રમાં ગુંથાએલા તથાવિધ મંત્રાક્ષરોના વેગે, વ્યન્તર દેવાની ગતિ પણ શેકાઈ જાય છે અને એના પરિણામે પણ નુકશાન થવાનો સંભવ છે. વ્યન્તર દેવે અકાલે જ ફરવા નીકળે છે, માટે અકાલે સૂત્ર ભણવામાં વિનની સંભાવના રહેલી છે. કેવળ પાઠ માત્રથી, ઉત્થાન અને સમુત્થાન સૂત્રો, ગામને અનુક્રમે ઉંચું–નીચું કરી નાખતાં અને શાન્ત પણ કરી દેતાં. સૂત્રો એવા મંત્રાક્ષથી ભરેલાં પણ હોય. આવા મહિમાવાળાં સૂવે હોય છે અને તેવાં સૂત્રોના ઉચ્ચારણથી દેવની ગતિ પણ ખલિત થાય છે અને તેથી તેઓ ખીજાય છે. એમ બનવાથી દે, સાધુને છળવાને છિદ્રો જોયા કરે છે. પોતાની ક્રિયામાં મસ્ત રહેનાર અપ્રમત્ત સાધુને, વ્યન્તર દેવે છિદ્ર વિના છળી શક્તા નથી. વિના છિદ્ર છળવાની તાકાત વૈમાનિક દેવોની છે. પૂર્વભવનો વૈરભાવ ઈત્યાદિ કારણે, વૈમાનિક દે, ક્રિયારત મુનિને ય, વિના છિદ્ર પણ છળનારા બને એ શક્ય છે; પરંતુ વ્યન્તરિક દેવની તેવી તાકાત નથી. આ કારણે પણ નિષિદ્ધ સમયે સ્વાધ્યાય નહિ કરે, એ હિતાવહ છે. ગ્લાન સાધુની સેવામાં મારી સેવા રહેલી છે-એ ફરમાનને
ભણવાના રસમાં ભૂલાય નહિ? નિષિદ્ધ કાલે સ્વાધ્યાય કરી રહેલા એક સાધુને, ભર
Page #471
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૪૩૭
વાડણ બનીને, ઉપયોગ આપ્યાને એક પ્રસંગ મહાપુરૂષોએ વર્ણવેલો છે. એ પ્રસંગ એવા પ્રકારનો છે કે–એક વખત એક સાધુ કાલગ્રહણ કર્યા બાદ કાલિક સૂત્રનું અધ્યયન કરી રહ્યા હતા. રાત્રિએ પણ પહેલી પરિસીમાં મૂલ સૂત્રનું અધ્યયન થઈ શકે. સ્વાધ્યાયના રસમાં, તે સાધુને સમયની ખબર નહિ રહેવાથી, અકાલ થઈ જવા છતાં પણ તે પાઠ કરતા રહ્યા.
- સાધુઓને માટે ક્રિયાઓ તથા તેના સમયે નિયત છે. સાધુએ પિતાની તમામ કિયાએ કાલે કાલે કરવાને માટે પ્રયત્નશીલ, ઉપયોગશીલ રહેવું જોઈએ. માત્ર ક્રિયાઓ કરવી –એટલું લક્ષ્ય રાખે, પણ કાલે કરવી-એવું લક્ષ્ય ન રાખે, તે ક્રિયાઓ સદાય. વળી, અકાલે ક્રિયા કરવાથી લોકનિન્દાના પાત્ર પણ બનાય. અકાલે કરનાર પતે લોકનિન્દાને પાત્ર બનીને શાસનની નિન્દામાં પણ કદાચ નિમિત્ત બને. દરેક કિયા, કર્તવ્યકાલે કરનારે જ ખરે પંડિત છે. જિનકલ્પીની તમામ ક્રિયાઓ કાલે જ થતી જાય છે, કારણ કે–તેમને પૂર્વને ક્રિયાભ્યાસ તે થઈ ગયો છે. આવી રીતિએ અપ્રમત્ત જીવને જીવવા પ્રયત્ન જારી રહે, તે પ્રાયઃ અકાલે ભણવાને અવસર ન આવે. સ્વાધ્યાયના સમયે સ્વાધ્યાય કરાય અને અન્ય કિયાઓના સમયે તે તે ક્રિયાઓ કરાયકેટલાક સાધુઓ ભણવામાં એટલા બધા ગુલતાન બનેલા હોય છે કે-“મારું ભણવાનું બગડશે એમ ધારીને, તેઓ વૈચાવૃત્યના સમયે પણ ભણવાનું ચાલુ રાખીને, વૈયાવૃત્યના લાભથી વંચિત રહે છે. એમ કરનારને પ્રભુના ફરમાનનું સાચું જ્ઞાન નથી, માટે તેને હિતાહિતનું ભાન નથી. એવા અવસરને માટે, ગ્લાન સાધુની સેવાની આવશ્યકતાના અવસરને માટે, પ્રભુનું એ ફરમાન છે
Page #472
--------------------------------------------------------------------------
________________
૪૩૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન કે-“મારી સેવા તે કરે છે, કે જે ગ્લાન સાધુની સેવા કરે છે; ગ્લાન સાધુની સેવા નહિ કરનારે, તેનાથી દૂર ભાગતો રહેનારે, મારી સેવા કરતા નથી. જેને પ્રભુના આ ફરમાનનું સાચું જ્ઞાન હોય અને એથી હિતાહિતનું ભાન હોય, તે સાધુ કદી પણ સ્વાધ્યાયના રસને આધીન બનીને ય, વૈયાવચ્ચેની અવગણના કરે નહિ. અમુક આજ્ઞાની લતે ચઢી બીજી આજ્ઞાઓને લેપાય નહિ?
ખરી વાત એ છે કે–સ્વાધ્યાય, જ્ઞાનાધ્યયન આદિ શા માટે છે, તે સમજવું જોઈએ. પ્રભુની આજ્ઞાનું જ્ઞાન પ્રભુની આજ્ઞાના પાલનને માટે મેળવાય, તો જ તે સાચું જ્ઞાન છે. સ્વાધ્યાય
આદિ અનેક પ્રકારેથી ધર્મ થાય—એમ કહેવા છતાં પણ, નિષ્કર્ષ તરીકે તે એ જ વાત કહેવાઈ છે કે-
૧ પ ઘણો.” ધર્મ શ્રી જિનાજ્ઞાના પાલનમાં છે. આજે કેટલાકે જ્ઞાન પાસનાના નામે ચારિત્રાચારને નેવે મૂકવામાં લાભ માની બેઠા છે. ગ્રહણ કરેલી મહાવ્રતાદિના પાલનની પ્રતિજ્ઞાને ભંગ થાય છે–તેની દરકાર રાખ્યા વિના, જ્ઞાને પાસનાને પ્રધાનતા આપી રહ્યા છે. એથી, એમની જ્ઞાનપાસના પણ એમને માટે આશાભંજક બનાવનારી નિવડી છે. સ્વાધ્યાય, પોપકાર આદિ કઈ પણ ધર્મસાધનની લત એવી નહિ લાગવી જોઈએ, કે જેથી લીધેલ પ્રતિજ્ઞાના ભંગને, શ્રી જિનાજ્ઞાના ભંગને પ્રસંગ આવે. એમાં આજ્ઞારૂચિ રહેવા પામતી નથી અને આજ્ઞારૂચિ ગઈ તે સર્વસ્વ ગયું એમ સમજવું. જેની આજ્ઞાને ભણને, જાણીને, પ્રચારીને તરવું છે, તેની જ આજ્ઞાના પાલનમાં અખાડા કરવા, એ આજ્ઞાપાલકનું લક્ષણ નથી. આજ્ઞાપાલક એ ન હોય
Page #473
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૪૩૮
કે—અમુક આજ્ઞાને વળગીને ખાકીની આજ્ઞાઓને લેપનાશ અને. અમુક આજ્ઞાઓના પાલનને વળગીને, બાકીની આજ્ઞાઆને લેાપનારા જે ખને, તેને આજ્ઞાપાલક કહેવાય નહિ, પણ આજ્ઞાવિરાધક કહેવાય.
શાસનદેવતાએ ઉપયોગ દ્વીધા :
પેલા સાધુને, સ્વાધ્યાય કરતાં કરતાં અકાલ થઇ ગયા– તેના ઉપયાગ રહ્યો નહિ; પણ એ સાધુની ભવિતવ્યતા સારી હતી. એ સાધુને એ રીતિએ અકાલે કાલિક સૂત્રનું અધ્યયન કરતા જાણીને, એ સ્થાનની સમીપમાં રહેલ શાસનદેવતાને વિચાર આવ્યો કે– આ સાધુને કદાચ કોઈ વ્યંતર છળશે.’ આથી, એ સાધુને અન્તરના છલથી બચાવી લેવાના, એ શાસનદેવતાએ નિર્ણય કર્યાં.
એ માટે, એ શાસનદેવતાએ એક આહીરનું રૂપ ધારણ કર્યું. આહીરણના રૂપને ધારણ કરીને, પેાતાને માથે એક છાશનો ઘડો મૂકો. પછી એ આહીરણ છાશ વેચવાને માટે નીકળી હાય, એવા દેખાવ કર્યાં.
પેલા સાધુ જ્યાં સ્વાધ્યાય કરી રહ્યા હતા, તેની નજદિકના માર્ગ ઉપર, આહીરણના રૂપને ધરીને શાસનદેવતાએ આંટા મારવા માંડ્યા અને કોઈ છાશ લ્યા. કાઈ છાશ લ્યા’ –એમ ઉંચા સ્વરે વારંવાર ખેલવા માંડ્યું. ઘડીમાં જાય, ઘડીમાં આવે અને છાશ લેવાની બૂમ પાડચા કરે.
એવા વારંવારના અવાજથી, પેલા સાધુના સ્વાધ્યાયમાં વિક્ષેપ પડ્યો. એથી એ સાધુએ પેલી આહીરણને પૂછ્યું કે
<
આ તે કાંઈ તારા છાશ વેચવાનો વખત છે?’.
Page #474
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન એટલે ઝટ આહીરણના રૂપને ધરનારા શાસનદેવતાએ કહ્યું કે તમારે પણ આ શું કાલિક સૂત્રને ઘેષ કરવાને
સમય છે?
આહીરણે આટલું કહેતાંની સાથે જ, સાધુને અકાલ થઈ ગયાને ખ્યાલ આવી ગયો અને તેમણે પિતાની ઉપગશુન્યતાને માટે તથા અકાલે કરેલા સ્વાધ્યાયને માટે “
મિચ્છા મિ દુક” દીધું.
તાત્પર્ય એ છે કે-નિષિદ્ધ કાલ અને નિયત કાલને ઉપગ રાખીને, નિષિદ્ધ કાલે સ્વાધ્યાય નહિ કરે અને નિયત કાલે કરવા યોગ્ય સ્વાધ્યાય નિયત કાલમાં જ કરવાને માટે નિશ્ચયશીલ બન્યા રહેવું. આઠ પ્રકારના જ્ઞાનાચારમાં, કાલ” નામને જે પહેલે આચાર કહેવાય છે, તે આ છે. શાસનને રાગ હેય તે ચતુર્વિધ શ્રીસંઘ ઉપર પણ રાગ હોય
અને ભક્તિભાવ હોય? મહાપુરૂષોએ, કાલાચારના પાલનને ઉપદેશ આપતાં આપેલું ઉદાહરણ, કાલાચારના પાલન પ્રત્યે ઉદ્યમવંત બનવાનું તે શીખવે છે, પણ એમાંથી બીજું ય શીખવા જેવું છે. સાધુ ભૂલતા હોય, ભૂલ કરી રહ્યા હોય, તે તેમને કેવી રીતિએ બચાવી લેવા જોઈએ-તેને સુન્દર ખ્યાલ પણ આ દૃષ્ટાન્તથી મળી રહે છે. શાસનદેવતા દેવ હોવા છતાં પણ, એને સાધુની ચિન્તા કેટલી બધી હતી? કદાચ કઈ વ્યન્તર આ સાધુ મહાત્માને છળી ન જાય, એવી લાગણી એ દેવના હૈયામાં પ્રગટી ને? કેમ? હૈયે શાસનને રાગ હતું અને એથી સાધુપણાને રાગ હતો માટે. જેને શાસન ઉપર રાગ હોય, તેને
Page #475
--------------------------------------------------------------------------
________________
૪૪૧
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના ચતુવિધ શ્રીસંઘ ઉપર પણ રાગ હોય જ. ભગવાન ઉપર જેને રાગ હોય, તેને ભગવાનના ભક્તો ઉપર પણ રાગ હોય જ. રાગ હેય-એટલું જ નહિ, પણ જેમ જેમ અધિકગુણું તેમ તેમ અધિક ભક્તિને ભાવ–એવી દશા હોય. તમને ચતુવિધ શ્રીસંઘ ઉપર રાગ છે ? ભક્તિ છે ? ચતુર્વિધ શ્રીસંઘમાંની એક પણ વ્યક્તિને સીદાતી જોઈને તમારું હૈયું સદાય, એવું હૈયું છે? શાસનના રાગનું આ રીતિએ પણ માપ નીકળે. જેના હૈયામાં શાસનનો રાગ હોય, તેનાથી કઈ પણ સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકા સૌદાય, તે ખમાય નહિ. તેમાં ય સાધુ-- સાધ્વી અધિકગુણ હેવાથી, તેમના પ્રત્યે અધિકાધિક ભક્તિને ભાવ હોય. ભક્તિને ભાવ હેય, એટલે અવસરે રક્ષા કરવાનું મન થયા વિના પણ રહે નહિ. શાસનદેવતાને હૈયામાં ભક્તિનો ભાવ હતો, માટે એ સાધુનું રક્ષણ કરવાનો વિચાર આવ્યું અને એથી જ એ સાધુને ઉપગ આપવાને માટે ઉચિત ઉપાચ યેજી શકાય. સાધુની ભૂલને જોઈને, એને તિરસ્કારને ભાવ આવ્યો નહિ, નિન્દા કરવાનું મન થયું નહિ, પણ એમની આશાતના ન થાય-એવી રીતિએ એમને એમની ભૂલનો ખ્યાલ આપવાનું મન થયું. એ ભક્તિભાવને જ પ્રતાપ હતો કે-શાસનદેવતાએ આહીરણના રૂપને ધારણ કર્યું. તમે અથવા તે આજનાઓ, સાધુઓને ભૂલતા જોઈને અથવા તે સાધુ ભૂલ કરે છે–એમ જાણીને, કેવું કરવા તરફ ઢળે, એ તમે વિચારી લે. વિનયના દશ પ્રકારે:
કાલાચાર પછી વિનયાચાર. જ્ઞાની, જ્ઞાન અને જ્ઞાનોપ
Page #476
--------------------------------------------------------------------------
________________
૪૪૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને કરણ, એ ત્રણેય પ્રત્યેનો વર્તાવ વિનયશીલ હવે જોઈએ, નમ્ર હવે જોઈએ. જ્ઞાનીમાં ગુરૂ, વિદ્યાદાતા અને વિશેષજ્ઞ, એ ત્રણેયનો સમાવેશ થાય છે. વિનયના દશ પ્રકારે છે. તેમાં પહેલે સત્કાર નામનો પ્રકાર છે. ગુરૂ, વિદ્યાદાતા અને વિશેષજ્ઞ-એ ત્રણેય પ્રકારના મુનિજનેને સત્કાર કરે, એટલે કે–તેમના ગુણની સ્તવના કરવી તથા તેમને વંદનાદિ કરવું. બીજો પ્રકાર અભ્યસ્થાન નામને છે. તેઓ આવે એટલે ઉભા થઈ જવું, એ તેઓને અભ્યત્થાન નામને વિનય છે. ત્રીજે સન્માન નામને વિનય એને કહેવાય કે તેઓનું વસ્ત્રપાત્ર આદિ વડે પૂજન કરવું. યંગ્ય વસ્ત્ર-પત્રાદિને લાવી આપવામાં, આ વિનયની સફલતા છે. તેઓને આદરપૂર્વક આસન આણું આપવું અને આ આસન ઉપર આપ પધારે” -એમ કહેવું, એ ચોથે આસનાભિગ્રહ નામને વિનય છે. તેઓના આસનને એક સ્થાનેથી લઈને અને અન્ય ગ્ય સ્થાને સ્થાપીને, તેઓને એ આસને પધારવાનું કહેવું, એ પાંચમે આજનાનપ્રદાન નામનો વિનય છે. તેઓને વિધિપૂર્વક વન્દન કરવું, એ છો કૃતિકર્મ નામનો વિનય છે. તેઓને બે હાથ જેડીને નમન કરવું, તે સાતમે અંજલિગ્રહ નામનો વિનય છે. તેઓની ચેષ્ટા ઉપરથી તેઓના મનના અભિપ્રાયને જાણી લઈને તેનું અનુસરણ કરવું, એ વિનયનો આઠમે પ્રકાર છે. તેમની પપાસના કરવી,તે વિનયને નવા પ્રકાર છે. તેઓ ચાલતા હોય ત્યારે તેઓની સાથે અગર તેઓની આગળ નહિ ચાલતાં તેઓની પછવાડે ચાલવું, એ વિનયને દશમે પ્રકાર છે. આ દશેય પ્રકારને વિનય ગુરૂ, વિદ્યાદાતા અને વિશેષ પ્રત્યે પણ યથાયોગ્ય રીતિએ આચરે જોઈએ. આવા
Page #477
--------------------------------------------------------------------------
________________
ખીજો ભાગ–શાસ્રપ્રસ્તાવના
૪૪૩
પ્રકારના જ્ઞાનીના વિનય, એ પણ બીજો જ્ઞાનાચાર ગણાય છે.
વિનય એ ધર્મનું મૂળ છે
"
જેમની પાસેથી જ્ઞાન લેવાનું હાય, જ્ઞાન મેળવવાનું હાય, તેમના પ્રત્યે વિનયને આચરવામાં આત્માને ખૂબ ખૂબ કેળવવા જોઈએ. વિદ્યાદાતા ગુરૂ પરમ ઉપકરી છે, માટે તેમનાં ચરણામાં વારંવાર ઝુકવું જોઇએ. વિનય વિના તે સામાન્ય મંત્ર પણ કથાં લેવાય છે? દુનિયાના વ્યવહાર પણ વિનય વિના કયાં ચાલે છે? દુનિયામાં પણ જેમની પાસેથી કે જેમના દ્વારા કાંઈક મેળવવું હાય, તેને સલામ ભરવી પડે છે ને ? કોઈને અરજ કરવી હેાય, તે શેઠ સાહેબ, કૃપાનિધિ’ વિગેરે માનવાચક શબ્દો લખીને, તેમને ‘ નમસ્કાર આદિ કરૂં છું ’–એમ જણાવવું પડે છે અને અરજની વિગતમાં પણ નમ્રતાભરી ભાષા વાપરવી પડે છે. લૌકિક સિદ્ધિમાં પણ આટલા વિનય જરૂરી છે, તેા સમ્યક્ શ્રુતના જ્ઞાનનું ઉપાર્જન કરવામાં, વિનય વિના ચાલે જ કયાંથી ? અહીં તેા, વિશિષ્ટ તથા નિર્દેમ્ભ વિનય જોઇએ. વિનય, એ ધર્મનું મૂળ છે. • વિળયમૂહસ્સ’–આ સૂત્રને સાધુઓએ દર પંદર દિવસે તે અવશ્ય યાદ કરવાનું હોય છે. જેનામાં વિનય નથી, તેનામાં ધર્મ નથી અને ધર્મ આવતા પણ નથી. વિનય હોય તે સહનશીલતા પણ આવે, એટલે સવર પણ આવે. સંવર આવે એટલે નિર્જરા પણ આવે. નિર્જરા થવાથી કર્મરહિત થવાય અને કર્મરહિત થવાય એટલે મુક્તિ મળે. મુક્તિ મળે એટલે આત્મા અભ્યામાધ સુખસાગરમાં શાશ્વત ઝીલ્યા કરે. આ તમામ વિનયમાં સમાએલ છે. વિનયહીનને જ્ઞાન
Page #478
--------------------------------------------------------------------------
________________
૪૪૪
શ્રી ભગવતીજી મૂત્રનાં વ્યાખ્યાના
હેતું નથી. અનેક લબ્ધિઓના નિધાન એવા પણ ગણુધરભગવાન શ્રી ગૌતમસ્વામીજી, વિનયમાં કચાશ આવવા દેતા નહિ. વિનય, એ એવા ગુણ છે કે જેના વિનય કરીએ, તેનામાં જે ગુણ હોય, તે ગુણના આપણામાં વિકાસ થાય; તેા પછી જે જ્ઞાની ગુરૂ અનેક ગુણોના નિધિ છે, તેમના વિનય કરીએ તેા કેટલા બધા લાભ થાય ? અનહદ લાભ થાય. ગુરૂ જ્ઞાન આપનારા હોય, તે છતાં પણ ગુરૂથી નિરપેક્ષ બનીને જ્ઞાનપ્રાપ્તિ કરવાને જે ઈચ્છે, તેને જ્ઞાન વિપરીત રૂપે પરિણમે. ગુરૂના વિનયથી, ગુરૂની ઈચ્છા ન હોય તે પણ, તેમનામાં રહેલી કળા આવી મળે છે. એકલષ્ય નામના ભિલ્લે, માત્ર દ્રોણાચાર્ય નામના ગુરૂની મૂર્તિની ઉપાસના કરીને, દ્રોણાચાર્યે જેને પ્રેમથી શીખવેલ એવા અર્જુન પણ ચમત્કાર પામી જાય, એવી ધનુવિદ્યા મેળવી હતી ને ? વિનયગુણ અભિમાનને– અહંકારને ગાળનાર છે. જ્યાં અહંકાર છે, ત્યાં વિનય નથી. અહંકારથી છૂટવું હોય, નમ્ર બનવું હાય, વિદ્યા મેળવવી હોય, તા વિનયગુણુ ખૂબ ખૂબ કેળવા. કલ્યાણુ ધર્મથી છે અને ધર્મનું મૂલ વિનય છે. ધર્મનાં જે જ્ઞાન અને ક્રિયા–એ એ કારણેા છે, તે કારણેાને વિનય વિના પામી શકાતું નથી. વિનય વિના વિદ્યા નહિ અને વિનય વિના ક્રિયા ખરી ? ક્રિયાની શુદ્ધિ, ક્રિયાના કસ, ક્રિયાનો રસ, વિનય વિના આવે જ નહિ.
વિનય ઉપર ઉદાહરણ :
સર્વ અનર્થાંનું મૂલ જેમ લાભ છે, તેમ સર્વ ગુણાનું મૂલ વિનય છે. વિનયી માટે સમ્યજ્ઞાન પણ સુલભ અને સદાચાર પણુ સુલભ. વિદ્યાની ખાખતમાં તેા, વિનયની ખાસ
Page #479
--------------------------------------------------------------------------
________________
૪૪૫
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના પ્રધાનતા છે. શીખવનાર શીખવવાને મથે, તો ય શીખનાર વિનય વિના વિદ્યાને ગ્રહણ કરી શકે નહિ. વિનયપૂર્વક ગ્રહણ કરેલું શ્રત જ તત્કાલ સમ્યફ ફલને આપનારું થાય છે અને વિનયહીનને શ્રુત નિષ્ફલ નિવડે છે. આ વિષયમાં એક ઉદાહરણ આપવામાં આવે છે.
મહારાજા શ્રી શ્રેણિકને ચિલ્લણાદેવી નામની એક રાણી હતી, કે જે પરમ સુશ્રાવિકા હતી અને એવી પુણ્યશાલિની હતી કે–પિતાના પતિને તે સર્વ રાણીઓના કરતાં અધિક પ્રિય હતી.
એક વાર શ્રી શ્રેણિકને વિચાર થયો કે-“આ ચેલુણા મને સર્વ રાણીઓના કરતાં અધિક પ્રિય છે, માટે મારે આના ઉપર અન્ય રાણીઓના કરતાં અધિક પ્રસાદ કરવો જોઈએ. જે હું એક સ્તંભવાળે મહેલ કરાવું, તો તેમાં રહીને આ ચેલણા વિમાનમાં રહેલી ખેચરીની જેમ સ્વેચ્છાએ કીડા કરી શકે.”
આથી, શ્રી શ્રેણિકે શ્રી અભયકુમારને એક તંભવાળે પ્રાસાદ બનાવવાની આજ્ઞા ફરમાવી; અને શ્રી અભયકુમારે પણ તત્કાલ એક કુશળ સૂત્રધારને બેલાવીને તે કાર્ય સુપ્રત કરી દીધું.
એ સૂત્રધાર એ મહેલને માટે જોઈતું લાકડું લેવાને માટે જંગલમાં ગયો. જંગલમાં તેણે એક પછી એક વૃક્ષને જેવા માંડ્યું. એમ જોતાં, તેણે એક સર્વ લક્ષણએ સંપૂર્ણ વૃક્ષને જોયું. એ વૃક્ષ એને ગમી ગયું. એ જ વખતે એને વિચાર આવ્યું કે-ગાઢ છાયાવાળું, ઘણું ઉંચું, ઘણાં પુષ્પ તથા ફલેથી શોભતું, મેટી શાખાઓવાળું અને મેટા થડવાળું આ વૃક્ષ, અસાધારણ કટિનું જણાઈ આવે છે, એટલે જેવું તેવું પણ સ્થાન જે દેવતા વગરનું નથી હોતું, તે આ વૃક્ષ તે અવશ્ય
Page #480
--------------------------------------------------------------------------
________________
૪૪૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
દેવાધિક્તિ હોવું જોઈએ. આ વૃક્ષની શેાભા જ કહી આપે છે કે-આ વૃક્ષ દેવાધિષ્ઠિત છે. આથી, આ વૃક્ષને છેતાં પહેલાં, હું આ વૃક્ષના અધિષ્ઠાયક દેવની તપશ્ચર્યાથી આરાધના કરૂં, કે જેથી ન તા મને વિઘ્ન આવે કે ન તા મારા સ્વામીને વિઘ્ન આવે.’
પૂર્વકાળના સૂત્રધારા પણ કેવા હતા? ઘરમાં જો લાકડું ખરાબ આવી જાય છે, તેા એ ઘરમાં રહેનાર પાયમાલ થઈ જાય છે. પહેલાંના સૂત્રધારે। એ વિષયના જાણકાર હતા અને માલિક પ્રત્યે વફાદારીની ભાવનાવાળા હતા.
પછી એ સૂત્રધારે ઉપવાસ કરીને ગંધ, ધૂપ, માલા વિગેરે વસ્તુઓથી તે વૃક્ષને અધિવાસિત કર્યું. એને લઇને, એ વૃક્ષને આશ્રય કરીને રહેલા વ્યન્તર દેવ તુષ્ટ થયા.
પેાતાનું આશ્રયસ્થાન આબાદ બન્યું રહે અને શ્રી અભયકુમારની ઈચ્છા ફળે, એ માટે એ વ્યન્તર દેવે આવીને શ્રી અભયકુમારને કહ્યું કે તું મારા આશ્રય રૂપ વૃક્ષને છેદ્યાવીશ નહિ. તેં મેકલેલ સુથારને તું એ વૃક્ષને છેદતાં અટકાવી દે. હું તને એક સ્તંભવાળા મહેલ કરી આપીશ, એટલું જ નહિ, પણ તે મહેલને ફરતા એવા બગીચા કરી આપીશ, કે જેમાં સર્વ ઋતુઓનાં પુષ્પો અને સર્વ ઋતુઓનાં ફળે સર્વ ઋતુઓમાં મળી શકે એવાં વૃક્ષા હાય.
શ્રી અભયકુમારે તરત જ પેલા સૂત્રધારને જંગલમાંથી પાછે ખેલાવી લીધેા. પછી પેલા બ્યન્તર દેવે પણ પેાતાની કબૂલાત મુજબ એક સ્તંભવાળા મહેલ અને તેને ફરતા અગીચા અનાવી આપ્યા.
શ્રી શ્રેણિક તા એ મહેલને અને એ ઉદ્યાનને જોઇને
Page #481
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
ખૂબ જ ખૂશ થઈ ગયા. તેમણે ચેલ્લાદેવીને એ નૂતન પ્રાસાદમાં રાખી. ચેલણા પણ તુષ્ટ થઈ અને પેાતાને મળેલી નૂતન સામગ્રીને ઉપયાગ તે પ્રભુભક્તિમાં અને પતિભક્તિમાં કરવા લાગી. ચેલણા પેાતે જ સર્વ ઋતુઓનાં પુષ્પાની માલાને રાજ રાજ ગ્રંથતી હતી અને એ માલાએથી પ્રભુની પૂજા કરતી હતી તથા પતિના કેશપાશને પૂરતી હતી.
ધર્મને પામેલી સ્ત્રીએ પ્રભુભક્તા અને પતિભક્તા હાય, એમાં આશ્ચર્ય પામવા જેવું નથી. શીલગુણની સ્વામિનીએ જ્યારે ધર્મવાસિત અન્તઃકરણવાળી અને, ત્યારે તે પ્રભુભક્તિમાં લીન મનવા સાથે પતિભક્તિને પણ ખીલવે. ચેલ્લા એ રીતિએ જ્યારે સુખવિહાર કરી રહી હતી, તેવા સમયમાં એક એવા બનાવ બનવા પામ્યા, કે જેને વિનય નામના બીજા જ્ઞાનાચારની સાથે સમય છે.
૪૪૭*
એ નગરમાં એક માતંગપતિ રહેતા હતા. માતંગપતિ તે સમજ્યા ને ? ઢેડાઓને આગેવાન. એ માતંગપતિ વિદ્યાસિદ્ધ હતા.
એ માતંગપતિની પત્ની સગર્ભા હતી. તેણીને આમ્રફળ ખાવાના દોહદ ઉત્પન્ન થયા.
એ ઋતુ આમ્રફળની નહેાતી, છતાં તેણીને એવા પ્રકારના દાહદ ઉત્પન્ન થયા અને તેણી જાણતી હતી કે– મારા પતિ વિદ્યાસિદ્ધ છે તથા ચેત્લણા રાણીના ઉદ્યાનમાં સર્વ કાળે આમ્રવૃક્ષા લસહિત હાય છે, માટે મારા દોહદ પૂર્ણ થયા વિના રહેવાના નથી. ’ એટલે તેણીએ પેાતાના પતિને પેાતાના દાદની વાત કરી.
માતંગપતિએ પહેલાં તેા કહી દીધું કે- મૂર્ખ છે?
Page #482
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો
>
અત્યારે તે આમ્રફળ મળતું હશે ? ' પણ જ્યારે તેણીએ ચેલ્લણા રાણીના ઉદ્યાનની વાત કરી, ત્યારે તે માતંગપતિએ તેણીને આમ્રફળાને લાવી આપવાનું કબૂલ કર્યું.
માતંગપતિ રાતના ચેલ્લણા રાણીના ઉદ્યાન પાસે આવ્યે અને બહાર રહીને જ તેણે પાતાની પાસે જે અવનામિની નામની વિદ્યા હતી, તેના ઉપયાગ કરીને ઉદ્યાનમાં રહેલી આમ્રવૃક્ષની શાખાને પેાતાના તરફ નમાવી અને કશી પણ તકલીફ વિના તેણે તે શાખા ઉપરનાં આમ્રફળાને તાડી લીધાં.
પ્રાત:કાળે ચેલ્લણા રાણીએ જોયું, તેા તેણીને આમ્રવૃક્ષોવાળી વાટિકા અપ્રીતિ ઉપજાવતી લાગી. તપાસ કરતાં જણાયું કે કોઈ આમ્રવૃક્ષનાં ફળાને તોડીને લઈ ગયું છે. તેણીએ શ્રી શ્રેણિક રાજાને વાત કરી. શ્રી શ્રેણિકે પણ જોયું, પરન્તુ ત્યાં કોઈના ય પાદસંચારની નિશાની તેમના જોવામાં આવી નહિ.
• ૨૪૮
શ્રી શ્રેણિક રાજાએ તરત જ શ્રી અભયકુમારને બોલાવ્યા, કારણ કે–શ્રી શ્રેણિકના હૈયામાં આ પ્રસંગથી એક માટી ચિન્તાએ પ્રવેશ કર્યો. શ્રી શ્રેણિકને એવી ચિન્તા થઈ પડી કે– જે ચાર આવી અતિશય અમાનુષી શક્તિને ધરાવત હોય, તે કાઈ વાર ધારે તે અન્તઃપુરમાં પણ પ્રવેશ કરી શકે. ’
શ્રી અભયકુમાર આવ્યા, એટલે તરત જ શ્રી શ્રેણિકે આમ્રફળના ચારને પકડી લાવવાની આજ્ઞા કરવાની સાથે, પોતાના હૈયામાં પેદા થવા પામેલી ચિન્તાને પણ કહી બતાવી. શ્રી અભયકુમાર મહા બુદ્ધિનિધાન હતા. શ્રી શ્રેણિકની સેવા કરવામાં, પિતૃભક્તિ કરવામાં, તેમણે કદી પણ પાછી પાની કરી નથી. શ્રી અભયકુમારનું જીવન વાંચા, જાણા, તા તમને
Page #483
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના જેમ તેમની બુદ્ધિમત્તા આશ્ચર્ય ઉપજાવે, તેમ તેમની પિતૃભક્તિ પણ આશ્ચર્ય ઉપજાવે અને તેમની આરાધનાની ભાવના પણ આશ્ચર્ય ઉપજાવે. કેઈથી પણ નહિ ઠગાય એવા તે, વેશ્યાના ધર્મછલથી ઠગાયા હતા, એ પણ તેમની ધર્મશીલતાનું જ એક મોટામાં મોટું પ્રતીક છે. અને પિતાની જે જે ઈચ્છાઓને એમણે પૂરી કરી છે, તે પણ પ્રાયઃ એ જે કરે-એમ કહી શકાય.
પિતા શ્રી શ્રેણિકની આજ્ઞાને સાંભળી લઈને, શ્રી અભયકુમારે કહ્યું કે “એ ચોરને થોડા જ વખતમાં પકડી લાવીને આપને સેંપવાની હું ખાત્રી આપું છું.”
આ પછીથી, પિતાની આ પ્રતિજ્ઞાને પૂર્ણ કરવાને માટે, રાતે અને દિવસે, શ્રી અભયકુમારે એ બગીચાની આસપાસ તેમ જ આખા ય નગરમાં પરિભ્રમણ કરવા માંડયું, પણ ક્યાંયથી ચોરને પત્તો લાગ્યું નહિ. કેઈ ઠેકાણે કેરીનાં છેડીયાં કે ગોટલ પડેલો પણ જણ નહિ; કેમ કે પેલે માતંગપતિ બાહોશ હતો. એને ખબર હતી કે–રાજાને કે મોટો ગૃહે તે કરી ચૂક્યો છે અને જે તે પકડાઈ જવા પામે, તો તો પછી તે પિતાની પત્નીના મેંઢાને જેવાને માટે પણ જીવતો ઘરે આવી શકે નહિ. શ્રી અભયકુમારે કહેલી કથાઃ
જ્યારે કઈ રીતિએ ચેર પકડાય નહિ, ત્યારે બુદ્ધિનિધાન શ્રી અભયકુમારે એક યુક્તિ અજમાવી.
કેટલાક દિવસે થયાં નગરજને એક સ્થલે નાટારંભ કરાવી રહ્યા હતા. એ નાટારંભને જોવાનું અને સાંભળવાને
Page #484
--------------------------------------------------------------------------
________________
૪૫૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાતા
માટે, નગરજને ઘણી જ મેોટી સંખ્યામાં એકઠા થતા હતા. શ્રી અભયકુમાર પણ એક વાર એ સ્થાને ગયા.
નગરજનાએ તા તરત જ તેમને ઉચ્ચ આસને બેસાડ્યા. શ્રી અભયકુમારે કહ્યું કે- હે નગરજને ! નટા આવી પહોંચે ત્યાં સુધીમાં હું તમને એક કથા કહું છું.' આમ કહીને, શ્રી અભયકુમારે કથા કહેવા માંડી.
વસંતપુર નામનું એક નગર હતું. તે નગરમાં જીર્ણ નામે એક મહા નિર્ધન શેઠ વસતા હતા. તેને એક કન્યા હતી અને તે મેાટી ઉંમરની થઈ હતી, પણ તેણીને માટે કાઈ સારે। વર મળતા નહેાતા. આથી તે કન્યાએ રાજ કામદેવની પૂજા કરવી શરૂ કરી. કામદેવની પૂજા કરવામાં પુષ્પો તે જોઇએ જ અને પુષ્પાને ખરીદી લાવે તેટલું પણ ધન તેણીની પાસે હતું નહિ, એ કારણે તેણીએ રાજ કાઈ એક ઉદ્યાનમાંથી પુષ્પાને ચારી લાવવા માંડ્યાં.
હવે તે ઉદ્યાનના પાલકને ખબર પડી ગઈ કે કોઈ રાજ આવીને પુષ્પાને ચારી જાય છે. આથી, તેણે એ ચારને પકડી પાડવાનો નિશ્ચય કર્યો અને એથી તે એક સ્થલે સ્થિરપણે સંતાઈ રહ્યો.
રાજના નિયમ મુજબ, પેલી કન્યા તેા ઉદ્યાનમાં આવી અને કૃપી રીતિએ પુષ્પાને ચુંટવા લાગી. ઉદ્યાનપાલ કે તેણીને જોઇ અને તેણીને જોતાંની સાથે જ ચારને પકડી પાડવાન તેના ભાવ ભાગી ગયા; કારણ કે માળા અતિશય રૂપવતી હતી અને એથી તેણીને જોઇને તે ઉદ્યાનપાલક કામાતુર બની ગર્ચા હતા.
ઉદ્યાનપાલક કામાતુર બનીને તે ખાળાની પાસે આવ્યે
Page #485
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૪૫૧
અને પૂજતાં ધ્રુજતાં તે બાળાને પકડી લીધી. આ પૂજારી ભયની નહેાતી, પણ કામની હતી. ભયભીતેય ધૃજે અને કામ,રેય ધ્રુજે.
બાળાને પકડીને ઉદ્યાનપાલકે કામગની માગણી કરી અને “તે સિવાય તને હું છોડીશ નહિ”—એમ પણ કહ્યું.
તે વખતે કન્યાએ કહ્યું કે-“તું મને અડ નહિ. મને છોડી દે, કારણ કે હું હજુ કુમારિકા છું અને તેથી પુરૂષના સ્પર્શને યોગ્ય નથી.”
