________________
-
४०२
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો ગળીમાં ર નાખ પડે. પછી બે જણ પિતાપિતાના બને હાથમાં દોરી રાખીને રવૈયાને ફેરવે. ર ફરે ક્યારે? દેરીને એક બાજુ ખચાય ત્યારે બીજી બાજુ ઢીલી મૂકાય અને બીજી બાજુ ખીંચાય ત્યારે એક બાજુ ઢીલી મૂકાય, તો રયે બરાબર ફરી શકે. આમ વલોવાય તો વલવનાર માખણને ભાળે. દેરી ખીંચવાની અને ઢીલી મૂકવાની પદ્ધ
ચી અને લીલા જ તિને અહીં બરાબર ઘટા. નિશ્ચયની જરૂરીઆત પડે ત્યારે વ્યવહારની દેરીને ઢીલી મૂકીને નિશ્ચયની દેરીને ખીંચવી પડે અને વ્યવહારની જરૂર પડે ત્યારે નિશ્ચયની દેરીને ઢીલી મૂકીને વ્યવહારની દેરીને ખીંચવી પડે. આમ એક દેરીને ઢીલી મૂકીને બીજી દેરીને ખચાય, પણ બે ય દેરીના છેડા હાથમાં ને હાથમાં જ રહેવા જોઈએ. એક પણ છેડે જે હાથમાંથી છૂટી જાય, તો રવૈયો ફરતો બંધ પડી જાય તેમ નિશ્ચય કે વ્યવહાર–એકને ય તજીને, કલ્યાણ સાધી શકાય નહિ. બનેને સાથે રાખે તે કેવલજ્ઞાન રૂપ માખણને મેળવે. વ્યવહારથી વંચિત રહેનાર વંચના પામે ?
આ પંચમાંગ શ્રી ભગવતીજી સૂત્ર પણ નિશ્ચય નયને અને વ્યવહાર નયને લઈને ચાલી રહ્યું છે. શ્રી વીતરાગ પરમાત્માના શાસનનાં સઘળાં ય શાસ્ત્રો, બન્ને ય નના આધારે ચાલી રહ્યાં છે. એકલા નિશ્ચય નયને વળગી પડનારાઓ, પિતાની જાતને અધ્યાત્મી તરીકે ઓળખાવીને માક્ષસાધક ક્રિયાથી વંચિત બને છે. જે તેઓ સર્વ ક્રિયાઓથી રહિત બનતા હોત, તો તે વાત જૂદી હતી; પણ એ બીચારાએ તારક ક્રિયાઓથી જ વંચિત બની જાય છે. માત્ર