________________
બીજો ભાગ–શાસ્રપ્રસ્તાવના
૧૩૩
આવી વાત, સાચી હાવા છતાં પણ, આ રીતિએ અને આ સંચાગામાં ખેલાય ખરી ? એને એમ ન થાય કે—કદાચ આ, મારા પતિની જેમ મને પણ મંદિખાને નાખી દેશે તે ? પણ એની ચેલ્લણા દેવીને ફીકર જ નહિં હતી. આપણે તે, એ વિચારવું છે કે—પતિ મંદિખાને છે, તેનું ચેલ્લણાદેવીને કેટલું બધું દુઃખ છે ? આ ઉપરથી, એ પણ સમજી શકાય છે કે જો એનું ચાલે એવું હાત, તેા એ એક ક્ષણને માટે પણ શ્રી શ્રેણિકને કારાગારમાં રહેવા દેત નહિ; પરન્તુ તે સમયે કૂણિકનો પ્રભાવ એટલા મધા વિસ્તરેલા હશે, કે જેથી કેાઈ પણ માણસ શ્રી શ્રેણિકની મુક્તિને માટે કાંઈ જ કરી શકે નહિ. કણિકનું હૃદયપરિવર્તન અને શ્રી શ્રેણિકના પ્રાણત્યાગ :
ચેલ્લણાદેવીનાં વચનેાની કૂણિકના હૈયા ઉપર અસાધારણ અસર થઈ. એના પિતા પ્રત્યેના એના દ્વેષ ગળી ગયા. પિતાના ઉપકારને જાણીને, અને પોતાની જાત ઉપર ધિક્કારના ભાવ આવ્યેા. પેાતાની જાતને નિન્દતા તેણે, તત્કાલ, પિતા પાસેથી પડાવી લીધેલું રાજ્ય પિતાને સુપ્રત કરી દેવાને નિર્ણય કર્યો. માતાને પણ એણે એ વાત જણાવી. પછી પૂરૂં ખાધા વિના જ, તે ખાતે ખાતે ઉભેા થઈ ગયા અને પિતાનાં ચરણામાં નાખેલી એડીને ભાંગી નાખવાને માટે, લાહુદંડને લઈને તે એકદમ કારાગૃહ તરફ દોડ્યો. પરન્તુ તેના આવા હૃદયપરિવર્તનની શ્રી શ્રેણિકને ખબર નથી. કૃણિકને એમ લેાહુદંડને લઈને આવતા જાણીને, શ્રી શ્રેણિકને એવા એવા વિચારો આવ્યા, કે જેથી તેમણે કૃણિક ત્યાં આવી પહેાંચે તે પહેલાં તેા, પહેલેથી પેાતાની પાસે રાખી મૂકેલા તાલપુટ