માળીએ તરત જ તેને છેડી તો દીધી, પણ તે પહેલાં તેણીની પાસે માળીએ એવું કબૂલ કરાવ્યું કે-પરણ્યા પછીથી તેણીએ સૌથી પ્રથમ વારને સંગ તે માળીની સાથે કરે.
તમને ખ્યાલ આવે છે કે-એ કાળના વ્યભિચારી પુરૂષ પણ, કન્યાઓના શીલનું ખંડન તે નહિ જ કરતા હોય? આજે શું થાય છે અને કેમ થાય છે, તે કહેવાની જરૂર નથી.
માળીની પાસેથી છૂટીને એ કન્યા પિતાને ઘરે ગઈ. છેડા જ વખતમાં કેઈ ઉત્તમ જનની સાથે તેણીનું લગ્ન થયું. એ જ્યારે પરણીને પહેલી જ વાર પિતાના પતિના વાસગૃહમાં ગઈ ત્યારે તેણીએ પોતાના પતિને કહ્યું કે-“હે આર્યપુત્ર! મેં એક માળીની પાસે પ્રતિજ્ઞા ગ્રહણ કરી છે કે પરણ્યા પછીથી મારે પ્રથમ સંગ તેની સાથે કરે. હું તેની સાથે વચનથી બંધાઈ ગયેલી છું, માટે જે આપ મને આજ્ઞા આપે, તો હું એક વાર તેની પાસે જઈ આવું. પછીથી તે, સદાને માટે હું આપને જ આધીન રહીશ.”
આ વાતને સાંભળીને, તેણને પતિ ગુસ્સે થતો નથી. એ તો વિમિત જ બની જાય છે. એ વિચાર કરે છે કે
Page #486
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
'
9
આ માળા કેવા શુદ્ધ હૃદયવાળી છે અને પેાતાની પ્રતિજ્ઞાની કેવી પાલક છે ? ' અને આવા વિચાર કરીને તે, પેાતાની તાજી પરણેલી સ્ત્રીને, તેણીની પ્રતિજ્ઞાને પૂર્ણ કરવાને માટે જવાની આજ્ઞા આપે છે.
હવે તે ખાળા ઘરમાંથી નીકળીને પેલા માળીની પાસે જવાને નીકળે છે. તેણીએ કિંમતી વસ્ત્રો પહેરેલાં છે તેમ જ ભારે આભૂષાને પણ ધારણ કરેલાં છે. રસ્તામાં તેણીને ચારાના ભેટો થાય છે. ચારા કહે છે કે બધાં આભૂષણા ઉતારી આપ, હિતેા અમે તને લૂટીને પણ લઈ લઈશું.’
એ ખાળા, આ ચોરાને પણ પેલા માળીની સાથે થયેલા કરારની વાત કહે છે અને તેના અન્તમાં જણાવે છે કે૮ એક વાર તમે મને એ માળીની પાસે જઇ આવવા દ્યો. હું આવું એટલે તમે ખૂશીની સાથે માર આભૂષણેાને લઇ લેજો.
૪૫૨
ચોરેને પણ લાગ્યું કે આવી સત્ય પ્રતિજ્ઞાવાળી ખાઈ જુઠ્ઠું ખેલે નહિ, માટે હમણાં આને જવા દ્યો અને આ જ્યારે પાછી વળશે ત્યારે આપણે આનાં આભૂષણાને લઇ લઈશું. ’
આમ ચોરાની પાસેથી છૂટીને તે ખાળા જ્યાં આગળ ચાલી, ત્યાં ઘેાડેક દૂર જતાં તેણીને એક માનવભક્ષી અને ક્ષુધાતુર એવા રાક્ષસે જોઇ અને રૂંધી. રાક્ષસ તેણીનું ભક્ષણ કરી જવાને માગતા હતા.
એ માળાએ રાક્ષસને પણ પોતાની બધી હકીકત કહી સંભળાવી અને કહ્યું કે-‘હાલ તેા તેં મને જવા દે. તારે મારૂં ભક્ષણ કરવું હોય, તો હું વળતી વેળા આવું ત્યારે તું મારૂં ભક્ષણ કરજે. ’
Page #487
--------------------------------------------------------------------------
________________
૪૫૩
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
રાક્ષસે પણ વિસ્મિત બનીને તેને આગળ જવા દીધી. એમ કરતાં કરતાં, તે બાળા પેલા ઉદ્યાનમાં પહોંચી ગઈ. ઉદ્યાનમાં માળી તો ઉંઘી ગયો હતો, પણ તેને આ બાળાએ જગાડ્યો. માળીને જગાડીને બાળાએ કહ્યું કે “તમારા ઉદ્યાનમાંથી જે બાળા રોજ પુષ્પને ચોરી જતી અને જેણે પરણીને પ્રથમ સંગને માટે તમારી પાસે આવવાનું કબૂલ કર્યું હતું, તે હું નવોઢા, મારા વચનનું પાલન કરવાને માટે અહીં તમારી પાસે આવી છું.”
માળી તે આવાં વચનોને સાંભળીને ચકિત જ થઈગયે. તે વખતે એ કામાતુર બન્યું હતું, પણ અત્યારે તે કામાતુર નહે. આ વખતે તેનામાં કામને પ્રગટતે તેના ગુણગ્રાહી સ્વભાવે અટકાવ્યું. તેને થયું કે- આ તે ગજબની સત્ય પ્રતિજ્ઞાવાળી છે. આ તે મહા સતી. આને તે મારાથી સ્પર્શાય પણ નહિ.” આવા વિચારથી, એ માળી એ બાળાને, જાણે પિતાની માતાને નમતે હેાય તેમ નો અને પાછા જવાની રજા આપી.
ત્યાંથી નીકળીને એ બાળા, પિતે જે માર્ગે ઘરેથી અહીં સુધી આવી હતી, તે જ માગે ઘરે જવાને માટે નીકળી. રસ્તામાં રાક્ષસ તેણીની રાહ જોઈને જ ઉભે હતે. રાક્ષસની પાસે તે પહોંચી, એટલે રાક્ષસે પૂછ્યું કે“સાચું બોલ, શું કરી આવી ?” આ વાત જ એવી હતી કે-શું બન્યું તે જાણવાની ઈચ્છા થયા વિના રહે નહિ. બાળાએ જે બન્યું હતું તે જ કહ્યું. એ સાંભળતાં રાક્ષસને થયું કે
આવી સત્ય પ્રતિજ્ઞાવાળી મહા સતીને હું કેમ મારી નાખું? શું હું પેલા માળીથી પણ હણે છું?” આથી રાક્ષસે પણ, તેણીનું ભક્ષણ કરવાને બદલે, તેણીને પિતાની સ્વામિનીને જે
Page #488
--------------------------------------------------------------------------
________________
૪૫૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો
પ્રકારે પ્રણામ કરે તે પ્રકારે પ્રણામ કર્યા અને ચાલી જવાનું કહ્યું.
આગળ ચાલતાં, પેલા ચેરેની પાસે તે પહોંચી અને કહ્યું કે-“હવે તમારે આ અંગ ઉપરથી જે કાંઈ પણ આભૂષણે જોઈતાં હોય, તે લઈ લે.”
ચોરોએ કહ્યું કે “એ તો અમે લઈએ છીએ, પણ તે પહેલાં તું એ કહે કે- તું જ્યાં ગઈ હતી, ત્યાં શું શું બન્યું?”
આથી એ બાળાએ, માળી સંબંધી અને રાક્ષસ સંબંધી જે કાંઈ બન્યું હતું, તે અતિ એ ચોરોને કહી સંભળાવ્યું. માળીના અને રાક્ષસના વૃત્તાન્તને સાંભળવાથી, ચેરના હૈયા ઉપર પણ સુન્દર અસર થવા પામી. એટલે ચેરેએ એ બાળાને કહ્યું કે “ભદ્ર! તું અહીંથી પણ સુખે ચાલી જા. એ માળીથી અને એ રાક્ષસથી અમે કાંઈ હીણ નથી કેએમણે તને છોડી દીધી અને અમે તને છેડી દઈએ નહિ. તું તે અમારી બેન છે. અમે તેને પગે લાગીએ છીએ.”
એ કાળમાં ચારે ય હતા, વ્યભિચારીઓ પણ હતા અને રાક્ષસે ય હતા, છતાં પણ એ બધાનાં હૈયાં કેવાં કુણાં હતાં, તે સમજાય છે ? ખરાબ કામ કરવાને નીકળેલા હોવા છતાં ય, ખરાબ કામ કરનારા હોવા છતાં ય, એક-બીજાના સારાપણાની હરિફાઈ કરવાની વૃત્તિ એ લોકેમાં હતી, એવું દેખાઈ આવે છે ને? એટલે ખરાબ કામ કરવા છતાં ય, એમને ખરાબ કામ કરવું ગમતું તે નહિ જ હોય, એમ લાગે છે ને? આજે શાહુકાર થઈને ફરનાર, શાહ કહેવડાવનાર, સજજન તરીકે પિતાને ઓળખાવનારમાં પણ બીજાના સારાપણાની હરિફાઈ કરવાની વૃત્તિ કેટલી હશે? કદાચ એવાઓની સંખ્યા મેટી હશે, કે જેઓ દેખાવમાં સારાં કામ કરતા
Page #489
--------------------------------------------------------------------------
________________
આ કામ કર
છે. આથી જ
બની ગયા
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૪૫૫ હેય અને હૈયામાં ખરાબ કામને કરવાની વૃત્તિ હેય. ફેર કેટલે? પેલાએામાં ખરાબ કામ કરવા છતાં પણ સારાપણાની હરિફાઈ કરવાનું મન થાય એવું હૈયું અને આજના અમુકેમાં સારાં કામ કરવા છતાં પણ ખરાબ કામ કરવાની વૃત્તિ રહ્યા કરે એવું હૈયું ! આથી જ, આજનાઓ નિન્દક સ્વભાવના બની ગયા છે. કેઈન ય સારા કામની વાત આવે, એટલે કહી દે કે–એ છૂપાં કામ કેવાં કરે છે, તેની ખબર છે ! જે સારાપણાની હરિફાઈ કરવાની વૃત્તિ હોય, તો આવું બેલાય?
પેલી બાળા નિર્વિક્તપણે પિતાના પતિની પાસે પહોંચી ગઈ. એને પતિ તે રાહ જ જોઈ રહ્યો હતે. એ આવી પહોંચી, એટલે એના પતિએ એને પૂછ્યું કે-“શું બન્યું?”
બાળાએ માળીની હકીક્ત પણ કહી અને રસ્તામાં બનેલી રાક્ષસની તથા ચેરેની ઘટનાવાળી હકીક્ત પણ કહી. એને પતિ, એના વચનને ખોટું માને–એવું હતું જ નહિ. બધી વાતને સાંભળીને, એને પતિ ખૂશ ખૂશ થઈગયે. આવી પત્ની મળવા બદલ પિતાને ભાગ્યશાળી માનવા લાગ્યો. બન્નેએ આખી રાત આનન્દમાં વ્યતીત કરી અને પ્રાત:કાળે એ પુરૂષે એ બાઈને પોતાના સર્વસ્વની સ્વામિની બનાવી દીધી.
આ રીતિએ, શ્રી અભયકુમારે નગરજનોને કથા કહી સંભળાવી. શ્રી અભયકુમાર અહીં કાંઈનાટારંભ જેવાને આવ્યા નહતા કે કથા કહેવાને પણ આવ્યા હતા, પરંતુ પોતે પિતાના પિતાની પાસે જે પ્રતિજ્ઞાને ગ્રહણ કરી હતી, તેની પૂર્ણતાને પામી શકાય–તે કોઈ ઉપાય જડી આવે, તો પિતાને નિરાંત વળે, એ માટે જ શ્રી અભયકુમાર અત્રે આવ્યા હતા. એમણે નગરજનેને જે આ કથા કહી સંભળાવી, તે
Page #490
--------------------------------------------------------------------------
________________
૪૫૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
પણ એ જ હેતુને સિદ્ધ કરવાના આશયથી સંભળાવી હતી. ચારને શાધી કાઢયો ને પકડયો :
આથી, કથાને કહી રહ્યા બાદ, નગરજનાને ઉદ્દેશીને શ્રી અભયકુમારે પૂછ્યું કે- તમને મેં જે કથા કહી, તેમાં સર્વથી વધારે દુષ્કર કાર્ય કર્યુ કાણે કહેવાય ? એ માળાના પતિએ, ચારોએ, રાક્ષસે કે માળીએ ? તમે આ બાબતનો વિચાર કરીને જવાબ દા’
આવા પ્રસંગેામાં, જવાબ દેનારાના હૈયાના વલણને, જવાબમાં કહેવાએલી વાત ઉપરથી પારખી શકાય છે. નગરજનામાં જે લેાકેા ઇર્ષ્યાવાળા હતા, પેાતાની પત્ની કાઈની ય પાસે જાય તે ખમી શકે નહિ–એવા સ્વભાવના જે લેાકેા હતા, તે લેાકાએ શ્રી અભયકુમારના પ્રશ્નના જવાબમાં કહ્યું કે– એ ચારમાં સર્વથી વધુ દુષ્કર કાર્ય તે તેના પતિએ કર્યું કહેવાય, કારણ કે—પેાતાની નવાઢા પત્નીને અંગે સ્પર્શ પણ કર્યાં નહોતા, તે છતાં ય તેણીને અન્ય પુરૂષની પાસે જવા દીધી.’ નગરજનોમાં જે લેાકેા એવા સ્વભાવના હતા કે—જ્યારે પોતે ભૂખ્યા થયા હોય, ત્યારે ગમે તેનું ગમે તેવું હોય તો પણ ખાઈ ગયા વિના રહે નહિ, તેઓએ શ્રી અભયકુમારના પ્રશ્નના જવાબમાં કહ્યું કે સર્વથી વધુ દુષ્કર કાર્ય કરનાર તો રાક્ષસ જ ગણાય, કારણ કે તે ક્ષુધાતુર હતો, તે છતાં પણ તેણે તે ખાળાનું ભક્ષણ કર્યું નહિ અને તેણીને છેડી દીધી. નગરજનોમાં જે લેાકેા વ્યભિચારી હતા, તેઓએ શ્રી અભયકુમારના પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું કે સર્વથી વધુ. દુષ્કર કાર્ય કરનાર તરીકે તા માળીને જ ગણી શકાય, કારણ
''
Page #491
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૪૫૭
કે–તેણે તેની પાસે રાત્રિના સમયે સ્વયમેવ ચાલી આવેલી યુવાન, સ્વરૂપવતી અને નઢા રમણને ભેગવી નહિ.”
આમાં કેઈએ ચારની પ્રશંસા તે કરી જ નહિ; સર્વથી વધુ દુષ્કર કાર્ય ચેરેએ કર્યું છે–એમ કેઈએ કહ્યું નહિ; એ પેલા માતંગપતિથી સહન થયું નહિ. એટલે માતંગપતિએ શ્રી અભયકુમારના પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે જે ચોરોએ સુવર્ણથી લદાએલી બાળાને લૂંટ્યા વગર જ જવા દીધી, તે ચારે જ સર્વથી વિશેષ દુસ્કર કાર્યને કરનારા ગણાવા જોઈએ.”
શ્રી અભયકુમારને આટલું જ કામ હતું. એને કેણ વખાણે છે, એ જ શ્રી અભયકુમારને જાણવું હતું અને જેઓ ચારેને વખાણે, તેમાંથી જ પિતાને આમ્રફળના ચેરને પકડી પાડ હતે. ચેરેની એવી પ્રશંસા કરનારે તે એક જ નીકળે, એટલે શ્રી અભયકુમારને સરલતા થઈ પડી.
શ્રી અભયકુમારે તરત જ એ માતંગપતિને પકડી લીધો અને પૂછયું કે-“તે આમ્રફળની ચારી શી રીતિએ કરી?”
માતંગપતિએ તરત જ કહ્યું કે વિદ્યાના બળથી.”
પછી એ માતંગપતિને, શ્રી અભયકુમાર, શ્રી શ્રેણિકની પાસે લઈ આવ્યા અને સર્વ વૃત્તાન્ત પિતા રાજાને કહી સંભળાવ્યો. વિનય વિના વિઘા નહિ?
શ્રી શ્રેણિકે કહ્યું કે-“સામાન્ય પણ ચેરની ઉપેક્ષા થઈ શકતી નથી, તે પછી આ તે ઘણે શક્તિમાન ચેર છે; માટે આની ઉપેક્ષા નહિ કરતાં, આને નિસÈહપણે નિગ્રહ જ કરવું જોઈએ.” . એ વખતે શ્રી અભયકુમારે શ્રી શ્રેણિક મહારાજાને
Page #492
--------------------------------------------------------------------------
________________
૪૫૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને વિનંતિ કરી કે–પહેલાં તે આપ આની પાસે જે વિદ્યા છે, તેને ગ્રહણ કરી લો અને પછીથી, આપને જેમ કરવું યોગ્ય લાગે તેમ કરજે.”
શ્રી શ્રેણિકને શ્રી અભયકુમારની વિનંતિ વ્યાજબી લાગી, એટલે રાજાએ પેલા માતંગપતિને પિતાની સામે બેસાડ્યો અને તેને જે વિદ્યા આવડતી હતી, તે બોલવાનું કહ્યું.
માતંગપતિએ પિતાને આવડતી વિદ્યા બાલીને આપવા માંડી, પણ રાજાના હૃદયમાં તે સ્થિર થઈ શકી નહિ. ફરી ફરી તેમ કરવા છતાં પણ, રાજાના હૃદયમાં વિદ્યા સ્થિર થઈ શકી નહિ, કારણ કે રાજા સિંહાસન ઉપર બેઠા હતા અને વિદ્યાદાતા માતંગપતિ નીચે બેઠે હતો. એમ બેસવાથી વિદ્યાદાતાને અવિનય થતો હતો અને વિદ્યાદાતાને અવિનય થતો હોવાથી એવી વિદ્યા રાજાના હદયમાં સ્થિર થઈ શકે નહિ, એ સ્વાભાવિક છે.
પરન્તુ, શ્રી શ્રેણિકને તો એમ જ લાગ્યું કે “આ માતંગપતિ જ કાંઈક લુચ્ચાઈ કરે છે. આથી તેને તિરસ્કાર કરવા પૂર્વક શ્રી શ્રેણિકે તેને કહ્યું કે-“તારામાં કાંઈક પણ કપટભાવ છે અને એથી જ તારી કહેલી વિદ્યા મારા હૃદયમાં સંક્રમિત થતી નથી.”
એ વખતે, બુદ્ધિનિધાન શ્રી અભયકુમારે કહ્યું કે–દેવ! અત્યારે તે આ આપને વિદ્યાગુરૂ છે અને જેઓ ગુરૂને વિનય કરે તેને જ વિદ્યા સંકુરે છે પણ ગુરૂને અવિનય કરનારને વિદ્યા સંકુરતી નથી. એટલે આપ આપના સિંહાસન ઉપર આ માતંગપતિને બેસાડે અને આપ જમીન ઉપર તેની સામે હાથ જોડીને બેસે. એમ કરવાથી આપને જરૂર
Page #493
--------------------------------------------------------------------------
________________
બોજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૪૫૯
વિદ્યા આવડશે.”
શ્રી શ્રેણિક પણ સમજુ હતા. તરત જ તેમને વિદ્યામાં વિનય અવશ્ય જોઈએ, તે વાતને ખ્યાલ આવી ગયે. તેમણે સિંહાસન ઉપરથી ઉતરીને શ્રી અભયકુમારે કહ્યા મુજબ કર્યું.
પછી સિંહાસને બેસાડેલા માતંગપતિના મુખેથી, રાજાએ એક ઉજ્ઞામિની નામની અને બીજી અવનામિની નામની– એમ બે વિદ્યાઓને સાંભળી અને જેવી સાંભળી તેવી જ એ એ વિદ્યાઓ રાજાના હૈયામાં વસી ગઈ.
હવે શ્રી અભયકુમારે શ્રી શ્રેણિકને “વિદ્યાદાતા ગુરૂને તે કઈ પણ સંગેમાં મરાય નહિ”—એ વાતને ખ્યાલ આપે અને વિદ્યાદાતા ગુરૂ પ્રત્યેના બહુમાનભાવને લક્ષ્યમાં રાખીને શ્રી શ્રેણિકે પણ તરત જ એ માતંગપતિને મુક્ત કરી દીધો. વિનય પિતાના જ ભલાને માટે:
આ ઉદાહરણ ઉપરથી તમે સમજી શક્યા હશે કેજ્ઞાનના અર્થી આત્માઓએ જ્ઞાનીને વિનય કરવામાં કચાશ રાખવી, તે પોતાના જ્ઞાનોપાર્જનમાં જ કચાશ રાખવા બરાબર છે. જેઓ જ્ઞાનની મહત્તાને અને અજ્ઞાનની વિડમ્બનાને સમજે છે, તેઓ તો કદી પણ વિદ્યાદાતા ગુર્નાદિક પ્રત્યે અવિનયને આચરવાનો વિચાર સરખે ય કરે નહિ. ખરી રીતિએ તે, જ્ઞાનના અર્થિઓએ ગુરૂને, વિદ્યાદાતાને અને વિશેષજ્ઞને જે યથાગ્ય રીતિએ વિનય કરવાનું છે, તે એકાન્ત પિતાના ભલાને માટે જ કરવાનું છે. વિનયને આચરનારાઓ, બીજાને વિનયને આચરવાનું શીખવવાના ફલને પણ પામી શકે છે.
Page #494
--------------------------------------------------------------------------
________________
४९०
શ્રી ભગવતી
સૂત્રનાં વ્યાખ્યાન
જ્ઞાનને વિનયઃ
જ્ઞાનીના વિનયની વાત થઈ ગઈ. હવે જ્ઞાનના વિનયની વાત કરીએ. જ્ઞાનીના વિનયમાં પણ જ્ઞાનને જ વિનય છે, પરતુ જ્ઞાનને પૃથફ વિનય પણ હોય છે. જ્ઞાનીને વિનય જ્ઞાનના અથિએ કરવાનું હોય છે, જ્યારે જ્ઞાનને વિનય તે જ્ઞાનીએ પણ કરવાનું હોય છે. જેઓ જ્ઞાનોપાર્જનને પ્રયત્ન કરી રહ્યા હોય, ભણતા હોય, તેમને બની શકતા દરેક પ્રકારે ભણવાની અનુકૂળતા કરી આપવી જોઈએ. ભણવાને માટે તેમને સારી રીતિએ શેાધીને શુદ્ધ કરેલા ગ્રન્થોનું સમર્પણ કરવું જોઈએ. સૂત્રની તથા અર્થની જે પરિપાટી હોય, તેનું તેમને પ્રદાન કરવું જોઈએ અને પ્રદાન કરાવવું જોઈએ. તેમને આહારની તેમ જ ઉપાશ્રય આદિની અનુકૂળતા પણ કરી આપવી જોઈએ. આ બધું, સાધુઓએ સાધુઓને માટે કરવાનું છે. ભણવું એ ય જ્ઞાનને વિનય છે અને ભણાવવું એ ચ જ્ઞાનને વિનય છે. ભણનારને મદદ કરવામાં પણ જ્ઞાનને વિનય છે. શ્રાવકેએ પણ જ્ઞાનનો વિનય કરવાનો હોય છે. જ્ઞાનીના વિનયની વાત એ થઈ ગઈ, તેમાં શ્રાવકે એ પણ પિતપતાને ઉચિત રીતિએ જ્ઞાની ગુરૂઓને વિનય આચરે જ જોઈએ. આ ઉપરાન્ત, જ્ઞાનને વિનય આચરવાને માટે, શ્રાવકેએ શ્રી ઉપધાન આદિ તપ કરવા અને કરાવવા પૂર્વક, શ્રાવકે જે સૂત્રોને અને જે સૂત્રાર્થોને ભણી શકે છે, તે સૂત્રોનો તથા સૂત્રાર્થોનો પિતે પણ અભ્યાસ કરવો જોઈએ અને અન્યોને પણ અભ્યાસ કરાવવો જોઈએ. સાધુઓને તેમ જ શ્રાવકેને જ્ઞાનાધ્યયન કરવામાં જે જે રીતિએ સહાયક બની શકાય તેમ
Page #495
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૪૬૧ હોય, તે તે રીતિએ સહાયક બનવામાં ઉપેક્ષા નહિ સેવવી જોઈએ. આજે શ્રી ઉપધાન તપ કરીને જ ભણવું એ બાબતમાં અને ધાર્મિક શિક્ષણ મેળવવાની બાબતમાં શ્રાવક-શ્રાવિકા વર્ગ ઘણે જ પછાત પડી ગયું છે અને પછાત પડતું જાય છે; જ્યારે સાધુ-સાધ્વીઓમાં ભણવા–ભણાવવાનું આમ દેખીતી રીતિએ વધતું દેખાય છે, પરતુ જ્ઞાનોપાર્જનના અને જ્ઞાનદાનના વિધિ તરફનું દુર્લક્ષ્ય બહુ વધતું જાય છે. આ તો પ્રસંગ પ્રાપ્ત થયે, એટલે સૂચના કરી દીધી. તમે તમારે લગતી વાત અને સાધુ-સાધ્વી પિતાને લગતી વાત આટલી સૂચના માત્રમાં સમજી જાય, એ જ સારું છે. સૌએ એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે-આ જે કાંઈ કરવાનું છે, તે કેવળ પિતાના જ આત્મકલ્યાણને માટે કરવાનું છે. જ્ઞાનેપકરણાને વિનય
જ્ઞાનેપકરણને વિનય પણ, જ્ઞાની અને જ્ઞાનના અર્થી માટે આવશ્યક જ છે. સૂત્રાદિક ગ્રન્થોને લખવા, લખવવા; તે ગ્રન્થને ધી–ધાવીને શુદ્ધ બનાવવા તે ગ્રન્થના રક્ષણની વ્યવસ્થા કરવી; તે ગ્રન્થને સુગંધી દ્રવ્યથી સારા રાખવા; એ વિગેરે જેમ જ્ઞાનેપકરણને વિનય ગણાય છે, તેમ પાટી, સાંપડે, કાગળ, પેન્સીલ, શાહી, શાહીનું ઉપકરણુએ વિગેરેની બરાબર જાળવણું કરવી, એ પણ જ્ઞાને પકરણને વિનય ગણાય છે. જ્ઞાનનાં સાધનોનું સંરક્ષણ કરવું, તેની સંવૃદ્ધિ કરવી, તેને ખપી જીમાં પ્રચાર કરે, એ વિગેરે પણ જ્ઞાનેપકરણને વિનય ગણાય છે. આજે જ્ઞાનેપકરણની આશાતના તે ઘણી જ વધતી જાય છે, એમ
-
-
-
-
-
-
Page #496
--------------------------------------------------------------------------
________________
૪૬૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો
કહીએ તા ચાલે. પેન, પેન્સીલને મેાંઢામાં નાંખવાથી જ્ઞાનની આશાતના થાય છે. કાગળ વિગેરે પગ નીચે આવે, તેમાં પણ જ્ઞાનની આશાતના છે. આજે છાપાંઓ દ્વારા તેા જ્ઞાનની ગજબની આશાતના થઇ રહી છે. કેટલીક અજ્ઞાન અને મૂર્ખ આઇએ, છેકરાંઓના મેલાને લેવામાં ને ફેંકવામાં છાપાંઓને ઉપયાગ કરે છે. સ્વરૂપે મિથ્યા એવા પણ શ્રુતના કાગળ, પુસ્તક આદિ ઉપર પણ પગ ન મૂકાય. એને થુંક ન લગાડાય. જ્ઞાનની આશાતનાની તેા કેટલી વાતે કરવી ? આજે તેા, બુટ અને ચંપલની નીચે પણ અક્ષરે હોય છે અને તમે એમાં પગ મૂકીને એને જમીન ઉપર ઘસડા છે. હમણાં હમણાં સડકા ઉપર પણ લેાકેાને લખવાની આદત વધી જવા પામી છે અને એમાં ય જ્ઞાનની ઘણી આશાતના થાય છે. આવી રીતિએ જ્ઞાનની આશાતના કરનારાઓનું ભણતર ભયંકર નિવડે, એમાં નવાઈ નથી.
બહુમાન નામને ત્રીજો જ્ઞાનાચાર :
બહુમાન નામે ત્રીજો જ્ઞાનાચાર છે. વિનયને બીજા આચાર તરીકે જણાવ્યા પછીથી પણ, ત્રીજા જ્ઞાનાચાર તરીકે મહુમાનને જણાવેલ છે, તેમાં મુંઝવા જેવું નથી. વિનયના અને બહુમાનના સ્વરૂપને સમજો. વિનય એ બાહ્ય સન્માનાદિ છે, જ્યારે મહુમાન એ આન્તરિક સન્માનાદિ છે. વિનયમાં ગુણ ઘણા છે, પણ જો વિનય હેાય અને બહુમાન ન હાય, તેા એ નિર્જીવ મુડદા સમાન છે. ધન વિનાનું ઘર હોય, નાક વિનાનું મુખ હાય, દાન વિનાનું માન હેાય, ગંધ વિનાનું પુષ્પ હાય, રંગ વિનાનું કંકુ હાય, પાણી વિનાનું સરાવર હોય, પ્રતિમા
Page #497
--------------------------------------------------------------------------
________________
બીજે ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
વિનાનું મન્દિર હોય અને મધ્ય મણિ વિનાને હાર હોય, તો એ ઘર, મુખ, માન, પુષ્પ, કંકુ, સરોવર, મન્દિર અને હાર શેભે? ન જ શેભે! એ જ રીતિએ, વિનય પણ બહુમાન વિના શેભે નહિ; સફળ બને નહિ. વિનયની સાચી કિંમત જ બહુમાનને અંગે છે. વિનય હોય ત્યાં બહુમાન ન હોય એ બનવાજોગ છે, જ્યારે બહુમાન હોય ત્યાં વિનય તો જ ન દેખાય, કે જે વિનયને આચરવાનું અશક્ય હેય. બહુમાન એકલું પણ લાભ કરે છે અને જે બહુમાનપૂર્વકને અલ્પ પણ વિનય હેય તે ય એ વિનય ઘણા લાભને માટે થાય છે. વિનય એ બાહ્યોપચાર છે. એની આવશ્યકતા ઘણું છે. બહુમાનના નામે વિનયની અવગણના કરનારાઓ તો એ મૂર્ખ જ છે. જેમ નિશ્ચયના નામે વ્યવહારની અવગણના કરનારા, જ્ઞાનના નામે ચરણની અવગણના કરનારા અને મનની મજબૂતાઈના નામે મર્યાદાની અવગણના કરનારા મૂખ છે, તેમ બહુમાનના નામે વિનયની અવગણના કરનારા પણ મૂર્ખ જ છે; પરન્તુ વિનયને સાચો આધાર, વિનયની સફળતાને સાચે પાયો બહુમાન છે. આથી, જ્ઞાનના અર્થી આત્માઓએ પિતાના હૃદયમાં જ્ઞાની ગુર્વાદિક પ્રત્યેના બહુમાનના ભાવને અવશ્ય સ્થાપિત કરવા જોઈએ. એમાં જ બહુમાન નામના આ ત્રીજા. જ્ઞાનાચારનું પાલન રહેલું છે. બહુમાનનાં પાંચ લક્ષણે
વિનયાચાર તો પ્રત્યક્ષપણે દેખાઈ આવે એવી વસ્તુ છે, જ્યારે બહુમાન એ આત્યંતર ભક્તિ-પ્રીતિ રૂપ છે, એટલે એને ચર્મચક્ષુઓથી જોઈ શકાય નહિ. સામાન્ય રીતિએ લેકે
Page #498
--------------------------------------------------------------------------
________________
૪૬૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને વિનયાચાર ઉપરથી બહુમાનનું માપ કાઢે છે, પરંતુ તેમાં ખેટા પડવાની–ઠગાવાની સંભાવના પણ ઘણી છે. એમાં તે, બહુમાન ન હોય તે છતાં પણ “બહુમાન છે”—એમ પણ લાગે, એ ય સંભવિત છે અને બહુમાન હોય તે છતાં પણ
બહુમાન નથી” એમ લાગે એ ય સંભવિત છે. આમ છતાં ચ, બહુમાનને જાણવાનાં લક્ષણ છે અને એ લક્ષણો દ્વારા જે બારીકાઈથી જોઈ શકવાની બુદ્ધિ હોય, તે બહુલતયા બહુમાન છે કે નહિ”—તેને નિર્ણય કરી શકાય છે.
જેના પ્રત્યે બહુમાન હોય છે, તેના અભિપ્રાયને અનુસરવાનું મન થયા વિના રહેતું નથી. એ શું ઈચ્છે છે, એને જાણવાની કાળજી સતત્ રહ્યા કરે છે અને કેમ કરીને એની ઈચ્છાને પૂર્ણ કરી શકાય-એનું ચિન્તન પણ રહ્યા કરે છે. એની મરજીથી વિરૂદ્ધ ચાલવાની તે સ્વને ય ઈચ્છા થાય નહિ, પણ એની એકે એક મરજીને સંતોષવાનું મન થયા કરે. બહુમાનનું આ પહેલું લક્ષણ છે.
બહુમાનનું બીજું લક્ષણ એ છે કે-જેના પ્રત્યે બહુ માન હોય, તેના દેને જોવાનું મન થાય નહિ; દેશે જેવાઈ જાય, તે પણ તે દોષને હૈયું વજન આપે નહિ પણ એને ભૂલી જાય; અને એના દેને ઢાંકવાની કાળજી રહ્યા કરે. કેઈના પણ જાણવામાં એના દે આવે નહિ, એની તકેદારી રહ્યા કરે. કેઈએના દેની વાત કરે, તો તેને યથાશક્તિ રેકે, તેના ગુણે તરફ જોવાનું કહે, આ ગુણે પાસે એ દોષની તો કાંઈ જ કિંમત નથી–એમેય કહે, એ દેશે ભલે દેષ તરીકે દેખાતા હોય, પણ વસ્તુતઃ એને માટે આ દેષ રૂપ છે કે નહિ, એ વિચારણીય છે–એમ પણ કહે; અને
બહુમાનનું બ
નવાનું મન થી નહિ પણ
Page #499
--------------------------------------------------------------------------
________________
બીજે ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૪૬૫ દોષોના કથનને રોકવાનું સામર્થ્ય ન હોય તો મનમાં દુઃખ અનુભવીને તે એ ખસી જાય, કે જેથી દોષની વાત કાને પડે નહિ. જેના પ્રત્યે બહુમાન હોય, તેના માટે હૈયામાં આવે ભાવ પણ જાડ્યા વિના રહે નહિ.
બહુમાનનું ત્રીજું લક્ષણ એ છે કે–જેના પ્રત્યે બહુમાન હોય, તેના અસ્પૃદયનું અહર્નિશ ચિન્તન રહ્યા કરે. એના દેષનું જેમ આચ્છાદન કરે, તેમ એના દેશે કેમ નાશ પામે અને એના ગુણેમાં કેમ અભિવૃદ્ધિ થયા કરે, એની વિચારણા પણ એને આવ્યા જ કરે. જેમ એના આભ્યતર અમ્યુદયની ભાવના રહ્યા કરે, તેમ તેના બાહ્ય અયુદયની ભાવના રહ્યા કરે. કેઈ જે તેની પ્રશંસા કરે, તે તે બહુ ગમી જાય. એની થતી નિન્દા પ્રત્યે જે તિરસ્કાર હોય, તે જ એની થતી પ્રશંસા પ્રત્યે સદ્ભાવ હેય. પિતે એની પ્રશંસા કરે અને બીજાઓને પણ યથાશક્તિ એની પ્રશંસામાં જોડે.
બહુમાનનું ચેવું લક્ષણ એ છે કે-જેના પ્રત્યે બહુમાન હોય, તેની જે કોઈ પણ પ્રકારના પાપોદયથી દુર્દશા થાય, તે એ દુર્દશાને જોઈને, તેનું અત્તર બળીને ખાખ થઈ જાય. એનું જે ચાલે તેમ હેય, તો એ એની દુર્દશાને નિવાર્યા વિના રહે નહિ. જેના પ્રત્યે બહુમાન, તેની દુર્દશાને ઠંડે કલેજે જોઈ શકવા જોગી હૈયાની સ્થિતિ સંભવી શકતી જ નથી; ત્યાં વળી એની દુર્દશામાં રાજી થાય, એની દુર્દશામાં અજાણતાં પણ નિમિત્ત રૂપ બની જવાય, એવું તે. બને જ શાનું? જે સંગવશ, ખ્યાલફેરથી, અજાણતાં પણ એવી ભૂલ થઈ ગઈ હોય, તે એ ભૂલ એને સદાને માટે
Page #500
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન
પ્રકાશ તેમ તેના
અને હૈયું જે
સાલ્યા વિના રહે નહિ.
હવે બહુમાનનું પાંચમું લક્ષણ એ છે કે જેના પ્રત્યે બહુમાન હોય, તેની દુર્દશામાં જેમ અત્યન્ત દુખિત થઈ જાય, તેમ તેના અભ્યદયમાં અત્યન્ત હર્ષિત થઈ જાય. અભ્યદય પેલાને થાય અને હૈયું આનું નાચી ઉઠે. અભ્યદય એની મેળે થાય, તો પણ જે અત્યન્ત રાજી થાય, તે અભ્યદય થાય એવો શક્ય પ્રયત્ન કર્યા વિના રહે ખરો ?
