________________
- ૨૯૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને થવા પામે. એમાં કઈ વાર, કેઈ નિમિત્તવશ, કેઈક જીવ બીજા ધ્યાને–દુર્ગાને ચઢી જાય-એમેય બને; પણ જ્યાં પાછી નજરે ભગવાન ઉપર જાય, એટલે એને ભાવ પલટાઈ જાય. કદાચ વધારે શુદ્ધ પણ બને, કારણ કે–ભાવનું લક્ષ્ય છે, એટલે આવી જવા પામેલે દુર્ભાવ એને એ સંતાપે કે એ શુભ ભાવમાં વધારે મગ્ન બની જાય. એમ સાધુવેષ પણ, ભાવના લક્ષ્યવાળાને માટે પરમ ઉપકારક બને છે, સંયમના ભાવથી પતિત થઈ ગયેલાને સંયમના ભાવમાં સુસ્થિર બનાવી દે છે. શ્રી પ્રસન્નચન્દ્ર કાચા વૈરાગ્યે દીક્ષા નહોતી લીધી.
રાજર્ષિ પ્રસન્નચન્દ્ર નિમિત્તવશ દુર્ગાને ચઢી ગયા. દુર્ગાને એવા ચઢી ગયા કે-જે એ વખતે એ મરે, તો મરે મુનિ વેષમાં અને જાય સાતમી નરકે ! એને બદલે, ભાવમાં પલટો આવ્યો ને એમણે અન્તર્મુહૂર્તમાં તે કેવલજ્ઞાન ઉપામ્યું. એ ભાવને પલટો આવવામાં, નિમિત્ત મુનિવેષ બન્યું હતું. એ કાંઈ સામાન્ય કેટિના નહેતા, છતાં પણ એ પ્રસંગવા એવા દુર્થોને ચઢી ગયા, તે બીજાઓને માટે તો પૂછવાનું જ શું હોય ? તમને કદાચ એમ લાગતું હશે કે–એમણે કાચા વૈરાગ્યે દિક્ષા લઈ લીધી હશે અને એથી વૈરાગ્ય ભાગી જતાં તેઓ દુર્ગાને ચઢી ગયા હશે, પણ એવું નથી. એ પુણ્યપુરૂષ મહા વિરાગી હતા. એમને વૈરાગ્ય કા નહોતે, તેમ દુઃખગર્ભિત પણ નહતો. એમને વૈરાગ્ય જ્ઞાનપૂર્વકને હતે, ખૂબ જ દઢ હતો અને એથી જ એ મહાપુરૂષ, પતે એક મહા રાજ્યના માલિક હોવા છતાં પણ, એ મહા રાજ્યને તૃણવત્ ત્યાગ કરી