________________
- ૩૮૩
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના મળી જાય, તે ભવભવને અંધાપે દૂર થઈ જાય; અને કદાચ અસંખ્યાતા પ્રાણિઓને પણ ભાવનેત્રનું પ્રદાન કરીને તારી શકાય. ભાવનેત્રના ભેગે દ્રવ્યનેત્રનું રક્ષણના હેય. દ્રવ્યનેત્રના ભાગે પણ ભાવનેત્રનું રક્ષણ કરવું એ હિતાવહ છે. કિંમતી વસ્તુને માટે તુચ્છ વસ્તુને ભેગ અપાય, એ ન્યા છે. આજે જગતમાં કેવી અંધાધુધી મચી રહી છે? એક—બીજાને નાશ કરીને કે કાળો કેર વર્તાવાઈ રહ્યો છે? પોતાની આશાએને પરિતૃપ્ત કરવાને માટે, બીજાઓને પારાવાર નુકશાન કરીને ઈન્સાનીયતનું ચોગરદમ લીલામ ચાલી રહ્યું છે. આ બધું શાથી? અથવા તે, આ સંસારમાં નાનું કે હું જે કાંઈ દુઃખ છે, તે શાથી છે ? ભાવનેત્રના અભાવથી. ભાવનેત્ર પાસે દ્રવ્યનેત્રની કિંમત નહિવત્ છે. ભાવનેત્ર-ચણ :
આ શ્રી ભગવતીજી સૂત્રનું જે શ્રવણ કરાવવામાં આવે છે, તે ભાવનેત્રયજ્ઞ છે. આ સૂત્રના શ્રવણથી મિથ્યાત્વની લાગેલી મલિનતા ટળે અને અવિરતિની ઉધઈ નાશ પામે, એટલે જ્ઞાન ચરણ રૂપ નયનયુગલ પ્રાપ્ત થાય. જામી ગયેલ પડળો દૂર ન થાય, છારી–કુલાં–ખીલ ન કપાય, ત્યાં સુધી નેત્ર માત્ર પીડાને પામવાને માટે જ છે. એ દૂર થાય તે પીડા જાય અને પ્રકાશ પમાય; જેથી પ્રમેદ થાય, જવાનું મળે, અન્ધત્વ ટળે, ઇચ્છિત ફળે. એમ ભાવને એટલે જ્ઞાન–ચરણ રૂપ નયનયુગલને પામવાને માટે, મિથ્યાત્વ અને અવિરતિ–એ બે ઉપર મારે ચલાવવું જોઈએ. એ બે ઉપર મારે ચલાવવાને માટે કષા ઉપર મારે ચલાવવું જોઈએ. શ્રી ભગવતીજી