આ પાંચ લક્ષણ દ્વારા, બહુમાન છે કે નથી, તે ઘણે ભાગે જાણી શકાય છે. વિશિષ્ટ જ્ઞાની તે જ્ઞાનના બળે જાણી શકે, પણ આપણે તે લક્ષણે જ જેવાં પડે. જેના હૈયામાં બહુમાન હોય, તેના હૈયામાં જેના પ્રત્યે બહુમાન હોય તેને માટે આવા પાંચેય પ્રકારના ભાવે પ્રાદુર્ભત થયા વિના રહે નહિ અને એ ભાવે શક્તિ-સામગ્રીના વેગને અનુસારે અમલી બન્યા વિના પણ રહે નહિ. બહુમાન, એ એક પ્રકારની આત્યંતર પ્રીતિ જ છે, પણ બહુમાનની પ્રીતિમાં વિશેષતા એ હોય છે કે–એ પ્રીતિ ભક્તિભાવથી ભરેલી હોય છે. જેના ઉપર તમને ખરેખરી પ્રીતિ હેય છે, ગાઢ સ્નેહ હોય છે, તેના માટે તમારા હૈયામાં કેવા કેવા ભાવ જાગે છે, એને જે વિચાર કરે, તે તમને બહુમાનના ગે હૈયામાં કેવા કેવા ભાવ પેદા થવા પામે છે, તેને ખ્યાલ આવ્યા વિના રહે નહિ. તમારી આજની પ્રીતિ મેટે ભાગે સ્વાર્થી છે, એટલે કદાચ તમને આ ચીજને સાચો ખ્યાલ ઝટ નહિ આવી શકે, પરન્તુ તમે જે કઈ પ્રત્યે નિઃસ્વાર્થ પ્રીતિવાળા અથવા તો પૂર્વભવના ત્રાણાનુબંધી નેહવાળા હશે, તો એને વિચાર કરતાં, તમને આ વસ્તુનો ઘણું જ સહેલાઈથી ખ્યાલ આવી
Page #501
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
४६७ શકશે. એની ઈચ્છાઓ ફળે, એના દે ઢંકાય અને એનો અભ્યદય કેમ થાય, એવું મનમાં થયા જ કરે તેમ જ એની દુર્દશાથી અત્યન્ત દુખિત થવાય અને એના અસ્પૃદયથી અત્યંત રાજી થવાય-એમ પણ બને જ. આ બધું કરવું પડે નહિ, પણ થઈ જ જાય. એટલે ગુર્નાદિકની પ્રત્યે ભક્તિમતી પ્રીતિને પેદા કરવાનો પ્રયત્ન ચાલુ જ રાખવું જોઈએ. બહુમાનમાં બહુ મટે વાંધો પડી ગયો છે?
આ વાતને તમે વર્તમાન વાતાવરણની સાથે જરા સરખાવી જૂઓ. આજે બહુમાનનો કેટલો બધો નાશ થઈ જવા પામ્યો છે? તમારા સંસામાં, તમારાં માતા-પિતાદિ વડિલો પ્રત્યે તમારા હૈયામાં આ પ્રકારનું બહુમાન છે ખરું? મોટે ભાગે નથી. એ જ રીતિએ, દેવ-ગુરૂધર્મ પ્રત્યે તમારા હૈયામાં બહુમાન છે ખરું? આજે વાત-વાતમાં સાધુ-સાધ્વીનાં છિદ્રો જેવાય છે, દે ગવાય છે, નાના દેને મેટા કરીને વગેવણું કરાય છે, અરે અછતા દોનું પણ આરેપણ થાય છે તેમ જ તેમના અભ્યદય તરફ દુર્લક્ષ્ય કરાય છે, એ વિગેરે બહુમાનને અભાવ સૂચવે છે. ખરી વાત તે એ છે કેદેવ પ્રત્યે સાચું સમજપૂર્વકનું બહુમાન નથી, એથી દેવે કહેલા ધર્મ પ્રત્યે બહુમાન નથી અને એ જ કારણે સાધુ– સાધ્વી પ્રત્યે બહુમાન નથી. આજે હજુ દેવ-ગુરૂ–ધર્મના વિનયની ક્રિયાઓ કેટલેક અંશે ચાલી રહી છે, જો કે તેમાંય ઘણી ઉણપ આવી જવા પામી છે, પણ દેવ-ગુરૂ-ધર્મ પ્રત્યેના બહુમાનમાં તો બહુ જ મેટો વાંધો પડી ગયો છે. એમની મરજીને અનુસરવાનું મન થવાને બદલે, આપણી મરજીને એ
Page #502
--------------------------------------------------------------------------
________________
४६८
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો અનુસરે એવી ઈચ્છા થાય; એમના દોષને ઢાંકવાને બદલે, એમના ની વાત કરતાં હૈયે ચીરાડ પડે નહિ, તેમના અભ્યદયનું ચિન્તન કરવાને બદલે, તેમને અપયશ કરવામાં સામેલ થવાય; તેમની દુર્દશાથી દુઃખિત થવાને બદલે, “આપણે શું કરીએ? એ તો કરે એવું પામે –એવું એવું બોલવાનું મન થાય અને તેમના સાચા અભ્યદયથી રાજી થવાને બદલે, તેમને અધઃપાત થાય-એવી રીતિએ તેમને વર્તાવવાની પેરવી કરાય–આવું પણ આજે ચાલી રહ્યું છે, માટે તમે એવા કેઈ પાપમાં ન આવી જાવ, તેનાથી તમારે સાવધ રહેવા જેવું છે. વિનય બહુમાનની ચતુર્દશી:
બહુમાન એટલે અન્તરની પ્રીતિ, હદયને ભક્તિભાવ વિશેષ. કેઈ સાધુને શરીરે વા આવ્યું હોય અને તેથી તે નમી શક્તો ન હોય, એટલે વિનોપચાર ન કરે, પણ હૃદયમાં બહુમાન હોય તે ભક્તિ ભારેભાર હોય; હદયથી તે તે ઝુકી પડતો હોય. હૃદયના આ ભાવનું નામ છે બહુમાન. બહુમાન એટલે અંતરંગ પ્રેમ, હાર્દિક સ્નેહ. બિમારી ભેગવતે શિષ્ય સંથારાવશ છે; ગુરૂ આવે તો તે ઉભે થઈ શકતો નથી; આસનાદિ આપી શકતા નથી; હાથેય એવા જડાઈ ગયેલા છે કે--હાથ પણ જોડી શક્તા નથી; એમ વિનયના પ્રકારોમાને કેઈ પણ પ્રકાર યદ્યપિ સાચવી શકતો નથી, તથાપિ હૃદયમાં તો આ તમામ સમાએલું છે, કેમ કે–ત્યાં બહુમાન વિરાજમાન છે. વિનય અને બહુમાનને અંગે ચૌભંગી થાય છે. (૧) એકમાં વિનય પણ છે અને બહુમાન પણ છે. (૨)
Page #503
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૪૬૯ એકમાં બહુમાન છે, પણ વિનય નથી. (૩)એકમાં વિનય છે, પણ બહુમાન નથી. અને (૪) એકમાં બહુમાન પણ નથી અને વિનય પણ નથી. આ ચતુર્ભગીમાં વિનય અને બહુમાનઉભય હેય એ સર્વશ્રેષ્ઠ પ્રકાર છે. એથી ઉતરતો પ્રકાર બહુમાન છે પણ વિનય નથી–એ છે. બહુમાન નથી અને વિનય છે એની તો કાંઈ ખાસ કિંમત જ નથી, જ્યારે વિનય ને બહુમાન–બે ય નથી, એ તે સર્વથા નકામે જ છે. બહુમાનથી એકાન્ત કલ્યાણ
વિનય, એ છે શારીરિક ક્રિયાવિશેષ, જ્યારે બહુમાન એ છે આન્તરિક ભાવવિશેષ. શારીરિક ક્રિયાવિશેષ તો દેખાવ રૂપ પણ હેય, કેમ કે-એ બહાર દેખાડાય છે, એટલે બહુમાન વિના પણ વિનય હોઈ શકે છે. વિનય હોય ત્યાં બહુમાન હોય પણ ખરું અને ન પણ હોય; જ્યારે બહુમાન હોય તે શક્તિ-સમજ સામગ્રીના અભાવે જ વિનય ન હોય, પણ એ વિના તે નિયમા વિનય હોય જ; કેમ કે–જેના પ્રત્યે બહુમાન છે, હૃદયનું આકર્ષણ છે, તે શક્ય હોય તો વિનય દ્વારા પ્રદર્શિત થયા વિના રહી શકતું નથી. વાસ્તવિક રીતિએ, બહુમાન જ કલ્યાણ કરે છે. વિનય જે બહુમાનપૂર્વકને હેય, તે એ વિશેષ કલ્યાણકર બને. બહુમાન વિનાને વિનય તે દંભ રૂપ પણ હોય. સ્વાર્થસાધનાને માટે પણ હેય. એની કાંઈ કિંમત અંકાય નહિ. એ તે, વિનયગુણને વ્યભિચાર માત્ર છે. એટલે વિનયથી તો ઊલટા સાવધ રહેવું પડે. શ્રી ઉદાયન રાજાને ઘાત કરનારે, મુનિષમાં કે વિનય સાચહતા? વિનયરત્ન-એવા નામને તે અધિકારી થયે હતું !
૩૦
Page #504
--------------------------------------------------------------------------
________________
૪૭૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો પણ એ બધું કેવળ ખૂન કરવાની તકને મેળવવાને માટે જ હતું. વિનય તે દુન્યવી કાર્યસિદ્ધિના સ્વાર્થ માટે પણ કરાય. અન્યાયી, જૂલ્મગાર રાજા કે અધિકારીને, તેના પ્રત્યે પ્રેમને અંશેય નહિ છતાં, નમવું પડે છે ને? તેને ઝુકી ઝુકીને સલામ કરવી પડે છે ને? એ વિનય છે કરે પડતો વિનય. એ વિનય છે સામાને યેન કેન પ્રસન્ન કરવા માટે વિનય. એ વિનય છે, પણ ત્યાં હૈયામાં બહુમાન નથી. વિનય સ્વાર્થ માટે પણ હોય, જ્યારે બહુમાન પરમાર્થથી થાય છે. વિનયથી કલ્યાણ જરૂર છે, વિનય ધર્મનું મૂલ છે, પણ બહુમાનપૂર્વકના વિનચથી. માટે વિનયથી એકાન્ત કલ્યાણ ન કહી શકાય, જ્યારે બહુમાનથી એકાન્ત કલ્યાણ છે–એમ કહી શકાય. શાના વિનય-બહુમાનની વાત?
આ વિનય અને બહુમાન સંબંધી વાત જ્ઞાની, જ્ઞાન અને જ્ઞાનેપકરણને અંગે ચાલે છે, એ ન ભૂલતા. આમાં દેવ-ગુરૂ-ધર્મ એ ત્રણેય આવી જાય. એટલે બહુમાન પણ રોગ્ય સ્થાને જોઈએ અને વિનય પણ યોગ્ય સ્થાને જોઈએ. અયોગ્ય સ્થાને તે, વિનય પણ નુકશાન કરનારે ગણાય અને બહુમાન પણ નુકશાન કરનારું ગણાય. ભવાભિનંદી જીના હૈયામાં સંસારનું બહુમાન બહુ હોય છે અને એથી તેઓ સંસારની સાધનામાં વિનયને આચરનારા પણ હોય છે. એ વિનય અને એ બહુમાન, સંસારની વૃદ્ધિનું કારણ બને છે અને એથી તત્ત્વજ્ઞ મહાપુરૂષએ તે એવા વિનયને અને એવા બહુમાનને ત્યાગ જ કરવાનું ઉપદેશ્ય છે. સંસારથી તરવાને માટે જ, વિનય અને બહુમાનને ઉપદેશ છે.
Page #505
--------------------------------------------------------------------------
________________
.
૪૭૧
બીજે ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના અપાતા ઉaહરણનો હેતુ
હવે આપણે, આ “બહુમાન” નામના જ્ઞાનાચારને અંગે જે ઉદાહરણ અપાય છે, તે જોઈએ. બહુમાનપૂર્વકના વિનય વિના વિદ્યા ફળતી નથી. ગુરૂ સમાનભાવે, એકસરખી રીતિએ વિદ્યા આપે, છતાં ય એ વિદ્યાને બહુમાનપૂર્વકનાવિનયથી ગ્રહણ કરનારને એ વિદ્યા જેવી ફળે છે, તેવી બહુમાનવિહીન વિનયથી એ વિદ્યાને ગ્રહણ કરનારને એ વિદ્યા ફળતી નથી. વિદ્યા એની એ, ગુરૂ એના એ, આપવાની રીતિ એક જ, વિદ્યાદાનમાં ગુરૂના હદયને પ્રેમ એકસરખે અને વિદ્યાને ગ્રહણ કરનારા બનેને વિનય પણ સરખે, તે છતાં પણ એકને વિદ્યા સારામાં સારી રીતિએ ફળે છે, જ્યારે એ જ વિદ્યા બીજાને તેવા પ્રકારે ફળતી નથી, તેનું કારણ–એકમાં જે વિનય હતું તે બહુમાનપૂર્વકનું હતું અને બીજામાં જે વિનય હતું તે બહુમાનવિહીન હતો, એ જ છે. આવા અભિપ્રાયને અનુલક્ષીને અને આ અભિપ્રાય બનતાં, વિનયવાળા હોવા છતાં પણ જે બહુમાનવિહીન હોય, તેઓ બહુમાનપૂર્વકના વિનયવાળા બનેએવી આશા રાખીને, આ ઉદાહરણ આપવામાં આવે છે. તમારે પણ આ ઉદાહરણને એ જ હેતુને લક્ષ્યમાં રાખીને સાંભળવાનું છે. એ માટે ઉદાહરણના હેતુનું વર્ણન અત્રે પહેલું કરવામાં આવ્યું. વિદ્યાગુરૂના બહુમાન અંગે ઉદાહરણ : . એક સિદ્ધપુત્રની પાસે બે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. એ બન્ને ચ વિદ્યાર્થીઓ વિનયને આચરવામાં કુશળ હતા, પરંતુ એક પિતાના વિદ્યાદાતા ગુરૂ પ્રત્યેના બહુમાન
Page #506
--------------------------------------------------------------------------
________________
-
૪૭૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને ભાવથી વિનયને આચરતે હતો, જ્યારે બીજે કેવળ રૂઢિને અનુસરીને જ વિનયને આચરતો હતો. બીજાના હૈયામાં વિદ્યાદાતા પ્રત્યે બહુમાનને ભાવ નહિ હતો.
એ બને ય વિદ્યાર્થીઓને, એ સિદ્ધપુત્રે અષ્ટાંગનિમિત્ત શાસ્ત્ર ભણાવ્યું અને અષ્ટાંગનિમિત્ત શાસ્ત્રમાં તે બન્ને ય ઘણા કુશળ થયા.
એક દિવસ, કઈ કાર્ય વિશેષને અવલંબીને, એ બન્ને ય જણું સાથે બહાર ગયા. રસ્તે જતાં, રસ્તામાં પડેલાં પગલાંઓને જોઈને, બીજા વિદ્યાર્થીએ પહેલા વિદ્યાથીને કહ્યું કેઆગળ હાથી જાય છે.”
એના અનુમાનને સાંભળીને, પહેલા વિદ્યાર્થીએ કહ્યું કે-હાથી નથી જતો પણ હાથણી જાય છે. એ હાથણી ડાબી આંખે કાણી છે. એ હાથણી ઉપર સ્ત્રી-પુરૂષ બેઠેલાં છે. તેમાં જે સ્ત્રી છે, તેણીએ લાલ વસ્ત્રને ધારણ કરેલું છે. વળી તે ગર્ભિણું છે અને નજદિકના સમયમાં તેણી પુત્રને પ્રસવશે.”
પહેલા વિદ્યાર્થીની આવી વાતને સાંભળીને, બીજા વિદ્યાર્થીએ કહ્યું કે-“આવું બધું તદ્દન અસંગત શું બેલ બોલ
પહેલે વિદ્યાર્થી કહે છે કે-“મેં કાંઈ જ અસંગત કહ્યું નથી. જે કહ્યું છે, તે બરાબર જ કહ્યું છે. આપણું જ્ઞાન તે અનુભવસિદ્ધ છે. આપણે આગળ ચાલે, એટલે જે હશે તે હમણાં જ જણાઈ આવશે.”
બને છેડેક દૂર ગયા, ત્યાં તે તેમણે હાથને ઉભેલી જોઈ. એક પુરૂષ ત્યાં પાંદડાંનું ઘર બનાવી રહ્યો હતો. પાસે લાલ વસ્ત્રને પહેરીને સ્ત્રી ઉભી હતી. તે સગર્ભા હતી.
Page #507
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૪૭૩ - હવે પૂરી ખાત્રી કરવાને માટે બને ય વિદ્યાર્થીએ ત્યાં થેભ્યા. પુરૂષ પાંદડાંનું ઘર બનાવીને સ્ત્રીને એમાં બેસાડી. તરત જ સ્ત્રીને પ્રસવ થયો. પેલા પુરૂષને ઘણે આનંદમાં આવેલ એ બે વિદ્યાર્થીઓએ જોયો. તેમણે એને પૂછયું, એટલે એણે કહ્યું કે-“પુત્રને જન્મ થયો છે.”
આમ પહેલા વિદ્યાર્થીની બધી ય વાત મળતી આવી. બીજે વિદ્યાર્થી એથી વિસ્મિત થયો અને વિમિત થઈને ખેદ પામ્યું. તેને થયું કે-આને આટલું બધું જ્ઞાન ક્યાંથી?” એનામાં લાંબી બુદ્ધિ હતી નહિ. સ્વભાવને એ અતિશય ક્ષુદ્ર હતે. એટલે એને એ જ વિચાર આવ્યો કે “આમાં ગુરૂને જ કાંઈક ગોટાળે છે. મારાથી ખાનગી રીતિએ ગુરૂએ આને વિશિષ્ટ વિદ્યાનું દાન કર્યું છે. મને સામાન્ય ભણાવ્યું અને આને વિશેષ ભણાવ્યું. ગુરૂ ય કેવા નગુણા છે? એમની ચાકરી મેં કાંઈ આનાથી કમ નથી કરી, છતાં આને વિશિષ્ટ વિદ્યા દીધી ને મને સામાન્ય વિદ્યા દીધી. ગુરૂ થઈને આ પક્ષપાત કરે, કૂડકપટ કરે, એ કેટલું બધું ખરાબ કહેવાય?”
એનામાં ગુરૂ પ્રત્યે બહુમાન હોત, તો આ વિચાર એને કદી પણ આવત નહિ. ગુરૂ પ્રત્યે બહુમાન હેત તે આવું બનત નહિ, પણ માને કે–સ્કૂલ બુદ્ધિને લીધે કઈ ઓછું ય ગ્રહણ કરી શકે અને એથી આવું બને ય ખરું, પણ તે ગુરૂને દોષ દે નહિ. ગુરૂ પ્રત્યે જેને બહુમાન હોય, તે તે પિતાના દેષને શોધવાને મથે. ખબર છે કે-“અમે સાથે જ ભણ્યા છીએ. સાથે જ રહ્યા છીએ.” છતાં પણ પિતાના દેષ તરફ નજર જવાને બદલે, ગુરૂના દેષ તરફ જ નજર કરી અને ગુરૂને અછતે પણ દોષ કલ્પી કાઢ્યો.
Page #508
--------------------------------------------------------------------------
________________
૪૭૪.
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો હવે ત્યાંથી નીકળીને એ બને વિદ્યાર્થીઓ ચાલતા ચાલતા નદીના કાંઠે ગયા. ત્યાં એક વૃદ્ધ સ્ત્રી પાણી ભરવાને આવી હતી. તેણીએ ઘડામાં પાણી ભર્યું અને તેને માથે મૂક્યો.
એટલામાં, એ ડોસીએ આ બે વિદ્યાર્થીઓને જોયા. આ વિદ્યાર્થીઓને જોઈને, એ ડોસીને પિતાના પુત્રની ખબર પૂછવાનું મન થયું. એ ડોસીનો પુત્ર ઘણા વખતથી બહારગામ ગયે હતું અને તેના વિષે કાંઈ પણ સમાચાર મળ્યા નહતા. આ બન્નેને નિમિત્તજ્ઞ બ્રાહ્મણપુત્રો જાણુને, ડોસીએ પૂછયું કે-“ઘણા વખતથી પરદેશ ગયેલે મારે દીકર, ઘરે પાછો ક્યારે આવશે ?”
ડોસી આમ પૂછતી હતી–એવામાં જ ડેસીના માથેથી ઘડે નીચે પડ્યો અને ભાંગી ગયે.
આથી પિલા બીજા વિદ્યાર્થીઓ એ ડોસીને જવાબ દેતાં કહ્યું કે–“નિમિત્તશાસ્ત્રમાં એમ કહ્યું છે કે-કઈ પ્રશ્ન પૂછે ત્યારે જે કાંઈ બનાવ બને, તેને અનુસરીને તે પ્રશ્નનો ઉત્તર સમજવો. તે વખતે જે કાંઈ પરિણામ આવે, તેવું પ્રશ્નવસ્તુનું થયું છે-એમ સમજવું. આથી હું તને કહું છું કે–પ્રશ્ન પૂછતી વેળાએ તારે ઘડે ભાંગી ગયું છે, માટે તારે પુત્ર મરણ પાપે છે–એમ તું સમજી લે.”
એ વિદ્યાર્થીએ જેવું આ પ્રમાણે કહ્યું, તેની સાથે જ ડોસીએ તે રે-કકળ શરૂ કરી દીધી. તેણી એકદમ પિક મૂકીને રેવા લાગી. રેતી એવી તે ડેસીને, પહેલા વિદ્યાર્થીએ શાન્તવન આપતાં કહ્યું કે-“ડેસી મા ! તમે જરા પણ ખેદ કરે નહિ. તમે આનન્દ પામે. તમારે દીકરે તે તમારા ઘરમાં આવી ચૂક્યો છે, માટે તમે ઉતાવળાં ઘેર જાવ અને તમારા
Page #509
--------------------------------------------------------------------------
________________
બીજે ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
પુત્રના મેંઢાને જૂઓ !”
ડોસી તરત જ ઘેર ગઈ અને પેલા અને વિદ્યાર્થીઓ પોતાનું કાર્ય પતાવીને ગુરૂની પાસે પાછા આવ્યા.
તેઓ આવીને ઉભા રહ્યા, ત્યાં પેલી ડેસી હર્ષઘેલી બનીને દેડતી દેડતી એક મૂલ્યવાન ધોતી જેટે લઈને ત્યાં આવી પહોંચી અને પહેલા વિદ્યાર્થીને પગે પડીને તેણીએ ધતી જેટ ભેટ આપતાં કહ્યું કે-“તમારા કહ્યા મુજબ જ બન્યું. હું મારે ઘરે ગઈ, ત્યારે મારે પુત્ર ક્ષેમકુશળ પરદેશથી આવી ગયો હતો. તમારું વચન ફળ્યું.”
આ પ્રસંગે તે, બીજા વિદ્યાર્થીના હૈયામાં રહેલા ક્રોધ રૂપી અગ્નિને ભભૂકાવી મૂક્યો. ગુરૂ પ્રત્યે ખૂબ રેષાવાળો બનીને તે ગુરૂની પાસે ગયા અને કહ્યું કે “તમારા જેવા અનુપમ જ્ઞાનના નિધિ અને સર્વ વાતની જાણ પણ જ્યારે અતિશય વિનયવાળા બે સમાન શિષ્યમાં આ ભેદભાવ કરે, ત્યારે એ વાત કેવી કહેવાય ? કેને કહેવાય? અને એ વાતને કહીને તેની પાસે ઉપલભ્ય દેવડાવાય? જ્યારે અમૃત સમાન શીતલ ચન્દ્રમંડલમાંથી અંગારાઓની વૃષ્ટિ થાય, જ્યારે હજાર કિરણવાળો સૂર્ય પોતે જ અન્ધકારને ઉત્પન્ન કરનારે બને, જ્યારે કલ્પવૃક્ષની સેવાથી સંપત્તિ પ્રાપ્ત થવાને બદલે ઊલટું દારિદ્ર પ્રાપ્ત થાય, જ્યારે ઉત્તમ વૈદ્યના યોગે જ મંદવાડ પેદા થવા પામે અને જયારે ઠંડા પાણીમાંથી અગ્નિના ભડકા ઉઠે, ત્યારે તેને દોષ કેને દેવો ?”
રેષમાં બે છે, ઠપકો આપતાં બેલ્યો છે, દેષ દેતાં બે છે, એટલે હૈયે બહુમાન નથી, છતાં પણ ભાષા કેવી છે?
બહુમાન વિના પણ એ વિનયાચારનું પાલન કરવાને
Page #510
--------------------------------------------------------------------------
________________
४७६
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન માટે ટેવાએલો છે, તેનું જ આ પરિણામ છે. આવામાં બહુ માન હોત, તો કેવું સારું થાત?
એણે જે કહ્યું, તેને સાંભળતાં ગુરૂને આશ્ચર્ય થાય છે, કારણ કે–પાપને ભાવ પેલામાં છે, પણ ગુરૂમાં નથી. એવું એવું એણે કહી નાખ્યું, તે છતાં પણ ગુરૂ પૂછે છે કે-“તું આવું કયા કારણે બેલે છે? મેં તે વિદ્યા દેવામાં કે આમ્નાયાદિ આપવામાં, કઈ જગ્યાએ કઈ પ્રકારે કેઈને પણ ઠગ્ય નથી.”
ગુરૂએ તદ્દન સાચી વાત સીધી રીતિએ કહી, તેથી શાન્તિ પામવાને બદલે, પેલો બહુમાન વગરને શિષ્ય વધારે જોરવાળા રેષમાં આવીને બે કે પેલા તમારા વહાલા શિષ્ય માર્ગમાં હાથણી વિગેરે જે કાંઈ કહ્યું તે તમામ સાચું નિવડ્યું અને મારું તે કશું જ સાચું નિવડયું નહિ, તે એ તમારા ભણાવવામાં જ વાંક છે કે નહિ? જે તમે સરખું ભણાવ્યું હતું, તે બેયનું સાચું નિવડતું. આ તે, એનું કહેવું સાચું નિવડ્યું એટલે એનું સન્માન થયું અને મારું કહેવું ખોટું નિવડયું એટલે મારું અપમાન થયું. ત્યારે આટલાં વર્ષો સુધી તમારું માથાકૂટ વૈતરું કુટીને હું તે મરી ગયે, છતાં છેવટ તો મને આ જ ફલ મળ્યું ને ? કહે, આમાં વાંક તમારે નહિ તે કોનો વાંક ?”
આવા પ્રકારે, એ વિદ્યાર્થીએ પિતાના વિદ્યાગુરૂને ઘણા ઘણાં કઠોર વચને કહ્યાં; તેથી વિદ્યાગુરૂને લાગ્યું કે-આ મને નાહકને ફજેત કરશે. એટલે આની રૂબરૂ જ ખૂલાસો થઈ જાય તે સારું-એમ સમજીને, એ વિદ્યાગુરૂએ તરત જ પિલા વિદ્યાર્થીને બોલાવ્યું અને તેને પૂછયું કે-તે માર્ગમાં
Page #511
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
४७७ હાથણી વિગેરે જે કાંઈ કહ્યું, તે તે શા ઉપરથી કહ્યું, તે તું વિગતવાર મને કહી સંભળાવ.”
એ પહેલા વિદ્યાર્થીએ કહ્યું કે “ગુરૂદેવ ! આપની કૃપાથી મને જે જે ચિને જણાયાં, તે તે ચિહુને વિષે મેં ઉડે વિચાર કર્યો અને એથી જ હું હાથણી વિગેરે કહી શક્યો. પગના ચિહુન ઉપરથી તો જણાય કે-હાથી અગર હાથણી હશે, પણ ત્યાં માર્ગ ઉપર મૂત્રના લીસોટા પડ્યા હતા તે લીસોટા વાંકાચૂંકા હેવાથી, મેં અનુમાન કર્યું કે “અહીંથી હાથી નહિ પણ હાથણી જ ગઈ છે.” “તે હાથણી ડાબી આંખે કાણી છે” એવું અનુમાન મેં એ ઉપરથી કર્યું કેમાર્ગની જમણી બાજુએ ઘાસ ખાવાને માટે કેટલેક ઠેકાણે પ્રયત્ન કરેલો જણાયે, જ્યારે ડાબી બાજૂએ જે ઘાસ હતું તે બધે સરખું ને અખંડ હતું. વળી મેં જોયું કે-હાથણી ઉપરથી ઉતરીને બે જણાંએ પેશાબ કરેલો હતો અને તેના આકાર ઉપરથી મેં કલ્પના કરી કે-આ જગ્યાએ પુરૂષે પેશાબ કરેલ છે અને આ જગ્યાએ સ્ત્રીએ પેશાબ કરેલો છે.”જે જગ્યાએ સ્ત્રીએ પેશાબ કર્યો હતે, તે જગ્યાએ હાથના થાપાની નીશાની હતી, તેથી મેં અનુમાન કર્યું કે- એ સ્ત્રી બે હાથને ટેકે દઈને ઉભી થઈ છે, માટે તે સગર્ભા હેવી જોઈએ અને તેને પ્રસવકાળ નજદિકમાં જ હોવો જોઈએ.’ માર્ગની રેતીમાં તે સ્ત્રીનું જમણું પાસુ વધુ ઉંડુ ઉતરેલું મેં જોયું, તેથી મેં કલ્પના કરી કે તે સ્ત્રી જમણી કુખે ગર્ભવાળી હેવી જોઈએ અને તેથી તેણીના ગર્ભમાં પુત્ર રહેલે હે ઈએ.” વળી તે સ્ત્રી જે તરફ ગઈ હતી, તે તરફની કાંટાની વાડમાં લુગડું ભરાવાથી રહી જવા પામેલા તાંતણા લાલ રંગના હતા. તેને
Page #512
--------------------------------------------------------------------------
________________
૪૭૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને જોવાથી મેં અનુમાન કર્યું કે તે સ્ત્રીએ લાલ વસ્ત્ર પહેર્યું હશે.” હવે પેલાં ડોસી માને મેં જે એમ કહ્યું કે-“તમારે ઘરે તમારે પુત્ર આવી ગયો છે તેનું કારણ એ છે કેઘડે નીચે પડીને ફુટી ગયો એટલે માટીને ઘડે માટીમાં મળી ગયો એમ ગણાય અને પાણી નદીમાં ચાલ્યું ગયું એટલે નદીનું પાણી નદીમાં મળી ગયું એમ ગણાય. આમ જે જેમાંનું હતું, તે તેમાં મળી ગયું, માટે મેં અનુમાન કર્યું કે- આ ડોસીને દીકરે આ ડોસીને તરતમાં મળવો જોઈએ.”
પહેલા શિષ્યની આવી અનુપમ બુદ્ધિપ્રતિભાને જોઈને, વિદ્યાગુરૂ સિદ્ધપુત્ર ખૂબ જ પ્રસન્ન થયા. પછી તેમણે પેલા બીજા શિષ્યને કહ્યું કે-“વત્સ ! તું જ કે–આમાં મારે દેષ છે ખરો? મેં આને કેઈ વિશેષ વિદ્યા આપી છે ખરી? ખરી વાત એ છે કે–તું પણ મારો વિવિધ પ્રકારે વિનય કરતો હતો, પરન્તુ તારા હૈયામાં મારે વિષે બહુમાન નહિ હતું. આ બધી વિદ્યાઓ તો બહુમાનગર્ભિત વિનય માગે છે. તારી સાથે જ અભ્યાસ કરતા આ બુદ્ધિમાન શિષ્યને હૈયામાં મારે વિષે સારી રીતિએ બહુમાન હતું. આનામાં સ્વાભાવિક એવી વિનયકી બુદ્ધિ પણ છે. એ બુદ્ધિ પણ સમ્યક પ્રકારના બહુ માનથી ગભિત એવા વિનયથી જ ઘણી સ્કુરે છે. હવે તું જ કહે કે-આણે જેવું નિરીક્ષણ કર્યું અને જેવી વિચારણા કરી, તેવું નિરીક્ષણ તથા તેની વિચારણા તું કરી શક્યો નહિ, એમાં મારો શો દેષ છે?” - વિદ્યાગુરૂ સિદ્ધપુત્રે જ્યારે આ રીતિએ એને સમજાવવાનો પ્રયત્ન કર્યો, ત્યારે તે નામદાર તે વળી ગુસ્સાની. ટેચે પહોંચી ગયા. વિદ્યાગુરૂએ સાચે સાચી ઉણપ બતાવી,
Page #513
--------------------------------------------------------------------------
________________
બીજે ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૭૯. તે પણ તે વાત તેનાથી ખમી શકાઈ નહિ. તેણે તે અતિ ક્રોધવિવશ બનીને, ભણવાના પુસ્તકને પછાડતાં કહ્યું કે “ના, તમારે કશો વાંક નથી. વાંક જ બધે મારે છે.”
આ પ્રમાણે કહીને, તે ત્યાંથી તરત જ પિતાને ગામે જવાને માટે રવાના થઈગયો. પિતાને ગામે તે પોતાની તાજી પરણેલી સ્ત્રીને મૂકીને ભણવાને માટે આવ્યો હતો. નવેઢાને તજીને ભણવામાં વર્ષો ગાળવા છતાં પણ તેની વિદ્યા સફલ ન થઈ, તેથી તેણે ઘરે જઈને પણ એની સ્ત્રી ઉપર ક્રોધ કાઢો. એ બીચારીને ખૂબ માર માર્યો અને ગાળો દીધી. એના કારણમાં તે એ જ કહેતો રહ્યો કે-રાંડ! તારા પાપે, તારું સ્મરણ થવાથી, મારી વિદ્યા ફેગટ થઈ.” અણસમજથી અવિનય જે વિનય કરનાર પણ
' બહુમાનથી ફાવે છેઃ આમ, બહુમાનને અંગે અપાતું ઉદાહરણ સમાપ્ત થાય છે. વિનય હોવા છતાં પણ બહુમાન ન હોય, તો કેવું. પરિણામ આવે છે–એ જોયું ને? હવે વિનય ઘેડ હેય, વસ્તુતઃ વિનય કહી શકાય એવો વિનય ન હોય, તે છતાં, પણ બહુમાનથી ફળની પ્રાપ્તિ થાય છે–એને અંગે શાસ્ત્રોમાં અપાએલું ઉદાહરણ જૂઓ.
એક ઠેકાણે શિવમૂર્તિ હતી. એ શિવમૂર્તિને એક વ્યન્તર દેવ અધિષ્ઠાયક બન્યો હતો અને એ દેવ એ મૂર્તિના ચમત્કારને વધાર્યા કરતો હતો.
એક બ્રાહ્મણ રોજ ચન્દન, પુષ્પાદિથી તે મૂર્તિની પૂજા કરતો હતો. એમાં, એક ભિલના હૈયામાં એ મૂર્તિ ઉપર,
Page #514
--------------------------------------------------------------------------
________________
४८०
શ્રી ભગવતી સૂત્રનાં વ્યાખ્યાને બહુમાન થયું. આથી તે ભિલ્લ રેજ એ મૂર્તિને નમવાને અને પૂજવાને આવવા લાગ્યું, પણ તે કરતો શું, એ જાણવા જેવું છે. તે આવતો ત્યારે એક હાથમાં ધનુષ્ય અને બીજા હાથમાં બાણોને સમૂહ લઈને ત્યાં આવતો. તે આવીને, પિતાના બને ય હાથે રેકાએલા હેવાથી, પિતાના પગ વડે જ પિલા બ્રાહ્મણે કરેલી પૂજાને દૂર કરી નાખતો હતો. પછી મેંઢાથી કોગળા કરવા દ્વારા મૂતિને પાણી છાંટીને તે જિલ્લા મૂર્તિને બિલ્વપત્ર ચઢાવતો હતો.
મૂર્તિના અધિષ્ઠાયક વ્યતરે જાણ્યું કે-આ મૂર્ખ હેવાથી આને વિનય આવડતો નથી, પણ આના હૃદયમાં બહુમાન રહેલું છે. આથી તે ભિલ ઉપર પ્રસન્ન થયે. તેણે જાણે શિવની મૂર્તિ જ ખૂદ વાત કરી રહી હોય, તેમ તેની સાથે રેજ વાતચીત કરવા માંડી અને એમાં તે રોજ ભિલને કુશલતા વગેરે પૂછતે.
એક દિવસ, પેલા બ્રાહ્મણે ભિલની સાથે વાત કરતી શિવમૂર્તિને જોઈ. એથી તેણે રોષે ભરાઈને શિવને ૫કે આપતાં કહ્યું કે “તમે નીચની સાથે આવી રીતિએ વાત કરે છે, માટે તમે પણ નીચ છે.” - ચન્તરે શિવમૂર્તિ જવાબ દેતી હોય તેમ જણાવ્યું કે–એને મારે વિષે અતિશય દઢ અનુરાગ છે. કાલે સવારે તું તે જોઈ અને જાણી શકીશ.”
બ્રાહ્મણ તો તે દિવસે અવગણના કરીને ચાલ્યા ગયે. બીજે દિવસે જ્યારે તે પાછો આવ્યા, ત્યારે એ શિવમૂર્તિનું એક ચક્ષુ ઉખડી ગયેલું તેણે દીઠું. એથી તેને જરા ખેદ તે થ, પણ તેણે કાંઈ કર્યું નહિ. બેસી રહ્યો.
Page #515
--------------------------------------------------------------------------
________________
૪૮૧
બીજો ભાગ –શાસ્ત્રપ્રસ્તાવના
એટલામાં પેલે ભિલ ત્યાં આવી પહોંચે. ચક્ષુ વિનાની શિવમૂર્તિને જોતાં જ તેને અતિશય ખેદ થયો. “હું ચક્ષુવાળો ને મારે શિવ ચક્ષુ વિનાને, એ બને નહિ.”— એવું વિચારીને, તેણે ભાલાથી પિતાની આંખ ઉખાડી અને એ ચક્ષુ શિવને અર્પણ કર્યું.
એથી વ્યક્તર દેવ ઘણે ખૂશ થઈ ગયે. તરત જ તેણે એ ભિલને પૂર્વવત્ ચક્ષુવાળો બનાવી દીધું અને શિવમૂર્તિ રૂપે તે ભિલ્લને ચક્ષુદેશનું રાજ્ય આપ્યું.
બ્રાહ્મણ તો જોઈ જ રહ્યું. બીજું કરે પણ શું? હૈયામાં બહુમાનને ધરનારા ક્યારે વિનયાચાર ન આચરે ?
