________________
૪૪૫
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના પ્રધાનતા છે. શીખવનાર શીખવવાને મથે, તો ય શીખનાર વિનય વિના વિદ્યાને ગ્રહણ કરી શકે નહિ. વિનયપૂર્વક ગ્રહણ કરેલું શ્રત જ તત્કાલ સમ્યફ ફલને આપનારું થાય છે અને વિનયહીનને શ્રુત નિષ્ફલ નિવડે છે. આ વિષયમાં એક ઉદાહરણ આપવામાં આવે છે.
મહારાજા શ્રી શ્રેણિકને ચિલ્લણાદેવી નામની એક રાણી હતી, કે જે પરમ સુશ્રાવિકા હતી અને એવી પુણ્યશાલિની હતી કે–પિતાના પતિને તે સર્વ રાણીઓના કરતાં અધિક પ્રિય હતી.
એક વાર શ્રી શ્રેણિકને વિચાર થયો કે-“આ ચેલુણા મને સર્વ રાણીઓના કરતાં અધિક પ્રિય છે, માટે મારે આના ઉપર અન્ય રાણીઓના કરતાં અધિક પ્રસાદ કરવો જોઈએ. જે હું એક સ્તંભવાળે મહેલ કરાવું, તો તેમાં રહીને આ ચેલણા વિમાનમાં રહેલી ખેચરીની જેમ સ્વેચ્છાએ કીડા કરી શકે.”
આથી, શ્રી શ્રેણિકે શ્રી અભયકુમારને એક તંભવાળે પ્રાસાદ બનાવવાની આજ્ઞા ફરમાવી; અને શ્રી અભયકુમારે પણ તત્કાલ એક કુશળ સૂત્રધારને બેલાવીને તે કાર્ય સુપ્રત કરી દીધું.
એ સૂત્રધાર એ મહેલને માટે જોઈતું લાકડું લેવાને માટે જંગલમાં ગયો. જંગલમાં તેણે એક પછી એક વૃક્ષને જેવા માંડ્યું. એમ જોતાં, તેણે એક સર્વ લક્ષણએ સંપૂર્ણ વૃક્ષને જોયું. એ વૃક્ષ એને ગમી ગયું. એ જ વખતે એને વિચાર આવ્યું કે-ગાઢ છાયાવાળું, ઘણું ઉંચું, ઘણાં પુષ્પ તથા ફલેથી શોભતું, મેટી શાખાઓવાળું અને મેટા થડવાળું આ વૃક્ષ, અસાધારણ કટિનું જણાઈ આવે છે, એટલે જેવું તેવું પણ સ્થાન જે દેવતા વગરનું નથી હોતું, તે આ વૃક્ષ તે અવશ્ય