________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
४८७ કે–એવાઓને એમનું જ્ઞાન ફળ્યું તે નથી, પણ ફૂટી નીકળ્યું છે. જ્ઞાનનાં વખાણ મેક્ષના કારણુપણાને અંગે જ છે અને મેક્ષ તરફ જેની નજર ન હોય, તેને જ્ઞાન ફળતું નથી. મેક્ષના અથિપણને પેદા કરવાની વૃત્તિ પણ જ્ઞાનથી જે પ્રગટે નહિ, તે એ જ્ઞાનમાં આંશિકેય પ્રશંસાપાત્રતા રહેવા પામતી નથી. જ્ઞાન જે થવું હોય પણ મેક્ષના અર્થમાં હેય, તે જ તે ઉન્નતિકારક બની શકે છે અને જ્ઞાન જ્ઞાન રૂપે ગણાવાને માટે લાયક તે, સમ્યગ્દર્શન ગુણના પ્રગટીકરણ પછીથી જ બને છે. આવા સમ્યજ્ઞાનવાળાએ તે, ઉપયોગશૂન્યતાથી પણ ગુરૂના નામને છૂપાવવાનું, અન્યનું નામ દેવાનું, અધિકઓછું ભણ્યાનું કહેવાનું પાપ પેલે પડી જવા પામે નહિતેની કાળજીવાળા હોય છે. વ્યંજન નામને જ્ઞાનાચાર:
વ્યંજન નામે છો જ્ઞાનાચાર છે. વ્યંજન શબ્દના અનેક અર્થો થાય છે, પરંતુ અત્રે વ્યંજનને “અક્ષર” એવો અર્થ ગ્રહણ કરવાને છે અને આ આદિ સ્વરે તથા આદિ વ્યંજને–એ બને ય અર્થોને તેમાં સમાવેશ કરી લેવાને છે. સૂત્રમાંના એક પણ અક્ષરને ફેરફાર કરવો જોઈએ નહિ. એક પણુ અક્ષરને ફેરફાર થઈ જાય, તે તેથી અર્થમાં ફેરફાર થઈ જવા પામે છે. સર્વજ્ઞની વાણુના એક અક્ષરમાં પણ ફેરફાર કરે, એ અનંતા શ્રી અરિહન્તદેવેની આશાતના છે અને એથી જીવને અનંતે સંસાર પણ વધી જાય. ફેરફાર કરવાની વાત તે દૂર રહી, પણ સૂત્રના એક અક્ષરનું પણ અશુદ્ધ ઉચ્ચારણ કરવાને ય મહાપુરૂષોએ નિષેધ કરેલો છે. હવ, દીર્ધ