આ ઉદાહરણ દ્વારા બહુમાન એકલું પણ કેવું ફલદાયક નિવડે છે, તેનો ખ્યાલ અપાય છે. ભિલ્લની કુરબાની એના હૈયામાં જે બહુમાન હતું, તેને આભારી હતી. બહુમાન અજબ કામ કરે છે. આવી અપેક્ષાએ વિનય કરતાં બહુમાન વધી જાય છે. ભિલ્લ જે યોગ્ય રીતિએ પૂજા નહેતે કરતે અને આશાતના જેવું જ કરતો હતો, તે તેની અણસમજને લીધે જ; બાકી તો, અવસરે તે જાન પણ કુરબાન કરે તે હતો. આવા શ્રાવકે પણ હોય છે. આમ સગવશાત મંદિર-ઉપાશ્રયની કે સાધુ-સાધ્વીની બહુ ખબર લેતા ન હોય, પણ હૈયામાં દેવ-ગુરૂ-ધર્મ પ્રત્યે અતિશય બહુમાન હેય. જ્યારે મંદિર–ઉપાશ્રય કે સાધુ-સાધ્વી ઉપર આફત આવી લાગે, ત્યારે એવાએ જણાઈ આવે. એ વખતે એવા જાનની પણ દરકાર કરે નહિ. રેજ પૂજા–સેવા કરનારા ક્યાં ય ભરાઈ ગયા હોય, ત્યારે આ નજદિકમાં, રક્ષામાં ઉભા હોય. મુદ્દો એ છે
Page #516
--------------------------------------------------------------------------
________________
૪૮૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો કે-જે વિનયાચાર છે, તે બહુમાનપૂર્વકને હવે જોઈએ.બહુમાન હોય અને વિનયાચાર ન હોય, તે સમજવું કેસમજ, શક્તિ, સામગ્રી આદિની કઈ એવી ઉણપ છે, કે જેને લઈને વિનયાચાર નથી; બાકી આ બહુમાનવાળે વિનય કર્યા વિના રહે નહિ. કાંતિક દેવ મહા સમજુ હોય છે. તેઓ સદા તત્ત્વસ્વરૂપની વિચારણામાં રમણ કરનારા હોય છે. આમ છતાં પણ, તેઓ ભગવાનના કલ્યાણકાદિના ઉત્સવાદિમાં, દેશનામાં કે બીજે ક્યાં ય જતા નથી. એટલે શું એમ માનવું કે–તેમના હૈયામાં ભગવાન અને ભગવાને કહેલા માર્ગ પ્રત્યે શ્રદ્ધા નથી ? ના, એમ નથી જ. એ દેવાની સ્થિતિ જ એવી હોય છે કે-એ સદા સુખશય્યામાં પિસ્યા રહે. ભગવાન અને ભગવાનના માર્ગ પ્રત્યે તે એમના હૈયામાં ભારે બહુમાન હોય છે. બહુમાનના આ વર્ણનથી વિનયાચારની ઉપેક્ષા નથી જ કરવાની. વિનયાચારની જે ઉપેક્ષા કરે છે અને તેને બહુમાનના નામે જે બચાવ કરે છે, તે તે બહુમાનથી રહિત છે–એટલું જ નહિ, પણ તેવા લોકે ખરી રીતિએ તો માર્ગનું અપમાન કરનાર છે. એવા દંભિઓ તે, દુર્લભધિ બની જઈને સંસારમાં ભટકનારા બની જાય છે. શ્રી ઉપધાન તપઃ
ચેથે જ્ઞાનાચાર ઉપધાન નામને છે. “ઉપ' એટલે ગુરૂની સમીપે રહીને “ધાન” એટલે વિધિપૂર્વકના તપશ્ચરણને આચરવાપૂર્વક શ્રતને ધારણ કરવું. અર્થાતુ-વિધિપૂર્વક તપશ્ચરણને આચરતા રહેવા સાથે, સદ્ગુરૂની સમીપે રહીને, સદ્ગુરૂ દ્વારા શ્રતને ધારણ કરવું જોઈએ. આમાં તપની વિશેષતા હેઈને, આને શ્રી ઉપધાન તપ તરીકે ઓળખાવાય છે. આ નવકાર
Page #517
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
મંત્ર આદિ શ્રુતના આરાધન અને અધ્યયન નિમિત્તે સુશ્રાવક અને સુશ્રાવિકાઓ જે ઉપધાન તપ કરે છે, તેને જ ઉપધાન તપ કહેવાય છે—એવું પણ નથી. એને જેમ ઉપધાન તપ કહેવાય છે, તેમ સાધુએ જે નાના-મોટા અથવા તો આગાઢ ચાગનું અને અનાગાઢ ચેાગનું ઉદ્વહન કરે છે, તેને પણ શ્રી ઉપધાન તપ કહેવાય છે. એટલે શ્રી ઉપધાન તપનું વિધાન ચતુવિધ શ્રીસંઘને માટે છે. શાસ્ત્રામાં શ્રી ઉપધાન તપની આવશ્યકતા ઉપર પણ ખૂબ ભાર મૂકવામાં આવેલા છે. આઠ પ્રકારના જ્ઞાનાચારને આશ્રયીને, શાસ્ત્રમાં અકાલ-કુશીલ, અવિનય-કુશીલ, એ વિગેરે જે આઠ પ્રકારના કુશીલા ગણાવાયા છે, તેમાં અનુષધાન— કુશીલને માટે મોટુ દોષપણું કહેલું છે. કેટલીક વાર, શક્તિસામગ્રી આદિના અભાવમાં ચતુર્વિધ શ્રીસંઘની વ્યક્તિએ શ્રી ઉપધાન તપ વિધિપૂર્વક ન કરી શકે—એ પણ શકય છે; આમ છતાં પણુ, શ્રી ઉપધાન તપ દ્વારા શ્રુતનું આરાધન કરવાના ભાવ તા અવશ્ય હોવા જોઇએ. જેએના હૈયામાં તેવા આરાધકભાવ નથી હોતા અને ઉપેક્ષાભાવ હાય છે, તેએ ગાઢ જ્ઞાનાવરણીય કમૅને ઉપાર્જનારા અને છે. શ્રી ઉપધાન તપની ઉપેક્ષા, એ શ્રી શ્રુતજ્ઞાનની આશાતના છે. શ્રી નવકાર મંત્ર આદિને ભણેલાએએ પણ, જો શક્તિ-સામગ્રીના યાગ હાય તા, અવશ્ય શ્રી ઉપધાન તપ વિધિપૂર્વક કરવા સાથે, સદ્ગુરૂની સમીપે રહીને સદ્ગુરૂ દ્વારા તે શ્રુતને પુનઃ ગ્રહણ કરવું જોઈએ. તેમ કરવાથી, જ્ઞાનાવરણીય કર્મની ભારે નિર્જરા થાય છે. શ્રી ઉપધાન તપ, એ એક એવી ક્રિયાવિશેષ છે કે જ્ઞાનના અને ચરણના કેવા સુમેળ શ્રી જૈન શાસનમાં રાખવામાં આવેલા છે, તેના ખ્યાલ આવે. આરાધના જ્ઞાનની કરવાની છે, છતાં પણ સઁયમાત્મક
૪૮૩
Page #518
--------------------------------------------------------------------------
________________
४८४
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને અને તપસ્વરૂપ કિયા સાથે જોઈએ જ. એથી શ્રી ઉપધાન તપને કરનારે, માત્ર જ્ઞાનાવરણીય કર્મની જ નિર્જરા કરનારે બનતો નથી, પરંતુ સંવરપૂર્વક તપ કરીને તે આશ્રવને રોકીને ઘણી નિર્જરને સાધનારે બને છે. મુખ્યત્વે જ્ઞાનાવરણીય કર્મને અને બીજા પણ ઘણાં કર્મોને ક્ષીણ કરી નાખવાને માટે શ્રી ઉપધાન તપ એ મોટું સાધન છે. જેના હૈયે જ્ઞાન પ્રત્યે બહુમાન હોય, તેને જે આ વાતની ખબર પડે કે વિધિપૂર્વક તપ કરવા સાથે સદગુરૂના શ્રીમુખે શ્રુતજ્ઞાનને ગ્રહણ કરવાથી જ શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ સફલ બને છે, તે શ્રી ઉપધાન તપ પ્રત્યે પણ આદરવાળો બન્યા વિના રહે જ નહિ. આથી, આ ચોથા જ્ઞાનાચારના આચરણ પ્રત્યે પણ ઉપેક્ષાવાળા નહિ રહેતાં, આરાધનાશીલ બનવું, એ જ હિતાવહ છે. અનિવણ નામનો જ્ઞાનાચાર :
પાંચમે જ્ઞાનાચાર અનિનવણ નામને છે. નિવ્રુનવણ એટલે છૂપાવવું તે અને અનિહૂનવણ એટલે નહિ છપાવવું તે. જે ગુરૂની પાસેથી જે જ્ઞાનનું ઉપાર્જન કર્યું હોય, તે જ્ઞાનના ઉપાર્જનને અંગે તે ગુરૂના નામને છૂપાવવું નહિ, પણ અવસરે તે ગુરૂના નામને ઉમળકાભેર ઉચ્ચારવું, એ આ પાંચમા જ્ઞાનાચારને પરમાર્થ છે. જે ગુરૂની પાસેથી જ્ઞાનોપાર્જન કર્યું હોય, તે ગુરૂનું નામ પ્રસિદ્ધિને પામેલું ન હોય, એટલા માત્રથી તે ગુરૂના નામને ઉચ્ચારતાં અચકાવું જોઈએ નહિ અથવા તે તે ગુરૂ હીન જાતિવાળા હોય તો ય તે ગુરૂના નામને ઉચ્ચારવામાં સંકોચ પામવો જોઈએ નહિ અથવા તે પિતે વિશેષ ભણીને એ ગુરૂ કરતાં ઘણું મોટો જ્ઞાની બની
Page #519
--------------------------------------------------------------------------
________________
૪૮૫
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના ગયેલ હોય, તે પણ તેણે પિતાથી ઓછું ભણેલા એવા પણ પિતાના ગુરૂના નામને છૂપાવવું જોઈએ નહિ. ઉપકારી મહાપુરૂષ ફરમાવે છે કે–એક અક્ષરનું જ્ઞાન આપનાર ગુરૂને પણ માનની દૃષ્ટિએ જોવા જોઈએ; તેમનું નામ બહુમાનભેર ઉચ્ચારવું જોઈએ. જેમની પાસે ભણેલ હોય તેમનું નામ તો દે, પણ જેટલું ભણેલ હેય તેથી કાં તે અધિક કહે અને કાં તો એછું કહે, તે પણ દોષપાત્ર બનાય. કેઈની પાસે ભણીને કોઈનું નામ દેવાય નહિ અને જે ભણ્યા હોઈએ-તેમાં અધિક પણ બતાવાય નહિ અને અલ્પ પણ બતાવાય નહિ. મહા પાપનું કારણ?
ખોટું નામ દેવામાં અને ભણતરને અધિક–ઓછું બતાવામાં, મૃષાવાદને દોષ તો લાગે જ છે, પરંતુ ચિત્તની કલષિતતા વિના પણ પ્રાયઃ એવું બોલાતું નથી. ઉપગફેર થઈ જાય, એ વાત જુદી છે; બાકી જે જાણી જોઈને ભણાવનાર તરીકે એકને બદલે બીજાનું નામ લે અગર તે જાણું જોઈને તેમની પાસે ઓછું ભણેલ હોય છતાં અધિક ભણ્યાનું બતાવે કે અધિક ભણેલ હોય છતાં ઓછું ભણ્યાનું બતાવે, તો એ ચિત્તની કલુષિતતા વિના બને નહિ. એમાં તે, એમ કરતાં પૂર્વે પણ ચિત્તની કલુષિતતા હોય અને જે એમ કર્યું એ ઠીક કર્યું-એ ભાવ આવી જાય, તે પાછળ પણ ચિત્તની કલુષિતતા હેય. ચિત્તનું કલુષિતપણું, એ તો મહા દેષનું કારણ છે. આમ, મૃષાવાદને અને ચિત્તના કલુષભાવને દેષ લાગવા ઉપરાન્ત, જ્ઞાનાતિચાર રૂપ દેષની પ્રાપ્તિ પણ થાય છે. આ ઉપરથી તમે સમજી શક્યા હશે કે–આ પાંચમા જ્ઞાનાચારનું ઉલ્લંઘન
૩૧
Page #520
--------------------------------------------------------------------------
________________
૪૮૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને પણ, આમ અનેક પ્રકારે મહા પાપનું કારણ બને છે. જ્ઞાન ફળ્યું કે ફુટયુ?
આ આચારના સંબંધમાં પણ, આજના જીએ વિશેષ કાળજીવાળા બનવાની જરૂર છે–એવું સૂચન કરવાનું મન થઈ જાય, એવું વાતાવરણ મોટે ભાગે સર્જઈ રહ્યું છે. વિદ્યાદાતા પ્રત્યે હૃદયને કે વિનીતભાવ બન્યો રહે જઈએ, એમનું નામ કેવી સારી રીતિએ દેવું જોઈએ અને એમના ઉપકારને કેવા પ્રકારે યાદ કર્યા કરવો જોઈએ, એ વિગેરે બાબતો તરફ આજે ઘણે અંશે ઉપેક્ષા આવી જવા પામી છે. એથી પણ જ્ઞાન ફળતું નથી. તમે કહેશે કે-એવા ઉદંડેને પણ લખતાંબેલતાં, પિતાની વાતને સિદ્ધ કરતાં, સામાને બેલતો બંધ કરતાં આવડે છે; પરન્તુ એને જ જેઓ જ્ઞાનનું ફળ માને છે, તેઓ ય અજ્ઞાન છે. જ્ઞાનનું સાચું ફળ તો મુક્તિ તરફની કૂચ છે. જ્ઞાની તે સદા જોયા કરે કે–હું કેટલે અંશે મુક્તિની નિકટમાં બની રહ્યો છું. જે કહેવાતે જ્ઞાની પગલિક ઉન્નતિમાં રાચે, તે કહેવાતે જ જ્ઞાની છે, પણ ખરે જ્ઞાની નથી. આજે સમ્યક કૃતનું વર્તમાનની અપેક્ષાએ ઠીક ઠીક પ્રમાણમાં ગણાય તેવું જ્ઞાન ધરાવનારાઓ પણ, પદ્ગલિક ઉન્નતિમાં રાચી રહ્યા છે, અનાચારના માર્ગે ઘસડાઈ ગયા છે, પવિત્ર વિચારેને તજીને અનાચારેને સેવવા ઉપરાન્ત, એમ કરવામાં દોષ નથી–એવું મનાવી રહ્યા છે, ઉપકાર મનાવી રહ્યા છે, એ સૂચવે છે કે–એમને જ્ઞાન વિપરીત રૂપે પરિણમ્યું છે. જ્ઞાન તે, અનાચારના વિચાર માત્રથી પણ આઘાત પમાડે અને અતિચારને પણ ડર લગાડે. એ દષ્ટિએ જુએ, તે તમને લાગે
Page #521
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
४८७ કે–એવાઓને એમનું જ્ઞાન ફળ્યું તે નથી, પણ ફૂટી નીકળ્યું છે. જ્ઞાનનાં વખાણ મેક્ષના કારણુપણાને અંગે જ છે અને મેક્ષ તરફ જેની નજર ન હોય, તેને જ્ઞાન ફળતું નથી. મેક્ષના અથિપણને પેદા કરવાની વૃત્તિ પણ જ્ઞાનથી જે પ્રગટે નહિ, તે એ જ્ઞાનમાં આંશિકેય પ્રશંસાપાત્રતા રહેવા પામતી નથી. જ્ઞાન જે થવું હોય પણ મેક્ષના અર્થમાં હેય, તે જ તે ઉન્નતિકારક બની શકે છે અને જ્ઞાન જ્ઞાન રૂપે ગણાવાને માટે લાયક તે, સમ્યગ્દર્શન ગુણના પ્રગટીકરણ પછીથી જ બને છે. આવા સમ્યજ્ઞાનવાળાએ તે, ઉપયોગશૂન્યતાથી પણ ગુરૂના નામને છૂપાવવાનું, અન્યનું નામ દેવાનું, અધિકઓછું ભણ્યાનું કહેવાનું પાપ પેલે પડી જવા પામે નહિતેની કાળજીવાળા હોય છે. વ્યંજન નામને જ્ઞાનાચાર:
વ્યંજન નામે છો જ્ઞાનાચાર છે. વ્યંજન શબ્દના અનેક અર્થો થાય છે, પરંતુ અત્રે વ્યંજનને “અક્ષર” એવો અર્થ ગ્રહણ કરવાને છે અને આ આદિ સ્વરે તથા આદિ વ્યંજને–એ બને ય અર્થોને તેમાં સમાવેશ કરી લેવાને છે. સૂત્રમાંના એક પણ અક્ષરને ફેરફાર કરવો જોઈએ નહિ. એક પણુ અક્ષરને ફેરફાર થઈ જાય, તે તેથી અર્થમાં ફેરફાર થઈ જવા પામે છે. સર્વજ્ઞની વાણુના એક અક્ષરમાં પણ ફેરફાર કરે, એ અનંતા શ્રી અરિહન્તદેવેની આશાતના છે અને એથી જીવને અનંતે સંસાર પણ વધી જાય. ફેરફાર કરવાની વાત તે દૂર રહી, પણ સૂત્રના એક અક્ષરનું પણ અશુદ્ધ ઉચ્ચારણ કરવાને ય મહાપુરૂષોએ નિષેધ કરેલો છે. હવ, દીર્ધ
Page #522
--------------------------------------------------------------------------
________________
૪૮૮
શ્રી ભગવતીજી સત્રનાં વ્યાખ્યાને કે હુત, જે પ્રમાણે હેય, તે પ્રમાણે ઉચ્ચારણ કરવું, એ વિધિ છે. વ્યંજનના ભેદથી અર્થભેદ જન્મ, અર્થભેદથી ક્રિયાભેદ જન્મ અને એમ કરતાં મોક્ષનું જે કારણ છે, તે મોક્ષનું કારણ મટી જવા પામે. એક અક્ષરની પણ ઘાલમેલ થાય નહિ?
એક શબ્દના અનના અર્થો હોય છે અને અનન્તજ્ઞાનીઓએ કહેલું સૂત્ર છે-આવું માનનારે, કદી પણ સૂત્રના એક અક્ષરમાં પણ ઘાલમેલ કરવાનું પસંદ કરે નહિ. “ઘમ્મો
મુવિ એની જગ્યાએ, પદપદ્ધતિને ફેરવીને બંધારું મો” એમ પણ બેલી શકાય નહિ; અથવા તે, પર્યાયભેદ કરીને “પુvi રામુ” એમ પણ બોલી શકાય નહિ. એ સૂત્રને તે “ધનો મુઠુિં' એવી રીતિએ જ બેલાય. પદપદ્ધતિ ફરવાથી અગર પર્યાયભેદ કરવાથી પણ, મૂળ જે અર્થ હોય છે, તેમાં કાંઈક ને કાંઈક ન્યૂનાધિકતા આવે છે. આવી રીતિએ પદપદ્ધતિના ફેરફારમાં કે પર્યાયભેદ કરવામાં, મૂળ રચયિતા જે મહાપુરૂષ, તેમના પ્રત્યેના બહુમાનની ખામી જણાય છે તેમ જ પિતાના જ્ઞાનને અપચે જણાય છે. એ બન્ને ય વસ્તુઓ નુકશાનકારક છે. જેમ પદાનુક્રમને ફેરવાય નહિ અને પર્યાયપલટે કરી શકાય નહિ, તેમ પદમાંના એક વર્ણની જગ્યાએ અન્ય વર્ણ પણ મૂકી શકાય નહિ. એમાંથી તે વળી, ઘર અનર્થ પણ જન્મી જવા પામે. જેમ કે મને સંવાદમુર્કિની જગ્યાએ, કેઈ ભૂલથી પણ “મો મંત્રમુશિ કહી દે, તે “શાસ્ત્ર” શબ્દની જગ્યાએ “શસ્ત્ર” શબ્દ મૂકી દેવા જેવું જ એ ભયંકર થઈ પડે ને?
Page #523
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
એમાં મિથ્યાભિમાન અને મૂર્ખતા છે
તમને જો ખ્યાલ હાય, તેા શ્રી સિદ્ધસેન દિવાકરે શ્રી ચૈત્યવંદનાદિ સૂત્રેાને સંસ્કૃત ભાષામાં ફેરવવાની ઈચ્છા માત્ર વ્યક્ત કરી, એટલામાં તે તેમને પારચિત પ્રાયશ્ચિત્ત આપવામાં આવ્યું હતું. આ રીતિએ વ્યંજનના જ્ઞાનાચારના પાલનના જે આગ્રહ સેવવામાં આવે છે, તે ખરેખર ચેાગ્ય જ છે, તમે જ વિચાર કરો કે—અનન્તજ્ઞાનીએ જે રૂપે જેને કહ્યું હતું, તેને તે રૂપે પદ્મપદ્ધતિને બદલીને, પર્યાયને બદલીને, તેમાંના વર્ણને ફેરવીને કે તેની ભાષાને ફેરવીને અન્ય કેાઈ કહી શકે, એ શું શકય છે? એમાં અર્થના અંશે પણ તફાવત પડે જ નહિ, એ શકય છે? જે પદ્મ દ્વારા અને જે પદ્મપદ્ધતિ દ્વારા અનન્તજ્ઞાનીએની આજ્ઞાનુસાર ગણધરભગવાન એ કહેલ હોય, તેમાં ફેરફાર કરવાથી અર્થમાં કાંઈજ ન્યૂનાધિકતા ઉત્પન્ન થવા પામે નહિ, એ સંભવિત છે ? હા, એ પણુ અસંભવિત તા નથી જ, પરન્તુ માત્ર ગણધરભગવાનેાને માટે જ તે અસંભવિત નથી. ગણધરભગવાના સિવાયના તા કાઇને પશુ માટે, તે અસંભવિત નથી– એમ તે નહિ, પણ સુસંભવિત છે. વળી, પદ્મના ક્રમ, તેના પર્યાય અથવા તેા સૂત્રની ભાષા આદિને ફેરવવાની જરૂર શી છે ? જે સૂત્રથી જે અપાય છે, તે સૂત્રની જગ્યાએ અન્ય સૂત્રને ગોઠવીને અધિક સારા અર્થને આપવાની તાકાત આવી ગઈ છે, એમ માની લીધું છે ? તે ના, તા અનન્તજ્ઞાનીઓએ કહેલાના અર્થમાં હ્રાસ ઉપજે એવું કરવાની જરૂર લાગે જ નહિ અને જો હા, તા એ મિથ્યાભિમાન અને મૂર્ખતાનું જ પ્રદર્શન છે, એમ કહેવું પડે.
૪૮૯
Page #524
--------------------------------------------------------------------------
________________
૪૯૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
રાણીએ જરા સા પણ કેવા ફેરફાર કર્યાં ?
જરા સરખા ફેરફાર કરી નાખવા માત્રથી પણ કેવા અનર્થ નિપજે છે, તેને જણાવનારાં ઉદાહરણાના આ સંસારમાં તેાટા નથી, પરન્તુ એ વિષયમાં કુણાલનું ઉદાહરણ વિશેષ પ્રસિદ્ધ છે.
પાટલી પુત્રના રાજા અશાકને કુણાલ નામે એક પુત્ર હતા. રાજાને તેના ઉપર અત્યન્ત સ્નેહ હેાવાથી, રાજાએ તેને ખાલપણથી જ ઉજયની નગરી આપી દઇને, ત્યાં રાખ્યા હતા. પાતાને અત્યન્ત સ્નેહ હાવાથી જ તેને દૂર રાખવાનું કારણ એ હતું કે—અપર માતા દ્વારા મારા આ પુત્ર કાઈ પણ પ્રકારના પરાભવને પામે નહિ, એવી રાજાની હાર્દિક ઈચ્છા હતી.
કુણાલને પોતાથી દૂર રાખવા છતાં પણ, કુણાલના પાલન આદિની રાજાએ ઘણી જ સુવ્યવસ્થા કરી હતી અને પેાતે નિરંતર તેની ખબર મંગાવ્યા કરતા હતા.
એક વાર એવું બન્યું કે–કુમાર કુણાલ જ્યારે આઠ વર્ષની ઉમ્મરના થયા, ત્યારે તેને વિશિષ્ટ પ્રકારે ભણાવવાના પ્રબંધ કરવા સંબંધી ખાસ સૂચના, પેાતાના ત્યાં રાખેલા પ્રધાનોને લખી મેાકલવાની, રાજાને ઈચ્છા થઈ. ઈચ્છા થતાંની સાથે જ, રાજાએ તે સંબંધી પત્ર લખ્યા. રાજા પત્ર લખી રહ્યો, એટલામાં જ કેઈ એવું અગત્યનું કામ આવી પડયું, કે જેથી તે પત્રને ત્યાં જ મૂકીને રાજા અન્ય કાર્યાર્થે ગયા, કારણ કે– તરત જ તે પાછા ફરવાના હતા.
રાજાના ગયા બાદ, રાણી તે જગ્યાએ આવી. એ રાણી કુમાર કુણાલની અપર માતા હતી અને હૈયાની અતિશય
Page #525
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૪૯૧
ક્ષુદ્ર હતી. કુણાલ ઉપરના રાજાના સ્નેહને તે જાણતી હતી અને એ વાતની એના હૈયામાં ભારે ખટક હતી. એ સમજતી હતી કે-આ રાજા પિતાનું રાજ્ય કુણાલને જ આપશે, જ્યારે રાણુની ઈચ્છા એ હતી કે–તેના પિતાના પુત્રને રાજ્ય મળે. આ માટે, એ રાણ કુમાર કુણાલના અનિષ્ટની તક જ શોધ્યા કરતી હતી.
રાણીએ ત્યાં આવીને પેલે પત્ર હાથમાં લીધો અને વાંચ્યો. તેણીને વિચાર આવ્યો કે–“એક તે કુણાલ ઘણે રૂપાળો છે અને આ રીતિએ તે ભણશે એટલે તે રાજા એને જ રાજ્ય આપશે.” રાણીને પિતાની આશાની ઈમારત સાવ જમીનદેસ્ત થઈ જતી લાગી. એથી ઈર્ષાના ઝેરવાળી તે કૂર બની ગઈ. ભવિતવ્યતાના યોગે તેણુને પોતાની ઈચ્છાને સફલ કરવાની બુદ્ધિ પણ સુઝી આવી. તેણુએ વિચાર્યું કેરાજાએ આ પત્રમાં કુણાલને ભણાવવાનું સૂચન કરવાને માટે જે “પીયતાભ' એવું પદ લખ્યું છે, તે પદમાં “” અક્ષર ઉપર જે હું માત્ર એક મીડું જ ઉમેરી દઉં, તે કદાચ મારી ધારણા પાર પડે. એમ કરવાથી, “અધીયતાને બદલે “સંઘીયામ્'પદ બને અને જે પ્રધાન રાજાની આજ્ઞાને તરત અમલ કરી દે, તો તેઓ કુમારને ભણાવવાને બદલે આંધળે બનાવી દે. કુણાલને આંધળો બનાવી દીધા પછીથી તે ભલે ને જે બનવું હોય તે બને, પણ એ આંધળાને આ રાજા રાજ્ય તે આપી શકે જ નહિ અને એથી મારા પુત્રને અનાયાસે જ રાજ્યની ગાદી મળી જાય.”
આ વિચાર કરીને તેણીએ એ પત્રમાંના “અધીયાન' પદમાંના જ અક્ષર ઉપર મીઠું વધારી દીધું અને એ પત્રને
Page #526
--------------------------------------------------------------------------
________________
૪૯૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને જે હતું તેવો જ બીડેલે ત્યાં મૂકીને, રાણી અંદરના ભાગમાં ચાલી ગઈ. સ્વાર્થી જેટલું ન કરે, તેટલું ઓછું જ ગણાય.
તરત જ રાજા પાછો ફર્યો. રાજાએ પત્રને ખોલીને ફરીથી વાંચે નહિ. પિતાના અતિ વિશ્વાસુ માણસની સાથે રાજાએ તે પત્ર ઉજ્જયિનીમાં રહેલા પોતાના પ્રધાને ઉપર રવાના કરી દીધા. કાગળને વાંચ્યા વિના રવાના કરવો નહિ:
કાગળને મેકલતાં પહેલાં, ફરીથી બરાબર વાંચી જેવો જોઈએ, વિચારી જ જોઈએ, નહિતર કઈ વાર મેટ અનર્થ નિપજી જાય છે. ઘણાઓને કાગળ વિગેરે લખ્યા પછીથી, તેને રવાના કરતાં પહેલાં, ફરી બરાબર વાંચી જવાની ટેવ હતી નથી. કાગળને લખીને પૂરો કર્યો કે તરત જ તેને રવાના કરી દેવાની ટેવ હેય, એમાં કઈ વાર ગોટાળે થઈ જવાને સંભવ રહેલું છે. એક માણસ પોતાની સ્ત્રીને કાગળ લખી રહ્યો હતો. તે વખતે ઉપરથી એક ચકલી ચરકી ગઈ. એથી એ ભાઈ સાહેબને મીજાજ ગયે. એકદમ બરાડી ઉઠયો કેરાંડ ! જે તું મારી પાસે હેત, તો હું તારી ટાંગ તોડી નાખત.” ચકલીને ઉદ્દેશીને બેલાએલા આવા શબ્દો, એ માણસે આવેશમાં ને આવેશમાં પિતાની પત્ની ઉપરના પત્રમાં પણ લખી દીધા, કારણ કે–એ વખતે એના હૈયામાં એ પ્રકારને ભાવ હતું અને એથી ભૂલ થઈ. કાગળ પૂરે લખી રહીને તેણે વગર વાગ્યે રવાના પણ કરી દીધો. એ કાગળને વાંચીને બાઈ બીચારી તે ગભરાઈ જ ગઈ. એ સાસરે જવાનો વિચાર કરતી હતી, તે વિચારને એણે માંડી વાળે. એને થયું કે
Page #527
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૪૯૩ જે હું જઈશ ને મારે ભાયડે મારી ટાંગ તેડી નાખશે, તો હું તો જન્મારાની લંગડી થઈશ. માટે હવે તે ત્યાં જવું નથી ને જવાબેય લખ નથી.” એમ બે વર્ષ નીકળી ગયાં. ભાઈ સાહેબને બે વર્ષો સુધી હાથે જેટલા ફૂટી ખાવા પડ્યા. પછી કંટાળીને એ જાતે તેડવા ગયે, ત્યારે રૂબરૂમાં બધે ખૂલાસો થયો અને બાઈ ઘરે આવી. એ માણસે જે પિતાના લખેલા કાગળને ફરીથી વાંચ્યો હોત અથવા તો બાઈએ જવાબ લઈને કાંઈક પણ ઈશારે કર્યો હોત, તો એ બન્નેને બે વર્ષને વિરહ વેઠ પડત નહિ. સામાન્ય ભૂલમાં બે ય દુઃખી થયાં. ભાઈને બાઈને ખપ હતો અને બાઈને ભાઈને ખપ હતો, એક-બીજા વિના એક-બીજાને ફાવતું નહોતું, છતાં પણ નહિ જેવી બાબતમાં એવું બન્યું. આનું નામ, ભવિતવ્યતાની બલવત્તા. કુણાલે પિતૃભક્તિવશ કરેલું સાહસ
રાજા અશકે પણ જે પોતાના પત્રને રવાના કરતાં પહેલાં વાંચી લીધું હોત, તે એ પત્રથી જે પરિણામ આવ્યું, તેવું વિષમ પરિણામ આવવા પામત નહિ. પરિણામમાં કુમાર કુણાલ સદાને માટે અન્ય બન્યું છે. જે કે-કુમાર કુણાલ અબ્ધ બનવા છતાં ય, તેની ઉપર માતાની મનેભાવના ફળી નથી અને સુયુક્તિથી કુણાલે મેટી ઉંમરને થયા બાદ પોતાના પુત્રને માટે રાજ્ય પિતાના પિતાની પાસેથી જ મેળવ્યું છે, પણ વિષમ પરિણામ આવ્યું, અને તે કેઈથી ય ઈનકાર થઈ શકે તેમ નથી.
પ્રધાન પાસે રાજાને પત્ર પહોંચતાં, તેને વાંચીને તો તેના
Page #528
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
હાશકાશ ઉડી ગયા. તેની આંખેામાંથી અશ્રુઓ સરવા માંડ્યાં.
એ જ વખતે, કુણાલ ત્યાં આવી પહેાંચ્યા. પ્રધાનને રડતા જોઇને એ મુંઝાયા. વિચક્ષણ એવા તેણે ત્યાં પડેલા રાજાના પત્રને ઉઠાવી લીધા અને વાંચી લીધેા.
૪૯૪
હવે એ કુમાર કેવા પિતૃભક્ત છે અને સત્ત્વશીલ છે, તે એ. એ પત્રને વાંચીને કુણાલ વિચાર કરે છે કે— પિતાજીની કાઈ પણ આજ્ઞાા ભંગ મેં કર્યાં નથી, પણ મારાથી પિતાજીની આજ્ઞાના ભંગ અજાણતાં થઈ ગયા હશે, એમ આ પત્ર ઉપરથી લાગે છે. નહિતર, એકાન્તે મારા હિતની જ ચિન્તા કરનારા મારા પિતા આમ કેમ લખે? મારે તે એમની આજ્ઞાનો અમલ જ કરવા જોઈએ. જે પુત્ર પિતાની આજ્ઞાના ભંગ કરે, તેને પુત્ર જ કેમ કહેવાય ? ’
કુણાલે પોતાના વિચાર પ્રધાનને જણાવતાં, થોડોક કાલ વિલંબ કરવાને માટે પ્રધાન વિગેરેએ કુણાલને સમજાવવા માંડયું. આથી, કુણાલે, કોઈ દુષ્ટ અષ્ટના વશથી, પેાતાના હાથે જ તપાવેલી લેાઢાની સળીને પેાતાની બન્ને આંખામાં આંજી અને એથી તે અન્ય અન્યા.
કુણાલ પિતૃભક્ત હતા, એની ના નથી; પણ આ સ્થલે એક વાત વિચારવા જેવી છે. તેણે જો ઘેાડા કાળ વિલંબ કર્યાં હોત, તા એટલા માત્રથી તે પિતૃભક્ત મટી જાત નહિ. મહાપુરૂષો આવા સાહસના નિષેધ કરે છે. સહસાત્કારે કોઇ ક્રિયા કરવી તે અવિવેક છે અને અવિવેક એ મેટી આપત્તિનું મૂલ છે. એટલા માટે તા, શાસ્ત્રમાં કહ્યું છે કે ગુરૂની આજ્ઞાના આરાધક પુરૂષ પણ, જો કોઇ આજ્ઞા વિશેષના પાલનમાં અશુભ ભાવિ જણાય, તે તે આજ્ઞાનું તત્કાલ પાલન
Page #529
--------------------------------------------------------------------------
________________
૪૯૫
બીજે ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના નહિ કરતાં કાળક્ષેપ કરે. ત્રણ વખત આદેશ આવવાની અપેક્ષા પર્યન્ત એની મર્યાદા છે. ક્ષણને વિલંબ કરવાથી પહેર મળે છે, પહેરને વિલંબ કરવાથી દિવસ મળે છે અને દિવસને વિલંબ કરવાથી વિશેષ કાળ મળે છે. એ રીતિએ. કાલક્ષેપ કર એ ઉચિત છે. પણ કુણાલને પિતાના પૂર્વભવમાં કરેલું કર્મ એ રીતિએ ભેગવવાનું ભાવિ નિર્મિત થયેલું, હશે, માટે કુણાલે કાલક્ષેપ નહિ કરતાં સાહસ કર્યું. વ્યાકરણને ભણવાની જરૂર
આપણે મુદ્દો છે–અક્ષરની વધઘટથી થતા ફેરફારને. “અધયામ”ની જગ્યાએ “થીયા' થવાથી કુણાલની આંખ ગઈ. એક અક્ષરને વધારવાથી જેમ અર્થ ફરે છે, તેમ એક અક્ષરના ઘટાડવાથી પણ અર્થ ફરે છે. “કુન્તી” એટલે પાંડવોની માતા. જે કોઈ અડધો ન કાઢી નાખીને બેલે અને પાંડે સાંભળે, તે એને યમરાજના જ મહેમાન થવું પડે. ને? જેટલા અક્ષરે હોય, તેટલા બધા, એ જે પ્રમાણે હાય. તે પ્રમાણે જ બેલવા જોઈએ. એક માતાએ પોતાના પુત્રને વ્યાકરણને અભ્યાસ કરવાની પ્રેરણા કરતાં કહ્યું હતું કે“यद्यपि बहुनाधी, तथापि पुत्र! पठ व्याकरणम् । स्वजनः श्वजनो माऽभूत, सकलं शकलं सकृच्छकृत् ।।१।"
માતા કહે છે કે-દીકરા તું વધારે ન ભણે તે કાંઈ નહિ, પણ તું વ્યાકરણ તો જરૂર ભણ, કે જેથી “સ્વજનના સ્થાને “શ્વજનન થઈ જાય, “સકલ’ના સ્થાને “શકલ”ન થઈ જાય અને “સકૃત 'ના સ્થાને “શકૃત્” ન થઈ જાય. આ ત્રણ શબ્દયુગમાં વર્ણને સામાન્ય માત્ર જ ફેરફાર છે.
Page #530
--------------------------------------------------------------------------
________________
-
-
૪૯૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો
ને? છતાં પણ, એટલા ફેરફાર માત્રથી અર્થ કેટલે બધે ફરી જાય છે, તે જુઓ. “સ્વજન” એટલે પિતાનું માણસ, કુટુંબી જન, જ્યારે “ધજન” એટલે કુતરે; “સકલ” એટલે સંપૂર્ણ જ્યારે “કલ” એટલે ટુકડે; અને “સકૃતુ ” એટલે એક વાર, જ્યારે “શકૃત ” એટલે વિષ્ટા. આશય જે ન હેય, તે અર્થ પણ ઉચ્ચારની બીન આવડતથી કે લખવાની બીન આવડતથી પેદા થઈ જવા પામે.
જેઓ વ્યાકરણને જ વ્યાધિકરણ માને, તેમને અજ્ઞાનના વ્યાધિમાંથી કોણ છેડાવે? સહજ ફેરફારથી, “શને “સ” બાલવાથી તે એક વખત ભરસભામાં મોટે ઝઘડે થઈ ગયા હતા.
સનાતનીઓ અને આર્ય સમાજીસ્ટે વચ્ચે વાદ ગઠવાય હતે. પ્રથમ વ =ક્ષિા” “પહેલે કળીએ માખી ની જેમ આર્યસમાજીસ્ટ પંડિતથી ભૂલ થઈ ગઈ એને ઉચ્ચારનું ભાન નહોતું તેથી ભૂલ થઈ
સનાતની આગેવાન પંડિતનું નામ દેવીદાસ શર્મા હતું, તેથી તેણે કહ્યું કે–દેવીદાસ સરમા! સાંભળો.”
“શર્મા” એ તો અટક હતી, જ્યારે “સરમા ”ને અર્થ કુતરી થાય, એટલે દેવીદાસ શર્મા એકદમ ઉશ્કેરાઈ ગયો. સનાતનીઓએ અમારે પંડિતને “કુતરી” કહી, એમ માનીને તેફાન આદર્યું.
એટલે વ્યાકરણના અધ્યયનની પણ પરમ આવશ્યકતા છે, કે જેથી કયો શબ્દ કયા વર્ણવાળે છે તેનું ભાન આવે અને અક્ષરભેદે કે અર્થભેદ થઈ જવા પામે છે, તે વિગેરે પણ સમજાય.
Page #531
--------------------------------------------------------------------------
________________
૪૯૭
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના અક્ષર ફર્યો અર્થ ફરે :
અક્ષર ફરે ત્યાં અર્થ ફરે; સૂત્ર અને અર્થ બને ફરે, માટે વ્યંજન રૂપ મૃતોપચાર પણ બરાબર જાળવો જોઈએ. પ્રતિક્રમણનાં સૂત્રો ઘણે ભાગે અશુદ્ધ બેલાય છે. તેમાં કઈ કેઈ તે વર્ણભેદવા ઉચ્ચાર કરે છે. સૌએ સમજવું જોઈએ કે–સારો લાભ શુદ્ધ બેલવામાં જ છે. મંત્રાક્ષ જેવાં સૂત્રને અશુદ્ધ બોલવાથી કેવું નુકશાન થાય, તે તમે સમજી શક્તા નથી? આજે પાઠશાળાઓમાં પણ શુદ્ધ ઉચ્ચારથી ભણાવવા તરફ પૂરતું લક્ષ્ય અપાતું નથી તેમ જ આજે જે પંચ પ્રતિક્રમણાદિ સૂત્રોનાં પુસ્તક છપાય છે, તેમાં કેટલાક તે અશુદ્ધિઓના ભંડાર સમાં પુસ્તક પ્રગટ કરે છે. તેમને ખબર નથી કે--આવી રીતિએ રળતર લેવા જતાં, કર્મનું કેવું નડતર થશે? જ્ઞાનની આશાતના કરનારાઓની કેવી ગતિ થાય, એ કાંઈ તેમનાથી અજાણ્યું નથી. સાતમ જ્ઞાનાચાર:
સાતમે જ્ઞાનાચાર અર્થ” નામને છે. સૂત્રને કાયમ રાખીને પણ જે તેના અર્થને ફેરવી નાખવામાં આવે, તે તેથી પણ મોટો અનર્થ થાય છે. માત્ર અણસમજથી જ અર્થનું પરાવર્તન થાય છે એવું નથી. અણસમજથી ભૂલ કરનાર પણ ભૂલ કરવાના ઈરાદે જેને નથી, એ તે કઈ સમજદારને સુગ મળતાં સમજી જાય અને સુધરી જાય, પણ જે ઈરાદાપૂર્વક એટ અર્થ કરે, તેની શી ગતિ થાય? જેમ કે ચૈત્ય શબ્દને કાયમ રાખે, પણ મૂર્તિને નહિ માનવાના આગ્રહમાં તણાઈને, તેને “જિનમંદિર' એ અર્થ
Page #532
--------------------------------------------------------------------------
________________
૪૯૮
શ્રી ભગવતીજી મૂત્રનાં વ્યાખ્યાન
થતા હેાવા છતાં પણ અને એવા અર્થ કરવા એજ ઘટિત હાવા છતાં પણુ, અઘટિત રીતિએ એના ‘જ્ઞાન ’એવા અર્થ કરીને, અનર્થની પરંપરાને વધારનારાઓ છે. મુક્તિમાર્ગદર્શક સૂત્રના અર્થ બદલી નાખવાથી, તે સૂત્રને પેાતાને માટે સંસારવર્ધક બનાવાય છે. સ્થાનકવાસી સંપ્રદાય એમ જ ઉભા થયા છે ને ? સંપ્રદાયા એમ જ વધે છે ને ? આજે જે મેાટી ચર્ચા ચાલી રહી છે, તેમાં પણ અર્થનો અનર્થ કરાઈ રહ્યો છે. ખાટા અર્થ કર્યો અને તેના વળગાડ થઈ ગયા. હવે એ છૂટતું નથી. અભિનિવેશ નામનું મિથ્યાત્વ એ જ રીતિએ પતન પમાડે છે. ખાટા અર્થ કરનારા, સૂત્રને કાયમ રાખવા છતાં પણ, છટ્ઠા જ્ઞાનાચારના આચરણના લાભ નથી પામી શકતા, કારણ કે તે અર્થને બદલી નાખે છે. જે અપેક્ષાથી જે અર્થ કહેવાયા હોય, તે અપેક્ષાથી તે અર્થને ગ્રહણ નહિ કરવા, એ પણ સાતમા જ્ઞાનાચારની વિરાધના છે. એટલા માટે, આપણે ત્યાં માત્ર આગમા જ પ્રમાણ ગણાતાં નથી, પરન્તુ પંચાંગી પણ પ્રમાણ ગણાય છે અને પંચાંગીને અનુસરતા મહાપુરૂષોએ રચેલા જે વિવિધ ગ્રન્થા છે તે પણ પ્રમાણ ગણાય છે. મહાપુરૂષોએ કહેલા અર્થ આપણી બુદ્ધિમાં ન ઉતરે, તેા ‘તત્ત્વ કેવલિગમ્ય છે' એમ માનવું, પરન્તુ ફાવતા અર્થ કરીને તેના પ્રચાર કરવાના પ્રયત્નમાં પડવું નહિ.
'
આઠમે જ્ઞાનાચાર ઃ
6
આઠમા જ્ઞાનાચાર · સૂત્ર તથા અર્થ ’એ ઉભય સંબંધી છે. છઠ્ઠા અને સાતમા જ્ઞાનાચારનું આચરણ કરવામાં કાળજીવાળા અનેલા, આ આઠમા જ્ઞાનાચારનું તે સ્વાભાવિક રીતિએ
Page #533
--------------------------------------------------------------------------
________________
ખીજો ભાગ—શાસ્ત્રપ્રસ્તાવના
૪૯૯
જ આચરણ કરનારા બની જાય છે. જો એમ છે, તે પછી જ્ઞાનીઓએ આ જ્ઞાનાચારને જૂદો કેમ કહ્યો ?—આવા પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે. એવા પ્રશ્નનું સમાધાન એ છે કે–કેટલાક એવા હોય છે કે—માત્ર સૂત્રને જ આળવે, કેટલાક એવા હાય છે કે–માત્ર અર્થને જ એળવે અને કેટલાક એવા હાય છે કે–સૂત્રને પણ એળવે અને અર્થને પણ એળવે. જે સૂત્ર ખેલે તે અશુદ્ધ ખેલે તેમ જ જે અર્થ કરે તે ખાટા કરે, એવાઓને બચવાને માટેના આ આઠમે આચાર છે. સૂત્ર અને અર્થ-એ બન્નેનું શક્તિસામગ્રી મુજબ અને ચાગ્યતા ગુજમ જ્ઞાન સંપાદન કરવાના પ્રયત્ન કરવા જોઇએ.
આ આઠેય આચારા શાભાવે પણ છે અને શ્રેયેાભાગી પણ બનાવે છેઃ
આ રીતિએ આપણે આઠ જ્ઞાનાચારા સંબંધી કેટલીક વિચારણા કરી આવ્યા. આ શ્રી ભગવતીજી સૂત્ર, આ આઠ પ્રકારના જે જ્ઞાનાચારો છે, તેનાથી પરિવૃત્ત છે. આ આઠ આચારાને ‘ પ્રવચનેાપચાર’ તરીકે ઓળખાવવામાં આવેલા છે, એટલે આ આઠ આચારાના પાલનમાં પ્રવચનની ભક્તિ રહેલી છે. એથી જ, આ આઠ આચારાને ટીકાકાર મહર્ષિએ
'
ચારૂ ’ તરીકે ઓળખાવ્યા છે. ‘ ચારૂ ’ એટલે સુન્દર, મનેાહર. ખરેખર, આ આઠે આચારા ઘણા જ સુન્દર અને મનાહર છે. આ આઠ આચારાથી જ્ઞાન અને જ્ઞાનેાપાર્જનના પ્રયત્ન દ્વીપી ઉઠે છે. જ્ઞાનને અને જ્ઞાનાધ્યયનને તેમ જ જ્ઞાનદાનને પણ દીપાવનાર અને એને સફલતાની પરાકાષ્ઠાએ પહેોંચાડનાર આ આઠે આચારો છે. જયકુંજર જેમ એને
Page #534
--------------------------------------------------------------------------
________________
૫૦૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
બંધાતા તંગથી દેખાવડે બને છે અને એની કાર્યસાધતામાં એ તંગે જેમ ઘણે ભેટે ઉમેરે કરી દે છે, તેમ આ આચારેનું પાલન પણ શ્રી ભગવતીજી સૂત્રને, શ્રી ભગવતીજી સૂત્રમાં રહેલા જ્ઞાનને, શ્રી ભગવતીજી સૂત્રને ભણાવનારને, શ્રી ભગવતીજી સૂત્રને ભણનારને અને શ્રી ભગવતીજી સૂત્રના અર્થોનું શ્રવણ કરનારને શોભાવે છે અને શ્રેયેભાગી બનાવે છે. આ આઠ આચારેના સંબંધમાં કાંઈક વિસ્તારથી જે કહેવામાં આવ્યું છે, તે ખાસ હેતુપૂર્વક કહેવામાં આવ્યું છે. તેમાં ય પહેલા ત્રણ આચારેને અંગે ખાસ કહેવાયું છે. એનું કારણ એ છે કે-વર્તમાનમાં એ તરફ લક્ષ્ય દેરવાની ખાસ જરૂર છે. બહુમાનપૂર્વકને વિનયાચાર આવે, તે બાકીના આચારેના પાલનનું અર્થિપણું પેદા થયા વિના રહે નહિ અને જ્ઞાન સફલ નિવડયા વિના રહે નહિ. બહુમાનપૂર્વકના વિનયાચારવાળા અને એથી બીજા આચારે પ્રત્યે પણ લયવાળા, કેટલીક વાર અણસમજ આદિથી કાળની બાબતમાં ભૂલ કરતા જણાય છે, માટે એને અગેય ખાસ કહેવાયું છે. બાકી જેઓ જાણી–બુઝીને આ જ્ઞાનાચારની અણહીલના કરે છે, એવાઓને કહેવાને તે અર્થ જ શું છે? એવાઓની તે માત્ર દયા જ ચિન્તવવી રહી.
Page #535
--------------------------------------------------------------------------
________________
૨૧–ઉત્સર્ગ ને અપવાદનો સબંધ :
શ્રી ભગવતીજી સૂત્ર રૂપ જ્યકુંજરથી શમ અને સિદ્ધિ
સુલભ બને છે નવાંગી ટીકાકાર તરીકે સુપ્રસિદ્ધ થયેલા આચાર્યભગવાન શ્રીમદ્દ અભયદેવસૂરીશ્વરજી મહારાજા, પંચમ ગણધરભગવાન શ્રી સુધર્માસ્વામીજીએ સૂત્રથી ગુંથેલા શ્રી ભગવતીજી સૂત્ર તરીકે ઓળખાતા આ પંચમ અંગસૂત્રની ટીકાની રચના કરવાની શરૂઆત કરતાં, મંગલને આચર્યા બાદ અને અભિધેયને વર્ણવ્યા બાદ, શાસ્ત્રપ્રસ્તાવના કરતાં, આ શ્રી ભગવતીજી સૂત્રને જયકુંજરની સાથે સરખાવી રહ્યા છે. જયકુંજર એટલે જયપ્રધાન હસ્તિ. આ હાથી જેની પાસે હેય, તે નિયમો જય મેળવે અને એથી જ આ હાથીને “જયકુંજર' કહેવામાં આવે છે. આ શ્રી ભગવતીજી સૂત્રનું યથાર્થ જ્ઞાન જેણે સંપાદન કર્યું હોય, તે જીવરાજા પરીષહે, ઉપસર્ગો અને કષાયો ઉપર વિજય મેળવી શકે છે. એનામાં આવા પ્રકારના જયને સાધવાની શક્તિ પ્રગટે છે અને વિકસે છે. આવા ગુણોને લક્ષ્યમાં લઈને, ટીકાકાર મહર્ષિએ, આ શ્રી ભગવતીજી સૂત્રને જયકુંજરની ઉપમા આપી છે. જયકુંજરની માત્ર ઉપમા જ આપી છે–એમ પણ નથી, પણ જયકુંજરને અંગે જે જે સંભવે છે, તે તે આ શ્રી ભગવતીજી સૂત્રને અંગે પણ કેવી કેવી રીતિએ સંભવે છે,
૩૨
Page #536
--------------------------------------------------------------------------
________________
૫૦૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને એ વીસ વિશેષણ દ્વારા બતાવ્યું છે. આ ગ્રેવીસ વિશેપણે જેને સમજાય અને જેના હૈયામાં સમાય, તેને શમ અને સિદ્ધિ સુલભ જ છે. શ્રી ભગવતીજી સૂત્ર પ્રત્યેના આદરભાવમાં પણ એટલી મોટી તાકાત છે. આમ છતાં પણ, આને લૌકિક જયના કારણ એવા જયકુંજરની સાથે કેમ ઘટાવેલ છે ? એ માટે કે-પરિચિત વસ્તુના ઉદાહરણથી અપરિચિતને ઝટ ખ્યાલ આવે છે. વિશેષણોથી એ ખ્યાલ આપે છે કે આ સૂત્ર લકત્તર સિદ્ધિસાધન છે. બાકી તે લૌકિક તથા લોકોત્તરને મુકાબલો કરનારે મૂર્ખ ગણાય. લોકેત્તર સિદ્ધિને રસ જન્મ-મરણને ઘટાડનાર છે અને લૌકિક સિદ્ધિને રસ જન્મ-મરણને વધારનાર છે. - લૌકિક ઋદ્ધિની વૃદ્ધિ માટે તે મમ્મણે વિકટમાં વિકટ કામ કર્યા. આરામનબીની ઉમ્મરે પણ એણે તે ઝંપલાવ્યે જ રાખ્યું. ન જે દિવસ, ન જોઈ રાત કે ન જે ઉત્પાત ! ઘર મધ્ય રાત્રિએ, જ્યારે દિશા પણ ન સુઝે, પંખીઓ પણ માળામાંથી બહાર ન નીકળે, એવા સમયે મમ્મણે નદીમાં ઝંપલાવ્યું હતું. વરસાદને લીધે નદીમાં પૂર આવેલું તે ય! આમ લૌકિક સિદ્ધિને માટે સતત્ પ્રયત્ન કર્યો કરવા છતાં પણ, તે મરીને ગયો ક્યાં ? બીચારે સાતમી નરકે જ ગયે.
આવી સિદ્ધિ શા કામની? આપણે તો એવી સિદ્ધિ જોઈએ, કે જે પૂર્ણ સિદ્ધિ આપે. સાચી સિદ્ધિનો સંકલ્પ માત્ર પણ નિષ્ફળ નથી જ. જયકુંજર જેમ લૌકિક દુઃખને કાપનાર, લૌકિક સુખને આપનાર અને લૌકિક જયમાં
સ્થાપનારે છે, તેમ શ્રી ભગવતીજી સૂત્ર પણ સઘળાં ય દુઃખને કાપે છે, સઘળાં ય સુખને આપે છે અને શાશ્વત
Page #537
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૫૦૩
સ્થિતિમાં સ્થાપે છે. આ કાપવાપણું, આપવાપણું અને સ્થાપવાપણું આંશિક સામ્ય રૂપે હાઈને જ, આ શ્રી ભગવતીજી સૂત્રને જયકુંજરની ઉપમાથી વર્ણવાએલ છે. આત્મવિજયને માટે, આ સૂત્ર એ લેકેત્તર જયકુંજર જ છે. ઉત્સર્ગ અને અપવાદ રૂપ ઘણાયુગલને ઘેષઃ
ટીકાકાર મહર્ષિએ જયકુંજરની સાથે સરખામણી કરતાં, આ શ્રી ભગવતીજી સૂત્રને આપેલાં વીસ વિશેષણે પિકીનાં અઢાર વિશેષણેને તે આપણે જોઈ આવ્યા. હવે એગણસમું વિશેષણ. ઓગણીસમા વિશેષણ તરીકે, ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે"उत्सर्गापवादवादसमुच्छलदतुच्छघण्टायुगलघोषस्य । "
એટલે કે-જયકુંજર હાથી જેમ સમ્યપણે ઉછળતા અને અતુચ્છ એવા ઘટાયુગલના ઘેષથી યુક્ત હોય છે, તેમ આ શ્રી ભગવતીજી સૂત્ર પણ ઉત્સર્ગમાર્ગ અને અપવાદમાર્ગ રૂપ અતુચ્છ ઘટાયુગલના ઘોષથી યુક્ત છે. હાથીને શણગારીને જ્યારે બહાર કાઢવામાં આવે છે, ત્યારે તેના મધ્ય ભાગની બન્ને બાજુએ એક એક ઘટ બાંધવામાં આવે છે. હાથીના ચાલવાથી એ બને ઘટ્ટ હાલે છે–ઉછાળા મારે છે અને એમ ઉછાળા મારવાથી–હાલવાથી વાગે છે, એટલે તેમાંથી ઘોષ પેદા થાય છે. એ મુજબ, શ્રી ભગવતીજી સૂત્રની પ્રરૂપણામાંથી ઉત્સર્ગમાર્ગને રણકે પણ નીકળ્યા કરે છે અને અપવાદમાર્ગને રણકે પણ નીકળ્યા કરે છે. ઉત્સર્ગ અને અપવાદ–એ બન્ને ય પ્રકારના વાદેનું, માર્ગોનું, એના સ્વરૂપનું આ શ્રી ભગવતીજી સૂત્રમાં એક સરખી રીતિએ
Page #538
--------------------------------------------------------------------------
________________
૫૦૪,
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
પ્રતિપાદન કરવામાં આવેલું છે, એ આ વિશેષણને પરમાર્થ છે. ઉત્સર્ગનું ને અપવાદનું સ્થાન નક્કી કરવામાં કુશલતા જોઈએ:
ઉત્સર્ગમાર્ગ અને અપવાદમાર્ગ,એ બને માર્ગો દેખીતી રીતિએ એક-બીજાથી વિરોધી માર્ગો હોય છે, પરંતુ શ્રી જૈન શાસનની આ પણ એક ખૂબી છે કે-એ બને ય માર્ગોને યથાસ્થાને યેજીને, સમાન ફલને પેદા કરવાની શક્તિવાળા બનાવી દીધેલા છે. ઉત્સર્ગ એ પણ એક મેક્ષમાર્ગ છે અને અપવાદ એ પણ એક મેક્ષમાર્ગ છે”—આવું સમજીને, “જેને જે માર્ગે ચાલવું ફાવે તેણે તે માર્ગે ચાલવું અને એ બેમાંથી ગમે તે માર્ગે ચાલવામાં આવે તો પણ મેક્ષ મળે –આવું સમજવાનું નથી. “ઉત્સર્ગ એ મુખ્ય માર્ગ છે અને અપવાદ એ ગૌણ માર્ગ છે –એમ પણ સમજવાનું નથી. “ઉત્સર્ગમાર્ગમાં ઘણું તાકાત છે અને અપવાદમાર્ગમાં તેટલી તાકાત નથી.”—એવું પણ માની લેવાનું નથી. ઉત્સર્ગ જેમ પિતાના સ્થાને બલવાન છે, તેમ અપવાદ પણ પિતાના સ્થાને બલવાન છે. યથાસ્થાને ઉત્સર્ગ જેમ ધ્યેયસાધક છે, તેમ અપવાદ પણ જે યથાસ્થાને હોય તો યેયસાધક જ છે. પરંતુ કયે સ્થાને ઉત્સર્ગની પ્રધાનતા છે અને કયે સ્થાને અપવાદની પ્રધાનતા છે એને નિર્ણય કરવામાં ઘણું જ કુશળતા જોઈએ. ઉત્સર્ગના સ્થાને અપવાદના સેવનમાં આરાધના નહિ પણ વિરાધના અને અપવાદના સ્થાને ઉત્સર્ગના સેવનમાં આરાધના નહિ પણ વિરાધના. એટલે ઉત્સર્ગનું સ્થાન કર્યું અને અપવાદનું સ્થાન કયું—એને નિર્ણય કરવામાં ભારે કુશળતા જોઈએ; માર્ગનું સુન્દર જ્ઞાન જોઈએ, તેમ સૂક્ષ્મ બુદ્ધિ પણ જોઈએ.
Page #539
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
વ્યાખ્યાતા ઉત્સગ-અપવાદના જ્ઞાતા બ્રેઈએ :
એટલા માટે તા, ઉત્સર્ગમાર્ગના અને અપવાદમાર્ગના જ્ઞાતા નહિ બનેલા સાધુઓને માટે પણ વ્યાખ્યાન કરવાના નિષેધ કરવામાં આવ્યેા છે. બન્ને માર્ગોનું જ્ઞાન ન હોય, તે ઉત્સર્ગમાર્ગનું એવું મંડન કરે, કે જેથી શ્રોતાઓને અપવાદમાર્ગ એ જાણે પાપમાર્ગ જ છે એવા ભાસ ઉત્પન્ન થવા પામે અથવા તેા અપવાદમાર્ગનું એવું મંડન કરે, કે જેથી શ્રોતાઓને ઉત્સર્ગમાર્ગ પ્રત્યે જે દૃઢ પ્રીતિ ઉત્પન્ન થવા પામવી જોઇએ, તે દૃઢ પ્રીતિ ઉત્પન્ન થવા પામે નહિ અને તેમનું મન અપવાદને સેવવા તરફ લલચાયા કરે. વ્યાખ્યાતા જો અને પ્રકારના માર્ગોના યથાર્થ જ્ઞાતા હોય, તે તેનાથી એવા અનર્થ ઉત્પન્ન થવા પામે નહિ.
ઉત્સર્ગમાગ ને અપવાદમાર્ગ કોને કોને કહેવાય ?
૫૦૫
ઉત્સર્ગમાર્ગ કાને કહેવાય ? રત્નત્રયીની આરાધનાના સર્વસામાન્ય જે વિધિમાર્ગ, તેને ઉત્સર્ગમાર્ગ કહેવાય છે, ત્યારે અપવાદમાર્ગે કાને કહેવાય છે ? રત્નત્રયીની આરાધનાના સર્વેસામાન્ય વિધિમાર્ગે રૂપ ઉત્સર્ગમાર્ગે ચાલી રહેલા આત્માઓને ખાસ સંચાગા ઉપસ્થિત થતાં, તેઓ પોતાની પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થવા પામે નહિ, માર્ગથી વ્યુત થવા પામે નહિ, એવા પ્રકારે સર્વસામાન્ય વિધિમાર્ગથી અન્યથા અથવા તા તેનાથી તદ્દન ઊલટા પ્રકારની પણ ક્રિયા કરાવીને, તેમને સર્વસામાન્ય વિધિમાર્ગના આરાધક બનાવી રાખવાના જે માર્ગ, તેને અપવાદમાર્ગે કહેવાય છે. આ બન્ને ય માર્ગોમાં લક્ષ્ય મેાક્ષની સાધના તરફ જ રાખવાનું છે. ઉત્સર્ગમાર્ગના આચરણ દ્વારા
Page #540
--------------------------------------------------------------------------
________________
૫૦૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને જે લક્ષ્યને સિદ્ધ કરવાની વાત છે, તે જ લક્ષ્યને સિદ્ધ કરવાની વાત અપવાદમાર્ગના આચરણમાં પણ રહેલી જ છે. એટલે ફરક હૈયામાં કે આશયમાં પડતો નથી, પણ ફરક માત્ર બાહા કિયામાં જ પડે છે. જ્યારે એ જ કઈ અવસર આવી લાગે, ત્યારે સાધ્યની સાધનાને અંગે જ, સર્વસામાન્ય વિધિમાર્ગથી અન્યથા પ્રકારનું અગર તે તદ્દન ઊલટા પ્રકારનું પણ આચરણ કરવું પડે, તો પણ એ આચરણ જે જ્ઞાનીઓએ બતાવેલા અપવાદમાર્ગને અનુરૂપ હોય, તો તેવું બાહ્ય દષ્ટિએ વિધી એવું પણ આચરણ કરવામાં વિરાધના નથી, પરંતુ આરાધના છે. આથી તમે સમજી શક્યા હશે કે–અપવાદમાર્ગ એ ખાસ સંગોમાં જ અમલમાં મૂકવાને માર્ગ છે,
જ્યારે ઉત્સર્ગમાર્ગ એ નિત્ય અમલમાં મૂકવાને માર્ગ છે. અપવાદમાગને આશ્રયીને કરાતા વર્તનને વ્યક્તિની, સંગોની મર્યાદા છે, માટે એની પ્રરૂપણું સર્વસામાન્ય માર્ગ તરીકે થઈ શકે નહિ અને ઉત્સર્ગમાર્ગની પ્રરૂપણા સર્વસામાન્ય માર્ગ તરીકે થઈ શકે. સર્વસામાન્ય માર્ગ તરીકે તે, ઉત્સર્ગમાર્ગની જ પ્રરૂપણ કરવી જોઈએ. અપવાદમાગ ઉત્સર્ગમાર્ગને જ આભારી છે?
અપવાદમાર્ગની ઉત્પત્તિ જ ઉત્સર્ગમાર્ગને આભારી છે. ઉત્સર્ગમાર્ગ ન હોય, તો અપવાદમાર્ગને દર્શાવવાની જરૂર પડે નહિ. અથવા તે કહેવું જોઈએ કે-સર્વ જી સર્વ કાળે સરખા પ્રકારે આરાધના કરી શકે નહિ. રત્નત્રયીની આરાધના કરનારા જીવ પણ કર્મસહિત તો ખરા ને? ત્યારે રત્નત્રયીની આરાધના કરતાં કેઈકને વિચિત્ર પ્રકારને કર્મોદય થાય, એમ
Page #541
--------------------------------------------------------------------------
________________
ખીજો ભાગ–શાસ્રપ્રસ્તાવના
૧૦૭
પશુ અને ને ? કોઈની શક્તિ ક્ષીણ થઈ જાય, એમ પણ અને ને ? કાઈને માંદગી આવે, એમ પણ બને ને ? અથવા કોઈ અસાધારણ સંચાગેામાં મૂકાઈ જાય, એમ પણ મને ને? એ બધા વખતે અથવા તે એવા બીજા પણ શકય પ્રસંગેા પ્રાપ્ત થતાં, ચાલુ વિધિમાર્ગ મુજબ રત્નત્રયીની આરાધનાને ચાલુ રાખી શકાય તેવું ન હોય, તેા શું કરવું ? આરાધના રત્નત્રયીની જ કરવાની ભાવના છે, પણ ઉત્સર્ગમાર્ગે આરાધના ચાલુ રાખી શકાય તેવી સ્થિતિ નથી, તે કરવું શું ? એવા વખતે કેવી કેવી રીતિએ વર્તીને રત્નત્રયીની આરાધનામાં ટકી રહેવું, એને અંગે જે ઉપાયા બતાવવામાં આવ્યા છે, તે અપવાદમાગ છે. જે ઉત્સર્ગમાર્ગમાં આભ્યા નથી, તેને તે અપવાદમાર્ગને ખપ જ કયાં પડવાના છે ? એટલે ‘ અપવાદમાગ એ પણ એક પ્રકારના મેાક્ષમા જ છે, માટે આપણે તા એ માર્ગે ચાલીને કલ્યાણ સાધીશું’–આવું જેઓ માને કે ખાલે, તેઓ તા માર્ગના રહસ્યને પામેલા જ નથી. મેાક્ષના અર્થી જીવેાની નજર તેા, ઉત્સર્ગમાર્ગ તરફ જ હાવી જોઈએ. અપવાદમાર્ગ તા, કારણ વિશેષે કાઈ વ્યક્તિ વિશેષને માટે છે. કેટલાક અપવાદો એવાય છે કે—ઘણાને રાજ વારંવાર સેવવા પડે, પરન્તુ એવાઓએ પણ પેાતાની નજર તેા ઉત્સર્ગસેવન માર્ગના તરફ જ રાખવી જોઈ એ.
ઉત્સર્ગમાર્ગની જેમ અપવાદમાર્ગને અનુસરવામાં પણ આરાધના કેમ, તેને જણાવતું ઉદાહરણ :
પ્રશ્ન- અપવાદમામાં ઉત્સર્ગ માથી તદ્દન ઊલટા પ્રકારનું આચરણ પણ હોઈ શકે અને તેમ છતાં પણ તેમાં
Page #542
--------------------------------------------------------------------------
________________
૫૦૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો વિરાધના ન ગણાય પણ આરાધના ગણાય, એમ આપે કહ્યું તે સમજાયું નહિ. એનું વિશેષ સ્પષ્ટીકરણ થાય તો સારું.
એ માટે એક ઉદાહરણ જ જોઈએ. કેઈ એક રાજા ગાઢ મિથ્યાદષ્ટિ હત; અને જે મિથ્યાત્વમાં તે દઢ હતું, તેવી જ તેની રાણ સમ્યકત્વમાં દઢ હતી. રાજા અને રાણી વચ્ચે એ બાબતમાં કેટલીક વાર વાતો થતી, પણ રાજા રાણીને તેણીની માન્યતાથી ચળાવી શકતો નહિ, તેમ રાણી રાજાને પણ તેની માન્યતાથી ચળાવી શકતી નહિ. બન્ને પતિપિતાને માન્ય ધર્મને અનુસરનારાં ત્યાગીઓની પ્રશંસા કર્યા કરતાં.
એમાં, એક વાર કેઈ સંન્યાસિની એ નગરમાં આવી. બાલબ્રહ્મચારિણી, બુદ્ધિશાલિની અને બેધ દેવામાં કુશળ એવી તે સંન્યાસિનીએ નગરમાં આવીને ભારે આકર્ષણ જમાવ્યું. રાજા અને સઘળે ય નગરલોક એના તરફ વળી ગયે. જૈન સાધુ-સાધ્વી એ નગરમાં આવે, તો તેમને આહાર-પાણી મળવાં પણ મુશ્કેલ પડી જાય, એવી સ્થિતિ પેદા થઈ જવા પામી. રાણીના હૈયાની વેદનાને પાર રહ્યો નહિ.
અધુરામાં પૂરું રાજા રાણીની પાસે વારંવાર એ જ સંન્યાસિનીની વાત કરતો એટલું જ નહિ, પણ એ જૈન સાધુસાધ્વીની ભેગાભેગી નિન્દા પણ કરતો. રાણીને માટે આ ઘણું જ અસહ્ય હતું, પણ તેણીને ઉપાય નહોતો. એથી તે ખમી ખાતી. એ માત્ર એટલું જ કહેતી કે-“અવસરે આપને બતાવીશ.”
રાણી તે રેજ એ જ વિચાર કર્યા કરતી હતી કે-“હવે કરવું શું?” એક બહુ સામર્થ્યસમ્પન્ન મુનિને વેગ થતાં, તેણીએ એ જ વાત કહી કે કોઈ પણ ઉપાયે આ સંન્યાસિનીની અસરમાંથી આ નગરના લોકોને છોડાવો. અત્યારે
Page #543
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૫૦૯
તો, સંન્યાસિનીની ભારે અપકીર્તિ થયા વિના, નગરજને તેણીની અસરથી મુક્ત બને અને જૈન સાધુ-સાધ્વીની ભક્તિ કરે, એ શક્ય જ નથી.”
એ પછી, એવું બન્યું કે–સંન્યાસિની સગર્ભા બની. લોકેના જાણવામાં એ વાત આવી અને એથી લેકવર્ગ એ સંન્યાસિનીથી ખૂબ જ નારાજ થઈ ગયો. તેણીને દંભ અને પાખંડથી ભરેલી માનીને, લોકેએ તેણીને એ નગરમાં રહેવા પણ દીધી નહિ.
રાજાને એ પ્રસંગથી અત્યન્ત ખેદ ઉપન્યો. એને મિથ્યા ધર્મ ઉપર ખેદ ઉપ નહિ, પણ એને ધર્મ વગેવાયો એથી એને ખેદ ઉપજે. હવે તે દુઃખમાં જ દિવસેને પસાર કરવા લાગ્યો.
રાણુને પણ એ વાતની ખબર હતી. તેને લાગ્યું કેજૈન સાધુ-સાધ્વીની નિન્દા સાંભળતાં મને કેવી વેદના થતી હતી, તેને રાજાને ખ્યાલ આપવાની આ સુંદર તક છે. વળી, રાજાને જે આ નિમિત્તે પણ મિથ્યા ધર્મ ઉપર રાગ જાય અને સમ્યગ્ધર્મ ઉપર જે રાજાના હૈયામાં રાગ પેિદા થાય તો સારું, એવું પણ રાણીના હૈયામાં હતું. આથી, તેણીએ અવસરે સંન્યાસિનીની વાત કાઢી અને રાજાને કહ્યું કે–જોયું ને? આપ જેનાં બહુ બહુ વખાણ કરતા હતા, તે સંન્યાસિની કેવી નીકળી? કુવામાં હોય તે હવાડામાં આવે. ધર્મ સારે હોય તે એને આચરનાર સારે હોય અને ધર્મ ખરાબ હોય તે એને આચરનાર ખરાબ હોય, એમાં નવાઈ પામવા જેવું કાંઈ છે જ નહિ.”
રાણીનાં આ વચનેએ, રાજાના હૈયાને ભેદવામાં તાતાં
Page #544
--------------------------------------------------------------------------
________________
૫૧૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને તીરનું કામ કર્યું, પણ તે ઊલટા પ્રકારે. સંન્યાસિની વ્યભિચારિણી પૂરવાર થઈ હતી, તેથી એ વિષે તો કાંઈ બેલાય તેમ નહોતું, પણ રાજાએ કહ્યું કે “જન સાધુ કેવા ભંડા હેય છે, તે હું તને દેખાડી આપીશ.” એ જ વખતે રાજાએ મનમાં ગાંઠ વાળી કે-“જે તક મળે તો જૈન સાધુની બદમાશ તરીકેની ખ્યાતિ થાય એવું કાવતરું રચવું.”
રાજાએ પોતાના એક અતિ વિશ્વાસપાત્ર માણસને કહી રાખ્યું કે-કઈ જૈન સાધુ આપણા નગરમાં આવે, તો તેની તપાસ રાખજે અને મને ખબર આપજે.”
કેટલાક દિવસો બાદ, કેઈ એક ગીતાર્થ સાધુ વિહાર કરતા કરતા એ નગરે આવ્યા. તે સાધુ એકલા જ હતા. જે ગીતાર્થ હોય, તે એકલા પણ વિચરી શકે. એકલાને મુશ્કેલી તો ખરી જ.
પેલા માણસને જેન સાધુ આવ્યાની ખબર પડી, એટલે રાજાને તેણે ખબર આપી. હવે રાજાએ પયંત્ર ગોઠવ્યું.
રાજાએ તેને કહ્યું કે-“નગર બહાર જે કામદેવનું મન્દિર છે, તેમાં પલંગ, ગાદી, દારૂ, આરીસો, દી અને સૌન્દર્યનાં અમુક અમુક સાધને મૂકાવી દે. આપણા નગરની વેશ્યાને કહી દે કે-આજની રાત તેણીએ કામદેવના મન્દિરમાં રહેવાનું છે અને એની બધી કળા અજમાવવાની છે. આટલી વ્યવસ્થા, કરીને તારે જૈન સાધુની પાસે જવું. એ સાધુને ગમે તેમ સમજાવીને અગર ગમે તેવું નિમિત્ત શોધી કાઢીને પણ, સંધ્યાકાળે એ કામદેવના મન્દિરમાં લઈ જવા અને જેવા તે અંદર પેસે કે તરત જ મન્દિરનું બારણું બંધ કરી દેવું અને બહાર તાળું મારી દેવું. તાળું માર્યા પછી, મારી પાસે
Page #545
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ—શાસ્રપ્રસ્તાવના
૫૧૧.
આવીને મને ખબર આપવી અને મારા હુકમ સિવાય કોઈ પશુ સંયેાગેામાં તારે એ તાળાને ખેાલવું નહિ. તારે આ બધી વ્યવસ્થા એવી ગુપ્ત રીતિએ કરવી, કે જેથી કાઇને પશુ આ વાતની જાણ થવા તે પામે જ નહિ, પણ ગંધેય આવે નહિ.
"
રાજા આ પ્રકારે પેાતાના દુઃખના નિવારણના અને પોતાના કાપને સફલ કરવાના ઉપાય ચેાજી રહ્યો છે. તમારે આ મામતને ગંભીરતાથી વિચારવાની જરૂર છે. ‘ રાજા ખરાબ, કરી રહ્યો છે’–એવું તા તમે ઘણી જ સહેલાઈથી માની લેશે અને ખાલી નાખશેા, પરન્તુ તમે તમારા સંચાગામાં આવા પ્રકારનું કાઈ કૃત્ય, નિર્દોષને ઢોષિત ઠરાવવાનું દુષ્કૃત્ય કરો. છે કે નહિ અથવા એવું તમે કરે એવા છે કે નહિ–એના વિચાર તમારે કરવાના છે.
રાજાની આજ્ઞા મુજબ જ એના વિશ્વાસુ માણસે સઘળી . વ્યવસ્થા કરી. રાજાના અંગત ગુપ્તચર માટે ભાગે ઘણા કુશળ હોય છે.
કામદેવના મન્દિરને તાળું મારીને તે રાજાની પાસે પહેાંચ્યા અને કહ્યું કે—આપની સઘળી ય આજ્ઞાના સર્વ પ્રકારે અમલ કરી દીધા છે. એ સાંભળતાં, રાજાના આનન્દના અધિ રહ્યો નહિ. રાજાએ રાણીને કહ્યું કે- તારા એક જૈન સાધુ. નગર મહાર કામદેવના મંદિરમાં રાત રહ્યો છે. સવારે આપણે ત્યાં જવાનું છે. ’
.
રાણી સમજી ગઈ કે દાળમાં કાંઈક કાળું છે. ' પણ તેણીના હૈયામાં જૈન સાધુ વિષે ભારોભાર વિશ્વાસ હતેા, એટલે મુંઝાઈ નહિ. નહિ મુંઝવા છતાં પણુ, એને આખી.
Page #546
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો
૫૧૨
રાત ચેન પડયું નિહ.
રાજાએ પેાતાના મંત્રીઓને, સામતાને અને નગરજનાને પણ કહેવડાવી દીધું કે‘ સવારે રાજા નગરની બહારના કામદેવના મન્દિરમાં રાત રહેલા જૈન સાધુને જોવાને માટે જવાના છે, માટે સર્વેએ ત્યાં સાથે આવવું.
"
આટલી વ્યવસ્થા કરીને, રાજાએ એ જ રાણીની સાથે ાખી રાત્રિ સુખચેનમાં પસાર કરી. રાણી જેવી ધર્મશીલ હતી,તેવી જ પતિભક્તા પણ હતી. ધર્મની વાત સિવાય, પતિને કોઈ પ્રકારે પ્રતિકૂળ થાય—એવું વર્તન એ કદી પણ કરતી નહિ. રાજાની ધાર્મિક સિવાયની એકે એક ઇચ્છાઓને તે અનુસરતી હતી. રાજાના કહ્યા વિના પણ, રાજાના ઈંગિતાકાર માત્રથી તે રાજાના અભિપ્રાયને સમજી જતી અને તેને જ અનુસારે વર્તન કરતી. એના હૈયામાં પણ રાજા પ્રત્યે દુર્ભાવ નહેાતા, પરન્તુ રાજાને મિથ્યા ધર્મની જાળમાંથી છેડાવીને, તેને સભ્યશ્વર્સમાં સ્થાપિત કરવાના ભાવ હતા. રાણી આવી રીતિએ એક પરમ પતિભક્તાને શેાલે એવા વિનયાચારથી વર્તતી હતી, માટે જ રાજાની પાસે ધર્મની બાબતમાં જરા ય નમતું નહ મૂકવા છતાં પણુ, રાણી પેાતાના સ્થાનનું માન જાળવી શકી હતી તેમ જ રાજાના હૈયામાં પણ તે પાતાનું સ્થાન સારી રીતિએ જમાવી શકી હતી. એ રાણીને જેમ ધર્મને વળગી રહેતાં આવડતું હતું, તેમ સુશીલ પત્ની તરીકે કેમ વર્તવું જોઇએ એ પણ આવડતું હતું. સદ્ધર્મના નામે પણ જો ખાઈ પત્નીધર્મને ચૂકે, તા એમાં એ ધર્મની પ્રભાવના કરનારી બનવાને બદલે, ધર્મની વિરાધના કરનારી અને છે. ધર્મશીલ ખાઈ તા, પોતાનાં સર્વ સ્વજના ઉપર એવી છાપ પાડનારી
Page #547
--------------------------------------------------------------------------
________________
બીજો ભાંગશાસ્ત્રપ્રસ્તાવના
૫૧૩
હોવી જોઇએ કે જેમને એના ધર્મ ન ગમતા હોય, તેમને પણ એ તે ગમતી જ હોય. એના ધર્મની અવગણના કરનાર સ્વજને પણ, એને માટે તે એમ જ કહે કે— વહુ તે વહુ જ કે છે.’ દરેક સ્ત્રીએ પેાતાના પત્નીધર્મને આ રીતિએ અદા કરવાના પ્રયત્ન કરવા જોઇએ. પત્ની અનવું નહિ ને સંસારને તજી દેવા, એ સારૂં છે; પણ પત્ની બનવું જ પડે તેા પત્ની મની જાણવું જોઇએ. પત્નીને પત્ની બનતાં આવડે, એમાં એના ધર્મની પ્રશંસા થાય અને પત્નીને પત્ની બનતાં આવડે નહિ, એમાં એના ધર્મની નિન્દા થાય. પરન્તુ ખરી વાત એ છે કે-જે ખાઇએના હૈયે સમજપૂર્વકની ધર્મશીલતા હોય છે, તે વિવેકિની જ હોય છે અને જેવિવેકી હેાય, તે અનુચિત વર્તનથી આઘા રહેવાની કાળજી રાખ્યા વિના રહે નહિ. વિવેકી જ તે કહેવાય, કે જે ઔચિત્યના આદરવાળા પણ અવશ્ય હેાય. આ રાણી તા પરમ વિવેકવતી હતી, એટલે ધર્મ સિવાયની બાબતમાં તે પેાતાના પતિ રાજાને સર્વથા અનુકૂળપણે વર્તતી. આથી જ, રાણીના હૈયામાં ખીલ્કુલ ચેન નહિ હાવા છતાં પણ, રાજા એ રાત્રિ એ રાણીની સાથે સુખચેનમાં પસાર કરી શકયો. રાણી એટલી ગંભીર હતી કે રાજાને ખબર પણ પડી નહિ કે-રાણીનું મન બેચેન છે.
અહીં રાજા–રાણીની રાત્રિ આ રીતિએ પસાર થઈ, ત્યારે કામદેવના મન્દિરમાં રાત્રિ કેવા પ્રકારે પસાર થઈ, તે આપણે જોઇએ. આ ઉદાહરણ જે હેતુથી લેવામાં આવ્યું છે, તે હેતુ ત્યાં રહેલા છે.
રાજાના માણસ, પેલા ગીતાર્થ સાધુ મહાત્માને કામદેવના મન્દિરમાં લઈ જઈને, એકદમ મન્દિરનું દ્વાર બંધ કરી
Page #548
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાતા
૫૧૪
દઇને ચાલ્યા ગયા.
'
આ શું બન્યું ? ’–એવા વિચારમાં જ્યાં સાધુ મહાત્મા પાછળ જૂએ છે, ત્યાં તે વેશ્યા તેમની સામે આવીને ઉભી રહી. વેશ્યા એક તા રૂપવતી હતી અને તેમાં સાળે શણુગારને સજીને કામદેવના સામ્રાજ્યના સામર્થ્યને સ્થાપિત કરવાના કેાડવાળી બનેલી હતી. વેશ્યાએ તા એનાં નખરાં આદર્યાં.
સાધુ મહાત્માએ ચામેર ષ્ટિ ફેરવી લીધી. પોતાના સંયેાગોને પિછાની લીધા. ષડ્થત્રના ભેદને એ પામી ગયા. આવા વખતે કેમ વર્તવું, એનેા એમણે તત્કાળ નિર્ણય કરી લીધા. પછી વેશ્યા ઉપર એમણે એવી વેધક દૃષ્ટિ નાખી, કે જે દૃષ્ટિને વેશ્યા ખમી શકી નહિ. એ એકદમ પાછી હઠી ગઈ. એને થયું કે—આ સાધુ હમણાં જ મને પોતાની દૃષ્ટિથી આળીને ભસ્મિભૂત કરી દેશે.
સાધુ મહાત્માએ પાતાની તીક્ષ્ણ દૃષ્ટિને કાયમ રાખીને વેશ્યાને કહ્યું કે– તારે જે કરવું હોય તે કરજે, પણ મારાથી ત્રણ હાથ આવી રહીને કરજે. જો તું મારી પાસે ત્રણ હાથથી વધુ નજદિક આવી, તા તને જ ભારે પડી જશે.
વેશ્યા તા ડઘાઈ જ ગઈ હતી. એના બધા મનેરથા કકડભૂસ થઈ ગયા હતા. રાજાની આજ્ઞા હતી એટલે તેણીને રાત ત્યાં રહ્યા સિવાય ઉપાય નહાતા તેમ ભાગી છૂટવાને પણ કાઈ માર્ગ નહાતા; બાકી તા, એ વેશ્યા ત્યાં એક ક્ષણને માટે ય ઉભી રહે નહિ, એવી તે ગભરાઈ ગઈ હતી. આથી તે એક ખૂણામાં લપાઈ ગઈ.
વિચાર કરો કે—એ સાધુ મહાત્માએ વેશ્યાને કેવી દૃષ્ટિથી જોઈ હશે ? અવસરે બ્રહ્મચર્યનું રક્ષણ આમ થાય.
Page #549
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ-શાસ્ત્રપ્રસ્તાવના
૫૧૫ સાધુ મહાત્માને પોતાની આંખ ઉપર કેટલો ગજબને કાબૂ? એ કાબૂ એમ ને એમ આવ્યું હશે? વિષય પ્રત્યે એમણે કેટલો વેષ કેળવ્યું હશે? બહાર એ પિતાની આંખને કેટલી બધી કાબૂમાં રાખીને ફરતા હશે? મન ઉપર કાબૂ બન્યો રહે, એ માટે આંખ ઉપર કાબૂ જરૂરી છે. જેની આંખ કાબૂ બહાર જાય, તેના મનને બગડતાં વાર લાગે નહિ.
વેશ્યા તો એક ખૂણામાં લપાઈ ગઈ. પછી સાધુ મહાભાએ ત્યાં જે દીપક હતું, તેને ઉપયોગ કર્યો. આ અપવાદમાર્ગનું આલંબન છે. અગ્નિના સ્પર્શ માત્રને પણ મનથી, વચનથી અને કાયાથી, કરવા રૂપે પણ ત્યાગ કરી ચૂકેલા, કરાવવા રૂપે પણ ત્યાગ કરી ચૂકેલા અને કરનાર-કરાવનારને સારા માનવા રૂપે પણ ત્યાગ કરી ચૂકેલા–અગ્નિના સ્પર્શના પણ ત્યાગની આવી ભીષણ પ્રતિજ્ઞાવાળા એ સાધુ મહાત્માએ દીપકને અડીને, પોતે ધારણ કરેલાં વસ્ત્રને એક પછી એક એમ સળગાવવા માંડ્યાં.
અગ્નિને સ્પર્ધો અને સળગાવે છે શા ને ? સંયમનાં ઉપકરણોને ! સાધુથી અગ્નિને સ્પર્શાય ? સામાન્ય રીતિએ એમ જ કહેવાય કે-“સાધુથી અગ્નિને સ્પર્શાય જ નહિ.” અને એ સાધુ મહાત્મા અગ્નિને સ્પર્શીને પણ સળગાવી મૂકે છે શાને? સંયમનાં ઉપકરણોને ! સંયમનાં ઉપકરણોનાં સન્માન કરાય કે સંયમનાં ઉપકરણને સળગાવી મૂકાય? સંચમીની વાત તો દૂર રહી, પણ જે સંયમી નથી, તેણે ય સંયમનાં ઉપકરણનું સન્માન જ કરવું જોઈએ. સામાન્ય સંગોમાં સંયમનાં ઉપકરણનું અબહુમાન પણ હાનિ કરે છે, તો સંયમનાં ઉપકરણને સળગાવી મૂકવાની વાતમાં તો કહેવાનું જ શું
Page #550
--------------------------------------------------------------------------
________________
૫૧૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને હોઈ શકે ?
તમને અપવાદમાગને ખ્યાલ આપવાને માટે આ વાત થાય છે. અપવાદમાગે ચાલવા છતાં, ઉસૂત્રમાર્ગથી તદ્દન ઊલટા પ્રકારની ક્રિયા કરવા છતાં પણ, આરાધના જ થાય અને વિરાધના ન થાય, એ કથનને સમજાવવાને માટે આ વાત છે. અપવાદને અસ્થાને અગર તો ખોટી રીતિએ સેવે, તેની આ વાત નથી. અપવાદના સ્થાને જ અપવાદને સુગ્ય રીતિએ સેવે, તેની આ વાત છે.
પેલા સાધુ મહાત્માએ તો એક માત્ર લંગોટી લગાવી દીધી અને બાવાઓના દંડ જેવો દંડ બનાવી લીધું. એ સિવાયનાં સઘળાં ય સંયમનાં ઉપકરણોને સળગાવી મૂક્યાં.
એને સળગાવી મૂકીને, એની જે રાખ પડી, તે રાખને પાછી પિતાના આખા ય શરીરે ચોળ્યા કરી.
આવા પ્રસંગને વર્ણવવાનું કે વાંચવાનું જો ઉત્સર્ગમાર્ગની સાથે અપવાદમાગને નહિ જાણનારાના હાથમાં આવી જાય, તો એ કરે શું? મહા આરાધક એવા એ સાધુ મહાત્માને, એ તે મહા વિરાધક જ માને અને કહે ને ? કેવળ વ્યવહાર નયને વળગનારા અને નિશ્ચય નયને નહિ જાણનારા, નહિ માનનારા કિયાજડે આવા પ્રસંગે થાપ જ ખાઈ જાય. એટલે વ્યાખ્યાનને અધિકાર ઉત્સર્ગમાર્ગ તથા અપવાદમાર્ગ–ઉભય માર્ગોના જાણકાર ગીતાર્થોને અપાયો છે, તે યોગ્ય છે ને ?
વ્યવહારમાં તો તમને આવી વાતો ઝટ સમજાય છે. તમને શકટાલ મંત્રીના પ્રસંગની તો ખબર હશે. શ્રીયક, એ શકટાલ મંત્રીને પિતૃભક્ત પુત્ર હતો અને એ જ શ્રીયકે ભરસભામાં, રાજાની હાજરીમાં, એના પિતાનું માથું ધડથી જુદું
Page #551
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૫૧૭
કરી નાખ્યું હતું. કેમ ? પિતાની એવી જ આજ્ઞા હતી. એમાં જ, પિતાની આબરૂનું રક્ષણ હતું. એમાં જ, કુટુંબની સલામતી હતી. શ્રીયક જે એમ કરે નહિ, તે આખા કુટુંબને માથે સર્વનાશ ઉતરે તેવું હતું અને એના પિતાની ભારે બદબાઈ થાય તેવું હતું. વાત છેટી હતી, રાજાની ગેરસમજ જ હતી, પણ પરિણામ તો એવું જ આવે એમ હતું, માટે પિતાએ ઘણું સમજાવીને શ્રીયકને આજ્ઞા કરી હતી અને શ્રીયકે ભરસભામાં તેના પિતાના ઘડને ને માથાને પિતાની તલવારના ઝાટકાથી જૂદાં કરી નાખ્યાં હતાં. આવું ઘેર કર્મ કરનારને પિતૃભક્ત કહેવાય ? તમે “હા” જ કહેવાના.
આવી જ રીતિએ, યથાયેગ્ય સ્થાને અને યથાયોગ્ય રીતિએ અપવાદમાગનું આલમ્બન ગ્રહણ કરનારને પણ આરાધક જ કહેવાય. એવા પ્રસંગોમાં માત્ર બાહા કિયાને ન જેવાય, પરંતુ બાહ્ય ક્રિયાના વિપરીતપણાની ઉપેક્ષા કરીને, આન્તરિક પરિણામે તરફ લક્ષ્ય અપાય. આપણે ત્યાં જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવને જોવાનું વિધાન છે, તેને આવી રીતિએ અનુસરવાનું છે. મોક્ષમાર્ગની આરાધનાને અને પ્રભાવનાને બાધ ન પહોંચે, વિપરીત સંગેની વચ્ચે પણ મોક્ષમાર્ગની આરાધનાને અને પ્રભાવનાને ચાલુ રાખી શકાય, એ માટે જ, અપવાદમાર્ગનું પણ ઉત્સર્ગમાર્ગની જેમ વિધાન કરવામાં આવ્યું છે.
પેલા સાધુ મહાત્મા ય આખી રાત જાગતા રહ્યા અને વેશ્યા પણ આખી રાત જાગતી રહી. સાધુ મહાત્માએ વેશ્યાની સામે ફરીથી જોયું પણ નહિ અને વેશ્યા તે મુખ્યત્વે સાધુ મહાત્માને જ જોતી રહી, કારણ કે-સાધુ મહાત્માના હૈયામાં કશે જ ડર હતું નહિ, પણ વેશ્યાના હૈયામાં ડર જરૂર હતે.
૩૩.
Page #552
--------------------------------------------------------------------------
________________
૫૧૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો એમ રાત્રિ પસાર થઈ ગઈ અને સવાર થઈ રાજા રાણીને લઈને પ્રધાને, સામંતો અને નગરજનોની સાથે કામદેવના મંદિરની પાસે આવ્યા. સૌને તેણે કહ્યું કે-“જૈન સાધુ કેવા બદમાશ હોય છે, તે જુઓ.”
આમ કહીને, તેણે કામદેવના મંદિરનું દ્વાર ખોલાવ્યું. જેવું દ્વાર ખૂલ્યું કે તરત જ “અહીલેક” કરતો બા બહાર આવ્યો. સૌએ જોયું કે-આ જૈન સાધુ નથી, પણ બાવે છે.
રાજ તો દિમૂઢ બની ગયું. એણે અંદર તપાસ કરાવી તે વેશ્યા સિવાય કેઈ ત્યાં હતું નહિ. રાણીએ કહ્યું કે“મહારાજ ! આપ કહેતા હતા ને કે જૈન સાધુ છે? જૈન સાધુ, તમે ધારે છે એવા હોય જ નહિ.”
રાજા કાંઈ છે નહિ. રાજભવને આવીને રાજાએ પિલા ગુપ્તચરને બોલાવ્યો. તેને પૂછીને ખાત્રી કરી કે-જૈન સાધુને લઈ જવામાં તો કઈ ભૂલ થવા પામી હતી જ નહિ. પછી રાજાએ વેશ્યાને બોલાવીને રાત્રિને વૃત્તાન્ત પૂછી જે. વેશ્યાએ જે બન્યું હતું તે જ યથાર્થપણે કહ્યું અને એથી રાજાના હૈયામાં, રાજાની સારી ભવિતવ્યતાના યોગે, પશ્ચાત્તાપને ભાવ જ. એમાંથી, તે રાજા તેની રાણીના પ્રયત્નથી મિથ્યા ધર્મને ત્યાગી અને સદુધર્મને રાગી બને.
હવે તમે એ બાબતને વિચાર કરે કે-એ સાધુ મહાત્માએ રાતના અગ્નિને સ્પર્શવામાં અને સંયમપકરણોને સળગાવી મૂકવામાં તેમ જ સાધુને બદલે બાવા તરીકે જાહેર થવામાં, ધર્મને મૂક્યો ગણાય કે ધર્મને રાખ્યો ગણાય? એમણે માર્ગની વિરાધના નથી કરી, પણ માર્ગની આરાધના કરી છે. એવી આરાધના કરી છે કે-એ માર્ગમાં રહ્યા અને
Page #553
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૫૧૯
પિતાની બદનામીના ભેગે માર્ગની થનારી બદનામીને બરબાદ કરી નાખી. અપવાદમાર્ગની ક્રિયા પ્રત્યે અણગમો હેય : " ઉત્સર્ગમાર્ગ આરાધનાને માટે છે અને અપવાદમાર્ગ આરાધનાની રક્ષાને માટે છે. રત્નત્રયીને આરાધનારને, રત્નચીની આરાધનાની અભિલાષાવાળાને,ક્રિયા તરીકે ક્રિયા તે ઉત્સર્ગમાર્ગની જ ગમે. એની રૂચિ ઉત્સર્ગમાર્ગની ક્રિયામાં હાય; જ્યારે અપવાદમાર્ગની ક્રિયામાં તો એની અરૂચિ હોય. અપવાદમાર્ગની ક્રિયાથી ક્યારે છૂટાય-એવું દિલ થયા કરે અને ઉત્સર્ગમાર્ગની ક્રિયા ક્યારે થાય એવું દિલ થયા કરે. ઉત્સર્ગમાર્ગની ક્રિયા હિંસાદિકથી રહિત હોય અને અપવાદમાર્ગની ક્રિયા હિંસાદિકથી સહિત હેય; તેમ છતાં પણ, ઉત્સર્ગમાર્ગની ક્રિયા કરનારના હૈયામાં જે અહિંસાને પરિ. ણામ હેય, તે જ અહિંસાને પરિણામ અપવાદમાર્ગની ક્રિયા કરનારના હૈયામાં પણ હોય. કદાચ અપવાદમાર્ગની ક્રિયા વખતે અહિંસાને પરિણામ વધારે જોરદાર બને, એમ પણ બને; કારણ કે-લક્ષ્ય અહિંસા તરફ છે અને આંશિક હિંસાવાળી પણ જે ક્રિયા કરવી પડે છે, તેના પ્રત્યે અણગમે છે. આમ હોવાના કારણે, અપવાદમાર્ગને આચરનારા, યથાસ્થાને અને યથાગ્ય પ્રકારે અપવાદમાર્ગને આચરનારા, ઉત્સર્ગમાર્ગના આચરનારાની જેમ જ ભગવાનની આજ્ઞાના આરાધક છે, પણ ભગવાનની આજ્ઞાન વિરાધક નથી. અપવાદ બચવાને માટે છેઃ
આમ છતાં ચ, સર્વસામાન્ય રીતિએ ઉપદેશ્ય અને
Page #554
--------------------------------------------------------------------------
________________
૫૨૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને આચરણીય ઉત્સર્ગમાર્ગની બધી ય વિગતે તમને કહેવી હોય તે કહેવાય, પણ અપવાદમાર્ગની બધી વિગત તમને કહેવાય નહિ. સાધુપણામાં પણ બધાને અપવાદમાર્ગનાં દર્શક સૂત્ર વિગેરે ભણાવી શકાય નહિ. અતિપરિણત ને અપરિણત-બય, અપવાદમાર્ગને જાણવાને માટે નાલાયક છે. બહુ જ સુયોગ્ય અને વિચક્ષણ એવા સાધુઓને જ અપવાદમાર્ગનાં પ્રદર્શક સૂત્રે આપી શકાય છે. તેમાં કહેવું પડે કે-અતિચારે જેમ સેવવાને માટે નથી, પણ જાણવાને માટે છે અને જાણીને અવસરે વ્રતભંગથી બચી જવાને યોગ્ય ઉપાય પેજી શકાય એ માટે છે, તેમ અપવાદે પણ આચરવાને માટે નથી, પણ જાણવાને માટે છે અને જાણીને અવસરે વ્રતભંગથી બચી જવાને ગ્ય ઉપાય યોજી શકાય એ માટે છે.” ઉત્સર્ગમાર્ગને વિસારીને, એની ઉપેક્ષા કરીને, એનાથી બેદરકાર બનીને જે અપવાદમાર્ગને આશ્રય લે, તે આરાધક નથી, પણ વિરાધક છે. આથી, તમે એ વાત સમજી શક્યા હશે કે-અપવાદમાર્ગનું વિધાન કરવામાં પણ, લક્ષ્ય તે ઉત્સર્ગમાર્ગની રક્ષાનું જ છે. ઉત્સર્ગને જ વળગવાથી અશક્ત નષ્ટ-ભ્રષ્ટ થાય ,
એ વાત પણ સમજી લેવી જોઈએ કે-ઉત્સર્ગમાર્ગના એવા આગ્રહી નહિ બનવું જોઈએ, કે જેથી અપવાદમાર્ગને સ્થાને પણ અપવાદમાર્ગને નહિ સેવતાં, ઉત્સર્ગમાર્ગના આગ્રહને પ્રતાપે ચારિત્રના પરિણામની હાનિ થવા પામે અને ચારિત્રમાર્ગની વિરાધનાની દિશામાં મૂકાઈ જવાય. એક ગુરૂ-શિષ્યનું ઉદાહરણ આવે છે. વિહાર કરતા તેઓ એક ગામમાં ગયા. શિષ્ય પાણી માટે આખા ય ગામમાં ફરી વળે, પણ ક્યાંયથી
Page #555
--------------------------------------------------------------------------
________________
જો ભાગ—શાસ્ત્રપ્રસ્તાવના
પર૧
નિર્દોષ પાણી મળી શકયું નહિ. નિર્દોષ પાણી મળી શકયું નહિ, માટે તે લાબ્યા નહિ અને તૃષાની પીડા વધવા લાગી.
ગુરૂએ જોયું કેતૃષાની પીડામાંથી આ ભયંકર અનર્થને પામશે. આથી તેમણે કહ્યું કે—સયમની સાધનાને અને સંયમના પરિણામાને હાનિ પહોંચે નહિ, એ માટે થાડા ઢાષાવાળું પણ જલ લઈ લેવું એ ઉચિત છે.’
શિષ્યના હૈયામાં આચારશુદ્ધિની ખૂમારી હતી. તેણે કહ્યું કે- એવી શિથીલતા ન જોઇએ. ’
ગુરૂએ ગમ ખાધી, ઉપાય નહાતા માટે, તેઓએ વિહારને લખાવ્યેા. અહીં તરસની પીડા વધતી ચાલી.
તરસની પીડા વધતે વધતે શિષ્યના પરિણામે। પલટાયા. જેવું મળે તેવું પણ પાણી પીઈ લેવાનું મન થઈ ગયું. ધીમે *ીમે તે ગુરૂથી થાડા પાછળ પડ્યો. એટલામાં, એક નદી આવી. પેલા શિષ્ય ઉતરતાં ઉતરતાં કાચું તથા અણુગળ પાણી ખાખામાં લઈને પીવા પણ માંડ્યો.
ગુરૂને કલ્પના જ હતી. તેમણે પાછું વળીને જોયું અને કહ્યું કે – અલ્યા કાચું પાણી તે પીધું, પણ એને ગાળવાનું ચ ભૂલી ગયા ??
આમ અપવાદના સ્થાને અપવાદને નહિ સેવતાં, ઉત્સર્ગને વળગી રહેનારા ચેલા ચારિત્રથી ચૂકયો; નષ્ટ—ભ્રષ્ટ થઈ ગયા. સમર્થ પણ અસમર્થને અપવાદ સેવડાવે
અપવાદનું સ્થાન નક્કી કરવામાં, વ્યક્તિના પરિણામેા તરફ, શક્તિ તરફ, સંયેાગા તરફ જોચા વિના ચાલે નહિ. એવા પણ સત્ત્વશીલ આત્માઓ હોઈ શકે છે, કે જે અપવાદને આચરે
Page #556
--------------------------------------------------------------------------
________________
પર ૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો નહિ અને પરિણામમાં પલટો પણ આવવા દે નહિ. ગમે તેવી સ્થિતિમાં પરિણામને નહિ પલટાવા દેવાને શક્તિમાન, અપવાદને આશ્રય ન લે, તો તેમાં તેની પ્રશંસા થાય; જ્યારે ખમી શકવાને અશક્ત અને એથી પરિણામોને ટકાવી શકવાની શક્તિ વગરને, જે ઉત્સર્ગમાર્ગને જ વળગી રહે તો દુર્ગાનમાં મરે તથા માર્ગને ચૂકે એવે, જે અપવાદને યથાયોગ્ય રીતિએ આશ્રય લઈને પણ પોતાના ચારિત્રના–રત્નત્રયીની આરાધનાના પરિણામેને ટકાવી લે અને પુનઃ ઉત્સર્ગમાર્ગે આવી જાય તો તેમાં તેની પ્રશંસા થાય. એટલા માટે તે, અપવાદને આચર્યા વિના જ ઉત્સર્ગમાર્ગમાં સુસ્થિર રહેવાને સમર્થ એવા આત્માઓ પણ, પાસે રહીને બીજા તેવા અસમર્થ આત્માઓને અપવાદ સેવડાવે અને તેની એ પ્રકારે રક્ષા કરી લે. તેઓ, અપવાદમાર્ગને યથાગ્ય રીતિઓ અને યથાગ્ય સ્થાને આશ્રય લેનારાઓને નિન્દ નહિ, પરન્તુ “આ રીતિએ પણ તેઓ માર્ગસ્થ બન્યા રહેવાની કેવી કાળજીવાળા છે”—એમ વિચારે. અપવાદમાર્ગને સેવનાર, ઉત્સર્ગમાર્ગના સેવનમાં સત્ત્વ બતાવનારાઓની પ્રશંસા કરે. આ બંને મેળ આવે હોય. અપવાદમાર્ગના અભાવે તે, ઉત્સર્ગમાર્ગને આચરનારાઓને પણ અભાવ થઈ જવા પામે. આથી, શ્રી જૈન શાસન, આ શ્રી ભગવતીજી સૂત્ર ઉત્સર્ગમાર્ગના વાદને અને અપવાદમાર્ગના વાદને ઘષ કર્યા કરે છે.
Page #557
--------------------------------------------------------------------------
________________
૨૨-યશ:પ્રસાર:
યશ રૂપ પટહઃ
આ શ્રી ભગવતીજી સૂત્રની જયકુંજરની સાથે સરખામણી કરી રહેલા ટીકાકાર મહર્ષિ, વીસમા વિશેષણ રૂપે ફરમાવે છે કે
“ચાપટપટુતિ વાપૂરિયાત્રા”
એટલે કે-જયકુંજરની આગળ જેમ હેલને વનિ થતું હોય છે અને એને પડે મેર–ચોમેર નહિ પણ સઘળી ય દિશાઓમાં પ્રસરતે હેય છે, તેમ આ શ્રી ભગવતીજી સૂત્રને યશ રૂપી પટહ એ પટુ છે કે–એમાંથી જે પ્રતિરવ ઉત્પન્ન થાય છે, તે પ્રતિરવ દિચવાલને પૂરનારે બને છે. જયકુંજરને જ્યારે જય સાધવાને માટે ઉપ
ગ કરવાનું હોય છે, ત્યારે તે ખાસ કરીને તેની આગળ ઢેલ વગાડવામાં આવે છે. એ ઢેલને ધ્વનિ જયકુંજરને ઉત્તેજિત બનાવે છે અને જયકુંજર ઉત્તેજિત બનીને એવું કાર્ય કરે છે, કે જેથી એને યશવાદ દુશ્મનમાં પણ ગવાય છે. આ શ્રી ભગવતીજી સૂત્રના યશ માટે તે, આપણે પહેલાં વાત કરી ગયા છીએ. આ સૂત્રનું નામ તે “
વિપત્તિ' છે, પરન્તુ આના પૂજ્યત્વને પ્રકર્ષ એ છે કે એને લઈને આ સૂત્ર મુખ્યત્વે શ્રી ભગવતીજી સૂત્ર તરીકે ઓળખાય
Page #558
--------------------------------------------------------------------------
________________
પ૨૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને છે. આ શ્રી ભગવતીજી સૂત્રના આરાધકની ત્રણ ભવમાં મુક્તિ થાય છે–એમ જે કહેવાય છે, તે પણ આ શ્રી ભગવતીજી સૂત્રની એક પ્રકારની યશસ્વીતા જ છે, એમ કહેવું જોઈએ.
૨૩–અંકુશ તરીકે સ્યાદ્વાદ:
સ્યાદ્વાદરૂપ અંકુશ
એકવીસમા વિશેષણ તરીકે ટીકાકાર મહર્ષિફરમાવે છે કે
એટલે કે-જયકુંજર જેમ મોટા અંકુશથી વશ કરાએલ હોય છે, તેમ આ શ્રી ભગવતીજી સૂત્ર પણ, સ્યાદ્વાદ રૂપ જે વિશદ અંકુશ, તેનાથી વશીકૃત કરાએલ છે. સ્યાદ્વાદને પ્રતાપ :
સ્યાદ્વાદ એટલે શું? જે તમને ટૂંકમાં અને સ્કૂલ રીતિએ સ્યાદ્વાદને સમજાવવું હોય, તો એમ કહી શકાય કે-કેઈ પણ નાના કે મેટા, નિરૂપણના વાક્યમાંથી “જ”કારને કાઢો અને તેને સ્થાને “પણ”ને સ્થાપે, તેનું નામ
સ્યાદ્વાદ છે. કાર્ અસિત અને ચાકૂ નાસિત વિગેરે પદ્ધતિએ તમે સ્યાદ્વાદને નહિ સમજી શકે, કેમ કે–તમે તેવા ભણેલા નથી. ઉપકારી મહાપુરૂષોએ ચાર્ પદ, એ નિરૂપણ માત્રમાં કેટલું બધું આવશ્યક છે અને ચા પદને પ્રત્યક્ષપણે કે
Page #559
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ—શાસ્ત્રપ્રસ્તાવના
પરપ
પરાક્ષપણે પણ સંગૃહીત કર્યા વિનાના નિરૂપણમાં કેવી એકદેશીયતા આવી જાય છે તેમ જ ચાલ પદને અદલે વ પદ્મને વળગી પડવાથી કેવા અસત્યવાદી અને અનર્થકારી અની જવાય છે, એના સંબંધમાં ઘણું વિવેચન કરેલું છે. સ્યાદ્વાદ્રુના પ્રતાપે જ, શ્રી જૈન શાસન પેાતાના જ્ઞાનવાદને અને ચરણવાદને, દ્રવ્યવાદને અને પર્યાયવાદને, નિશ્ચયવાદને અને વ્યવહારવાદને એકાન્તે સત્યવાદ તરીકે જાહેર કરી શકે છે; અને સ્યાદ્વાદના પ્રતાપે જ શ્રી જૈન શાસન અન્ય સર્વ દર્શનવાઢાને યથાર્થ રીતિએ મિથ્યા વાઢા તરીકે જાહેર કરી શકે છે. આ રીતિએ પેાતાને સત્યવાદી કહેવામાં પેાતાના પ્રત્યેના રાગ કામ કરતા નથી, તેમ અન્ય સર્વેને મિથ્યાવાદી કહેવામાં તેમના પ્રત્યેના દ્વેષ કામ કરતા નથી; પરન્તુ રાગ અને દ્વેષથી પર બનીને, કેવળ વ્યાજબીપણા અને ગેરન્યાજબીપણાને લક્ષ્યમાં રાખીને જ, શ્રી જૈન શાસન પેાતાને સત્યવાદી કહે છે અને અન્ય સર્વ દર્શનવાદ્યોને મિથ્યાવાદી કહે છે. આ વાત તમને ટૂંકમાં સમજાવી શકાય, એ માટે કહ્યું કે-વાકચમાંથી જ’કારને કાઢવા અને તેની જગ્યાએ પણને સ્થાપવા, તેનું નામ સ્યાદ્વાદ છે. આ સ્યાદ્વાદમાં અમેઘ શક્તિ રહેલી છે.
6
6
સ્યાદ્વાદની સમજઃ
એક બહુ જ સામાન્ય ઉદાહરણ લે. કાઈ કહે કે આ મારા બાપ જ છે.' આપને ઉદ્દેશીને કહેનારે આ વાત
-6
કહી હાય, તેા પણું આ વાત જેમ સાચી છે, તેમ ખાટી પણ છે. જો આ વાત સાપેક્ષપણે કહી હાય, તા સાચી છે અને
Page #560
--------------------------------------------------------------------------
________________
૫૨૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને નિરપેક્ષપણે કહી હોય તો બેટી છે. મુંઝાશે નહિ. હમણાં જ ખૂલાસો થાય છે. આપણે જે “જકારને કાઢવાની વાત કરીએ છીએ, તે નિરપેક્ષ “જકારને કાઢવાની વાત કરીએ છીએ. છેકરે પોતાના બાપને બતાવીને એમ કહે કે-આ મારા બાપા જ છે. તો એમાં જે સત્યતા રહેલી છે, તે તો તમે સમજી શકે છે, પરંતુ એમાં જે અસત્યતા રહેલી છે, તે તમને સમજાવવી છે. એ છોકરાનું અને એ બાપનું, આ સંસારમાં અસ્તિત્વ ક્યારથી? અનાદિકાળથી. એટલા કાળમાં, શું એ બે વચ્ચે માત્ર પિતા-પુત્ર તરીકે જ સંબંધ રહ્યો હશે? બાપ દીકરે ને દીકરો બાપ–એમ નહિ થયું હોય ? પરસ્પર ધણ–ધણીઆણી, ભાઈ-બેન આદિ સંબંધો નહિ થયા હોય? એમ ઘણા સંબંધો થયેલા. એ સંબંધને લક્ષ્યમાં લેનારે, એમ કેમ કહી શકે કે આ મારા બાપા જ છે?” આમ તો ન કહી શકે, પરંતુ એ જ “જકારને સાપેક્ષ બનાવીને એ “આ મારા બાપા જ છે.”—એમ પણ કહી શકે. આ ભવની અપેક્ષાએ બાપા એ બાપા જ છે, એ નિર્વિવાદ વાત છે, માટે આ ભવની અપેક્ષાને રાખીને “જકારને વાપરો હેય વાપરી શકાય, પણ સર્વથા નિરપેક્ષપણે તો “જકારને વાપરી શકાય જ નહિ. જ્યાં સર્વ અપેક્ષાઓને સંગ્રહ કરીને વાત કરવી હોય, ત્યાં તો “આ મારા બાપા પણ છે.”—એમ કહેવું પડે, અથવા તો “આ મારા બાપા જ છે.”—એમ બેલનારે, મનમાં સમજવું જોઈએ કે-આ વાત આ ભવની અપેક્ષાએ છે. આવું સમજીને એ બોલતો હોય, તે એ ખોટો નથી. એને જ્યારે એમ કહેવામાં આવે કે–ભવાન્તરમાં આ તારા પુત્ર પણ હોઈ શકે, તારી પુત્રી પણ હોઈ શકે, તારી
Page #561
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ—શાસ્રપ્રસ્તાવના
૫૨૭
સ્ત્રી પણ હાઈ શકે અને તારા ભાઈ વિગેરે વિગેરે પણ, હાઇ શકે, તે આ વાતને પણ એ ખરાખર કબૂલ કરી લે. સ્યાદ્વાદની અમેાઘ શક્તિ :
આથી સમજો કે–સ્યાદ્વાદમાં અમેાધ શક્તિ રહેલી છે. પદાર્થ માત્ર અનન્તધર્માત્મક છે. કાઈ પણ પદાર્થ એવા નથી કે—એના અનન્ત ધર્માં ન હાય. હવે જ્યારે વાત થાય,. ત્યારે અનન્ત ધર્મની એક સાથે વાત થઇ શકે નહિ. વાત એક ધર્મની થાય, છતાં અનન્ત ધર્મોને લક્ષ્યમાં રાખી શકાય, પ્રત્યેક પદાર્થના જે અનન્ત ધર્મો છે, તેમાંના કોઈ પણ ધર્મના અપલાપ થવા પામે નહિ અને પદાર્થના કાઈ પણ એક ધર્મની વાત કરવામાં ખોટા ઠરી જવાય નહિ, એ માટે સ્યાદ્વાદ છે. જે કાઈ, પદાર્થના એક અગર અમુક ધર્મની વાત અપેક્ષા વિના કરે, તે તે પદાર્થના બાકીના અનન્તા ધર્મોના અપલાપ કરનારો ઠરીને મૃષાવાદી ઠરે. શ્રી જૈન શાસન સદાને માટે અપેક્ષાથી વાત કરનારૂં છે, આથી તે સત્યવાદી તરીકે પેાતાને જાહેર કરી શકે છે અને અન્ય સર્વ દર્શના અપેક્ષા વિના જ વાત કરનારાં છે, માટે શ્રી જૈન શાસન તેમને અસત્યવાદી તરીકે જાહેર કરી શકે છે. અન્ય દર્શના અપેક્ષા. વિના વાત કરે છે, એને લઈને તેઓ તત્ત્વસ્વરૂપને જેમ યથાર્થપણે વર્ણવી શકતાં નથી, તેમ મેાક્ષ અને મેાક્ષના માર્ગના સંબંધમાં પણ યથાયેાગ્ય અને સુઘટિત નિર્ણય કરી શકતાં નથી. ખાકી પેાતાને સાચા કહેવાના અને મીજાઓને ખાટા કહેવાના, કાંઈ શ્રી જૈન શાસનને રસ નથી. શ્રી જૈન શાસન તા શ્રી વીતરાગ પરમાત્માએ પ્રરૂપેલું શાસન છે, એટલે શ્રી
Page #562
--------------------------------------------------------------------------
________________
પર૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન
જૈન શાસનમાં એવા કોઈ રસ હાઇ કે સંભવી શકે નહિ.
અંકુશની ઉપમા યોગ્ય જ છે :
સ્યાદ્વાદને જે અંકુશની ઉપમા આપવામાં આવી છે, તે ચેાગ્ય જ છે. વચન ઉપર સ્યાદ્વાદના અંકુશ આવશ્યક છે. જે વચન ઉપર સ્યાદ્વાદના અંકુશ છે, તે જ વચન વસ્તુતઃ સાચું વચન છે. આ શ્રી ભગવતીજી સૂત્રમાં જેમ જ્ઞાનનયથી વર્ણન છે, તેમ ચરણનયથી પણ વર્ણન છે; જેમ દ્રવ્યાસ્તિકનયથી વર્ણન છે, તેમ પર્યાયાસ્તિકનયથી પણ વર્ણન છે; અને જેમ નિશ્ચયનયથી વર્ણન છે, તેમ વ્યવહારનયથી પણ વર્ણન છે. એ દરેક વર્ણના સાચાં એટલા જ માટે છે કે-એ બધાં ય ઉપર સ્યાદ્વાદ રૂપ અંકુશ છે. આપણે તા, એ નયાની વાતને પરસ્પરની અપેક્ષાએ જ વિચારી છે. પરસ્પર કેવી અપેક્ષા રહેલી છે, તેનું તેના તેના પ્રસંગે સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. એ સ્પષ્ટીકરણ સ્યાદ્વાદ રૂપ અંકુશને જ આભારી છે. જૈન શાસ્ત્રાનું એકે એક વાકય સ્યાદ્વાદ રૂપી અંકુશથી યુક્ત છે અને એથી શ્રી જૈન શાસ્ત્રાના એક પણ વાકયને મિથ્યાત્વી તરીકે તે જ વર્ણવી શકે, કે જેની બુદ્ધિ મિથ્યાત્વથી ભ્રમિત થવા પામી હોય. પ્રત્યક્ષપણે સ્વાત્ પદ હોય અગર ન પણ હાય, તેા પણ સ્યાદ્વાદીનું વચન સ્થાત્ પદ્મથી લાંછિત જ છે–એમ સમજવું જોઇએ. એ વાત સાચી છે કે– મિથ્યાદૃષ્ટિ જીવ આ સ્વરૂપે સમ્યક એવા શ્રુતના કથનને પણુ, મિથ્યા શ્રુત રૂપે ગ્રહણ કરનારો અને; પણ એટલા માત્રથી જ આ શ્રુતને મિથ્યાત્વી કહી શકાય નહિ; કારણ કે—મિથ્યાર્દષ્ટિ જીવ સમ્યક્ શ્રુતને મિથ્યા રૂપે ગ્રહણ કરે, એમાં દોષ સમ્યક્
Page #563
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ—શાસ્ત્રપ્રસ્તાવના
પર૯
શ્રુતના કહેનારનેા નથી, પણ તેને મિથ્યા રૂપે ગ્રહણ કરનારના મિથ્યાત્વના દોષ છે. એટલા માટે તા, આગળના વિશેષણમાં એ વાત પણ આવવાની છે કે—આ શ્રી ભગવતીજી સૂત્ર મિથ્યાત્વાદિ રિપુઓના દલનને માટે નિયુક્ત કરાએલું છે. જો આ સૂત્ર જ મિથ્યાત્વી વાકચોથી ભરેલું હાય, તેા એ મિથ્યાત્વનું દલન કરે કે મિથ્યાત્વને વધારી મૂકે ? તાત્પર્યાર્થ એ છે કે સ્યાદ્વાદ રૂપ અંકુશ વિનાનાં વાકયો મિથ્યાત્વી છે, પણ સ્યાદ્વાદ રૂપ અંકુશવાળાં વાકયો મિથ્યાત્વી નથી. નિત્યાનિત્યત્વ :
આ વિશેષણ એમ પણ સૂચવે છે કે—સ્યાદ્વાદની દૃષ્ટિને લક્ષ્યમાં રાખીને જ શ્રી ભગવતીજી સૂત્રને ભણવું, ભણાવવું, વાંચવું, વંચાવવું, સાંભળવું ને સંભળાવવું. અનેકાન્ત દૃષ્ટિથી જ વસ્તુનું યથાર્થ જ્ઞાન થાય છે. આ શ્રી ભગવતીજી સૂત્રને પણ જો એકાન્ત દૃષ્ટિથી જ વાંચવામાં આવે, તા સદુપયાગથી સિદ્ધિગતિને પમાડે એવું પણ આ સૂત્ર, દુરૂપયાગથી દુર્ગતિમાં ઘસડી જાય. આથી જ, શાસ્ત્રકારો કહે છે કે–શ્રી દ્વાદશાંગીની આરાધના કરીને અનન્તા તર્યાં અને વિરાધના કરીને અનન્તા મર્યા. જો સ્યાદ્વાદ આવડતા હાય, સ્યાદ્વાદના અંકુશના ખ્યાલ રહે, તા તા આ શ્રી ભગવતીજી રૂપી હસ્તિ મુક્તિમાં વસતિ કરી આપે છે. આત્માના નિત્યત્વ ધર્મનું જ્યારે વર્ણન ચાલે, ત્યારે તેને અનુકૂળ વાતા આવે અને આત્માના અનિત્યત્વ ધર્મનું જ્યારે વર્ણન ચાલે, ત્યારે તેને અનુકૂળ વાતા આવે. એ અન્ને પ્રકારની વાર્તાને સ્યાદ્વાદથી જ સંગત કરી શકાય અને સાચી ઠરાવી શકાય. આત્મા દ્રવ્ય સ્વરૂપે નિત્ય પણ
Page #564
--------------------------------------------------------------------------
________________
૫૩૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો છે અને પર્યાયસ્વરૂપે અનિત્ય પણ છે, એટલે કથંચિત્ નિત્ય, કથંચિત્ અનિત્ય, એમ સમજવું જોઈએ. બીજાં દર્શનેમાં
આ વસ્તુઓની મોટી ખામી છે. નિત્ય કહે એટલે “સર્વથા નિત્ય જ છે અને કોઈ પણ પ્રકારે અનિત્ય છે જ નહિ”એમ કહે અને અનિત્ય કહે એટલે “સર્વથા અનિત્ય જ છે અને કઈ પણ પ્રકારે નિત્ય નથી જ”—એમ કહે, એવી સ્થિતિ ઈતિરે સર્વ દર્શનેની છે. આપણે કહીએ કે–આત્મા સર્વ કાળે કાયમને કાયમ રહે છે, માટે નિત્ય પણ ખરે અને આત્મા શરીરાદિની લે-મૂક કર્યા કરે છે એ અપેક્ષાએ આત્મા અનિત્ય પણ ખરે. પર્યાયી કાયમને કાયમ રહે છે, માટે નિત્યત્વ કહેવાય અને પર્યાવીના પર્યાય બદલાયા કરે છે, માટે અનિત્યત્વ કહેવાય. સ્યાદ્વાદને અવલંબીને જ આ વાત કહી શકાય. નિત્ય કહીએ ત્યારે ય સાચા અને અનિત્ય કહીએ ત્યારે ય સાચા, સ્યાદ્વાદથી જ કરાય.
૨૪–હેતુઓ રૂપી શસ્ત્રો :
હેતુઓ રૂ૫ શસ્ત્રોથી સહિત
હવે બાવીસમું વિશેષણ બાવીસમા વિશેષણ તરીકે ટિીકાકાર મહર્ષિ ફરમાવે છે કે
Page #565
--------------------------------------------------------------------------
________________
ભીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
'
,,
विविध हेतुहेति समूहसमन्वितस्य । એટલે કે—જયકુંજર હાથી જેમ વિવિધ હેતુવાળા શસ્રસમૂહથી સમન્વિત હાય છે, તેમ આ શ્રી ભગવતીજી સૂત્ર પણ વિવિધ હેતુઓ રૂપ જે શસ્ત્ર, તેના સમૂહથી સમન્વિત છે. હાથીને જ્યારે યુદ્ધમાં મેાકલવાને માટે અથવા તે કહેા કે યુદ્ધમાં લઈ જવાને માટે તૈયાર કરવામાં આવે છે, ત્યારે તેના ઉપરની અખાડીમાં અને તેના ઉપર નખાતા અખ્તરના ભાગમાં શસ્ત્રા મૂકવામાં આવે છે. એ શસ્રા વિવિધ હેતુઓવાળાં હોય છે. પેાતાનું રક્ષણ કરવાના હેતુથી રખાએલાં શસ્રા જૂઠ્ઠાં હેાય છે અને દુશ્મનને મારવાના હેતુથી રખાએલાં શસ્ત્ર જૂઠ્ઠાં હેાય છે. દુશ્મનને મારવાનાં શસ્રામાં પણુ, એવાં પણ શસ્ત્રા હોય છે કે જે શાને ફેંકીને દુશ્મનને મરાય અને એવાં પણ શસ્ત્રા હોય છે કે જે શસ્રાને પેાતાના હાથમાં રાખીને જ દુશ્મનને મરાય. રક્ષક શસ્રામાં પણ એવા બે પ્રકારનાં શસ્રા હોય છે. દુશ્મનના આવી રહેલા શસ્ત્રને અધવચ્ચે જ અટકાવી દે તેવાં શસ્રા પણ હોય છે અને માત્ર પેાતાની પાસે જ રાખીને રક્ષામાં ઉપચાગી બનાવી શકાય તેવાં શસ્રા પણ હોય છે. આમ જયકુંજર વિવિધ હેતુઓવાળાં જે શસ્રા, તેના સમૂહથી સમન્વિત હેાય છે. એ જ રીતિએ, આ શ્રી ભગવતીજી સૂત્ર પણ વિવિધ હેતુઓ રૂપ જે શસ્ત્રા, તેના સમૂહથી સમન્વિત છે. આ શ્રી ભગવતીજી સૂત્રમાં, એકની એક વાતનું પણ, અનેકવિધ અનેક હેતુએથી ખંડન અગર સમર્થન કરવામાં આવેલું છે.
હેતુઓને શસ્ત્રોની ઉપપ્પા વ્યાજગી છે :
૧૩૧
ટીકાકાર મહર્ષિએ હેતુઓને શસ્રો તરીકે ગણાવ્યા
Page #566
--------------------------------------------------------------------------
________________
૫૩૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
છે—એવું સાખીત
છે, તેનું કારણ શું ? શસ્ત્રોનું કાર્ય શું ? શસ્ત્રનું કાર્ય મારણ અને વારણ કરવાનું છે, શસ્રનું કાર્ય ઘા મારવાનું છે અને આવતા ઘાને વારવાનું, અટકાવવાનું, નિલ બનાવવાનું છે. હેતુઓ પણ એવી જ રીતિએ કાર્યસાધક અને છે. શાસ્ત્ર એક વાત કહી. વાદી એ વાતમાં આપત્તિ લાવીને મૂકે. એ વખતે શાસ્ત્ર એ પ્રકારના હેતુએ આપે. એક તા વાદીની વાતને નિલ, નિર્મૂલ બનાવી દેનારા હેતુઓ આપે અને બીજા પોતે જે વાત કહી છે તે વ્યાજબી જ કરનારા હેતુ આપે. વાદમાં માત્ર પેાતાની વાતને જ વ્યાજબી ઠરાવ્યા કરવાથી કામ ચાલે નહિ. સામાની વાતને ગેરવ્યાજબી પણ ઠરાવવી પડે. માત્ર પોતાની વાતને ગાયા કરે, એમાં વાદીને નિરૂત્તર કર્યા કહેવાય નહિ. વાદીની વાતને ખાટી ઠરાવવાપૂર્વક પોતાની વાતને સાચી ઠરાવાય, તે તે વ્યાજબી ગણાય. વાદના પ્રસંગ તો, આ રીતિએ હેતુએ માગે જ, પણ તત્ત્વસ્વરૂપનું પ્રતિપાદન, માર્ગનું નિરૂપણ પણ હેતુઓ માગે. અમુક અમુક હેતુઓથી, આ આમ છે—એમ કહેવું પડે અને જો આમ માનવામાં ન આવે તેા શું નુકશાન થાય, એ પણ હેતુએ આપીને સમજાવવું પડે, ખંડન કરવામાં પણ હેતુઓ જોઈ એ અને મંડન કરવામાં પણ હેતુઓ જોઈ એ. સાચી વાતને સાચી તરીકે અને ખાટી વાતને ખાટી તરીકે સાબીત કરવાનું કોઈ સાધન હાય, તે તે હેતુઓ છે, માટે એને શસ્ત્રોની જે ઉપમા અપાઈ છે, તે વ્યાજખી ઠરે છે. સાચી વાતને ખાટી તરીકે સાબીત કરવાને અને ખાટી વાતને સાચી તરીકે સાબીત કરવાને મથનારાઓ પણ, હેતુએ રૂપ શોના ઉપયાગ કરે છે. શસ્ત્ર તા એવી
Page #567
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ-શાસ્ત્રપ્રસ્તાવના
૫૩૩ ચીજ છે કે-વાપરતાં આવડે તે શસ્ત્રવાળે પોતાનું રક્ષણ કરી શકે અને દુશમનને મારી શકે, જ્યારે વાપરતાં ન આવડે તે એ જ શસ્ત્રથી પોતે મરેને દુશમન ફાવે. અને દુરૂપયેગ પણ થાય અને સદુપયેગ પણ થાય તે હેતુઓ આપવાની આવડત તારેય ખરી અને મારેય ખરી. શ્રી ભગવતીજી સૂત્રમાં જે હેતુઓ આપવામાં આવ્યા છે, તે સત્ય તત્ત્વસ્વરૂપને, સાચા માર્ગને બતાવવાને માટે આપવામાં આવ્યા છે. હેતુઓ આપીને કમશઃ ચઢીયાતા ઉપકાર સાધી શકાય?
આ ઉપરથી એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કેમાણસે પિતાની વાત, પિતાની વાત એટલે ભગવાને કહેલી પણ પોતાના મુખે કહેવાતી વાત, જ્યાં સુધી બની શકે
ત્યાં સુધી, હેતુઓ આપવા પૂર્વક કહેવી જોઈએ. જેમ કે“સંસાર અસાર છે.”—એમ કહીને, માત્ર એટલું જ કહેવાય કે–ભગવાને સંસારને અસાર કહ્યું છે, માટે સંસાર અસાર છે, તે એ કહેવું સાચું છે, છતાં પણ એમ કરવું એ ધર્મોપદેશકને માટે ગ્ય નથી. ધર્મોપદેશકે આ સંસારના સ્વરૂપને એવી રીતિએ વર્ણવવું જોઈએ, કે જેથી શ્રોતાઓને લાગે કે–ખરેખર સંસાર અસાર છે. એમ હતુઓ આપીને “સંસાર અસાર છે” એવું સમજાવવામાં આવે, તે એથી સાંભળનારના હૈયામાં ભગવાન પ્રત્યે બહુમાન પેદા થાય છે અથવા તે ભગવાન પ્રત્યેનું બહુમાન વધવા પામે છે. સાંભળનારને એમ થાય કે- ભગવાને જે કહ્યું છે તે સાચું જ કહ્યું છે.” આ જાતિને વિશ્વાસ જન્મ, એટલે “મોક્ષને માટે
૩૪
Page #568
--------------------------------------------------------------------------
________________
૧૩૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન
જ પ્રયત્નશીલ બનવા જેવું છે ’–એવી વાતને, સાંભળનારાએ રૂચિપૂર્વક સાંભળે. એમાં ય, શ્રોતાઓને જે એ વાત હેતુઓ આપીને સમજાવવામાં આવે કે તમારી જેવા સુખની ઇચ્છા છે, તે ઈચ્છા મેાક્ષને પામ્યા વિના બર આવે તેમ છે જ નહિ; આત્માની બીજી કોઈ જ અવસ્થા વિશેષ એવી નથી, કે જે અવસ્થામાં તમે એકાન્તિક અને આત્યન્તિક સુખની તમારી ઇચ્છાને પરિપૂર્ણપણે સફળ કરી શકેા; માટે તમારે મેાક્ષને માટે જ પ્રયત્નશીલ બનવું જોઈ એ. ’તે એથી શ્રોતાઓની રૂચિ ઓર વધી જવા પામે. એટલી સમજ આપ્યા પછીથી, મેાક્ષમાર્ગને સ્વતન્ત્રપણે કેણ દર્શાવી શકે, એ વિગેરે વાતાને હેતુએ આપીને જણાવવામાં આવે, તા શ્રોતાઓને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ સુલભ બને તેમ જ મેાક્ષમાર્ગની આરાધનાની ઈચ્છા પણ પ્રબળ અને. એવા જીવાને માક્ષમાર્ગનું નિરૂપણ બહુ ગમે અને તેમાં પણ કેમ પ્રાણાતિપાતવિરમણુ આફ્રિ ત્રતાનો સ્વીકાર કરવા જેઈ એ અને વ્રત લઈને તેનું પાલન કરવા સાથે કેમ તપ કરવા જોઇએ, એ વિગેરે વાતા હેતુએ આપીને કહેવાય તા શ્રોતાઓ ઉપર ક્રમશઃ ચઢીયાતા ઉપકાર કરવાના લાભને પામી શકાય. હેતુગમ્યમાં હેતુ ન અપાય તેા પાપ પલ્લે પડે :
આ રીતિએ હેતુએ આપીને વાતા કરી હોય, તા આજ્ઞાગ્રાહ્ય ખાખતાને આજ્ઞાગ્રાહ્ય તરીકે સ્વીકારાવવામાં મુશ્કેલી નડે નહિ. ધર્મદેશનાના વિધિ જ એ છે કે—જ્યાં સુધી શકય હોય ત્યાં સુધી હેતુએ આપીને તત્ત્વસ્વરૂપનું નિરૂપણ કરવું જોઇએ અને જે ખાખતા માત્ર આનાગ્રાહ્ય જ હોય તેમાં
Page #569
--------------------------------------------------------------------------
________________
આજે ભાગ–શાસ્પ્રસ્તાવના હેતુઓને આપવાના પ્રયત્નમાં કદી પણ પડવું જોઈએ નહિ. પહેલાં તે, શ્રોતાઓ સમક્ષ એવી એવી બાબતે મૂકવી જોઈએ, કે જે બાબતેમાં હેતુઓ આપી શકાય. એ બાબતેને વિવિધ હેતુઓ આપવા દ્વારા એવી પુષ્ટ કરવી જોઈએ, કે જેથી શ્રોતાઓને એમ લાગે કે-આ શાસન તે યુક્તિચુક્ત જ વાત કરનારું છે. એમાંથી એના હૈયામાં આજ્ઞા પ્રત્યે રૂચિ જન્મ. આજ્ઞા પ્રત્યે રૂચિ જમ્યા પછી, આજ્ઞાગ્રાહા બાબતેને માટે એમ કહેવાય કે- આ વાતો ભગવાને કહી છે માટે આમ જ છે” તે એ વાતમાં, એને ભગવાનની આજ્ઞા પ્રત્યે અરૂચિ ન થાય. એ સમજે કે-આ બાબતે જ એવી છે કે–આમાં હેતુઓ આપી શકાય નહિ. જે આ બાબતે હેતુગમ્ય હેત, તે આ બાબતને ભગવાને આજ્ઞા ગ્રાહ્ય ન જ કહી હેત, પણ હેતુઓ આપ્યા હોત. એટલે હેતુગમ્ય બાબતોમાં હેતુઓ અવશ્ય આપવા જોઈએ. હેતુગમ્ય બાબતેમાં હેતુઓ નહિ આપવા, એ તો સ્વ–પરને માટે હાનિકારક છે. હેતુઓ આપવાથી જેમ રૂચિ જન્માવી શકાય છે, તેમ હતુઓ નહિ આપવાથી શ્રોતાઓને ઉભગાવી દેવાનું પાપ પલ્લે પડી જાય છે.
Page #570
--------------------------------------------------------------------------
________________
૨૫–શત્રસૈન્યના નાશ માટે નિયુક્ત :
શત્રુસૈન્યના નાશને માટે નિયુક્તિ
જયકુંજરની સાથે સરખામણી કરીને, શ્રી ભગવતીજી સૂત્રની વિગતાના તથા વિશેષતાઓના, પેાતાની શાસ્ત્રપ્રસ્તાવનામાં ખ્યાલ આપી રહેલા ટીકાકાર મહર્ષિ આચાર્યભગવાન શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજી મહારાજા, તેવીસમા વિશેષણ તરીકે ફરમાવે છે કે
:
**
" मिथ्यात्वाऽज्ञानाऽविरमणलक्षणरिपुबलदलनाय श्रीम. न्महावीर महाराजेन नियुक्तस्य । "
એટલે કે–મહારાજાએ જેમ જયકુજરને શત્રુસૈન્યના નાશ કરવાને માટે નિયુક્ત કરે છે, તેમ આ શ્રી ભગવતીજી સૂત્રને પણ, આત્માના શત્રુસૈન્યના નાશ કરવાને માટે, શ્રીમાન્ મહાવીર મહારાજાએ નિયુક્ત કરેલું છે. આત્માનું શત્રુસૈન્ય કયું ? એના ખૂલાસો કરતાં કહ્યું છે કે મિથ્યાત્વ-સ્વરૂપ, અજ્ઞાનસ્વરૂપ અને અવિરમણુ–સ્વરૂપ. એ ત્રણ, આત્માના શત્રુ તરીકેનું કામ કરનારા છે, માટે એ ત્રણના નાશને માટે ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ, આ શ્રી ભગવતીજી સૂત્રને નિયુક્ત કરેલું છે.
ભગવાનને નિયુક્ત કરનાર કેમ કહ્યા?
આપણે જાણીએ છીએ કે–ભગવાન શ્રી જિનેશ્વરદેવા
Page #571
--------------------------------------------------------------------------
________________
ખીજો ભાગ–શાસ્રસ્તાવના
૧૩૭
અર્થથી જ દેશના દેનારા હાય છે. સૂત્રની ચેાજના ભગવાન શ્રી જિનશ્વરદેવા કરતા જ નથી. સૂત્રની ગુંથણી તેા, ગણુધરભગવાના જ કરે છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવા, ગણધરદેવાની સ્થાપના કર્યાં બાદ, તેમને ત્રિપઢી માત્રનું દાન કરે છે અને એ ત્રિપદી ભગવાનના શ્રીમુખે શ્રવણુ કરવા માત્રથી, ગણુધરભગવાનના આત્માએ, પોતપેાતાના મતિજ્ઞાનાવરણીય અને શ્રુતજ્ઞાનાવરણીય કર્મના એવા ઉત્કૃષ્ટ કોટિના ક્ષયાપશમભાવને પામે છે, કે જેને લઈને તેઓ ગણધર નામકર્મના ઉદયને વેદતા થકા, અન્તર્મુહૂર્તે માત્રમાં જ દ્વાદશાંગીની રચના કરી શકે છે. ગણુધરભગવાના દ્વાદશાંગીની રચના કરી લે છે, તે પછીથી જ ભગવાન તેમને તીની અનુજ્ઞા આપે છે. અનુજ્ઞા વિના, દ્વાદશાંગી બીજાને આપી શકાય નહિ. ગુરૂની અનુજ્ઞાને મેળવ્યા વિના, કાઈ પણ શિષ્ય કોઈ ને ય ભણાવી શકે નહિ– એવા વિધિ છે. આપણા મુદ્દો તે એ છે કે–વર્તમાન શાસનમાં ગણધરભગવાન શ્રી સુધર્માંસ્વામીજીએ રચેલી જે દ્વાદશાંગી પરંપરાગત ખની છે, તેને અર્થથી ભગવાન શ્રીમાન્ મહાવીર મહારાજાએ ઉપદેશેલી હતી; એટલું જ નહિ, પણુ ભગવાને તેની અનુજ્ઞા પણ આપી હતી. ભગવાને મહાર મારી આપી હતી. આથી જ, ટીકાકાર મહર્ષિએ અત્રે શ્રી ભગવતીજી સૂત્રને શ્રીમાન્ મહાવીર મહારાજાએ નિયુક્ત કર્યું છે’–એમ ફરમાવ્યું છે.
શ્રીમાન મહાવીર મહારાજાએ આ નિયુક્તિ જગતના જીવા મિથ્યાત્વાદિ રૂપ શત્રુઓના નામ સાધી શકે એ માટે કરી છેઃ
શ્રીમાન મહાવીર મહારાજા દ્વારા આ સૂત્ર નિયુક્ત
Page #572
--------------------------------------------------------------------------
________________
૧૩૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
કરાએલું છે—એવું જણાવવાની સાથે, શા માટે આ સૂત્ર નિયુક્ત કરાએલું છે, તેનું પણ ટીકાકાર મહર્ષિએ સ્પષ્ટીકરણ કર્યું છે. મિથ્યાત્વ રૂપ, અજ્ઞાન રૂપ અને અવિરમણ રૂપ જે શત્રુસૈન્ય, તેને નાશ કરવાને માટે આ સૂત્ર નિયુક્ત કરાએલું છે. આ સૂત્રને અગર તેા આ સૂત્રને નિયુક્ત કરનારા શ્રીમાન્ મહાવીર મહારાજાને મિથ્યાત્વ, અજ્ઞાન કે અવિરમણુ–એમાંના કોઈ જ શત્રુ નથી. એટલે તેમના શત્રુસૈન્યના નાશને માટે આ સૂત્ર નિયુક્ત કરાએલું નથી, પરન્તુ જગતના જીવાના શત્રુસૈન્યના નાશને માટે જ આ સૂત્ર નિયુક્ત કરાએલું છે. એક કાળે શ્રીમાન મહાવીર મહારાજાને પણ એ ત્રણેય શત્રુઆએ ઘેરેલા હતા. શ્રીમાન મહાવીર મહારાજાના આત્મા પણ અનન્તા કાળ એ શત્રુઓની આધીનતામાં રહ્યો હતા. એએશ્રીના આત્માને પણ અનન્તા કાળ સુધી ‘હું મિથ્યાત્વાદિ રૂપ શત્રુસૈન્યથી ઘેરાએલા છું અને પરાભવ પમાડાએલે હું ’–એવા ખ્યાલ સરખા પણ આવ્યો નહેાતા. મિથ્યાત્વાદિ રૂપ શત્રુસૈન્યથી હું અનાદિકાળથી ઘેરાએલા છું અને પરાભવ પમાડાએલા છું’–એ વાતના સાચા ખ્યાલ તા, ભવ્યાત્માને જ આવી શકે છે. ભવ્યાત્માને પણ એ વાતના સાચા ખ્યાલ ચરમાવર્ત્ત કાલમાં જ આવી શકે છે. ચરમાવર્ત્તમાં પણ અર્ધપુદગલપરાવર્ત્ત જેટલા સંસારકાલ લગભગ બાકી રહ્યુ છતે અથવા તે એથી પણ અલ્પ સંસારકાલ બાકી રહ્યુ છતે, આ વાતના સાચા ખ્યાલ આવી શકે છે. શ્રીમાન્ મહાવીર મહારાજાના આત્માને જ્યારે અર્ધપુદ્ગલપરાવર્ત્તથી પણ એછે, એક કાડાકેાડી સાગરાપમથી કાંઈક અધિક માત્ર સંસારકાળ ખાકી રહેવા પામ્યા, ત્યારે જ શ્રી નયસાર તરીકેના ભવમાં, તે
Page #573
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૫૩૯
તો ત્યારથી તે
પણ
જાય એટલે આત્માને
આત્માને એ વાતને સાચે ખ્યાલ આવ્યો કે “હું અનાદિકાળથી મિયાત્વાદિ રૂપ શત્રુસેન્યથી ઘેરાએલું અને પરાભવ પમાડાએલો છું.” શ્રી નયસારના ભવમાં, એ પુણ્યપુરૂષના આત્માને જ્યાં એ વાતને સાચો ખ્યાલ આવ્યો, એટલે એમણે એ શત્રુન્યની સામે હલ્લો કરવાની શરૂઆત કરી. શ્રી નયસારના ભવમાં, શ્રીમાન મહાવીર મહારાજાને આત્મા, મૂળમાંથી તે એ શત્રુઓને ઉખેડી શક્યો નહિ, પણ એ શત્રુઓને અમુક અંશે દબાવી દેવાનું કામ તો જરૂર કરી શક્યો. ત્યારથી એ આત્માએ મિથ્યાત્વાદિ શત્રુસન્યની સામે બળ અજમાવવા માંડયું, પણ એમાં જેમ કેઈ વાર શત્રુ પણ ફાવી જાય અને શત્રુ ફાવી જાય એટલે પુનઃ બન્ધનમાં લઈ લે, એમ શ્રીમાન મહાવીર મહારાજાના આત્માને માટે થયું. પુનઃ બન્ધનમાં જકડાઈ ગયેલા શ્રીમાન મહાવીર મહારાજાના આત્માએ, મિથ્યાત્વાદિ રૂપ શત્રુઓની આધીનતામાં ઘણે કાળ પસાર કર્યો. એમાં જ્યારે એ આત્માને તક મળી ગઈ, એટલે એ આત્માએ એ તકને લાભ ઉઠાવી લીધો. પ્રિય મિત્ર ચક્રવર્તી તરીકેના ભવમાં તેમણે એ શત્રુસેન્યને દમવાને અને એ શત્રુસેન્યને નામશેષ કરી નાખવાને પ્રયત્ન પુનઃ આરંભી દીધો. એમના આત્માને એ વાત એવી જચી ગઈ કે–એમના શ્રી નન્દન મુનિ તરીકેના ભવમાં તે એમણે કમાલ કરી નાખી. એમના આત્માને એ વખતે એમ જ થઈ ગયું કે “જે મારું ચાલે તો હું માત્ર મારા જ મિથ્યાત્વાદિ રૂપ શત્રુઓને મૂળમાંથી ઉખેડી નાખીને અટકું નહિ, પણ સારા ય જગતના જીના મિથ્યાત્વાદિ રૂપ શત્રુઓને હણી નાખું!” પણ મિથ્યાત્વાદિ રૂપ શત્રુઓ એવા પ્રકારના છે કે–કેઈના
Page #574
--------------------------------------------------------------------------
________________
૫૪૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને એ શત્રુઓને કેઈ હણી શકે એવું બને નહિ. મિથ્યાત્વાદિ રૂપ પિતપતાના શત્રુઓને હણવાને પુરૂષાર્થ તે, દરેકે પોતે જ કરવું જોઈએ. આથી, શ્રીમાન મહાવીર મહારાજાને આત્મા એવા ભાવમાં ઉત્કટપણે તરબળ બની ગયું કે-જે મારામાં શક્તિ આવી જાય, તે હું સારા ય જગતના જીવને સમજાવી દઉં કે તમારા ખરેખર શત્રુઓ મિથ્યાત્વાદિ રૂપ જ છે. અને એમ સમજાવીને, એ બધાને એ મિથ્યાત્વાદિ રૂપ શત્રુઓને હણી નાખવાને જે સાચો ઉપાય, તે ઉપાયનું જ્ઞાન કરાવીને, એ બધાને એ ઉપાયના આચરણના જ એક માત્ર રસિક બનાવી દઉં!” આવી ભાવદયાની ઉત્કટતાના વશે, શ્રીમાન મહાવીર મહારાજાના આત્માએ શ્રી તીર્થંકરનામકર્મને નિકાચિત કર્યું. શ્રી તીર્થંકરનામકર્મની નિકાચનાના પ્રતાપે જ, એ આત્મા શ્રીમાન મહાવીર મહારાજા તરીકેના ભવમાં, પિતાના મિયાત્વાદિ રૂપ શત્રુન્યને મૂળમાંથી જ નાશ કરી નાખનારે બન્યા બાદ, આ શ્રી ભગવતીજી સૂત્રને અથવા તે કહે કે દ્વાદશાંગીને, મિથ્યાત્વાદિ રૂપ શત્રુસૈન્યના નાશને માટે, નિયુક્ત કરી શક્યો. એટલે શ્રીમાન મહાવીર મહારાજાએ જે નિજન કરેલું છે, તે પિતાના શત્રુસૈન્યના નાશને માટે નહિ પણ આપણા જેવાના મિથ્યાત્વાદિ રૂપ શત્રુન્યના નાશને માટે જ કરેલું છે. આ શ્રીમાન મહાવીર મહારાજાને આપણા સર્વે ઉપર, જગતના જીવ માત્ર ઉપર અનુપમ ઉપકાર છે, પણ એ ઉપકારને ઉપકાર તરીકે સમજાય છે ને ? મિથ્યાત્વનું ગ્રુપણું :
શ્રીમાન મહાવીર મહારાજાએ જગતના જીવ માત્ર ઉપર
Page #575
--------------------------------------------------------------------------
________________
“બીજે ભાગ–શારાપ્રસ્તાવના
૫૪૧
અનુપમ ઉપકાર કર્યો છે, પણ જ્યાં સુધી મિથ્યાત્વાદિ શત્રુસિન્ય બહુ જ જોરદાર હોય છે, ખાસ કરીને મિથ્યાત્વ રૂપ શત્રુ જ્યાં સુધી જોરદાર હોય છે, ત્યાં સુધી તો તે જીવને શ્રીમાન્ મહાવીર મહારાજાને આ પરમ ઉપકાર, પરમ ઉપકાર તરીકે લક્ષ્યમાં જ આવતો નથી. મિથ્યાત્વ રૂપ શત્રુ મન્દ પડે, તે જ એ ઉપકાર ઉપકાર તરીકે લક્ષ્યમાં આવી શકે. ત્યારે વિચાર કરે કે-જે શત્રુ આપણા ઉપરના કેઈના ઉપકારને જાણવા ન દે, એ કે ભયંકર શત્રુ કહેવાય ? એ શત્રુની ખરી ભયંકરતા તે એ છે કે-એ આત્માના સઘળા ય શત્રુઓને શત્રુઓ તરીકે ઓળખવા તો દેનહિ, પણ એમને મિત્રો તરીકે જ ઓળખાવે. જોરદાર મિથ્યાત્વવાળો માત્ર બાહ્ય શત્રુઓને જ જોયા કરે, પણ આન્તરિક શત્રુઓને તે મિત્ર માન્યા કરે. એને લાગે કે-સુખ તો માત્ર વિષયના ભેગવટામાં જ રહેલું છે. એને મેળવવાની, સાચવવાની ને સંઘરવાની વૃત્તિને પેદા કરનારે લોભ, એ એને પરમ બધુ જેવો લાગે. લોભે પેદા કરેલી વૃત્તિ અમલમાં આવે, એ માટે એને માયા સહચરીને સેવવામાં ઘણો આનન્દ આવે. જ્યારે તે વિષયસામગ્રીને મેળવવા આદિમાં સફળ થાય, ત્યારે તે માનને લીધે પિતાની બહેશી માને તેમ જ નિષ્ફળતા મળે ત્યારે એ જ માન એને કહ્યા કરે કે–તારામાં પાણી નથી ? એમ માન એને સદા ઉત્તજ્યા કરે, એટલે એને લાગે કે-માન વિના તે ચાલે જ નહિ. આ રીતિએ લેભને, માયાને અને માનને પિતાના હિતકારી રૂપે માનનારે, તેના વિષયસુખમાં આડે આવનારાઓ ઉપર રિષ કરનારે બને જ–રોષ કરે જ—એમ નહિ, પણ રેષ કરો જોઈએ—એમ એને લાગે. રેષ ન કરીએ, તે લૂંટાઈ જઈએ;
Page #576
--------------------------------------------------------------------------
________________
૫૪૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
રાષ ન કરીએ તો ધાર્યું મેળવી શકીએ નહિ; આવી આવી જ વિચારણાઓ એ કર્યા કરે. આ સઘળા ય પ્રતાપ, મિથ્યાત્વના જોરદાર ઉડ્ડયના છે. મિથ્યત્વની આ જેવી—તેવી શત્રુતા છે ? ગમે તેટલું ભણેલા માણસ પણ મિથ્યાત્વના ઉદયવાળા હોય તે તે અજ્ઞાન જ છેઃ
મિથ્યાત્વની સાથે અજ્ઞાન તા સંકળાએલું જ છે. જ્યાં સુધી મિથ્યાત્વના ઉદય હાય, ત્યાં સુધી અજ્ઞાન તેા હોય જ. અજ્ઞાન હેાય જ એટલે ભણતર ન હેાય, એમ નહિ. ઘણું ભણતર હાય, એમ પણ બને. માત્ર ભાષાજ્ઞાનનું અગર તો ઇતિહાસ, ભૂગાળ, ગણિત આદિનું જ ભણતર હાય, એમ પણ નહિ. સમ્યક્ શ્રુતનું ભણતર હાય, એમેય અને. આ શ્રી ભગવતીજી સૂત્રનું ભણતર હેાય, એને ય બને. અરે, છેક દશમા પૂર્વમાં કાંઈક ન્યૂન સુધીનું ભણતર હોય, એમ પણ બને. એટલું બધું ભણતર હોય, તે છતાં પણ એ ભણતરવાળા મિથ્યાત્વના ઉદ્ભયવાળા હાય તે તે અજ્ઞાની જ છે. એટલા બધા ભણતરવાળાને પણ અજ્ઞાની કહેવાનું કારણ શું ? અથવા તે તેનામાં અજ્ઞાન છે, એમ કહેવાનું કારણ શું? એનું કારણ એ છે કે-એટલું બધું ભણતર હોવા છતાં પણ, ‘સુખ તા માત્ર વિષયાના ભાગવટામાં જ રહેલું છે. દુઃખ અનિષ્ટ વિષયાના સંયેાગમાં તથા ઈષ્ટ વિષયાના વિયેાગમાં અને સુખ ઈષ્ટ વિષયાના સંચાગમાં તથા અનિષ્ટ વિષયાના વિયાગમાં.’–આવું જ એ માન્યા કરતા હોય છે. દુ:ખ ન જોઇએ તો અનિષ્ટ વિષયાના વિયાગ સાધવા જોઇએ અને સુખ જોઇએ તા ઈષ્ટ વિષયેાના સંયેાગ સાધવા જોઇએ, કારણ કેઈટ વિષયેાના ભાગેાપભાગમાં જ સુખ રહેલું છે.’
ન
Page #577
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
૫૪૩
આવી એની માન્યતા, એટએટલા ભણતરને ભણ્યા પછીથી પણ, કાયમી બની રહી હેાય છે. એ માન્યતાને લઈને તેને લેાભ, માયા, માન અને ક્રોધ–એ ચારેય કષાયે જરૂરી અને હિતકારી લાગતા હાય છે. આવી માન્યતાવાળા ગમે તેટલું ભણેલા હાય, તે પણ તે અજ્ઞાન જ છે; માટે જ કહેવાય છે કે-મિથ્યાત્વની સાથે અજ્ઞાન તા સંકળાએલું જ છે. એવા માણસ પેાતાને જે ભણતર પ્રાપ્ત થયું છે, તેના ઉપયાગ વિષયસુખાની જ સાધનામાં અને ક્રોધાદિ કષાયાને સલ અનાવવાના ઉપાયાને ચેાજવામાં જ કર્યાં કરે છે. સમ્યગ્દર્શન ગુણ કેમ પ્રગટે ?
6
જીવનું મિથ્યાત્વ જ્યારે મન્ત્રતાને પામે, ત્યારે જ તેનામાં વિષયવિરાગ જન્મી શકે છે; ત્યારે જ તેનામાં કષાયત્યાગની ભાવના પેદા થઈ શકે છે; ત્યારે જ તેનામાં મેાક્ષને મેળવ વાની વૃત્તિ પ્રગટ થઈ શકે છે. એટલું થયા પછીથી પણુ, જીવ ૮ મેાક્ષ જ જોઈ એ ’–એવી વૃત્તિને તા મિથ્યાત્વ વિશેષ મન્ત્ર અન્યા બાદ પામી શકે છે. ૮ મેાક્ષ જ જોઈ એ’–એવી વૃત્તિ આવ્યા બાદ, મિથ્યાત્વને જો જોર કરવાની તક ન મળે અને જીવ સાચા મેાક્ષમાર્ગ કયેા હાઈ શકે તેના શેાધક અને, તે મિથ્યાત્વના ક્ષયાપશમાદિ રૂપ સમ્યગ્દર્શન ગુણને પામી શકે છે. અજ્ઞાન તેા મિથ્યાત્વની સાથે જ સંકળાએલું હાવાથી, સમ્યગ્દર્શન ગુણુ પ્રગટવાની સાથે જ સભ્યજ્ઞાન ગુણ પ્રગટે છે. સમ્યગ્દર્શન ગુણના સુપ્રતાપે, એ જીવનું જેટલું ભણતર હાય છે, તે સમ્યક્ રૂપે પરિણમે છે. પછી જેટલું ભણે છે, તેટલું પણ સમ્યક્ રૂપે તેને પરિણમે છે, એનામાં તત્ત્વસ્વરૂ
Page #578
--------------------------------------------------------------------------
________________
૫૪૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો
પનું યથાર્થ વર્ણન યથાર્થ રૂપે રૂચે, એવા પ્રકારની લાયકાત સમ્યગ્દર્શન ગુણના સુચાગે પ્રગટે છે. આ બધા ઉપરથી તમારે એ વિચારવાનું છે કે-મિથ્યાત્વ એ જીવના શત્રુપણાનું કેવું ભયંકર કાર્ય કરે છે અને એના ચેાગે જ્ઞાન પણ અજ્ઞાન રૂપે જ કામ કરીને જીવને દુષ્કર્મીના ઉપાર્જનમાં નિમિત્ત બને છે. જે જ્ઞાન કર્મક્ષયનું અને શુભ કર્મના બન્ધનું કારણ બની શકે, તે જ્ઞાન પણ મિથ્યાત્વના પ્રતાપે અજ્ઞાન રૂપ બનીને, દુષ્કર્મોના બંધનું કારણુ ખને છે; એટલું જ નહિ, પણ કાઈ જીવને એધિની પ્રાપ્તિ દુર્લભ પણ અનાવી દઈ શકે છે. સમ્યક્ શ્રુતના ઉપાર્જનની આવશ્યકતા ઃ
મિથ્યાત્વના ક્ષયે પશમાદિથી સમ્યગ્દર્શન ગુણ પ્રગટ્યો, પણ એથી તે પૂર્વનું જે જ્ઞાન અજ્ઞાન રૂપ હતું તે સમ્યજ્ઞાન રૂપ બન્યું, પણ સમ્યક્ શ્રુતના આધ તા જોઇએ ને ? સમ્યગ્દર્શન ગુણુથી એવી પણ લાયકાત આવી કે–શ્રુત માત્રને એ પેાતાનામાં સમ્યગ્ રૂપે પરિણમાવી શકે, પણ સમ્યક્ શ્રુતનેા અભ્યાસ સમ્યગ્દર્શન ગુણને સ્થિર કરનારા અને સમ્યગ્દર્શન ગુણવાળાની ભાવનાને અમલમાં આવવામાં ખૂબ જ સહાયક અને એવા હાય છે. સમ્યગ્દર્શન ગુણને પામેલાની ભાવના કયી ? સભ્યજ્ઞાન અને સારિત્ર દ્વારા મેાક્ષને જ સાધવાની. એ સભ્યજ્ઞાનના અને સમ્યક્ચારિત્રના જ ખાસ અર્થી હોય. વળી સમ્યગ્દર્શન ગુણ ક્ષાયિક પ્રકારના ન આવે, ત્યાં સુધી એ ગુણ પાછા ન જ આવરાઈ જાય, એવું નક્કી નહિ. આપણે જોયું કે– ભગવાન શ્રી મહાવીર પરમાત્માના આત્માના સમ્યગ્દર્શન ગુણ પણ આવરાઈ જવા પામ્યા હતા. એટલે સમ્યજ્ઞાનને વિષેના
Page #579
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૫૪૫,
ઉદ્યમ અવશ્ય હવે જોઈએ. સમ્યજ્ઞાન પ્રત્યેની બેદરકારી અથવા તો પ્રમાદને અંગે ઓછું લક્ષ્ય પણ શત્રુની ગરજ સારે છે. સમ્યક કૃતના જ્ઞાનમાં પ્રયત્નશીલ ઘણે અંશે બચી શકે છે.. અવિરમણ રૂપ શ૩:
સમ્યગ્દર્શન તથા સમ્યજ્ઞાન રૂપ ગુણે પ્રગટવા છતાં પણ, “અવિરમણ નામને ભયંકર દુશ્મન તો બેઠેલો જ છે. અવિરમણ નામના ભયંકર દુશ્મનની સાથે જીવવું પડે તો ય સાવધગીરીથી જીવવું પડે, કારણ કે–એનામાં સમ્યગ્દર્શન ગુણ અને સમ્યજ્ઞાન ગુણ આવાઈ જવા પામે, એવી બેફામ હાલતમાં આત્માને મૂકી દેવાની શક્તિ છે. આત્મા જે. ગાફીલ બની જાય, તે ગબડી પડે. આ ઉપરાન્ત, જ્યાં સુધી “અવિરમણ” નામને દુશમન જીવે છે, ત્યાં સુધી સાવધ જીવને પણ નિર્જરા સાધવામાં બહુ જ મુશ્કેલી નડે છે. હવે એને એકલી નિર્જરા સાધવી છે, પણ અવિરમણ રૂપી દુશ્મન બંધથી સર્વથા બચવા દે જ નહિ. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન ગુણની સફલતા સમ્યફચારિત્રને આભારી છે, પણ જ્યાં સુધી અવિરમણ રૂપી દુશ્મન જોરમાં હોય છે, ત્યાં સુધી આત્મા સમ્યક્રચારિત્રને પામી શકતો નથી. અવિરમણ એટલે અવિરતિ. હિંસાદિક પાપથી અને કષાયથી વિરામ પામવું, એ વિરતિ, અને એનાથી વિરામ નહિ પામવું, એ અવિરતિ. હિંસાદિક પાપથી અને કષાયથી વિરામ પામ્યા કરવાની ભાવનાથી પણ લાભ થાય છે, પણ એ જ સૂચવે છે કે-હિંસાદિક પાપથી અને કષાયથી જે વિરામ પામવામાં આવે તે તેથી મહા લાભ થાય. વિરામ પામવામાં ખરે લાભ.
Page #580
--------------------------------------------------------------------------
________________
૫૪૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને હોય, તો જ વિરામ પામવાની ભાવનાથી લાભ સંભવે. એટલે એકાન્ત નિર્જરાના અથ એવા પણ જીવને, કર્મબંધ કરાવ્યા કરવાનું કામ અવિરમણ કરે છે. આથી એ પણ જીવને શત્રુ જ છે. શ્રી ભગવતીસૂત્રનું સામર્થ્ય કોને ઉપયોગી આ ત્રણ-
મિથ્યાત્વ રૂપ, અજ્ઞાન રૂપ અને અવિરમણ રૂપ-શત્રુઓના સિન્યને નાશ કરવાને માટે, શ્રીમાન મહાવીર મહારાજાએ, આ શ્રી ભગવતીજી સૂત્રને નિયુક્ત કરેલું છેએવી વાતને પોતાની શાસ્ત્રપ્રસ્તાવનામાં જણાવવા દ્વારા, ટીકાકાર મહર્ષિ એવી પ્રેરણા કરી રહ્યા છે કે–તમે આ સૂત્રનું વાંચન અને શ્રવણ આદિ પણ એ જ હેતુને લક્ષ્યમાં રાખીને કરજો. આ વાત જેઓને ગમી જાય, તેઓ કાં તે સમ્યગ્દષ્ટિ જીવે છે, કાં તો મન્દ મિથ્યાત્વવાળા છે છે. મન્દ મિથ્યાત્વવાળા છે જે સભાવથી આ સૂત્રને સાંભળે, તો તેમનું મિથ્યાત્વ ગળી જવા પામે તેમ છે; તત્વના સ્વરૂપને પણ આ સૂત્રના શ્રવણથી સુન્દર પ્રકારને બંધ થાય તેમ છે; અને પાપ માત્રથી વિરમણ પામવાની જ પ્રેરણા કર્યા કરનારું આ સૂત્ર છે. આમ આ સૂત્ર મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરમણના નાશનું સામર્થ્ય ધરાવે છે, પણ તે સામર્થ્ય જીવને માટે ત્યારે જ ઉપયોગી થાય, કે જ્યારે જીવ આ સૂત્રના શ્રવણાદિ દ્વારા, આ સૂત્રના તેવા પ્રકારના સામર્થ્યને સ્વયં ઉપભેગ કરનારે બને. એ માટે, જીવે લાયક બનવું જોઈએ. તમે લાયકાત માટે પ્રયત્નશીલ બને અને બન્યા રહે, એ જ એક શુભેચ્છા.
Page #581
--------------------------------------------------------------------------
________________
૨૬-શ્રી ગણધરદેવની તિથી રચાએલું :
શ્રી ગણધરદેવની રચનાઃ
હવે, છેલ્લા-ચાવીસમા વિશેષણ તરીકે આ સૂત્રની રચના કાણે કરેલી છે, તે જણાવે છે. ચાવીસમા વિશેષણ તરીકે ટીકાકાર મહિષ કમાવે છે કે
ઃઃ
" बलनियुक्तककल्पगणनायकमतिप्रकल्पितस्य । " એટલે કે–સેનાપતિ તરીકે ચેાગ્ય એવા સેનાનાયક જેમ પોતાની બુદ્ધિથી જયકુંજરને યુદ્ધને માટેની ઉપયાગી સામગ્રીવાળા બનાવે છે, તેમ શ્રી ગણધરપદને ચેાગ્ય એવા શ્રી ગણધરભગવાને પોતાની મતિથી આ શ્રી ભગવતીજી સૂત્રની રચના કરેલી છે. સેનાનાયક આદિને નિયુક્ત મહારાજા કરે, પણ સેનાને કેમ ગેાવવી, કેવી તૈયારીવાળી બનાવવી, એ વિગેરે કાર્ય સેનાનાયક કરે. સેનાનાયક લાયકને જ અનાવાય. જેને–તેને સેનાનાયક બનાવવામાં આવે, તા બળવાન પણ સૈન્ય બળહીન બની જાય. અચેાગ્ય સેનાનાયક જીતીને તે ન આવે, પણ જીતાએલી ખાજીને ચ હારમાં ફેરવી નાખે. એ જ રીતિએ, ભગવાન શ્રી જિનેશ્વરદેવા યાગ્ય આત્માઓની ગણધર પદે સ્થાપના કરે છે. ત્રિપદીના શ્રવણુ માત્રથી, જેમના મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના એવા ઉત્કટ યેાપશમ થાય કે–દ્વાદશાંગીની રચના અન્તર્મુહૂર્ત માત્રમાં
Page #582
--------------------------------------------------------------------------
________________
૫૪૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને કરી શકાય, તેવા સુયોગ્ય, એટલે કે-ગણધરનામકર્મને નિકાચિત કરીને આવેલા અને ભગવાનની પાસે દીક્ષિત બનેલા આત્માઓને જ ભગવાન ગણધર પદે સ્થાપે છે. એ આત્માઓ પિતાની મતિથી દ્વાદશાંગીની રચના કરે છે. તે પછી ભગવાન અનુજ્ઞા આપે છે, માટે જ દ્વાદશાંગીની છઘસ્થ પિતાની મતિથી રચના કરેલી હોવા છતાં પણ, દ્વાદશાંગીને શ્રી અરિહન્ત પરમાત્માઓનાં જ વચને તરીકે માન્ય કરવામાં આવે છે.
૨૭–ટીકારચના અંગે સ્પષ્ટીકરણ :
ટીકાની રચનાનો હેતુ :
આ રીતિએ, સમુન્નત જયકુંજરની સાથે શ્રી ભગવતીજી સૂત્રની ચાવીસ વિશેષણ દ્વારા સરખામણી કરીને, ટીકાકાર મહર્ષિ, પિતે આ સૂત્રની ટીકા રચવાને માટે કેમ ઉત્સાહિત બન્યા છે, તેનું સ્પષ્ટીકરણ કરે છે. વૃત્તિને તેઓ નાડિકા તરીકે ઓળખાવે છે. જયકુંજર ઉપર ચઢવાને માટે નાડિકા જરૂરી ગણાય છે. હાથી ઉપર ચઢવાને માટે દેરડાનું આલંબન લેવું પડે છે, તે સમુન્નત જયકુંજર ઉપર ચઢવાને માટે દેરડાનું આલંબન લેવું પડે, એમાં નવાઈ નથી. એ જ રીતિએ, શ્રી ભગવતીજી સૂત્રને સુલભતાથી બોધ થાય,
Page #583
--------------------------------------------------------------------------
________________
બીજે ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૫૪૯ એ માટે નાડિકા જેવી વૃત્તિ જોઈએ. ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે-મુનિઓ રૂપી દ્ધાઓ અનાબાધપણે આ સૂત્રના અધિગમને પામી શકે, એ માટે હું આ વૃત્તિ રૂપી નાડિકાની રચના કરવાનું શરૂ કરું છું. મુનિ રૂપી યોદ્ધાઓ :
મુનિઓ, એ દ્ધાઓ છે. શ્રી જૈન શાસનમાં, યોદ્ધા તરીકેનું પદ, સાચી રીતિએ મુનિઓને જ ઘટી શકે છે. મુનિઓ, બીજી સઘળી ય પ્રવૃત્તિઓને તજી દઈને, કર્મશત્રુને ખાળવાની અને કર્મશત્રુને સંહાર કરવાની પ્રવૃત્તિ કરવાની પ્રતિજ્ઞા કરી ચૂકેલા હોય છે. નવાં કર્મોને આવતાં અટકાવવાં અને પ્રાચીન કર્મોને ક્ષીણ કરી નાખવાં, એ જ એક લક્ષ્યને અનુલક્ષીને, તેને જ અનુસરતી પ્રવૃત્તિ કરવાની અને તેનાથી વિરૂદ્ધ એવી કોઈ પણ પ્રવૃત્તિને નહિ કરવાની જેમણે મહા પ્રતિજ્ઞા લીધી છે, તેઓ જ શ્રી જૈન શાસનમાં મુનિ મનાય છે અને તે રીતિએ પ્રવર્તનારાઓ જ મુનિપદને ઉજવલ કરવા દ્વારા, પોતાના આત્માને ઉજવલ કરે છે અને અને કેના આત્માઓના ઉજવલપણામાં નિમિત્ત બને છે. સંસારના ગમે તેવા ભડવીર દ્ધાઓ પણ, આ યોદ્ધાઓની પાસે તુચ્છ છે. સમરાંગણમાં શૂરવીરતાથી સલામતપણે શત્રુઓને સંહારવાની સર્વોત્કૃષ્ટ શક્તિ ધરાવનારા પણ દુનિયાના યોદ્ધાઓ, કામાદિ આન્તર શત્રુઓથી પરાજિત બનેલા હોય છે, જયારે મુનિ રૂપી દ્ધાઓ બાહા શત્રુઓને ક્ષમાદિથી જીતનારા અને આન્તર શત્રુઓને પણ ક્ષમાદિ દશવિધ ધર્મથી પરાજિત કરનારા હોય છે. આવા મુનિઓ રૂપી દ્ધાઓને, સહાય,
૩૫
Page #584
--------------------------------------------------------------------------
________________
૫૫૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો સમુન્નત જયકુંજર જેવાં સૂત્રોની લેવી પડે છે. એમાં એમને કઈ પણ પ્રકારની બાધા ઉપજે નહિ, એ પ્રયત્ન કરે, એ માત્ર શ્રમણોપાસકેનું જ કર્તવ્ય છે-એમ નહિ, પરંતુ સૌ કેઈનું એ કર્તવ્ય છે. કર્મશત્રુ સામેનું યુદ્ધ જેને ગમતું હેય, તે જે જે રીતિએ પિતાથી શક્ય હોય, તે તે રીતિએ મુનિઓ રૂપી યોદ્ધાઓને અનાબાધપણું પ્રાપ્ત થાય, તે માટે પ્રયત્ન કરવાને લલચાયા વિના રહે નહિ. એટલે ટીકાકાર મહર્ષિ આ પ્રયત્ન કરે, તેમાં નવાઈ જેવું કાંઈ છે જ નહિ. ટીકારચના અંગે અગત્યને ખૂલાસઃ
અહીં ટીકાકાર મહર્ષિ એક બહુ જ અગત્યને ખૂલાસે કરે છે. ટીકાકાર મહર્ષિ કેવા પ્રમાણિક છે, કૃતજ્ઞ છે, નિરભિમાની છે, તે વિગેરે આ ખૂલાસાથી જણાઈ આવે છે. તેઓશ્રી ફરમાવે છે કે “મારી પૂર્વે થઈ ગયેલા મુનિઓ રૂપી શિલ્પિઓએ રચેલી આ સૂત્રની વૃત્તિ અને શૂર્ણિ રૂપી નાડિકાઓ હાલ પણ વિદ્યમાન છે; એ વૃત્તિ અને શૂર્ણિ ઘણા શ્રેષ્ઠ ગુણવાળી પણ છે; પરંતુ તે પ્રમાણમાં નાની હોવાથી માત્ર મેટાઓને જ, એટલે કે-ઘણા મોટા બુદ્ધિશાળી આત્માએને જ વાંછિત વસ્તુના સાધનમાં સમર્થ બની શકે એવી છે. આથી હું એવી મેટી વૃત્તિને રચવાને આરંભ કરું છું, કે જે વૃત્તિ તેવા મેટા બુદ્ધિશાલી ન હોય, તેઓને માટે પણ ઉપકારક નિવડે. આ મોટી વૃત્તિની રચના પણ હું નિરાધારપણે કરવાનું નથી, પરંતુ હાલ આ સૂત્રની પ્રમાણમાં નાની એવી જે વૃત્તિ અને શૂર્ણિ છે તેનું તેમ જ બીજા શ્રી જીવાભિગમાદિ નામનાં સૂત્રે છે–તે સૂત્રોનાં વિવરણે રૂપ
Page #585
--------------------------------------------------------------------------
________________
બીજે ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૫૫૧
દોરડાંઓના અંશોનું સંઘદૃન કરવા પૂર્વક જ હું આ વૃત્તિની રચના કરવાને છું.” વળી તેઓશ્રી ફરમાવે છે કે “નાડિકા જેવી આ મેટી વૃત્તિને હું માત્ર મનસ્વિપણે રચવાને આરંભ કરતું નથી, પરંતુ સમુન્નત જયકુંજરની નાડિકાની રચના જેમ હસ્તિનાયકના આદેશથી કરાય છે, તેમ હું પણ ગુરૂજનના વચનને આધીન બનીને આ મેટી નાડિક રૂપી મેટી વૃત્તિની રચના કરવાને આરંભ કરું છું.અહીં તેઓશ્રી પિતાને માટે કહે છે કે પૂર્વ મુનિએ રૂપી જે શિલ્પિ થઈ ગયા છે, તેમના કુલમાં અમે ઉત્પન્ન થયેલા છીએ.”
સ્વતન્ત્રપણે આચરવાને હક્ક છને છે. પણ સ્વતન્ત્રપણે માર્ગપ્રરૂપણ તે ભગવાન સિવાય કંઈ કરી શકે જ નહિ
ટીકાકાર મહર્ષિએ કરેલે આ ખૂલાસો કેટલું બધું સુન્દર છે? પોતે સ્પષ્ટપણે સરલતાથી જણાવી દે છે કે-હું આ સૂત્રની ટીકાની રચના કોના આધારે કરવાનો છું. આ ખૂલાસામાં જેમ સરલતા, પ્રમાણિકતા અને નમ્રતા છે, તેમ આ ખૂલાસામાં આ વૃત્તિની પ્રમાણુસ્વરૂપતાને જાહેર કરવાની તાકાત પણ છૂપાએલી છે. વાંચનારને હેજે થાય કે-પૂર્વના સમર્થ મહાપુરૂષોએ જે કહ્યું છે, તે જ આ મહાપુરૂષે પણ કહ્યું છે અને એથી આ રચના વિશ્વસનીય છે. ટીકાકાર મહર્ષિ તે પોતાના ખૂલાસામાં કહે છે કે–વસ્તુતઃ આ રચના નથી, પણ સંઘદૃન છે. જાણે કે–સંાજન માત્ર છે. આ સૂત્રની જે ટીકા તથા ચૂર્ણ છે તેનું અને શ્રી જીવાભિગમાદિ સૂનાં જે વિવરણે છે, તેમાંથી જે જે અંશે આ સૂત્રને અંગે ઉપયોગી થાય તેવા છે, તે તે અંશોનું સંઘદૃન કરવા રૂપજ મારે આ પ્રયાસ છે,
Page #586
--------------------------------------------------------------------------
________________
૫૫૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
એમ એ મહાપુરૂષ જાહેર કરે છે. મહાપુરૂષે આવું જાહેર કરે, તેમાં નવાઈ પામવા જેવું કાંઈ છે જ નહિ. જે શાસનમાં, ત્રિપદી માત્રને પામીને ચૌદ પૂર્વે સહિત દ્વાદશાંગીની રચના કરનારા અને તે પણ માત્ર પોતાની જ મતિથી રચના કરનારા ગણધરભગવાને પણ એમ જ કહેતા હોય કે ભગવાને કહેલું અમે કહીએ છીએ.” તે શાસનમાં થયેલા અને તે શાસનના મર્મને સારી રીતિએ પામેલા મહાપુરૂષે, “અમે પૂર્વના મહાપુરૂ
એ કહેલું જ કહીએ છીએ.”—એમ કહે, એમાં આશ્ચર્ય પામવા જેવું છે જ શું? આશ્ચર્ય તો ત્યારે પામવાનું હોય, કે જ્યારે તે ભગવાનના નામને કે મહાપુરૂષના નામને ઓળવે. આપણે ત્યાં, શ્રી જૈન શાસનમાં સ્વતન્ત્રપણે આચરવાનો અધિકાર છએ પ્રકારના અતિશયજ્ઞાનિઓને છે. તેમની ગ્યતાને લઈને તેમને આ શાસને તે પ્રકારનો અધિકાર આપે છે, પરંતુ સ્વતન્ત્રપણે માર્ગનું નિરૂપણ કરવાનો અધિકાર તે એક માત્ર ભગવાન શ્રી જિનેશ્વરદેવને જ છે. શ્રી જૈન શાસનને પામેલા બીજા સર્વે તે ભગવાનના નામે જ કહે ભગવાને કહેલું કહેવાને જ આગ્રહ રાખે ભગવાને ન કહ્યું હોય તેવું જે કહેવાઈ જાય અને તેની ખબર પડી જાય, તો તેને મહા પાપ થઈ ગયું એમ માને, ભગવાને ન કહ્યું હોય તેવું કહેવાઈ ગયાથી મહા પાપ થયાનું માનીને, તે પાપથી છૂટવાને માટે પ્રાયશ્ચિત્ત કરે, એટલા માટે તે, મહાપુરૂષો પોતાના રચેલા ગ્રન્થને અન્ત લખી દે છે કે-અજાણતાં, ઉપગશન્યતાદિથી જે એક પણ વચન ભગવાનની આજ્ઞાથી વિરૂદ્ધ લખાઈ ગયું હોય, તો મિચ્છા મિ દુક્કડં દઈએ છીએ.”—એટલું જ નહિ, પણ તેઓ એવું કોઈ વચન આવી ગયેલું જણાય, તે તે વચનને સુધારી
Page #587
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૫૫૩
લેવાની સુણોને ભલામણ, વિનંતિ પણ કરે છે. શ્રી જૈન શાસનની આ પરિપાટી છે. “શ્રી જિનના વચનથી અંશે પણ વિરૂદ્ધ બોલવું એ ઉસૂત્રકથન છે અને ઉસૂત્રકથન એ મહા પાપ છે –આવું માનનાર, સદાને માટે શ્રી જિનના વચનને અનુસારે જ બલવાની જરૂર લાગે ત્યારે બોલવાની વૃત્તિવાળો હેય, એ સ્વાભાવિક છે. આથી જ, શ્રી જિનના વચ-નને અનુસારે જ બલવાની કાળજીવાળા અને શ્રી જિનના વચનને અનુસારે જ બોલી શકે એવા જ્ઞાનવાળા પૂર્વે જે મહાપુરૂ થઈ ગયા હોય, તેમનાં વચનને અનુસારે હું કહું છું-એમ જે કઈ કહે અને તે કથન જે સાચું હોય, તે આપણને તેમના કથનને સાંભળીને તેમના ઉપર ભક્તિભાવ પેદા થવા જોઈએ નહિ કે–“મીયાના ચાંદે ચાંદ જેવી વાત કરનારા છે”—એવું કહીને તેવા સુજ્ઞ જનેને અનાદર કરે જઈએ. શાસનદેવીની પ્રેરણાવાળા પ્રસંગને અંગેઃ
અત્રે પ્રસંગ છે માટે એ વાત તરફ ધ્યાન ખેંચવામાં આવે છે કે-આ સૂત્રની વાચના શરૂ થઈ, તેની નજદિકના સમયમાં, પરમ ઉપકારી આચાર્યભગવાન શ્રીમદ્દ અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ કોની પ્રેરણાથી નવ અંગસૂત્રની ટીકા રચી છે–એ વિષે કેટલીક વાત કહેવાઈ હતી. શાસનદેવીની પ્રેરણાને વશ બનીને, આચાર્યભગવાન શ્રીમદ્દ અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ નવ અંગસૂત્રોની ટીકાઓની રચના કરી, એ શ્રી પ્રભાવકચરિત્રમાં ઉલ્લેખ છે. એ ઉલ્લેખને “દન્તકથા માત્ર તરીકે એક મુનિશ્રીએ જાહેર કરેલ હેઈનેખૂલાસે કરાયો હતો કે–આચાર્યભગવાન શ્રીમદ્દ અભયદેવસૂરીશ્વરજી
Page #588
--------------------------------------------------------------------------
________________
૫૫૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન મહારાજાના સમયમાં, આ શ્રી ભગવતીજી સૂત્રની ટીકા અને ચૂર્ણ વિદ્યમાન હતી, પરંતુ તેમની પૂર્વે થઈ ગયેલા આચાર્યભગવાન શ્રીમત્ શીલાંસૂરીશ્વરજી મહારાજાએ અગીઆરેય અંગસૂત્રે ઉપર જે બૃહદવૃત્તિઓ રચી હતી, તેમાં માત્ર પહેલાં બે અંગસૂત્રની વૃત્તિઓ સિવાયની નવ અંગસૂત્રની વૃત્તિઓ અનુપલબ્ધ બની ગઈ હતી. આથી જ, આચાર્યભગવાન શ્રીમદ્દ અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ નવ અંગસૂત્રો ઉપર નવ બૃહદવૃત્તિઓની રચના કરી. એ વાત, ટીકાકાર મહર્ષિએ અત્રે કરેલા ખૂલાસા ઉપરથી પણ સિદ્ધ થાય છે, કારણ કે–તેઓશ્રી કહે છે કે પૂર્વે થઈ ગયેલા મુનિઓ રૂપી શિલ્પિઓએ રચેલી વૃત્તિ અને ચૂર્ણ હાલ વિદ્યમાન તો છે જ અને તે ઘણા શ્રેષ્ઠ ગુણોએ સહિત પણ છે, પરંતુ તે પ્રમાણમાં નાની છે.” આ ખૂલાસ એવું સૂચિત કરે છે કેએ વખતે પરમ ઉપકારી આચાર્યભગવાન શ્રીમત્ શીલાંકસૂરીશ્વરજી મહારાજાએ રચેલી આ સૂત્રની બૃહદ વૃત્તિ તે ઉપલબ્ધ નહોતી જ. એટલે “આ સૂત્રની ટીકા અને ચૂર્ણ વિદ્યમાન હતી’–એવા આ ઉલ્લેખ માત્રથી, શ્રી પ્રભાવક ચરિત્રકાર મહાપુરૂષનું કથન ખોટું કરી શકતું જ નથી. જુનનવનાત”—એવા પ્રયોગનું રહસ્ય :
અત્રે એ વાત પણ લક્ષ્યમાં લેવા જેવી છે કે-ટીકાકાર મહર્ષિએ “તિના વિમુહજનવિના” એ પ્રમાણે કહ્યું છે. “Tહવેચનાત 'નહિ કહેતાં, “સુહાનવરના' એમ કહ્યું છે, એમાં રહસ્ય સમાએલું છે. આથી એટલું તે સૂચિત થાય છે કે-જે ગુરૂની પાસે તેઓ દીક્ષિત થયા હતા, તેમના આદે
Page #589
--------------------------------------------------------------------------
________________
૫૫૫
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના શથી આ વૃત્તિ રચાએલી નથી. એમના આદેશથી જે આ વૃત્તિ રચાઈ હોત, તે “ઝન' શબ્દને પ્રગ કરાયો ન હોત, તેમ જ “વચન' શબ્દના સ્થાને કેઈ સીધા જ આજ્ઞાસૂચક શબ્દનો પ્રયોગ કરાયો હત. ગુરૂ શબ્દને અર્થ વડિલ પણ થઈ શકે. ટીકાકાર મહર્ષિ તે કહે છે કે-આ ટીકાની રચના હું ગુરૂજનના વચનથી કરું છું અને મારે મન તે વચન હસ્તિનાયકના આદેશ જેવું છે. અહીં જયકુંજરની સાથે આ સૂત્રની સરખામણી કરાએલી છે, માટે “ સ્તનાયક' એવો પ્રયોગ કરાયો છે. જેમાં ભગવાનને શાસનનાયક કહેવાય છે તેમ. નિજકને નાયક કહેવાય. “સ્તિના” સાથે મારા શબ્દ વાપર્યો અને ગુહાન”ની સાથે વચન શબ્દ વાપર્યો, એટલે ‘ગુજ્ઞનવવસ્' એમ કહીને શાસનદેવી એવી મૃતદેવીના વચનની વાતને તેઓશ્રીએ ગર્ભિત રીતિએ જણાવી દીધી તથા પિતે એ વચનને ભગવદાદેશ તુલ્ય માન્યું, માટે પિતે આ શ્રી ભગવતીજી સૂત્રની રચના કરી, એવી કલ્પનાને પણ અત્રે અવકાશ પ્રાપ્ત થાય છે. ટીરચના રૂપ શિલ્પકલા :
આ બધું જણાવ્યા પછીથી, શાસ્ત્રપ્રસ્તાવનાના અન્તભાગમાં તેઓશ્રીએ જે એમ કહ્યું કે- પૂર્વે થઈ ગયેલા મુનિઓ રૂપી શિલ્પિઓના કુલમાં ઉત્પન્ન થયેલા અમારા વડે નાડિકા તુલ્ય આ વૃત્તિ શરૂ કરાય છે”—એ પણ વિશેષ ભાવની સૂચક વસ્તુ છે. શિલ્પનું કાર્ય મોટે ભાગે પરંપરાગત ચાલ્યું આવે છે. શિલ્પનું જ્ઞાન ઘણે ભાગે વારસાગત મળેલું હોય છે. વારસામાં ચાલ્યું આવતું જ્ઞાન જ બરાબર ચાલ્યું આવ્યું હોય,
Page #590
--------------------------------------------------------------------------
________________
૫૫૬
- શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને તે શિલ્પશાસ્ત્રના અભ્યાસથી જે વાતને ખ્યાલ ન આવે, તેવી પણ વાતને ખ્યાલ તેવા વારસાગત જ્ઞાનને પામેલાને હોય છે. ટીકાકાર મહર્ષિ કહે છે કે અમારું કુળ મુનિ રૂપી શિલ્પિઓનું છે. અમારું કુળ એવું છે, કે જે કુળમાં પૂર્વે ઘણા મુનિ રૂપી શિલ્પિ થયેલા છે. અહીં શિપિઓ એટલે ટીકા વિગેરેની રચના કરનારાઓ એમ સમજવાનું છે. એવા મુનિઓના કુળમાં ઉત્પન્ન થયેલા અમે છીએ, એટલે ટકાની રચના કરવા રૂપી શિલ્પકલા અમારા કુળના વારસામાં ચાલી આવેલી છે અને એથી અમને આ ટીકારચના રૂપી શિલ્પકલાનું જ્ઞાન છે, એવું પણ સૂચન તેમના આ કથનમાંથી મળી રહે છે.
આ રીતિએ ટીકાકાર મહષિએ રચેલી શાસ્ત્રપ્રસ્તાવના પૂર્ણ થાય છે. હવે તેઓશ્રી આ શ્રી પંચમાંગ સૂત્રના “વિચાહ પત્તિ” એવા નામની વ્યાખ્યા કરે છે.
सर्वमंगलमांग, सर्वकल्याणकारणम् । प्रधान सर्वधर्माणां, जैन जयति शासनम् ॥ १ ॥
Page #591
--------------------------------------------------------------------------
________________
ભગવાન શ્રી જિનેશ્વરદેવાએ ફરમાવેલા માક્ષમાર્ગની પિછાન કરાવતું, આરાધનાની વૃત્તિને પેદા કરતું, એક માત્ર સાપ્તાહિક
શ્રી જેન પ્રવચન
*
વ્યાખ્યાન
પૂ. પરમ શાસનપ્રભાવક, વાચસ્પતિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી
મહારાજાએ આપેલાં શ્રી જિનાગમસાગર્ભિત પ્રભાવક પ્રવચનેાનું સારભૂત અવતરણ વિગેરે પ્રગટ થાય છે. ⭑
વાર્ષિક સવાજમછ રૂપિયા
* વર્ષ તા. ૧ જાન્યુઆરીથી શરૂ થાય છે. હાલ ૨૪ મું વર્ષ ચાલે છે. *
શ્રી જૈન પ્રવચન કાર્યાલય ઠે. શ્રી મનસુખભાઈ શેઠની પાળ સામે, દવાખાનાના મેઢા ઉપર, અમદાવાદ
Page #592
--------------------------------------------------------------------------
________________ એક જાહેર અભિપ્રાય એ વ્યાખ્યાનના વ્યાખ્યાતા જૈનરત્ન વ્યાખ્યાનવાચસ્પતિ આચાર્ય ભગવાન શ્રીમદ્ વિજયલબ્ધિસૂરિજી હતા અને તેનું અવતરણ તેમના વિદ્વાન્ વિયરત્ન શિય પૂ. મુનિરાજ શ્રી વિક્રમવિજયજીએ કર્યું હતું. એ અવતરણને એક ભાગ, શ્રી લબ્ધિસૂરીશ્વર ગ્રન્થમાલાના અઠ્ઠાવીસમા ગ્રંથ તરીકે શ્રીયુત ચીમનલાલ નાથાલાલ શાહના સંપાદન હેઠળ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને નામે પ્રગટ થયે છે. * * * * આ પુસ્તકના સંપાદકે આ વયાખ્યાના આચાર્યદેવના શબ્દો રૂપે, એવી તે સુંદર ભાષામાં ૨જુ કર્યા છે, કે એ પુસ્તક એક વખત વાંચવા માટે હાથમાં લીધા પછી પૂણું વાંચ્યા વગર તે મૂકી દેવાનું મન થાય જ નહિ. એ પુસ્તક એ નિઃશંક રીતે સાબીત કરે છે કે ઈશ્વરની હસ્તિ જેને માને છે અને જેઓ જૈનેને નાસ્તિક કહે છે અથવા માને છે, તેઓ ભ્રમણામાં છે. પુસ્તક સાડી પાંચ પાનાંનું પાકી બાંધણીનું સુંદર છપાયેલું છે. મુંબઈ સમાચાર જૈન ચર્ચા તા. ૨૯-૯-પર જેકેટ ? શ્રી ફ્રીમા પ્રિન્ટરી રતનપેાળા, અમદાવાદ,